Aayanbil nu mahatv books and stories free download online pdf in Gujarati

આયંબિલ નું મહત્વ

આયંબિલ નું મહત્વ



આયંબિલ એટલે આહારથી અનાહાર તરફ લઇ જતી અનન્ય આરાધના... જમે છે તો બધાં પણ જેને જમતાં આવડે તેને જિન ઉપાસક કહેવાય!

આયંબિલ એ જૈન ધર્મની અનંતા અંતરાય કર્મોને ક્ષય કરાવતી શ્રેષ્ઠ સાધના છે. જૈનો તેમજ અજૈનો પણ શ્રદ્ધાથી આ સાધનાનો લાભ લે છે. નવ દિવસની આ આરાધનાને "આયંબિલની ઓળી’ કહેવાય છે. ધર્મ અને સ્વાસ્થ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ સાધના છે.

આયંબિલ અનાદિકાળથી પડેલાં આહારના સંસ્કાર પર વિજય મેળવવાની પ્રોસેસ છે. સૃષ્ટિના દરેક જીવનો મોટાભાગનો સમય આહાર શોધવામાં, આહાર માટેના પુરુષાર્થમાં અને આહાર ગ્રહણ કરવામાં જ જાય છે. આહાર સંજ્ઞા પર જે વિજય મેળવી શકે છે તે એક ને એક દિવસ અનાહારક પદને એટલે કે મોક્ષને પામે છે.

આયંબિલ એ મન અને સ્વાદને જીતવાની આરાધના છે. સાધનામાં સહાયક શરીરના પોષણ માટે આહાર જરૂરી છે પણ સ્વાદ જરૂરી નથી. સ્વાદ અને મનના કારણે જે અવશ્ય ભોગવવા પડે એવા નિકાચિત કર્મો બંધાય છે. જેને આ ભવે જીભના સ્વાદમાં મજા નહીં, એને આવતા ભવમાં સજા નહીં. એટલે જીભના સ્વાદને મન સુધી પહોેંચવા ન દે તે આયંબિલની આરાધના છે.


આયંબિલની ઓળી કયારે આવે?

આયંબિલની ઓળી વર્ષમાં બે વાર આવે છે. એક ચૈત્ર મહિનામાં... જે શિયાળાનો અંત અને ઉનાળાની શરૂઆતનો મહિનો છે... ચૈત્ર સુદ સાતમથી ચૈત્ર સુદ પૂનમ. બીજી આસો મહિનામાં... જે ચોમાસાનો અંત અને શિયાળાની શરૂઆતનો મહિનો છે... આસો સુદ સાતમથી આસો સુદ પૂનમ.


શા માટે ચૈત્ર અને આસો મહિનામાં જ?

?કેમકે તીથર્ર્ંકર પરમાત્માએ એમની પ્રજ્ઞામાં જોયું કે, આ બે મહિના ઋતુઓની સંધિકાળના મહિના હોવાના કારણે વાત્ત, પિત્ત અને કફનો પ્રકોપ શરીરને અસ્વસ્થ કરે છે, માટે પરમાત્માએ આયંબિલની પ્રેરણા કરી. આ દિવસોમાં જે આયંબિલની આરાધના કરે છે તે આખું વર્ષ સ્વસ્થ અને નિરોગી રહે છે.


?આયંબિલ કોણ કરી શકે?

?આયંબિલ નાના, મોટા, જૈન-અજૈન બધા જ કરી શકે. આયંબિલ આ ચૈત્ર અને આસો મહિના સિવાય પણ આખા વર્ષમાં ગમે ત્યારે કરી શકાય. આયંબિલનો વર્ષીતપ અને સળંગ પણ કરી શકાય. તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મ. સા.એ સળંગ ૯૯૯ આયંબિલ કરી હતી.


?આયંબિલ કેવી રીતે કરાય?

-આયંબિલમાં એક જ વાર, એક જ જગ્યાએ બેસીને ભોજન લેવાનું હોય.

-એમાં વિગય રહિતનું એટલે તેલ, ઘી, દૂધ, દહીં, ગોળ અને સાકર વિનાનું, રસ અને સ્વાદ વિનાનું ભોજન લેવાનું હોય.

-જેમ સર્પ એના બીલમાં સડસડાટ ચાલ્યો જાય એમ ખોરાક સ્વાદ માટે વાગોળ્યા વિના આપણા પેટમાં સડસડાટ ચાલ્યો જવો જોઈએ.


?આયંબિલમાં શું ખવાય?

?ઘઉં, ચોખા, બાજરી આદિ અનાજ તથા દરેક જાતના કઠોળ ખવાય.

?બાફેલાં કઠોળ, સૂકી રોટલી, રોટલા અને ચણા મમરા ખવાય.

?મસાલામાં હીંગ, મરી અને નિમક ખાઈ શકાય છે.

❌ઘી, તેલ, મીઠાઈ, મસાલા, ફ્રૂટ, શાકભાજી, દહીં, છાશ, દૂધ, ડ્રાયફ્રૂટસ્ જેવા પદાર્થ, જેમાં જીભને સ્વાદ આવે તે ન ખવાય.


?દૈવીશક્તિથી પણ શક્તિશાળી?

?દેવો સર્જિત શ્રીકૃષ્ણની દ્વારકા નગરી પર જ્યારે દ્વેપાલન ઋષિ કોપાયમાન થયાં અને એને બાળી નાખવા તૈયાર થયાં ત્યારે નેમનાથ પરમાત્માએ કહ્યું... જ્યાં સુધી નગરીમાં એક પણ વ્યક્તિ આયંબિલ કરતી હશે ત્યાં સુધી દ્વારકાને કાંઈ જ નહીં થાય. શ્રીકૃષ્ણની વ્યવસ્થા પ્રમાણે વારાફરતી દરરોજ એક ઘરમાં આયંબિલ થતી. વર્ષો પસાર થઈ ગયાં. દ્વેપાલનઋષિ દ્વારકાને કાંઈ જ ન કરી શક્યા! એક આયંબિલમાં આખી નગરીને બચાવવાની તાકાત હોય છે. કેમકે તપના આરાધકના વાઈબ્રેશન્સ્ એવા પાવરફુલ અને પ્રભાવશાળી હોય કે એના ઉપર કોઈ આક્રમણ ન કરી શકે, સૂક્ષ્મશક્તિ સામે સ્થૂળ-શક્તિ કાંઈ જ ન કરી શકે. દૈવી શક્તિ કરતાં પણ આરાધકની શક્તિ વધારે સમર્થ હોય. જૈનોની સાધનામાં અતુલ્યશક્તિ હોય છે.


?આયંબિલથી શું લાભ થાય?

?આયંબિલમાં જો શ્રદ્ધા અને સમજ ભળે તો એ સમ્યક્ રૂપે પરિણમે છે.

?આયંબિલથી આત્મશક્તિ ખીલે છે.

?આયંબિલ અનંતા કર્મોનો ક્ષય કરે છે.

?આયંબિલથી મન પર જીત મેળવી શકાય છે.

?આયંબિલ વિધ્નોને હરવાનો શ્રેષ્ઠ ઉપાય છે.

?આયંબિલથી ઉચ્ચ ગોત્ર કર્મનો બંધ થાય છે.

?આયંબિલ નિકાચિત કર્મોને અટકાવે છે.

?આયંબિલ આહાર પ્રત્યેના આગ્રહનું મારણ છે.

?આયંબિલ આહાર પ્રત્યેની આસક્તિને તોડાવે છે.

?આયંબિલથી અનંતા જીવોને અભયદાન આપી શકાય છે.

?આયંબિલથી અનાદિ અનંતકાળની અંતરાયો દૂર થાય છે.

?આયંબિલ અનાસક્તિથી અરિહંત સુધી લઈ જતી આરાધના છે.

?આયંબિલ બ્રહ્મચર્યમાં સહાયક બને છે. કેમકે વિગય અ વિકારનું કારણ છે, જ્યારે આયંબિલ વિકારનું મારણ છે.

?આયંબિલમાં સાકર અને તેલ-ઘી રહિતનો આહાર વાપરવાનો હોવાથી લીવરને થોડું રીલેકસેશન મળે છે, અને ઓછું વર્ક કરવું પડે છે.

?મેટાબોલીઝમ પ્રોસેસ ધીમી થવાથી લીવર આદિ ઓરગન્સને સક્ષમ બનવા માટેનો સમય મળી રહે છે.

?લીવરને લગતાં ઘણા બધાં પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જાય છે.

?શરીર સ્વાસ્થ્ય: આયંબિલ કરવાથી લોહી શુદ્ધ થાય છે.

?ડાયજેસ્ટિવ સિસ્ટમ પ્રોપર રહે છે.

?રેઝીસ્ટન્સ પાવર વધે છે.

?શરીરને ડિટોક્સિફાય કરે છે.

?શ્રદ્ધાથી આયંબિલ કરનારના ચામડીના કોઢ જેવા રોગો પણ દૂર થઈ શકે છે.

?ઑઈલ અને સુગર વિના પણ શરીરને પૂરતું પોષણ મળી રહે છે.

?માનસિક તથ્ય: સ્વાદ ગ્રંથીને કંટ્રોલ કરે છે.

?મનની ચંચળતા શાંત થાય છે, તેથી આવેગ, ઉદ્વેગ અને આક્રોશ પણ ઘટે છે.

?મનને રીલેકસ કરે છે. સ્ટ્રેસ લેવલ ઘટે છે, જેથી બ્લડપ્રેશર અને હાર્ટએટેકના ચાન્સિસ ઘટી જાય છે, શરીર અને મન બંને સ્વસ્થ રહે છે, પ્રસન્ન રહે છે, જે સાધનામાં સહાયક બને છે.


આયંબિલમાં નવ દિવસ નવ પદની આરાધનામાં શ્રદ્ધા સાથે ભાવ સાધના કરનારને અનેરી સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બાહ્ય ક્રિયા સાથે આંતરિક આરાધના અને જ્ઞાન ઉપાસના આત્મશક્તિને ખીલવે છે અને સકળ કાર્યને સિદ્ધ કરે છે. દ્રવ્ય સાધના સાથે ભાવ સાધનાનું બેલેન્સ મોક્ષની યાત્રાને સફળ બનાવે છે.


?આયંબિલની ઓળી?
?નવ પદની આરાધના?

?...નવ પદ એટલે...?

નમો અરિહંતાણં

નમો સિધ્ધાણં

નમો આયરિયાણં

નમો ઉવજ્ઝાયાણં

નમો લોએ સવ્વ સાહૂણં

નમો દંસણસ્સ

નમો નાણસ્સ

નમો ચરિતસ્સ

નમો તવસ્સ

નવ પદનું સ્મરણ, માળા, જાપ, સાધના દ્વારા આરાધનાને ઉત્કૃષ્ટ બનાવાય. આત્માને શુદ્ધ વિશુદ્ધ બનાવાય.


✳ પ્રથમ પદ

"નમો અરિહંતાણં...’ ના સ્મરણ સાથે અરિહંત પરમાત્માને નમસ્કાર કરી ભાવવંદન સાથે પ્રાર્થના કરવાની કે... ક્યારે અમે વિતરાગ દશાને પ્રગટ કરીએ... રાગ - દ્વેષથી મુક્ત અરિહંતતાને પ્રાપ્ત કરીએ!


✳ દ્વિતીય પદ

"નમો સિધ્ધાણં...’ અનંતા સિદ્ધ ભગવાનને નમસ્કાર કરી અંતરથી ભાવના ભાવવાની કે... હે ભગવાન! મારે પણ તારા જેવું નિષ્પાપ જીવન જોઈએ છે. મોક્ષમાં જીવન નથી માટે કોઈનો જીવ લેવાની વાત નથી. મારે કાયાથી મુક્તિ જોઈએ છે!


✳ તૃતીય પદ

"નમો આયરિયાણં...’ પદની આરાધના સાથે આચાર્યજીને વંદન નમસ્કાર કરીને ભાવના ભાવવાની કે... હે ભગવાન! પ્રવૃત્તિઓ તો મેં અનંતા ભવમાં અનંતી વાર બદલી છે. આ ભવમાં ગુરુકૃપાએ વૃત્તિઓ બદલાવી શકું એવી કૃપા કરજો!


✳ ચતુર્થ પદ

"નમો ઉવજ્ઝાયાણં...’ ના સ્મરણ સાથે ઉપાધ્યાયજીને નમસ્કાર કરીને ભાવના ભાવવાની કે... અમારા પર એવી કૃપા અને કરુણા કરજો કે અમારી અંદરમાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાય અને અમે પણ કેવળજ્ઞાન અને કેવળ દર્શનને પામીએ!


✳ પંચમ પદ

"નમો લોએ સવ્વ સાહૂણં...’ લોકમાં બિરાજમાન સર્વ સાધુઓને અને એમના ગુણોને નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે... હે ભગવાન! કોઈ પણ સાધુ-સાધ્વી પ્રત્યે અવિનય, અભક્તિ, અપરાધ કે અશાતના ન થાય એવી જાગૃતિ આપજો... એવી સાવધાની રાખી શકું એવી કૃપા કરજો!


✳ છઠ્ઠું પદ

"નમો દંસણસ્સ...’ દર્શન વિશુદ્ધિની ભાવના સાથે દર્શન ગુણને નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે... હે પરમાત્મા! જેનું જેવું સ્વરૂપ છે તે સ્વરૂપને જાણી શકું એવી સમ્યક્ દૃષ્ટિ મારામાં પણ પ્રગટે...!! આંખથી નહીં પણ આત્માથી દર્શન કરી શકું એવી દૃષ્ટિ મને પ્રાપ્ત થાઓ!


✳ સાતમું પદ

"નમો નાણસ્સ...’ જ્ઞાન પ્રાગ્ટયના ભાવો સાથે જ્ઞાન ગુણને વંદન નમસ્કાર કરીને પ્રાર્થના કરવાની કે... હે પરમાત્મા! જ્ઞાન, જ્ઞાની અને જ્ઞાનના સાધનો પ્રત્યે અહોભાવ પ્રગટાવી, જ્ઞાનાવરણીય કર્મોનો ક્ષયોપશમ કરવાનું સામર્થ્ય આપજો... મારો પુરુષાર્થ પ્રબળ બને અને મારામાં રહેલું અનંત જ્ઞાન પ્રગટ થાઓ!


✳ આઠમું પદ

"નમો ચરિતસ્સ...’ ચારિત્ર મોહનીય કર્મોના ક્ષયની ભાવના સાથે ચારિત્ર ધર્મને વંદન કરી દરરોજ એકવાર તો સ્મરણ કરવું કે... હે પ્રભુ! મારે તારો વેશ એકવાર પહેરવો છે! મારા અંત સમય પહેલાં મારા અંતરમાં દીક્ષાના ભાવ પ્રગટે... સંયમ લેવાના ભાવ પ્રગટે એવી કૃપા કરજો... એવી કૃપા કરજો!


✳ નવમું પદ

"નમો તવસ્સ...’ અવગુણ શુદ્ધિ અને આત્મશુદ્ધિના ભાવો સાથે તપ નામના ગુણને વંદન-નમસ્કાર કરી પ્રાર્થના કરવાની કે... હે ભગવાન! તપ દ્વારા મારે માત્ર કર્મોને જ નહીં, કર્મોના કારણને જ ખપાવવા છે, જેથી ફરી કર્મબંધ થાય જ નહીં. હે ભગવાન! તપ દ્વારા મારે ત્યાગ નથી કરવો, પણ અનાસક્ત ભાવ કેળવી વૈરાગ્યને પ્રાપ્ત કરવો છે. હે ભગવાન મને એવી શક્તિ આપજો!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED