Prem Patra - books and stories free download online pdf in Gujarati

પ્રેમ પત્ર - LOVE LETTER TO MY VALENTINE

પ્રેમ પત્ર

યશવંત શાહ

( 1 )

પ્રિય આકાશ…

શું લખુ અને શું ન લખુ સમજાતુ નથી, કેમ છો... ? સરસ.... ખરાબ... એ બધી ઓપચારિક્તા નથી કરતી કારણ જાણું છું કે તું હમેંશની જેમ સારું છે એમજ કહિશ. પણ હશે નહીં. કેવી રિતે હોય સકે.. ? જયારે આપણે એકબિજાને અરસપરસ ખુબ જ ચાહતા હોઇએ પરસ્પરનો સાથ સંગાથ ઇચ્છતા હોઇએ તેમ છતાં સાથે ન રહી સકતા હોઇયે અને જુદા જુદા સ્થળે હોયએ તો ખુશ તો શી રિતે હોવાના... ખરુ ને ?

ખેર... એ બધી વાત છોડ.... તુ શું કરે છે... ? તારિ જોબ કેવી ચાલે છે.. ?તારા વિશે જણાવ. હુ મારા વિશે લખવા બેસીસ તો તેનો કોઇ અંત જ નહિ આવે.

પેલી ગઝલમા આવે છે ને કે કોઇએ જયા અમસ્તુજ પુચ્છયુ કેમ છો ને અમે આખી કહાની સુણાવિ દીધી.

ખરેખર તારા વગર દિવસો કાઢવા બહુ જ મુશ્કેલ છે.. આખોદિવસ... તને યાદ કરુ છુ. ને તને ગમતિ પંકજ ઉધાસ... જગજીતસિહ વગેરેની ગઝલો સાંભળુ છું. ને ગઝલ સાંભળીને તો તારિ વધારે નેવધારે યાદ આવે છે.

હુ તારિ જેટલુ સુંદર લખીતો નથી શકતિ પરંતુ ખબર નહિ જ્યારે તારા માટે લખવા બેસુ ત્યારે કલમ આપોઆપ ચાલવા માંડે છે. અને મારા દિલની લાગણી કલમ વાટે... શાહી બનિ કાગળ પર રેલાઇને અક્ષર સ્વરૂપે તારિ પાસે પહોંચવા થનગનિ ઉઠે છે. આ બધો તારા પ્યારનો જ ચમત્કાર છે.

તને પત્ર લખતા લખતા મારાથી પણ તારિજેમ કવિતા જેવુ કઇક લખાય ગયું તે તને લખુ છું. જો જે વાંચી ને હસતો નહિ.

કયારેક થાય કોને કહું હું

કયારેક થાય તને જ કહું હુ

કયારેક થાય શા માટે કહું હું

કયારેક થાય કેમ ન કહું હું

કયારેક થાય કેવી રિતે કહું

કયારેક થાય કે એમ જ કહું

કયારેક થાય કે શું કહું તને

કયારેક થાય કે બધું જ કહું

કયારેક જ શા માટે ,

હરહમૈશ તને કહેવા ચહુ

કેમ. શા માટે. કોને બધું જ

અસ્થાને છે મારા માટે.

તું જ મિત્ર છે. તું જ બંધુ છે.

તું જ મારા દિલનો રાજદાર છે.

તું જમારા સુખ-દુ:ખનો સાથી છે.

તો શાને અચકાવ કઇ કહેતા.. ?

બસ આમ વિચારીને લખવા મંડી. ખબર છે સારું નથી લખાયુ. પણ કઇ નહિ જેવુ લખ્યું તેવું તારા માટે જ લખ્યું છે ને... ? મારે ક્યાં કોઈ ને વંચાવુ છે. કે તારિ જેમ સાઇટપર પ્રકાશિત કરાવુ છે. કોઇ ને ગમે કે ન, ગમે કોઇ ને સમજાય કે ના સમજાય મને શું ? મને તો તને ગમે તે ખરું તને સમજાય તે સાચુ. મારા માટે તો તુ જ સર્વસ્વ છે. મારી તો દુનિયા જ તુ છે.

જો પાછું તારિવાત કરવાને બદલે હુ મારી વાત જ કહેવામાં લાગી ગઇ. હવે તુ જણાવ તારું જિવન કેવું ચાલે છે. નવી જગ્યામાં સેટ થતા સમય તો લાગે સમજુ છું. પણ તને વધારે સમય નહિ લાગે કારણ તારો સ્વભાવ. તું તો ટુક સમયમા જ એડજસ્ટ થઈ જશે. અહિ કરતાં વધારે સરળતા રહેસે કારણ એ તો મોટુ સીટી છે. ત્યાં તો બધી જ સગવડતા હોય. ત્યાંતો સાંભળ્યું છે કે રાત્રિમા પણ દિવસ જેવું વાતાવરણ હોય છે. રાતભર ક્લબ પાર્ટી બધું ચાલતુ હોય છે. તને તો કદાચ મજા પડશે. જો જે મને ભુલીને ત્યાં બીજી ક્પની શોધી ન લેતો.. ? (ઇટ્સ એ પાર્ટ ઓફ જોક્સ.) સીરિયસ ના થા. જાણું છું તને મારા સિવાય કોઇ પસંદ આવિજ ન સકે. જેટલો મને મારી જાત પર વિશ્વાસ છે એથી અધિક મને તારા પર વિશ્વાસ છે. બસ હવે જલદિથી ત્યાં સેટલ થઈ જા અને મને ત્યાં બોલાવી લે. હું તારિ માત્ર તારિ નહિ આપણા બન્નેના ભવિષ્ય માટે સતત પ્રાર્થના કરું છું કે તુ તારા નામ આકાશ મુજબ ખુબ જ ઉચાઇ પ્રાપ્‍ત કર. અને સફળ થા.

નહી નહી કરતા ઘણુ લખાય ગયુ. બસ અત્યારે તો અહિ જ અટકુ છુ.... કારણ રાત્રિનો ત્રિજો પર્હર ચાલી રહ્યો છે.... નિન્દ્રા દેવિ મને તેના શરણે બોલાવિ રહી છે. ચાલ ત્યારે ફરી ક્યારેક આ રીતે જ મળતા રહિશુ.. ત્યા સુધી બાય...... ગુડ નાઇટ....

તારી જ પ્રતિક્ષામા

તારી જ સ્નેહલ.

***

( 2 )

પ્રિય સ્નેહલ

તારો આ નાનકડો પત્ર પણ મારા માટે કેટલું મોટું આશ્વાસન છે! તારા અંતર ના ભાવો એમા વ્યક્ત થાય છે. માત્ર તારાજ નહિ એ ભાવો મારા પણ છે. ભાષા તારી, ભાવ મારા. શબ્દો તારા ને વાત મારી. તારા એ ભાવને પરાયા કહુ તો તો મારી આત્મીયતા લાજે. પ્રિય સ્નેહલ પ્રેમમા એક એવિ ઘડી પણ આવે છે જ્યારે જે કહેવું છે તે શબ્દોની સીમામા સમાતુ નથી. એ સમાય શકતું જ નથી. એ સમાય શકે જ નહી. એ સમાઇ શકતું હોત તો પ્રેમીઓને વારંવાર મળવાની જરુરત જ ક્યાથી રહેત.. ? અધુરા ભાવ, અધુરી ભાષા, અધુરુ મિલન, અધુરો વિરહ-પ્રેમ. બધુય અધુરુ હોવા છતાં કેટલુ બધું મધુરુ લાગે છે. અધુરાપણાની પણ એક આગવી મજા છે. પ્યાસ સંતુષ્ટ થાય તો પાણીનુ મહત્વ ન રહે. સદા અજવાળું રહે તો ચાંદનીનો ઇન્તજાર કોણ કરે ? સદાય ચૌમાસુ હોય તો વર્ષાની પ્રતિક્ષા કોણ કરે મારી પ્રિય સ્નેહલ.. ?વર્ષાઋતુમા વાદળી વરસીને ચાલી જાય છે. વસંતના પુષ્પો ખરી જાય છેપછી લખાય છે ધરતીના નસીબમા ચિર પ્રતિક્ષા ! પણ ધરતીના મોઢે કદિ ફરિયાદ નથી હોતી. અધુરાપણામા પણ આનંદ માણવાની ખુમારી ધરતી એ કેળવિ લીધી છે. તેથી જ તે સ્વર્ગ આગળ ઝાંખી નથી પડતી.

પ્રિય આપણુ પણ એવું જ છે. પ્રેમની પ્રત્યેક ક્ષણને ખુમારી પુર્વક જિવીજવાની પણ વિતેલી ક્ષણ માટે ફરિયાદ નથી કરવિ. અને આવનારા ક્ષણ માટે કોઇ આશંકા નથી સેવવી. આપણો તો એકજ આદર્શ છે. “મળ્યું છે તે માણો જિવન કચવાટે સીદ વહો. ”

તારો પત્ર વાંચુ છું ત્યારે ક્યારેક મનમા થાય છે કે એનો જવાબ લખવો એ શુ વિચિત્રતા નથી. ? તારે જે કહેવાનુ છે અથવા તો મારે કહેવાનુ હોય છે તે એક બિજાથી અલગ ક્યાં હોય છે..

એક શાયરે કહ્યું છે

મેરા ખત ઉસને પઢા પઢકે નામવર (પત્ર વાહક) સે કહા.. ઇસકા યહી જવાબ હૈ કિ કોઇ જવાબ નહિ..

તારો પત્ર વાંચી એટલો ભાવ વિભોર થઈ જાવ છુ કે મારી પાસે કશું જ લખવાનુ હોતુ નથી. તારા પત્રો લાજવાબ હોય છે. અને એ પત્ર મિલનનો હું હમેંશા ઇન્તઝાર કરતો રહુ છુ. કારણ પ્રેમભરિ પ્રતિક્ષા પણ પ્રસન્નતા પ્રદાન કરે છે. તમામ ઉમ્રભર તેરા ઇન્તઝાર કર લૈગેમગર યે રંજ રહેગા કિ જિંદગી કમ હે...

આપણે તો સ્નેહલ મળિયે છિયે મળિ શકીયે છિયે. પણ ઘણાં પ્રેમીઓએવા પણ હોય છે જેમના નસીબમા પ્રતિક્ષા સિવાય બિજુ કશું જ નથી હોતુ. તને મારા વગર ગમતુ નથી જાણું છુ. એમતો મને પણ તારા વગર કયાં ગમે છે.. ? પણ શું કરિયે... સમય સંજોગો આગળ આપણે લાચાર છીયે. તુ મારાથી માત્ર ભૌગોલીક અંતરે દૂર છે. બાકી મારા દિલથી અંતરમા જ છે. વળી આપણે તો રોજ મળિ સકિયે છીયે, મળિયે છીયે. ભલે તે આ ટેક્નોલોજીના જમાનામાં મોબાઇલ - વોટ્સઅપ કે એફ. બી. પર હોય. રુબરુ નહિ તો કઇ નહિ પણ મળિયે તો છીયે. બાકી કેટ કેટલાય એવા પણ પ્રેમિ છે જે વર્ષોથી વિખુટા પડ્યા પછી મળ્યાં જ નથી. મળિ શકવાના પણ નથી કારણ કદાચ એમના જમાનામાં ટેક્નોલોજીના અધ્યતન સાધનો ન હતાં. અત્યારે તેવો એક બિજાને મળિ તો નથી શકતા પણ એક બિજાને માટે હયાત છે કે નહિ તે પણ નથી જાણતા. છતાં એક બિજાની યાદમાં પોતાનું જિવન વ્યતીત કરે જ છેને. અને એજ તો કદાચ સાચો પરસ્પર નો પ્રેમ છે.

એ લોકો માટે અત્યારે મને એક શાયરની પંક્તિ યાદ આવે છે.

`ન કોઇ ચાહત, ન કોઇ સુરાગ.... ભટકરહિ હે જિંદગી મેરી અંધેરોમે ઇન્હી અંધેરોમે મે કહિ ખો ન જાઉ. `

આપણે આવુ તો કઇ નથી. એટલુ તો સારું છે.

બાકી મને પણ તારિ ખુબ જ યાદ સતાવે છે. અને ત્યારે આ એક જ પક્તિ ફરી ફરી ને યાદઆવે છે.

વ્યથા અને વ્યવસ્થા અહિ તો બધુ જ એક લાગે છે. જિન્દગી જ જાણે એક એડજસ્ટમેંટ લાગે છે. તેમ છતા તારા પ્યારની તાકાતથી હુ અહી ટકી રહ્યો છુ. સ્નેહલ હુ તો તારિ જન્મોજનમ પ્રતિક્ષા કરિ શકુ છુ. કરતો રહિશ.

તારિ જ પ્રતિક્ષા મા... જ

`આકાશ`

બીજા રસપ્રદ વિકલ્પો