Intezar- A story by Ankit Gadhiya Ankit Gadhiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Intezar- A story by Ankit Gadhiya

"ઇન્તઝાર"

લેખક

અંકિત ગઢિયા

Email: gadhiyaankit@ymail.com

“હું ક્યાં છું ? હું અહિ કેવી રીતે આવી ? મને અહિ કોણ લાવ્યું ? કેમ કોઇ કશું બોલતા નથી ? કોઇ મને કહેશે મને શું થયું છે ? મારી આવી હાલત કેમ થઇ ? તમે બધાં અહિ આમ કેમ ઉભા છો ? કોઇ કશું જણાવો મને. હે ભગવાન ! હે કનૈયા ! તું તો જણાવ શું ચાલી રહ્યું છે મારી સાથે ? મારો નિકુંજ ક્યાં છે ? મને કોઇ નિકુંજ પાસે લઇ જાઓ ! મારે નિકુંજને મળવું છે.” અચાનક ભાનમાં આવેલી નિયતી એકસાથે એટલાં બધાં સવાલ પૂછી બેઠી કે કોઇ પાસે નિયતીના એક પણ સવાલનો જવાબ ન હતો. બધા જ ચુપચાપ મૌન થઇ ઉભા હતાં. નિયતીને તેના શ્વસુર પક્ષ તરફથી કોઇ દેખાતું ન’હોતું, આથી ફરી એકવાર તેની બહેન દિપ્તીને પૂછ્યું શું થઇ રહ્યું છે ? બધાની ગેરહાજરીમાં દિપ્તી એ આખી વાત કરી. ખરેખર બન્યું એવું હતું કે હમણા જ થોડા સમય પહેલાં જ નિયતીની સગાઇ વિવેક સાથે થયેલી ! વિવેક સાથે તેની સગાઇ પરાણે કરાવવામાં આવેલી કારણ કે આ પહેલા તેની સગાઇ તેના બોયફ્રેન્ડ નિકુંજ સાથે થયેલી. નિકુંજ સાથે નિયતીને સારો એવો મન મેળ થઇ ગયેલો અને તેના પરીવારમાં નિયતી દૂધમાં સાકર ભળે એવી રીતે ભળી ગયેલી. ત્રણ-ત્રણ વર્ષ સુધી આ સંબંધ ચાલેલા. બંન્ને જાણે એકબીજા માટે જન્મેલા હોય તેમ રહેતા હતાં અને સાત-સાત જન્મ સુધી સાથે રહેવાના કોડ આપેલા. પરંતુ એકવાર અગમ્ય કારણોસર અચાનક જ નિકુંજના પપ્પાએ નિકુંજને નિયતીને તરછોડી દેવા કહ્યું. પિતાના અતિશય દબાણમાં આવીને નિકુંજએ પોતાની પ્રિયત્તમા એવી નિયતીને છોડવાનું નક્કી કર્યું. નિયતીને કંઇપણ જણાવ્યા વગર જ નિકુંજે કહ્યું કે હવે મને કોલ કે મેસેજ ન કરતી. નિયતીએ અંતિમ વાર નિકુંજ સાથે વાત કરવા મરણિયા પ્રયાસ કર્યા પરંતુ તેના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા કારણ કે નિકુંજનો મોબાઇલ તેના પિતાએ લઇ લીધો હતો.

ખેર…આ સદમામાંથી બહાર આવવાં માટે નિયતીના પપ્પાએ નિયતીની સગાઇ તેના નજીકના સંબંધીના પુત્ર વિવેક સાથે કરાવેલી. જબરદસ્તી કરાવેલી સગાઇ નિયતીને ચેનથી જીવવા ન’હોતી દે’તી પરંતુ કુદરતે આપેલા દુ:ખને સહન કરવું જ રહ્યું. સગાઇ પછી નિયતી અને વિવેકે મળવાનું નક્કી કર્યું. નક્કી કરેલા સમય મુજબ નિયતી મળવા જતી હતી તો રસ્તામાં નિકુંજની યાદમાં ખોવાયેલ નિયતીને એક જબરદસ્ત અકસ્માત નડ્યો. નિયતીની એકટીવાને કોઇ અજાણ્યા ટ્રક વાળાએ ટક્કર મારી અને તે ત્યાં જ બેભાન થઇ રસ્તા પર ઢળી પડી. આસપાસના લોકોએ ઇમરજ્ન્સી વાન “૧૦૮” ને કોલ કરી નિયતીને સારવાર અપાવી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી. મેડીકલ ચેક અપ અને સારવાર બાદ માલુમ પડ્યું કે નિયતીએ પોતાની ૧ વર્ષની યાદદાસ્ત ગુમાવી દીધી છે. છેલ્લાં એક વર્ષ દરમ્યાન થયેલી સઘળી વસ્તું તે ભૂલી ગયેલી આથી તે જ્યારે ભાનમાં આવી ત્યારે કુંટુંબીજનો સામે સવાલોનો દોર ચલાવ્યો હતો. ભાન ભૂલી ગયેલી નિયતીએ જીદ પકડી કે મને નિકુંજ જોઇએ, મારે નિકુંજ પાસે જવું છે. બસ દિવસ-રાત નિકુંજ-નિકુંજ કરતી નિયતીના સારા સ્વાસ્થ્ય માટે ડોકટરે કહ્યું કે જો નિકુંજ નિયતીનો સાથ આપશે તો નિયતીની રીકવરી જલ્દીથી થશે. નિયતીના લાચાર પિતા નિકુંજ અને તેના પરીવારને મનાવવા માટે ગયાં. ભારે જહેમત બાદ તેઓ માન્યા અને નિયતીને સાથે રાખવાં તૈયાર થયાં. નિયતીને છેલ્લાં એક વર્ષનું કંઇ પણ યાદ ન’હોતું આથી તેને તો એવું જ લાગ્યું કે તે તેના પરીવાર (નિકુંજ સાથે) રહે છે. નિકુંજના પરીવાર વાળા હવે નિયતીને સારી રીતે સાચવવાં લાગ્યાં હતાં. નિયતી પણ ખૂબ ખુશ ખુશાલ હતી. ધીમે ધીમે નિયતીને બધું યાદ આવવાં લાગેલું આથી નિકુંજ ફરીથી નિયતીને તેના પિતાના ઘરે મોકલવાંની તૈયારીઓ કરવા લાગ્યો. આ વાતની નિયતીને ખબ પડી અને અચાનક જ નિયતી નહી….ઇ….ઇ….ઇ….ઇ……ઇ…..ઇ…..ઇ…..એમ કહી પોતાના બેડમાં ઉભી થઇ ! આજુબાજુ જોયું, કોઇ દેખાયું નહી. લાઇટ ચાલું કરી તો ખબર પડી કે પોતે તેના પિતાના ઘરે જ છે અને પોતે એક સ્વપ્ન જોઇ રહી હતી. હકીકતમાં કોઇ વિવેક ન’હોતો. કોઇ અકસ્માત ન’હોતો. કોઇ ૧૦૮ ન’હોતી કે પછી કોઇ હોસ્પિટલ ન’હોતી ! પોતાની યાદદાસ્ત પણ પહેલાની જેમ યોગ્ય જ હતી ! કોઇ નિકુંજનું ઘર ન’હોતું કે પછી ન’હોતો નિકુંજનો પરીવાર ! હતી તો બસ એકલતા ! નિકુંજે તરછોડ્યા પછીની એકલતાં ! પોતે એક દુ:ખદ સ્વપ્ન જોયેલ આ જાણીને નિયતી ખૂબ રડી અને મોબાઇલમાં રહેલો નિકુંજનો ફોટો કાઢી અને કહ્યું નિકંજ “સ્ટીલ ! આઇ મીસ યું અ લોટ ! હું હજું પણ તારી રાહ જોવ છું ! મને વિશ્વાસ છે કે તું મને આમ એકલી મુકીને ન જઇ શકે ! તું જરૂર પાછો આવીશ ! તું કદાચ મને ભૂલી શકે પરંતુ મારી યાદો હંમેશા તારી સાથે રહેશે. મારી યાદ આવશે જ્યારે હું તારાથી બહું દૂર ચાલી ગઇ હોઇશ. યાદ આવશે આપણી યાદો અને મુલાકાતો પરંતુ ત્યારે હું તારી પાસે નહી હોવ. જાનથી પણ વધુ તને ચાહું છુ પણ સાબિત નથી કરી શકતી. મારા પ્યારને ત્યારે સહારો આપજે જ્યારે જીંદગીના છેલ્લા શ્વાસ લેતી વખતે હું તને બોલાવું. મારી યાદ આવે તો રાત્રે બહાર આવીને જોજે એક ચમકતો “તારો” બનીને દેખાઇશ હા પણ ત્યારે એક મહેરબાની કરજે મારી યાદમાં આંસુ ન પાડતો બાકી હું નારાજ થઇ જઇશ”. બસ મારા માટે જીંદગીમાં એક જ વસ્તું રહી છે. ઇન્તઝાર……ઇન્તઝાર અને બસ ઇન્તઝાર…..