અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 3 Parth Toroneel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 3

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી

ભાગ – ૩

(નિતિન રિલાયન્સ પેટ્રોલ પંપ આગળ ગાડી ઊભી રાખે છે. પેટ્રોલની ટાંકીનું ઢાકણ ખોલવા તે દરવાજો ખોલે છે તો એ સ્ત્રી ત્યાંથી ગાયબ થઈ ગઇ હોય છે. નિતિન પેટ્રોલ અટેન્ડન્ટને એ સ્ત્રી વિશે પૂછતાજ કરે છે. તે કહે છે કે તેણે કોઈ સ્ત્રીને ગાડીમાં બેઠેલી જોઈ જ નહતી. બંનેની વાતચીત દરમ્યાન ચંદન નામની એક વ્યક્તિ ત્યાં આવે છે. અચાનક ગાયબ થઈ ગયેલી સ્ત્રીનો દેખાવ, સ્થિતિ અને જગ્યાનું વર્ણન તેના મોઢેથી સાંભળીને નિતિન આશ્ચર્યમાં મુકાઇ જાય છે. ચંદન એ સ્ત્રી સાથે બનેલી ઘટના કહેવાનું શરૂ કરે છે... હવે આગળ...,)

ચંદને મસાલાની લાલચોળ પિચકારી બાજુમાં મારી, હોઠ લૂછીને વાત કહેવાની શરૂ કરી,

“તીન મહિને પહેલે કી યે બાત હૈ સાહબ, ઉસ ઔરત કા નામ તો માલૂમ નહીં હે, લેકિન અખબારમે ખબર છપી થી કી વો શાદીશુદા ઔરત થી. કરીબ સત્તાઇસ-અઠ્ઠાઇસ કી ઉમ્ર થી. પાંચ-છે સાલ કી એક બચ્ચી કી મા ભી થી વોહ... ઉસ દિન સાહબ, પૂરે ફેમેલી કે સાથ વો લોગ કિસી કી સાદીમે સે લૌટકે ગાડીમે આ રહે થે. તબ કરીબ એક-ડેડ કા સમય રહા હોગા. અચાનક સે ઉનકી ગાડી બીચ રસ્તેમે હી બંધ પડ ગઈ! ઠંડ કા મૌસમ ચલ રહા થા. રાત કા વક્ત થા ઔર બિલકુલ સૂમસામ સી સડક થી. ઉસકે પતિને ગાડીસે ઉતરકે નજદીકમે ગાડી ઠીક કરવાને કે લિયે કોઈ મિકેનિક કા ગૅરેજ ઢૂંઢને કે લિયે આસપાસ નજર દૌડાઈ, પર કુછ મદદ મિલે ઐસા દિખાઈ ન દિયા. ગાડીમે ઉસકી બચ્ચી સોઈ હુઈ થી ઔર વોહ ઔરત ભી ઉસકે સાથ ગાડીમે બેઠી થી. ઉસકા પતિ રોડ પે હાથ હિલાતે મદદ માંગ રહા થા, પર સાહબ, ઇતની રાત કો મદદ કે લિયે કૌન ગાડી રોકેગા? વોહ ભી દાંત ઠીઠુરને લગે ઐસી ઠંડમે!"

"પર ફિરભી સાહબ, સાઇડ વાલે રોડ પે જા રહે એક બાઇકવાલા દિખા તો ઉસને તુરંત આવાજ લગાઈ. બાઇકપે તીન લોગ સવાર થે. વોહ તીનો બાઇક વહાં રખકે, જૈસે નયા શિકાર દિખ ગયા હો ઐસે દોડે ચાલે આયે. વોહ આદમીને તીનો કો ગાડી કે ખૂલે બોનેટમે જો કુછ એન્જિનમે ઠીક કરને કા યા ફીર કોઈ સ્પેર-પાર્ટસ નજદીક સે મિલજાય ઇસકે બારે મે પૂછા તો એકને કહા કી હમારા ગૅરેજ યહાં નજદીક મે હી હૈ.”

“પર સાહબ, જબ વોહ આદમી ઉન દો લોગો કો એન્જિનમે હુઆ મસલા સમજા રહા થા તબ વોહ તીસરેવાલા, જો હટ્ટાકટ્ટા આદમી થા ઉસકી બૂરી નજર ગાડી કે અંદર બેઠી હુઈ ઔરત પે પડી! સાદીમે સે લૌટકર વોહ લોગ આ રહે થે તો ઉસ વક્ત વોહ ઔરતને સોનેકે દાગીને હાથ, ગલે... સબ જગહપે પહેને હુએ થે... ઉસને ગાડી કે અંદર ઔર આસપાસ સબ જગહ નજર લગાકે પતા લગા લિયા કી યે મૌકા કોઈ બડી લૌટરી સે કમ નહીં હૈ અગર ઉસે અચ્છે સે પ્લાન કિયા જાય તો. ઉસ ઔરત કા પતિ ગાડીમે હુએ મસલે કો ઉન દોનો કો બતા રહા થા લેકિન સાહબ..., વોહ દોનો કે દિમાગમે કુછ ઔર હી પ્લાન બન રહે થે."

"વોહ તીનો અસલમે કોઈ મિકેનિક વાલે નહીં થે સાહબ, મોકે કો દેખ કર વહ તીનો મિકેનિક હોનેકા દિખાવા કર રહે થે. અસલ મે તો વોહ તીનો કે તીનો ખૂંખાર ચોર થે! તીનોને ઉસ આદમી સે એક ઘંટે મે સ્પેર-પાર્ટ્સ લેકર વાપીસ આને કા કહા, ઔર ફીર વહાં સે ચલે ગયે. લેકિન સાહબ... વોહ લૉગ કુછ ઔર હી પ્લાન બના કે આધે ઘંટે મે હી બાઇક પે દો લૉગ વાપીસ આ ગયે. તીસરા ઉનકે સાથ નહિ આયા થા. દો લૉગ જૈસે આતે હુએ દિખે તો વોહ આદમી તો બહોત ખુશ હો ગયા, લેકિન ઉસકે સાથ ક્યાં હોને વાલા થા ઉસકા તો ઉસે જરા સા ભી અંદાજા નહીં થા. વોહ દો લૉગ બોનેટમે કુછ ઊલટ સૂલટ કરતે રહે, ઔર વોહ આદમી એન્જિન પર ટોર્ચ કા પ્રકાશ દેતે હુએ ખડા થા. વોહ દોનો કો ગાડીમે કુછ ઠીક કરના આતા નહીં થા ઉસકા પતા જબ વોહ આદમી કો લગા તબ ઉસને કહા 'આપ કો એન્જિન કે બારે મે કુછ પતા ભી હે યા બસ ઐસે હી...' બોલ રહા થા તભી હી ઉસકે સર કે પીછે જોર સે હોકી સ્ટિક તીસરે વાલે આદમીને મારી...! વોહ જરા સા પીછે ગુમા ઔર ઝાડ કી ડાલ કી તરહ બેહોશ હોકર જમીન પર ગિર પડા!

“ઉસકી પત્ની ગાડીમે સે તબ બહાર નિકલ ચૂકી થી. વોહ ગાડી કે આગે આ કર જેસી ઉસકી નજર ઉસકે પતિ કે ખૂન સે રંગે સિર પર પડી તબ વોહ ગલા ફાડ કર ચીલ્લાઇ ઉઠી...!! રાસ્તેમે આતા કોઈ ગાડીવાલા દેખ યા સુન ન લે ઉસકે પહેલે વોહ હટ્ટાકટ્ટા આદમીને તુરંત હી વોહ ઔરત કા ગલા દબોચ લિયા! ગાડીમે સોઈ હુઈ વોહ છોટીસી લડકી ભી આવાજ સુન કર જાગ ગઈ... એક આદમીને ઉસકો પકડકે ચૂપ કરાને લગા ઔર દૂસરે દોનો ગીધ કી તરહ ઉસ ઔરત પે તૂટ પડે થે,”

“ફીર તો સાહબ, વોહ બેચારી અકેલી ઔરત કો જમીન પર ગિરા કર, એક થા વોહ સોને કે દાગીને નિકાલ રહા થા, ઔર વોહ હટ્ટાકટ્ટા ઉસ ઔરત કે હાથ-મુહ પે કસ્સકે રૂમાલ બાંધ કે સારે કપડે ઉતાર કે હેવાનીયત સે બલાત્કાર ગુજાર રહા થા. તીનો ને એક કે બાદ એક ઉસ ઔરત પે બલાત્કાર કિયા ઔર ફીર ઉસકો કંપકંપાતી ઠંડમે મરને કે લિયે છોડ દિયા. બીના કપડોમે... તીનો ને ગાડી કા કોનેકોના છાન કર સારી કિંમતી ચીજે નિકલ કે બાઇક પે નિકલ ગયે." કહી ચંદને આછો નિસાસો નાંખ્યો. તેણે ગજવામાંથી બાંધેલા મસાલાનું દડું કાઢ્યું.

"ઔર વોહ છોટી લડકી કા ક્યાં હુઆ...?" મેં ભારે જિજ્ઞાસાવશ પૂછી લીધું.

"વોહ આદમીને ઉસકો ગાડી કી ડીકીમે ડાલ દિયા થા. જિંદાથી વોહ બેચારી." ચંદને હથેળી પર મસાલાનું દડું ઘસતા કહ્યું. એ સમયે તેના મસાલાની તલબ કરતાં બાકીની ઘટના જાણવાની મારી તલબ સતત વધી રહી હતી, મેં તરત જ તેને પૂછ્યું, "ઔર વોહ ઔરત કા પતિ? જિંદા તો તીનો થે ના...!?"

તેણે મસાલો હથેળીમાં લઈને મોઢામાં ઓર્યો. પછી બંને હથેળી ઘસીને કહ્યું, “જી સાહબ, જિંદા તો તીનો થે, પર ઉસ ઔરત કો લગા કી વોહ લોગોને ઉસકે પતિ ઔર લડકી કો ભી માર ડાલા હોગા, પર વોહ જૈસેતૈસે લંગડાતી હુઈ ખડી હોકર ઉન દોનો કો બાવરી હોકર ઢૂંઢને લગી... ઉસકી છોટી બચ્ચી ન મિલને પે વોહ આધી પાગલ સી હો ગઈ થી. તીન તીન લોગો કા બલાત્કાર સહ કર, ઔર ઉસકે પતિ કો જમીન પે ખૂન સે બેહોશ પડા હુઆ દેખ કર વોહ અંદરસે માનો તૂટસી ગઈ થી... ગાડી કે આગે ઉસકે પતિ કો સર હિલાતે હુએ દેખ કર વોહ મદદ કે લિયે સડક કે બિચ્ચો બિચ્ચ હાથ હિલાતી હુઈ ખડી હો ગઈ! ગાડી રોક કર મદદ માંગને કે લિયે... લેકિન સાહબ, રાત કે વક્ત ટ્રક ડ્રાઈવર લૉગ દારૂ પી કર ન ચલાતે હો તો હી તાજ્જુબ કી બાત હૈ. ગાડી એક બાર સ્પીડ પે ચલ રહી હો તો રોકને કી તકલીફ શાયદ હી વોહ લૉગ કભી ઉઠાતે હોગે... ટ્રકવાલા ઉસ ઔરત કો દેખ કર બ્રેક લગાયે ઉસકે પહેલા તો સાહબ..." દુ:ખદ ચહેરે માથું ધૂણાવતા ચંદને બાજુમાં લોહી જેવી લાલગુમ પિચકારીનો દદૂડો કર્યો, પછી આગળ કહ્યું,

"સાહબ, વોહ ટ્રક કે ટાયર કે નીચે... માનો રોટી કી તરહ પૂરી કૂચલ ગઈ... ટ્રક જેસે બડે લોડેડ વેહિક્લ્સ કી બ્રેક તુરંત નહીં લગતી સાહબ... બડી દેર કે બાત ગાડી રુકતી હૈ... લેકિન તબ તો સારા ખેલ ખતમ હો ચુકા થા... તબ સે સાહબ, વોહ ઔરત કી આત્મા વહાં ભૂત બન કર ફિરતી રહેતી હૈ... જહાં ઉસકી બોડી કૂચલ ગયી થી વહાં, ડિવાઇડર પે બેઠ કર સડક કે બિચો બીચ તાડ તી રહેતી હૈ. અપની મરી હુઈ લાશ પે... સાહબ, બહોત હી બૂરી હાલત મે વોહ મરી થી... ઉતની ઠંડમે તીન લોગો કા બલાત્કાર ઉસ પર હુઆ હોગા તબ ઉસકી હાલત કેસી રહી હોગી વોહ સોચ કર હી મેરે તો રોવટે ખડે હો જાતે હૈ... ફીર ટ્રક કે નીચે આ કર મોત હોના... ભગવાન ઉસકી આત્મા કો મુક્તિ દે... બેચારી કા ક્યાં ગુના થા...? ફિરભી સાહબ. ક્યા કરે...!" માથું ધૂણાવી તેણે અધમણનો ઉનો નિશ્વાસ મૂક્યો...

"વોહ આદમી ઔર બચ્ચી કા ક્યાં હુઆ ફીર...?"

"વોહ ટ્રકવાલે ને પુલિસ કો ફોન કરકે તુરંત વહાં બુલા લિયા, ઈન્સ્પેકટર કે સામને ડ્રાઈવરને સબ કબૂલ કિયા ઔર વોહ આદમી ઔર બચ્ચી કો અસ્પતાલમે દાખિલ કિયા... દોનો જિંદા હૈ સાહબ..."

ચંદને એ સ્ત્રીની કહેલી સત્યઘટના સાંભળીને મારા મનમાં દુ:ખદ ભાવનું વાદળું ઘેરાઈ વળ્યું હતું. મેં ન્યૂઝમાં આ ઘટના બની હોવાનું મથાળું ક્યાંક વાંચેલું હતું, પણ આખી ઘટના જાણવાની તસ્દી નહતી લીધી. પહેલેથી જ હું સમાચાર ખાસ વાંચતો નહીં. ખાસ કરીને જિલ્લા સમાચારની પૂર્તિઓ. મગજ બગાડી નાંખે એવા ખૂન, ઝઘડા, ચોરીના સમાચાર હોય અને લાશો ઢાંકેલા ફોટો જોઈને મને છાપા પર નફરત થઈ જતી. પણ આ સ્ત્રી સાથે બનેલા બનાવે મારા ભીતરમાં કશુંક ખળભળાવી મૂક્યું હતું. ભટકતા આત્માનો નજરો નજર બિલકુલ વાસ્તવિક અનુભવ થવો એ મારા માટે ચોંકાવી મૂકનારી ઘટના હતી. એ સ્ત્રીનો દેખાવ જોઈને મને એનો રડતો ઘોઘરો અવાજ સાંભરી આવતો. ઝીંથરિયા વાળમાં છુપાયેલો બિહામણો ચહેરો યાદ આવતા આજેય ભયનું લખલખું વીજળીની જેમ શરીરમાં દોડી જાય છે.

હું ત્યાંથી નીકળતો હતો ને ગાડીમાં ફોનની રિંગ વાગી. ગાડીમાં બેસતા મારું હૈયું ભયથી થડકી ઉઠ્યું!

***

(આગળની રોમાંચક હોરર કહાનીમાં શું થાય છે એ જાણવા વાંચો ભાગ – ૪...)