Bhagwan ne patra books and stories free download online pdf in Gujarati

ભગવાન ને પત્ર

ભગવાન ને પત્ર

એક કુરિયર વાળો આજ સવાર થી જ કંઈક અસમજણ માં હતો .પણ આજે વાત કઈ કે અલગ હતી. આજે છેલ્લા ત્રણ વર્ષ માં ના બની હોઈ એવી ઘટના બની હતી. આજે એની પાસે આવેલો પત્ર એને ભગવાન ને પહોંચાડવાનો હતો. સરનામું હતું '' વિલેજ ગુંડેલ કરવેલા પાડા બોટાદ .'' સરનામું તો એની ખબર હતી. એ થોડી વાર ત્યાં પહોંચી પણ ગયો .

પૂજારી ના હાથ માં તેને પત્ર આપ્યો. સહી લઇ ને જતો રહ્યો . પૂજારી ને આશ્ચર્ય તો થયું પણ પત્ર તેને પોતાની પાસે રાખી લીધો.. પૂજારી ઘણો અસમજ્ણ માં મુકાઈ ગયો . પૂજારી વિચાર વા લાગ્યો પત્ર એ પણ ભગવાન ને ભગવાન ને કોણ પત્ર લખે. એને પત્ર બાજુ માં સાચવી ને મૂકી દીધો વિચાયુઁ સાંજે થોડો હળવો થઇ ને ખોલીશ પૂજારી ના ઘરે એ દિવસે સાંજે કોઈએ બારણું ખખડાવ્યું .પૂજારી એ બારણું ખોલ્યું. તો જોયું કે એ ગામ ના એક શિક્ષક હતા. પૂજારી એ એમને આવકાર આપ્યો. વાત વાત માં શિક્ષકે ભગવાન નો પત્ર એમની પાસે માંગ્યો. પૂજારી ને આશ્ચર્ય થયું ? કે શિક્ષક ને કેવી રીતે ખબર પડી, ત્યારે શિક્ષકે કહ્યું : આ પત્રો તેનેજ બાળકો પાસે લખાવ્યા છે . થોડાક દિવસો પછી પાછો પત્ર આવ્યો. આવી રીતે હવે મહિના માં 3-4 વાર પત્ર આવવા લાગ્યા. આને હવે એની પાછળ વાસ્તવિક ઘટના શુ છે તે પૂજારી જાણવાનો પ્રયાસ કરવા લાગ્યો

પૂજારી હવે થી આ બધા પત્ર ક્યાંથી અને કેવી રીતે આવે છે. તે વિષે ની માહિતી ને ભેગી કરવાનું ચાલુ કરી દીધું.એમાં એને ખબર પડી કે આ પત્ર એક શાળા થી આવતો હતો. શાળા માં જઈ ને તપાસ કરતા ખબર પડી કે આ પત્ર બધા વિધાર્થીઓ ભગવાન ને લખતા હતા . શિક્ષક પોતે આ પત્ર ને વિધાર્થી પાસે લખાવતા હતા .બધા વિદ્યાર્થી 7-8 વર્ષ ના હતા .તેમને એક વર્ગ માં આખા દિવસ માં એક વાર ભગવાન ને પત્ર લખવાનો હતો . પછી હર અઠવાડીએ આ પત્ર નો તેમને જવાબ આપવામાં આવતો .

પૂજારી એ આ બધું જોયું પછી એક પત્ર એના હાથ માં આવ્યો . એમાં લખ્યું હતું કે '' નમસ્તે ભગવાન ,મારુ નામ પિયુષ છે. તમે કેમ છો ? ગયા કાલે જે તમે મને નારિયેળ મોકલાવ્યું હતું એમાં પાણી નહોતું .'' બીજી વાર જોઈ ને મોકલાવજો '' બીજો પત્ર હતો માનસી નો '' હાઈ ગોપાલ જી, મારી માં ની તબિયત ખરાબ છે . પિતાજી પણ બવ ચિંતામાં રહે છે . મારી માં ને જલ્દી સાજી કરી દો હું તમને એક ચોકલૅટ આપીશ .'' આવા અલગ અલગ ઘણા પત્રો હતા .જોઈ ને એની આંખો માં આંસુ આવી ગયા. આ પત્ર લઇ ને એ પોતાના કામ માં પાછો લાગી ગયો .હવે એ ખુબ ઉત્સાહ થી પત્રો લેવા લાગ્યો

હકીકત માં આ બધા પત્રો એક શિક્ષક બાળકો પાસે લખાવતો હતો . એને થયું એક વાર આ બાળકો પાસે ભગવાન પાસે પત્રો લખાવું. એમની વાતો જાણવાનો પ્રયત્ન કરું.ધીરે ધીરે જતા બાળકો ને ભગવાન નો પત્ર પાછો મળતા બાળકો ખુશ થઇ જતા. અને એમનામાં નોંધપાત્ર સુધારા થવા લાગ્યા. હવે એની ઈચ્છા હતી કે એ આખા ગામ માં એવું કઈ કે કરવામાં આવે .જેથી લોકો પોતાના પ્રયત્ન થી પોતાની મુશકેલી નો અંત લાવી શકે.

એટલે એને આખા ગામ માં વાત ફેલાવી કે ભગવાન ને પત્રો લખો ભગવાન તમારી વાત નો જવાબ આપશે . ભોળા ગામ ના લોકો એની વાત પર આવી ગયા. આખા ગામ માં હોહા થઇ ગઈ . બધા ભગવાન ના મંદિર અને મસ્જિદ માં પત્રો નાખવા લાગ્યા. શિક્ષકે મસ્જિદ અને મંદિર ના પૂજારી ને સમજાવી દીધા. અને બધા લેટર નો જવાબ આપવાનું ચાલુ કરી નાખ્યું .

એક લેટર માં લખેલું હતું કે ''ભગવાન મારી સાસુ મને હેરાન કરે છે.'' એનું જવાબ એને આપ્યો કે :''કઈ વાંધો નહિ .તમે સાસુ ને વાત બધી માનવાનું ચાલુ કરી દો. ૧૫ દિવસે સુધી એનું કીધલું બધું માનો જે કે તેમ જ કરો કઈ પણ બોલ્યા વિના તમારી વાત માનવાનું સાસુ ચાલુ કરી દેશે પછી ૧૫ દિવસે પછી પત્રો લખજો.'' ૧૫ દિવસે પછી જવાબ આપ્યો કે : ભગવાન તમે તો કમાલ કરી નાખી મારી સાસુ મારી બધી જ માનતી થઇ ગઈ છે. તમે તો જાદુ કરી નાખ્યો.

આવા કઈ ક કેટલા પત્રો રોજ ને રોજ આવવા લાગ્યા. લોકો ના દુઃખો દૂર થવા લાગ્યા. એક બીજો પણ પત્રો આવ્યા. ''ભગવાન મારા પરિવાર ઉપર ઘણી મોટી આફત આવી છે .મારા પત્ની એને બાળકો બવ બીમાર છે . મારી પાસે એટલા રૂપિયા નથી કે હું એને આપી શકું. હું શું કરું. ''

આ વાત સાંભળી શિક્ષક મુશ્કેલી માં મુકાઈ ગયો. એ માણસ ને ૧૫ લાખ ની જરૂર હતી.આટલા રૂપિયા લાવવા ક્યાંથી એ વિચાર માં હતો. એટલે એને એક ડૉક્ટર ની સલાહ લીધી . મોટા શહેર નો જાણીતો ડૉક્ટર એનો દોસ્ત હતો.ડૉક્ટર એની વાત સાંભળી ગદગદ થઇ ગયો. ડૉક્ટર મોટા દિલ નો હતો. આવા ઘણા ઓપરેશન ફ્રી માં કરી આપતો હતો . એને ચાલાકી થી એના ગામ માં ડૉક્ટર ને બોલાવી ફ્રી ચેક એપ અને ઓપરેશન નો કેમ્પ ખોલી નાખ્યો. જેથી બધા ગામ ના લોકો એ ત્યાં પોતાની મુશ્કેલી દૂર કરી.

આવી રીતે ઘણા લોકો ભગવાન ની વાત માની પોતાની મુશ્કિલ ની દૂર કરવા લાગ્યા .ધીમે ધીમે આ વાત બીજા ગામ સુધી પહોંચી ગઈ. લોકો ની આ વાત મતલબ વગર ની લાગવા લાગી. લોકો પોલીસે ની આ વાત જણાવી .પોલીસે પોતાની રીતે તપાસ કરવાની શરૂવાત કરી નાખી. શિક્ષક ની આ વાત ની જાણ થઇ કે પોલીસે આ વાત ની તપાસ કરી રહી છે .એટલે એને પત્રો નો જવાબ આપવાનું બંધ કરી દીધું . અને બધા લોકો પૂજારી ની પણ સમજાવી દીધા પોતે ગામ છોડી ની ચાલ્યો ગયો .

હવે લોકો ના પત્રો નો જવાબ મળતો ના હતો. લોકો ની આ વાત નું ટેન્શન આવવા લાગ્યું હતું . લોકો માનતા, ધાગા- ડોરા ની ઉપવાસ રાખવા લાગ્યા . લોકો ના પ્રશ્નો નો જવાબ મળતો ના હતો .એટલે લોકો એ ગામ ના મુખી પાસે જઇ ને આ વાત કહી. ગામ ના લોકો આખો દિવસે ભગવાન ના પત્રો ની રાહ જોઈ ને બેઠા રહેતા .ત્યારે ગામ માં એક સંત નું આગમન થયું . ગામ ના લોકો શ્રદ્ધા થી તેમની પાસે જઈ ને બેઠા . ગામ ના લોકો એ પોતાની મુશ્કેલી જણાવી .ગામ ના મોટા લોકો એ પણ સંત ને આ માટે નું ઉપાય સૂચવવા કહ્યું. સંત નિઃસ્પૃરુહી હતા . તમને ભોળા ગામ લોકો પાર દયા આવી .તેમને એ પણ ખ્યાલ આવી ગયો કે આ કામ કોઈ સારા માણસ નું હોઈ શકે છે .જો કે શિક્ષક ની અચાનક બદલી થતા કોઈ ને એના પર શક નહોતો ગયો. સંત એ ગામ ના લોકો ને ઉપાય સૂચવ્યો કે

હવે થી દરેક ગામ ના બધા લોકો ને વારાફરતી પોતાની વાત કહેવાનો અવસર મળશે. જો કોઈ પણ પણ મુશ્કેલી હોઈ તો આખા ગામ ના સમક્ષ પોતાની વાત રજુ કરાશે.ગામ માં લોકો બધા સાથે મળી ને એનો ઉપાય કાઢશે. લોકો એ સંત ના આ નિર્ણંય ને વધાવી લીધો.લોકો એ ખુબ આદર પૂર્વક સંત નું સ્વાગત કર્યું . પછી સંત ઉપદેશ આપી પોતાના સ્વસ્થાને જતા રહ્યા . અને એક શિક્ષક નો વિચાર આખા ગામ નું ઉદ્ધાર કરનારો બન્યો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED