હાય રે..ડોક્ટર તારી બેદરકારી Dr.Namrata Dharaviya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હાય રે..ડોક્ટર તારી બેદરકારી

"ડોકટર લુટે છે...", "કશુ કર્યા વિના જ આટલી ફી વસુલી લે છે"...આવા શબ્દો અવાર-નવાર સાંભળવા મળે છે.

આજ ના ડોક્ટર્સ ડે ના દિવસે ડોક્ટરો ના અનુસંધાનમાં નાનકડુ એવુ આર્ટિકલ રજુ કરુ છુ, હું પણ એક ડોક્ટર છું એટલે ડોક્ટર ની વ્યથા કદાચ સારી રીતે કહી શકીશ.

જે લોકો ને ન્યૂઝ પેપર વાંચવાની ટેવ હશે એમને ખબર જ હશે કે એકાદ તો એવા સમાચાર ઉડીને આંખે વળગે જ કે "ડોક્ટર ની બેદરકારી થી દર્દી નું મોત." આનો મતલબ તો એવો જ થયો ને કે હોસ્પિટલમાં થતાં દર્દીઓના મોત ડોક્ટર ના કારણે જ થાય છે, શું એ દર્દી ઘરે રાખ્યો હોય તો બચી જાય..!! એમાં પણ સરકારી હોસ્પિટલમાં જો દર્દી મૃત્યુ પામે તો ડોક્ટર નું તો આવી જ બન્યું.
હાલમાં આપણી સરકાર સગર્ભા સ્ત્રી અને નવજાત શિશુ ના સારા સ્વાસ્થ્ય માટે ખૂબ મહેનત કરી રહી છે અને તેના માટે નાના ગામડાઓમાં પણ નાની એવી હોસ્પિટલો કાર્યરત કરી છે.
સિક્કા ની બીજી બાજુ જોવા જઇએ તો દર્દી ના મોત પાછળ દર્દી ખુદ જ કારણ હોય છે! એનુ કારણ એવું છે કે અંતિમ ઘડી પર દર્દી હોસ્પટલ આવે અને પરિણામે સારવાર દરમિયાન મૃત્યુ પામે; સગર્ભા સ્ત્રીઓ પણ નવ મહીના માં ક્યારેય પણ હોસ્પિટલ આવી ન હોય, ડાયરેક્ટ ડીલીવરી ના સમયે કાંઇક તકલિફ થાય ત્યારે (જો તકલિફ ના હોય તો ઘરે જ ડીલેવરી કરાવી લે) હોસ્પિટલ આવે અેટલે એની પાસે કોઇપણ રીપોર્ટસ હોય નહી, પરીણામે ડોક્ટર બધા રીપોર્ટ કરાવે એ પહેલા જ મૃત્યુ પામે. ડોક્ટરે આપેલી સલાહ સુચનનું પાલન ન કરે પરીણામે તકલિફ માં મુકાય..
શું આ બધા માટે પણ ડોક્ટર જ બેદરકાર.??!!
અને દર્દી નું મૃત્યું થાય એટલે ડોક્ટર પર હીંસક હુમલાઓ કરવાના.
થોડા દિવસ પહેલા જ કોલકતાની સિવીલ હોસ્પટલ માં આશરે ૯૦ વરસ ના દર્દીનું મોત થવાથી ડોક્ટર પર હથીયારો વડે હુમલો કરવામાં આવ્યો,,શું આવુ કરવાથી દર્દી ફરી જીવીત થઇ જાય!!
પરીણામે ભારતભર માં ડોક્ટરોની હડતાલ રાખવામાં આવી, પણ ઇમરજન્સિ સારવાર તો ચાલુ રાખવામાં આવી; થોડી ક્ષણો માટે માત્ર કલ્પના તો કરો કે જો ઈમરજન્સિ સારવાર પણ બંધ રહે તો દર્દીઓની શું હાલત થાય; જો કોઇ ડોક્ટર જ ના રહે તો શું હાલત થાય!!! આ તો એક જ કીસ્સો અહી વર્ણવ્યો બાકી એકાદ -બે લાફા તો રોજ ના ભેંટ માં મળતા હોય છે.

જો ડોક્ટરને માર મારવાથી જો દર્દી જીવીત થતા હોય તો અમને માર ખાવામાં પણ વાંધો નથી

ડોક્ટર લુંટે છે કારણ કે ડોક્ટર ને ભગવાનનું બીરુદ આપવામાં આવ્યું છે, અને ભગવાન પણ લુંટે જ છે ને!!!
મારો ખુદનો જ અનુભવ છે કે શિરડી, વૈષ્ણવદેવી, તીરુપતિ બાલાજી વગેરે જેવા મંદિરો માં ભગવાનના દર્શન માટે લાઇનો લાગી હોય છે, જો તમે ૫૦૦૦ રૂપિયા આપો તો બે મિનીટમાં દર્શન કરાવી આપે અને ૨૦૦૦ રૂપિયા આપો તો અડધા કલાક માં દર્શન કરાવી આપે, આને શું કેવાય એ વિચાર્યુ ક્યારેય??
અને ક્યારેય ડોક્ટરે આવું કર્યુ કે ૫૦૦૦ આપો તો બે મિનીટ માં સારવાર આપે અને ૨૦૦૦ આપો તો અડધા કલાક પછી સારવાર આપે!!? ડોક્ટર તો ઇમરજન્સિ માં તાત્કાલિક જ સારવાર ચાલુ કરી દે છે, તો પણ ડોક્ટર ને તો લુંટારાનું જ બિરુદ મળે.
વાહ રે માનવ!! તારો જબરો ન્યાય છે ડોક્ટર પ્રત્યે.
દરેક ડોક્ટર ડીગ્રી મેળવવા માટે પૈસા તો ખર્ચે જ છે પણ સૌથી અગત્યનું તો એ એની જીંદગીના અગત્યના દીવસો ખર્ચે છે ત્યારે નામની આગળ ડોક્ટર લાગે છે, પરંતુ દુનિયાની નજર માં તો એ લુંટારો જ છે.
હકીકત માં તો ડોક્ટર પોતાનું બધુ લુંટાવી નાખે ને ત્યારે તો ઇ ડોક્ટર બની શકે છે,,પરંતુ એ ક્યા કોઇને ખબર જ છે.
અમ ડોક્ટર ને માન સન્માન ન આપો તો કંઇ જ નહી પણ અમારી જીંદગીના બચેલા દીવસો તો અમારા સલામત હાડકા સાથે જીવવા દો.
આટલું વાચ્યાં પછી પણ જો તમને એવું લાગતું હોય કે દર્દીના મોત માટે ડોક્ટર જ જવાબદાર છે, ડોક્ટર લુંટારો છે, તો તમે બિમાર પડો ત્યારે ડોક્ટર પાસે જવાના હકદાર નથી અને તમારા સંતાનો ને પણ ડોક્ટર બનાવાના હકદાર નથી.