જુગાર.કોમ - 12 Dinesh Jani ...Den દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જુગાર.કોમ - 12

CHAPTER 12

મંદિરેથી આવ્યા બાદ ક્રિષ્ના બે કલાક સુતી રહી. અચાનક ચક્કર આવવાથી આમ થયુ હતુ એમ મંદિર માથી જાણવા મળ્યું હતું. બપોરનો સમય હતો. સવારની કજારીકા વાળી ઘટનાથી યોગરાજ પણ વિક્ષુબ્ધ હતા. આમ છતા ક્રિષ્ના ઉંઘમાંથી ઉઠી ત્યારે યોગરાજ તેમની પાસે ગયા , ક્રિષ્ના પલંગમાં સુતી હતી. યોગરાજે પાસે જઇને તેણીના માથા પર હાથ ફેરવ્યો. ક્રિષ્નાએ આંખ ખોલી. બેઠી થઇ ગઇ. ધીમેથી બોલી ‘યોગરાજ મને માફ કરો. મારી ભુલ થઇ ગઇ છે. આજે તમે પોતેજ મારા માટે પરમાત્મા થઇ ગયા છો. આજની મારી પુજા સફળ થઇ ગઇ એ વાત નિશ્ચિત છે,

યોગરાજે માથામાં, ગળામા, છાતી પર હાથ રાખતા કહ્યુ.“તુ સુઇ જા,તને આરામ ની જરૂર છે.બહુ બોલ નહિ” ’ યોગી” આજે નહિ બોલુ તો મારે કાયમ માટે મુંગા થઇ જવુ જોઇએ. મે તમારા માટે અનિષ્ટ કાર્ય કર્યુ અને તમે મારા માટે આવડું મોટું બોઝીલ ભગીરથ કાર્ય કર્યું. મારા માટે આવડી મોટી આહુતિ આપી? “ ’ ક્રિષ્ના તારા માટે કાઇ નથી કર્યુ. તું ખોટી છેતરાય છે.તને તો હુ ગઇ કાલે જ દગો દઇ ચુક્યો છું” .

“ હું તમને બરાબર ઓળખુ છું. મારા જેવી અધમ સ્ત્રીની અધમતા જાણવા છતાયે મને વફાદાર રહેવા તમે કજારીકા ને કોઇ પણ પૂર્ણપુરૂષ ન કહીં શકે તેવું કથન કરી નાખ્યું છે. “” મને લાગે છે કે તું આરામ નહીં કરે. ઓકે તો તું પણ સાંભળીલે. આપણા લગ્નથી માંડી ગઇ કાલ સાંજ સુધી હું તને વફાદાર જરૂર હતો. કદી ચરિત્ર્ય પર દાગ પડવા દીધો ન હતો. પરંતુ ગઇ કાલે સાંજે પુરૂષ સહજ જરા પગ લપસી પડ્યો હતો. હા એક સારી વાત એ છે કે સંજોગો સાનુકુળ ન હોવાથી. હું એ પાપ માંથી બચી ગયો હતો. અને આજે સવારે તો હું અને કજારીકા નર્કાગારમાં કુદી પડવાનું પ્રકરણ લખવા તૈયાર જ હતા.એટલે તો તને મંદિરે એકલી જ જવા દીધી. સાથે પણ ના આવ્યો. બેવફાઇની કગાર પર જ બેઠો હતો.ત્યાંજ. ગેબી અવાજ જેવા શિવરવ શબ્દોમાં સતનીલ નો ફોન આવ્યો,મને ઉગારી લેવા માટે તેનું એક વાક્ય જ પુરતું હતું.

“ પાપા જો જો જગત મને આંગળી ચીંધીને કદી ના કહે કે ; “કલંકિત યોગરાજનો આ દીકરો છે.’ તને વફાદાર રહેવા નહીં પણ નીલના એક જ વાક્ય ઉપર મે તારી કજારીકાને ગગનભેદી શબ્દોની વર્ષા કરી જાત બચાવી લીધી, ક્રિષ્ના” એ તો દિશાઓનાં જ વસ્ત્રો ઓઢીને ઉભી રહેવા તૈયાર હતી. કામરૂ દેશની એ કામિનિ કજારીકાને ચિલ્લાઇ ચિલ્લાઇ કહીં દીધું. હું નામર્દ છુ,.... બસ તેનો ક્રોધ આસમાને પહોચી ગયો હતો. એ અવિચારી કામાતુર બાઇ ને મારા બોલ ની સચ્ચાઇ પારખવાનો વિચાર પણ ના આવ્યો. અને મારા આખરી પ્રહાર પછીની ક્ષણ માત્રમાં એ રણ છોડી ભાગી જ ગઇ... હું બચી ગયો.. ક્રિષ્ના !’ એટ્લુતો સમજાયું કે તારૂ તપ કહો,કે વજ્રદત શાસ્ત્રીનાં મંત્રની તાકાત કહો અથવા ભગવાન શરણેશ્વરની આપણા ઉપર અપાર કૃપા કહો. એક ઘોર પાપકૃત્ય માંથી ઉગરી ગયા. ‘ક્રિષ્ના યોગરાજ સામે ગુન્હેગારની મુદ્રામાં બે હાથ જોડી એટલુજ બોલી “ યોગી ઇશ્વર તો મને માફ નહિ કરે પણ તમારી આ કનિષ્ઠ દાસીને તમે માફ નહિ કરો?’’ભુલીજા એ વાતોને. આરામ કર, હમણાજ સતનીલ અને વિંધ્યા આવતા હશે. હું ઇચ્છું છું કે તેઓ આવે ત્યારે તું સ્વસ્થ રહી વાત કરે. બસ આટલુ જ હવે તારે કરવાનું છે.

ક્રિષ્ના જાણે વાત સ્વીકારતી હોય તેમ આંખોનાં પોપચા ઢાળી યોગરાજનો હાથ પકડી સુઇ જવાનો પ્રયત્ન કરવા લાગી.

***

બાગેશ્વરની અમ્મારાની કજારીકાની મુલાકાતનું ભાથુ ભરી સતનીલ દીલ્હી જતી વોલ્વો બસમાં બેઠેલ. તે વિચાર કરતો હતો કે, જીવનનાં પરિપ્રેક્ષ્યમાં આપ્તજનોએ કરેલા દોષાયુક્ત કર્મોનું પ્રાયશ્ચિત તો મે કર્યું જ છે. સાથે સાથે કજારીકાએ પણ સ્વયંમના દુરાચારી જીવનનાં અંતભાગમાં પાપ મુક્ત થવાનાં ભાવ સાથે સરયુ કિનારે તર્પણ આદર્યુ છે. લોકસેવાનાં મહાયજ્ઞ થકી પુણ્યભાથાનાં સથવારે..મૃત્યુ સમયની માનસીક પીડાથી મુક્ત થવા અભિલાષા આલેખી છે. બસ આમ જ વિચારોની શૃંખલા ક્યારે વિલિન થઇ ગઇ અને ક્યારે આંખ મીંચાઇ ગઇ તે ખબર ના રહી. બાર કલાકની જર્નીમાં અલ્મોરા, અને

નૈનિતાલ,વટાવ્યા બાદ મુરાદાબદનાં હાઇવે રેસ્ટોરન્ટ પર બસ થોભતા ઉંઘ ઉડી જતા નીચે ઉતરી કોફી પીધી. થોડો નાસ્તો કર્યો. ફરી પાછો બસમાં બેસી ગયો. હવે ઉંઘ આવતી ન્હોતી અટલે બારી બહારની અંધારાની દુનીયા જોતો બેઠો હતો. ગઢમુક્તેશ્વર, હાપુડ,ગાંજીયાબાદ વટાવી લગભગ સવાર પડ્યે દીલ્હીમાં બસ દાખલ થઇ હતી. આઠને પચ્ચીસ મીનીટે દીલ્હીનું યમુનાવિહાર સ્ટેશન આવતા, સતનીલ ઉતરી ગયો. થોડીવાર મોર્નીંગ વોક કરવાનાં ઇરાદાથીએ ચાલતો ચાલતો આગળ વધ્યો.ત્રણેક કી.મી. ચાલ્યાબાદ તેણે રાધારમણ મંદિરે જવા ટેક્ષી કરી લીધી. મંદીરથી એકાદ કી.મી. દુર જ તે ઉતરી ગયો, ડાબી તરફ એક મેન્સ પર્લરનું બોર્ડ વાંચ્યું. ત્વરિત નિર્ણય કરી તેમાં ઘુસી ગયો. પર્લરનાં રીસેપ્શન કાઉંટર પર તેને અંગ્રેજીમાં વાત કરી જણાવ્યુ કે નવી સ્ટાઇલનાં હેરકટ કરાવવા છે. તેને બ્રોસર દર્શાવવામાં આવ્યુ.એપોઇન્ટમેન્ટ ન હોવા છ્તાં સવારનાં ફર્સ્ટ કસ્ટમરનાં નાતે પાર્લરવાળા તેને સર્વિસ આપવા તૈયાર થયા હતા. પ્રથમ હેરને સેમ્પુવોશ કર્યા, બાદ સતનીલે બ્રોસર માંથી પાસ કરેલી લોંગ મેસીહેર વીથ લો કટ, સ્ટાઇલ વાળા વાળ કપાવ્યા. આ હ્તું સાધુવેશનાં પરિત્યાગનું પહેલું ચરણ. પેમેન્ટ કરી બહાર નીકળ્યો. રોડ ક્રોસ કરી સામે આવેલ અરમાનીનાં ભવ્ય કલેક્શન શોરૂમમાં દાખલ થયો.પ્રથમ એક હોલ્ડઓન લીધો. બે જીંન્સનાં પેન્ટ , ત્રણ ટીશર્ટ ,બેલ્ટ ,ગોગલ્સ. સુઝ, વિગેરેની ખરીદી કરી. શોરૂમ નાં ટ્રાયલ રૂમમાં ભગવા ઉતારી નવા વસ્ત્રો ,બેલ્ટ સુઝ, ગોગલ્સ ધારણ કર્યા. ભગવા કપડા હોલ્ડઓનમાં ભર્યા,એકવાર આયનામાં જોઇ વિન્નીને યાદ કરી મુસ્કુરાયો પણ ખરા,હવે તે સ્ટાઇલીસ્ટ હેન્ડ્સમ હીરો જેવો લાગતો હતો. તે શોરૂમની બહાર નીકળ્યો.ચાલતા ચાલતા રાધારમણ મંદીરે પહોચ્યો. બપોર થઇ ગયેલ હોવાથી મંદીરમાં થાળ ધરાવી મંદીરની જવનીકાઓ ઢાળી દેવામાં આવી હતી. તેને પરીસર માંથી પસાર થતા રઘુને જોયો , રઘુનું જ કામ હતુ તેને રોક્યો. ‘”હેય રઘુ , ઓળખ્યો ? ‘ રઘુ બિચારો ક્યાંથી ઓળખે.?.તેણે માથુ ધુણાવ્યુ. સતનીલે ગોગલ્સ કાઢ્યા અને ધીમેથી કહ્યું હું “ નીલકંઠ !’

રઘુને ચહેરો યાદ આવ્યો, ‘ઓહ, માફ કરજો આ કપડામાં ઓળખી ના શક્યો. તમે તો સાવ બદલાઇ જ ગયા છો. આ સાધુત્વ ક્યારે છોડ્યુ ?”

‘ સમજ ને એક કલાક પહેલાં જ.આજ્થી ફરી મારી દુનિયામાં, જઇ રહ્યો છું. ખાસ તને જ મળવા આવ્યો છું. મેં તને એક અનામત સાચવવા આપેલી..યાદ છે તને ? “ રઘુ એ કહ્યુ. “ એ ખુબ જ જતનથી સાચવી રાખી છે, કોઇના હાથમાં ન આવે તે રીતે ,,થોડીવાર ઉભો રહે હમણા લાવી આપું.’

સતનીલે કહ્યુ ‘રઘુ હું મંદીરની બહાર બસ સ્ટોપ પાસે ઉભો છું ત્યાં લઇને આવ. ‘સતનીલ બહાર ગયો રસ્તા પર આવેલ બસ સ્ટોપ પાસે ઉભો રહ્યો. થોડી વારે રઘુ એક નાનકડુ પાર્સલ લઇને આવ્યો. સતનીલનાં હાથમાં આપ્યું. સતનીલે ખોલી નાંખ્યું. અંદરથી એક ડાયરી નીકળી તેની અંદર રહેલું મોરપિંચ્છ જોઇ લીધું. મુસ્કુરાયો. અને કહ્યું ” દોસ્ત આ પીંચ્છુ સાચવવા બદલ તારો ઉપકાર કદી નહીં ભુલું. ‘રઘુએ પુછ્યું ‘ નીલકંઠ !’ ખબર નથી આ પીંચ્છાની કીંમતની પણ તારે માટે અગત્યનું જરૂર હશે.

‘ રઘુ!’ આ એજ પિંચ્છુ છે. જેનીથી રાધાએ કૃષ્ણને નિર્વિકાર પ્રેમ આપ્યો હશે. ગોવિંદે એટલેજ માથે લગાવ્યું હશે. મને પણ મારી રાધાએ આપ્યું હતું. થેંક્સ દોસ્ત જીવનમાં ક્યારેય મદદની જરૂર પડે ત્યારે યાદ કરજે ‘

પછી ડાયરી સાથે થોડીક પાંચસો રૂપિયા વાળી નોટૉ રાખેલી..હાથમાં લેતા યાદ આવ્યુ કે વડાપ્રધાને નોટબંધીમાં આ નોટૉ રદ જાહેર કરેલી. માત્ર કાગળનાં ડુચા જેટલી કીંમત હતી, રઘુને દેવા વિચારી હતી પણ હવે દેવી નકામિ હતી. તેથી સતનીલે ખીસ્સામાં હાથ નાખ્યો બાગેશ્વરમાં રાનીઅમ્માએ કવરમાં આપેલી અને ખરીદી કરતા વધેલી બે હજાર રૂપિયા વાળી નોટૉની નાની થપ્પી કાઢી. સીરોહી પહોચવા પુરતા પૈસા જુદા કાઢી બીજા બધા જ રૂપિયા રઘુનાં હાથમાં આપતા બોલ્યો, ‘ હું તારુ ઋણ ચુકવવાની માત્ર મહેનત કરૂ છું. આ રાખ ક્યારેક કામ આવશે.

રઘુ ગળગળૉ થઇ ગયો. નજર નીચી રાખી રકમ સ્વીકારી ખિસ્સામાં મુકી. સતનીલે ધીમેથી પુછ્યું

“ આચાર્ય?”

‘ તેઓ હમણા ધર્મયાત્રાએ નીકળ્યા છે.

સતનીલે રઘુનાં ખભે ફરી હાથ રાખી, રજા લેવાની ઇશારત કરી. તેઓ છુટા પડ્યા. સતનીલે ટેક્ષી પકડી ન્યુદીલ્હી રેલ્વે સ્ટેશને ચાંદનીચોક મેટ્રોગેઇટ નંબર ત્રણની સામેનાં દરવાજે પહોચ્યો. સીરોહી જવાની ટ્રેઇન ની તપાસ કરી સાંજે સાતને પીસ્તાલીસ કલાકે સ્વર્ણજયંતિ રાજધાની એક્ષ્પ્રેસ જવાની હતી.તત્કાલ બુકીંગ માં ટીકીટ બુક કરાવી.. સમય પસાર કરવા બહાર નીકળ્યો, ન્યુએરા ક્લબ સામેની “ ટુટુન રેસ્ટોરન્ટ” માં સાંજનું ડીનર લીધું. ફરી ટેક્ષી કરી સ્ટેશને આવી ગયો, પ્લેટ્ફોર્મ નંબર બે પર આવેલી સીરોહી જતી તેની ટ્રેન આવતા એસી કોચ લોઅર બર્થ ની પોતાની રીઝર્વ સીટ પર બેસી ગયો,

સાધુજીવનનું પરિત્યાગ પછીનું પરિમાણ ઉજવવા ,તૈયાર હતો આવતીકાલનાં વેલેંટાઇન ડે ની સવાર, સીરોહીમાં કેટલીયે આંખો તેની રાહ જોતી બેઠી હશે,? તે વિચારોમાં ખોવાઇ ગયો,

***

ગંગાજળીયાનાં ઘુનામાં નાહીને નીકળેલા સતનીલને ભુખ લાગી હતી.તેથી સીરોહીની સ્ટારીંગ હોટેલમાં લંચ લેવાને બદલે રસ્તામાં આવતી હાઇવે હોટેલમાં જમવાની પસંદગી ઉતારી હતી. વિંધ્યાએ પણ વિરોધ કર્યો ન્હોતો. બસ આજનો દિવસ મારો નીલ જે નિર્ણય લે તે મંજૂર. તેવું જ વિચારેલું હતું. બન્ને પિંડવારાની હોટેલમાં લંચ લઇ રહ્યાં હતા તે દરમિયાન સતનીલ ઉપર કજારીકાનો ફોન આવ્યો હતો.

સતનીલનાં કાનમાં પડેલા કજારીકાનાં શ્બ્દો થી સતનીલનાં કાનમાં કોઇએ શૂળ ભોંકી દીધી હોય તેવી વેદના ઉપડી હતી. તેને ફર્સ્ટ રીફ્લેક્શન રૂપે ગુસ્સો પણ કરી લીધો હતો.” કજા..આ..આ.. !’ વ્હોટ ડુયુ મીન ? હું તારૂ ખુન પી જઇશ..... “”

પણ તેનો ફોન તો ડીસ્કનેક્ટ થઇ ગયો હતો. મોબાઇલ ટેબલ ઉપર પછાડ્યો. વિંધ્યાને સમજાયુ નહીં કે સતનીલ ને ગુસ્સો કેમ આવ્યો. તીવ્ર પ્રતિક્રિયા કે આવી ભાષા સતનીલ વાપરે નહીં. વિંધ્યાને થોડીક આશંકા થઇ કે પપ્પાજી સાથે કંઇક અઘટિત તો ? પણ નાં નીલ માટે યોગરાજ... ! તો પછી.?? વિંધ્યાએ વિચારો પડતા મુકી પુછ્યું “ આન્ટિનો ફોન હતો ? શું કહ્યુ ? તેણે, કે તું આટલો બધો ગુસ્સે થઇ ગયો ?? ‘’સતનીલ ગ્લાસ ઉઠાવી ઝડપથી પાણી પી ગયો. કપાળ પરનો પરસેવો રૂમાલથી લુંછ્યો. તે બબડ્યો..” ઓહ,,, સીટ.એ બાઇ..એ કુલ્ટા.” સતનીલ બોલી શક્તો ન હ્તો ધ્રુજતો હતો.

‘નીલ !’ પ્લીઝ શાંત થા. મને આરામથી કહે વોટ્સ ધ મેટર ??... ‘

નીલ મૌન રહ્યો. તે હજુયે કંપતો હતો. લંચ પુરૂં ના કર્યું. ટેબલ છોડી વોશબેઝીન તરફ ગયો. વિંધ્યાએ વેઇટર ને બોલાવી બીલ બનાવવાનું કહ્યું ...સતનીલે કાઉન્ટર પર બીલ ચુકવી. પાર્કીંગમાં રહેલી સ્કોડા ગાડી પાસે ગયો લોક ખોલી ડ્રાઇવરની બાજુની શીટમાં બેસી ગયો. એટ્લુજ બોલ્યો

‘વિન્ની” ડ્રાઇવ પ્લીઝ.. ‘વિંધ્યા સમજી ચુકી હતી કે ટેન્શનમાં ડ્રાઇવ કરવું નીલ માટે સલામત નથી. બીજુ આજે દલીલ વગર જ આદેશો માનવાના છે. તેથી ઝડપથી ડ્રાઇવીંગ સીટ પર બેસી ગઇ. સીટ બેલ્ટ બાંધી ગાડી સ્ટાર્ટ કરી સીરોહી જવાનાં માર્ગે હાઇવે પર લીધી. ગાડી ધીમી ગતિએ ચલાવવાનું નક્કી કર્યું હતું.

કાર ડ્રાઇવીંગ છોડવાનો સતનીલનો નિર્ણય ઉંડાણનાં અજ્ઞાતપણા માંથી ઉઠ્યો હતો. દૈવત્વ ગતિ તરફનાં આકર્ષણનું પ્રથમ ચરણ આરંભાઇ ચુક્યું હતું. નીલનાં કાંપતા હાથ પર હળવે હાથ પ્રસરાવતા વિંધ્યાએ કહ્યું. ‘ નીલ !’ કંઇક કહે મને પણ ટેન્શન !’ધ્રુજતા હોઠ માંથી સતનીલનાં પ્રથમ શબ્દો હતા

‘ મારા જીનેટીક અસ્તીત્વ પર સવાલ ઉઠાવ્યો હતો એ બાઇએ. એવું પુછી જ કેમ શકે ? સામે આવેતો ! ગોળી ધરબી દઉં. ‘’પ્રથમ તો નીલ “ તું શાંત થા. મને થોડી વિગતે વાત કર. કાર સાઇડ પાર્ક કરૂં? ‘’ નો.. કીપ ગોઇંગ.. ! પણ વિન્ની એ બાઇએ મમ્મીનાં ફોન માંથી મારી સાથે વાત કરી હતી. મતલબ કે મમ્મી બાજુમાં જ હોવી જોઇએ. અને એમ જ હોય તો એ બાઇએ મમ્મીની હાજરીમાં મને કહ્યુ કે ‘ તારા મમ્મી ને પુછી લેજે કે તુ.. ખરેખર...... કોઓઓઓનો દીકરો છે ? તને ખબર છે, એણે મારા” સતનીલનાં હોઠ હજુયે કંપતા હતા.

‘ નીલ !.’ સવાલનાં ગર્ભમાં જા એવુ કોઇ શુંકામ પુછે ? દરેક તબક્કાથી વિચારી જો કદાચ ગમતો જવાબ પણ મળે’

‘વિન્ની પ્લીઝ સુઝાવ ન દે અહિં મારા મા-બાપ તરફ શંકિત ઇશારો થયો છે અને તું ગમતા જવાબ ની માંડે છે.’’ઠીક છે. તો તુ એકલોજ વિચારી લે. તને સુઝાવ દેવામાં કોને રસ છે ? આમેય તે ક્યાં ? મારી વાત કદી માની છે. “ વિન્ની સહેજ ગુસ્સા અને નખરામાં બોલી.

‘ વિન્ની પ્લીઝ મારા શબ્દો પકડ નહીં.મારી સ્થિતિ સમજવાની કોશીષ કર “

‘એજ તો કહું છું કે ટેન્શન લેવાને બદલે સીધો જ મમ્મી , પપ્પાને પુછી લે તેઓ કદી તારી સામે જુઠુ નહીં બોલે. તેઓ જે બોલે તે જ સત્ય માની લેજે.. દુનીયા જાય ખડામાં “

‘તને બોલવાનું કાંઇ ભાન છે ? માં-બાપ ને આવો સવાલ પુછાય ?’

‘તો શું તને ઉપરથી ભગવાન આવીને સાચુ કહી જશે ? કજારીકા આવીને બકવાસ કરી તારા મનમાં કાંડી ચાંપી ગઇ. ફુંક મારીને હોલવી નાંખ. નક્કામી હવા આપે છે. ટેન્શનમાં તો દાવાનળ ફેલાઇ જશે’

આખરે બન્ને એ એવુ નક્કી કર્યું કે, ઘેર ગયા પછી સાચી સ્થિતિનો ખ્યાલ આવશે. કદાચ આજની સંભવિત ઘટનાંઓનાં પરિણામ કંઇક જુદાજ આવ્યા હોય..

‘વિન્ની !. શ્વેતાયન બંગલામાં મમ્મી..પાપા સામે હું જઇ શકીશ નહીં. ગાડી સીધી તારા બંગલે લઇ લેજે. સાચી સ્થિતિનો તાગ મેળવી મને જાણ કરજે. હાલ હું અસમંજસમાં છું. એ ઘરમાં મારો શ્વાસ ઘુંટાશે. ડ્રાઇવ ત્યાગ પછીનું નીલનું આ આકસ્મિક બીજુ કદમ હતું

***