એકઝામ વોરીઅર્સ-- બોર્ડ પરીક્ષાર્થીઓની ગીતા Jagruti Vakil દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

એકઝામ વોરીઅર્સ-- બોર્ડ પરીક્ષાર્થીઓની ગીતા

એકઝામ વોરીઅર્સ-- બોર્ડ પરીક્ષાર્થીઓની ગીતા

જાગૃતિ આર. વકીલ.

જેમ ભગવદગીતામાં કૃષ્ણએ જીવનના દરેક મુંઝવતા પ્રશ્નોનો હલ આપ્યો છે એમ Exam Warriers પુસ્તક દ્વારા આપણા લાડીલા મોદીજી તેમની કલમ દ્વારા જિંદગીનો પ્રથમ જંગ જીતવા જઈ રહેલ અર્જુન એવા બોર્ડ પરીક્ષાર્થીઓને પરીક્ષાની રણભૂમિમાં ઉભેલા યોદ્ધા સમાન માની, સુદર્શન ચક્ર સમાન પોતાની કલમ દ્વારા અદભૂત પુસ્તકની ભેટ આપી છે.જે સમગ્ર ભારતના ઇતિહાસમાં ચાવીરૂપ પુસ્તક કહી શકાય.જેમ મહાભારતમાં અર્જુન યુદ્ધ લડવા જાય ત્યારે અપાર મૂંઝવણ અનુભવે છે અને તે સમજીને જગદગુરુ કૃષ્ણ એને ગીતારૂપી ભેટ આપે છે એવી જ ભેટ કૈક આ પુસ્તક દ્વારા મોદીસાહેબે આપી કહેવાય. એ જ અર્થમાં પરીક્ષાને એક વોર સમજી અણી સમયે ઉદભવતા પ્રશ્નોથી નાસીપાસ ન થઇ એનો હિમતપૂર્વક સામનો કરવાની સુંદર વાત કરી છે.

Warrior અને Worrier વચેનો સુંદર ભેદ દર્શાવી, વિદ્યાર્થીઓના પરીક્ષાના ડરને દુર કરવા માટે અવનવી મજાની પ્રવૃતિઓ સાથેનું પુસ્તક આપણા લાડીલા વડાપ્રધાન સન્માનનીય મોદીજીનો વિદ્યાર્થીઓ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરે છે. માત્ર ૨૫ સરળ મંત્રો અવનવા અનુરૂપ કાર્ટૂન સાથે ૨૫ પ્રકરણમાં સમગ્ર વાતને શીરાના કોળિયાની જેમ ગળે ઉતારી દીધી છે.સાથે છેલ્લે ‘શિક્ષકો ઔર અભિભાવકો કો પત્ર’સાથે ૧૮૩ પાનાનું હિન્દી અને અંગ્રેજી બેય ભાષામાં છપાયેલું માત્ર ૨૦૦ રૂપિયાની કિમતનું (ઓનલાઇન અત્યારે ૧૮૦ રૂ.માં) Penguin books દ્વારા પ્રકાશિત સન્માનનીય મોદીજીનું Exam Warriers પુસ્તક બોર્ડના પરીક્ષાર્થીઓ માટે આશીર્વાદરૂપ કાર્ય કહી શકાય. આ પુસ્તકના બધા જ મુદા મહત્વના છે.જેનું વિહંગાવલોકન કરીએ તો..

પ્રથમ મંત્ર સહુથી અગત્યનો અને અપનાવવા જેવો છે કે પરીક્ષાને ઉત્સવ ગણો અને ઉમંગ અને ઉલ્લાસથી માણો.બીજો મંત્ર છે મસ્ત રહેવા માટે..જેમાં કહેવાયું છે કે આ વખતની એક નાની બોર્ડની પરીક્ષા એ કઈ પુરા જીવનની પરીક્ષા નથી એ યાદ રાખવું જરૂરી.૩જો મંત્ર હાસ્ય દ્વારા સ્ટ્રેસ દુર કરવાનું કહે છે.૪થો અને સહુથી અગત્યનો મંત્ર વોરિયર બને,વરિયર નહિ પુસ્તકના ટાઈટલને સાર્થક કરતી વાત છે કે પરીક્ષાને એક પડકાર સમજી સામનો કરો,ચિંતા ન કરો.પણ હિમતપૂર્વક લડો. જે આપણે શરૂઆતમાં ચર્ચા કરી.પછી ના મંત્રો-૬માં અનુસ્પર્ધા એટલે કે બીજા સાથે સરખામણી ન કરતા ખુદ સાથે સ્પર્ધા કરવાની બહુ સમજવાલાયક વાત છે, ૭માં સમયનો સદુપયોગ એ માત્ર વિદ્યાર્થી જીવનમાં જ નહિ,આજીવન ઉપયોગી અને પ્રગતિ કરાવનાર મંત્ર છે.૮માં વર્તમાનમાં જીવવાની વાત પણ આજીવન અપનાવવા લાયક છે.૯મા ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અભ્યાસ સાથે આદત પાડતા ભવિષ્યમાં પણ એનો ઉપયોગ ફાયદાકારક છે એવી સૂચક વાત છે.૧૦માં કામ સાથે પુરતો આરામ પર ભાર મુકાયો છે તો ૧૧માં પુરતી ઊંઘ અને ૧૨મા રમત દ્વારા સ્વાસ્થ્ય જાળવણીની વાત સુંદર રીતે વણી લીધી છે.૧૩મો મંત્ર ખુબ માનનીય છે-સ્વને ઓળખો-પોતાની ક્ષમતા પર ગર્વ કરો, ૧૪માં મંત્રમાં જીવન ઉપયોગી ‘આત્મવિશ્વાસ માટે અભ્યાસ’,૧૫મા અને ૧૮માં વર્તમાન પરીક્ષાર્થીઓ માટે સહુથી વિચારણીય વાત નકલ ન કરવી અને ‘પરીક્ષાખંડમાં અનુશાસન’ની સલાહ હળવેથી આપી દીધી છે.૧૬માં પોતાની પરીક્ષા માટે પોતાની જ શૈલી અપનાવવા પર ભાર છે. ૧૭મા પ્રસ્તુતિકરણ પર ભાર મૂકી દરેક કામમાં પરફેક્ટ બનવાની વાત તરફ ઈશારો છે.૧૯માં ‘ઉતરવહી આગળ વધી ચુકી છે,તમે પણ આગળ વધો’શીર્ષક હેઠળના પ્રકરણમાં ડીસેમ્બર ૨૦૧૨ના પોતાના ગુજરાત ચુંટણીના સમયની વાત કરતા કહે છે કે વોટ તો સીલ થઇ ગયા હવે જે થવાનું હશે તે થશે એ એક ને છોડી હું બીજા કામો માં વ્યસ્ત થઇ ગયો હતો અને ભૂલી પણ ગયો હતો ચુંટણીના શું પરિણામ આવશે એ વાત. એમ તમે પણ એક પરીક્ષા સારી ગઈ કે ખરાબ એ ભૂલી બીજા કાર્યોમાં વ્યસ્ત થઇ આગળ વધો.૨૦માં ‘જીવનને જાણો અને સ્વયંને ઓળખો’,૨૧મા ‘અતુલ્ય ભારત- ફરો અને જાણો’દ્વારા ભારતના મહાન ઈતિહાસને જાણવા તરફ અંગુલી નિર્દેશ છે.૨૨માં ‘એક યાત્રા સમાપ્ત,બજી શરુ’ દ્વારા ઝીન્દગીમાં સતા આગળ વધવા તરફ ઈશારો છે.તો ૨૩મા મહ્ત્વકાક્ષા સેવી, તે તરફ મક્કમ ડગલા ભરવાની વાત ટુકમાં સચોટ કરી છે.૨૪મા પ્રકરણમાં મુલ્યલક્ષી વાત ‘વો હૈ...તો આપ હૈ ‘કૃતજ્ઞ રહે’ દ્વારા જીવનમાં ડગલે ને પગલે ઉપયોગી વ્યક્તિઓ-શ્રમિક,શિક્ષક,પોલીસ વગેરે જ ભારતના સાચા નિર્માતા છે અને આપણે એમના પ્રત્યે અહોભાવ વ્યક્ત કરવો જ જોઈએની અતિ અગત્યની વાત કરી છે.૨૫મો મંત્ર યોગાભ્યાસ પર ભાર મુકે છે.સાથે કેટલાક યોગાસનો રંગીન આકૃતિઓમાં રોચક રીતે આપ્યા છે..

છેલ્લે શિક્ષકોને સંબોધીને એક પત્ર સરસ લખ્યો છે જેમાં શિક્ષકને એક સાચા એક માર્ગદર્શક બની રહેવા સાથે બાળકની ક્ષમતાને ઓળખી, પ્રત્યેક બાળક પોતે વિશિષ્ટ છે-એમ અહેસાસ કરાવી, આગળ વધવા તરફ સુચન સાથે માતા પિતાને ખાસ પોતાના અધૂરા સ્વપ્નોનો બોજ પોતાના સંતાનોને ન બનાવવા તરફ પ્રેમાળ સુચન કર્યું છે. જેથી ભાવિ પેઢી વધુ સુદ્રઢ અને સ્વસ્થ મન, સ્વસ્થ તન દ્વારા સ્વસ્થ સમાજ નિર્માણનો પાયો રચવાનું સ્વપ્ન રજુ કર્યું છે.જે ખરેખર કાબિલે દાદ છે.

અંતમાં એક સંકલ્પ પત્ર મુક્યું છે જેમાં પરીક્ષાર્થી પાસે સંકલ્પ લેવડાવે છે કે એક્ષામ વોરિયર હોને કે નાતે મૈ સંકલ્પ લેતા હું કિ મેં નકલ નહિ કરુંગા ઔર અપના કાર્ય પૂરી ઈમાનદારી સે કરુંગા!!

સમગ્રતયા જોતા ભારતવર્ષના ઇતિહાસમાં દેશના વડાપ્રધાન દ્વારા દેશના પાયાના પથ્થર સમાન અને કારકિર્દીના ઉંબરે ઉભેલ નાગરિકોને આ સુંદર પુસ્તકમાં પોતાની અનોખી કલમ દ્વારા પોતાના સ્વપ્નની સાથે મહાન ભારતના સ્વપ્નને સાકાર કરવાની ઈમારત બહુધા ઉતમોતમ રીતે ચણી છે એમ કહેવા માં જરાય અતિશયોક્તિ નથી.શત શત વંદન એ મહાન દેશવિદ્યાગુરુ ને.!!