અનેક હરીફોની હોડ પર
અંકિત ગઢિયા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
અનેક હરીફોની હોડ પર
પૂનમની રાત્રી હતી.
લગભગ રાત્રીના સાડા બાર થયાં હશે ! સોળ વર્ષની કાવ્યા અગિયારમાં ધોરણમાં અભ્યાસ કરતી હતી.
તે હજું પણ પોતાના બિલ્િંડગના ટેરેસ પર એક ખુણામાં હાથમાં પોતાના સ્માર્ટ ફોન સાથે ઉભી હતી. ચંન્દ્ર સામે જોઈ કંઈક વિચારતી હતી. કંઈક તો હતું મનમાં જેના કારણે આજ કાવ્યા મનમાં ને મનમાં મલકાતી હતી. તો જરાક ટેન્શનની લકીર પણ પોતાના કપાળમાં દેખાય આવતી હતી.
કદાચ કોઈ નિર્ણય લેવાનો હતો. કદાચ નહી, ૧૦૧% !
ફરીથી તેણે ચંન્દ્ર તરફ જોયું. ચંન્દ્ર આજ સંપૂર્ણ પણે પ્રકાશિત હતો. વાદળો સાથે જાણે સંતા-કૂકડી રમતો હોય તેમ એ ક્યારેક વાદળ પાછળ છુપાય જતો હતો તો ક્યારેક એકાદ ડોકીયું કરી લેતો હતો. તારા મંડળ પણ જાણે ચંન્દ્રને સાથ આપતું હોય તેમ ક્યારેક વાદળ પાછળ છુપાય જતું, તો ક્યારેક દેખાય જતું.
આ જોઈ કાવ્યા વધારે ને વધારે પોતાનામાં જ ખોવાય જતી હતી.
મોબાઈલની સ્ક્રીન પર નજર નાખી, રાત્રીના બે થવાં આવ્યાં હતાં, ઘરે જીને સુવાં માટે વિચારતી હતી પરંતુ, એ પહેલા જીંદગીનો અતિ મહત્વનો કહી શકાય એવો નિર્ણય લેવાનો હતો.
હા કહું કે ના !
યસ ઓર નો !
હા, તે જ દિવસે કાવ્યા બરાબર જમીને જ્યારે તે પોતાની બાલ્કનીમાં ઉભી હતી ત્યારે તેના એક અંગત મિત્ર રોશને કાવ્યાને પ્રપોઝ કર્યું હતુ.
પ્રશ્ન મુંઝવણનો એટલા માટે હતો કે આજ સુધી હજું એકબીજાને જોયા પણ નથી.
માત્ર ફોન દ્રારા એકબીજાના સંપર્કમાં આવ્યા હતા પરંતુ એકબીજાની ખાસ્સા નજીક હતા.
ક્યારેક ફેસબુકમાં ચેટ કરી લેતાં તો ક્યારેક મોબાઈલમાં ટેક્સટ મેસેજથી વાતચીત કરતાં અને પોતાના સુખ દુઃખની વાતો એકબીજા સાથે શેર કરતાં હતાં.
... સાથે લાવેલી પાણીની બોટલમાંથી કાવ્યાએ બે ઘૂંટ પાણી પીધું ફરી પાછી વિચારોનાં જંગલમાં ખોવાય ગઈ.
હાથમાં ત્રણ-ચાર ગુલાબના ફુલ લઈને ઉભેલી કાવ્યા, જાણે આ નિર્ણય ભગવાન જ લેશે એવું વિચારી ગુલાબની પાંખડી પર નિર્ણય છોડયો.
એક પાંખડી તોડી નીચે ફેકી અને “હા” બોલી, બીજી પાંખડી તોડી નીચે ફેંકી અને “ના” બોલી.
આમ, “હા”, “ના”, “હા”, “ના” નું ચક્કર ચાલતું રહ્યું.
આખરે પહેલા ગુલાબની અંતિમ પાંખડી આવી અને જવાબ “ના” આવ્યો.
ચહેરા પરનું સ્મિત એવી રીતે તો ગાયબ થઈ ગયું જાણે એ રોશનને “ના” પાડવા ઈચ્છતી ના હોય.
તેથી તેણે હાથમાં બીજું ગુલાબ લીધું અને ફરીથી એજ રમત ચાલું કરી.
“હા”, “ના”, “હા”, “ના” , “હા”, “ના”, “હા”, “ના”...
આ વખતે કાવ્યાની ઈચ્છા મુજબ જવાબ “હા” આવ્યો.
રોશન પાસે વિચારવા માટે ૨૪ કલાક માગેલ.
ફરી એકવાર ઘડીયાળમાં જોયું, રાત્રીના ચાર વાગવાને દસેક મિનિટની વાર હતી.
સવારે નવેક વાગ્યાં આસપાસ “હા” કહી દઈશ, એમ વિચારી કાવ્યા પોતાના ઘરે ગઈ.
ધીમેથી ચાવીથી લોક ખોલ્યો અને અંદર ગઈ.
મમ્મી સુશીલા પોતાના રૂમમાં સુતેલા હતા.
ભાઈ-બહેન કોઈ હતું નહી.
કાવ્યાની માતા સુશીલાને સંતાનમાં કાવ્યા એક જ હતી.
સુશીલાને કોઈ સંતાન થતા ન હતાં આથી માતા સુશીલા અને પિતા રમણીકલાલે ઘણી દવા કરાવેલી.
લગ્ન પછી સાત-આઠ વર્ષે પ્રથમ સંતાન રૂપે કાવ્યાનો જન્મ થયેલો.
પરંતુ સુશીલા અને રમણીકલાલને એક પુત્રની પણ જરૂર હતી આથી ફરી પાછી બન્ને એ દવા અને દુઆ ચાલું રાખી.
થયું એવું કે દવાની આડ અસરથી રમણીકલાલને કેન્સર થયું
ત્યાર પછી કેન્સરની દવા, પુત્ર પ્રાપ્તિ માટે દવા અને ટેન્શનમય જીંદગી બની ગઈ.
દિવસ-રાત દવા અને પથારી વચ્ચે રમણીકલાલનું જીવન હાલક-ડોલક ડોલવા લાગ્યું અને ગુજરવા લાગ્યું.
આવકનો કોઈ સ્ત્રોત હવે રહ્યો ન હતો.
સુશીલા ૪-૫ ઘરે નાના છોકરાઓને નવડાવવા જતી અને જે કંઈક થોડા ઘણા પૈસા મળે એમાંથી ઘરનું ગુજરાન ચલાવતી.
ક્યારેક દુધ લેવા પૈસા ન હોય તો ક્યારેક રમણીકલાલની દવા લેવા માટે ન હોય.
જેમ તેમ કરીને ત્રણ જણા રહેતાં સાથે કાવ્યાનો ભણવાનો ખર્ચો પણ લાગતો.
ભણવામાં તો કાવ્યા હોશિયાર હતી.
જીંદગીથી કંટાળેલ રમણીકલાલ માત્ર કાવ્યાને જોઈને થોડા ખુશ રહેતા.
એક દિવસની વાત છે, જ્યારે સુશીલા પાસે માત્ર ૮૦૦ રૂપિયા હતા.
એમાંથી ૬૨૦ રૂપિયાની રમણીકલાલની દવા આવતી. ૪૦૦ રૂપિયા કાવ્યાની ફી ભરવાની થતી.
એમ છતાં, જેમ તેમ કરીને સુશીલા બધું મેનેજ તો કરી લેતી હતી.
પરંતુ, પથારીવશ રમણીકલાલથી આ બધું સહન થતું ન હતું.
એક દિવસ આ બધું જોઈ રમણીકલાલે એક અંતિમ પગલું લેવા વિચાર્યું.
આ સમયે કાવ્યા આઠ વર્ષની હતી અને ત્રીજા ધોરણમાં અભ્યાસ કરતી હતી.
કાવ્યાને પોતાના રૂમમાં બોલાવી, કપાળમાં એક ચુંબન કર્યું.
ખોળામાં બેસાડી થોડો પ્રેમ આપ્યો અને માથામાં હાથ ફેરવ્યો.
સુશીલાને પણ પોતાની પાસે બોલાવી થોડી વાતચીત કરી અને પછી કહ્યું હવે મારે આરામ કરવો છે તો તમે બંન્ને જાવ.
આમ બંન્નેને મોકલી દીધા અને રમણીકલાલ પોતાના રૂમમાં એકલા રહ્યા.
કાવ્યા પણ પોતાનો રમકડાંનો ઘોડો લઈ રમવા લાગી.
સંધ્યા ઢળવામાં થોડી વાર હતી.
સાંજના સાતેક વાગ્યા હશે.
એકદમ શાંતિમય વાતાવરણ હતું.
રૂમની બારી બંધ હતી પણ બારીની વચ્ચે રહેલી તિરાડમાંથી પવન જોરમાં ફુંકાય રહ્યો હતો.
સુશીલા રસોડામાં ઊંભા-ઊંભા બાજરીના રોટલા બનાવતી હતી તેનો ટપ-ટપ અવાજ આખા ઘરમાં પ્રસરતો હતો.
કાવ્યા ખિલખિલાટ કરતી પોતાનો ઘોડો લઈને આમ-તેમ ફર્યા કરતી હતી.
અચાનક પિતા રમણીકલાલના રૂમ પાસે ગઈ.
દરવાજો બંધ હતો.
સહેજ તિરાડ હતી.
તિરાડમાંથી અચાનક કાવ્યાની નજર અંદર તરફ ગઈ.
એકાએક કંઈક અજુગતું બન્યું હોય એવું લાગ્યું.
હા ! ખરેખર કંઈક વિચિત્ર !
કાવ્યાની કલ્પનાથી દુર..
જેવું કાવ્યાએ અંદર ડોકીયું કર્યું કે..
... પપ્પા... આ... આ... આ... કાવ્યાના મોઢામાંથી બુમ નીકળી ગઈ
મ... મમ્મી... જલ્દી...
મ... મમ્મી... અન્હું,... અન્હું... અન્હું... રૂસકે રૂસકે રડતાં રડતાં કાવ્યાએ સુશીલાને બોલાવી.
હે ભગવાન !!
આ તો શું કર્યું ???
વાગેલા ઉપર જ જાણે કુહાડી વાગી હોય તેમ સુશીલાએ આક્રંદ ચાલુ કર્યું.
કારણ કે રમણીકલાલે પોતાની જીંદગીનું આખરી પગલું ભરી લીધું હતું.
હા... જ્યારે સુશીલા અને કાવ્યા બંન્ને રમણીકલાલના રૂમમાં ગ્યા, ત્યારે રમણીકલાલ પંખા સાથે લટકતાં હતાં.
આ જોઈ જાણે આભ ફાટ્યું હોય તેમ કાવ્યા અને સુશીલાએ પોક મુકી રડવાનું ચાલું કર્યું.
મહોલ્લાના લોકો એકત્ર થયાં.
બધાએ મળીને રમણીકલાલને નીચે ઉતાર્યા પરંતુ ભગવાનની ઈચ્છા બળવાન !
કુદરત પાસે કોઈનું ચાલતું નથી.
આમ, રમણીકલાલના પ્રાણ પંખેરૂ ઉડી ગયા.
પોતે તણાવ ભર્યા જીવનમાંથી મુક્ત થયાં જ્યારે કાવ્યા અને સુશીલાને જીંદગીના દુઃખો સામે લડવા એકલા મુકી ગયા.
એક પળ માટે પણ કાવ્યાના ભવિષ્યનો જાણે વિચાર ન કર્યો હોય તેમ રમણીકલાલે પોતાનું જીવન ટુંકાવી દીધું.
ત્યાર પછી, સુશીલાએ ભરત કામ કરી પોતાનું ગુજરાન ચલાવવા માંડયું.
“પપપ” કાવ્યા હવે સાવ એકલી અટુલી !
પપપપપપપપ..
ખેર... ટેરેસ પરથી આવી ઘરમાં પ્રવેશ કર્યા બાદ કાવ્યા સુઈ ગઈ, પરંતુ ઉંઘ આવતી ન હતી કારણ કેપ..આજે સવારે તે રોશનને “હા” પાડવાની હતી.
ધીમે-ધીમે સવાર પડવા લાગી.
સૂર્યના કિરણો રૂમની બારીમાંથી કાવ્યાના રૂમમાં પ્રવેશ્યા.
કદાચપઆજે ઘણાં વર્ષો પછી કાવ્યા આટલી ખુશ જણાતી હતી.
સવારના આઠેક વાગ્યાં હતાં.
કાવ્યાએ પોતાનો મોબાઈલ હાથમાં લીધો.
રોશનનો નંબર કાઢ્યો અને મેસેજ છોડયો કે “આઈ વોન્ટ ટું ટોક વીથ યું, કોલ મી એસ એન્ડ વ્હેન યું હેવ અ ટાઈમ” ! અને મેસેજમાં છેલ્લે મુક્યાં ગુસ્સા વાળા “ફેસ” નો સિમ્બોલ ! એટલે કે લાલ ડાગલાં !
આશરે દસેક વાગ્યે રોશન ઉઠ્યો.
આજના યુવાનોની માફક રોશને પણ પહેલાં મોબાઈલ હાથમાં લીધો.
કાવ્યાનો મેસેજ હતો.
ખુશ થઈને મેસેજ ખોલ્યો. પરંતુ મેસેજના અંતે રહેલુ ગુસ્સા વાળું લાલ ડાગલું જોઈને રોશન ફરીથી મુંઝવણમાં મુકાયો.
એવું વિચારીને મોબાઈલ બાજુ પર મુક્યો કે હવે તો તૈયાર થઈને જ કાવ્યાને ફોન કરીશ.
થોડી વાર પછી નાહી-ધોઈને રોશન તૈયાર થયો.
ઘરની નજીક આવેલા લેક ગાર્ડનમાં ગયો.
કારણ કે... રોશનને ખબર ન’હોતી કે કાવ્યા “હા” પાડશે કે “ના”.
ડરતાં-ડરતાં તેણે કાવ્યાને ફોન કર્યો.
હેલ્લો... કાવ્યા ??
હું રોશન...
હા બોલ રોશન... કાવ્યાએ કહ્યું.
કાવ્યા... તારો મેસેજ જોયો, તે કોલ કરવાં કહેલું ! ડરતાં ડરતાં રોશન બોલ્યો.
હંમ... હા... કામ હતું તારૂ. તને કંઈક કહેવું હતું. કાવ્યા એ કહ્યું.
હા... હા... બોલ કાવ્યા શું કામ હતું ? રોશને કહ્યું.
રો... રો... રોશન... કાલે તે મને પ્રપોઝ કરેલું એના વિશે વાત કરવી હતી.
ધક... ધક.. ધક.. ધક..
રોશનના દિલની ધડકનો એટલી જોરમાં ધડકતી હતી કે જાણે કાવ્યાના કાનમાં ભૂકંપ આવ્યો હોય !
હા બોલ કાવ્યા શું વાત કરવી હતી ? રોશને કહ્યું.
કાવ્યા બોલી... બસ... મારે કંઈક કહેવું છે પણ શબ્દો નથી.
રોશને આશ્વાસન આપતાં કહ્યું જે કહેવું હોય તે કહી દે. જો તારી “ના” હશે તો પણ આપણે મિત્ર
તો રહીશું જ.
અને... જો “હા” હશે તો !!!! તરત કાવ્યાએ સવાલ પૂછ્યો.
એટલે તારી “હા” છે !!!! રોશને નવાઈ પામીને પુછ્યું.
“હા” રોશન “હા”, હું પણ તને ચાહું છું.
“તારા વગરની એક દુનિયા કલ્પી હતી.
જેમાં સવાર તો થતી હતી પણ સુરજ ન’હોતો ઊંગતો,
જેમાં સપના તો આવતાં હતાં પણ રાત ન’હોતી થતી,
જેમાં ધડકનતો ચાલતી હતી, પણ દિલ ન’હોતું,
જેમાં જીવન તો હતું, પણ જાણે જીવ ન’હોતો,
જેમાં શ્વાસ તો હતો, પણ વિશ્વાસ ન’હોતો,
બસ રોશન તને એક વિનંતી છે...
મારો સુરજ, મારી સવાર, મારા સપનાં, મારી રાત, મારૂ દિલ, મારી ધડકન, મારો જીવ, મારૂં જીવન, મારો શ્વાસ, મારો વિશ્વાસ બધું જ તું લઈ લે પરંતુ તું મને સાચવી લે, મને તારી બનાવી લે”.
આટલું બોલતા કાવ્યાની આંખો ભીની થઈ ગઈ અને પિતા રમણીકલાલની યાદ આવી ગઈ.
કારક કે પિતાના ગયાં પછી કાવ્યા પાસે ખુશ રહેવા માટે કોઈ કારણ હતું નહી પરંતુ આજ રોશને કાવ્યાની એ તલાશ પૂરી કરી હોય એમ કાવ્યા ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગી.
કાવ્યાપ..ચિંતા ન કરપ..બધું ઓકે થઈ જશે.
હું તને હંમેશા સાથ આપીશ ! પ્રોમિસ !
બસ, તું રડવાનું બંધ કર, હું હંમેશ માટે તારી સાથે રહીશ. બધા જ પ્રેમીની જેમ રોશને પણ
કાવ્યાને આશ્વાસન આપ્યું અને ચુપ કરી.
બંન્ને અંતે ખુશ થતાં થતાં એકબીજાને “આઈ લવ યું” કહી ફોન કટ કરી દીધો.
વાત જાણે એમ હતી કે હજુ બંન્નેએ એકબીજાને જોયા ન હતાં
મોરઅવરપ.એકબીજાના ફોટોગ્રાફસ પણ નહી જોયેલા.
કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે !! બસ આમ કાવ્યા અને રોશન વચ્ચે પ્રેમ પ્રાંગરતો ગયો.
દિવસે-દિવસે તેઓ એકબીજાથી વધુને વધુ નજીક આવતાં ગયાં. આશરે ત્રણેક મહીના થયાં. આજ સુધી કોઈ ઝગડો પણ નહી થયેલો. બંન્ને એકબીજા માટે જ જન્મ્યા હોય તેમ એકબીજામાં મળી ગયાં હતાં. એક દિલ દો જાન !
રોશને આજ એકાએક કહ્યુંપ..કાવ્યા તને એવું નથી લાગતું કે હવે આપણી વચ્ચે એકાદ મુલાકાત થવી જોઈએ ?
કાવ્યાને જાણે શોક લાગ્યો હોય તેમ ઝબકી ગઈ, કારણ કે કાવ્યા માટે ઘરથી બહાર નીકળવું થોડું મુશ્કેલ હતું.
આમ છતાં રોશનને માઠું ન લાગે એટલા માટે કાવ્યાએ કહ્યુંપ.. ઓકે ડિયર ! આઈ વિલ ટ્રાય માય બેસ્ટ.
હું સંપૂર્ણ પ્રયત્ન કરીશ કે આપણે મળી શકીએ.
આખરે ૨૧ જુન ના રોજ બંન્નેએ આખો દિવસ સાથે વિતાવવા નક્કી કર્યું કારણ કે આજે કાવ્યાનો જન્મ-દિવસ હતો અને સુશિલા પણ કોઈ અંગત કારણોસર વાપી જવાની હતી અને મોડી રાત્રે પરત ફરવાની હતી.
આગલી રાત્રે બંન્ને એ પ્લાનિંગ કર્યું કે તેઓ નવસારી નજીક આવેલા દાંડીના દરીયાકિનારે જશે.
૨૧ જુન ! સવારે ૭ઃ૩૫ ની ગાંધીધામ એક્સપ્રેસ ગાડીમાં સુશિલા નિકળી ગઈ વાપી જવા માટે.
નક્કી કરેલા સમય મુજબ કાવ્યા એરૂ ચાર રસ્તા ૮ઃ૩૦ વાગે પહોંચી ગઈ.
એકબીજાને જોયેલા નહી આથી બંન્નેએ પોતાના કપડાંથી અને મોબાઈલ પર વાતચીત કરતાં-કરતાં ઓળખવાનાં હતાં.
રોશને વ્હાઈટ શર્ટ અને બ્લુ ડેનીમ જીન્સ પહેરેલું.
જ્યારે કાવ્યાએ એક માત્ર નવું જીન્સ અને આછા પિન્ક કલરનું ટોપ પહેરેલું.
રોશને ચાર રસ્તા મમતાના ટી-સ્ટોલ પાસે ઊંભા રહી કાવ્યાને કોલ કર્યો.
મમતા અહી એરૂ ચાર રસ્તાની ફેમસ ચાહ બનાવવા વાળી મહિલા હતી. અહી નજીક આવેલી એગ્રીકલ્ચર યુનિવર્સ્િાટીના છોકરાઓ મમતાંની ચા થી અને કાકાના તીખાં-તીખાં બટર વડાપાઉંથી ટેવાયેલા હતાં. જો તમે વડાપાઉં બનાવતા જોઈ જાવ કે તરત મોઢામાં પાણી આવી જાય.
રોશને જેવો કોલ કર્યો કે કાવ્યાએ તરત જ તેને ઓળખી લીધો. દોડાદોડએ રોશન પાસે પહોંચી રોશને ચહેરા પર રૂમાલ બાંધેલો અને ગોગલ્સ પહેરેલા જ્યારે કાવ્યાનો આખો ચહેરો દુપટ્ટાથી ઢાંકેલો હતો આથી હજું પણ ચહેરા જોવાનો કોઈને મોકો મળ્યો જ ન’હોતો.
કાવ્યા બાઈક પાછળ બેસી ગઈ.
બંન્નેના દિલની ધડકન તેજ હતી. રોશનની બાઈકની રફ્તાર ધડકનથી પણ તેજ હતી. રોશનને ઉતાવળ હતી તેની જાન સમાન કાવ્યાને જોવાની.
વીસેક મિનિટમાં તેઓ દાંડી પહોંચ્યા.
ગાડી પાર્કિંગમાં પાર્ક કરી.
બંન્ને દરીયા તરફ ચાલવા લાગ્યાં.
રોશને પોતાના ચહેરા પરનો રૂમાલ છોડયો. કાવ્યાએ રોશન સામે જોયું. ખુશીનો પાર ન રહ્યો. જેને ત્રણેક મહિનાથી પ્રેમ કરતી હતી તે જ વ્યકિત તે જ રોશન આજે આંખોની સામે હતો.
કાવ્યાના માનવામાં ન’હોતું આવતું કે તે રોશન સાથે છે.
ખાતરી કરવા પુછી લીધુંપ..તપતપ.તમેપ..તમેપરોપરોપ.રોશન ???
હા હું રોશન ! કોઈ શક ? રોશને કહ્યું.
નાપ.બટપ.માનવામાં નથી આવતું કે આપણે સાથે છીએ.
પછી તો કાવ્યા રોશનની આંખમાં જોઈ રહી.
રોશન બાંધાંમાં પતલો અને થોડો ઊંંચો, આશરે ૫ ફીટ ૯ ઈંચ ! હેન્ડસમ, દેખાવડો, ઘઉં-વર્ણો.
રોશન ! યું આર લુકીંગ કૂલ ! કાવ્યાએ કહ્યું.
હવે તમે તમાર મુખારવિન્દના દર્શન કરાવવા માટે શું લેશો ? રોશને પૂછયું.
હળવેકથી રોશને જ કાવ્યાના મુખ પર બાંધેલ દુપટ્ટો છોડવા પ્રયાસ કર્યો.
કાવ્યાની આંખો જાણે ઐશ્વર્યા રાયની આંખોની યાદ અપાવે તેવી હતી.
મધ્યમ કદની, સુંદર બાંધાની કાવ્યાને જોઈ અને રોશનની આંખો ખુશીના આંસુથી છલકાઈ ગઈ.
કાવ્યા અને રોશને એકબીજાને જોયા વગર જ પ્રેમ કર્યો હતો અને મુલાકાત સમયે પણ બંન્ને એકબીજાને પસંદ આવ્યાં.
જો કે પ્રેમ આંધળો હોય છે, તેથી ગમા-અણગમાનો કોઈ પ્રશ્ન જ નથી.
બંન્ને દરીયાકિનારાની રેતીમાં ખુલ્લા પગે એકબીજાના હાથ પકડીને ચાલવા લાગ્યાં.
ચાલતાં-ચાલતાં વાતો કરતાં હતાં એવામાં રોશને અચાનક જ કાવ્યાને આંખ બંધ કરવા કહ્યું, કાવ્યાએ આંખ બંધ કરી તો રોશને પોતાની બેગમાં લાવેલું ગ્િાફ્ટ બહાર કાઢ્યું અને કાવ્યાના હાથમાં મુક્યું અને કપાળમાં ચુંબન કરી ત્યારબાદ હગ કર્યું અને કાનમાં કહ્યું “હેપ્પી બર્થ ડે”
માય લાઈફ, માય સ્વીટ હાર્ટ.
આમ, પહેલી મુલાકાત બંન્ને માટે યાદગાર અને ખુશીમય બની રહી.
આશરે સાંજના પાંચેક થવા આવ્યાં હતાં.
બંન્નેએ ઘર તરફ જવા નક્કી કર્યું.
ત્યાં દરીયાકિનારે આવેલ નથુંકાકાની દુકાનની સેન્ડવીચ ખાધી અને બંન્ને પાર્કિંગ તરફ ચાલવા લાગ્યાં.
બંન્નેના ચહેરા પર અપાર સ્મિત હતું.
કાવ્યા કદાચ આજે ઘણાં વર્ષો પછી આટલી ખુશખુશાલ જણાતી હતી.
સુશિલા ઘરે પહોંચે તે પહેલા કાવ્યા ઘરે પહોંચી ગઈ.
સુશિલા ઘરે આવી ત્યારે તો કાવ્યાએ રસોઈ બનાવવાની શરૂઆત કરી દીધી હતી.
જાણે પોતે કશે ગઈ જ ના હોય તેમ, મમ્મી ઘરે આવ્યાં ત્યારે સફર કેવી રહી તેના વિશે પૂછવા લાગી અને કહ્યું મમ્મી તું થાકી ગઈ હશે તેથી આરામ કર, આજે હું રસોઈ બનાવીશ.
રસોઈ બનાવી બંન્ને જમવા બેઠા અને ઘરનું કામકાજ કર્યું.
થોડીવારમાં રોશનનો નો ફોન આવ્યો કાવ્યા બાલ્કનીમાં જી વાત કરવાં લાગી એવામાં જ સુશિલાને દાળમાં કંઈક કાળું લાગ્યું. આથી કાવ્યાને પૂછ્યું બેટા કોનો ફોન હતો ?
આરતીનોપપકાવ્યાએ તરત ઉત્તર આપ્યો.
ત્યારબાદ ઘણીવાર સુશીલા જોઈ જતી પણ કાવ્યા કંઈ ને કંઈ બહાના કાઢી દે’તી હતી.
કાવ્યા અને રોશન હવે એકબીજાથી તદ્દન નજીક આવી ગયેલા.
એકબીજાને ભૂલવું લગભગ અશક્ય હતું.
દિવસો પસાર થતાં ગયાં. સુખ-દુઃખના દરેક સમયમાં તેઓ એકબીજાને સાથ આપતાં હતાં.
હવે કાવ્યા બારમાં ધોરણમાં આવી ગઈ હતી.
વાંચવા કરતાં કાવ્યા રોશનમાં વધારે ધ્યાન આપતી હતી.
એકવાર બન્યું એવું કે કાવ્યા એક્ઝામ આપવા ગયેલી તો સુશિલાએ કાવ્યાના કબાટનું ચેકિંગ ચાલું કર્યું કારણ કે સુશિલા છેલ્લા ઘણાં સમયથી શક કરતી હતી.
ચેક કરતાં કરતાં તેના કબાટ માંથી “ઇ” લખેલું કી-ચેઈન સુશિલાને હાથ લાગ્યું.
ગુસ્સાથી ભરપૂર સુશિલાએ જેવી કાવ્યા ઘરે આવી કે તરત જ એક તમાચો આપી દીધો. નાનપણથી પિતાની છત્રછાયા ગુમાવનાર કાવ્યાને સુશિલાએ બહુ લાડકોડથી ઊંછેરેલી પરંતુ પહેલીવાર આજે સુશિલાએ ગુસ્સો કર્યોં.
આટલાં લાડકોડથી ઊંછેરેલ દીકરી જ્યારે કંઈક ન કરવાનું કરે તો સ્વભાવિક છે કે ગુસ્સો આવે.
હાપ.પ્રેમ કરવો એ ગુનો નથી પરંતુ પ્રેમ કરવાની કાવ્યાની ઉંમર પણ નથી.
કાવ્યાને જ્યારે પૂછ્યું તો પહેલા કંઈ સ્વિકારવા તૈયાર ન હતી પરંતુ બહુ મનાવ્યા બાદ બધું સ્વિકાર્યું અને સુશિલાની રોશન સાથે વાત કરાવી.
રોશન પણ ટીનેજ હોવાને કારણે સુશિલાની વાત માનવાની જગ્યા એ એવું કહ્યું કે મેરેજ કરીશ તો કાવ્યા સાથે જ.
હવે સુશિલા પાસે કાવ્યાને રોકવા સિવાય કોઈ રસ્તો બચ્યો ન હતો.
આથી કાવ્યા પાસેથી મોબાઈલ લઈ લીધો અને સ્કુલ-ટ્યુશન મુકવા માટે ખુદ સાથે જવાં લાગી જેથી કાવ્યા અને રોશન એકબીજાથી દૂર રહે અને મળી ન શકે.
પરંતુ પ્રેમ કોઈના રોકવાથી ના રોકી શકાય.
કાવ્યાનું બારમું ધોરણ પુરૂ થયું હવે કોલેજમાં એડમિશન લેવાનો સમય આવ્યો.
સુશિલાએ કાવ્યાને બહાર મોકલવી ન હતી આથી તેણે એરૂ ચાર રસ્તા દાંડી રોડ પર આવેલી અસ્પી કોલેજમાં એડમિશન લેવા નક્કી કર્યું.
મેરીટ લિસ્ટ બહાર આવ્યું.
સારૂ પરીણામ હોવાને લીધે પસંદગીની બ્રાન્ચ હોર્ટીકલ્ચરમાં પ્રવેશ મળી ગયો.
કોલેજકાળ ચાલું થયો.
અને હવે તો પાછા રોશન અને કાવ્યા એકબીજાની નજીક આવી ગયાં.
બંન્ને અવાર-નવાર કોલેજમાં અથવા તો દાંડી રોડ પર મળતાં.
એવામાં કાવ્યાની કોલેજમાં “એન્યુલ ફંકશન” આવ્યું.
કાવ્યાએ ડાન્સ સ્પર્ધામાં ભાગ લીધો.
આ દરમ્યાન તેની મુલાકાત તેના એક સિનિયર આકાશ સાથે થઈ.
આકાશ સાતમા સેમેસ્ટરમાં અભ્યાસ કરતો હતો.
કાવ્યા અને આકાશ એકબીજાની નજીક આવ્યાં.
એક દિવસ બંન્ને ફેસબુક પર ચેટ કરતાં હતાં.
કાવ્યાપ..તારા ફેમિલિમાં કોણ-કોણ છે ? આકશે પૂછયૂં.
હું અને મમ્મી !!!
ઓહ ! પપ્પા ? આકાશે કહ્યું.
“હી ઈઝ નો મોર ! થોડા દુઃખ સાથે કાવ્યાએ ઉત્તર આપ્યો. અને ભાઈ તો પહેલેથી જ નસીબમાં નથી”.
ત્યારબાદ કાવ્યાએ બાળપણની આખી વાત કરી અને આકાશ અને કાવ્યા ભાઈ-બહેન બન્યાં.
આકાશ હવે કાવ્યાને પોતાની નાની બહેનની જેમ રાખવા લાગેલો અને કાવ્યા પણ મોટાભાઈના
આદેશનું પાલન કરતી હતી.
એક દિવસની વાત છે. બંન્ને ભાઈ-બહેન એકબીજાની એટલાં નજીક આવી ગયેલા કે કાવ્યાએ રોશનની વાત તેમના માનીતા ભાઈ આકાશને કહેવા વિચાર્યું.
હા, આકાશ અત્યંત ગુસ્સાવાળો નેચર ધરાવતો પરંતુ લાગણીશીલ પણ બહુ હતો.
કાવ્યાએ આકાશને કહ્યું “ભાઈ, એક વાત કહેવી હતી”
“હા, બોલ શું કહેવું હતું.”
પપપપ.પણ ભાઈપ..
“અરે ! પણ શું એ તો જણાવ” ? આકાશે અધીરા થઈને પૂછ્યું.
કાવ્યાને ડર લાગતો હતો કે કંઈક ભાઈને આ વાત નહી ગમે, પરંતુ હિમ્મત કરીને આખરે કાવ્યાએ કહ્યું “ભાઈ, મારે એક બોય ફ્રેન્ડ છે, રોશન નામ છે.”
“ઓહ !!! સરસ, શું કરે છે રોશન” ? તરત આકાશે પૂછયું.
“બી.ઈ. ઈલેક્ટ્રીકલ” શરમાતાં મુખડે કાવ્યા બોલી.
ઓહ ! અતિસુંદર.
ડર હતો કાવ્યાને કે કદાચ આકાશને આ વાત નહી ગમે પરંતુ આકાશે કહ્યું “જો બહેન, રોશન ખરેખર તને પ્રેમ કરતો હોય અને તું પણ એને ચાહતી હોય તો હું તમને મદદ કરીશ”.
હા...! હા ભાઈ હા ! તે પણ મને ખૂબ જ પ્રેમ કરે છે. ઉત્સાહીક કાવ્યા એક પણ સેકન્ડ રાહ જોયા વગર બોલી.
“અરે અરે ! પણ મને એ તો જણાવ કે તને રોશનનો ભેટો થયો કેવી રીતે?”
બસ ભાઈ એ એક બહુ લાંબી કહાની છે, હું તને પછી જણાવીશ.
ના ! મને હમણાં જ જાણવું છે, આકાશે કહ્યું.
આથી કાવ્યાએ પોતાની વાત ચાલું કરી.
જો ભાઈ, પહેલાં પ્રોમિસ આપ કે તું મારા પર ગુસ્સો નહી કરશે.
હા બાબા ઓકે ! પોમિસ ! પક્કા વાલા પ્રોમિસ !
ભાઈ, મારા ઘરની સામેના ઘરમાં એક છોકરો રહે છે. તેનું નામ વિનય છે. વિનય મારાં કરતાં પાંચ વર્ષ મોટો છે. હું જ્યારે દસમાં ધોરણમાં હતી ત્યારે હું અને વિનય એકબીજાને બાલ્કનીમાંથી જોતાં હતાં અને ક્યારેક એકબીજાને સ્માઈલ આપતાં હતાં.
એક દિવસ વિનયએ મારો મોબાઈલ નંબર માગ્યો, મેં હાથની આંગળીના ઈશારાથી તેને મારો નંબર આપ્યો. ત્યારબાદ અમે થોડા દિવસ મોબાઈલમાં મેસેજથી વાત કરતાં હતાં.
એક દિવસની વાત છે.
હું અને વિનય મેસેજથી વાત કરતાં હતાં.
વિનયે કહ્યું, કાવ્યા પ્લીઝ હમણાં જ બાલ્કનીમાં આવ મારે થોડું કામ છે.
મે કહ્યું ઓકે આવું છું.
હું બાલ્કનીમાં ગઈ એટલે વિનયે મેસેજ કર્યો, “કાવ્યા, આપણે ઘણાં સમયથી એકબીજાંને જોઈએ છીએ, એકબીજાં સાથે વાત-ચીત કરીએ છીએ, એકબીજાં માટે સમય કાઢીએ છીએ પરંતુ આપણા સંબંધનું કોઈ નામ નથી, અને હાં, મેઈન વાત તો એ કહેવી હતી કે મને તારી સાથે વાતચીત કરવી બહું ગમવા લાગી છે, કહેવાય ને કે તું મારી જીંદગીમાં જોડાય ગઈ છે. મને તારા વગર નથી ચાલતું. હા, કાવ્યા મને તું ગમવા લાગી છે. હું તને ચાહું છું. આઈ લવ યું કાવ્યા. મને તારા વિચારની તો નથી ખબર પરંતુ મેં મારા વિચારો તને જણાવ્યાં અને તારી પાસે બસ એટલી આશા રાખું કે બટન મારા દિલના ઈફસ્ નું તું કંઈક એવી રીતે દબાવી દે કે તારા દિલ રૂપી દિલ્લીમાં મારી સરકાર બની જાય”. મેસેજ વાંચીને પહેલા તો મને શું કરવું શું ન કરવું તેની ભાન જ ન રહ્યું. વિનય સામે જોવાની હવે હિમ્મત ન’હોતી. વિનયનો ફરી એક મેસેજ આવ્યો કે “કાવ્યા, અમાસની રાત્રે હું ચન્દ્રની ચાંદની શોધવા નીકળેલો, જેવી તું મળી કે મારી શોધ પૂરી થઈ. પ્લીઝ કાવ્યા મારી સામે જો અને મને “હા” યા “ના” નો જવાબ આપ”.
ઓહ !! પછી ?? પછી શું થયું બહેન ? આકાશે કાવ્યાની વાતમાં રસ દાખવતાં પૂછ્યું.
બસ, કંઈ નહી ભાઈ, મે કંઈ પણ વિચાર્યા વગર વિનયને “હા” પાડી દીધી અને અમે બંન્ને “ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બન્યાં”.
વોટ !!!! આ તું શું બોલી રહી છે ? તો પછી આ રોશન કોણ છે ? વિનય ક્યાં ગયો ? એ શું કરે છે ? એ હવે તારો બોયફ્રેન્ડ નથી ? તો પછી રોશનના લીધે તમારૂ બ્રેક-અપ થયેલું ? રોશન ક્યાંથી આવ્યો ? ગુસ્સાથી ભરેલા અવાજમાં આકાશે એકસાથે ઘણું બધું પુછી લીધું.
ભાઈ શાંતિ રાખ હું બધું તને જણાવું જ છું, તું મહેરબાની કરીને ગુસ્સો નહી કર.
આકાશે કહ્યું, ઓકે વાત આગળ જણાવ.
ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ બન્યાં પછી અમે રોજ વાતો કરતાં અને મજા પણ આવતી, ૨-૩ મહિના સુધી આવું ચાલ્યું. વિનય હંમેશા મને મળવાં બોલાવતો પણ હું ન જતી કારણ કે મમ્મી કંઈક વધારે પડતું જ ધ્યાન રાખતી હતી. એક સમય એવો આવ્યો કે વિનયના ઘરે એની સગાઈની વાત થવાં લાગી અને હું નાની હતી આથી અમારી સગાઈ કે મેરેજ શક્ય તો જ બને જો વિનય મારાં માટે રાહ જુએ. પરંતુ આવું ના થયું, એણે એક દિવસ મને કહ્યું કે આજથી મારો મોબાઈલ નંબર બદલાય ગયો છે સાથે જ વિનયે મને નવો નંબર આપ્યો અને કહ્યું હવેથી આપણે આ નંબર પર વાત કરીશું. નવા નંબરની સાથે જ વિનયે નવેસરથી જ વાતચીત ચાલું કરી હોય એવું લાગ્યું. તેના વર્તનમાં થોડો બદલાવ આવ્યો ! હું ગમે ત્યારે મેસેજ કરીને બાલ્કનીમાં આવવાં માટે કહું તો કંઈને કંઈ બહાનું બનાવી દેતો. ફોન પર તો વાત કરવાનું જ છોડી દીધું. ક્યારેક અચાનક જ બાલ્કનીમાં આવી જાય અને પરાણે સ્માઈલ આપતો. બે મહિના થયાં.
હવે તો થોડાક જ સમયમાં તેની સગાઈ થવાની હતી પરંતુ આ વાત વિનયે મને ક્યારેય જણાવી ન’હોતી. એક દિવસ તેના મમ્મી અમારા ઘરે આવ્યાં અને વાત કરી કે આવતાં અઠવાડીયે વિનયની સગાઈ છે ત્યારે મને અચાનક જ ઝાટકો લાગ્યો, આથી મેં તરત જ વિનયને મેસેજ કરીને પૂછયું કે આ બધુ શું છે અને મને આજ સુધી કંઈ કહ્યું કેમ નહી ? સામેથી રીપ્લાય આવ્યો કે તને હમણાં કોલ કરીને બધું વિગતવાર જણાવું.
એક કલાક વિતી, બે કલાક વિત્યાં, ત્રણ કલાક વિત્યાં અને આખરે વિનયનો કોલ આવ્યો. વાત કરવાં માટે હું દોડાદોડ અગાશીમાં જતી રહી. જેવું હેલ્લો બોલી તો સામેથી કોઈ અજાણ વ્યકિતનો અવાજ સંભળાયો અને કહ્યું “જો કાવ્યા, મને શાંતિથી સાંભળ અને હા મગજ શાંત રાખજે મારે આજે તને બધું સાચું-સાચું કહેવું છે”. મે કહ્યું ઓકે બોલ. સામેથી કહ્યું “હું વિનયનો મિત્ર છું, જ્યારથી વિનયે તને કહ્યું કે મારો નંબર બદલાય ગયો છે અને તને બીજો નંબર આપ્યો ત્યારથી હું જ તારી સાથે મેસેજથી વાત કરતો હતો. અને એટલાં માટે જ તું મને જ્યારે બાલ્કનીમાં આવવાં માટે કહેતી ત્યારે હું કંઈક બહાના બનાવતો કારણ કે હું તો વિનય હતો જ નહી કે બાલ્કનીમાં આવું. વિનયની સગાઈ થવાની હતી આથી તે તારાથી દુર જવાં માંગતો હતો અને તે તારી લાગણી દુભાવવા ન માંગતો હતો તેથી તેણે મને એક દિવસ આખી વાત જણાવી અને અમે બંન્નેએ નક્કી કર્યું કે હું તારી સાથે વિનય બનીને વાત કરીશ જેથી તને સારૂ લાગે પણ આજે હવે તને ખબર પડી જ ગઈ છે તો હવે તારાથી મારે વધારે કશું નથી છુપાવવું. બસ, હવે આપણે બંન્ને મિત્રો બનીને રહેશું, તને ગમે ત્યારે કંઈ પણ જરૂર હોય તો મારી મદદ લઈ શકે છે. હું તને મદદ કરીશ અને જેમ બે મહિનાથી આપણે મેસેજથી વાત કરીએ છીએ તેમ કરતાં રહીશું.
ગોળ-ગોળ વાત સાંભળીને આકાશનું માથું હવે ગોળ-ગોળ ફરવા લાગેલું તેથી તેણે કાવ્યાને કહ્યું બહેન હું પાણી પીય ને આવ્યો.
થોડીવારમાં આકાશ પાછો ફર્યો અને કાવ્યાને પોતાની વાત આગળ વધારવાં કહ્યું કે પછી શું થયું ?
બસ ભાઈ, આ બધું સાંભળીને મારાથી રડાય ગયું એટલે વિનયના મિત્રએ દિલાસો આપતાં કહ્યું કે રડીશ નહી કાવ્યા બધું બરાબર થઈ જશે. આટલું કહી તેણે કહ્યું ચાલ હું ફોન મુકું છું, કંઈ ભુલ-ચૂક થઈ હોય તો માફ કરી દે જે. ફોન મુકતાં પહેલાં મે પૂછ્યું “તમારૂ નામ જાણી શકું”?
ઓબ્વિસલિ કેમ નહી ! મારૂ નામ છે “રોશન, રોશન પટેલ”.
અને આમ મને મારો કાળજાનો ટુકડો એવો રોશન મળ્યો. હવે કોઈ સવાલ પૂછવો છે આકાશભાઈ તમારે? કાવ્યાએ કહ્યું.
અચ્છા ! ઘણી અટપટી કહાની છે બેન તારી, હા રોશન એ જ દિવસથી તારો “બોયફ્રેન્ડ” બનેલો ?
ના, રોશને મને થોડા મહિનાઓ બાદ પ્રપોઝ કરેલું અને એને મેં ઘણું વિચાર્યાં પછી “હા” કહેલું. હા ખાસ વાત કે મેં જ્યારે રોશનને “હા” પાડી ત્યારે અમે બંન્ને એકબીજાને જોયેલા પણ નહી હતાં.
ઓહો ! સરસ ! ઓકે ચાલો તો હવે છુટા પડીએ. આકાશે કહ્યું. કાલે મળીશું, તું મને રોશનનો નંબર વોટ્સએપ પર મોકલજે.
*****
આકાશ એક માસ્ટર માઈન્ડ વ્યક્તિ પણ હતો. તેણે બહુ ચર્ચિત સોશિયલ નેટવર્કિંગ સાઈટ ફેઈસબુકમાંથી રોશનને શોધ્યો અને તેના વિશે જાણકારી મેળવવાં પ્રયત્નો ચાલું કર્યાં. આકાશ ન’હોતો ઈચ્છતો કે તેની બહેન સાથે કોઈ રમત રમે અથવા ટાઈમપાસ કરે. આકાશે બધી માહિતી એકઠી કરી અને જાણ્યું કે રોશન અમદાવાદની એક પ્રાઈવેટ કોલેજમાં અભ્યાસ કરે છે. આથી તે કોલેજમાં ભણતાં તેનાં મિત્ર દેવાંગનો સંપર્ક કર્યો. દેવાંગ અને આકાશ બંન્ને સ્કુલ સમયના સારા એવા મિત્રો હતાં. જ્યારે દેવાંગ અને રોશન એક કોલેજમાં જ ભણતાં આથી બંન્ને મિત્રો સમાન હતાં. આકાશે દેવાંગને પોતાની માનીતી બહેન “કાવ્યા અને રોશન” વિશે બધી વાત જણાવી અને સાથે કહ્યું રોશન વિશે મને થોડી જાણકારી જોઈએ છે. થોડા દિવસની તપાસ કર્યાં પછી દેવાંગે આકાશને કહ્યું કે રોશન એક આઉટલાઈન છોકરો છે. દારૂ-સિગારેટ, ઈંડા-માંસ, વગેરેપ આ તો ઠીક તેને ત્યાં એક ગર્લફ્રેન્ડ પણ છે. આ વાત પહેલાં તો આકાશનાં માનવામાં ન આવી પરંતુ એક દિવસ તે પાક્કું કરવા માટે અમદાવાદ ગયો. ત્યાં તે દેવાંગની રૂમ પર વીકેન્ડમાં બે દિવસ રોકાયો અને તેણે રોશનને તેની અમદાવાદ વાળી ગર્લફ્રેન્ડ કિરણ સાથે જોયો અને રાત્રે દારૂના નશામાં ધમાલ કરતાં પણ જોયો. આથી તે સોમવારે નવસારી પહોંચ્યો અને તેની બહેન કાવ્યાને બોલાવી અને પોતે જોયેલી બધી વાત કહી અને બહેનને સમજાવી કે તું રોશનને છોડી દે. શરૂઆતમાં તો કાવ્યા આ વાત સ્વીકારવાં તૈયાર ન’હોતી પરંતુ તેણે ડાયરેક્ટ રોશનને કોલ કરીને બધુ પૂછયું થોડી માથાકૂટ બાદ રોશને તમામ વાત સ્વીકારી લીધી અને કાવ્યાને પ્રોમિસ આપ્યું કે હવે આ બધુ છોડી દઈશ. પરંતુ હવે કાવ્યા ત્રાસી ગઈ ! એ કોઈપણ પ્રકારના રિલેશન કોઈ સાથે રાખવા માગતી ન હતી અને તેણે રોશન સાથે જબરદસ્તી બ્રેક-અપ કર્યું. રોશને મનાવવા ઘણા બધા પ્રયાસો કર્યાં પણ કાવ્યા એક ની બે ના થઈ. કાવ્યા હતી ત્યાં ને ત્યાં આવી ગઈ. વળી પાછા એ જ દુઃખ ભર્યાં દિવસો. હા એક વાત હતી કે હવે તેની સાથે તેનો લાડલો ભાઈ હતો. સાવ એકલી ન’હોતી, એમ છતાં ઊંંડો નિઃસાસો નાખીને બોલી “જીંદગી એક ફરીયાદ બનીને રહી ગઈ, અધૂરી ઈચ્છાનો અવાજ બનીને રહી ગઈ”
રોશન પાસે કોઈ રસ્તો ન હતો કારણ કે કાવ્યા હવે કોઈ સંજોગોમાં તેને સાંભળવા તૈયાર ન’હોતી. આકાશ પોતાની વ્હાલસોયી બહેનને દુઃખી જોવા માંગતો ન’હોતો આથી તેણે રોશનને મળવાનું નક્કી કર્યું અને મળ્યો પણ. આકાશે રોશનને કહ્યું જો તું કાવ્યાને સાચા દિલથી પ્રેમ કરતો હોય તો પહેલાં બધુ છોડી દે. તારી ખરાબ આદતો, તારી કુટેવો અને ખાસ તારી ગર્લફ્રેન્ડ ! ઉપરાંત તું તારા પગ પર ઉભો થા અને કાવ્યાને પામવા મહેનત ચાલું કરી દે પછી જો એવું લાગશે તો હું કાવ્યાને સમજાવવા પ્રયત્ન કરીશ, તમારા બંન્નેના નસીબ અને તારી મહેનત હશે તો તમે જરૂર એક દિવસ પાછા એકબીજાના થશો. રોશનને પોતાની ભુલનો અફસોસ હતો પરંતુ હવે મહેનત કર્યાં વિના છુટકો જ ન’હોતો.
ધીમે ધીમે દિવસો પસાર થવાં લાગ્યાં, કાવ્યા હવે કોલેજના અભ્યાસ સિવાય કોઈપણ બીજી વાતોમાં ધ્યાન ન’હોતી આપતી. આમ તે ક્લાસની ટોપર બની ગઈ. રોશને બધુ જ છોડી દીધુ અને કાવ્યાને પામવા માટે મહેનત કરવાં લાગ્યો. બંન્નેની કોલેજ લાઈફ પૂરી થઈ. કાવ્યાને વાઈસ ચાન્સેલર ગોલ્ડ મેડલ પણ મળ્યો. આમ છતાં, એકબીજાનાં કોઈપણ પ્રકારના સંપર્કમાં ન’હોતા. રોશન હવે એકદમ સુધરી ગયો હતો. તેને પોતાની કંપની ઊંભી કરી અને સારૂ એવું કમાવા લાગ્યો. પછી તેને આકાશની વાત યાદ આવી અને તેણે નક્કી કર્યું કે હવે તે કાવ્યાંના ઘરે ખુદ જશે અને કાવ્યાની મમ્મી સુશિલા પાસે કાવ્યાનો હાથ માગશે. રોશન નવસારી તરફ રવાના થયો, નવસારી પહોંચ્યો કે થોડો ઘણો ફ્રેશ થઈ કાવ્યાના ઘરે જવા નીકળ્યો. ત્યાં પહોંચ્યો તો શેરીમાં કોઈના લગ્ન ચાલી રહ્યાં હતાં એટલે પોતાની કાર બહાર ગેટ પાસે જ મુકીને ચાલીને કાવ્યાનાં ઘર તરફ ચાલવાં લાગ્યો. માણસોના સમુદાયમાં પ્રોફેશનલ રોશન પટેલની એન્ટ્રી જોઈ અમુક લોકોની આંખો અંજાઈ ગઈ કારણ કે રોશન એક મોટો બિઝનેશમેન બની ગયેલો હતો. લોકો એવું વિચારતા હતાં કે કદાચ લગ્નમાં આવ્યો હશે પણ જેવો લગ્નના મંડપ પાસે પહોંચ્યો તો કાવ્યા પોતાના ભાવિ પતિ સાથે સાત જન્મ માટે સંબંધના તાંતણે ગુંથાઈ રહી હતી. કાવ્યાએ રોશનને જોયો પણ ન જોયો હોય તેમ અંજાન બનીને ફેરા ફરવા લાગી. રોશન ત્યાં જ પડી ભાંગ્યો અને પોતાના ઘૂંટણિયે બેસીને રડવા લાગ્યો. હવે કોઈ રસ્તો ન’હોતો કારણ કે તે થોડો મોડો પડયો હતો. ત્યાંથી રોશન નીકળી ગયો. અને પોતાની જીંદગી એકલા વિતાવતા નક્કી કર્યું. પોતાના બેડરૂમમાં કાવ્યાનો મોટો ફોટો મુકાવ્યો અને એમાં લખેલું...
“અનેક હરીફોની હોડ પર, જીંદગી એક અનોખા મોડ પર”
સમાપ્ત
*****
***
*
અંકિત ગઢિયા