Pizza books and stories free download online pdf in Gujarati

પીઝા

            ચાલો આજ ફરી આપણે પોતપોતાની કોલેજમાં જઈએ, 


              કોઇ એવુ પૂછે કે તમારી જીંદગીના મજેદાર દિવસો ક્યા ???એટલે તરત જ મોઢામાંથી શબ્દો નીકળે કે, અરે એ તો કોલેજના....!!!
                 લાઇફનો ગોલ્ડન પિરીયડ એટલે કોલેજના દિવસો.ના કોઇ બંધન કે ના કોઇ ટેન્શન, આ એવા દિવસો કે ત્યારે આપણી પાસે બધુ હોય છે, મજાક મસ્તી કરવાની ઉંમર , પૂરતો સમય અને BPL કાર્ડ (છેલ્લા શબ્દ થોડુક વિચારસો એટલે સમજાય જશે).મારા મત મુજબ તો ગોલ્ડન નહી પણ પ્લેટીનમ પિરીયડ કહેવો જોઇએ. કોમર્સ અને આર્ટ્સ વાળાની સરખામણી માં અમે મેડીકલ કોલેજ વાળા બે વરસ વધારે જલ્સા કરીએ. હા, અમારે M.B.B.S. માં અંડર ગ્રેજ્યુએશનના  પાંચ વર્ષ  હોય. મેડીકલ લાઇનમાં પ્રવેશ્યા એટલે સન્યાશ લીધો હોય એવો પણ અહેશાસ થાય.
                 પુરા પાંચ વરસ માં એક જ દિવસ એવો હતો કે અમે બધા સમયસર સવાર ના નવ વાગ્યે કોલેજ પહોચ્યા હતા, બધાએ એક સાથે લેક્ચર હોલ માં પ્રવેશ કર્યો હતો અને એ દિવસ હતો કોલેજનો પહેલો દિવસ. કદાચ લગ્નનો દિવસ ભુલી શકીએ પણ કોલેજનો પહેલો  દિવસ ભુલવો અશક્ય છે.અને પછી તો સમયસર લેક્ચર માં પહોચવું મુશ્કેલ થઇ જતું, પણ પહોચવું પડતુ કેમ કે અમારી કોલેજ, એમ.પી.શાહ મેડીકલ કોલેજ માં નિયમોનું સખ્તાય થી પાલન થતું અને એટલે જ અમારી કોલેજ સૌરાષ્ટ્ર ની પ્રથમ નંબર ની કોલેજ કહેવાય છે.  પ્રથમ વરસ માં તો કોલેજના સ્ટુડન્ટ હોય એના કરતા સ્કુલ ના સ્ટુડન્ટ જેવું વધારે લાગતું.
              પરંતુ જેવા બીજા વરસ માં આવ્યા કે, વર્ષો થી પાંજરામાં પુરાયેલા પોપટ ને પાંજરા માંથી છોડ્યો હોય ને જેવો ખુશીથી ઉડવા લાગે એમ અમે બધા આનંદ માં ઉડવા લાગ્યા. ના કોઇ રોકજોક, ના કોઇ બંધન, ના કોઇ ટેન્સન બસ મજા જ મજા..!!! પેલા વરસમાં ડોબા જેવા લાગતા ટોપાઓ બીજા વરસમાં છોકરીઓ જોડે કોલેજના કેમ્પસ માં સેટીંગ કરતા જોવા મળતા, જાણે કાગડો દહીંથરુ લઇ ગ્યો હોય.     
                 કોલેજ ના બીજા વરસ માં આવી ને મોટી ખુશીની વાત તો એ હતી કે અમે સીનીયર બની ચુક્યા હતાં. જ્યારે કોઇ જુનીયર માન સન્માન આપી ને બોલાવતા ત્યારે, મનોમન એટલી ખુશી થતી કે જાણે રાજગાદી મળી.
                લેક્ચર બન્ક કરીને સ્નેક્સ કરવા જવાની અને ફીલ્મ જોવા જવાની જે મજા આવતી એવી મજા તો હવે ડાયનાસોર ની જેમ લાઇફ માંથી લુપ્ત જ થઇ ગઇ. 
               ટેસ્ટી સ્નેક્સ માટે અમારે જામનગર માં ખાઉંધરી ગલી સારી એવી પ્રખ્યાત. અને સદનસીબે એ અમારી કોલેજ ની નજીક,, દસ- પંદર મિનીટ ના અંતર પર. એટલે તો અમારી બેચ ના અમુક મહાનુભવો કંટાળાજનક લેક્ચર માં ખાઉંધરી ગલી પહોંચી જતાં. અમારા લેક્ચર હોલ માં પાછળ ના ભાગે એક દરવાજો હતો, એ આવા કામ માં મદદગાર થતો.
                મજાક - મસ્તી કરવામાં કોલેજ નું છેલ્લું વરસ એટલું જલ્દી આવી ગ્યુ કે કશી ખબર જ ન રહી. છેલ્લા વરસ માં જલસા શબ્દ ની જગ્યા ચોપડીઓ એ લઇ લીધી હતી. સંસારથી કંટાળેલો માણસ જુનાગઢ ની તળેટી માં જઇ બેસી જાય એમ અમે બધા મજા - મસ્તી કરી ને કંટાળેલા લાઇબ્રેરી માં બુક્સ લઇને બેસી ગયેલા.
                 કોલેજ નું છેલ્લું વરસ એટલે જીંદગી માં આવેલો વળાંક...જો ધ્યાન ન આપો તો ગમે તે થઇ શકે. 
                 એટલે છેલ્લા વરસ માં તો બધા વાંચવા માં જ રચ્યા - પચ્યા રહેતાં, જાણે રૂષિમુનીઓ તપ કરવા બેઠાં હોય. કોઈ લાઇબ્રેરી માં હોય તો કોઇ કોલેજ ના ગાર્ડન માં, કોઇ ગ્રુપ માં વાચે તો કોઇ એકલા વાચતા જોવા મળે. ક્યારેક તો જમવાનું પણ લાઇબ્રેરી પર જ મંગાવી લેતા, જાણે લાઇબ્રેરી જ અમારુ ઘર બની ગઇ હતી. ભુખ લાગે ત્યારે ડોમીનોઝ અમારી મા સમાન બની રહેતી, પીઝા ખવડાવી અમારી ભુખ ને શાંત કરતી. અમારા ગ્રુપ માં બધા ને ભાવતી કોમન વસ્તુ માં પીઝા નો સમાવેશ થતો.
                    અમારી લાઇબ્રેરી માં ખાસીયત એ હતી કે બેસવા માટે ખુરસી ઓ પણ બેવફાય કરતી, બે મિનીટ માટે  છોડી ને ગ્યા હોય ને પાછા આવીએ ત્યારે આપણી ખુરશી બીજા જોડે જતી રહી હોય. જેમ આપણા દેશ માં છોકરાઓ ની સંખ્યા, છોકરીઓ ની સંખ્યા કરતા વધારે છે એમ અમારી લાઇબ્રેરી માં ખુરશી કરતા વિધ્યાર્થી ઓની સંખ્યા વધારે હતી. પરીક્ષા સમયે લાઇબ્રેરી માં ખુરશી મળે એટલે જાણે મુખ્યમંત્રી ની ખુરશી મળ્યાનો આનંદ થતો. આ દિવસો તો હવે એક સુંદર સ્વપ્ન બનીને રહી ગયા, હવે આવી મજા તો ક્યારેય ન મલે.
              છેલ્લું વરસ પુરુ થતા અમારી કોલેજ લાઇફ નો એન્ડ નથી આવતો, હજુ એક વરસ ઇન્ટર્નશીપ બાકી હોય છે. ફરક એટલો હોય છે કે અમારા નામ ની આગળ ડોક્ટર લાગી ગયેલું. હકીકત માં ઇન્ટર્નશીપ માં અમારે હોસ્પિટલ માં ડોક્ટર તરીકે ફરજ બજાવવાની હોય છે, પરંતુ ઇન્ટર્નશીપ માં એક ભાવી ડોક્ટર કારકુન નું કામ કરતા જોવા મળે. કોઇપણ ડીપાર્ટમેન્ટ માં પોસ્ટીંગ થયું હોય પણ કામ તો એક જ કરવાનું, સિનીયરો માટે નાસ્તો લાવવાનું. અને કરવું પણ પડે કેમ કે છેલ્લે એમની સીગ્નેચર વીના બધુ અધુરુ.
           ઇન્ટર્નશીપ નો એ દીવસ અમે ક્યારેય ભુલી જ ન શકીએ, જયારે અમે ચાલુ ડ્યુટી પર પીઝા ખાવા નું નક્કી કરેલું. એ જાહેર રજાનો દિવસ એટલે પેશન્ટ પણ બવ ન હતા, અમે લોકો સર અને સિનીયર સામે જુઠુ બોલી ડોમીનોઝ માં પીઝા ખાવા ગ્યેલા. જેવા અમે હોસ્પિટલની બહાર નીકળ્યા ને ધોધમાર વરસાદ શરૂ થયો, થોડીવાર માટે તો લાગ્યુ કે પીઝા ખાવાનું કેન્સલ કરવુ પડશે પણ વરસાદ ધીમો થઇ જતા અમે લોકો નીકળ્યા. ડોમીનોઝ પણ અમારી કોલેજ ની નજીક માં જ આવેલુ. રજા નો દિવસ હતો એટલે બધા ટેબલ ફુલ હતા,  એક ફેમેલી ટેબલ જેવુ ખાલી થયુ કે અમે લોકો ત્યાં બેઠા. અમે પીઝાનો ઑર્ડર આપ્યો, ત્યાં અમારી બાજુનું ટેબલ પણ ખાલી થયું.  પરંતુ જેવુ એ ટેબલ ભરાયુ કે અમે લોકો પીઝા ખાધા વગર જ નીકળી જવાનો પ્લાન કર્યો, કેમ કે એ ટેબલ પર બીજુ કોઇ નઇ પણ જેની સામે અમે જુઠુ બોલી ને નીકળા એ જ સર લોકો આવેલા. કોઇપણ સમસ્યા આવે પીઝા ખાવા એટલે ખાવાના જ, આવુ નકકી કરેલું. છુપાતી નજરે ટેબલ બદલાવી ને પીઝા ખાઇ ને નીકળી ગ્યાં. એટલી સ્પીડ માં ખાધેલુ કે ટેસ્ટ શું હતો એ પણ ખબર ન રહી. બસ ત્યાર પછી ક્યારેય પણ પીઝા ખાવાનો પ્લાન નથી કર્યો.
                 અમે લોકો તો એ વ્હેમ માં જ હતા કે સર થી નજર છુપાવી અમે નીકળી ગયેલા, આ વાત ની ત્યારે ખબર પડી જ્યારે  અમે સર પાસે સિગ્નેચર લેવા ગયેલા.



       કોલેજ લાઇફ વીશે તો જેટલુ લખીએ એટલુ ઓછુ પડે,,,શબ્દો પણ ખુટી પડે.
  આ તો.. સંક્ષિપ્ત માં અમારી કોલેજ માં ફરી એક લટાર લગાવી છે......

                                      સમાપ્ત

    
        

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED