જે તરસે તેના માટે વરસે Murtaza Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જે તરસે તેના માટે વરસે


જે તરસે,

તેના માટે વરસે

મુર્તઝા પટેલ



© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as MatruBharti.


MatruBharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.

જે તરસે, તેના માટે વરસે.

આ ઈ-બૂક અને તેમાં રહેલી ઘટના તે સૌ નવજુવાન દિલોને અપર્ણ કરૂં છું....

૧.જેઓ માટે નવ વર્ષ કે નેવું વર્ષ બંને સરખા છે....

૨.જેઓ કાયમી સદા-બહાર રહે છે, એવરગ્રીન ! .......યુ સી.

૩.જેઓમાં કાયમી એક બાળક રમતું રહેતું હોય છે....

૪.જેઓ શિક્ષક હોવા છતાં એક બાળ-વિદ્યાર્થી બની રહેતા હોય છે....

૫.જેઓ મોહબ્બતભરી મીઠ્‌ઠી દાદાગીરી કરીને કાયમી યાદગીરી છોડી જતા હોય છે....

૬.જેઓ બંધન બાંધ્યા વિના પણ...સંબંધી બની જતા હોય છે....

“આખા ગામના જુવાન દીકરા-દીકરીઓને કોમ્પ્યુટર-ઈન્ટરનેટ શીખવાડી શકો છો તો મારા જેવા ૮૦ વર્ષના ડોસાને શીખવી શકો તો માનું.”

એક વાર સ્વજનને ત્યાં કોઈ એક મોકા પર થયેલા મેળાવડા વખતે પાછળથી ક્યાંક અવાજ આવ્યો....

“કેમ નહિ! શીખવા માટે માનસિક તૈયારી હોય તો કોઈ પણ ઉંમરે શીખી અને શીખવાડી શકાય સાહેબ!...તમે રેડી છો તો હું પણ રેડી છું. બોલો ક્યારથી શીખવાનું શરૂ કરવુ છે?

અવાજમાં ચેલેન્જ સંભળાયેલી હોવાથી કોણ છે એની બહુ પરવા કર્યા વગર ફક્ત મોં ને ફેરવી મેં જવાબ આપી દીધો.

શિષ્ય જાણે ગુરૂ માટે તૈયાર જ હોય એમ મારી ડાઈરેક્ટ ઓફર સાંભળી સફેદ ઝબ્ભા-લેંઘા-કસબી ટોપી ને લાંબી સફેદ-સિલ્વર દાઢીના લિબાસમાં રહેલા ૮૦ વર્ષના એ નવજુવાન ડોસાએ મને એની વ્હીલચેર પરથી બંને હાથ લંબાવી પાસે બોલાવ્યો.

હજુ તો હમણાં જ થયેલા આ ‘અવ’નવા સંબંધોનો દૌર જાણે વર્ષોથી ચાલ્યો આવતો હોય એમ સુલ્તાન ચાચાના ચેહરા પર કોઈક અચિવમેન્ટ સફળ થવાની આશા ફરી વળી. ૧૫-૨૦ મીનીટમાં ઓળખાણ-પિછાણ-કોણ-ક્યાંથી-શું-કેમ-કેવી રીતે-શા માટેની પર્યાપ્ત માહિતીઓની આપ-લે થઈ. અને પછીની ૫-૭ મીનીટ વપરાઈ ગઈ કોમ્પ્યુટર-ઈન્ટરનેટ શીખવા માટેના સમયને એડજસ્ટ કરવા માટે.

સુલ્તાન ચાચા સાથે ૨૦૦૫માં થયેલી એ હતી મારી પહેલી મુલાકાત.

એ મુલાકાતના ૪૮ કલાક પછી હું અને સુલ્તાન ચાચા કોમ્પ્યુટરની સામે ગોઠવાયેલા. ત્યાં તો વા ની તકલીફ હોવા છતાં પોતાના પતિ આ ઉમરે પણ કેવી કોમ્પ્યુટર કેવી રીતે શીખવાના છે એ જાણવાની કુતૂહલતા સાથે એમની વ્હાલી વાઈફ શીરીનચાચી પણ અમારા ‘કોમ્પ્યુટર લર્ન્િાંગ’ના આ પહેલા ચરણમાં ગોઠવાઈ ચુક્યા.

આટલું વાંચ્યા પછી આપ લોકોને થશે કે આ મુર્તઝાભાઈ વેપારની વાતમાંથી આજે આવી આડી વાત પર ક્યાંથી ઊંતરી આવ્યા...ખરૂને?

આ ઘટના અમુક એવા ’વેપારીક’ તત્વો સાથે જોડાયેલી હોવાથી એને અહિયાં કહેવું મુનાસિબ માન્યું છે. કેમ કે સુલ્તાન ચાચા પણ પાકા વેપારી દિમાગ-બુદ્‌ધિવાળા. ઈન્ટરનેટમાંથી...પરથી પણ પૈસા કેમ કમાવી શકાય એ એમનો કોમ્પ્યુટર શીખવા પહેલાનો પહેલો પ્રશ્ન હતો. પણ શીખીને જ્યારે બહાર આવ્યા ત્યારે એમના એ સાથે પુછાયેલા બીજા ઘણાં પ્રશ્નનો જવાબ ખુદ પોતે જ હતા. ૮૦ વર્ષના એમના દિમાગની નસોમાંથી કમ સે કમ ૮૦ જેટલાં આઈડિયાઝ તો ક્યારનાંય ફૂટી નીકળ્યા હતા.

ચાલો પાછા ફરીએ ફ્લેશ-બેકમાં...

"ભાઈ, આજે ફક્ત એટલું બતાવ કે ઈ-મેઈલ લખતા મને ક્યારે આવડશે?" ખુરશી પર બેસતા પછી આ એમનો પ્રથમ પ્રશ્ન છૂટ્‌યો. મેં કીધું "દાદા, જમવાનું શરૂ કરીએ એ પહેલા આપને એપિટાઈઝર (ભૂખ જગાડનાર સૂપ) આપવું છે. એટલે સ્ટેપ બાય સ્ટેપ જઈએ તો...? તો પણ તમને ઈ-મેઈલથી શરૂઆત કરવી જ હોય તો એટ-લીસ્ટ એ ગેરેંટી આપી શકું કે એક વિકમાં આપને એવા તો તૈયાર કરી શકીશ કે મેલ હોય કે ફીમેલ બધાંની સાથે આપ ઈ-મેઈલથી મેલજોલ રાખી શકશો.”

આ જવાબમાં બંને ડોસા-ડોસીના ખીલેલા દિલોમાંથી નીકળેલો હાસ્યનો આવો ફૂવારો મેં પહેલી વાર જોયો. ને પછી શરૂ થયો અમારો એ કૂલ-ગુરૂ-શિષ્ય ક્લાસ....ને એવી દાદાકી ઘટનાઓનો સીલસીલો....

દોસ્ત,....આ શું છે?....આ માઉસ કેવી રીતે ચાલે છે?...આ કી-બોર્ડમાં આટલી બધી કિઝનો ઉપયોગ ક્યારે થઈ શકતો હશે?.... આને મોનીટર શું કામ કહેવાય છે?....આ ઈન્ટરનેટ કેવી રીતે ચાલે છે? ....કોણ ચલાવે છે?...

ઓહ્‌ફ્ફ્ફ.. પછી તો સુલ્તાનચાચાના સવાલોની છડી છૂટતી ગઈ ને મારા જવાબોની ઝડી વરસતી ગઈ...

એમના આ પ્રશ્નકાલમાં મને એક વાત દેખાઈ કે સુલ્તાનચાચાના મનમાંથી આજે કોઈ એક એવી સ્પ્રિંગ છૂટી છે જે વર્ષોથી દબાયેલી પડી રહી હોવી જોઈએ. પણ ત્યાંજ જાણે તેઓ મારા મનની વાત જાણી ગયા હોય એમ સામેથી એક જોરદાર ઝટકો આપતા કહ્યુંઃ “દીકરા, આ બધાં સવાલો એટલાં માટે પૂછી રહ્યો છું કે...આટલાં વર્ષો મારા દીકરા-દીકરીઓ કે પૌત્રો-પૌત્રીઓએ મને ક્યારેય એમના કોમ્પ્યુટરને હાથ લગાવા નથી દીધો. અરે એમના એ ટેબલની પાસે પણ ફરકતો ત્યારે એમને ફિકર થઈ જતી.....આ બધી એની મોકાણ એક્સાથે બારે આવી રઈ છે. પણ તું તારે હાલ્યો આવ... હુંયે ક્યાં મહિના સુધી રોકવાનો...આ આવતાં અઠવાડિયે મારા ગામ કેન્યા ચાય્‌લો જઈશ.

સુલ્તાનચાચાનો આ પહેલો ધડાકો થોડી વાર માટે સૂનમૂન કરી ગયો.

ઓહોઓઓ! તો પછી આપણી ગાડીમાં સાત દિવસ ચાલે એટલું જ પેટ્રોલ ભરવું પડશે...ને એક્સિલેટર પણ હાઈ રાખવું પડશે ચાચા. ર્જી, હ્લટ્ઠજીંહ ર્રૂેિ જીીટ્ઠંહ્વીઙ્મં. અને હવે હું જેમ કહું તેમ કરશો તો સાતમાં દહાડે ‘આપણને કોમ્પ્યુટર-ઈન્ટરનેટ ચલાવતા આવડી ગ્યું હોં!’ એવો ફાંકો તમને તમારા ગામમાં મારતા પણ આવડી જશે.

પહેલા દિવસથી ચોથા દિવસ દરમિયાન કી-બોર્ડ, માઉસ પર એમની ટાઈપીંગની અને ક્લીકીંગ-મુવમેન્ટની પકડ જમાવવામાં ૮૦ વર્ષના આ બચ્ચાને બહુ ઝાઝી વાર ન લાગી કેમ કે એની પાછળ એક જ વસ્તુ કામ કરી ગઈ...એમનું પેશન!...શીખવાની ભડભડતી ધગશ. ઓફકોર્સ, શીરીનચાચી તો એમની પાસે હતા જે કાંઈ પણ ન બોલી ને એમને ઘણો ટેકો આપતા.

“દીકરા, તને થતું તો હશે કે આ ડોસલો ઈ-મેઈલ લખવાની આટલી ઉતાવર કેમ કરે છે?- ચાલ તને બતાવું. પણ પહેલા મને મારૂં ય્દ્બટ્ઠૈઙ્મ તૈયાર કરવા દે. ને પછી જો આ બુઢ્‌ઢો મેલ પેલી મારી વ્હાલી ફીમેલને કેવો મેઈલ કરે છે.” રોમેન્ટિક ડાઈલોગની આ બુલેટ બહાર આવી છતાં શીરીનચાચી જાણે કશુંયે થયું ન થયું હોય એમ મરક-મરક હસતા જ બેસી રહ્યાં. એમને ખબર હોવી જ જોઈએ કે એ ફિમેલ કોણ હશે.

“શું વાત છે, દાદાઆઆ! આજે તો તમેય મારી ભાષામાં ઉતરી આંયા ને કાંઈ?” -

મારી સાથે મારા જેવા શબ્દોની રમત જોઈ બે-ઘડી હું પણ મોંમાં આંગળા નાખી બેસી રહ્યો. હાર્ડવેર પર આવેલા એમના આવા સોફ્ટ કંટ્રોલને જોઈ ઉૈહર્ઙ્ઘુજ માટે એમના દરવાજા થોડાં વધું ખોલી નાખ્યા ને આખી બાજી એમના હાથમાં મૂકી દીધી.

તમે કહી શકો કે એ ફીમેલ કોણ હોઈ હશે?...- ડોન્ટ વરી...આગળ જાણવા મળશે જો...

અને પછી આવ્યો પાંચમો દિવસ...આ પાંચ દિવસમાં એમની ટાઈપીંગ સ્પિડમાં કોઈ ફર્ક ન હતો. ’કંટ્રોલ’માં આવે તો ને?!?!...આવી બાબતને ’શિફ્ટ’ કરવા માટે બીજો કોઈ ’ઓલ્ટર’નેટ હોવો જોઈએ? ના જ હોવો જોઈએ.

પાંચમાં દિવસે ૧૦ મિનિટમાં પોતાનું જાતે બનાવેલું ય્દ્બટ્ઠૈઙ્મ ૈંડ્ઢ ખોલીને સુલ્તાનચાચાએ શીરીનચાચીને ઓર્ડર મુક્યો.

"લાવ ત્યારે, પેલી મારી પોકેટમાં મુકેલું કાગર લઈ આવ. આપરી ફરીદાનું ઈ-મેઈલ એડરેસ એમાંજ લયખું છે. આજે આ બાપ પન એની દીકરીને પેહલો ઈમેઈલ લખશે."

આ ફીમેલ એટલે એમની મોટી દીકરી ફરીદા જે કેન્યાથી થોડા દૂર મોમ્બાસામાં રહે. દોસ્તો, આપણે એ ના જ વિચારી શકીએ કે એક બાપ એની દીકરીને પહેલો ઈ-મેઈલ કઈ રીતે લખે, શું લખે, શું ન લખે? એ તો ઈ લોકો જાણે જેમને ઈ-મેઈલની ભાષાને પણ દિલથી અપનાવી લીધી છે. ઈના માટે તો બાપ બનવું પડે...બાપાઆઆ!

મને યાદ છે કે એ દિવસે મેં મોનીટર કે સુલતાનચાચા સામે બહુ જોયું ન હતું. કેમ કે ખુરશીને થોડે દૂર રાખી મારૂં ધ્યાન બાપ-દીકરી વચ્ચે બનતા આ ઈલેક્ટ્રીફાઈંગ બ્રિજને જોવામાં મને વધારે ખુશી મળી. ધારૂં છું ત્યાં સુધી...પાંચમાં દિવસે અત્યાર સુધી તેઓ જેટલું શિખ્યા, જે અનુભવ્યું એને શબ્દોમાં બયાન કરી દીકરીને ટ્રાન્સફર કર્યું હોવું જોઈએ. યા પછી...હું મારા આ ’ક્લાયન્ટ’ને સમજવામાં ખોટો પણ હોવ. જે હોય તે...એમણે મને ખોટો પણ ન પડવા દીધો ને સાચો પણ ન રહેવા દીધો.

છઠ્‌ઠો દિવસઃ

"ભાઈ, ચાલને આજે પહેલા મારી ફરીનો મેઈલ આયવો કે નહિ એ ચેક કરીને પછી આગળ વધ્યે." -

મેં કહ્યુંઃ "ચાચુ...હું આવું એ પહેલા ચેક કરી લેવો તો ને?- આપણા બેઉનો વખત સચવાત."

"એ બરોબર પણ ભાઈ, મને એમ કે તું સાથે ન હોય ને કાંઈક ખોટો કમાંડ અપાઈ જાય તો કાંઈક આડુંઅવળું થાય એ બીકે...."

"અરે સાહેબ! જે માણસ પાંચમાં દિવસે દીકરીને મેઈલ કરવા તૈયાર થઈ જાય એનાથી ભૂલ થવાની બહુ સંભાવના નથી હોતી. અને થાય તોયે બહુ આડુંઅવળું નથી થાતું. આજે આપ જાતે જ ય્દ્બટ્ઠૈઙ્મ ખોલીને મેઈલ ચેક કરી લો. હું આ બેઠો દૂર." એમ કહી આખું કમ્પુટર સોંપી દઈ કોન્ફીડન્સ સાથે દૂર બેસી ગયો.

વ્હાલા દોસ્તો, એ દરમિયાન બનેલી ઘટનાને શબ્દોમાં નહિ લખી શકતો. કેમ લખાય? કેમ કે શબ્દોને પણ પોતાની તાકાત હોય છે. એને તો કેમે કરીને ગોઠવી દઉં. પણ પેલી ન દેખાતી ઈમોશન્સ ક્યાંથી લાવવી જે એ બાપ-દીકરી વચ્ચે રચાઈ હશે?!?!? જે હોય છે માત્ર વેદના વગરની....સંવેદના. એ તો રામબાણ વાગ્યા હોય એ જ જાણે. કમબખ્ત આ ઈલેક્ટ્રોનિક ઈન્કમાં આંસુઓ દેખાતા નથી..માત્ર એટલુજ કહું કે...મેઈલબોક્સ ખોલ્યાના પાંચ-છ મિનીટ પછી ૩ ચેહરાઓ પરથી આંસુ વહી રહ્યા હતાં. મોમ્બાસાનો દરિયો એ દિવસે નાઈલમાં વહી રહ્યો હતો.

ડોસા-ડોસી ખુરશી પર બેસી ડાન્સ કરી શકે!?!?!??- કેમ નહિ? આવા અમૂક સ્પેશિયલ દ્રશ્યોનો હું યે સાક્ષી છું....બંધુઓ.

"ચાલો દાદા મારૂં તો કામ થઈ ગયું. તમને શબ્દોને કઈ રીતે લખવું, ભૂંસવું, કાપવું-ચોટાડવું એ બેઝીક્સ તો આવડી ગયું છે. કાલથી હવે કેન્યા જઈ પ્રેક્ટિસ કરતા રહી મારી સાથે પણ આ રીતે મેળ-જોલ રાખશોને?..જ્યારે પાછા આવશો ત્યારે અવનવી એપ્લીકેશન્સ પણ શીખવાડી દઈશ."

“અરે મારા ભાય! તું આંયાં બેસ. હવે હું ક્યાંય નથી જાવાનો. મારા પ્લેનની ટિકિટમેં એક મહિના માટે લંબાવી દીધી છે. એટલે તને આરામથી જેટલું શીખવવું હોય એટલું શીખવ....હું આ બેઠો.”

આ મીની ધડાકાની ગૂંજ હતી જે કાનને ગમી ગઈ.

પછી તો શરૂ થઈ કમ્પ્યુટર-ઈન્ટરનેટના ઈતિહાસ, ભૂગોળ, નાગરિકશાસ્ત્ર, સમાજ-વિજ્જ્ઞાનની મીની પરિષદ નો સીલસીલો. અલીબાબા.કોમથી ઈ-બે.કોમ થઈ, ગૂગલ-ટોક, સ્કાયપ, ઓફીસ-એલ્પીકેશન્સ, ગ્રીટિંગ-કાર્ડસની આપ-લે નું એક્શન-રીએક્શન. સુલ્તાનદાદા સવાલો પૂછતાં જાય ને બંદા એના છુટ્ટા જવાબ આપી મોઢા પર રૂમાલ લૂછતા જાય.

એ દરમિયાન એમની દીકરીઓના-પૌત્ર-પૌત્રીઓઓના મેઈલ્સ, જમાઈઓના જવાબો, લંડન-અમેરિકા અને આફ્રિકામાં પણ ખોવાયેલા દોસ્તોની દિલદારીના લા-જવાબોથી એમનું મેઈલ-બોક્સ ઉભરાવા લાગ્યું. એમની કોન્ટેકબુકમાં ૧૦૦થી વધુ નામ તો લખાઈ ચુક્યા હતાં...

શરૂઆતમાં બધાંજ ચોંકેલાને એક જ સવાલ પૂછતાંઃ “પાપા, દાદા, નાના, ભાઈ...આ તમે ક્યારે અને કઈ રીતે શીખ્યા?” - પણ આ નાનકંઠો જીવ કાંઈ એમને એમ બધું બતાવી દે?... હવે તો એમનેય ઈમોશનલ અત્યાચાર કરતા આવડી ગયો હતો. પણ બદલાની કોઈ ભાવના નહિ.....બસ એ ભલા અને એમનું ઠુચુક ઠુચુકંટાઈપીંગથી બનેલાં મીઠ્‌ઠા શબ્દો ભલા....

૨૫મો દિવસ - ધડાકો ત્રીજો.

“ભાઈ, મારી દીકરી ફરીદા એની ફેમીલી સાથે આવતાં વીકમાં આંયા કેરો આવે છે. કાંઈ અમસ્તી નહિ હો...કેરો ફરવું-પિરામીડ જોવું તો એનું બહાનું છે પણ એને ઈ જાણવું છે કે પપાએ આ બધું શીખ્યું કઈ રીતે...તું જોતો ખરા..મારી બેટી...આપણું સિક્રેટ જાણવા આવી રઈ છે.”

એ પાંચ દિવસ દરમિયાન ચાચાએ પાછલાં દિવસોનું રિવિઝન કરી લીધું. અને પોતાના ગામ પહોંચી જાતે કોમ્પ્યુટર વાપરી શકે એવું વિઝન પણ જોઈ લીધું.

૩૦માં દિવસે પછી તો દીકરીની સાથે ઓળખાણ, એમના ‘પપા’ ને અપડેટેડ વર્ઝનમાં જોવાની ખુશી, એમના નવા કોમ્પ્યુટરી જ્જ્ઞાન સાથે ખુલી ગયેલી ‘બોલતી’, એમના મારા માથે મુકાયેલા હાથ, બંધ કવરમાં અપાયેલી અમૂલ્ય યુરો-ડોલર દક્ષિણા, ખુશીઓના આંસુઓથી છલકતી આંખો, ગૂડ-ગૂડ થતું દિલ, વહીલ્ચેર પર હોવા છતાં ચીયર-અપ કરતાં થીરકતા કદમો...

આ બધું લખવા માટે મારી ઈન્ક પણ ડાઈલ્યુટ થઈ જાય એમ છે.

કેન્યા-વિદાય વખતે એમને એક સવાલ કર્યોઃ “ચાચા, તમારા શીખવાની પાછળ કયું તત્વ કામ કરી ગયું?”

“અરે મારા દીકરા!... ફક્ત એટલું જ કહી દઉં કે કોઈને એની કોઈ વ્હાલી વસ્તુથી રોકવામાં આવે તો શું થાય? - એમ સમજ કે...આ એક ચુપચાપ બળવો હતો. એમને કાંઈ ન કહીને જવાબ આપવાનો. શીખવા માટે હું તરસ્યો થ્યો ને તું મને મળી આયવો ને મારૂં કામ થઈ ગયું. હવેથી કોઈનો મોહતાજ (ઙ્ઘીીહઙ્ઘીહં)તો નહિ રહું ને?”

ફાસ્ટ ફોરવર્ડ...૨૦૧૧

“એ પાછલા પાંચ વર્ષમાં ચાચા સાથે ઘણી વાર મેસેજની આપલે થાતી... મજામાં છું... તું કેમ છે?.... મારૂં કામ ચાલી રહ્યું છે.. વગેરે... વગેરે...”

થોડાં વર્ષો અગાઉ ચાચા અચાનક ફરીથી ફેમીલી સાથે કેરો આવી ગયા અને તેમના સ્વજનને ત્યાંથી ફરીવાર મને ફોન આવ્યો. “ચાલ જલ્દી મને મળવા આવ, આંયા બધાં બચ્ચાઓ મુર્તઝા સરને જોવા માંગે છે.”

હાય રે કમનસીબ...એ એરપોર્ટ પરથી એમના સ્વજનને ત્યાં આવ્યા ને હું ઈન્ડિયા જવા માટે એરપોર્ટ પર જઈ રહ્યો હતો... અને મારી પાસે એમને મળવા માટે ફક્ત અડધો કલાક હતો. ગમે તેમ કરીને મળવા તો ચાલ્યો ગયો. ત્યારે ઝ્‌બ્ભા-ટોપી પહેરવાની પરવા કર્યા વગર ગંજી-લેંઘાધારી એ યંગેસ્ટ જીવ મને કેન્યન ચેવડો-મીઠાઈનું બોક્સ હાથમાં આપી જોરથી દબાવી ભેંટી રહ્યો હતો. ત્યારે...

મને ક્યાં ખબર હતી કે...આ ભેંટ સાથે એમનું ભેંટવું પણ અંતિમ હતું. કેમ કે એ પછીના ૨-૩ મહિનામાં જ એક મહિનો તો હોસ્પિટલાઈઝડ રહીને ૮૫+નો આ મારો જુવાન વિદ્યાર્થી ‘સુલ્તાન’.... સુપર કોમ્પ્યુટર સર્વર-એ-કાયેનાત (દુનિયા બનાવનાર) થી અપલોડ થઈ ગયો...

દોસ્તો, દુનિયામાં માત્ર ફોર્ચ્યુન ૫૦૦ કંપનીઓ નો જ ઈજારો નથી કે ઠેર ઠેર પોતાનું બ્રાન્ડીંગ કરતુ રહે.... કંપનીઓ સાથે એવી હજારો વય્‌ક્તિઓ છે જેઓ એમના કાર્યો દ્વારા બીજાના દિલ પર શિલાલેખ જેવું કાયમી બ્રાન્ડીંગ કરી ચાલ્યા જાય છે....યાદો મૂકી જાય છે. "જિનકા ચર્ચા ભી નહિ હોતા..."

સુતા પહેલા ચાલો, કાંઈક નવું શીખીએ...

૧.કોઈના સ્વપ્નાઓ પર હસીએ નહિ...પણ ખુશ થઈને મદદ કરવામાં પણ એક અચિવમેન્ટ જ છે. રખે ને કાલે કદાચ એ વ્યક્તિ આપણને અચિવ કરીને રડાવી દે તો...બંધુ!

૨.ક્યારેક ખોટા પડીને પણ સાચી ખુશી મેળવવાની એક અનોખી મઝા છે... લાલા!

૩.ગ્રાહક સોલ્યુશન માંગવા આવે ત્યારે...એમાં રહેલા ‘બોન્ડીંગ’ પર વધારે ધ્યાન હોવું ફાયદેમંદ છે... ઉસ્તાદ!

૪.ગ્રાહકને બરોબર સાંભળીયે. કેમ કે પછી એ તમને સાંભળશે અને સંભાળશે.... શેઠ!

૫.ગ્રાહકને બરોબર ઓળખીએ. ફક્ત ફેસબૂક પકડી ફેસ ટુ ફેસ ન મળી ગૂગલી મારવાની શું મઝા?.... ડીયર ફ્રેન્ડ!!

૬.જે આપણને દિલથી ચાહે છે (એ પછી બાળક હોય, બૈરૂ હોય કે બુઝુર્ગ) એના માટે પણ દિલ અને દિમાગ વાપરવામાં રિટર્ન જોરદાર મળતું હોય છે... બોસ!

૭.દિલ દઈને કોઈ કામ કરતા રહીએ.. પછી માની જ લેવું કે કમાણી તમારા ખીસામાં આવી જ સમાણી.... શું પાર્ટી!

૮.પનામા, પેરીસ કે પંજાબ બધે જઈએ.. . પણ ’શીખ’વા અને શીખવવાનું ટેલેન્ટ હોય તો તકોની ભરમાર રહેલી છે.... ગુરૂ!

૯.પરિણામ કેવું પણ આવે.. .કામ સારૂં થાય એ નિયત રાખીએ એટલું જ બસ છે.. .સાહેબ!

૧૦.પ્રોડક્ટ કે સર્વિસ.. .. જેમાં પણ રસ હોય એને ભરપુર ચાહતા રહીએ અને એમાં જ પુર-બહાર ખીલતા રહીએ.... મુરબ્બી!

દોસ્તો,

તમને આ ઘટના કેવી લાગી? - તમારો ભાવ-પ્રતિભાવ મને ફેસબૂક પર કે ઈમેઈલ દ્વારા જણાવી શકો તો આવી બીજી ઘણી ‘સંતાયેલી’ ઘટનાઓ દ્વારા આપણે સૌ કાંઈક નવું શીખતા રહીશું.

સંપર્ક સૂત્રઃ

ફેસબૂક પર : https://www.facebook.com/MurtazaPatel.vepaar.net

ટ્‌વિટર પર : https://twitter.com/netvepaar

ઈમેઈલ : netvepaar@gmail.com

વોટ્‌સએપ પર : +20 122 2595233