જુગાર.કોમ - 11 Dinesh Jani ...Den દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જુગાર.કોમ - 11

CHAPTER 11

’નાં સાવ એવુય નથી” યોગરાજથી બોલાઇ ગયું. એ જ ક્ષણે કજારીકા યોગરાજનાં બેડરૂમમાં જવાનાં પગથીયા ચડવા લાગી હતી,. યોગરાજ પણ પાછળ દોરાયા. જોકે યોગરાજ એ બાબતે મુસ્કુરાતા હતા. કે જે તાયફો થવાનો છે. તે ત્રીજી વ્યક્તિનાં ધ્યાને ના આવે. એથી તે પણ એકાંતમાં લડી લેવા ઇચ્છ્તા હતા. આમ બેઉ પોતાની રમતમાં મુસ્તાક હતા. કજારીકા યોગરાજનાં બેડરૂમમાં પહોચી. વિન્ડો સામેની દિવાલ પર લાગેલ પોસ્ટર જોવા લગી પોસ્ટર માં મીસર નો યોધ્ધો હાથમાં ભાલો ધરી, ઘોડાપર સવારી કરીને બેઠો હતો. ઘોડાની રાસની ચામડાની પાતળી દોરી પકડીને ઉભેલી અર્ધ નગ્ન યૌવના યોધ્ધાને રોકી રહી હતી. કજારીકા પોસ્ટર નીરખતી હતી ત્યારે યોગરાજ તેમની પાછળ જ ઉભાછે. તેવું પોસ્ટર નાં ગ્લાસ જોઇ ચુકી હતી એટલેજ એકદમ કામુક સ્વરે એકદમ ધીમેથી બોલી

“ નાઇસ,, આ ચિત્રમાં રહેલ પુરૂષ, તમારા જેવો જ હેન્ડસમ છે. કેમ ? ‘ કહેતા પાછળ ફરી નજીક ઉભેલા યોગરાજનાં ખભે હાથ રાખ્યો. સૌ પ્રથમનો કજારીકાનો આ શારીરિક હુમલો થશેજ એવી યોગરાજ ને ગંધ આવી ગઇ હતી. તેથી યોગરાજે કજારીકાનો હાથ હટાવવા હળવેકથી પોતાનાં જમણા હાથ વડે કજારીકાનો હાથ પકડ્યો. કજારીકા ભળતું સમજી. અને આવેગમાં યોગરાજ નો હાથ જોરથી દબાવ્યો અને બોલી કેટલા ગરમ હાથ છે તમારા ? “

‘કજારીકાજી !! પ્લીઝ તમે !’

‘યોગી !’ આ શું માંડ્યુ છે ? તમે.. તમે કહો છો. કેવું બીહડ લાગે ? અહી આપણે બેઉ એકલાજ છીએ. ગઇ કાલે લોંગ ડ્રાઇવ પર સેઇફ ડ્રાઇવીંગનાં બહાને રોકી હતી. અત્યારે તો બધા રસ્તા ક્લીયર છે. ‘’તું શું ઇચ્છે છે ?” યોગરાજે હાથ છોડાવી બે ડગલા પાછળ હટતા પુછી લીધું.

‘ પહેલીજ વાર સાચો પ્રશ્ર્ન પુછ્યો. “યોગી! “ આવા સાનુકુળ સંજોગો વાળા એકાંતમાં એક સુંદર, આવું ઘાટીલું દેહલાલિત્ય ધરાવતી ઔરત તમારા જેવા આજાનબાહુ, શશક્ત પુરૂષ પાસે શાની અપેક્ષા રાખે ? એ મારે તમને કહેવું પડશે ?” ’પ્લીઝ કજારીકા તું મને કંઇક ગલત સમજે છે. હું..એવો આઇમીન..સોરી પ્લીઝ એવું હું કાંઇ વિચારતો પણ નથી”

‘તો હવે વિચાર.. મને એમ કે મારા તરફ ઢળી જતા તને વાર નહિં લાગે. કારણ કે મે હંમેશા.ઢાળ મળતાજ ગબડી જતા પુરૂષો ને જોયા છે.

‘ કજા ! વાત સમજ હું એવા પુરૂષોમાંનો નથી ‘કજારીકા અવાજ માં થોડી રૂક્ષતા લાવી બોલી

“તો પછી મારે આવી ભીક્ષાવૃતિની ભાષા છોડી તને સ્પષ્ટ કહેવું પડશે કે “ હું મારો હક્ક ભોગવવા આવી છું. ‘યોગરાજે અજાણ બની જતા પુછ્યું “ હક્ક ? શાનો હક્ક ? ક્યા હક્ક ની વાત કરે છે?” ’ ઓહ મી. ધર્મરાજ, યોગરાજ મને લાગેછે કે તમારી ધર્મપત્નિએ તમને, તેણે પોતે ખેલેલા જુગાર ની વાત નથી કરી.. ઠીક છે ચાલો હું જ કહી દઉં. સાંભળીલો. ગઇકાલે તમારી પાંચાળી, તમારી શ્યામા, ધર્મપત્નિ ક્રિષ્ના,મારી સાથેનાં જુગારમાં તમને.. હાં.. તમને આખેઆખા હારી ગઇ છે. તેનાં ત્રણ દસા સામે મારા ત્રણ ગુલામ હતા અને આજથી ચોથો ગુલામ થયો મારો મનગમતો પુરૂષ એટલે કે.. યોગરાજ તમે પોતે..સમજાય છે વાત ? ‘’ પણ ક્રિષ્નાને કોઇ હક્ક બનતો નથી કે..!’ યોગરાજે ગુસ્સાથી કહ્યું ’ધીમે યોગી, અવાજ જરા ધીમે કરજો, હું પણ નથી ઇચ્છતી કે આપણા અવાજો કોઇ નોકર કક્ષાનાં ક્ષુલ્લ્ક માણસો સાંભળે. અને હા ક્રિષ્નાને હક્ક હ્તો કે નહિં ? તેવી વધુ દલીલો કરવાની જરૂર નથી. કારણ કે એ બધી દલીલો મહાભારતનાં જુગટુકાંડમાં થઇ ચુકી છે. દ્રૌપદી ચિલ્લાઇ ચિલ્લાઇને ગુહાર માંગી ચુકી હતી.ત્યાં હાજર આદરણીય, દેવવ્રત ભીષ્મ જેવા વડીલો પણ ચુપ થઇ ગયા હતા. આખરે ચીર હરણ થઇને જ રહ્યુ. ‘’ ભુલી ગઇ છો ?.. એ શ્યામાંગિની, લાજ શ્યામજીએ જ બચાવી હતી.” યોગરાજે દલીલ કરતા કહ્યું.’યુગ બદલાઇ ગયો છે. “યોગી ! આજે કોઇ શિવ-શામળીયો, કે તેની મહાપુજાઓ તને બચાવી શકે તેમ નથી. પછી અવાજમાં બદલાવ લાવી.

“ યોગી ‘ ! પ્લીઝ હું તારી પાસે જીવનપર્યંતનું કોઇ શૈયાસુખ નથી માંગતી, જીંદગીમાં એકવાર જીતેલી બાજીનો આનંદ મેળવવા માંગુ છું.

‘પ્લીઝ “કજા” મારી વાત કેમ સમજતી નથી ? “ કજારીકાને સહેજ હડસેલતા કહ્યું.

અચાનક ધક્કો લાગવાથી કજારીકા પલંગની ધાર તરફ અથડાઇ, પણ બેલેન્સ જાળવી પલંગની કિનાર પર બેસી ગઇ. તેનાં ચહેરા પર ક્રોધ તરી આવ્યો. ગુસ્સાઇત અવાજ માં યોગરાજ તરફ તાકતા બોલી.’યોગરાજ !’ કામાગ્નિથી ભડભડતા મારા દેહમાં રૂવેં રૂવેં પૌરૂષિ સ્પર્શની કામનાઓ ભરીછે. જીવનભર અનિચ્છાએ પુરૂષની પથારીઓમાં ધકેલાતી રહી છું. પ્રથમ વાર જ મારી સ્વયંની ઇચ્છાઓ ઉઘાડીને કોઇને સમર્પિત થવા તત્પર થઇ છું. સંપતિનાં જુગારમાં સતત જીતતી તમારી ક્રિષ્ના સામે, દેહાતીત જુગારની બાજી હું જીતી છું. એમાં પણ કોઇ ઇશ્વરીય સંકેત હશે. પ્લીઝ.. યોગી.. એક વખત માટે જ તમારી પાસે ભીખ માંગું છું. ‘કરગરતી કજારીકા એ ઇમોશ્નલ હથિયાર વાપર્યું. યોગરાજે કંઇક નિર્ણય કરી ભીંત તરફ મ્હોં ફેરવી લીધું. કજારીકાને થયું કે યોગરાજ રણ છોડી રહ્યો છે. હવે આખરી હથિયાર સિવાય બાજી જીતવી મુશ્કેલ છે. આ તક ચુકીશ તો પછી ફરી ચાન્સ નહીં મળે. ઉભી થઇ ગઇ..ડ્રેસની પાછ્ળની ઝીપ ખોલી નાખી.અને યોગરાજ ને પોતાનાં તરફ જોવા મજબુર કરવા બોલી.’યોગી એક નજર તો કરો, એક કામાતીત નારી, દેહનાં સમસ્ત આવરણ ત્યજવા, તારા પર ઓળઘોળ થવા,, ન્યોછાવર થવા, સમર્પિત થવા. ઉભીછે. તારા દેહની મદનગંધમાં બેહોશ થવા, તને સમસ્ત આવેગોથી પામવા, ધખધખતા લાવા જેવી, મારી કામાગ્નિની જ્વાળાઓનું શમન કરવાં તત્પર છું.’

યોગરાજે પીઠ ફેરવેલ અવસ્થામાં કહ્યું, ’ પણ તને કેમ સમજાવું મારી લાચારી ?’

‘લાચારી.. ? અરે સમય અને સંજોગો આટલાબધા અનુકુળ છે. પરસ્પરની સંમતિહોય પછી તારા જેવા સૌષ્ઠવ દેહ ધરાવતા પૂર્ણપુરૂષ ને વળી લાચારી શાની ?

યોગરાજે વિચાર્યું કે આ ઉંદર બિલાડીની રમત હવે જલ્દી પુરી કરવી જરૂરી છે. વધુ વાતો કરવાથી બાજી બગડવાની શક્યતા છે, સતનીલ ને યાદ કરી, જિગર પર પથ્થર રાખી, ભાથામાંથી આખરી શસ્ત્ર કાઢી, અંતિમવાર કરતા યોધ્ધાની માફક, પૃથ્વિનું પેટાળ ચીરી નાંખે તેવા આર્તનાદ સાથે, ,ઘેરા સ્વરમાં ઘુંટાયેલા અવાજમાં પીઠ ફેરવેલી રાખીને જ કજારીકાને કહ્યુ. “ ખરી વાત છે, “કજારીકા”.. તારી વાત સાવ સાચી છે,કે પૂર્ણપુરૂષને વળી લાચારી શાની ? પરંતુ પુર્ણપુરૂષ હોય તેને ને ?.. સાંભળી લે સિંહનાં શરીરની ખાલમાં છુપાયેલ આ સસલાની વ્યથા. “ કજારીકા” તને ક્યાં મોઢે કહું ? કે તારી જીતેલી બાજીનો આ ગુલામ, યોગરાજ નામર્દ છે, કા-પુરૂષ છે. કિન્નર છે. હાં,,હું વીર્યહીન છું, ફાતડો છું, નપુસંક છું, હીજડો છું, તારાજેવી સ્ત્રીઓ માટે સાવ નક્કામો પુરૂષ છું,, હાં ઇશ્વરે મને પુર્ણ પુરૂષોતમ નથી બનાવ્યો... નાઉ યુ ગો. પ્લીઝ લીવ મી એલોન. !!!!’

શરણેશ્વરનાં મંદિરમાં આવેલ વિશાળ પટાંગણમાં બીજા નાના મંદિરો પણ આવેલ છે, મુખ્ય મંદિરથી પચાસેક ડગલા દુર સામેનાં ભાગે જ બાર પીલ્લર વાળી યજ્ઞશાળા આવેલી છે. યજ્ઞમંડપ માં વજ્રદત પંડિતનાં આચાર્યપદે ચાલતા યજ્ઞમાં બીડું હોમાઇ ચુક્યું હતું. ક્રિષ્ના પુજા વેદી સામેનાં ભાગે સ્થાપિત દેવોની પીઠ સન્મુખ બેઉ હાથ જોડી બેઠી હતી. બીજા સાત બ્રામ્હણોનાં મંત્રોચ્ચાર સાથે આચાર્ય વજ્રદતનાં મંત્રઘોષનો અવાજ જરા અલગથી જ સંભળાતો હતો. આરતી તથા પ્રાર્થનાનાં વિધાન પુર્ણ થયા બાદ ક્ષમાપન નો મંત્ર સંભળાયો ‘પુજામ્ ચૈવ ન જાનામિ, ક્ષમસ્વ શરણેશ્વરમ્ ‘ આખાય યજ્ઞકાર્ય દરમિયાન ક્રિષ્નાએ ઇશ્વરને એકજ પ્રાર્થના કરી હતી કે હે, ‘કામેશ્વર મારી લાજ રાખજે.’ યજ્ઞ પુરો થતા બધા બ્રામ્હણોને વિવિધ ઉપસ્કર રૂપે વસ્ત્રાદિ દાન સાથે દક્ષિણાનાં કવર અપાયા. વજ્રદત શાસ્ત્રીશ્રીને ક્રિષ્નાએ ઝુકીને પાદાંગુલી સ્પર્શ કરી વંદન કર્યા. શાસ્ત્રીજી આશિર્વાદ આપતા બોલ્યા ‘ સર્વે સુખીનાં ભવંતુ. શાસ્ત્રીજીની આજ્ઞા મુજબ મુખ્ય મંદિરની ચાર પ્રદક્ષિણા કરવા ક્રિષ્ના ગઇ.

***

કજારીકાની એસ્ટિમ કાર ફુલ સ્પીડે શરણેશ્વર તરફ જઇ રહી હતી. તેનાં દિમાગ માં ભયંકર વાવાઝોડુ ઘુમરાઇ રહ્યુ હતુ, યોગરાજનાં અંતિમ... લાચારી ભર્યા શબ્દો તેણીનાં કાનમાં ગુંજતા હતા. ક્રોધની જ્વાળાઓમાં લપેટાયેલુ દિમાગ ફાટ ફાટ થતું હતું. સ્વગત બબડતી હતી. ‘ મુંબઇની ગલીઓમાં અનાથ જીવન જીવીને ઉછરેલી “ તું “ હંમેશા પુરૂષોનો શિકાર થતી આવીછો. સમગ્ર જીવન યંત્રવત, ઇચ્છા વિહિન દશામાં પરાયા પુરૂષોની પથારી ગરમ કરતી રહી. જીંદગીમાં પહેલી જ વાર પોતાની ઇચ્છાથી સ્વયંનાં સમર્પણથી આજાનભુજ પુરૂષ યોગરાજની બાહોંમાં જકડાવા, ગુંગળાવાં, પોતાનાં સ્ત્રીત્વનો આવિર્ભાવ માંગ્યો હતો.’ પણ. છટ્.. રે,, ભાગ્યહિન જીંદગીએ મનગમતી આખરી રમતમાં આખરી ફટકો માર્યો હતો. કાનનાં પડદા ચીરતા યોગરાજનાં ખોખલા શબ્દોનાં અવાજથી ક્ષણિક અવાજની દુનીયા સાવ નિરવ થઇ ગઇ હતી. કાનમાં દૂર દૂર થી આવતા તમરાઓનાં અવાજ તથા વ્હિસલ સંભળાતી હતી. કાનમાં કોઇએ ધખધખતું સીસું રેડી દીધું હોય તેવી પીડા થઇ હતી. ક્રિષ્ના પર ભયંકર ગુસ્સો આવ્યો હતો. તેની કાર શરણેશ્વર મંદિરનાં હસ્તિદ્વાર પાસે આવી બ્રેક કરી.ઝડપથી બ્રેક લાગવાથી વ્હિલમાથી ચીચુડ્નો અવાજ આવ્યો હતો. ગાડીનો દરવાજો ખોલી નીચે ઉતરી જોરથી બંધ કર્યો. અને ઉતાવળે મંદિરમાં પ્રવેશી. એ જ સમયે કજારીકાએ ક્રિશ્નાને પ્રદક્ષિણા કરતી જોઇ.એકાંત જગ્યા જોઇ એક વૃક્ષની નીચેનાં બાંકડા પર જઇને બેઠી. ક્રિષ્નાએ પ્રદક્ષિણા પુર્ણ કરી, તે બહારનાં ભાગે રાખેલ ચપ્પલ પહેરી તેની પટી બાંધવા ઝુકી ત્યારે તેની નજર બાંકડા પર બેઠેલ કજારીકા તરફ ગઇ. ચપ્પલ પહેરી કજારીકા તરફ શંકિત મને ગઇ. તેમની પાસે આવી બાંકડા પર બેસી ગઇ. પણ કજારીકા ગુસ્સા પર કાબુ ના રાખી શકતા ક્રોધિત અવાજે બોલી.

’ક્રિષ્ના !’ તારાજેવી દગાબાજ સ્ત્રી મે આજ સુધી જોઇ નથી. ‘’પણ મે ક્યાં દગો કર્યો છે ? તારા અતિ આગ્રહથી તો હું અહીં મંદિરે ભાગી આવી છું. પછી દગો ક્યાં આવ્યો ? મે તો યોગરાજને તારા માટે જ છુટ્ટા મુક્યા હતા. “’’છુટ્ટા ??.. માયફુટ્.. તને ખબરજ હતી એટલે તે શિયાળીયાને સિંહની ખાલ પહેરાવી મારીસામે પેશ કરી દીધુ. તારી સાથેની રમતમાં યોગરાજ જેવો સુવર્ણનો સિક્કો જીત્યાનોં આનંદ હતો.પણ આજે વટાવવા ગઇ તો..? એતો પીતળ નીકળ્યો પીતળ..” ક્રિષ્નાને એટલુંતો સમજાયું કે કજારીકા ને સફળતા મળી નહી હોય.મનમાં બોલીપણ ખરી હે શરણેશ્વર મારી લાજ રાખી લાગે છે. વાત વધુ સાંભળવા તથા સમજવા પુછ્યું,

‘ શું બકવાસ કરે છે ?’’ તને ખબરજ હતી કે તારા યોગરાજને જગતની કોઇ સુંદરી કે કામિની વિચલિત કરી શકે તેમ નથી. કારણ કે તું બહું સારી રીતે જાણતી હતી કે યોગરાજમાં પુરૂષનાં કોઇ ગુણજ નથી.’’ક્રિષ્નાની કલ્પના બહારની વાત થઇ જેથી ગુસ્સામાં બોલી ‘ કજા” સ્ટોપઇટ પ્લીઝ તારો બકવાસ બંધ કર.’કજારીકા ખંધુ હસી અને બોલી.’ ક્રિષ્ના !. ધન્યછે તને એક ખોટ્ટા રૂપિયાને તે આજદિન સુધી કોઇને ખબર ન પડે તેમ અકબંધ સાચવી રાખ્યો છે, એક તેજોહિન પુરૂષને, નામર્દ ને બખુબી સાચવી રાખ્યો.

‘ક્રિષ્નાને વાત સમજાઇ જતા અંતરથી યોગરાજને વંદન કર્યા. કજારીકા સામેની ચરિત્રની લડાઇમાં યોગરાજે જીત માટે આવડી મોટી કીંમત ચુકવી હતી ? ધોરાજીનાં અદા યાદ આવ્યા. અને એ જ ક્ષણ થી ફરી નક્કી કરી નાખ્યું કે “ હવે આજીવન પતાને હાથ નહિં લગાડું.”

કજારીકાની વાત જાણે સ્વીકારી લેતી હોય તેમ કહ્યું.’કજા!’ યોગરાજ મારા માટે ભગવાન છે, તેનાં માટે આવા શબ્દોનાં પ્રયોગ કરીશ નહીં જગતને ખબર પડશે કે..???? ક્રિષ્નાનાં આ વાક્યથી કજારીકા સમજી કે યોગરાજ ખરેખર... અને કજારીકા યોગરાજનાં બોલ સાચા માની લેવામાં થાપ ખાઇ ગઇ, પણ શાતિર અને ખંધી વિચારધારા વાળી કજારીકાને બીજો ભયાનક વિચાર આવ્યો. અને ધીમેથી ક્રિષ્નાને કહ્યું.” ક્રિષ્ના”.. તું ગ્રેઇટ છો. યોગરાજનાં નિર્માલ્ય શરીર સાથે તેની મબલખ સંપતિ પણ સાચવીને બેઠી છો. બાકી તારે જે જોઇતુ હશે તે તો તું સંપતિનાં જોરે મેળવી લેતી હોઇશ કેમ ? પણ એક વાત પુછું ? આ સતનીલ કોનો દિકરો છે? ‘ ક્રિષ્નાને પોતાનાં સ્વીકાર વાક્યની ભુલ સમજાઇ.આંખે અંધારા આવવા લાગ્યા. કજારીકાથી બચવા યોગરાજે બલિદાન આપ્યું. પણ સાથે જ આ બાઇએ મારા ચરિત્ર પર મોટૉ ફટકો મારી દીધો..ચક્કર આવવા લાગ્યા. શરીર માંથી પસીનો છુટવા લાગ્યો. આંખે અંધારા આવી ગયા.શરીરની સમતુલા ગુમાવવા લાગી. કજારીકાને વાતની ગંભીરતા લાગતા. ઉભી થઇ ઝડપથી છાપરી નીચે આવેલ વોટર કુલર માંથી પાણીનો ગ્લાસ ભરી લાવી ક્રિષ્નાને આપ્યું. ક્રિષ્ના પાણી પીતી હતી એ દરમિયાન ક્રિષ્નાનો મોબાઇલ કજારીકાએ કબ્જે કરી લીધો.

“ ક્રિષ્ના” તારી તબિયત સારી લાગતી નથી તારે ઘેર ફોન કરી દઉ. નંબર શોધી વાત શરૂં કરી.ત્યાં સુધી ક્રિષ્ના સમજતી હતી કે યોગરાજને જાણ કરશે.’’હલ્લો સતનીલ !’... પીંડવારાની એક હોટેલમાં ભોજન કરતા સતનીલે મમ્મીનો ફોન સમજી રીસીવ કર્યો. પણ અવાજ જુદો લાગ્યો ત્યાં સામેથી ફરી અવાજ આવ્યો.” કજારીકા બોલુ છું નીલ”

“ જી આન્ટિ !”

“ નીલ... ’તારા જીવનનું પરમ સત્ય જાણવું હોયતો નિરાંતે તારી મમ્મીને પુછી લેજે કે હું ખરેખર કોનો દીકરો છું?’”

સતનીલ એક્દમ ગુસ્સે થઇ બોલ્યો ‘ વ્હોટ ડુ યુ મીન ? ડેમ ઇટ...તું શું બોલેછે. ખબર છે. તને ?. હું તારુ ખુન પી જઇશ “ સતનીલ ને બીજુ કાંઇ બોલવાનું ના સુજ્યુ, તે ગુસ્સાથી ધ્રુજતો હતો. પણ તેના આ શબ્દો સંભળાય તે પહેલા ફોન કપાઇ ચુક્યો હતો.અને કજારીકાએ ભાવિની આતાતિત ઘટનાઓમાં આગ ચાંપી દીધી હતી. ક્રિષ્ના કાંઇ સમજે, બોલે તે પહેલાજ કજારીકા ક્રિષ્નાના ખોળામાં મોબાઇલનો ઘા કરી જતી રહી,આ હતી એક સ્ત્રીની વૈરાગ્ની ની ચિંગારી....એક શાંત અને નિરવ પરિવાર ને છિન્ન કરવાનો પ્રયાસ.

***