CHAPTER 10
‘હલ્લો પાપા..! નીલ.. ‘
’ઓહ યેસ માય સન.!! ઉદયપુર પહોચી ગયો ? ‘
’યેસ. હું અને વિન્ન્ની અત્યારે ગંગાજળીયા જઇ રહ્યા છીએ.
‘વેલ. આઇ નો યોર ફેવરીટ પ્લેસ... એન્જોય ઇટ ‘
’ પાપા ! ‘ એક વાત કહેવા મટે જ ખાસ ફોન કર્યો છે. ‘
‘બોલ ને બેટા..જગત માં તારી વાત થી અગત્યની કોઇ વાત મારા માટે હોતી નથી. ‘યોગરાજને હતુ કે સતનીલ
હમણા વિંધ્યા સાથેનાં લગ્ન ની વાત કરશે. ‘ દીકરા તને મિત્ર વધુ ગણ્યો છે. ખુલ્લા દિલ થી કહી શકે છે. તેમાં તારે શરમાવાની જરૂર નથી.’
‘પાપા ગઇ કાલે મમ્મી અને કજારીકા આન્ટિ બન્ને જુગાર રમ્યાં હતા.....!!’ સતનીલે વિંધ્યાએ કહેલી બધી વાત કરી
ઓહ માય સન. થેંક્સ ફોર વોર્નીંગ.આઇ વીલ વોચ આઉટ. ડોન્ટ વરી હવે તારા એક વાક્ય પર જગતની કોઇ તાકાત મને ડગાવી શકશે નહિ. અગેઇન થેંક્સ. એન્ડ એન્જોય. ‘ફોન કપાઇ ગયો હતો.
વિન્નીને હવે હૈયે ધરપત થઇ. ફોરેસ્ટ એરીયા પુરો થતા દંગ અને પીંડવારા બાયપાસ રોડ પર ધનારી આવતા ત્યાં બનાસ ડેમની પેરેલલ ચાલતા હાઇવે રોડ પર જ સ્વરૂપગંજ આવ્યું. ત્યાં એક અકસ્માત થયેલ હોઇ ગાડી થોડી ધીમી કરી. હવે મુખ્ય રોડ ને બદલે કાછોલા ગામ તરફ જવાનાં સીંગલ પટ્ટીનાં રોડ પર ગાડી લીધી. આ રસ્તો કાછોલા સુધી જ જાય છે. કાછોલાથી પહાડી ઢાળ વાળૉ કાચો રસ્તો શરૂં થાય છે. જે સીધોજ ગંગાજળીયાનાં ઉપરવાસના ભાગ સુધી જાય છે. ત્યાં પહોચતા ઘડીયાળમાં દસ ને પચાસ મીનીટ થઇ હતી.
સ્વરૂપગંજથી. ઉતર તરફ અને માઉન્ટ આબુનાં ગુરૂશિખરથી દક્ષીણ પુર્વ તરફની પહાડીઓની ગોદમાં ગંગાજળીયા મહાદેવનું નાનકડું મંદિર આવેલું છે. ઉંચા ખડકપર સપાટ નાનકડા મેદાન જેવી જગ્યામાં આવેલ મંદિર ની એક તરફ સલામતિ માટે ઉંચી દિવાલ ચણેલી છે. એક ચબુતરો તથા બે મોટા ઓટલા ચણેલ હતા.થોડેદૂર કાછોલાથી આવતા પુજારીનો મંદિરનો સામાન રાખવા એક ઓરડી ચણેલ છે. મંદિરની એક તરફ ફરતે ઉંચા ખડકછે. અને તેની ઉપરવાસ માંથી આબુની પર્વતમાળાઓમાંથી ફુટતુ એક ઝરણું શરૂં થાય છે. જે લગભગ બારેમાસ વહે છે. તેથી અહીંનાં લોકો તેને મેવાડની ગંગોત્રી કહે છે. આ ઝરણામાં બીજા ઝરણા ભળતા તથા પથ્થરો માંથી ઘુમરાઓ મારીને પછડતા પાણીમાંથી સંગીત સાંભળવાની ખુબજ મજા આવેછે. મંદિર ફરતેનો વહેણનો રસ્તો અવકાશ માંથી જોતા પ્રાવાહ જાણે શિવ મંદિરની પ્રદક્ષીણા કરતો ના હોય ? આગળ જતા પ્રવાહ વીસેક ફુટ ઉંચેથી એકદમ નીચે એક પહોળા ઘુનામાં પછડાય છે. લંબગોળ ઉંડા ઘુનાની ફરતે નાના મોટા કેટલાક પથ્થરો જળરાશીનાં ચોકીયાતોની જેમ ગોઠવાયેલા હતા. આ કુદરતી સ્વીમીંગ પુલમાં કુદકાઓ મારીને ન્હાવાનું યુવાનોમાં અનેરૂં આકર્ષણ હતું.
સતનીલ નાનપણમાં સ્કુલ પ્રવાસે અહીં આવ્યો હતો ત્યારથી જ આ જગ્યા તેની ફેવરીટ બની ગઇ હતી, તે બાઇક લઇને અહિયા ઘણીવાર આવી ચુક્યો હતો. વિંધ્યા સાથે આવતી, પણ ન્હાવાની હિંમત કરતી નહીં.
સ્કોડા ગાડી પાર્ક કરી ગાડી માથી એક નાનકડૉ હોલ્ડઓન કાઢી ખભે રાખી,બન્ને પ્રથમ મંદિરમાં ગયા દર્શન કર્યા. પગથીયા ઉતરી પ્રવાહ થી થોડે દૂર ઝાડીમાં સતનીલ ઘુસ્યો સ્વીંમીંગ કોશ્ચ્યુમ પહેરી બહાર આવ્યો. પેન્ટ,ટીશર્ટ વિંધ્યાને સોંપી. તે ઘુનાનાં મોટા ઉંચા પથ્થર પર ઉભા રહી જલરાશિમાં છલાંગ લગાવી. વિંધ્યા ઘુનાથી થોડેક દૂર આવેલ ઉંચા પથ્થર પર બેઠી. અહિંથી આખાય એરીયાનું વિહંગ દ્રશ્ય મનોરમ્ય દેખાતુ હતુ. સતનીલ ને સ્વચ્છ જળસલિલમાં તરતા જોઇ આનંદ પામતી હતી. સતનીલ વારે વારે વિંધ્યા તરફ હાથ ઉંચો કરી લેતો. એક વખત તો વિંધ્યાએ પણ હાથ ઉંચો કર્યો, સતનીલ સમજ્યો કે બહાર આવવાનું કહે છે. તે બહાર નીકળ્યો.શશક્ત બાંધો ધરાવતો “નીલ’ ઉઘાડા ડીલે ધીમે ડગલે વીર પુરુષની અદાથી ચાલી આવતો હતો. જ્યાં વિંધ્યા બેઠી હતી તે પથ્થરની સપાટી નોં ઘેરાવો ત્રીસ ચાલીસ ચોરસ ફુટનો હતો બીજા બે નાના પથ્થર પર પગ મુકી, ત્યાં જઇ શકાતુ હતુ. સતનીલ ત્યાં પહોચ્યો એક પણ શબ્દ બોલ્યા વગર વિંધ્યા તરફ પીઠ ફેરવી બેસી ગયો. ‘અને ધીમેથી પુછ્યું.’વિન્ની ! એક ફેવર કરવી છે ?’
‘ યેસ”
’પીઠમાં ખંજવાળ આવેછે. તારી આંગળીઓના ટેરવા ફેરવી દે ને.’
વિંધ્યાએ આજુબાજુમાં જોયુ. પથ્થરની તિરાડૉમાં ઉગેલ ઝાંખરામાં ફસાયેલું એક મોરનું પીંછું જોયું. ઉઠાવ્યું. અને પીઠપર ફેરવવા લાગી. સતનીલની કરોડરજ્જુ વચ્ચેથી પસાર થતી નર્વ સીસ્ટમની સુક્ષ્મ નલિકાઓમાં ઝણઝણાટી વ્યાપી ગઇ. ક્ષણનાં ત્રીજા ભાગમાં તેનાં દિમાગમાં મીઠી આહલાદક ધ્રૂજારીએ કામુકતાનો પ્રવેગ ઉછાળ્યૉ. નીલની આંખો બંધ થઇ ગઇ. દેવતાઇ પુરૂષની સેવામાં રહેલ અપ્સરાનાં પીઠ્મર્દનનો અહેસાસ થયો. રતિ-મન્મથનાં દેહમિલનથી ઉત્પન થતી કામુક ગંધની મીઠી લહેરખી ઉઠી. રતિએ કામની પીઠ પર કરેલ ઉઝરડાઓની વેદનાંનો અહેસાસ થયો. સતનીલ બંધ આંખે વિચારે ચડ્યો.વિન્નીને ઘણી વખત ભેટ્યો છું. કલાકો સુધી તેનો હાથ પકડીને બેઠો છું. પણ આજનાં ટેરવાનો સ્પર્શ પૌરૂષી ખુન્નસ પ્રજ્જવલિત કરવા પુરતો હતો. આનંદની પરાકાષ્ઠામાં વિહરતા સતનીલે બંધ આંખેજ વિંધ્યાનો હાથ પકડ્યો,, ચમક્યો. પાછળ ફરી જોયું કે વિંધ્યાનાં હાથમાં મોરપિંચ્છ હતું. ‘’વિન્ની આ પિંછાની કમાલ હતી ?’’તો શું તારા આ ખડક જેવા બરછટ ઉઘાડા બરડામાં, મારા કુમળા હાથ ફેરવું ? છોલાઇ ના જાય ? સાચુ કહું નીલ ! ‘આજે પહેલી વાર તને સ્પર્શ કરવા મારૂં મન ના કહેતું હતું. આ જગ્યામાં ક્યાંક સંયમનાં દેવતા બેઠા હશે ? કેમ પિંછાથી મજા ના આવી ? ‘
’ સાચુ કહું તને અનેકવાર સ્પર્શ કર્યો છે. તે પણ કદી છોછ નથી રાખ્યો. પણ આજનાં આનંદ જેવો પરમાનંદ ક્યારેય નથી અનુભવ્યો. આ મોરપિચ્છ્માં કામનાની ચરમસીમાનો દિવ્ય અહેસાસ થતો હતો. સંયમની તમામ પરિભાષાઓને જીવંત રાખીને પણ રતિસુખનો અનર્ગળ આનંદ આ પિંચ્છ્થી થયો. ” વિન્ની”.. આજે મને સમજાય છે.કે રાધાનાં કૃષ્ણએ મોરપિંચ્છ્ને મસ્તકપર કેમ ધારણ કર્યો હશે. વિન્ની !’ આ પિંચ્છુ મને આપી દેજે હું આજીવન સાચવીને રાખીશ. ‘
વિંધ્યા ઉભી થઇ ગઇ હતી, સતનીલ તેની સામે ઘુંટણીયે બેસી ગયો.વિંધ્યાએ પિંચ્છું આપ્યું. સતનીલ સ્વીકાર કરતા બોલ્યો.
“ આજે આ પથ્થર પર બેસીને મોરપિચ્છમાં પણ પુર્ણત: કામસુખનો અહેસાસ થયોછે. બસ આ જ પથ્થર પર આપણા લગ્નનું અધરોષ્ઠ મિલનનું પ્રથમ પાન અહીંજ કરીશું.અને હાં આ પથ્થરને આજથી આપણે “હોલીરોક” તરીકે ઓળખીશું. બન્ને ઉભા થયા સતનીલે ફરી ઝાડીની આડસમાં જઇ કપડા બદલ્યા.
***
મીરા અને ભંવરીની ભુમિ મેવાડમાં તે દિવસે સ્ત્રીચરિત્રની દોનધ્રુવ ઘટનાઓ એક સાથે બની હતી, સતનીલે યોગરાજ મહેતાને કજારીકા આન્ટિનાં સંભવિત સેક્સ્યુલ એટેક અંગે ગર્ભિત રીતે વોર્ન કર્યા કે તરતજ યોગરાજનાં દિમાગમાં ગડમથલ શરૂ થઇ ગઇ હતી. આમતો કજારીકા તેનાં ઘરમાં ઘણા સમય થી આવન જાવન કરતી હતી. યોગરાજને ક્યારેક કજારીકા જેવી માનુનીઓનું મીઠું સાનિધ્ય ગમતું પણ ખરા. એકાદ વખતતો કજારીકા પરત્વે પૌરૂષ્ત્વ જાગ્યુ પણ હતુ.પરંતુ સ્ટેટસ અને પુર્વ સંસ્કારે તેને અવરોધ્યા હતા. ફરીવાર સંજોગનાં અંકુર ફુટ્યા હતા. ગઇ કાલ સાંજની હાઇવેની મુલાકાતથી સહજ મીઠેરી ઝંખનાઓને પાંખો ફુટી હતી. ક્રિષ્ના પણ મંદિરે ગઇ હતી. યોગરાજ નાં અંત:મનનાં એક પૌરૂષી ખુણામાં રંગીન સપનાઓ આકાર લેતા હતાં ત્યાંજ સતનીલ નો ફોન આવ્યો...
પાંખો કપાઇ ગઇ. તરફડીને જમીન પર ધસી આવતા પંખીની જેમ સ્વપ્ન ખરી પડ્યુ. જોકે યોગરાજ મનમાં ખુબજ ખુશ થયા હતા. ધ્યેય.. નિષ્ઠા.. અને લક્ષ્ય પલ્ટાઇ ગયા હતાં. ગઇ કાલે સાંજે કજરીકાને પોતાની નબળાઇ તરફ નિર્દેશ કરી ચુક્યા હતા. આ સ્થિતિમાં તો ચારિત્ર્યનાં યુધ્ધમાં કજારીકા પાસે યુવાની, સુંદરતા, સ્મર્ટ્નેસ, વાક્છટા અને કામાવેશ ની અધમતા જેવા આયુધ હતા. માત્ર સતચારીત્ર્યનોં ઝંડૉ લઇને. કેટલો સમય ટકી શકાશે.? દીકરાનાં એક વાક્ય. “ પાપા પ્લીઝ !’ જગતની કોઇ વ્યક્તિ, તારા પાપા કલંકિત છે. એવું મ્હેણુ ના મારે તેનો ખ્યાલ રાખજો,એક દીકરાની આકંક્ષા.કે વિનંતિ છે.” આ એક જ વાક્ય ઉપર યોગરાજને કામદ્વંદ માં વિજય મેળવવો જરૂરી થઇ ગયો, સતનીલ માટે યોગરાજ જગતનું,કોઇ પણ પ્રકારનું, યુધ્ધ લડવા અને જીતવાં ગમેતે કરવા તૈયાર હતા. પ્રતિદ્વંદી ક્યાં?, ક્યારે? અને કેવો? વાર કરે ત્યારે,કઇ રીતે ? બચાવ કરવો. યોગરાજ હવે વિચાર કરવા લાગ્યા. યુધ્ધારંભ પહેલા વીર યોધ્ધો, બખ્તર પહેરી, ઢાલ,તલવારથી સજ્જ થાય, તેવી રીતે. મનોમંથન કરવા લાગ્યા. ક્ષણિક વિચાર પછી, મનમાં બબડ્યા. બસ એક જ ‘વાર’ અને મારી જીત. આવીજા કામિની કજારીકા !’
“ મે આઇ કમ ઇન મી. યોગરાજ મહેતા !’
એકદમ ધીમાં, મધુર અને માદક સ્વરે કજારીકાએ દરવાજે ઉભા રહી લહેકો કર્યો હતો. ઘુંટણથી સહેજ ઉપર સુધીનો કાળો, સીલ્ક નો વનપીસ ડ્રેસ પહેર્યો હતો. કમ્મરેથી ફીટ થતો હતો. ઉપરનાં ભાગે સ્કીન ટાઇટ ડ્રેસમાંથી ઉભરતા ઉરોજને વધુ ઉભાર અપવા ખભેથી ઉતરતી બે પટ્ટી કમ્મર સાથે ખેંચાઇ ને હુક કરેલ હતી. સ્લીવલેસ ડ્રેસ માંથી નીકળતા બાજુઓનાં અંતર્ભાગ માંથી કામુક પર્ફ્યુમની આવતી સુંગંધ આખા કમરામાં રેલાઇ ગઇ. કજારીકાને ખબર જ હતી કે શિકાર તો ગઇ કાલનોજ ફાંસલામાં સપડાઇ ચુક્યો છે. એકજ ’વાર ‘ અને ખેલ ખલાસ. છ્તાં તે યોગરાજને બચવા કોઇ ચાન્સ આપવા માંગતી ન હતી.. એથી જ બધા હથિયાર સજીને આવી હતી. યોગરાજ ને કલ્પનાન હતી કે શંખનાદ આટલો ઝડપથી થઇ જશે. તરત જ ઉભા થઇ ગયા. પગનાં પહોંચા સામાન્ય રીતે વી શેઇપમાં રાખવા ટેવાયેલ યોગરાજનાં બન્ને પહોંચા ભેગા થઇ ગયા, શરીર અક્ક્ડ થઇ ગયું. બન્ને હાથ એકદમ સીધા અને શરણાગતિની મુદ્રા માં થઇ ગયા. આ યોગરાજનું પહેલુ જ રીફ્લેક્શન હતુ. દરવાજે ઉભેલી કજારીકાને જવાબ આપ્યો.
‘ ઓહ..! નો. યેસ.. નો..યેસ. નો આવને.. પુછવાનું હોય ?.. યોગરાજ અચાનક હુમલાથી..સહજ થોથવાયા.. ‘
પણ ત્યાં સુધીમાં તો કજારીકા જવાબની રાહ જોયા વગર જ અંદર આવી ચુકી હતી. ખંડનાં ફ્લાવરવાઝ રાખવાનાં વુડનનાં કાર્વીંગ કરેલ ગોળ સ્ટેન્ડ પાસે જઇ ને ઉભી રહી ગઇ. યોગરાજ મારી તરફ થોડા ડગલા ખેંચાઇને આવશે એ ગણતરીથી ત્યાં દૂર ઉભી હતી. યોગરાજને કાંઇ બોલવાનું ના સુઝતા અકળાતા કહ્યું.
’ ક્રિષ્ના !.. તો મંદિરે ગઇ છે. મહાપુજા છે ને.? તે તો છેક બપોરે આવશે.
‘ ખેર. ઘર થોડું સાથે લઇને ગઇ છે ? તમે તો છોને ?
‘યેસ. નો. યેસ હું..હું તો છુ જ ને ‘ જીભ થોથવાતી હતી. “ બેસોને ! “. યોગરાજે કહ્યું.’ તમે તો કામમાં હશો ?,તમને ડીસ્ટર્બ નથી કરવા. થોડું કામ હતું.” કજારીકાએ યોગરાજની ગરજ અને માનસિકતા માપવાનો પ્રયત્ન કર્યો.
‘ મને કહેવા જેવું હોય તો.? કદાચ હું મદદ ?.. પણ ક્રિષ્નાનું કામ હોય તો એ બપોરે આવી જશે. ‘
‘ મારે ફ્લેટમાં રાખવા જેવું પેઇન્ટીંગ ખરીદવું છે. કોનું ? મતલબ ક્યો ? આર્ટિસ્ટ સારો છે. કેવું પાસ કરવું ? તે મુંઝાણી હતી”. ક્રિષ્નાએ કહ્યું હતું કે તમે મૈસુરનાં ઓક્શનમાંથી એક પીસ ખરીદ કર્યો છે. મને થયુ કે જોઇ લઉ કદાચ વિષય પાસ કરવાની પ્રેરણા મળે. ‘
’હાં.... પણ એ તો ઉપરનાં અમારા બેડરૂમ માં છે. !’
કજારીકાને ખબર જ હતી કે પેઇન્ટીંગ ક્યાં છે. મનમાં હસતી હતી. ખરેખર તે એકાંત ઇચ્છતી હતી અહીંયા નોકરોની અવર જવર રહેતી. યોગરાજને કોઇ વાતની ના કહેવાનો ચાન્સ આપવા માંગતી ન હતી.
‘કેમ તમારા બેડરૂમમાં હું જોઇ નહિં શકુ? ‘
***