બીજો જન્મ
ટેન્શનમાં હતો વિવેક !
અંકિત ગઢિયા
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as MatruBharti.
MatruBharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.
બીજો જન્મ
ટેન્શનમાં હતો વિવેક !
શેનું ટેન્શન હશે ? કાવ્યા તો એના પ્રેમમાં ગળાડૂબ હતી તો પણ શેનું ટેન્શન ?
કદાચ કોઈક પ્રોબ્લેમ હતો ? મિત્ર સાથેનો ઝગડો કે પછી ફેમિલિનું ટેન્શન ? કે પછી ભણવાનું ટેન્શન ? પોતાના ભવિષ્યનું ટેન્શન કે પછી ભવિષ્ય જેની સાથે વિતાવવાનું છે એનું ટેન્શન ? કંઈક એવું ટેન્શન હતું જે તેને ચેનથી જીવવા ન’હોતું દે’તું. કોલેજના પાર્કિંગમાં બેઠા-બેઠા એકલો એકલો કંઈક વિચારી રહ્યો હતો વિવેક ! મોબાઈલમાં કશુંક જોઈને ગુસ્સો કરતો હતો. અરે હા ! તેના હાથમાં તો તેનો પોતાનો મોબાઈલ હતો જ નહી ! હા...ખરેખર...
વિવેકના હાથમાં પોતાની પ્રિયત્તમા એવી કાવ્યાનો મોબાઈલ હતો. કદાચ કાવ્યાનાં મોબાઈલમાં કશુંક એવું જોયું જેના લીધે વિવેક ટેન્શનમાં હતો. રાહ જોતો હતો કાવ્યાની, કે આવે પછી પ્રશ્નોનો મારો ચલાવું કારણ કે કંઈક છુપાવતી હતી કાવ્યા !
વિવેક અને કાવ્યા છેલ્લાં એક વર્ષથી એકબીજાનાં પ્રેમી હતાં. બંન્ને એક જ કોલેજમાં અભ્યાસ કરતાં હતાં. આજે કાવ્યાં ક્લાસમાં ગઈ અને વિવેકને ઈચ્છા ન’હોતી એટલે ક્લાસ બંક કરેલો. જેવા ૧૧ વાગ્યાને કાવ્યાં ક્લાસ પૂરો કરીને બહાર વિવેક પાસે આવી. વિવેકને આટલો ટેન્શનમાં જોઈ થોડી વાર તો કાવ્યાં સ્તબ્ધ થઈ ગઈ કારણ કે એક વર્ષનાં સંબંધ દરમ્યાન વિવેકે એકપણ વાર ગુસ્સો નહી કરેલો અને આજે અચાનક જ આટલો ગુસ્સો એ પણ કોઈ કારણ વગર જ ! ખેરપ..કાવ્યાને વિવેકનો ગુસ્સો કારણ વગરનો લાગતો હતો પરંતુ વિવેક પાસે કારણ હતું. કાવ્યા એ કંઈક છુપાવ્યું હતું વિવેકથી !! અને કોઈ નાની સુની વાત ન’હોતી. પોતાની બેગમાંથી પાણીની બોટલ કાઢી વિવેકને આપતાં કાવ્યાં બોલી લે વિવેક પાણી પિય લે અને શાંત થઈ જા. જે પ્રોબ્લેમ હોય તે તું મને જણાવ હું તને મદદ કરીશ.
મદદ ! શું જરૂર છે મારે તારી મદદની ? આટલી મોટી વાત તું મારાથી કંઈ રીતે છુપાવી શકે ? ગુસ્સાથી વિવેક બોલ્યો.
મોટી વાત ? કંઈ મોટી વાતની તું વાત કરે છે ? મેં શું છુપાવ્યું છે તારાથી ? ચિંતિત અને અંજાન સ્વરે કાવ્યા બોલી.
કાવ્યાનાં મોબાઈલમાં ફેસબુકના બે વર્ષ જુનાં અર્પ્િાતના મેસેજ બતાવતાં વિવેકે પૂછ્યું કોણ છે આ અર્પ્િાત અને આની સાથે કેમ આ પ્રકારની વાત કરેલી ? કોણ હતો આ અર્પ્િાત ? કેવી રીતે મળેલો ? અને હવે કોઈ સંબંધ છે કે નહી ? એક સાથે એટલાં બધા સવાલ પૂછી લીધા કે કાવ્યા હેબતાઈ ગઈ અને કહ્યું સાંભળ આજે હું તને બધું જ સત્ય જણાવી દઉં. એક્ચ્યુલી હું આ વાત ભુલી જવા માગતી હતી તેથી તને ન’હોતી જણાવી પણ આજે હું બધું કહી જ દઉં.
જો સાંભળ ! ત્રણ વર્ષ પહેલાની વાત છે. ઉનાળાનું વેકેશન હતું. મારા ફઈનો દીકરો શિવમ મધ્ય-પ્રદેશ ભણે છે ત્યાંથી તે ઉનાળામાં અમારા ઘરે વડોદરા વેકેશન ગાળવા આવેલો. શિવમની સાથે તેનો ખાસ મિત્ર અર્પ્િાત પણ આવેલો. અર્પ્િાત મૂળ મધ્ય-પ્રદેશનો જ છે પરંતુ નાનપણમાં ૨-૪ વર્ષ ગુજરાતમાં વિતાવેલા આથી ગુજરાતી આવડતું હતું અને ઘણા સમયથી ગુજરાય અવાયું ન’હોતું તેથી ગુજરાત ફરવા માટે આવેલો. તેઓ સાત દિવસ અમારા ઘરે રોકાયેલા. એક દિવસ અમે બધાં બહાર ફરવા ગયેલાં અને આખો દિવસ ખૂબ ધમાલ મસ્તી કરી અને અંતે મૂવી જોઈ અને હોટેલમાં પંજાબી ભોજન લઈ ઘરે આવ્યાં. આમ, અમે લોકો આખો દિવસ સાથે રહ્યાં તો શિવમનાં મિત્ર અર્પ્િાતને હું ગમવા લાગી. પછી તો આખો દિવસમાં એ મને જ જોયાં કરતો અને મંદ-મંદ મલકાતો. ક્યારેક અચાનક મારી નજર તેના પર જતી તો હું નિખાલસ ભાવે તેને સ્માઈલ આપતી. મારા મનમાં એન પ્રત્યે હજુ કોઈ લાગણી ન’હોતી કે ન’હોતો કોઈ બીજો વિચાર. બસ ભાઈના મિત્રને કારણે અને ઘરે આવેલા મહેમાનના માનને અનુસરીને હું તેની સાથે વાત કરતી અને સ્માઈલ આપતી હતી. એક દિવસ હું ઘરમાં એકલી હતી ત્યાં અર્પ્િાત મારી પાછળ આવ્યો અને મને પૂછ્યું ફેસબુક યુઝ કરે છે ? મે કહ્યું હા ! પછી એ ત્યાંથી જતો રહ્યો. રાત્રે સુતી વખતે મેં જ્યારે મારૂ ફેસબુક ખોલ્યું તો તેમાં અર્પ્િાતની ફ્રેન્ડ રીક્વેસ્ટ હતી અને એક મેસેજ હતો કે આજે તું સુંદર લાગતી હતી અને તારી અદા પર હું ફીદા છું. પહેલાં તો મેસેજ નો શું રીપ્લાય કરૂ એ મને ન સમજાયું પરંતુ અંતે મેં થેન્ક્યુ કહી વાત ટાળી દીધી. બીજા દિવસે શિવમ અને અર્પ્િાત મધ્ય-પ્રદેશ જવા નીકળવાના હતાં. આથી બપોરે અર્પ્િાતે મને છૂપી રીતે એક ઘડિયાળ ગ્િાફ્ટ આપી અને બંન્ને બપોરે બે વાગ્યા આસપાસ નીકળી ગયાં. મને કંઈ સમજાતું ન’હોતું કે શું ચાલી રહ્યું છે અને શા માટે અર્પ્િાતે મને ઘડિયાળ આપી. કદાચ સાત દિવસ અમારા ઘરે રહ્યો એટલાં માટે કે કંઈક બીજા કારણોસર ! બસ કોઈનું અપમાન કરવું મને પહેલેથી ગમતું નથી એટલે મને-કમને મે ગ્િાફ્ટનો સ્વિકાર કરેલો.
દિવસો પસાર થતાં ગયાં હું ને અર્પ્િાત ફેસબુક પર ક્યારેક ચેટ કરી લેતાં તો ક્યારેક એ વિડિયો કોલ કરતોને અમે વાત કરતાં. મને પણ એની સાથે વાત કરવી ગમતી તેથી રોજ રાત્રે એના મેસેજની રાહ જોતી. વાત વાતમાં અમે એકબીજાંને ગમવા લાગ્યાં. એક દિવસ મેં અર્પ્િાતને પૂછ્યું તારે કોઈ ગર્લફ્રેન્ડ નથી ? તો અર્પ્િાતે કહ્યું “ના”પ.હજું સુધી તો કોઈ નથી.
તને કોણ ગમે છે ? મેં તરત બીજો સવાલ પૂછ્યો.
“જાણે છે છતાં અંજાન બને છે. આવી રીતે શું કામ મને હેરાન કરે છે ?
મને પૂછે છે કે તને કોણ ગમે છે ! કેવી રીતે કહું કે “જવાબ” ખુદ “સવાલ” પૂછે છે”. અર્પ્િાતે આવો રીપ્લાય કરીને મારા દિલમાં અનોખું સ્થાન બનાવી લીધું અને અમે એકબીજા સામે અમારા પ્રેમનો એકરાર કર્યો. ત્યાર પછી તો રોજ એ પોતાની કોલેજ લાઈફ વિશે વાત કરતો અને દિવસ દરમ્યાન જે કંઈપણ બન્યું હોય એ બધું મારી સાથે શેર કરતો. દિવસે ને દિવસે અમે એકબીજાની વધુને વધું નજીક આવતાં ગયાં. એક દિવસ અમે બંન્ને એ નક્કી કર્યું કે આપણે આપણી વાત માર ફઈના દીકરા શિવમને જણાવીએ.
અમે બંન્ને એ “કોન્ફરન્સ કોલ” કરીને શિવમને બધું જણાવ્યું. શિવમને થોડો ઝટકો તો લાગ્યો પરંતુ મારા માટે એણે બધું લેટ ગો કર્યું.
કોન્ફરન્સ કોલ કટ કર્યો પછી શિવમનો મારા પર ફરીથી કોલ આવ્યો અને મને કહ્યું જો બહેન સમજી વિચારીને આગળ પગલાં લેજે. મિત્ર મારો સારો છે નો ડાઉટ બટ પ્લીઝ ટેઈક કેર ! મે કહ્યું ઓકે ભાઈ ગમે ત્યારે મને કંઈક પ્રોબ્લેમ જેવું લાગે તો હું તારો સંપર્ક કરીશ. થોડી ઘણી વાતચીત કર્યા પછી એણે કોલ કટ કર્યોં. ફરી પાછું અમારૂ રેગ્યુલર કામકાજ ચાલું વળી એ જ ફેસબુક ચેટ એ જ વિડિયો કોલ અને લેટ નાઈટ કોલ !
હવે સમય એવો આવી ગયેલો કે બંન્ને એકબીજા વગર ચાલતું જ ન’હોતું. ખાતા-પીતા, ના’તા-ધોતાં, હાલતાં-ચાલતાં બસ ચેટ કર્યા કરતાં અને નજીક રહેવા પ્રયત્ન કરતાં. હા પણ થયું એવું કે અર્પ્િાતની ડિમાન્ડસ હવે દિવસે-દિવસે વધતી જતી હતી. વારંવાર તે મારી પાસે નવાં-નવાં ફોટો માગ્યાં કરતો. અવનવાં પોઝ માં ફોટો પાડવા કહેતો અને મોકલવાં કહેતો. રોજ રાત્રે સેક્સ ચેટ તો જાણે તેનું વ્યસન બની ગયેલું. ક્યારેક મને આ વાત ન’હોતી ગમતી એમ છતાં પ્રેમને કારણે હું બધું તેની ઈચ્છા મુજબ કર્યા રાખતી.
એકવાર એને મળવાની તીવ્રા ઈચ્છા થઈ. આથી મને કહ્યું કે તું કોઈપણ બહાનું કરીને મધ્ય-પ્રદેશ આવ આપણે અહી મળીશું અને તું ૨-૪ દિવસ રોકાયને જતી રહેજે. અશક્ય એવી વાત સાંભળીને મેં એને તરત જ ના કહ્યું કારણ કે ઘરેથી આમ એકલા નીકળવું અને પહેલાં તો મેઈન વાત પરમિશન જ ના મળે. તો પણ અર્પ્િાતને દુઃખ ન લાગે તેથી મેં કહ્યું કે જો મળવું જ હોય તો તું ગુજરાત આવી શકે છે. આથી તેણે બરોડા આવવાં નક્કી કર્યું. નક્કી કરેલા સમય મુજબ એ બરોડા આવી ગયો. તે એક હોટેલમાં રોકાયેલો... સવારે ૯ વાગે મેં એને સયાજી ગાર્ડન પાસે બોલાવેલો ત્યાં અમે નાસ્તો કરી અને “૭ જીટ્ઠજ” મોલમાં ગયાં. ત્યાં તેણે મને એક ફાસ્ટ્રેકનું વોલેટ લઈ આપ્યું અને પછી અમે ગયાં મુવી જોવા. મુવી દરમ્યાન એણે ધીમેથી મારા હાથનો સ્પર્શ કર્યો અચાનક કરેલા સ્પર્શથી હું થોડી ગભરાઈ ગઈ પરંતુ પછી મેં પણ એના હાથમાં હાથ મૂક્યો અને મુવી જોવા લાગી. થોડીવાર પછી મેં તેની સામે જોયું તો એ મુવીની જગ્યાંએ મને જ જોયાં કરતો હતો. મેં ટકોર કરતાં કહ્યું ડિયર મુવી જોને મને શું જોયા કરે છે ? મુવી તો પછી પણ જોવાશે પણ તું ખબર નહી ક્યારે જોવા મળશે એમ કહેતાં તેણે મને ગાલ પર ચુંબન કર્યુ. થોડી વાર પછી એ મારી નજીક આવ્યો અને માર ખંભા પર પાછળની તરફથી હાથ મુક્યો અને મને પોતાન તરફ ખેંચી. મને ખબર ન’હોતી શું થઈ રહ્યું હતું. કદાચ મને આ બધું ન’હોતું ગમતું ! પરંતુ અર્પ્િાત ઘણા સમયથી મને હગ કરવાં માટે તરસતો હતો તેથી મેં એને એમ કરવા રોક્યો નહી. જેમ હું તેને પરમિશન આપતી ગઈ તેમ તેની ડિમાન્ડ વધતી ગઈ. અચાનક જ તેણે મારો ચહેરો બંન્ને કાન નીચેથી પકડયો અને લિપ્સ પર ચુંબન કરવાં પ્રયત્ન કર્યો પણ હું જરા દુર ખસી ગઈ આથી તેનો પ્રયત્ન નિષ્ફળ નીવડયો. ફરી એક વાર એ જ પ્રયાસ અને ફરીથી હું પાછળ ખસી ગઈ અને તેને આમ કરતાં રોક્યો. પછી મને કહ્યું કે જો તું મને પ્રેમ કરતી હોય તો હવે મને રોકતી નહી. તેથી ધીમેથી તેને તેના હોઠ મારા હોઠ સાથે સ્પર્શ કરાવ્યાં ને મારી આંખો તરત બંધ થઈ ગઈ. કંઈક અલગ પ્રકારનો જ અનુભવ હતો એ ફસ્ટ લિપ કિસ નો ! પછીતો મુવી પૂરૂ થયું ત્યાં સુધીમાં ઘણી બધી કિસ કરી ચુક્યાં હતાં. મુવી પૂરૂ થયું, અમે બંન્ને ત્યાં જ બેસી રહ્યાં. બધાં જતાં ત્યાર પછી અમે બંન્ને ઉભા થયાં અને ત્યાં જ હગ કર્યું અને પછી નીકળ્યાં. ત્યાંથી અમે પિઝ્ઝા હટ્માં બપોરનું લંચ કર્યું અને સાંજ સુધી બંન્ને સાથે રહ્યાં. સાંજે સાતેક વાગે હું ઘરે પહોંચી અને અર્પ્િાત હોટેલ. આમ ૩ દિવસ સુધી અમે સાથે હર્યાં-ફર્યાં અને પછી તે મધ્ય-પ્રદેશ માટે નીકળી ગયો.
મધ્ય-પ્રદેશ પહોચ્યાં પછી તેના આવેગમાં દિવસે દિવસે વધારો થવાં લાગ્યો. રોજ રાત્રે મને વિડિયો ચેટ કરવા ફોર્સ કરે આટલું જ નહી મારા વસ્ત્રો કાઢી અને મને મારાં આંતર વસ્ત્રો બતાવવાં માટે કહેવાં લાગ્યો. આ બધું મને પસંદ ન’હોતું તેથી હું તેને ચોખ્ખી ના કહેતી અને પછી ઝગડાં થવાં લાગ્યાં. દિવસે દિવસે તેની હેરાનગતિ વધતી જતી હોય એવું લાગતું હતું. ન્યુડ ફોટોની ડિમાન્ડ, ન્યુડ વિડિયો ચેટ, ગંદી વાતો, ચેટ સેક્સ, ફોન સેક્સ વગેરે વગેરે વગેરેપ.. અર્પ્િાત માટે હું એક પ્રેમિકા કરતાં તેની હવસ સંતોષવાનું એક સેક્સ ટોય બની ગઈ હોય એવું લાગી રહ્યું હતું. આમ છતાં હું માંડ માંડ બધું મેનેજ કરતી અને એને મનાવતી, રડતી અને જેમ-તેમ કરીને રિલેશન સાચવતી. પણ એક દિવસે હું હદ બહારની કંટાળી ગઈ તેથી મેં આ બધી વાત માર ફઈના દિકરા શિવમને કરી. તેણે તો પહેલાં જ કહ્યું કે “સાચવવા પડે એ સંબંધ સાચા નથી હોતા અને સંબંધ જો સાચા હોય તો સાચવવા નથી પડતાં” વાત તો શિવમની બિલકુલ સાચી હતી પરંતુ હું અર્પ્િાતના પ્રેમમાં પાગલ હતી. કહેવાયને કે એ મારા જીવનમાં દરેક પલમાં એવો ફસાય ગયેલો કે એના વગર મને ચાલતું જ નહી. તેથી મેં શિવમને કહ્યું કે તું અર્પ્િાતને સમજાવ. શિવમના સમજાવવાથી અર્પ્િાત માની ગયો અને મારી સાથે પ્રેમથી વાત કરવાં લાગ્યો. થોડા દિવસ આમ ચાલ્યું ને એક દિવસ અચાનક જ અર્પ્િાતે કંઈપણ જણાવ્યાં વગર તેનું ફેસબુક એકાઉન્ટ ડીએક્ટિવેટ કરી દીધું. મેં ફોન કરવાં પ્રયત્ન કર્યાં પણ તેનો મોબાઈલ સ્વીચ ઓફ આવતો હતો. લગભગ ચાર મહિના સુધી મેં રોજ સંપર્ક કરવા પ્રયત્ન કર્યાં પરંતુ એનો ફોન ઓલવેઝ બંધ આવતો હતો. મને કાંઈ ચેન ન’હોતું પડતું કારણ કે એ કંઈપણ કહ્યાં વગર જ જતો રહેલો. તેથી ફરીથી મેં શિવમનો સંપર્ક કર્યો અને મહા મહેનતે તેણે અર્પ્િાતનો સંપર્ક કર્યો કારણ કે અર્પ્િાતે કોલેજ પણ છોડી દીધેલી. ત્યારપછી મારી અર્પ્િાત સાથે વાત થઈ તો મને તેણે કહ્યું કે ચાર મહિના પહેલાં મારા મમ્મી એક્સપાયર્ડ થઈ ગયેલાં. આથી હું ખુબ જ ડિપ્રેશનમાં આવે ગયેલો ને મેં બધું જ છોડી દેવા વિચારેલું એટલા માટે જ તને કંઈપણ કહ્યાં વગર હું સ્ટડીથી અને તારાથી પણ દુર જતો રહેલો. અર્પ્િાતની આપવીતી સાંભળી મારી આંખોમાં પાણી આવી ગયું અને મેં એને આશ્વાસન આપતાં કહ્યું બધું એકદમ ઓકે થઈ જશે હું તારી સાથે જ છું. હું તને છોડીને ક્યાંય નહી જાવ. તને દરેક પરિસ્થિત્તિમાં સાથ આપીશ. પરંતુ પ્લીઝ તું હવે મારાથી દુર ન જતો. ફોનમાં વાત કરતાં-કરતાં અમે બંન્ને જણ ખૂબ જ રડયાં.
પોતાની પ્રેમિકાની આટલી મોટી કહાની સાંભળતા-સાંભળતાં વિવેકનો ગુસ્સો શમી ગયો અને આંખો ભીંજાઈ ગઈ. કાવ્યાં પણ વાત કહેતાં કહેતાં ધ્રૂસકે ધ્રૂસકે રડતી હતી આથી વિવેકે તેને શાંત કરી અને કહ્યું આગળ શું થયેલું ?
કાવ્યાએ પોતાની વાત આગળ વધારતાં કહ્યું કે અમે બંન્ને પછે રોજ પ્રેમથી વાત કરવાં લાગેલાં. હવે ક્યારેક હું તેની ઈચ્છા પૂરી કરતી હતી. મતલબ, વિડિયો કોલમાં ક્યારેક તેને કિસ કરતી તો ક્યારેક તે કહે તેવી હરકતો વિડિયો ચેટમાં કરતી. આથી તે પણ ખુશ રહેતો ને હું પણ.
એક દિવસની વાત છે. મારે વેકેશન હતું અને અર્પ્િાતે મને મધ્ય-પ્રદેશ આવવાં કહ્યું. થોડા દિવસ વિચાર કરીને મેં ઘરે બહાનું બનાવ્યું કે હું મારી સહેલીના ગામ જવાની છુ અને ઘરેથી મમ્મી-પપ્પાએ પરવાનગી આપી દીધી. નક્કી કરેલાં પ્લાન મુજબ મારી સહેલી મને સાંજે પાંચેક વાગે ઘરે લેવા આવી, મેં માલ-સામાન પેક કરી રાખેલો તેથી તે આવીને તરત અમે નીકળ્યાં. મેં અર્પ્િાતને ફોન કર્યો કે હું અહીથી નિકળું છું આવતી કાલે મને લેવા આવજે. બંન્ને આજે ખૂબ જ ખૂશ હતાં કારણ કે અમે ઘણા સમય પછી મળવાંના હતાં. હું રેલ્વે સ્ટેશન પહોંચી અને ટ્રેઈનમાં બેઠી. થોડો ટાઈમ મારા મિત્ર “અંકિત ગઢિયા” એ લખેલી નોવેલ “અનેક હરીફોની હોડ પરપ.” અને “ઈન્તઝાર” વાંચી. ઘણી રસપ્રદ કહાની અંકિતે લખેલી. હા, અંકિતની લખેલી “ર્ઁીદ્બજ” અને શાયરીની હું દિવાની હતી તેથી તેની કેટલીક શાયરીઓ વાંચી અને હું સુઈ ગઈ. સવાર પડી, મધ્ય-પ્રદેશમાં જ્યાં મને અર્પ્િાતે ઉતરવા કહેલું એ સ્ટશન આવ્યું, મનમાં મલકાતી, હરખાતી કાવ્યાં ટ્રેઈનમાંથી ઉતરીને તરત ખૂશીથી ઝૂમી ઉઠી કારણ કે તે આજે તેના મનના માણિગર અને દિલનાં દાવેદાર એવાં અર્પ્િાતને મળવાની હતી. મેં અર્પ્િાતને લેવાં બોલાવવાં માટે કોલ કર્યો. મારો પહેલો કોલ તેણે રિસિવ ના કર્યો, મેં બીજી ટ્રાય કરી કોઈ રિસ્પોન્સ નહી. મને લાગ્યું કદાચ આસપાસ ઉભો રહીને મજાક કરતો હશે પરંતુ ધીમે ધીમે સમય પસાર થતો ગયો. ૫ મિનિટ, દસ મિનિટ, ૩૦ મિનિટ...ને મારી ચિંતા વધવા લાગી. સતત કોન્ટેક્ટ કરવા ટ્રાય ચાલું હતી સતત ૫૪ વાર કોલ કર્યા પરંતુ અર્પ્િાત ફોન રિસિવ ન’હોતો કરતો. ૪૧ મી મિનિટ !! હા ૪૧મી મિનિટે તેનો નંબર મારી સ્ક્રિન પર જોઈ એક ખુશીનું આંસુ મારા ગાલ પર સરકી ગયું. કોલ રિસિવ કરીને મે જેવું હેલ્લો કહ્યું કે સામેથી કોઈ અંજાન માણસ હિન્દીમાં બોલ્યુંઃ “કોન બોલ રહાં હૈ? મેં કહ્યુંઃ “મેં કાવ્યાં, અર્પ્િાતકી ગર્લફ્રેન્ડ” અર્પ્િાત કહા હૈ ? આપ કોન બોલ રહે હો? સામેથી અવાજ આવ્યો “મે ખજુરાહો પુલીસ સ્ટેશન સે ઈન્સપેક્ટર ગુપ્તા બોલ રહા હું. પછી ઈન્સપેકટરે આખી વાત જણાવી ત્યારે ખબર પડી કે અર્પ્િાત આવી રીતે પ્રેમમાં ફસાવીને યુવતીને પોતાની પાસે બોલાવતો અને દેહ વ્યાપાર કરાવતો શરૂઆતમાં મીઠી-મીઠી વાત કરીને ન્યુડ ફોટો માગતો અને પછી દેહવ્યાપાર કરવાં ફોર્સ, દેહ વ્યાપાર કરવાં મનાઈ કરે તે યુવતીની વિડિયો કિલપ બનાવતો અને પછી બ્લેક-મેઈલ કરતો અને આવી રીતે ઘણી બધી યુવતીનું શોષણ કરતો. પછી તો બધી વાત જાણવા મળી કે ચાર મહિના એ મારાથી દૂર ગયેલો ત્યારે એ જેલમાં હતો નહી કે એના મમ્મીનાં મ્રૂત્યુનાં ગમ માં ! કારણ કે એના મમ્મી હજુ જીવીત હતાં. નસીબ જોગે મારો કોઈ ન્યુડ ફોટો મેં તેને નહી આપેલો અને ખરા નસીબ એ કે હું પહોંચી એ જ દિવસે એ બીજી વાર આ ધંધામાં પકડાય ગયો. કદાચ ન પકડાયો હોત તો ખબર નહી મારી સાથે શું થયું હોત ! ત્યારે ખબર પડી કે “વસંતમાં પણ પાનખરનો અહેસાસ થાય છે, જ્યારે પોતાનું સજ્જન આવું કરી જાય છે”. બસ ત્યારે મધ્ય-પ્રદેશના રેલ્વે સ્ટેશન પર મને જીંદગીનો બહું મોટો પાઠ ભણવા મળ્યો અને ત્યાં જ મને એક નવી જીંદગી મળી અને મારો બીજો જન્મ થયો.
તમામ વાત પૂરી કરીને કાવ્યાં ચોધાર આંસુએ રડવા લાગી અને કોલેજ વચ્ચે જ વિવેક અને કાવ્યાંએ એકબીજાને એકદમ ટાઈટ હગ કર્યું. વિવેક્નું બધું ટેન્શન પણ દૂર થઈ ગયું અને ગુસ્સો પણ શાંત થઈ ગયો. પછી કાવ્યાંએ કહ્યું વિવેક હું મારી જીંદગીનો દુઃખદ પ્રસંગ ભૂલી જવા માગતી હતી એટલે તને કંઈ ન’હોતું જણાવેલું. તું મળ્યો ત્યારથી જીંદગીમાં એ ખુશી પાછી મળી ગઈ છે, બટ એટલું જરૂર કહીશ કે હું હંમેશા તને વફદાર રહીશ તું પણ રહેજે કારણ કે હવે આવો કોઈ કિસ્સો બીજી વાર ન બને એની મને બીક છે મેં બીજો જન્મ તો લઈ લીધો પણ હવે ત્રીજો જન્મ નથી લેવોપપપપ.
*** સમાપ્ત ***
અંકિત ગઢિયા