Dadajini Varta books and stories free download online pdf in Gujarati

દાદાજી ની વાર્તા

દાદાજી ની વાર્તા

અનિકેત નાનો હતો ત્યારથી જ પોતાના દાદા નો ખુબ લાડીલો હતો. માતા- પિતા બંને કામ પર જતા હોવાથી તેને દાદા પાસે છોડીને જતા હતા. દાદી ના મૃત્યુ બાદ દાદા પણ અનિકેત ના સહારે જ પોતાની એકલતા દૂર કરતા હતા. અનિકેત રોજ રોજ દાદા ને અલગ -અલગ પ્રશ્નો પૂછતો હતો અને એના દાદા એને હંમેશા એક વાર્તા ના માધ્યમ થી જવાબ આપતા હતા. આજે અનિકેત એ દાદા ને પૂછ્યુ ?? : દાદા આ સમુદ્ર ખારો કેમ હોઈ છે. મીઠો કેમ નહિ ? નદી જેવું એનું પાણી મીઠું હોત, તો કોઈ ને પાણી ની તકલીફ જ ના પડત. દાદા એ એને એક વાર્તા ના માધ્યમ થી જવાબ આપ્યો જે આપણે પણ નાનપણ માં સાંભળી જ હશે.

  • 1 - દરિયો ખારો કેમ ?
  • અનિકેત, આ વાત ત્યારની છે. જયારે દરિયો મીઠો હતો. લોકો એનું પાણી પીતા હતા. ત્યારે એક વાર, એક માજી દરિયો પાર કરીને બીજી બાજુ સામે કિનારા પર જતા હતા. ત્યારે દરિયામાં એમને અધવચ્ચે ભૂખ લાગી.ત્યારે જમવાનું બધો સામાન તો લઇ ને ગયા હતા..પણ મીઠું?? મીઠું લેવાનું ભૂલી ગયા હતા. મીઠું વગર જમવાનું બનાવવું શક્ય નહોતું એટલે એને પોતાના ઇષ્ટ દેવ ને યાદ કરવાનું ચાલુ કર્યું. એ એક સતી સ્ત્રી હતી એટલે વર્ષોથી કરેલી એની ભક્તિ જોઈ ને દેવ પ્રસન્ન થઇ ગયા .અને એમને એને કહ્યું '' તારી ભક્તિ થી હું પ્રસન્ન થયો છુ. '' બોલ તારે શુ જોવે છે ? માજી ના ઘરમાં કોઈ હતું નહિ. પોતે એકલા હતા .એટલે એમને કોઈ એવી ઈચ્છા નહોતી .તેથી તેમને ઇષ્ટદેવ પાસે હમણાં રસોઈ માટે મીઠું માંગ્યું .ઇષ્ટદેવે પ્રસન્ન થઇ ને તેને એક મીઠું દળવાની ઘંટી આપી.માજી તો ,ખુબ ખુશ થઇ ગયા. દેવ અદ્રશ્ય થઇ ગયો. ત્યારે માજી એ ઘંટી ચાલુ કરી. પોતાને જોવે એટલું મીઠું લઇ લીધું. પણ ?? ઘંટી,, ઘંટી તો બંધ થવાનું નામ જ નહોતી લેતી. ત્યારે પાછા તેમને ઇષ્ટદેવને યાદ કરવાનું સોચયું પણ એની પહેલા તો આખી નાવ મીઠા થી ભરાઈ ગઈ અને પોતે મીઠા સાથે દરિયા માં ડૂબી ગયા. પછી મીઠા ની ઘંટી ત્યારથી ચાલુ જ રહી ગઈ અને દરિયા માં મીઠા નું પ્રમાણ વધતું ગયું.આખો દરિયો ખારો ને ખારો બનતો ગયો.

    અનિકેત ત્યારથી દરિયો ખારો ને ખારો જ રહ્યો જો હવે આ દરિયા ને પાછો મીઠો બનાવો હોઈ તો આપણે દરિયા માં જઈ એ ઘંટી ને શોધી અને ઇષ્ટદેવ નું સ્મરણ કરી ને બંધ કરાવી પડશે પણ હાલ માં એ શક્ય નથી લાગતું.એટલે દરિયો ખારો જ છે . આવી હજી પણ એક વાર્તા છે સાંભળ.

    2 - દરિયો ખારો કેમ ?

    સંતોષ પોતાના નામ ની જેમ જ સંતોષી હતો. માં બાપ ના મૃત્યુ પછી એના ભાઈ ભાભી સાથે રહેતો હતો. એના ભાઈ ભાભી ખુબ જ લોભી અને દંભી હતા. એ લોકો ને ફક્ત પોતાના સ્વાર્થ થી જ લેવા દેવા હતું. સંતોષ ની પાસે એ લોકો ગધેડા જેમ કામ કરાવતા ,, અને એને ખાવાનું પણ બરાબર નહોતા આપતા. સંતોષ છતાં પણ એ લોકો ને પોતાના ભાઈ ભાભી ની જેમ જ માનપાન આપતો.કેમ કે , એનું એમની સિવાય આ દુનિયા માં કોઈ નહોતું. એક વાર તો એની ભાભી એ એના પર ખોટો ચોરી નો આરોપ મુક્યો.?? એના લીધે એ ખુબ જ દુઃખી થઇ ગયો. એને ઘરે થી કાઢી મુકવામાં આવ્યો.?? રખડતો રખડતો, એ જંગલ માં જતો રહ્યો. અને જંગલ માં આમ થી તેમ ભટકતો રહ્યો.થોડા દિવસ પછી એને એક સંત મળ્યા. સંત ને આગળ એને પોતાનું હૈયું ખુલ્લું કર્યું.ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો.

    સંત ને એની આંખો માં સચ્ચાઈ અને નિર્દોષતા દેખાઈ સંતે એને એક છડી આપી.અને કહ્યું આ છડી હાથ માં લઇ ને બોલજે ‘’ આપ આપ આપ ‘’ એટલે તને જોશે એ મળશે અને તું કહીશ ‘’ રુક રુક રુક’’ એટલે રુકી જશે. આ સાંભળી ને એ ખુબ ખુશ થયો. હવે એને કોઈ પણ વસ્તુ ની તકલીફ નહતી .થોડા કે જ દિવસો માં એને જરૂરી એવા પૈસા લઇ ને પોતાનો ધંધો ચાલુ કરી નાખ્યો. એ છડી નો ઉપયોગ મૉટે ભાગે પરોપકાર ના ઉપયોગ માટે જ કરતો હતો.બાકી બીજા બધા રૂપિયા પોતાની મેહનત થી જ કામતો હતો.એને ક્યારે પણ છડી નો દુરુપયોગ કે કોઈ પણ ખોટા માણસના હાથ ના આવી જય એનું પણ એ ધ્યાન રાખતો હતો.

    આ બાજુ થોડાક મહિના પછી એના ભાઈ અને ભાભી ને પૈસા ખૂટવા લાગ્યા. આ બાજુ થી સંતોષ ને પોતાના ના ભાઈ -ભાભી ની હાલત વિષે જાણ થઇ સંતોષ એમને ઘરે લઇ ને આવ્યો . પણ એના ભાભી ને એની હાલત જોઈ ને ખુબ અદેખાઈ થઇ . આટલા ઓછા સમય માં આટલી પ્રગતિ ??? નક્કી કંઈક દાળ માં કાળું છે. એના ભાઈ અને ભાભી એની પર નજર રાખવા લાગ્યા. થોડાક દિવસ પછી એના ભાઈ એ એની પાસે થોડા પૈસા માંગ્યા. ત્યારે એને એક રૂમ માં જય પોતાની છડી થી પૈસા કાઢી ને આપી દીધા. ત્યારે પોતાની ચકોર નજર થી ભાભી આ વાત જોઈ લીધી કે , સંતોષ છડી હાથ માં લઇ ને ‘’આપ આપ આપ ‘’ નો મંત્ર બોલે છે અને પૈસા મળી જાય છે .

    હવે એની ભાભી એ આ વાત એના ભાઈ ને કહી . અને એમને એક પ્લાન બનાવ્યો સવારે જયારે સંતોષ કામ પર નીકળી જાય ત્યારે આ છડી લઇ ને આપણે બાજુ માં દરિયા થી નાવ માં બેસી બીજા દેશ માં ભાગી જશુ.. જેથી સંતોષ આપણે પકડી નહિ શકે. નાવ ના માલિક ને પણ ખુબ પૈસા ની લાલચ આપી માનવી લીધો નાવ ના માલિક નો ધંધો દરિયા માંથી મીઠું કાઢવાનો હતો. ભાઈ- ભાભી આ ખબર પડતા એમને નાવ ના માલિક ને વગર મહેનતે મીઠું કાઢી ને આપવા કીધું તેના બદલા માં બીજા દેશ સુધી જવાનો સોદો કર્યો ?? ભાભી એ તરત જ છડી થી મીઠું માંગ્યું ‘’’છડી મીઠું આપ આપ આપ ‘’ અને અચાનક આકાશ માંથી મોટા પ્રમાણ માં મીઠું પડવાનું ચાલુ થઇ ગયું . અચાનક ધીરે - ધીરે આખી બોટ મીઠા થી ભરાઈ ગઈ. પણ આ બાજુ,, ભાભી ને રોકવાનો મંત્ર યાદ જ નહોતો આવતો. આખી બોટ સાથે બધા લોકો દરિયા માં ડૂબી ગયા ત્યાર થી આખો દરિયો ખારો બની ગયો .

    આ સાંભળી અનિકેત એ દાદા ને બીજો પ્રશ્ન કર્યો

    1 - તો પછી દાદા આ વરસાદ કેમ પડે છે ? દરિયો ખારો થઇ ગયો એટલા માટે ?

    હા અનિકેત,, આ વાત ની ખબર લોકો ને પડી ?? એટલે લોકો એ, ભગવાન ને પ્રાર્થના કરી. ભગવાન એમની પ્રાર્થના સાંભળી દર વર્ષે વર્ષે ચોમાસા ના મહિના માં ભગવાન આ દુનિયા ને જોવા આવે છે. અને ઉપર થી દુનિયા માં થતા દુઃખી લોકો અને પાણી થી રિબાતા લોકો ને જોઈ ને ભગવાન રડી પડે છે, એમના આ આંસુ થી આપણને પાણી મળે છે. એટલે આ પાણી નો આપણે દુરુપયોગ ના કરવો જોઈ એ કેમ કે એમાં ભગવાન નો જ અંશ હોઈ છે.

    3 - તો પછી દાદા આ વૃક્ષ નું નિર્માણ કોને કર્યું ?

    વધુ આવતા અંકે ......

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED