જુગાર.કોમ - 9 Dinesh Jani ...Den દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જુગાર.કોમ - 9

CHAPTER 9

કજારીકા મનમાં ખુશ થતી હતી. યોગરાજ કોઇ વધુ પ્રયત્ન વગરજ જાળ માં ફસાઇને મહાત થયેલ હતો. પોતાનાં રૂપ, વાક્છ્ટા અને ચાલાકી ઉપર મોહતાબ હતી.રૂપ નાં નશામાં ચકચુર. કજારીકા આવતીકાલ નાં અંતિમ એટેક માટે નાં વિચાર કરતી હતી. કાલે ક્રિષ્ના સહિત અન્ય સખી સ્ત્રીઓ રણથંભોર જવાની હતી. યોગરાજ મારી રાહ માં એકલાજ રાહ જોતા બેઠા હશે. જીવન નાં તમામ સુખોનો સરવાડો એટલે મનવાંછિત પુરૂષ નોં શૈયાસંગ. મનમાં મલકાતી હતી ત્યાં ફોન ની રીંગ વાગી.

‘હલ્લો કજા !. ક્રિષ્ના બોલુ,,, સાંભળ સુરેખાનો હમણા ફોન આવ્યો હતો. તે દાદર પરથી પડી ગઇ છે. પગમાં મચકોડ છે. તેથી તે પ્રવાસે નથી આવવાની. તું પણ નથી,માલતીને ખબર પડીકે બીજી બે પણ આવેએવી શક્યાતા નથી, આ બધુજોતા. સુરેખાને ઘેર બેસી નક્કી કર્યુ કે કાલ નો રણથંભોર નો પ્રોગ્રામ કેન્સલ. કજારીકા નો પહેલોજ પ્રત્યાઘાત હતો.” પ્રવાસ કેન્સલ મતલબ ??. નો નો. એ ના ચાલે, જો જો એમ દગો કરે તે ના ચાલે ? તારે તો ક્યાંક પ્રવાસમાં જવુ જ જોઇએ. ‘’ પણ સમજ તો ખરી હું એકલી ક્યાં જાઉ ?

‘ એ ખબર નથી. ગમે તેની સાથે, ગમે ત્યાં જાય.પણ દગો તો નહિ જ ચાલે. તે કમીટમેન્ટ કર્યું હતુ. તારાથી પીછેહઠ ના થાય. મે તારી પાસે ફક્ત ચોવીસ કલાકજ માંગ્યા હતા. તારા યોગરાજને આજીવન બાંધીને ફરવાની નથી. ‘

‘ પ્લીઝ કજ્જુ !, ભુલીજા એ રમતને. એક મજાક ભરી ભુલ સમજીને માફ કરીદે.’

‘મજાક !! તને ખબર છે.?? મારી આખી જીંદગીની શ્રેષ્ઠતમ રમતને, સુવર્ણ અવસર પ્રાપ્તિને હું મજાકમાં કઇ રીતે લઇ શકું ? આમેય આખી જીંદગી ઇચ્છીત ફળ મળ્યું જ નથી. દરેક તબક્કે મારોજ ભોગ લેવાયો છે. હા એ ક્રમમાં વધુ એક નાનકડો ભોગ આપવા તૈયાર છું. ‘ક્રિષ્ના ઉત્સાહમાં પુછી બેઠી. ‘ મતલબ કે તું યોગરાજને, મને મારી ભુલ ને માફ કરવા....?’

‘ હું કાંઇ સાધ્વી નથી કે બધુ માફ કરતી ફરૂં. આરંભનું ડગલું ભરાઇ ચુક્યું છે. ફક્ત વધારાનો ભોગ એટલો જ આપુ છું કે. તારી પાસે ચોવીસ કલાક માંગ્યા હતા. તેમાંથી વીસ કલાક માફ. ફક્ત ચારજ કલાક મારા.સોરી મારા અને યોગરાજ નાં. પછી આખી જીંદગી તારો. કરીને રાખજે, ફરી જુગાર ના રમતી.’

‘ પણ કજારીકા તું સમજ તો ખરી, હું ક્યાં જાઉ ?’

‘ એ મને ખબર નથી.મોર્નીંગ શોમાં થીયેટરમાં જા, મોલમાં જા, ક્યાંય નાં સુજે તો મંદીરમાં જઇને ભજન કર. બને તો તારા ઇશ્વરને પ્રાર્થના કરજે કે મને નિષ્ફળતા મળે. મારે પણ જોવું છે, મારામાં રહેલ મન્મથ જીતે છે કે તારા મહાદેવ ?? ઓલ ધ બેસ્ટ ‘ કજારેકાએ ફોન ડીસ્કનેક્ટ કર્યો.

***

સિરોહીનાં ગ્રામદેવતા ગણાતા ભગવાન શરણેશ્વરનાં સ્થાપક દેઓરા વંશનાં રાજપુતોની ત્રીજી પેઢીનાં રાજ્યપુરોહિત પંડિત વજ્રદત શાસ્ત્રીની ગણનાં મેવાડ પંથકનાં વિદ્વાન પંડિતોમાં થતી. યોગરાજ મહેતા જ્યારે જ્યારે શરણેશ્વરનાં દર્શને જતા ત્યારે વજ્રદતને અવશ્ય મળતા. વર્ષમાં બે થી ત્રણ વખત યોગરાજનાં પરિવાર દ્વારા પુજન વિધિ થતી હતી. એ વાતનો સહારો લઇને, યોગરાજને કજારીકાનાં હવાલે કરવાની કુચેષ્ઠા કરવા ક્રિષ્ના તૈયાર થઇ. શ્વેતાયન બંગલામાં રાત્રિ ડીનર બાદ વિંધ્યા પણ આવીને બેઠી હતી. વાતની વાતમાં ક્રિષ્ના એ આવતીકાલે શરણેશ્વર ની મહાપુજા કરવા જવાનો પોતાનો નિર્ણય જાહેર કરવા યોગરાજ સામે જોઇ બોલી.” સતનીલ બીચારો બેંગ્લોરમાં એકલો હેરાન થાય છે. તો તેની દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય માટે મે વજ્રદત શાસ્ત્રીને વાત કરેલ. તો તેણે મંદીરમાં મહાપુજા કરવા જણાવ્યું હતું. કાલનો દિવસ પણ શુભ છે. ‘

યોગરાજને અંદરથી થોડી ગમતી વાત મળી ગઇ.

“ ગુડ ! સરસ વાત કહેવાય.પણ મારે કાલે થોડું અગત્યનું કામ છે. કદાચ હું નહીં આવી શકું,હું શાસ્ત્રીજી સાથે પુજન માટેની વાત કરી લઉ છું. તું અને વિંધ્યા..!’

વિંધ્યાએ વચ્ચેથી કહ્યું. ‘ પણ પપ્પાજી !’ હું તો કાલે. ‘

વિંધ્યાની વાત પણ વચ્ચે કાપતા ક્રિષ્નાએ યોગરાજ ને કહ્યું, ‘ શાસ્ત્રીજી સાથે મે વાત કરી લીધી છે. પુજન સામગ્રીની પણ તૈયારી થઇ ગઇ છે. તમે આવી શકો તો ચાલશે. હું અને વિંધ્યા. જઇશુ.’

‘ હું પણ નહીં આવી શકું. હું તમને એ વાત જ કહેવા આવી છું કે કાલે હું ઉદયપુર જાઉ છું. કાલે સવારની ફ્લાઇટમાં નીલ આવેછે. ‘યોગરાજ અને ક્રિષ્નાનાં મુખ પર ચમક આવી, અને આશ્વર્ય પણ થયું કે નીલ આવે છે ? અને અમને ખબર પણ નથી?

‘ વાત એમ છે, મમ્મીજી કે નીલએ મને ઘરમાં વાત કરવાની ના કહેલ છે, તે સરપ્રાઇઝ આપવા માંગતો હતો. પણ મારાથી ના રહેવાયું એટલે આપને કહીં દીધું. હું કાલે કાર લઇને તેમને પિકઅપ કરવા જવાની છું. બપોર સુધી કે સાંજ સુધી ઉદયપુરમાં ફરીશું અને સાંજે સિરોહી આવીશુ. ‘

‘ પણ આમ અચાનક ?’ યોગરાજથી પુછ્યા વગર ના રહેવાયું “

વિંધ્યાએ ફોલ પાડ્યો. ‘ મમ્મીજી. કાલે ચૌદમી ફેબ્રુઆરી છે,ને વેલેન્ટાઇન ડે.’

ક્રિષ્નાએ હસતા હસતા, યોગરાજને કહ્યું’ તમે હવે વૃધ્ધ થઇ ગયા છો. ‘’ ઓહ, સોરી.. એ તો યાદ જ ન્હોતું. ઓકે એન્જોય ઇટ.’

બીજા દિવસની સવારનાં બધાનાં કાર્યક્રમો ફીક્સ થયા. તે રાત્રે આકાશ ચોખ્ખુ હતું. જાણેકે યુધ્ધ પહેલાની નીરવ શાંતિ હતી. આવતીકાલનો સુરજ કેટલીક વૈવિધ્ય ઘટનાઓનો સાક્ષી બનવાનો હતો. પરંતુ તેની કોઇને ખબર ન હતી.

***

વિંધ્યા સવારે વહેલી ઉઠી ગઇ હતી. પપ્પા બાબુલાલને ઉદયપુર કાર લઇને જવાની વાત કરી હતી. વિંધ્યાનાં ગત જન્મ દિને બાબુલાલે દીકરીને સ્કોડા ગાડીની ભેંટ આપી હતી. સામાન્ય રીતે સ્કોડા વિંધ્યા જાતે ચલાવતી હતી પરંતુ આજે બાબુલાલે સોફર રામદિન સાથે લઇ જવાની સુચના આપી હતી. જે વાત વિંધ્યાએ સ્વીકારી હતી. જેથી રામદિન પણ વહેલો આવીગયો હતો. ગાડી સાફ કરી. ઓઇલ પાણી ચેક કર્યા. સવારે છ વાગ્યાને દસ મીનીટે રામદિને ગાડી ગેઇટમાંથી બહાર કાઢી. વિંધ્યા પાછ્લી સીટમાં બેઠી હતી. રામદિન જુનો નોકર કમ ડ્રાઇવર હતો. પચાસેકની ઉંમરનો સીધો સાદો,અને ભલો ભોળૉ હતો. કામ સિવાય બોલવાનું તેને ગમતું નહીં, સિરોહીથી નીકળેલી સ્કોડા ગાડી નોન સ્ટોપ નેંવું એકસોની સ્પીડમાં એકધારી જતી હતી.ઉદયપુર સીટી છોડી વીસેક કી.મી. દુર આવેલ દબોક એરપોર્ટ પહોચતા પોણાબે કલાક થયા હતા. જુના દબોક એરપોર્ટનું નવું બિલ્ડીંગ બંધાયા બાદ ‘મહરાણા પ્રતાપ વિમાની મથક’ એવું નામ આપવામાં આવ્યું હતું. પર્કીંગ લોટમાં ગાડી પાર્ક કરી. રામદિને પોતે ગાડી પાસે જ રહેશે તેવો નિર્દેશ કર્યો. વિંધ્યા નીચે ઉતરી વિમાનઘરનાં નવા બનાવેલા આલિશાન કોર્પોરેટ બિલ્ડીંગમાં પ્રવેશી.

આજે વિંધ્યાએ આછા વાદળી કલરનો ડીઝાઇનર ડ્રેસ પહેર્યો હતો. કમરનાં ભાગે ચુસ્ત તથા ઘુંટણ સુધી આવતા, ત્રણ સડ સાથે, પહોળા ઘેર વાળા ડીઝાઇનમાં ખભે મોટી ડબલ કાળી પટ્ટીઓ વાળા ડ્રેસમાં તે વધુ સુંદર લાગતી હતી. ખભે લટકતાપર્સમાં રહેલુ ગલાબ ફરી એકવાર જોઇ લીધું. વેઇટીંગ લોંજમાં જમ્બો ટીવી સ્ક્રીનની સામેનાં સોફાપર બેઠી. આમ તો બેંગ્લોરથી ફ્લાઇટ આવીચુકી હતી. ટેરરીઝમને કારણે એરપોર્ટ ચેકીંગ પ્રોસીઝર વધીગઇ હતી. જેથી થોડીવાર વેઇટ કરવું પડ્યું. ધીમે ધીમે પેસેંજર બહાર નીકળવા લાગ્યા હતા. સામેનાં કોરીડોર તરફથી ટ્રોલીબેગ સરકાવી ધીમીચાલે આવતા સતનીલને જોયો. ઘેરા બ્રાઉન રંગનાં રાઉંડ્નેક ટીશર્ટનાં સ્લીવમાંથી તેનાં માંસલ અને શશ્ક્ત મસલ્સ દેખાતા હતા. જિન્સનાં પેન્ટનાં સાઇડ પોકેટમાં સનગ્લાસ લટકતા હતા. તેણે પણ વિંધ્યાને જોઇ.તેના પગમાં ગતિ આવી. વિંધ્યા પણ ઉભી થઇ દોડી. એરપોર્ટની સીલીંગમાં લટકાવેલા મોટા ઇટાલીયન ઝુમરની બરાબર નીચે બન્ને ભેગા થઇ ગયા. સતનીલે ફેલાવેલી ભુજાઓમાં ઢીંગલીની જેમ વિંધ્યા સમાઇ ગઇ. બેચાર ક્ષણોનાં આવિર્ભાવ બાદ છુટા પડતા, વિંધ્યાએ પર્સમાંથી ગુલાબ કાઢીને સતનીલને આપ્યું,

‘હેય.. નીલ !’ યુ આર માય વેલેન્ટાઇન. ‘”થેંક્સ માય લવ.’

બન્ને એરપોર્ટનાં મુખ્ય બિલ્ડીંગની બહાર પાર્કીંગ લોટ તરફ ગયા. ત્યાં સુધીમાં રામદિને બન્નેને આવતા જોઇ ગાડી બહાર કાઢી રાખી હતી. વિંધ્યાએ સતનીલને પ્રોગ્રામ જણાવ્યો કે “ આપણે સાંજ કે બપોર સુધી ઉદયપુરમાં ફરીશું અને સાંજે સિરોહી જશું. મે પપ્પાજીને વાત કરી દીધી છે.”

પરંતુ સતનીલે બીજી પ્રપોઝલ મુકી.આપણે ગંગાજળીયા જઇએ તો કેમ રહેશે ?” વિંધ્યા ને ખબર હતી કે ગંગાજળીયા સતનીલની ફેવરીટ જગ્યા હતી. ધમાલીયા વાતાવરણથી દૂર પહાડીમાં શાંત અને હરીયાળી જગ્યા હતી. આજે સવારે વિંધ્યાએ સતનીલને આપવાનું વેલેન્ટાઇન રોઝ પર્સમાં મુક્યુ ત્યારે મનમાં એક સંકલ્પ કર્યો હતો કે આજે સતનીલ ની કોઇ વાત ટાળીશ નહીં. થોડીવાર મૌન રહી. એટલે સતનીલે પુછ્યું’વિન્ની !’ ગંગાજળીયાને બદલે તું કહેતો...?? ”

‘નીલ !’ આજ સુધી તે કદી મારી વાત ટાળીજ નથી. આઇ પ્રાઉડ.!, પણ આજે મે સંકલ્પ કર્યો છે કે આજનાં દિવસની તારી કોઇ વાત કે પ્રપોઝલ ટાળીશ નહિ.આઇ પ્રોમીશ યુ. તારું એક પણ વાક્ય નહીં ઉથાપું “ ’બસ બસ હવે વધુ છુટ આપીશ તો હું બહેકી જઇશ”

કહેતા સતનીલ હસ્યો. રામદિને ગાડી બાજુમાં લાવીને ઉભી રાખી. નીચે ઉતરી કારનો પાછલો દરવાજો ખોલ્યો. સતનીલે રામદિનને પુછ્યું “ રામદિન !’ તેં કદિ વેલેન્ટાઇન ડે ઉજવ્યો છે ?’

આંખો ઝુકાવી રામદિને ધીમાં સુર માં જવાબ આપ્યો.’ સાબજી કભી જનમદિન ભી નહીં મનાયા, યે વેંન્ટાલ તો દૂરકી બાત રહી. આજ ભી હમારા જોરૂં બડો કે સામને હમશે પર્દા કરતી હય.’સતનીલે વોલેટ કાઢી પાંચસો રૂપિયા વાળી બે નોટ કાઢી રામદિનનાં હાથમાં થમાવતા કહ્યું.” લે, યે રખ. આજ પુરા દિન ઉદયપુરમે ઘુમનાં સામકો બસમે સીરોહી ચલે જાનાં ઔર હાં.. બાઝારસે બીબીકે લિયે કુછ તોહફા ખરીદનાં મત ભુલનાં..’

રામદિન સમજી ગયો કે સતનીલ સાહેબને ગાડી જાતે ડ્રાઇવ કરવી છે. તે થોડો હટી ગયો સતનીલ ડ્રાઇવીંગ સીટ પર બેસી સીટ્બેલ્ટ બાંધવા લાગ્યો. વિંધ્યા પણ ચુપચાપ તેની બાજુની સીટ પર બેસી ને દરવાજો બંધ કરી દીધો. રામદિન ચાલતો થયો કે વિંધ્યાએ ગાડીનો કાચ નીચે ઉતારી કહ્યું

“ રામદિન !’ તોહફા મત ભુલનાં આજ ખાસ દિન હય “

સ્કોડાગાડી એરપોર્ટની લેન્ડ પ્રીમાઇસીસની બહાર નીકળી નેશનલ હાઇવે નંબર સત્યાવીસ પર લીધી. વિંધ્યાને બીજો એક વિચાર સતત સતાવતો હતો કે ગઇ કાલની મમ્મીજી અને કજારીકા આન્ટિ વચ્ચે રમાયેલ જુગાર અને ત્યાર પછીનાં સંવાદોની વાત સતનીલને કેમ અને ક્યારે કહેવી ? જેટલું વહેલું કહેવાય તેટલું સારૂં. તે પપ્પાજીને ચેતવી શકે. પણ બિચારો વેલેન્ટાઇન ડે ઉજવવા ખાસ બેંગલોરથી ઉડીને અહીં આવ્યો છે. અને તેનો મુડ કેમ બગાડવો ? નાં મારે વાત કરી દેવી જ જોઇએ નહિતર ભવિષ્યનાં આવનાર અવળા પરિણામોમાં હું પણ દોષિત ઠરૂં. સતનીલ મને માફ ના કરે. વિચારોની અસમંજસમાં હતી.સતનીલે તંદ્રા તોડી.’ વિન્ની ! નાસ્તો કરીશું ?’’ હાં ભુખ તો મને પણ લાગી છે. તને મળવાનાં હરખમાં સવારે નાસ્તો પણ કર્યો નથી.’ગાડી ઇસાવલથી જશવંતગઢ તરફ આગળ વધતી હતી. જશવંતગઢ્નાં બાયપાસ રોડ પર આવેલ ભાગ્યલક્ષ્મી રેસ્ટોરન્ટ માં ગાડી થોભાવી. સ્કોડા, પાર્કીંગમાં પાર્ક કરી,રેસ્ટોરન્ટ એ.સી. હોલમાં બેસી નાસ્તો કર્યો. સતનીલને ગંગાજળીયા પહોચવાની ઉતાવળ હતી.તેથી ઝડપથી નાસ્તો કરી સમય બગાડ્યા વગરજ ફરી મુસાફરી ચાલુ કરી દીધી. જશવંતગઢ અને દંગ વચેનાં ભાગે ફોરેસ્ટ વિભાગ શરૂં થતો હતો. સાયલન્ટ ઝોન હોઇ કોઇ વાહન હોર્ન મારતું ન હતું. વાતાવરણ શાંત હતું, વિંધ્યાએ હિંમત કરી વાતની શરૂઆત કરી.” નીલ !’એક વાત કહેવાની છે. પહેલા તો મને થયું કે આજે નથી કહેવી. તારો મુડ ખરાબ કરવા નહોતી ઇચ્છ્તી”

‘ એમ પહેલી ના બુજાવ જે હોય તે કહી દે તારી કોઇ વાત થી હું નારાજ નહીં થાઉં.કાંઇ ખોટું થયું છે ?

‘થયું નથી પણ સાવચેત ના રહીએ તો અનર્થ થઇ જાય.”

“ પણ વિન્ની, આપણે એવું કાંઇ કર્યું નથી. કે ચિંતા થાય “

’ ચિંતા આપણી નથી, આફત પરિવાર પર આવી શકે છે. !’’ ગોળ ગોળ નાં ઘુમાવ જે હોય તે કહી દે’

‘ ઠીક છે. તો સાંભળ !....‘કહીંને વિંધ્યાએ ગઇ કાલે સાંજે ઘરમાં ખેલાયેલા અધમ જુગારની વાત શબ્દશ: કરી.’

પ્રથમતો સતનીલ સોક્ડ થઇ ગયો. પછી પુછ્યુ “ કજારીકા આન્ટિ આવું વિચારેછે?” ’ ખાલી વિચારીને બેસી રહે તેવી બાઇ નથી. તે અમલમાં મુકી દેશે તેની ભીતી છે.’’ પણ પપ્પાને હું અને તું બન્ને ઓળખીએ છીએ. તેઓ કજારીકાની વાતમાં આવી જાય તેવા નથી !’’નીલ !’ મને પપ્પાજી પર પુર્ણ ભરોસો છે.પરંતું કજારીકા પર જરાયે ભરોસો નથી. એ બાઇ પોતાની જીતેલી બાજી માટે ગમે તે હદે જઇ શકે છે. પ્લીઝ નીલ કંઇક વિચાર. પરિવાર પર આવનારી આફતનો સવાલ છે. પહેલાતો હું જ પપ્પાજીને ચેતવી દેવાની હતી. પણ મને ક્ષોભ થયો,’ ‘તારૂ કહેવું છે કે હું પપ્પાને કહું ? ઠીક છે. કહી સતનીલે મોબાઇલ કાઢ્યો. અને વિંધ્યાને આપી કહ્યું.

‘ પપ્પાને ફોન લગાવ. ‘ વિંધ્યાએ ફોન જોડ્યો અને સતનીલ ને કાને ધર્યો.