Matrubhumini Maati - 1 books and stories free download online pdf in Gujarati

માતૃભૂમિની માટી ભાગ-૧

માતૃભૂમિની માટી

ચારે બાજુ લીલાછમ ખેતરો, પંખીઓ નો કલરવ, વ્હેલી સવાર નો ઠંડો પવન, વહેતી નદીઓના પાણી નો ખળ ખળતો અવાજ...આવું દ્રશ્ય કોઈ ગામડા ગામ નું જ હોય શકે..

હા !! આ દ્રશ્ય છે અમારા સૌરાષ્ટ્રના રામપુર ગામ નું. શહેર થી થોડે દુર આવેલું નાનું સરખું ગામ. આ ગામમાં એક ચંપકકાકા એના પરીવાર સાથે રહે. ચંપકકાકા સ્વભાવે ખૂબ જ ભલા અને દયાળુ. આમ તો અમારે ગામડા ના માણસો દયાળુ જ હોય પણ ચંપકકાકા ની વાત જ આખી અલગ હતી. એના આંગણે થી કોઈ પણ માણસ કે પશું -પંખી નિરાશ પાછું ના ફરે.

ચંપકકાકા એક ખેડૂત હતા, ખેતી કરી પરીવાર નું ભરણ પોષણ કરતા હતાં એટલે આર્થિક સ્થિતિ સારી નહોતી. એના પરીવાર માં એક પત્ની અને એક પુત્ર હતાં. એકનો એક પુત્ર, શ્રવણ એનું નામ. શ્રવણ માં નામ એવા જ ગુણ. શ્રવણ સ્વભાવે ખૂબ શાંત અને આજ્ઞાકારી, ભણવામાં પણ ખૂબ જ હોંશિયાર; દર વર્ષે શાળા માં પ્રથમ નંબર પર આવે.

રામપુર ની શાળા માં ધોરણ ૧૦ સુધી નું જ શિક્ષણ મળી શક્તું; આગળ ભણવા માટે શહેર માં જવું પડતું. સમય જતાં શ્રવણ ધોરણ ૧૦ માં પ્રવેશે છે.ચંપકકાકા ની આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હતી કે શ્રવણ ને ભણવા માટે શહેર મોકલી શકે.

“ઘર માં લક્ષ્મિ ના હોય તો નસીબ માં ભણતર પણ ના હોય એવું થોડું બની શકે !!!!”

ધોરણ ૧૦ માં આખા શહેરમાં શ્રવણ નો પ્રથમ નંબર આવ્યો. છાપામાં શ્રવણ નો ફોટો આવ્યો. પત્રકાર લોકો શ્રવણ નો પરીચય અને ઈન્ટરવ્યુ લેવા માટે ચંપકકાકા ના ઘરે આવે છે. છાપામાં શ્રવણ ના ઈન્ટરવ્યુ છપાયું.

શેઠ પોપટલાલ સવાર માં છાપું વાંચી રહ્યા હતાં એની નજર શ્રવણ ના ફોટા પર પડી. એને છાપામાં આપેલી શ્રવણ ની બધી માહિતી વાંચી.

શેઠ પોપટલાલ નો શહેર ના ધનીક પરીવાર માં સમાવેશ થતો હતો. ભગવાન કુબેર અને માતા લક્ષ્મિ ની વિશેષ કૃપા શેઠ પર હતી.શેઠ સ્વભાવે દયાળુ અને પરોપકારી હતાં. એને તો મનોમન શ્રવણ ને ભણવામાં મદદ કરવાનું નક્કી કર્યું.

શેઠ પહોચી ગયા રામપુર ગામમાં ચંપકકાકા ના ઘરે શ્રવણ ની મદદ કરવા. ચંપકકાકા એ શેઠ ની આગતા-સ્વાગતા કરી ઘર માં બેસાડ્યા.શેઠ બોલ્યા,

“ચંપકલાલ, તમારો શ્રવણ ભણવામાં ખૂબ જ હોંશિયાર છે, ધોરણ ૧૦ માં પ્રથમ નંબર થી પાસ થયો છે, આગળ ભણાવવા માટે શું નક્કી કર્યું છે?”

“ભાઈ, અમારા ગામની શાળા માં તો દસ ધોરણ દસ સુધી નું જ શિક્ષણ મળી શકે એમ છે. આગળ ના અભ્યાસ માટે શહેર માં જવું પડે, પરંતુ અમારા ઘર પર મા લક્ષ્મિ ની કૃપા એટલી સારી નથી કે શ્રવણ શહેરમાં જઈ અભ્યાસ કરી શકે.” ચંપકકાકા બોલ્યા.

“ચંપકલાલ, જો તમે અનુમતિ આપતા હોય તો હું શ્રવણ ને એના આગળ ના અભ્યાસ માટે શહેર માં લઇ જવા માંગુ છું; તેને જે કાઇ મદદ ની જરૂર પડશે એ બધી મદદ કરવા હું તૈયાર છું.” પોપટલાલ બોલ્યા.

“શ્રવણ મારો એક નો એક દિકરો છે. જેમ દરેક મા-બાપ નું હોય એમ અમારું પણ સ્વપ્ન છે કે શ્રવણ આગળ ભણી ને સારી એવી જીંદગી જીવે.” ચંપકકાકા એ વળતો ઉતર આપ્યો.

પછી પોપટલાલ, ચંપકકાકા ની અનુમતિ લઇ શ્રવણ ને આગળ ભણાવવા માટે શહેરમાં લઇ જાય છે; શ્રવણ ના ભણવાની બધી જવાબદારી શેઠ એના પર લઇ લે છે.

એક ના એક દિકરા ને શહેરમાં ભણવા મોકલ્યા પછી ચંપકકાકા મનોમન ભાંગી ગયા હતા. ઘણા વર્ષો વિતી ગયા પણ શ્રવણ ના કોઈ સમાચાર ન હતાં. વળી, ચંપકકાકા પણ અભણ હતા, શ્રવણ ને શોધવા નીકળે તો પણ ક્યાં શોધે?? ચંપકકાકા ના મનમાં શ્રવણ ની ચિંતા ના વાદળો ઘેરાય ગયાં.

“શ્રવણ ક્યાં હશે? શું કરતો હશે? તબિયત સારી હશે કે નય??” ચંપકકાકા ને રાત-દિવસ એ જ વિચાર આવવા લાગ્યા.

* * *

એક દિવસ ચંપકકાકા ખુશી થી ઉછળતા આખા ગામ માં મિઠાઇ વહેચવા લાગ્યા. ચંપકકાકા ના મુખ પર ખુશી નો દરિયો છલકાય રહ્યો હતો. શ્રવણ ના ગયા પછી કાયમ માટે ઉદાશ રહેતા ચંપકકાકા આટલા ખુશ કેમ?? ગામ ના લોકો ના મોઢે આશ્ચર્ય છવાઈ ગયું.

ચંપકકાકા ની ખુશી નુ કારણ શ્રવણ નો આવેલ પત્ર હતો. શ્રવણ ના શહેર માં ગયા પછી પેલી વખત પત્ર આવ્યો હતો.

પત્ર માં લખ્યું હતું કે,

“ મા-બાપુ ને મારા સાદર પ્રણામ,

તમારા આશીર્વાદ થી મે મારો અભ્યાસ પૂરો કરી લીધો છે, હું વકીલ બની ગયો છું. આજ સુધી સંજોગો એવા હતા કે હું એક પણ પત્ર ન લખી શક્યો. એ ભુલ માટે મને માફ કરી દેશો. હવે થી દર મહીને હું પત્ર અને તમારી જરૂરિયાત મુજબ પૈસા મોકલી આપીશ જેથી હવે તમારે કોઈપણ જાત નું કામ કરવાની જરૂર નહી પડે. સમય મળ્યે હું જરૂર થી તમને મળવા આવીશ.”

આ વાત સાંભળી ચંપકકાકા ના જીવન માં ખૂશી ની લહેર આવી ગઈ.

શ્રવણ શહેર માં ખૂબ જ પ્રખ્યાત એવો વકીલ હતો.એને શહેર માં ગાડી-બંગલો વસાવી લીધા હતાં.

હવે, શ્રવણ દર મહિને ચંપકકાકા ને પત્ર અને પૈસા મોકલતો હતો. ચંપકકાકા ને ખેતર માં કામ કરવાની જરૂર ન હતી કેમ કે શ્રવણ એની જરૂરિયાત કરતાં પણ વધુ પૈસા મોકલતો હતો. તેથી તે આખો દિવસ તેની પત્ની સાથે ભગવાન ની ભક્તિ અને પૂજા-પાઠ માં સમય પસાર કરતાં.

એક દિવસ સવાર માં ચંપકકાકા મંદિર જવા બહાર નીકળ્યા ત્યાં એક આલિશાન મોટરકાર આંગણે આવીને ઉભી રહી. ચંપકકાકા વિચારવા લાગ્યા કે અમ ગરીબ ના ઘરે મોટર લઈ ને કોન આવ્યુ? ચંપકકાકા એ જોયું તો એ શૂટ-બૂટ માં સજ્જ એવો એક છોકરો ઉતર્યો. એ છોકરો બીજો કોઈ જ નય પણ શ્રવણ હતો. શ્રવણ નો દેખાવ બદલાઈ ગયો હતો; એને ઓળખવો પણ મુશ્કેલ હતો. જયારે શહેરમાં ગયો ત્યારે ગામડીયો દેખાવ અને ઉંમર પણ નાની, હવે આટલા વર્ષો પછી ક્યાંથી ઓળખાય??

એમ છતાંય ચંપકકાકા, શ્રવણ ને ઓળખી ગયાં; આખરે લોહી નો સબંધ છે ને શ્રવણ સાથે!!!! સંતાન ગમે એટલા વરસો મા-બાપ થી દુર રહે પણ મા-બાપ તો એને ઓળખી જ જાય અને એ જ છે મા-બાપ તરફ થી મળતો અમૂલ્ય પ્રેમ...

ચંપકકાકા, શ્રવણ ને તો ઓળખી ગયા પણ શ્રવણ એકલો આવ્યો નહોતો; એની સાથે એક છોકરી પણ હતી. કોણ છે આ ???

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED