"ઇન્તઝાર" એક આંસુભર્યો પ્રેમ કથા છે જેમાં મુખ્ય પાત્ર નિયતી છે, જેને નિકુંજ સાથેનો પ્રેમ અને સંબંધ ખૂબ ગાઢ છે. પરંતુ, નવજીવનમાં એક અકસ્માતના કારણે, નિયતીને પોતાની એક વર્ષની યાદદાસ્ત ગુમાવી દેવી પડે છે. નિયતીની સગાઇ વિવેક સાથે થાય છે, પરંતુ નિકુંજની યાદમાં ખોવાઈ ગયેલી નિયતીને આ સગાઇ માને લેવી મુશ્કેલ બને છે. એક દિવસ, જ્યારે નિયતી વિવેક સાથે મળવા જતી હોય, ત્યારે એક ગંભીર અકસ્માતમાં પાડી જાય છે, અને તેનું જીવન બદલાઈ જાય છે. નિકુંજને મળવાની તેની ઇચ્છા અને તેના પરિવારને સમર્થન મેળવવા માટે, નિયતીના પિતા નિકુંજ અને તેના પરિવારજનને મનાવે છે, જેથી નિયતીને સારી રીતે સારવાર મળી શકે. જ્યારે નિયતીને લાગે છે કે તે નિકુંજ સાથે રહેતી છે, ત્યારે નિકુંજ અને તેના પરિવારજનો नियતીને પુનઃ એની પિતાની પાસે મોકલવા માટે તૈયારીઓ શરૂ કરે છે. આ આખી કથા પ્રેમ, વિમોચન અને યાદોનું એક લાગણીસભર દ્રષ્ટિકોણ છે. Intezar- A story by Ankit Gadhiya Ankit Gadhiya દ્વારા ગુજરાતી વાર્તા 22 824 Downloads 2.2k Views Writen by Ankit Gadhiya Category વાર્તા સંપૂર્ણ વાર્તા વાંચો મોબાઈલ પર ડાઉનલોડ કરો વર્ણન “હું ક્યાં છું હું અહિ કેવી રીતે આવી મને અહિ કોણ લાવ્યું કેમ કોઇ કશું બોલતા નથી કોઇ મને કહેશે મને શું થયું છે મારી આવી હાલત કેમ થઇ તમે બધાં અહિ આમ કેમ ઉભા છો કોઇ કશું જણાવો મને. હે ભગવાન ! હે કનૈયા ! તું તો જણાવ શું ચાલી રહ્યું છે મારી સાથે મારો નિકુંજ ક્યાં છે મને કોઇ નિકુંજ પાસે લઇ જાઓ ! મારે નિકુંજને મળવું છે.” અચાનક ભાનમાં આવેલી નિયતી એકસાથે એટલાં બધાં સવાલ પૂછી બેઠી કે કોઇ પાસે નિયતીના એક પણ સવાલનો જવાબ ન હતો. બધા જ ચુપચાપ મૌન થઇ ઉભા હતાં. નિયતીને તેના શ્વસુર પક્ષ તરફથી કોઇ દેખાતું ન’હોતું, આથી ફરી એકવાર તેની બહેન દિપ્તીને પૂછ્યું શું થઇ રહ્યું છે બધાની ગેરહાજરીમાં દિપ્તી એ આખી વાત કરી. ખરેખર બન્યું એવું હતું કે હમણા જ થોડા સમય પહેલાં જ નિયતીની સગાઇ વિવેક સાથે થયેલી ! વિવેક સાથે તેની સગાઇ પરાણે કરાવવામાં આવેલી કારણ કે આ પહેલા તેની સગાઇ તેના બોયફ્રેન્ડ નિકુંજ સાથે થયેલી. નિકુંજ સાથે નિયતીને સારો એવો મન મેળ થઇ ગયેલો અને તેના પરીવારમાં નિયતી દૂધમાં સાકર ભળે એવી રીતે ભળી ગયેલી. ત્રણ-ત્રણ વર્ષ સુધી આ સંબંધ ચાલેલા. બંન્ને જાણે એકબીજા માટે જન્મેલા હોય તેમ રહેતા હતાં અને સાત-સાત જન્મ સુધી સાથે રહેવાના કોડ આપેલા. પરંતુ એકવાર અગમ્ય કારણોસર અચાનક જ નિકુંજના પપ્પાએ નિકુંજને નિયતીને તરછોડી દેવા કહ્યું. પિતાના અતિશય દબાણમાં આવીને નિકુંજએ પોતાની પ્રિયત્તમા એવી નિયતીને છોડવાનું નક્કી કર્યું. નિયતીને કંઇપણ જણાવ્યા વગર જ નિકુંજે કહ્યું કે હવે મને કોલ કે મેસેજ ન કરતી. નિયતીએ અંતિમ વાર નિકુંજ સાથે વાત કરવા મરણિયા પ્રયાસ કર્યા પરંતુ તેના તમામ પ્રયાસ નિષ્ફળ ગયા કારણ કે નિકુંજનો મોબાઇલ તેના પિતાએ લઇ લીધો હતો. More Likes This રૂપિયા management દ્વારા E₹.H_₹ જીવન ની કાયા કલ્પ - ભાગ 1 દ્વારા Rohan Joshi સોલમેટસ - 1 દ્વારા Priyanka એક ચાન્સ દ્વારા Priyanka એક પંજાબી છોકરી - 51 દ્વારા Dave Rup ખુણાની ધાર - 1 દ્વારા Kaushal Modha સપનાંઓ જવાબદારી વચ્ચે છૂટી જાય છે.. દ્વારા Varsha Bhatt બીજા રસપ્રદ વિકલ્પો ગુજરાતી વાર્તા ગુજરાતી આધ્યાત્મિક વાર્તાઓ ગુજરાતી ફિક્શન વાર્તા ગુજરાતી પ્રેરક કથા ગુજરાતી ક્લાસિક નવલકથાઓ ગુજરાતી બાળ વાર્તાઓ ગુજરાતી હાસ્ય કથાઓ ગુજરાતી મેગેઝિન ગુજરાતી કવિતાઓ ગુજરાતી પ્રવાસ વર્ણન ગુજરાતી મહિલા વિશેષ ગુજરાતી નાટક ગુજરાતી પ્રેમ કથાઓ ગુજરાતી જાસૂસી વાર્તા ગુજરાતી સામાજિક વાર્તાઓ ગુજરાતી સાહસિક વાર્તા ગુજરાતી માનવ વિજ્ઞાન ગુજરાતી તત્વજ્ઞાન ગુજરાતી આરોગ્ય ગુજરાતી બાયોગ્રાફી ગુજરાતી રેસીપી ગુજરાતી પત્ર ગુજરાતી હૉરર વાર્તાઓ ગુજરાતી ફિલ્મ સમીક્ષાઓ ગુજરાતી પૌરાણિક કથાઓ ગુજરાતી પુસ્તક સમીક્ષાઓ ગુજરાતી રોમાંચક ગુજરાતી કાલ્પનિક-વિજ્ઞાન ગુજરાતી બિઝનેસ ગુજરાતી રમતગમત ગુજરાતી પ્રાણીઓ ગુજરાતી જ્યોતિષશાસ્ત્ર ગુજરાતી વિજ્ઞાન ગુજરાતી કંઈપણ ગુજરાતી ક્રાઇમ વાર્તા