જુગાર.કોમ Dinesh Jani ...Den દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જુગાર.કોમ

CHAPTER 1

દાવપર ખેલાયેલી જીંદગીને મ્હાત આપતા વિરક્ત પુરૂષની કથા..

વિન્ની – નીલનાં પ્રણય પ્રાવાહમાં “ રુકાવટ કે લિયે ખેદ હૈ!.’ ની કથા

નિષ્ફળ કામાગ્નિમાં ભડ્ભડતી કામિનિ દ્વારા ખેલાયેલ જુગારની કથા.

***

હિમાલયની ઘાટીઓ વચ્ચે કેદારનાથથી ઉતર પુર્વમાં આવેલ સામગા ગામ નાનકડું છતાં નંદગીરીનાં દેવાશ્રમની શાખા અહી શરુ થયેલી. સેવા અને લોકકલ્યાણની પ્રવૃતિથી ધમધમતાં આશ્રમનાં સંચાલક તરીકે જોગીન્દરનાથનું નામ હતું, પરંતું આશ્રમની શાખ તો તેત્રીસ વર્ષનાં યુવાન અને રૂપાળા સાધું સતનીલ ને લીધે વધુ પ્રચલીત હતી. તે આશ્રમની દરેક પ્રવૃતિ માઇક્રોપ્લાનીંગ થી કરતો, અંગ્રેજી ભાષા પર સારૂં પ્રભુત્વ હોવાનાં કારણે વીક માં બે દિવસ વિદેશી મહેમાનો માટે અંગ્રેજીમાં ભાષણ આપતો.

છ ફુટ ઉચાંઇ, ગૌરવર્ણ,,લાંબા ગરદન સુધી ફેલાયેલા સીલ્કી કાળા વાળ, દાઢી મુછ વગરનાં ચહેરા પરનાં વિશાળ કપાળ પર લાંબુ કેશરી તિલક, સફેદ અંગરખું સફેદધોતિ પહેરેલ સતનીલને આવતા જોઇ સભાસ્થળે બેઠેલ પચાસેક લોકોનાં ટોળામાં ગણગણાટ શરૂ થયો. લાકડાની સાદી પાટ ઉપર સતનીલે આસન લીધું. શાંતિ પથરાઇ ગઇ. ઠંડીનું પ્રમાણ ઘણું હતું. ધ્યાન અને નાનકડા બોધ પ્રવચન બાદ પ્રશ્નાવલી શરૂ થઇ..... ઘાનાથી આવેલી યુવાન વિદેશી સ્ત્રીએ અંગ્રેજી માં સવાલ કર્યો

“ જ્ઞાન અને ધ્યાન સાથે આટલું સુંદર શરીર ધરાવો છો, ક્યારેય લગ્ન કરવાનું વિચાર્યુ છે?”

કેટલાક લોકો હસી પડ્યા, કેટલાક ક્ષોભાયાં, જવાબ મળે તે પહેલાં તેણીએ બીજો સવાલ પુછી નાખ્યો

“પ્લીઝ મેરી વીથ મી ?” હવે સૌ ક્ષોભીલા થયાં. કોઇ સાધુને આવું પુંછવાની હિંમત કોઇએ ક્યારેય કરી હોવાનું સાંભળ્યુ નહોતું. સ્વામિની આંખો બંધ થઇ, ઉંડી ગર્તામાં ભુતકાળમાં સરી પડેલ સતનીલને મમ્મી-પપ્પા, વિન્ની, અઢળક સંપતિ, મોટા પગારની નોકરી, યાદ આવી. બધું નિશ્ચિત સમય માટે છોડીને આવ્યો હતો. ફિલ્મી ઢબે બધા દ્રષ્યો દિમાગ માંથી પસાર થતાં હતાં. સૌથી વધુ ઉપસી આવતો લજ્જિત ચહેરો કજારીકાનો દેખાયો.

ભુતકાળ ખંખેરી સતનીલે આંખો ખોલી, બધાને હતું કે સ્વામિ ગુસ્સે થશે ! સતનિલે શાંતીથી કહ્યું “કિનાલા! તારા જેવી સુંદરી સાથે લગ્ન કરવાનું સૌ કોઇને જરૂર થી ગમે... મારું સાધુરૂપ એક વનવાસ છે!”

તે સ્પષ્ટતા કરવા માગતો હતો કે સાત દિવસ પછી વનવાસ પુર્ણ કરી વિન્ની સાથે લગ્ન કરી લેવાનો છે. એક આખુયે કુટુમ્બ તેની રાહ જોતું બેઠું હશે. તે પોતે પણ વર્ષ, માસ, દિવસો ગણતો હતો.

“સાચે જ તમે સંસારમાં ફરી આવશો?” કિનાલાએ અંગ્રેજીમાં પુછ્યું.

સતનીલે જવાબને બદલે માત્ર હાસ્ય કર્યું, કિનાલા બેસી ગઇ. થોડી વાર બાદ સભા વિખેરાઇ.

રાત્રિ ભોજન પછી સતનીલ આઊટ હાઊસ જેવા બે ખંડ વાળા નાના પોતાનાં ભાગે આવેલ મકાનની અગાશી ઉપર ચડ્યો.. પુર્ણિમાંની ચાંદની નાં ઉજાસમાં દુરદર્રાજ દેખાતા બર્ફિલા પહાડૉ જોઇ રહ્યો હતો. ગૃહ્ત્યાગ પછી સાત વર્ષની યાત્રા તરવરવા લાગી. શરુઆતમાં દીલ્હી રાધારમણ મંદીરમાં જોડાયો, બાદ જીવનનાં મૂલ્યો જાણવા હિમાલયની ગિરિકંદરાઓમાં અવધુતની જેમ રખડ્યો, કુંભમાં અદ્વૈતાનંદ મળ્યા નંદગીરીમાં સેવાશ્રમમાં જોડાયો, છેલ્લા બે વર્ષથી અહી સેવાશ્રમની શાખા ખોલી સામગામાં રહેતો હતો., બ્રહ્મચર્ય, જ્ઞાન,વ્રત, તપ, સેવા, બૌધ્ધિક વિકાસ સાથે, ખુણામાં પડેલ વિન્નીનો પ્રેમી, યોગરાજ મહેતાનો દીકરો નીલ” હજુ જીવંત રાખ્યો હતો. સુંદર ચહેરા પાછળ છુપાયેલી ઘૃણિત વિચારધારાવાળી, ઘડીક હસતી, ને પછી રડી ઉઠતી “કજારિકા” દેખાઇ.. સતનિલે તેને પણ વંદન કર્યા.

સાત દિવસ પછી ચૌદમી ફેબ્રુઆરી બેહજાર અઢારનો દિવસ આવેછે. એ દિવસે વિન્ની મળશે, વિન્નીને વાયદો ન કર્યો હોત તો આજીવન સાધુજીવન ગુજારીલેત, કાલે આ ભુમિને છોડવાની છે. ચાંદનીમાં ચમકતી હિમઘાટીઓ તરફ અંતિમદર્શન કર્યા.ખંડમાં જવાં પગથીયા ઉતર્યો.

લાકડાની પાટ પર ઓશીકુ રાખી પ્રાર્થના કરી સુતો. પણ ઉંઘ !!!

રાજસ્થાનનું સીરોહી નગર દેખાયું. યોગરાજ મહેતાનો બંગલો, અર્કિટેક્ચરે કંડારેલી બાલ્કની દેખાઇ જેમાં નતમસ્તકે ઉભેલી ક્રિષ્ના મમ્મી દેખાઇ, પાછળનાં બારણાની આડશમાં વિંધ્યાનો ચહેરો દેખાયો, ઉંઘના આરે ઉભેલ સાધુરૂપ સતનામનાં ફફડતા હોઠમાંથી અવાજ આવ્યો “ વાની મારી વિન્ની!!”

***

દક્ષિણ રાજસ્થાનની શાન કહેવાતું સીરોહી નગર દેઓરા ચૌહાણનાં વંશજોની નગરી છે. તેઓનાં કુલદેવ ભગવાન શારણેશ્વર મહાદેવનું સુંદર મંદિર આવેલુ છે. અનુપમ નગર રચનાં ધરાવતું સીરોહી હાલ પાંચ હજાર વર્ગ કી.મી.માં ફેલાયેલું છે. સાડાસાત લાખની હાલની વસ્તીમાં રાજસ્થાની, હીન્દી,અને ગુજરાતીઓનું પણ વર્ચસ્વ ઘણુ છે. ગુજારતનાં રાજકોટ જિલ્લાનાં પાટણવાવ ગામનો ગુજરાતી પરીવાર આબુ ફરવા આવ્યો. ત્યાં માર્બલનાં વેપારીનો ભેટો થયો, મજાકમાં વેપારી સાથે વેપાર કરવા સીરોહી આવવાનું નક્કી કર્યું.લગ્નનાં છ માસબાદ યોગરાજ મહેતા નવપરણિત પત્નિ ક્રિષ્ના સાથે સીરોહીમાં આવ્યાં.વ્યાપાર કુશળ બ્રામ્હણ યોગરાજે દશ વર્ષમાં તો આખાયે રાજસ્થાનમાં માર્બલનો જાયન્ટ કારોબાર જમાવી દીધો. દરમિયાન ક્રિષ્નાએ સતનીલ નામનાં સુંદર પુત્રને ભણાવી મોટો કરવાની જવાબદારી લઇ લીધી હતી.

સેંટકર્વે સ્કુલમાં અવ્વ્લ આવતો સતનીલ સ્વભાવે શાંત હતો. બાજુનાં જ બંગલામાં રહેતા મારવાડી બાબુલાલ જૈનની દીકરી વિંધ્યા પણ સાથેજ ભણતી. બન્નેનો સાથેજ ઉછેર થયો હોવાથી વિંધ્યા હંમેશા ક્રિષ્ના પાસે વધુ રહેતી, માં વગરની દીકરી ને ક્રિષ્ના પણ ખુબજ સાચવતી. બન્ને બાળકો સાથેજ ભણતા હોવાથી બાબુલાલ જૈને પણ યોગરાજ સાથે સારા સબંધ વિકસાવ્યા હતા.

બદલાતા સમય ચક્રમાં સતનીલ અને વિંધ્યાએ સ્કુલ તથા કોલેજ સુધીનો અભ્યાસ પુર્ણ કર્યો. યોગરાજ ઇચ્છતા હતા કે સતનીલ વ્યાપાર ની બાગડોર સંભાળીલે પરંતું સતનીલને જંદગીનાં નવાં નવાં પાસા જાણવાનો શોખ હતો. બેંગ્લોરમાં આઇ ટી કંપનીમાં સતનીલે જોબ સ્વીકારી લીધી. બે વર્ષ બાદ વિંધ્યાને પરણી, પપ્પાનાં ધંધામાં સેટલ થઇ જવું એવો નિર્ણય કર્યો હતો. પણ નિયતિ કંઇક જુદીજ હતી.

તેર ફેબ્રુઆરી બેહજાર અગિયાર ની રાત્રે સતનીલે મહાભીનીષ્ક્રમણનાં નિર્ણયનો ઉદ્ઘોષ કરી ગૃહ્ત્યાગ કર્યો હતો. યોગરાજ મહેતાને દિકરાનાં નિર્ણયથી આંચકો લાગ્યો હતો. ધાર્યુ કરવાનાં અને કરેલ નિર્ણયો નહીં ફેરવવાનાં દીકરાનાં સ્વભાવથી સુપેરે પરીચીત હતા. અચાનક ધ્વંસ્ત થયેલ ઇમારત માફ્ક પાસે ઉભેલ વિંધ્યાનાં ખભા પર ઢળી પડ્યા. વિંધ્યાએ યોગરાજ ને બાજુનાં સોફાપર બેસાડ્યા. કારણકે એજ સમયે ક્રિષ્ના પણ જમીન પર પડીને અક્રંદી રહી હતી ત્યાં પહોચી, શું કરવું ઘડીક કાંઇ સુજ્યું નહીં. પાણી ભરી લાવી મમ્મી પર થોડું છાંટ્યું. એ દરમિયાન યોગરાજે હિંમત કેળવી પાસે આવ્યા બન્નેએ મળી ક્રિષ્નાને સેટી પર સુવડાવી.,કોણ કોને આશ્ર્વાસન આપે સૌ આઘાતમાં હતાં. રાત્રે જ ડોકટરને બોલાવ્યાં ક્રિષ્નાને અમસ્તાજ ચક્કર આવ્યાછે. તેવું જણાવી પ્રાથમિક સારવાર કરાવી. ડોક્ટરે અન્ય દવાની સાથે દર્દીને ઉંઘની દવા પણ આપેલ હોઇ, ક્રિષ્ના સુતીજ રહી..આ તરફ સતનીલ ની સાત વર્ષ નાં સાધુત્વની ઘોષણાં સાંભળી કજારીકા પણ એકદમ ઝડપથી બહાર નીકળી ગઇ હતી. તે પોતાનાં ફ્લેટ પર પહોચી. કપડા બદલાવ્યાં વગર જ પલંગ પર ફસડાઇ પડી હતી. મીનીટૉ બાદ ઉભી થઇ વોર્ડરોબનાં ખાનાંમાં રાખેલ કામ્પોઝની ઉંઘની ગોળી કાઢી, વારંવાર દવા લઇને હવે આદત પણ પડીગઇ હતી. આજે શું સુજ્યુ કે એક સાથે સાત આઠ ગોળી કાઢી, પાણી સાથે ગળી ગઇ. પછી સુઇ ગઇ.

બીજે દિવસે સવારે યોગરાજનાં બંગલાનોં ફોન રણક્યો, બિમાર ક્રિષ્ના સુતેલી હતી. વિંધ્યા પોતાનાં ઘેર રાત્રે મોડેથી ગઇ હતી. તેથી હજુ ઉઠીને આવી નહોતી. યોગરાજે ફોન રીસીવ કર્યો. સામેથી અવાજ આવ્યો.”હલ્લો, સુરેખાજાવડેકર બોલોછું !””યોગરાજ સ્પીકિંગ.!” મહેતાએ કહ્યું.

“ઓહ, ! મી. મહેતા ગુડ મોર્નીંગ, ક્રિષ્નાબેન છે? “” એમની તબીયત જરા નરમ છે. હજુ સુતી છે, એની મેસેજ ??

“જી કાલે રાત્રે કજારીકાએ ઉંઘની ગોળીઓનો ઓવરડોઝ લઇ લીધો હતો. તેણી સવારે ફ્લેટમાંથી બહાર નહીં નીકળતા, બીજા ફ્લેટ ધારકોએ મળી દરવાજો તોડ્યો. તે બેશુધ્ધ હાલતમાં હતી. અત્યારે હોસ્પીટલે લઇ ગયાછે. અમારા ગ્રુપની બધી બહેનો હોસ્પીટલે જવાની છે, “યોગરાજે ગુસ્સામાં છેલ્લાવાક્યો સાંભળ્યા વગર જ ફોન કટ કરી નાખ્યો હતો.

વિંધ્યાને તે રાત્રે ઉંઘ ના આવી. બીજે દિવસે સવારે જગતની યુવાન છોકરીઓ વેલેંટાઇન ડે ઉજવવાનાં પ્લાન કરતી હતી, ત્યારે વિંધ્યા ઉઠી ડ્રેસીંગ ટેબલ પાસે ગઇ મોટુ પર્સ કાઢ્યું તેમાં સેન્ટ્નીં બોટલો, નેઇલપોલીસ ની બોટલો, લીપસ્ટીક્ટ,ફાઉંડેશન કીટ,શ્રંગારનાં તમામ સાધનોકાઢી પર્સમાં ભર્યા. પર્સ ખભે લટકાવી ઘરની બહાર નીકળી.સતનીલનાં બેંગ્લોર ગયા બાદ વિંધ્યાએ પણ સમય પાસ કરવા જોબ સ્વીકારી હતી. પપ્પા બાબુલાલ જૈને પુછ્યું પણ ખરૂં :વિંધ્યા”! આજે વહેલી જોબ ઉપર જાયછે?”

“હાં અને બપોરે લંચ માટે પણ નહીં આવું “

“એતો આમેય કયાં અહીં નિયમિત જમે છે. આખો”દિ મહેતા અંકલને ત્યાંજ “ અર્ધા વાક્યે બાબુલાલ હ્સ્યા, વિંધ્યાએ એક્ટીવા બહાર કાઢ્યું. સ્ટેશન રોડને સમાંતર જતા રોડ પર થઇ બહાર નાં હાઇવે તરફ જવાને બદલે હાઇવે ક્રોસ અંડર્બ્રીજ પર થઇ શારણેશ્વર તરફ એક્ટીવા હંકાર્યું. મંદીર ની ફરતે કોટ ચણાયેલ છે. તે તરફ જતા રસ્તે થઇ તળાવ પાસે આવી. તળાવ પાસેનાં એક મોટા પથ્થર ઉપર ઉભી રહી. પર્સ ખભેથી ઉતાર્યું નાકા હાથમાં લઇ ઘુમાવ્યું મમમનમાં બબડી “નીલ”! તું કોઇ પ્રતિજ્ઞા લઇ શકતો હોય તો હું પણ બાબુલાલ જૈનની દીકરી છું જ્યં સુધી તું પરત નહીં આવે ત્યાં સુધી હું પણ આ સૌંદર્યપ્રસાધનોનો ત્યાગ કરૂં છું!!!! કહેતા પર્સ ફંગોળીને તળાવમાં ફેંક્યું.

અલ્લ્ડ,રૂપાળી, યુવાનછોકરી પ્રેમીનાં પ્રેમમાં સતત પ્રણયપ્રચુર રહેતી યૌવનાં જ્યારે વેલેન્ટાઇન ડે નાં દિવસે આવો કઠોર નિર્ણય કરે ત્યારે કવિઓ કવિતાઓમાં હજહજારો આયનાઓ ને ફુટીજવા મજબુર કરે. કાવ્યોનો સાગર થંભી જાય. મિલનસ્થાનોનાં દેવતાઓ શોક્ગ્રસ્ત થઇ જાય.

વિંધ્યાએ સમય ચક્રની ઉલ્ટી ગણતરી શરું કરી દીધી હતી. તેને રાહ હતી ચૌદ ફેબ્રુઆરી બેહજાર અઢાર ની સતનીલનાં છેલ્લા શ્બ્દો યાદ આવ્યા

“વિન્ની” સાત વર્ષ બાદ હું જરૂર પરત ફરીશ, તારામાટે.. !!!

***

સતનીલે ઘર છોડ્યા પછી ત્યાં શું થયું હશે તેની તેને ખબર પણ નથી.કદી કોશીષ પણ કરી નહોતી. એવું નથી કે કોઇ યાદ આવતુ નહીં. પણ ડર હતો કે કદાચ આ યાત્રા પુર્ણ નહીં થાય. ક્યારેક બધાને યાદ કરી એકાંત માં રડી પણ લેતો. બસ હવે મિલનને બહુ વાર નથી. સવાર પડવાની રાહમાં પડખા ઘસતો રહ્યો. એ મસ્તીનાં દિવસો યાદ આવી ગયા. વિન્ની” તું મારાથી ક્યારેય દૂર નથી થઇ. યુ આર ગોડેસ ઓફ માય હાર્ટ.....હસી જવાયું.

વિંધ્યા લગભગ ચીંસ પાડી ઉઠી, ગળામાંથી ગુસ્સૈત અવાજ નીકળ્યો.

“જસ્ટ સ્ટુપીડ, કંઇ ભાન છેકે નહીં એક છોકરીનાં હાથ પર આમ બચકુ ભરી લેવાય?”

અચાનક સતનીલને ભાન થયું કે તેણીનાં ડાબા હાથ પર ભરેલ બચકાથી ચર ચાર દાંતની સંપુટ આકાર ની દંતાવલીની છાપ ગોરી કોમળ ચામડી પર અંકાઇ ગઇ હતી. વિંધ્યાની આંખમાં આંસું આવી ગયા હતાં. સતનીલે, સ્થિતિ સમજાતા ગળગળો થઇ કહ્યું, “”વિન્ની”! આઇ એમ સો સોરી,,હું તો તને આઇ લવ યું કહેવા માંગતો હતો!’

“પણ આમ બચકા ભરીને?’વિંધ્યા એ કહ્યું.. અચાનક વિંધ્યાનાં દિમાગમાં જબર્જસ્ત સ્પાર્ક થયો “શું બોલ્યો ?? ફરીથી કહે તો.”

‘”માય સ્વીટ હાર્ટ વિન્ની “ આઇ લવ યું. “ ઘણા દિવસોથી ગોખી રાખેલા શબ્દો સતનીલ ઝડપથી બોલી ગયો.

“ઓહ નીલ ! આટલા વરસ આપણે ક્યાં હતા ?? આપણને ખબર પણ ના પડી કે વી આર ઇન લવ !..”

સતનીલ કંઇક સમજ્યો અને ઘોઘાની જેમ પુછી પણ બેઠો “ મતલબ કે તું પણ ?? “

સઘળી પીડા ભુલી વિંધ્યા સતનીલને ભેટી પડી. બન્નેનું મન ગમતું સ્થાન હતું ગામથી દૂર શારણેશ્વ્રર મંદીર નાં હસ્તીદ્વાર જ્યાં દરવાજે બે મોટા હાથીઓની મુર્તી હતી તેની સામેનાં ભાગે આવેલ વડલાનાં વૃક્ષનાં ઓટ્લે બન્ને જગતને ભુલી અનંતની ઐહિકઆનંદની ગર્તામાં ડુબી ગયા.

તોફાન ધમાલ મસ્તી આનંદ, કજીયા, બધુજ અનાશ્ક્ત દશામાં ચાલતુ હતું. પ્રેમ શું કહેવાય? તેવી વિચાર ધારાથી પર જીવતા હતાં. સતનીલે સી.ઇ. નો અભ્યાસ પુરો કર્યો.વિંધ્યાએ બી.બી.એ. પુર્ણ કર્યું હતું, સતનીલે જોબ કરવાનું નક્કી કર્યું હતું. અચાનક વિંધ્યાને ખ્યાલ આવ્યો કે ફુગ્ગા વેચવાવાળો છોકરો તેને ટીકી રહ્યો છે. સતનીલ થી છુટી પડી. આજે પ્રથમ વખત બન્ને પોતે પુખ્ત થયા હોય તેવો અહેસાસ થતો હતો. સતનીલે માર્ક કર્યુ કે વિન્ની બે વેંત દૂર બેસી ગઇ હતી.

“કેમ દૂર બેસી ગઇ ? “ સતનીલ બોઘાની જેમ પુછી બેઠો.

“નીલ” હવે આપણે થોડું અંતર રાખવાની જરૂર છે, કારણકે મને હવે તારા દાંતની બહુ બીક લાગે છે. “

સતનીલે વિંધ્યાનો દુખતો હાથ પોતાનાં હાથમાં લઇ અંકિત થયેલી દંતાવલીની છાપ પર હળવેથી ફુંક મારવા લાગ્યો. થોડીવાર પછી બન્ને ઉભા થયા ફ્રુટ્જ્યુસની કેબીન પાસે જઇ જ્યુસ પીધું. ફરી બાઇકમાં સવાર થઇ ઘર તરફ રવાનાં થયા.

બીજે દિવસે સવારે સતનીલ નાં મમ્મીએ બાજુમાજ રહેતી વિંધ્યાને કોલ જોડ્યો. જાણેકે નિત્યક્રમ હોય તેમ વિંધ્યાએજ ઉપાડ્યો. “ગુડ મોર્નીંગ મ્મ્મીજી”

“સાડાનવ વાગ્યા છે. ગટીયો હજુ ઉઠતો નથી તું આજે ઉઠાડવા કેમ નથી આવી ? સતનીલ ને મ્મ્મી બહુ લાડમાં હોય ત્યારે ગટીયો કહેતા.” એ કહેછે કે વિન્ની આવશે ત્યારે ઉઠીશ “

“મ્મ્મી “ એ ઢગાને કહો કે જાતે ઉઠતા શીખીજાય. હું સાસરે જઇશ તો કોણ ઉઠાડવા આવશે ? “

“ ઓહ માય સ્વીટું ચાઇલ્ડ, આજે અચાનક એ ઢગો થઇ ગયો,અને તું સસરા વાળી વાતો કરવા લાગી ?? શું છે આબધું ? યાદ રાખજે સાસરે પણ તું બહ્બહુ દૂર નહીં જઇ શકે.. એ બધુ છોડ ઉઠાડવા આવેછેકે ?..”

ફોન કપાઇ ગયો હતો. વિંધ્યા ફોન મુકી પોતાનાં ઘર નાં પગથીયા ઉતરી બાજુમાં આવેલ નીલ નાં બંગલામાં પ્રવેશી સતનીલ નો ખંડ પણ પ્રથમ મજલે જ હતો. દરવાજો ધીમેથી ખોલ્યો સતનીલ માથે ચાદર ઓઢીને સુતો હતો. તે બોલી “ઉઠ એય ઢ્ગા !” નીલ સળવળ્યો નહીં. ભાષાબદલી. “નીલ માય લવ... “

ક્રિષ્ના સાંભળતી હતી તેને ગમ્યું. સતનીલ ઉઠ્યોજ નહીં. આખરે વિન્ની કંટાળીને અંદર બેડ પાસે ગઇ. પગ પાસેનો ચાદરનોં છેડો પકડી જોરથી ખેંચ્યો. અને અવાજ કર્યો “ હાઉ..”પણ આ શું ? પલંગ પર માત્ર તકીયાજ હતા. કંઇ વિચારે એ પહેલાજ દરવાજા પાછળ છુપાયેલ સતનીલે બહાર આવીને વિંધ્યાને ભુજાઓમાં જકડી લીધી. વિંધ્યા ચમકી ને ચીસ પાડી ઉઠી પણ એ અવાજ પણ સતનીલનાં હોઠે દાબી દીધો હતો.

ક્રિષ્ના સમય સંજોગો પારખી ઝડપથી પગથીયા ઉતરી ગઇ. વીસેક સેકંડ પછી નીચે જઇ અવાજ કર્યો

“નીલ”! નીચે આવેછે કે?

“છોડ મમ્મી નીચે બોલાવે છે. “ કહેતા સતનીલને લગભગ ધક્કોજ મારીને દૂર હડસેલ્યો.

બન્ને નીચે આવ્યા.આ વિંધ્યા, માં ગુમાવી બેઠેલ, બાબુલાલ જૈનની વહાલસોઇ લાડકી દીકરી હતી. દીકરી નાં વ્હાલમાં બટવારા ન થાય એ માટે બાબુલાલે બીજા લગ્ન કર્યા નહોતા. પણ માં વગરની વિંધ્યાને ક્રિષ્નાએ કદી માંની ખોટ સાલવા દીધી ન્હોતી. અપાર પ્રેમ આપતા.

નિત્યક્રમ મુજબ સવાર નો બ્રેક્ફાસ્ટ સૌએ સાથે લેવો એ માટે બધા ટેબલ પર ગોઠવાયા.વિંધ્યા પણ પોતાની નિયત જગ્યાએ બેસી બ્રેડ પર નાઇફ વડે બટર લગાવતી હતી. ક્રિષ્નાએ યોગરાજ સામે જોઇ હળવેથી મુદ્દાની વાત ઉચ્ચારતા પુછ્યું.

“તમને નથી લાગતુ કે સતનીલ હવે મોટો થઇ ગયો છે.?”

“હા હું પણ એજ વિચારૂછું કે અભ્યાસ પુરો કરી લીધોછે. તો હવે ધંધામાં થોડુ ધ્યાન આપે મને પણ થોડી મદદગારી મળે “ યોગરાજે પ્રત્યુતર આપ્યો.

“લ્યો બોલો હું તેના લગ્નની વાત કરૂંછું ત્યાં તમે તમારા સ્વાર્થ ની વાત કરી દીધી. મારેતો હજુ તેનાં લગ્ન કરવાનાં છે. પછી થોડાક મહિનાં હરેફરે પછી ધંધાની વાત કરોતો બરાબર.”

“સોરી મોમ સોરી ડેડ, પ્લીઝ ટોપીક ચેઇંજ, મારે હજુ જોબ કરવા બેંગ્લોર જવુ છે.!’

“ મતલબ કે તું સાચ્ચેજ ?, યોગરાજે પુછ્યું.

“તો શું હું છ મહિનાં થી વાતો કરૂં છું તે મજાક છે?”

“ ઓકે. માય સન,, યુ આર ધ બેસ્ટ જજ ઓફ યોર લાઇફ.”

“થેંક્સ.” નીલે ટૂંકો પ્રત્યુતર આપ્યો. વિંધ્યા સાથે અગાઉ ચર્ચા થયેલી હતી તે સમજતી હતી કે નીલ તેનાં નિર્ણય માં અફર હતો તે ક્યારેય નિર્ણય બદલતો જ નહિ. તેણીએ નીલનાં બેગ્લોરથી પરત આવવાની રાહ જોવામાં મન બનાવી લીધુ હતું. નીલનાં ગયા પછી તે પણ સીરોહીમાં સમય પસાર કરવા જોબ કરશે તેવું બન્ને વચ્ચે કમીટ્મેંટ થયેલું. મમ્મી નોં મુડ બગડી ગયો હોય તેવું જણાતા વિંધ્યાએ ચર્ચા માં હળવાશ લાવવા વિષયાંતર કરતા ક્રિષ્ના ને પુછ્યું. “ મમ્મીજી”! તમે પપ્પાજીને પ્રથમવાર કયાં? અને કેવી રીતે મળ્યા હતા.? આઇમીન ફર્સ્ટ સાઇડ લવ કે પછી મારી ને નીલ ની જેમ બચપણથી જ ??. ફન્ની સવાલ હતો.યોગરાજ હસ્યા.

વચ્ચે સતનીલ કુદી પડ્યો “યેસ પાપા પેલી ડુંગરવાળી વાત કહોને વિન્નીએ નથી સાંભળી.”

યોગરાજે કહ્યું “તે દિવસે મે તને કહી હતી આજે તારી મમ્મી તેની સ્ટાઇલમાં કહેશે.

થોડી રક્ઝક બાદ ક્રિષ્ના પોતાની પ્રેમકહાની દીકરા તથા ભાવિ વહું ને કહેવાં રાજી થઇ ગઇ..

***