Ghamand books and stories free download online pdf in Gujarati

ઘમંડ

ઘમંડ

અમદાવાદ રેલવે સ્ટેશન પર ઘણી ચહલ પહલ હતી.મુંબઈ જવા માટે ગુજરાત મેલ ઉપઽવાને ગણતરીની પળો બાકી હતી.ફ‌સ્ટૅક્લાસનાં કૂપેમાં સફેદ લેંઘા ઝભ્ભામાં સજ્જ અમન બેઠો હતો. ચાલીસેક આસપાસનાં અમનને જોઇને જ લાગે કે આ માણસ વેપારી છે. સાડા પાંચ ફુટ હાઇટ ગોળ ભરાવદાર ચહેરો,ઘઉંવણો વાન અને ખાસ તો પેટની બહાર નીકળેલી ફાંદ એ વાતની પુષ્ટિ કરાવતી હતી કે અમન ખાધે પીધે સુખી છે.

નાનકડા આંચકા સાથે ગાઙી ચાલુ થઇ કે તરત જ હેન્ડસમ પસૅનાલિટી ધરાવતો નિહાર કુપેમાં આવ્યો.છ ફુટ હાઇટ,એકવઙીયૉ બાંધો,ગોરો વાન અને ચહેરા પરનાં રીમલેસ ચશ્મામાં તેનું વ્યક્તિત્વ આકષૅક લાગતું હતું. આખા દિવસની દોઽધામનો થાક નિહારનાં ચહેરા પર દેખાતો હતો. નિહારે બેસતાની સાથે જ ખભે લટકાવેલ બેગમાંથી લેપટોપ કાઢ્યું જે નિહાર નોકરીયાત હોવાનું ચાઙી ખાતું હતું.નિહારનાં હાથ ફટાફટ કી બોઙૅ ઉપર ફરવા લાગ્યા અને તે ઓફીસના કામમાં એટલી હદે ઓતપ઼ોત થઈ ગયો હતો કે તેને એ પણ ખ્યાલ નહોતો કે સામે બેઠેલી વ્યકતી તેની સામે સતત તાકી રહી છે. ચાલીસેક મીનીટ બાદ કામ પુરું કરીને હાશકારો અનુભવ્યો.

નિહારનું ધ્યાન પડ્યું કે સામે બેઠેલી વ્યક્તિ તેને ટગર ટગર જોઈ રહી છે. નિહાર તરત આડુ જોઈ ગયો.

કેમ ઓળખાણ ન પડી નિહાર અમને નામથી બોલાવીને પૂછ્યું.

કોણ અમન નિહારે ચહેરા પર ભાર રાખીને પૂછ્યું.

યાર ,આટલા વષો બાદ મળ્યા... હાથ તો મિલાવ. અમને પોતાનો જમણો હાથ લંબાવ્યો.

નિહારે પરાણે પોતાનો હાથ અમન ના હાથમાં મૂકીને અણગમાના ભાવ સાથે કહ્યું '' આપને સ્કૂલમાંથી છૂટ્યા પછી ક્યાં મળ્યા છે.'

''હા... નિહાર અપને ચાલીસે પહોંચી ગયા.યાર, એક વાત તને કહેવી પડશે. તારી ઉમર બિલકુલ નથી દેખાતી.માંડ ત્રીસ બત્રીસ નો જ દેખાઈ છે,

નિહાર ના ચેહરા પાર અભિમાનભર્યું સ્મિત રમી રહ્યું.

'' નિહાર કોઈ સારી કંપની માં જોબ કરતો લાગે છે,''

''હા પૂના ની મલ્ટિનેશનલ કંપની માં છું. એમ.બી.એ .છું કંપની પગાર પણ છ આંકડા નો આપે છે.''

નિહારે ટાઇ ની નોબ સરખી કરતા કહ્યું.

ટ્રેનની ગતિ વધી રહી હતી આખો ડબ્બો હાલક ડોલક થઇ રહ્યો હતો.

'' અમન કંપની મને ગમે ત્યાં મોકલે હંમેશા પ્લેન ની ટિકિટ જ આપે આ તો છેલ્લી ઘડી એ ફ્લાઈટ કેન્સલ થઇ એટલે આ ડબ્બા માં બેસવું પડ્યું.'' નિહાર ના ચેહરા પાર ફરીથી અણગમા નો ભાવ ચડી ગયો.

'' ચાલો એ બહાને આપણું મળવાનું થયું.'' અમને લાગણીસભર આવાઝે કહ્યું.

નિહારે મન માં વિચારી રહ્યો ... હા જો હું પ્લેન માં ગયો હોતતો તને મળવાનું ક્યાંથી થાત ? સાલા તે તો એરપોર્ટ જોવું પણ નહિ હોઈ .

'' શુ વિચારે છે નિહાર ''

''અમન તને યાદ હશે કે ક્લાસ માં કાયમ મારો નંબર પેહલા આવતો હતો .ભણવામાં મારી ખુબ જ બ્રાઇટ કેરિયર હતી.''

''હા નિહાર મને બરાબર યાદ છે તું હંમેશા પેહલા નંબર પર પાસ થતો હું છેલ્લા નંબર પર...છતાં ત્યારે આપણા વચ્ચે દોસ્તી હતી.ભણવાની તો મારી પણ ખુબ ઈચ્છા હતી પરંતુ જેના માર્ક્સ સૌથી વધારે હોઈ તેને જ સ્કોલરશીપ મળતી હતી .તેનો લાભ તને કોલેજ માં મળી ગયો હતો હું દશમાં ધોરણ થી આગળ ભણી ના શક્યો.

'' અમન તે સમયે કોલેજ ની ફી તો આપણને પરવડે તેમ હતું જ નહિ.હું હંમેશા ટોપ પર જ રહેતો હતો. તેથી મને એકલા ને જ સ્કોલરશીપ મળી હતી '' નિહાર ના ચેહરા પર વિજયી સ્મિત રમી રહ્યું .

નિહાર યાદ છે. તને ત્યારે ટ્રસ્ટ તારી પાસે થી વચન લીધું હતું .?

''કયું વચન?'' નિહાર ચમક્યો અને મન માં બબડ્યો... આ સાલા અમન ને બધું યાદ છે.

'' નિહાર .ભણીગણીને પગભર થઈશ એટલે ટ્રસ્ટ ને મદદ કરીશ અથવા કમ સે કમ એક ગરીબ વિધ્યાર્થી ને તારા ખર્ચે ભણાવીશ ....એવું વચન તેમને તારી પાસે લીધું હતું.''

નિહાર હસી પડ્યો ''એ તો એ વખતે સ્ક્લોરશીપ નો લાભ લેવા માટે આપી દીધું હતું.... બાકી વચન કઈ પાળવાના થોડી હોઈ છે .?...

અમન બધું હસી રહેલા નિહાર ને નીરખી રહ્યો .

''અમન ,સ્કૂલ ને વાત અલગ હતી હવે તો હું મારા થી ઓછા સ્ટેટ્સ વાલી વયક્તિ સાથે વાત પણ નથી કરતો.દોસ્તી તો બવ દૂર ની વાત છે.''

અમન ફરીથી તેના ઘમંડ ભરેલા ચેહરા ને નીરખી રહ્યો હતો . હવે અમન વધારે કોઈ વાત કરે તે નિહાર ને પસંદ નહોતું અને મંઝૂર પણ નહોતું .તેને મૉટે થી બગાસું ખાધું અને તેના તરફ થી લાઈટ બંધ કરી ને ઊંઘી ગયો .

અમન નું મગજ વિચારે ચડી ગયું ... ઉચ્ચ અભ્યાસ અને સારી નોકરી નું એટલું બધું અભિમાન ? લગભગ અઢી દાયકા બાદ મળ્યા તો પણ નિહારે અમન ના વ્યવસાયી કે નોકરી બાબતે પૂછવાની પણ દરકાર ના કરી ...રખે ને કઈ મદદ કરવી પડશે તેવો ડર હશે નિહારના મન માં કે પછી માત્ર દશમાં સુધી ભણેલો હતો તે કારણ જવાબદાર હતું ? શુ ઉચ્ચ શિક્ષણ માણસ ની ' નમ્રતા ' પર હાવી થઇ જતું હશે .?

વહેલી સવારે બોરીવલી આવ્યું એટલે નિહારના મોંઘા મોબાઈલમાં અલાર્મ વાગ્યું .નિહાર ફટાફટ તેનો સમાન અને લેપટોપ લઇ બેગ લઇ ને ઉતારી ગયો .સામે ની સીટ પર અમન જાગતો હતો તે તરફ જોવાની પણ નિહારે દરકાર ના કરી .સ્કૂલ લાઈફના બને મિત્રો વચ્ચે એડયુકેશનલ કઓલિફિકેશન દીવાલ બની ને ઉભું રહી ગયું હતું.

ત્રણેક માસ બાદ નિહાર ને પુના થી કંપની ના કામકાજ માટે મુંબઈ ઝવાનું થયું .કંપની જ એક કલાયન્ટ ને એરપોર્ટ થી સીધું લઇ ને તે સીધો ફાઈવ સ્ટાર હોટેલમાં પહાચ્યો.હોટેલ ''જે.જે '' માં નિહાર આજે પ્રથમ વાર આવ્યો હતો .અચાનક તેનું ધ્યાન હોટેલ ના વિશાળ હોલમાંથી બહાર જઈ રહેલી વ્યક્તિ પર પડ્યું .અરે આ તો અમન છે ... સફેદ લેંધો .ઝભ્ભો અને બ્લેક કોટી માં સજ્જ અમન ઝડપથી પગથિયાં ઉતરી રહ્યો હતો. તેની પાછળ સૂટ પહેરેલા દસ માણસો ની ફોજ હતી ડ્રાઈવરે મોંઘી કારનો દરવાજો ખોલ્યો.અમન તેમાં પાછળ ની સીટ પર ગોઠવાઈ ગયો. કાર હોટેલ ને બહાર નીકળી ગઈ .

નિહાર ને સતત ત્યાં તાકી રહેલો જોઈ ને વેઈટરે વગર પૂછીએ કહ્યું .... '' અમારા જે.જે .શેઠ છે .જે.જે. હોટેલ ગ્રુપ ના માલિક અમન ઓબેરોય .

સિંગાપુર થી આવેલા પેલા ક્લાઈન્ટ નિહારને વધારે માહિતી આપતા કહ્યું .'' યસ ,ઈન અવર સિંગાપુર ઓલ્સો .ધેર આર થ્રી હોટેલ્સ ઓફ જે.જે.ગ્રુપ ''

નિહાર સ્તભધ થઇ ગયો.તે દિવસે ટ્રેન માં મળ્યા ત્યારે તે વિચારતો હતો કે આ દસ ચોપડી પાસ અમન એરપોર્ટ જોયું નહિ હોય.... તેની બદલે અમન તો ચાર્ટર્ડ પ્લેન માં ફરી શકે તેટલો ધનવાન છે. નિહાર ને તેને છ આંકડા નો પગારનું જે અભિમાન હતું .તેવા તો અનેક માણસોને અમન પગાર ચુક્વતો હતો છતાં તેનામાં ઘમંડ નું નામ નિશાન નહોતું

અંગ્રજી જાણકાર વેઈટરને ખ્યાલ આવ્યો કે આ ટેબલે પર તેમના જ શેઠ ની વાત થઇ રહી છે .તેથી તેને વધારે માહિતી પીરસી ... . '' જે.જે શેઠ તો અમારા ભગવાન છે .અમને સારો પગાર તો આપે જ છે .પરંતુ દરેક કર્મચારીના બાળકો ભણે તેનું પણ ધ્યાન રાખે છે .''

''એ કઈ રીતે?'' નિહાર થી પુછાઈ ગયું .

'' તેઓ કાયમ એમજ કેહતા હોઈ છે કે સંજોગવસાત હું નથી ભણી શક્યો પરંતુ તમારા બાળકો ને તો ભણવો જ ....જે.જે..શેઠ તેમના નફા માંથી ખુબ મોટી રકમ ફાળવીને એડયુકેશન ટ્રસ્ટ ઉભું કર્યું છે .જેમાંથી અમારા બાળકો ને રેગ્યુલર સ્કોલરશીપ મળે છે ''

હવે નિહાર ને સમજાઈ ગયું કે તે સાંજે અમદાવાદ એરપોર્ટ ની છેલ્લી ફ્લાઈટ જે કેન્સલ થઇ હતી તેને કારણે જ અમન ગુજરાત મેલ માં આવ્યો હશે .નિહાર ના મગજ માં શુન્યાવકાશ સર્જાઈ ગયો હતો . વેઈટર ઓર્ડર મુજબ વિહિસ્કી ના પેગ મૂકી ગયો . નિહારે બરફ નો ટુંકડો નાખ્યો .જો કે ટુકડો ઓગળી ગયો તેના કરતા અનેક ગણો વધારે ઝડપે નિહારનો ઘમંડ ઓગળી ચુક્યો હતો .

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED