ભાગ – ૧૨
માયા તો જાણે કંઇક વધારે પડતું જ વિચારવા જ લાગી હતી. રોજ સવારે પોતે તો નિત્યક્રમમાં પુરોવાઈ જતી પણ આજે જાણે તેનું મન કશામાં લાગતું નહોતું. પોતે આજે ઉઠી પણ મોડી હતી અને બંસરીને તૈયાર કરવામાં વધુ મોડું થયું હતું તે જાણતી હતી, એક સમયે મોહને કહેવાનું મન થયું કે મને ઠીક નથી તો આજે બંસરીને સ્કુલે મૂકી આવશો? પણ મોહ તો ક્યાં માયા સાથે કોઈ પણ જાતની વાતચીત કરતો જ હતો? મનોમન ગૂંચવાયેલી માયાએ ક્યારે ગરમ ગરમ દૂધ કપના બદલે પોતાના હાથ પર જ રેડી દીધું તે ખબર જ ના પડી, પડી તો એક ચીસ જે સાંભળી મોહ રસોડામાં દોડી આવ્યો અને જોયું તો માયા દર્દમાં હતી. તેણે માયાનો હાથ ફટાફટ ઠંડા પાણી નીચે ધર્યો જેથી તેના દર્દમાં થોડી રાહત થાય. બંસરીને આજનો દિવસ સ્કુલમાંથી કંઇક ખાઈ લેવા જણાવીને તેણે માયા અને બંસરી બંનેને ગાડીમાં બેસાડીને પહેલા બંસરીની સ્કુલ તરફ ગાડી રવાના કરી. બંસરીને સ્કુલે ઉતારીને તરત નજીકની હોસ્પિટલ બાજુ ગાડી વાળી. ઈમરજન્સી સેકશનમાં જઈને મોહે રાડારાડ કરી મૂકી જેથી માયાને કોઈ તરત અટેન્ડ કરે. માયાએ તેને થોડું શાંત રહેવા જણાવ્યું કે નથી કંઇ વધારે થયું એમ. મોહે તેને ચુપ રહેવા કહ્યું અને ડોક્ટરને શોધવા લાગ્યો. ડોકટરે ફટાફટ ઘા સાફ કર્યો અને પછી દવા લગાવીને ઘાને થોડા દિવસો માટે ખુલ્લો રાખવા સલાહ, એન્ટીબાયોટીક દવાઓ આપીને માયા તેમજ મોહને જવા કહ્યું.
ઘર સુધી મોહને ધૂંધવાયેલો જોઈ માયાએ ચુપ રહેવું જ ઉચિત ગણ્યું. જેવા ઘરે પહોંચ્યા અને રૂમમાં આવતા વેંત મોહ માયા પર તાડૂક્યો, આવું બેધ્યાન થવાય જ કેમનું તારાથી? હમણાં કઈ વધારે દજાઈ ગયું હોત તો? આખા ગામનું ધ્યાન રખાય છે બસ પોતાનું જ નહિ? મારું છોડ, તને કઈ થયું હોત તો બંસરીનું શું થતું? હું તો કદાચ એનો પિતા નહિ બની શકું પણ તું તો તેની માં છું. એનું તો વિચાર માયા. આ સાંભળી માયાએ મોહના મોઢા પર હાથ મૂકી દીધો પણ ભુલાઈ ગયું કે તેણે દજાઈ ગયેલો હાથ જ મુક્યો, તેનાથી ચીસ પડાઈ ગઈ. મોહને એહસાસ થતા એણે માયાનો હાથ પોતાના હાથમાં લીધો અને માયાને હળવેકથી બાથમાં લીધી. માયા રડી, ખુબ જ રડી. મોહે તેને રડવા દીધી અને પોતે પણ ગળગળો થઇ ગયો. માયાને પોતાનાથી દુર થતા જોવું મોહ માટે અકલ્પ્ય હતું, તેણે માયાને કીધું કે તું તો દુર ના જા મારાથી, એક તો આટલા વર્ષો પછી મળી છે તું મને માયા. તને કંઇક થઇ ગયું તો હું કેમનો જીવીશ માયા? મને ખબર છે થોડા દિવસથી તને બહુ હેરાન કરું છું પણ માયા મારા પાસે પણ હૃદય છે, હું પણ અનુભવી શકું છું. તું છે તો હું છું. અને આપણે બંસરી માટે તો જીવવું પડશે ને?
મોહને અચાનક આ બધું બોલતો સાંભળી માયા થોડા સમય માટે વિચારમાં પડી ગઈ કે ગમે એટલું એ બંને લડતા ઝગડતા હતા પણ મોહ તેને હજી પણ એટલો જ પ્રેમ કરે છે જેટલો પહેલા કરતો હતો. તેણે જોરથી મોહને આલિંગન આપ્યું અને પોતાનું મોઢું મોહના મોઢા સુધી લઇ તો ગઈ પરંતુ અટકી ગઈ, મોહે તક ઝડપી લીધી અને માયાને તસતસતું ચુંબન આપ્યું, માયાનો ચહેરો પોતાના બે હાથોમાં લઈને મોહ તેને ક્યાંય સુધી ચુંબન કરતો જ રહ્યો, જાણે કેટલા દિવસની તેની તરસ છીપાવી રહ્યો, માયા પણ સામે તેને વધુ પ્રેમાળભર્યું ચુંબન આપતી રહ્યી.
એકબીજાને ચુંબન આપતા આપતા ક્યારે તેઓ એક થઇ ગયા તેનો ખ્યાલ સુદ્ધા ના રહ્યો, ઘણી વાર સુધી મોહ માયાને પસવારી રહ્યો અને માયા મોહ સાથેની એક એક પળ માણી રહ્યી. બંને જણાએ આખી બપોર એકમેકમાં ખોવાઈ જઈને જ વિતાવી. આખરે માયા ખુશ હતી કેમકે મોહ જો તેના પાસે હતો. અને મોહ પણ આનંદિત હતો એ જાણીને કે માયા અને બંસરી તેને છોડીને ક્યાંય જવાના નથી. મોહે ઓફીસના ડ્રાઈવરને કહીને બંસરીને સ્કુલેથી લઇ આવવા કહ્યું અને સાંજ થઇ ગઈ હોવા છતા તે માયાને છોડવા માટે તૈયાર નહોતો અને માયા પણ ક્યાં એનાથી દુર જવા માંગતી હતી. બંસરીના ઘરે આવી ગયા બાદ બધા તૈયાર થઈને એ જ ગાર્ડનમાં ગયા જ્યાં લગ્ન પહેલા માયા બંસરીને લઈને મોહને મળવા જતી હતી. બંસરી આજે મમ્મી-પપ્પાને પાછા પહેલા જેવા સાથે જોઇને ખુબ જ પ્રફુલ્લિત હતી જે મોહ અને માયા મહેસુસ કરી શકતા હતા. ઘરે આવીને બંસરીને સુવાડ્યા બાદ મોહ અને માયા ક્યાંય સુધી બહાર પાર્કિંગમાં એકબીજાનો હાથ પકડીને બેસી રહ્યા. તેઓ ઘણા સમય બાદ એકબીજાનો સાથ માણી રહ્યા હતા. મોહના ખભે પોતાનું માથું મૂકી આકાશના તારા ગણતા ગણતા માયા ક્યારે નીંદરમાં સરી પડી તેનો તેને ખ્યાલ જ ન રહ્યો. મોહને માયા સુઈ ગઈ છે જાણ થતા પોતાની બાહોમાં ઉપાડીને રૂમમાં લઇ ગયો અને તેને શાંતિથી નીંદર લેતા સવાર સુધી જોઈ રહ્યો. પોતાના પ્રેમને પોતાની બાજુમાં શાંતિથી ઊંઘતા જોવું પણ એક આહ્લાદક આનંદ છે. સવારે આંખ ખુલતા જ પોતાને બેડરૂમમાં પામીને માયા અચાનક બેઠી થઇ ગઈ, મોહે તેને સુઈ રહેવા જણાવ્યું કે કંઈ કામ નથી કરવાનું, તું તારે આરામ કર. મેં બંસરીને તૈયાર કરીને સ્કુલે પણ મોકલી દીધી છે. બંસરીનું નામ આવતા જ માયાએ ઘડિયાળ સામે જોયું તો સવારના ૧૦ વાગવા આવેલા, હાંફળીફાંફળી થતી તે બેડની નીચે જ ઉતારવા જતી હતી ત્યારે મોહે તેણે પોતાની બાહોપાશમાં ખેંચી અને તેને કશે નહિ જવાદે આજનો દિવસ તેમ જણાવ્યું. માયા થોડું મલકાઈ અને વળી પાછી પોતાનું મોઢું મોહની છાતીમાં છુપાવીને તેને વળગી રહ્યી. બંને એકમેકનો સાથ માણી રહ્યા. માયા જાણે સાક્ષાત સ્વર્ગનો અનુભવ કરી રહ્યી હતી છેલ્લા બે દિવસથી. થોડા દિવસો સુધી બંને એકબીજાના પ્રેમમાં ગળાડૂબ રહ્યા જેને બ્રેક લાગ્યો માયાના એક સમાચારથી.
એક દિવસ સાંજે મોહ જયારે ઓફીસથી ઘરે આવ્યો ત્યારે માયાને તેમના બેડરૂમમાં બારી પાસે સુનમુન બેઠેલી જોઈ, માયા ટેન્શનમાં જણાતા તેણે તેને પાછળથી આલિંગન આપ્યું. જોયું તો માયાની આંખોમાં આંસુ હતા. અનાયાસે મોહથી પુછાઈ ગયું કે શું વાત છે? કેમ ટેન્શનમાં છું? માયાએ તેના સામે એક કાગળ ધર્યો જે વાંચી મોહ તો ખુશીથી નાચવા લાગ્યો અને માયાને ચુંબનોથી નવડાવી દીધી. આખરે કાગળમાં વિગત જ એવી હતી તો. માયા પ્રેગનેન્ટ હતી, પરંતુ માયા આ બાળક માટે જરા પણ તૈયાર નહોતી કેમકે તે બંસરીના પ્રેમમાં ઓટ આવા દેવા માંગતી નહોતી. આટઆટલું ધ્યાન રાખવા છતા પોતે પોતાને કરેલું પ્રોમિસ આજે તૂટ્યું એનાથી પોતે દુખી હતી, તેણે નક્કી કર્યું હતું કે મોહથી ક્યારેય પોતે બાળક નહિ કરે કેમકે તે બંસરીને જ પોતાનું સર્વસ્વ આપવા માંગતી હતી પછી તે પ્રેમ હોય કે સમય કે બીજું કઈ પણ. મોહે તેને શાંતિથી સમજાવી અને તે બંનેએ બંસરીને પૂછીને આગળનો નિર્ણય લેવાનું નક્કી કર્યું. સાંજે બંસરીના આવતા વેંત બંનેએ તેની મંજુરી માંગી અને બંસરીએ ખુશી-ખુશી પોતાના નાના ભાઈ કે બહેન માટે હા પાડી. હવે માયાને નિરાંત થઇ. આખરે એક પરિવાર ખુશી-ખુશી પૂરો થવા જઈ રહ્યો હતો.
અંત...
મારી આ લઘુકથાની શ્રેણી આપને કેવી લાગી તે જણાવવા તમે મને pritud_rn@yahoo.co.in પર email કરી શકો છો. બહુ જ જલ્દી નવી વાર્તાઓની શ્રેણીઓ સાથે આવી રહી છું હું. Till then, stay tuned!
પ્રિતુ પટેલ
જય શ્રી કૃષ્ણ..!