Dikri Ankit Gadhiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

Dikri

દીકરી

: લેખક :

અંકિત ગઢિયા

Email:

આજે ફરીથી કરશનકાકાની ભેંસ તેમના ઘરે પાછી આવી ગઇ. કેટલાંક સમય પહેલાં કરશનકાકએ તેમની ભેંસ પોતાના જ ગામમાં સવજીને ૨૫૦૦૦ રૂપિયામાં વેંચી દીધી હતી, પરંતુ ભેંસ કરશનકાકાની એટલી હેવાય હતી કે રોજ સાંજે સવજીના ઘરે જવાની જગ્યાએ તે કરશનકાકાના ઘરે જ પહોંચી જતી હતી. બિચારી ભેંસને શું ખબર કે મને સવજી એ ખરીદી લીધી છે. જો કે જ્યારે જ્યારે તે કરશનકાકાના ઘરે આવતી ત્યારે ત્યારે કરશનકાકા તેને મારી-મારીને સવજીને ત્યાં મુકી આવતા. અવાર-નવાર આવું થતું, આજે લગભગ સાતમી-આઠમી વાર ભેંસ ફરીથી કરશનકાકાના ઘરે આવી ગયેલી. આજે કરશનકાકાના ગુસ્સાનો પાર ન રહ્યો., થોડો માર માર્યો, પછી અચાનક કરશનકાકાએ શાંતિથી કામ લેવા વિચાર્યું. તેમણે ભેંસના માથા પર હાથ ફેરવ્યો ત્યાં ભેંસની આંખોમાંથી ચોંધાર આંસુડા વહેવા લાગ્યાં. કરશનકાકાને દયા આવી ગઇ અને સવજીએ આપેલાં ૨૫૦૦૦ રૂપિયા પાછા આપી દીધા અને સવજીને કહ્યું કે મિત્ર આ ભેંસ હવે હું જ રાખીશ તું બીજી કોઇ શોધી લે જે. સવજી પોતાના ઘરે જતો રહ્યો અને કાકાએ ભેંસ તેની જગ્યાં એ બાંધી દીધી.

થોડા દિવસ વિત્યાં અને કોઇએ કરશનકાકાની ડેલી ફરીથી ખખડાવી, ડેલી ખોલીને જોયું તો આ વખતે કરશનકાકાની દિકરી નેહા હતી. હા, નેહા પણ સાસરીયાંના ત્રાસથી કંટાળીને અવાર-નવાર પાછી આવી જતી અને કરશનકાકા નેહાને પણ માર મારી, મનાવી સમજાવી સાસરે મોકલી દેતાં હતાં. આ વખતે નેહાને અતિશય દુ:ખ હતું, આથી પિતાને કહ્યું કે હવે મારી સહનશક્તિ પૂરી થઇ ગઇ છે. હવે મને સાસરે નથી જવું, ત્યાં દિવસે સાસુંનો ત્રાસ, રાત્રે પતિ અને દિયરનો ત્રાસ, ખરેખર હું બહુ કંટાળી ગઇ છું, ત્યાં જીવવું મારા માટે સાવ વ્યર્થ સમાન છે આથી પિતા શ્રી તમે મને સ્વિકારો અથવા તો હું ખુદ રસ્તો શોધી લઇશ. સમાજમાં બદનામીના ડરથી કરશનકાકા એ પોતાની વ્હાલસોયી દીકરી નેહાનો સ્વિકાર ન કર્યો અને અંતે નેહાએ ગામને પાદર આવેલ કુવામાં ઝંપલાવી પોતાના શ્વાસ થંભાવી દીધા.

ખબર નહી ભેંસનો હસતાં મોઢે સ્વિકાર કરનાર કરશનકાકા એ તેમની જ પોતાની દીકરીનો અસ્વિકાર કેમ કર્યો?

કદાચ, સમાજ નો ડર કે પછી……

…સમાપ્ત…

:આપના પ્રતિભાવો આવકાર્ય:

લેખક: અંકિત ગઢિયા

FB:

મો: ૯૭૨૭૨ ૫૭૧૭૨