Adhuri Ichchha - 5 books and stories free download online pdf in Gujarati

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી - 5

અધૂરી ઈચ્છા : અ ઘોસ્ટ સ્ટોરી

ભાગ – ૫

(નિતિન એ રાત્રે પેટ્રોલ પુરાવીને ઘરે નીકળ્યો. ગાડીમાં બેસતા જ મોબાઈલની રિગ વાગી. તેજલ સાથે થોડીક લવી-ડવી વાત થઈ. ત્યાર બાદ નિતિનના મોબાઇલમાં UNKNOWN નંબર પરથી એક મેસેજ આવે છે. થોડીક ક્ષણ બાદ નિતિન ગાડીના રિયર મિરરમાં દેખે છે તો.... પાછળની સીટ પર એ સ્ત્રીનું ભટકતું પ્રેત બેઠેલું દેખાય છે. તે ઘોઘરા ફાટેલા અવાજમાં “મુક્તિ અપાવ...!! છૂટવું છે મારે અહીંથી...!!” કહી ચાલુ ગાડીમાંથી એ પ્રેત બહાર નીકળી જાય છે. નિતિન એ અલૌકિક દ્રશ્ય દેખીને ગાડી ફૂલ સ્પીડમાં મારી મૂકે છે. બીજે દિવસે તે તેના મોબાઈલમાં UNKNOWN નંબર પરથી આવેલા મેસેજમાં લખેલા નંબર પર ફોન કરે છે. મેસેજમાં લખેલા નામનો જ વ્યક્તિ, વિક્રમ ચૌહાણ ફોન ઉપાડે છે. નિતિન તેના સાથે ગઇકાલ રાત્રે બનેલી ઘટના કહી સંભળાવે છે. વિક્રમ નિતિનની વાત સાંભળી તેને રૂબરૂ મળવાનું કહે છે. નિતિન વિક્રમને મળવા તેના ઘરે જાય છે. હવે આગળ.... )

ગાડી લઈને સાંજે પાંચ વાગે હું તેમના ઘરે પહોંચ્યો. હીંચકા પર છએક વર્ષની છોકરી, બ્રાઉન ટેડીબેર ખોળામાં લઈને એકલી એકલી રમતી હતી. ઘરમાંથી બહાર આવતા વિક્રમે મને જોઈને મારું નામ પૂછ્યું. જરાક અછડતું સ્મિત કરીને મને અંદર બોલાવ્યો. પ્રવેશદ્વારની બંને બાજુ શુભ-લાભ અને દરવાજાની વચ્ચે લાકડાના ગણપતિ બેસાડ્યા હતા. બેઠકખંડમાં પ્રવેશ કરતાં જ સામેની દીવાલ પર એ સ્ત્રીની મોટી છબી લટકેલી દેખાઈ. જેની પર તાજા ફૂલોનો હાર ચડાવેલો હતો. એ સ્ત્રીનું નામ નિર્મલા હતું. હું સોફામાં બેસી ઘરનું નિરીક્ષણ કરવા લાગ્યો. ઘરનું વાતાવરણ બિલકુલ સ્તબ્ધ હતું. સૂનકારથી ભરેલું; કદાચ સ્ત્રી વિના ઘર જાણે જીવ ઊડેલા શરીરની જેમ બેજાન બની પડ્યું રહેતું હશે.

પાણીનો ગ્લાસ આપી, વિક્રમે સોફામાં બેસતા કહ્યું,

“હું ભૂતપ્રેતની વાતોમાં બિલકુલ નથી માનતો નિતિનભાઈ, પણ...” તેમણે બહાર બેઠેલી તેમની દીકરી તરફ જોઈને મને કહ્યું, “ક્યારેક મારી દીકરી, શ્વેતાને સપનામાં તેની મમ્મી દેખાતી હોય એવું કહેતી રડતી હોય છે. સપનામાં શ્વેતા તેની સાથે વાતો કરે છે એવું મને ઘણીવાર સવારે ઉઠતાં તો કેટલીક વાર અડધી રાત્રે મને ઉઠાડીને કહેતી હોય છે. ક્યારેક તો ઊંઘમાં જ રડવા-બબડવા લાગે છે. મારી વાઈફના ડેથ પછી હું માનસિક રીતે ખૂબ ભાંગી ગયેલો. અને શ્વેતાને રાત્રે રડતી અને તેના સપનામાં તેની મમ્મી સાથે કરેલી વાતો સાંભળીને હું ખૂબ ટેન્શનમાં આવી ગયેલો. ઘર બદલી દઈ બીજા શહેરમાં જતાં રહેવું હતું, પણ શ્વેતાને આ ઘર છોડવાની બિલકુલ ઈચ્છા નહતી. તેની સાથે વિતાવેલી યાદો આ ઘર સાથે જોડાયેલી હતી.”

મેં જિજ્ઞાસાવશ અધૂરા વાક્યમાં પૂછ્યું, “તમારી બેબીને સપનામાં આવતી કઈ વાતો કહેતી એ વિશે જરા...”

“સપનામાં આવતી એક જ વાત તે સતત રિપીટ કરતી : જ્યાં નિર્મલાનું ડેથ થયું હતું ત્યાં એને મળવા જવાનું કહે છે. રાત્રે સાડા બારથી અઢીના સમયગાળા વચ્ચે. અને એ સમયમાં જ એને સપના આવતા...”

સાંભળીને મારી આંખોના પોપચાં અચરજથી પહોળા થઈ ગયા! એ સમયગાળામાં જ તે મને દેખાઈ હતી.

તેમણે આગળ કહેવાનું ચાલુ રાખ્યું, “નાના બાળકની બાલિશ વાતો અને સપના પણ એમના જેવા ભોળા હોય. એટ્લે એટલી મોડી રાત્રે એને ત્યાં લઈ જવા મારો જીવ ના પાડતો હતો. કાળજું કંપાવી મૂકે એવી લાશના દ્રશ્યો અને તેની સાથેની જોડાયેલી યાદોમાંથી હજુ હું બહાર નીકળી શક્યો નથી...” કહેતા એમના અવાજમાં ભીનાસ ભળી, “...ઇટ વોઝ લાઈફ શેટરિંગ નાઈટ ફોર અસ... વી હેડ નેવર એવર થોટ ધેટ સમથિંગ ટેરિબલ વૂડ હેપન ટુ અસ ધેટ નાઈટ. સિકિંગ હેલ્પ ફ્રોમ સ્ટ્રેન્જર રૂઇંન્ડ આવર લાઈફ! એ ઘટના ભૂલવી મારે માટે અશક્ય છે. અને એ સ્થળની ખરાબ યાદો ફરી તાજી કરવા હું કોઈ સંજોગોમાં મારી દીકરીને ત્યાં લઈ જવા નથી ઈચ્છતો... ધોઝ આર પેઇનફૂલ મેમરીઝ ફોર મી... મારે એ રાતની ખરાબ યાદો ભૂલવી છે, અને એની સાથે વિતાવેલી યાદગાર પળોને જીવંત રાખી બસ એના સહારે જ જીવવું છે... આઈ કાન્ટ ગો ધેર વિથ માય ડોટર... આઈ જસ્ટ કાન્ટ...” કહેતા તેમની આંખોમાં અશ્રુબુંદ ભરાઈ આવ્યા.

મારે એમની સાથે એવી કંઈ નિકટ લાગણીનો સંબંધ નહતો, છતાં પણ હું એમની દુ:ખદ વાત સાંભળીને ભાવુક થઈ ગયો. મેં એમના ઢીંચણ પર સાંત્વનાભર્યો હાથ મૂકી લાગણીભીના સ્વરે કહ્યું, “આઈ નો ઇટ્સ હાર્ડ ફોર યુ ટુ મુવ ઓન, બટ નાઉ, યુ હેવ ટુ બી સ્ટ્રોંગ ટુ ફેસ ધ રિયાલીટી. ઓન્લી ટાઈમ કેન હિલ યોર વુન્ડ્સ...”

પીગળી રહેલી હૈયાકેરી અંત:લાગણીઓથી બેઠકખંડનું વાતાવરણ ભાવભીનું બની ગયું હતું. તેમની દીકરી બહારથી દોડતી આવીને એમના બાજુમાં લપાઈને બેસી ગઈ. તેમણે શ્વેતાને ખોળામાં લઈને વ્હાલભર્યું ગાલ પર ચૂમી લીધું. ભીની આંખોએ પાંપણો પલકાવતાં તેમણે તેમની પત્નીની છબી સામે જોઈને કહ્યું,

“મારી દીકરીના એકના-એક સપનાની વાતો પાછળનું રહસ્ય, તમારા સાથે એ રાતે એ ઘટનાનું બનવું, UNKNOWN નંબરથી મારો કોન્ટેક કરીને અહીં આવવું – આના પાછળ જરૂર તેનો કોઈ સંકેત રહેલો છે, જે કંઈક કહેવા માંગે છે. તેની ઈચ્છા ક્યાંક અધૂરી રહી ગઈ છે. એટ્લે જ એનો જીવ મુક્ત નથી થઈ શક્યો એવું કદાચ હોઈ શકે...”

“બિલકુલ, તેમના આખરી શબ્દોએ એમની અધૂરી ઈચ્છા વ્યક્ત કરી હતી. એમના જીવને મુક્તિ મળે એ માટે હવે શું કરવું એ તમારે જ વિચારવું પડશે વિક્રમભાઈ... જીવનમાં દરેક ક્ષણે સારા ખરાબ પડાવો આવતા જ રહે છે. સારા દિવસો તરત પસાર થઈ જાય, પણ દુ:ખદ દિવસો જલ્દી વિતતા નથી... લાઈફ ઈઝ નેવર ફેર ટુ એનીવન. વી જસ્ટ હેવ ટુ બી સ્ટ્રોન્ગ ફ્રોમ ઈન્સાઇડ. ધીસ ઈઝ ધ લાઈફ. ઇટ્સ ગોઝ ઓન એન્ડ ઓન... એન્ડ વી હેવ ટુ મુવ વિથ ઈટ... વિક્રમભાઈ, તમારી વાઈફને તમારી જરૂર છે. બસ એક વાર ત્યાં જઇને એમની અધૂરી ઈચ્છા પૂરી કરી દો. તમને અને તમારી દીકરીને સહિસલામત જોઈને એમનો આત્મા મુક્ત થશે. ઈચ્છાઓ જ તો બધા બંધનનું મુખ્ય કારણ હોય છે. એમની આખરી ઈચ્છા પૂરી કરી એમનો આત્મા ત્યાંથી છૂટી જશે.”

જ્યારે મેં ઘરમાં પ્રવેશ કર્યો હતો ત્યારે દરવાજાની બંને બાજુ શુભ-લાભ અને ગણેશજીની તકતી પ્રવેશદ્વાર પર મૂકેલી હતી એના પરથી અંદાજો લગાવતા કહ્યું, “વિક્રમભાઈ, તમે કદાચ ધાર્મિક ન હોવ, પણ જો તમારી વાઈફ ધાર્મિક હોય તો, ઘરમાં યજ્ઞની ધાર્મિક વિધિઓ થશે તો તેમની આત્માને જરૂર શાંતિ મળશે...”

એમણે વિચારમને હકારમાં માથું હલાવતા મંદ સ્મિત કર્યું.

ઘડિયાળમાં સમય જોઈને હું ઘરે નીકળવા ઊભો થયો. મેં દરવાજા બહાર નીકળી ગાડીમાં બેસવા દરવાજો ખોલ્યો ત્યારે એમણે બહાર દરવાજે આવીને કહ્યું,

“નિતિનભાઈ, હું એને હવે વધુ તકલીફમાં નથી રાખવા ઈચ્છતો. આઈ વોન્ટ ટુ સેટ હર સોલ ફ્રી... અમે બંને આજે જવાના છીએ... આજે રાત્રે અમારી સાથે તમે આવશો તો...?”

મેં સ્મિત કરીને હકારમાં માથું હલાવ્યું. “સ્યોર,”

એમણે સહસ્મિત કહ્યું, “બી રેડી એટ ટેન...”

પછી હું ત્યાંથી ઘરે જવા નીકળ્યો.

***

ઘરે પહોંચીને સાંજનું ડિનર કર્યા બાદ મારી સાથે બનેલી ઘટના તેજલને કહી દેવાની ભારે ઈચ્છા જાગી ઉઠી હતી. તે બેડરૂમમાં બેડ પર બેસી ટીવી જોઈ રહી હતી. તેજલને કેવી રીતે કહું આ ઘટના? – એની મૂંઝવણ મારા મનમાં ગૂંચવાતી હતી. જો એને કહીશ તો મને આટલી મોડે રાત્રે બહાર જવા દેશે કે નહીં? કે પછી કોઈ બહાનું કાઢી નીકળી જાઉં!? અને કામ પૂરું થઈ જાય ત્યાર પછી બધું વિગતવાર તેને કહીશ... ના ના... તેજલથી મેં આજ સુધી કશું જ છુપાવ્યું નથી, તો પછી આ કામ છુપાવવા શું કામ આટલું બધું વિચારું છું? મારે તેને વાત કહી જ દેવી જોઈએ એ નિર્ણય પર આવીને મેં ગળું ખોંખારતાં કહ્યું...

“તેજલ...”

ટીવીમાં નેટફ્લિક્સ પર ચાલતો તેનો ફેવરિટ ટીવી શો તે પૂરી તલ્લીનતાથી જોઈ રહી હતી. મારા સામે જોયા વિના તેણે હાંકારો કર્યો.

ગંભીર વાત કહેવા મેં તેની બાજુમાં પડેલું રિમોટ લઈને તરત જ ટીવી ઓફ્ફ કરી દીધું. થોડીક નોકજોક બાદ મેં ગંભીર ચહેરે તેને આખી ઘટના કહી સંભળાવી. આખી ઘટના સાંભળ્યા બાદ તેજલ મારા સામે ગભરાયેલી નજરે જોઈ રહી હતી.

તેણે ડરેલા અવાજમાં કહ્યું, “નિતિન પ્લીઝ, આવું બધું કહીને જો તમે મને ડરાવા ઇચ્છતા હોવ તો તમારી આ બકવાસ ભૂતડાઓની સ્ટોરી હું સહન નહીં કરી લઉં! મને તમારી આ પ્રકારની ક્રિપી મજાક બિલકુલ પસંદ નથી... આવા પ્રકારની વાતો સાંભળીને...” તેણે ડરેલા ચહેરે ઓશીકું ખોળામાં દબાવતા કહ્યું, “...આઈ ફિલ સ્કેર્ડ વેન આઈ એમ અલોન. મનમાં પછી એવા જ વિચારો ફર્યા કરે છે. નિતિન, ટેલ મી, વોટએવર યુ સેઈડ એબાઉટ ધેટ વુમન વોઝ નથિંગ, બટ એન એબ્સર્ડ જોક...” તેણે એકદમ ગંભીર ચહેરે ઢીલા અવાજમાં કહ્યું.

મેં આંખો મીંચી આછો નિશ્વાસ નાંખ્યો. ઓશિકાને વીંટાળેલો તેનો હાથ મારા હાથમાં લઈને ગંભીર, પણ વિશ્વાસ અપાવતા સ્વરે કહ્યું, “તેજલ, ઇટ્સ અ રિયલ ઇન્સિડેંટ. મેં મારી આંખો સામે બનતો દેખ્યો છે. અને તને ખબર છે કે હું ભૂતપ્રેત જેવી સ્ટુપિડ વાતોમાં માનું એવો બિલકુલ નથી, છતાં હું આજે તને આ વાત કહી રહ્યો છું એ કંઈ ખાલી એમ જ થોડી કહું?”

“તમે મને ડરાવવા કહેતા હોવ તો મને શું ખબર પડે? આઈ ડોન્ટ બિલિવ ઇન યોર મેડ અપ નોનસેન્સ. ડોન્ટ એવર ટેલ મી સચ ટાઈપ ઓફ ક્રિપી ઇન્સિડેંટ્સ. ઇટ્સ ફ્રિક મી આઉટ વેન આઈ એમ અલોન! ઇટ્સ ટેક્સ લોંગ ટાઈમ ટુ ગેટ ઓવર વિથ ઈટ...” તેણે ગભરાયેલા અને મારાથી નારાજ થયેલા ભાવે તેનું નાજુક પાસું કહ્યું.

“કમ ઓન યાર તેજલ. હું તને ડરાવવાની કોશિશ નથી કરતો. બિલિવ મી...”

“તો પછી આવી ક્રિપી સ્ટોરી શું કામ કીધી મને?” તેણે નારજગીથી મોઢું ફુલાવ્યું.

“કારણ કે વિક્રમની સાથે મેં ત્યાં એ સ્થળે જવાનું નક્કી કર્યું છે. પોણા દસ વાગ્યે મારે નીકળવું પડશે.”

“વ્હોટ? નો નો... યુ આર નોટ ગોઇંગ એનિવેર. એવા બધા ભૂતપ્રેતોના ચક્કરમાં ફસાવા હું તમને ક્યાંય જવા નહીં દઉં. તમે મારી સાથે અહીં જ રહેવાના છો, ધેટ્સ ઇટ! બીજા કોઈકના પ્રોબ્લેમમાં તમારે માથું મારવાની જરૂર નથી. એ એમનું ફોડી લેશે. તમને કશુંક થઈ જાય એવું રિસ્ક હું તમને નહીં લેવા દઉં...”

“ઓહ ગોડ તેજલ! આઈ કાન્ટ બિલિવ યુ આર સેઇંગ સચ વર્ડ્સ! કોઇની તકલીફમાં મદદરૂપ થવા મેં શબ્દો આપ્યા હોય એમાંથી હવે હું ફરી નહીં જાઉં. એ સ્ત્રીને ત્યાંથી મુક્ત કરાવવા હું એમની સાથે જ જઈશ. હું જ્યારે વિક્રમ અને તેની દીકરીને મળ્યો ત્યારે બંનેના ચહેરા પર છવાયેલી ગમગીની તું નહીં સમજી શકે. એ ઘર જાણે જીવ વિનાના ખોળિયાં જેવું લાગતું હતું. એમના મૂરઝાયેલા જીવનની પીડા મુક્ત કરવા હું કશુંક સારું કામ કરું છું એવી ગટ્સ ફિલિંગ્સ મને અંદર થાય છે. ઇટ્સ અ ગુડ સાઇન. હું તારા ડરને સમજુ છું, જાનું. આઈ પ્રોમિસ યુ ધેટ નથિંગ વિલ હેપન ટુ યોર લવિંગ હસબન્ડ. હવે તો માની જા...” તેને પૂરા લાગણીભાવથી સમજાવીને કહ્યું.

મારી વાત સાંભળ્યા બાદ તેના ચહેરા પર બંધાયેલું ડર અને ગમગીનીનું વાદળું વિખરાઈને છૂટું પડવા લાગ્યું. તેણે દબાયેલા હોઠોમાં આછું સ્મિત કરી હકારમાં માથું હલાવ્યું, પછી મારી આંખોમાં આંખો પરોવીને કહ્યું, “આઈ લવ યુ...”

મેં તેનો હાથને ચૂમી લઇને સ્મિત કરતાં કહ્યું, “આઈ નો ડાર્લીંગ. ચલ હવે વધુ સેન્ટિમેન્ટલ થવાનું રહેવા દે. તને ડરાવીને હું ખુશ થઉં એના કરતાં તો હું તને પ્રેમ કરીને ખુશ થવાનું પહેલા પસંદ કરું... તારા ચહેરા પર ભયભીત ભાવ કરતાં હસતાં-શરમાતા ગુલાબી હાવભાવ જોઈને મને વધુ આનંદ મળે છે. યુ ડોન્ટ નો હાઉ મચ આઈ લવ એન્ડ કેર ફોર યુ, તેજુ. તને દુ:ખી જોઈને હું પણ દુ:ખી થઈ જાઉં છું યાર… આવા ગમગીન દુ:ખદ ભાવો તારા મનમોહક ચહેરા પર જરાયે જચતા નથી. મારી સામું જોઈને થોડુંક તો જેન્યુઇન સ્માઇલ કર... પ્લીઝ...” તેને પ્રેમભર્યા અંદાજમાં મનાવતાં કહ્યું.

વિખૂટા પડી ગયેલા ગલૂડિયા જેવા ગરીબડા હાવભાવ તેના ચહેરા પરથી ખરી પડ્યા, મારી સામે જોઈને તેના ફૂલ-ગુલાબી હોઠના ખૂણા જરાક ઉપર વંકાઈ ગયા. ગંભીર વાતોમાં તેને મનાવવા-ફૂસલાવવા ક્યારે મારાથી હ્રદયમાં સંગોપાઇ પડેલી પ્રેમની લાગણી અભિવ્યક્ત થઈ ગઈ એની મને ખુદને જાણ ન રહી. તેના પ્રત્યેનો મારો અનકહ્યો લાગણીભાવ સાંભળીને તેની આંખો મુસ્કુરાઈ ગઈ. અને એના ગાલ પર ઉતરી આવેલી શર્મની લાલી જોઈને મેં હ્રદય પર હાથ મૂકીને કહ્યું, “જોયું ને... આ દિલમાં તારા માટે કેટલો અખૂટ પ્રેમ છલકાય છે તે...! અમે પુરુષો શબ્દોથી ક્યારેક જ ખેલીએ છીએ અને...” મેં આંખ મારીને તેને મારી બાહોમાં ખેંચી, તેના ગાલ ચૂમી લેતા કહ્યું, “...અને આ રીતે વધુ જતાવવાની ફિતરત ધરાવીએ છીએ. ઇટ્સ નેચરલ ઇન અસ યુ નો... નોટ આવર ફોલ્ટ... ઇટ્સ અ ગોડ ગિફ્ટ...” તેને બાહોમાં પ્રેમપૂર્વક દબાવી, હોઠોથી ચૂમતા કહ્યું, “...પ્રેમની લાગણીઓ શબ્દોમાં વહેતી મૂકવામાં અમે પહેલેથી કાચા પડીએ છીએ, પણ બીજી બધી રીતે તો... વુમેન કાન્ટ બીટ અસ...” કહીને હોઠોથી તેના હોઠ પર બાકીનો અનકહ્યો પ્રેમ જતાવી દીધો.

મેં ઘડિયાળમાં ટાઈમ જોઈને પ્રેમમાં વહી રહેલા ઝરણાંમાં થોડાક છબછબિયાં કરીને બહાર નીકળી ગયો. મારી સાથે તેજલ પણ મારી બગલમાં બંને હાથ વેલની જેમ વીંટી બહાર હૉલ રૂમમાં આવી ગઈ. કદાચ તે મારી ભૂતપ્રેતની વાત સાંભળીને તે વધુ ડરી ગઈ હતી. પણ મેં એ વાતને ફરીથી ઉખેળવાનો પ્રયત્ન ન કર્યો. હું બહાર જાઉં છું એ વિશે તેજલ પપ્પાને સમજાવી દેશે એમ વિચારી હું ગાડીની ચાવી લઈને બહાર નીકળ્યો.

(શું નિતિન માટે ત્યાં જવું ખતરારૂપ સાબિત થશે? શું નિર્મલાના પ્રેતને મુક્તિ મળશે? આગળની કહાની જાણવા વાંચતાં રહો... ભાગ – ૬)

***

આ સ્ટોરી વિશેના તમારા પ્રતિભાવો 99136 91861 WhatsApp નંબર પર પણ આપી શકો છો.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED