પ્રેમરોગ - 8 Meghna mehta દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

શ્રેણી
શેયર કરો

પ્રેમરોગ - 8

મીતા ફોન મૂકે છે.મોહિત ખુશ છે કે તેની પગ ની ક્રેક ના લીધે હવે તે બે અઠવાડિયા સુધી રોજ મીતા ની જોડે એકલો સમય વિતાવશે. અને તેના માટે કોઈ બહાના ની પણ જરૂર નથી. કપડાં બદલી ને તે બેડ પર આડો પડે છે. મીતા વિશે વિચારતા વિચારતા તેની આંખો મીંચાઈ જાય છે.

બીજા દિવસે સવારે તે મીતા ને મેસેજ મોકલે છે કે સાંજે હું તારી રાહ જોઇશ જલ્દી આવજે. જવાબ માં મીતા થમ્સ અપ અને સ્માઇલી મોકલે છે. જરૂર આવીશ રાહ જોજે એમ કહી રીપ્લાય પૂરો કરે છે.

બીજી બાજુ જીગર પોતાની કંપની માં સેટ થઈ જાય છે. પણ ઘર સેટ કરવા માં તેને તકલીફ પડે છે. એટલે એ મીતા ની મદદ લેવાનું વિચારે છે. તે મીતા ને ફોન કરે છે.પણ મીતા કોલેજ માં હોવા થી ફોન નથી ઉપાડતી. જીગર એને સરપ્રાઈઝ આપવાનું વિચારે છે અને કોલેજ છૂટવા ના સમયે તેને કોલેજ માં જ મળવાનું નક્કી કરે છે.

જીગર મીતા ની કોલેજ પહોંચી જાય છે. બધા લગભગ નીકળી ગયા હોય છે પણ મીતા ક્યાંય દેખાતી નથી. ક્યાંક મીતા વહેલી તો નીકળી ગઈ હશે તો! એમ વિચારતાં તે એને ફોન લગાડવા જ જઈ રહ્યો હોય છે અને મીતા સામે દેખાય છે. આછા ગુલાબી ડ્રેસ માં થોડા વિખરાયેલા વાળ સાથે મીતા સુંદર દેખાઇ રહી હોય છે. આજે પહેલીવાર જીગર ના હ્ર્દય માં મીતા ને જોઈ ને સ્પન્દન અનુભવાય છે. તે મીતા ને જોવા માં એવો તો ખોવાઈ જાય છે કે તેને બોલાવા નું પણ ભૂલી જાય છે. પણ મીતા ની નજર તેની ઉપર પડી જાય છે.

મીતા દોડતી જીગર પાસે પહોંચી જાય છે.જીગર તું ક્યાંથી અહીંયા? એમ પૂછતાં જીગર નું ધ્યાન ભંગ થાય છે. તે મીતા ને કહે છે કે તેને ઘર સેટ કરવું છે પણ કઈ રીતે કરવું તે સમજ નથી પડી રહી!આથી તેની મદદ ની જરૂર છે અને એના માટે એ તેને લેવા આવ્યો છે.

જીગર ની વાત સાંભળી ને મીતા દુવિધા માં મુકાઈ જાય છે. એક બાજુ એણે મોહિત ને પ્રોમિસ કર્યું છે કે તેને સાંજે ભણાવા આવશે અને જીગરે પણ પેહલી વાર મદદ માંગી છે.

એટલી વાર માં રીટા મીતા ની જોડે પહોંચે છે. તે રીટા ને અજાણ્યા છોકરા જોડે વાત કરતા જોઈ ને સમજી જાય છે કે તે જીગર છે. મીતા ની પાસે પહોંચી ને તે જીગર ને હાય કહે છે. પોતાની ઓળખાણ આપતા કહે છે કે હું મીતા ની બેસ્ટ ફ્રેન્ડ રીટા છું. મીતા બન્ને ની ઓળખાણ એક બીજા સાથે કરાવે છે.

રીટા ને જોઈ ને મીતા ના દિમાગ માં ઝબકારો થાય છે અને તે રીટા ને મોહિત ના ઘરે જઈ ને આજ નું વર્ક આપવા માટે કહે છે. રીટા તરત જ તૈયાર થઈ જાય છે. મીતા જીગર સાથે તેના ઘર ને સેટ કરવા માટે જાય છે.

રીટા મોહિત ના ઘરે પહોચે છે. તેને જોઈ ને મોહિત ને નવાઈ લાગે છે. રીટા તું અહીં! કઈ કામ હતું? હા, હું અહી. મારા દોસ્ત ને જોવા માટે આવી છું. અને તને કોલેજ નું વર્ક આપવા માટે પણ. એ તો રીટા લઈ ને આવવા ની જ હતી. હા પણ એને કઈ કામ આવી ગયુ છે એટલે હું આવી ગઈ. શુ કામ આવી ગયું એને? જીગર કોલેજ આવ્યો તો. એને ઘર સેટ કરવા માટે મદદ ની જરૂર હતી એટલે મીતા ત્યાં ગઈ અને મને અહીં મોકલી.

મીતા જીગર ના ઘરે ગઈ છે એ વાત મોહિત ને જરા પણ ગમી નહિ.એને રીટા ને કહ્યું મારા પગ ના બહુ દુખે છે એટલે અત્યારે મારો ભણવાનો જરા પણ મૂડ નથી. તું બુક્સ મૂકી ને જા હું જોઈ લઈશ. સવારના ડ્રાઇવર સાથે બુક્સ કોલેજ મોકલી દઈશ. રીટા ને મોહિત જોડે સમય વિતાવવો હોય છે. તે મોહિત ને પૂછે છે કે તે દવા લીધી કે નહીં? તારી કોઈ હેલ્પ કરું?ના , મારે હેલ્પ ની જરૂર નથી. હું થોડો આરામ કરીશ એટલે ઠીક થઈ જઈશ.

મોહિત ની વાત સાંભળીને રીટા સારું તું આરામ કર એમ કહી ઘરે જવા નીકળે છે. મોહિત બેબાકળો થઈ ને ગુસ્સા માં મીતા ને ફોન કરે છે. પણ મીતા નો ફોન સાઇલેન્ટ મોડ પર હોવા ને કારણે તે ફોન ઉપાડતી નથી. મોહિત નો ગુસ્સો ઓર વધી જાય છે.

ગુસ્સા માં મોહિત ને ફોન ફેંકી દે છે. અને સોફા પર બેસી ને વિચારો માં ખોવાઈ જાય છે. અંતે તે એક નિર્ણય પર પહોંચે છે. જેનો અમલ તે બીજા દિવસે સવારે કરવાનું નક્કી કરે છે.આ બાજુ મીતા પણ બેચેન છે તેનું મન જીગર નું ઘર સેટ કરવા માં લાગતું નથી. એના મગજ માં એજ વિચારી રહી હોય છે કે મોહિત ગુસ્સે થયો હશે તો? ઉતાવળ માં એને ફોન પણ નથી કર્યો!

ફોન વિચારતા જ તે ઝડપ થી ફોન હાથ માં લે છે. અને એમાં મોહિત નો મીસ કોલ જોઈ ને તરત જ તેને ફોન કરે છે.પણ મોહિત ફોન નથી ઉપડતો.મીતા એના થી વિચલિત થઈ જાય છે અને એક સોફા પર જ ને બેસી જાય છે.

જીગર મીતા ને બેસેલી જોઈ ને એની પાસે જાય છે. મીતા તારી તબિયત ઠીક નથી! મીતા હા પાડે છે અને ઘરે જવા માટે કહે છે.અને ત્યાં થી જલ્દી નીકળી જાય છે.

જીગર ના ઘરે થી નીકળી ને મીતા સીધી મોહિત ના ઘરે પહોંચી જાય છે. મોહિત પોતાના રૂમ માં બેઠો હોય છે. મીતા સીધી તેના રૂમ માં જાય છે અને તેના પર ગુસ્સો કરે છે. મોહિત તું મારો ફોન કેમ નથી ઉપડતો? તને ખબર છે હું કેટલી ગભરાઈ ગઈ હતી? કેટલા વિચારો આવી ગયા મન માં!

સામે મોહિત પણ એટલો જ ગુસ્સા માં હોય છે. ફોન તો મેં પણ તને કર્યો તો મીતા. જવાબ તે પણ નહોતો આપ્યો. તે તો અહીં આવવા નુ પણ કહેલુ. તુ તારી મરજી પ્રમાણે બધું જ કરી શકે. અને હું એક ફોન પણ મારી મરજી પ્રમાણે ના ઉપાડું તો તને તકલીફ પડે.

મોહિત ના ઊંચા અવાજ થી મીતા ડરી ગઈ. એને સમજ જ ના પડી કે શું કરવું? એની આંખ માં આંસુ આવી ગયા.સોરી મોહિત મારે તને ફોન કરવો જોઈતો હતો એમ કહી ઘર ની બહાર નીકળવા પગ ઉપાડે છે. મીતા ને રડતી જોઈ મોહિત ને પોતાની ભૂલ સમજાય છે.

તે મીતા ને બૂમ મારી ને રોકાવા માટે કહે છે. પણ મીતા એ સાંભળતી નથી.મોહિત તેની પાછળ દોડે છે પણ પગ માં દુખાવો થતા બેસી જાય છે. તે નોકર ને મીતા ની પાછળ જવા માટે કહે છે. નોકર દોડતો મીતા ની પાછળ જાય છે. મીતા રીક્ષા શોધી રહી હોય છે. એ જોતાં જ નોકર તેની પાસે જાય છે અને એને જણાવે છે કે મોહિત ને પગ માં દુખાવો થઈ રહ્યો છે. એ જોઈ ને મીતા દોડતી મોહિત પાસે જાય છે.અને એને સોફા પર બેઠેલો જોઈ ને કહે છે કે તું કોઈ નું કહ્યું માનતો નથી !તારા પગ નું તો ધ્યાન રાખ. મોહિત મીતા ના આંસુ લૂછે છે . તેને બાજુ માં પડેલો પાણી નો ગ્લાસ ઉઠાવી ને હાથ માં આપે છે. અને સોરી કહે છે. સોરી! મીતા મારે આટલું પઝેસિવ વર્તન નહોતું કરવું જોઈતું.

આગળ શું થશે? મીતા મોહિત ને માફ કરશે? શુ મોહિત મીતા ને પોતાના દિલ ની વાત કહેશે? જાણીશું આવતા ભાગ માં!!!

***