આંખોમાં ડૂબેલો દરિયો Murtaza Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આંખોમાં ડૂબેલો દરિયો

આંખોમાં

ડૂબેલો

દરિયો...

મુર્તઝા પટેલ

ઈમેઈલ:

“મુર્તઝા દિકરા, તમે આ રીતે અત્યારે અચાનક આમ પૂના જવાનું નક્કી કયું છે તો તને ખબર છે ને કે એક તો આ મુંબઈ તેના ટ્રાફીક માટે મશહૂર છે અને જેમાં તમને જવું છે તે ટ્રેઈન બરોબર એક કલાક પછીની છે.” –

તે દિવસે મારા સસરાજીએ આ જમાઈ આગળ ‘મોડું’ નામનું ટેન્શન મૂકી દીધું.

પણ...જીવનમાં બનતી કેટલીક અજીબ (લાગતી) ઘટનાઓ અનુભવ્યા બાદ એક રહસ્ય સમજાયું છે: ‘ક્યારેય કશુંયે મોડું કે વહેલું હોતું કે બનતું નથી. જે થાય છે તે એકઝેક્ટ અને એક્ઝીટ જ થયેલું હોય છે. આપણો તો એ તરફનો માત્ર દ્રષ્ટિકોણ બદલાય છે.

“ડેડી, ઇસ બંદેને અભી હી જાનેકી ઠાન લી હૈ તો ‘નો ટેન્શન’. જેવી પડશે તેવી દેવાશે. અને હું એકલો જ છું. જો હદમાં હદ જગ્યા નહિ મળે તો ઉભા ઉભા...પણ આજે બસ રાત સુધી ત્યાં પહોંચી જવું છે.” – સસરાજી તેના આ જમાઈની આવી બેફીકરી આગળ એક નાનકડું (ચિંતિત) સ્માઈલ આપ્યા સિવાય બીજું શું કરી શકે?

થોડું ફાસ્ટ ફોરવર્ડ....

૫૭ મિનીટ્સ બાદ.....બાંદ્રાથી દાદર ૩૫ મિનીટ્સમાં પહોંચી ૨૦ મિનીટ્સ ટીકીટ લેવા લાઈનમાં ઉભા રહી પસાર કરી મુંબઈ-પૂના સિંહગઢ એક્સપ્રેસ પકડવા આખરે પહેલો કોઠો પસાર કરી જ લીધો.

“ડેડી, દાદર સ્ટેશન પહોંચી ગયો છું. ટ્રેઈન આવવાને બસ ૩-૪ મિનીટ્સની વાર હોઈ શકે. જ્યાં પણ ખાલી જગ્યા દેખાશે તેની અંદર...ચાલો જોઉં છું શું થાય છે. પણ પ્લિઝ ડોન્ટ વરી ! ઓકે. પછી વાત કરશું. ઉહ્ફ!” – થાકનો ડૂમો ગળાની અંદર જ રાખી દિલમાં રહેલી મોજનું એક મોજું સસરાજીને ટ્રાન્સફર કરી દીધું.

વાતની સમાપ્તિ સાથે સામે જ એક ઓછી ભીડ લાગતો એક ડબ્બો આવી ઉભો રહ્યો. જેમાં બંદાએ વગર વિચાર્યે એન્ટ્રી મારી દીધી. ને ત્યાં જ....

“બેટા ઇધર આ જાઓ, યહ સીટ પર કોઈ નહિ હૈ. તુમ યહાં બૈઠ શકતે હો” – દરવાજા નજીકની પહેલીજ જગ્યાએ એક પ્રૌઢા મરાઠી ‘આઈ’ સાથે બેસેલા વૃદ્ધ લાગતા મરાઠી માનુષે મને ઈશારો કરી તેની બાજુમાં ખાલી રહેલી સીટ પર બેસાડી દીધો.

“કહાં તક જાના હૈ બેટા?” – આઈએ આઈસબ્રેક કરી વાતની શરૂઆત કરી.

“જી મૈ પૂના જા રહા હું.”.....

“બેટા, તુમ્હારા નસીબ આજ અચ્છા હૈ કિ ઇધરકો જગા મિલ ગયા. વરના હમ લોગ વૈસે હી...”- બંને યુગલે સ્માઈલ અને જગ્યા સાથે મારું સ્વાગત કર્યું. અને મેં કહ્યું: “ઓહ શુક્રિયા આંટી. થેંક યુ અંકલ.”

કલાક પછીનું ફાસ્ટ ફોરવર્ડ.....

આપણા મુલકની ટ્રેઈનમાં સતત બનતું રહેતું હોય છે, વાતાવરણ અહીં પણ બની રહ્યું. શરુ થયો દેશ-વિદેશ, ધર્મ, રાજકારણ, વેપાર, આબોહવા વાવડના કોમ્બિનેશનની વિવિધ ચર્ચાઓનો દોર...” વાતચીત પરથી એટલું જાણવા મળ્યું કે એ મહારાષ્ટ્રીયન દંપતીમાં વિદેશના અનુભવોની હવા પણ ભરાયેલી હતી. આવું એમણે કરેલી એશિયા અને થોડીક યુરોપની સફર પરથી જાણ્યું.

“બેટા ! આજ તુમ્હારે સાથ બાતેં કરકે હંમે ઇતની ખુશી હુઈ હૈ કે બસ જૈસે....”- વાત જાણે તેમના ગળે અટકાઈ ગઈ. ત્યારે...

“લો યેહ પૂરિયાં ખાઓગે?” – કહી એમના પતિદેવે ઢાંકણ ખોલી પિત્તળનો ડબ્બો મારી આગળ ધરી દીધો. “રાસ્તેમેં મુજે તો ખાનેકી બહુત આદત નહિ હૈ પર...યેહ તુમ્હારી આંટી કી ઝીદ કે આગે મૈ...

ને મેં સવાલ કર્યો: “આપ દોનોભી લંબી સફર કરકે આયે હો ક્યા?”

“હા બેટા...તુમ્હારે અંકલકી ઝીદ થી કે ઇસબાર ઉત્તર-પ્રદેશકી યાત્રા કે લીયે જાયેં. તો બસ દિલ...બહેલાનેકે લીયે....”- ફરી વાર એ મા ની જીભ પર આવેલી વાત ત્યાં જ અટકાઈ ગઈ.

“...બેટા લો ના...મેરી બનાઈ હુઈ પૂરિયાં તો મેરે બેટે કો ભી બહોત પસંદ...” –અટકેલી વાત ખોટકાતી હોય એવી બ્રેક આવી. – ને...

“તુમ યેહ લો...સુરેખાકે હાથોંકે યેહ મોદક ખાનેકે લીયે તો મેરે દોસ્ત ખાસ ઘર પર આતે હૈ...”- સ્ટિલના મોદક-ડબ્બાના ઢાંકણ સાથે અંકલ મનોહરનું મોહક મન પણ ખુલી ગયું.

ખાતાપીતા એકબીજાની ફેમેલીની ઓળખ...કામધંધો વ્યવસાય વિકાસની અધૂરી રહેલી વાતો અને કર્જત સ્ટેશન પછી શરુ થયેલાં મનોહરી દ્રશ્યોએ તેમની મધુરી વાતોવાળી સફરને સાવ હળવી કરી નાખી....ને જુઓ તો ખરી કલાપી સાહેબ પણ યાદ આવી ગયા.... ‘અહો ! કેવું સુખી જોડું કર્તાએ નિરમ્યું દીસે !’ –

પણ મને હજુ અસલ વાતની ક્યાં ખબર હતી કે સુરેખા-મનોહરનું આ જોડું ‘સુખી’.... હતું કે?

“આઈ ! મૈ તો આપકે લીયે એક અજનબી ઇન્સાન હું. આપ લોગોસે કભીભી પહેલે જાન-પહેચાન નહિ હુઈ...ફિરભી આપને હમસે દિલ ખોલકર બાતેં કી હૈ, ઇતને પ્યારસે મુજે અપને હાથોંકા બનાયા ખાના ખિલાયા ઇસકા કારણ?”

(દોસ્તો, તેમને મારો આ સવાલ કદાચ એક-બે વાક્યનો લાગ્યો હશે પણ એમનો જવાબ મારા માટે એક મોટી કથા જેટલો ભારે રહ્યો છે.)

“બેટા, મૈને અભી તક તુમ્હે સિર્ફ અપને એક લડકે બારેમેં બાત કી થી ન. જબ કી મેરા દૂસરા નૌજવાન લડકા ૬ સાલ પહેલે હમારે સામને નદીમેં ડૂબ ગયા હૈ.....ઔર હમ કુછ નહિ કર પાયે...ક્યોંકી હમારે સિવા વહાં કોઈ નહિ થા...મૈ ક્યા કરું?...યેહ તો કુછ ભી કરકે અપને આપ કો સંભાલ લેતે હૈ પર મૈ ?!?!?...............ઇસલિયે જબ ભી હમ ઉસકા ચહેરા કિસી અજનબીમેં દેખતે હૈ....તો બસ ઐસે લગતા હૈ કે જૈસે વોહ હમારે પાસ આ ગયા હૈ...ઔર યકીન માનના કી તુમ્હારી સુરતભી ઉસસે બહુત મિલતી હૈ...ઇસલિયે કાફી દિનોંકે બાદ હંમે ઐસા લગા કી વોહ આજ ફિરસે મેરે હાથોકા ખાના ખાને કે લીયે વાપસ આયા હૈ...ઔર દેખો તો સહી...વિઠ્ઠલજીને આજ તુમ્હારે લીયે ખાસ યેહ સીટભી ખાલી રખી હુઈ થી....”

મનોહર અંકલ તો એક પિતા તરીકે બાજુમાં બેસીને વાટકો થઇ ચૂકેલી એ વાતને વારંવાર ક્યાંક ‘અટકાવવા’ માંગતા હતા. જ્યારે સુરેખા આઈ તો...આંખોમાં ભરાયેલા સમંદરને ખાલી કરવા મથતી એક મહાસાગરી મા જ જોઈ લ્યો!

પૂના પહેલા આવતા એ શહેરી-ગામમાં આવેલો મોટો બંગલો કદાચ હજુયે તેમની હાજરીથી ભરાયેલો હશે. હવે તેમનો મોટો દિકરો પિતાની સાથે બગાવત કરી બીજે દૂર રહેતો હોય અને બીજો તો કાયમ માટે દૂર થઇ ગયો હોય ત્યારે....મા-બાપને ‘સુખી’ દેખાવવા શું શું કરવું પડે?....

સુરેખા આઈને મેં તેમના પાલવથી આંસુઓ ભીંજાતા-લૂછાતાં બે વાર જોયા. એક વાર જણ્યા-દિકરાને ગુમાવતી ઘટના કહેતા કહેતા. ને બીજી વાર...આ અજાણ્યા-દિકરા મુર્તઝાથી વિદાય થતી વેળાએ માથે હાથ મુકતી વખતે....

આખી ઘટનામાં મને...‘સારાંશ’ ફિલ્મનો એક હિસ્સો જ દેખાયો છે એટલે ચાર કલાકની આ મુસાફરીની દાસ્તાન પણ...સારાંશમાં જ...

(ઉભી વાટ: ...પૂના સ્ટેશને પહોંચી પહેલુ કામ સસરાજીને તુરંત ફોન કરી તેમની ‘ફિકર લઇ’ લેવાનું કર્યું. કેમ કે એ પણ આખરે તો દૂર રહેતી દિકરીનો બાપ જ છે ને?- ચિંતાને ચિતામાં દરેક લોકો થોડા નાખી શકે છે?!?!?!?!)

મોરલો: “શરૂઆતમાં ‘બોરિંગ’ લાગતી વાત ભલેને ઊંડી ખોદાયેલી સુક્કી બોર જેવડી દેખાય. બસ એક વાર નજર તો નાખવી...રખે ને ‘પાણી’ તો એમાંય મળી આવે!”

દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી? –

તમારા ફિડબેકની કલમને સંવેદનાની સ્યાહીમાં ડૂબાડી નીચે મૂકેલાં કોઈ પણ સંપર્ક દ્વારા શબ્દોનાં છાંટણા કરશો તો ભીંજાવું મનેય ગમશે...

ઈમેઈલ:

ફેસબૂક પર:

ટ્વિટર પર:

વોટ્સએપ પર: +20 122 2595233