A story ... chap-18 books and stories free download online pdf in Gujarati

અ સ્ટોરી... [chap-18]

(18)

‘આગળ શું થયું હતું એ દિવસે...?’ અમે બીજી વખત જ્યારે મળ્યા ત્યારે મેં એને પૂછ્યું. પણ એણે કાઈ કહેવાના સ્થાને એક ડાયરી શોધીને એમાનું એકાદ પાનું જ બતાવ્યું. એણે કહ્યું કે ત્યારે શું થયું એને શબ્દોમાં ફરીવાર દર્શાવી શકવું મારા માટે મુશ્કેલ છે. પણ, હા એ દિવસની સવારે મેં આખો વિચાર સંસર્ગનો પ્રવાહિત ધોધ આમાં વહાવ્યો હતો.

‘એક વાત માનશો...?’ એણે સહેજ ચુપ્પી તોડીને ફરીથી કહ્યું.

‘હા કહો...’

‘આ ડાયરી શક્ય હોય તો આજે ન વાંચતા.’

‘તમારી ઈચ્છા.’

‘પણ, હા કાલે અથવા પરમ દિવસે તમે એને વાંચો તો કોઈ જ વાંધો નથી.’

‘ભલે...’

‘આભાર.’

‘તો આગળની વાત તમે કહી શકશો...?’

‘એ દિવસની રાત પછી હું ત્રણેક દિવસ માટે મહેસાણા છોડીને ભાગી ગયો હતો.’ એણે નવાજ ભાવને ચહેરા પર પ્રવાહિત થવા દીધા હતા.

‘પણ કેમ...?’

‘મારે કદાચ હવે જગ્યા બદલવાની જરૂર હતી. હું એવા મોહજાળમાં અને આકર્ષણમાં ફસાયો હતો. જ્યાંથી મુક્ત થવા અને મારા દરેક ભાવાવેશોને સમજવા મારે સમયની જરૂર હતી.’

‘મારું મન ત્યાર બાદના ઘણા દિવસો સુધી સતત એવા બધા જ વ્યર્થ વિચારોને વાગોળતું રહ્યું હતું. જેનાથી ભાગીને હું છેક ત્રણસો કિલોમીટર દુર મારા કજીન ભાઈના ઘરે આવ્યો હતો. જો કે ફોન અને પ્રત્યક્ષમાં પણ હું મારા એ અંગત મિત્રને આ બધી જ વાત કરી ચુક્યો હતો. પણ કેવી રીતે હું જીનલના એ પ્રસ્તાવને સ્વીકારી શકું...? બસ આ જ એક વિચાર વારંવાર મારા મનમાં ઘૂમળાતો જઈ રહ્યો હતો. ત્યાં વિતાવેલ ત્રણેય દિવસમાં એક પણ કલાક એવો ન હતો જેમાં હું એના કે સ્વરાના એકમેકમાં ભેળવાતા ભાવોને ભુલાવી શક્યો હોવ. જાણે સ્વરાં પણ મને જીનલના સ્વીકાર માટે જ પ્રેરી રહી હતી.

લાગણી અને ભાવાવેશો, સમાજ અને દુનિયાના વિચારો, તર્કો, રીતિરીવાજો અને ધારાધોરણોથી સંપૂર્ણ ભીન્ન પ્રકારે જ અસ્તિત્વ ધરાવતા હોય છે. કદાચ જીવનના દિલનો પ્રવાહ અને મારા દિલનો પ્રવાહ એક જ દિશામાં હતો, છતાં એ સ્વીકૃતિની કોઈ પરિભાષામાં માન્ય ગણી શકાય એવી ન હતી. અને કોઈ સંજોગોમાં એ પૂર્ણ થાય પણ ખરો તો જે કઈ આમારા વચ્ચે ઘટ્યું એ જરાય યોગ્ય તો ન જ હતું.

સ્વરા અને જીનલના વિચારો મારા દિલ અને મન વચ્ચેનો તર્ક-વિતર્કોને વારંવાર પ્રભાવિત કરી રહ્યા હતા. તેમ છતાં પણ લાગણીઓનો પ્રવાહ સતત જીનલના અહેસાસમાં ભળી જતો હતો. સાચું તો એ પણ હતું કે જીનલ એ છોકરી હતી જેને પહેલી નજરે જોયા પછીથી જ મારૂ દિલ એના માટે આકર્ષણ અનુભવતું હતું. એ દ્રષ્ટીએ જો એ પણ મારી ઉમરના બરાબર હોત તો કદાચ આ સ્વીકાર્ય સંબંધ માટે ઉમર જેવા તત્વોનો કોઈ જ પ્રભાવ રહેતો નથી, તેમ છતાં મન માનવું અને એને મનાવવું એ તર્ક સતત ખટકતો હતો.

‘ભાઈ... ભાઈ, તમે કઈ દુનિયામાં છો...? પાછલા ત્રણ દિવસથી...?’ મિત્રા મારા ઘરે આવતાની સાથે જ ત્રણેક વખત પૂછી ચુકી હતી.

‘હું તો શાંતિભુઆના ઘરે હતો. પણ શું થયું...?’

‘કઈ નહી પણ...’

‘પણ શું...?’

‘જીનલ વારંવાર મને તમારા વિષે પૂછ્યા કરતી હતી.’

‘તો એને કહી દે ને કે મારા હોવા કે ન હોવાથી એને શું...? કેમ એ આખો દિવસ મારી તપાસ કર્યા કરે છે...? સાચું કહું મિત્રા હું છે ને જીનલથી હવે કંટાળી ગયો છું. એનામાં શું બોલવું જોઈએ અને કેમ વર્તવું જોઈએ, એની કોઈ સમજ જ નથી. મારે એની સાથે આજ પછી કોઈ જ વાત નથી કરવી, જા કહી દેજે એને પણ...’ મેં મનમાં જે કાઈ પણ હતું એ બધું મિત્રાને કહી દીધું. મારું મન દુવીધાના એવા ચકરાવામાં હતું, જ્યાંથી બહાર નીકળી શકવું મારા માટે અશક્ય હતું. મને વારંવાર મારી વિચારધારાઓ પર શંકાઓ થઇ રહી હતી. હું સ્વયંથી જ લડી રહ્યો હતો, એ રાતના પ્રસંગ પછી. કારણ કે ભૂલ તો મારી પણ હતી. આમ જોતા જીનલનો કોઈ વાંક જ ન હતો અને છતાં બધો જ ગુસ્સો બિચારી...

‘કાઈ થયું છે, ભાઈ...?’

‘ના મિત્રા એવું કાઈ નથી.’

‘તો આટલા ગુસ્સામાં અને ચિંતામાં...?’

‘બસ કઈ નહિ. માસીને કહેજે મારે નથી જમવાનું. હું એમ જ સુઈ જવાનો છું.’

‘પણ...’

‘તું માસીને કહી દેજે, અને જીનલને પણ...’

***

લગભગ સાત દિવસ આમ જ વીત્યા, વિચારોમાં અને જેમ તેમ કરીને જીનલથી દુરીઓ બનાવવામાં. વાસ્તવમાં તો મારો નિર્ણય મારા દિલની ભાવનાઓથી તદ્દન ભિન્ન અને વિરોધી હતો. આ સાત દિવસમાં સિત્તેર વખત જીનલે મારી સાથે વાત કરવાનો પ્રયત્ન કરી લીધો હતો પણ એની એકેય કોશિશ મારા મનમાં મચેલા ચક્રવાતના ઘેરાવામાં સફળ થઇ ન હતી. ખરેખર આ સાત દિવસ મેં કેવી રીતે વિતાવ્યા એની કલ્પના પણ કરી શકવી મુશ્કેલ છે. માત્ર અને માત્ર એના વિચારોમાં વ્યસ્ત રહેતું મારું મન સ્વરાના ચહેરાને એના અસ્તિત્વમાં એટલી હદે ભેળવી ચુક્યું હતું, કે મોડી રાતે અંધકારમાં પણ મારી સ્વરા મને દેખાતી ન હતી.

વાસ્તવમાં તમે જેનાથી ભાગવાનો દેખાવ કરો છો. દુર રહીને તમે એની જ વધુ નજીક સરકતા રહો છો. કોણ જાણે કેમ મારું મન પણ એના તરફ જ સતત ખેંચાતું રહેતું હતું. એના સ્પર્શ અને સાથ બંને મને આનંદ આપતા હતા. છતાં હું એનાથી દુર હતો. મારા પ્રકૃતિ અને સમજ બંને કરતા આ કદાચ મારું તદ્દન જુદું જ વલણ હતું.

એનો સમર્પણ ભાવ અને મારુ ખેંચાણ બંને મને એની વાતોનો સ્વીકાર કરવા માટે સતત મજબુર કરતુ હતું. તેમ છતાં કોણ જાણે કેમ હું એને કયા કારણે સ્વીકારી શકતો ન હતો, એ જ મને સમજાતું ન હતું...?

‘તો તમારી કહાની આગળ ક્યારે વધી...?’ મેં પૂછી લીધું.

‘એ પણ એવી જ ક્ષણ હતી, જે ક્ષણ હું એના મારી સમક્ષ હોવાની સ્થિતિમાં નકારી જ ન શક્યો.’ વિમલની આંખોમાં એક વિચિત્ર ભાવ દેખાયો જે અત્યાર સુધીના એક્સપ્રેશન કરતા સંપૂર્ણ ભિન્ન હતો.

***

આબુ પર્વત બીજો દિવસ

સમય – સવાર

હોટલ – બ્લુ ડાયમંડ પેલેસ

આજે સવારથી જ વિમલ કામના સિલસિલે માઉન્ટ આબુની કોઈ અન્ય હોટેલમાં હતો. કદાચ ધંધાકીય વ્યવહારોની દેણ-લેણમાં એની અગત્યની પળો હોય. મેં એની રાહ જોતા જોતા ચા મંગાવી અને પેપરમાં ડોકું ગાલ્યું. લગભગ કલાક સુધીમાં પેપરના બધા પાનાઓ ફેરવી નાખ્યા પછી હું ફરી બાલ્કનીમાં જઇને ઝરણાની ઔસ જેવી ઝીણી બુંદોની મોઝ માણતો રહ્યો.

‘એ રાત્રીમાં એવું તો શું હતું...?’ મારા મનમાં ઓચિંતા જ આ પ્રશ્ન ઉદભવ્યો અને વિમલ દ્વારા આપાયેલ ડાયરીના અમુક પન્ના મેં વાંચવાનું નક્કી કર્યું.

આ સવાર ખરેખર મારા જીવનના નવા અધ્યાયનો જ એક પ્રારંભ હશે. મેં આજે એ કર્યું જે કરવા અંગે મેં સ્વપ્નમાં પણ નોહ્તું વિચાર્યું. આખી રાત મેં જીનલ સાથે... એક બિસ્તરમાં... અને એ પણ...

મારા માટે આ બધું લખી શકવું મુશ્કેલ છે. છતાં તારી દ્વારા મળેલા મારા જીવનની અમુલ્ય ક્ષણોની મુલ્યવાન આનંદમયી ક્ષણોને હું ક્યારેય ભૂલવા નથી માંગતો.

મારા જીવનમાં તું પ્રથમ સ્ત્રી પાત્ર હતી જીનલ, જેની સાથે મેં સહવાસની એ અંગત પળો માણી છે. કદાચ એનાથી કોઈ ફર્ક નથી પડવાનો આ ઘટનાને, અહેસાસને, અનુભૂતિને અથવા આવનારા સમયના અસરગ્રસ્ત ભવિષ્યમાં કે તારી અને મારી ઉમરમાં આટલો તફાવત હતો. તારા અને મારા બંનેના દિલમાં એકબીજા પ્રત્યેનો સહર્ષ સ્વીકાર હતો, છતાં એને નૈતિક ધોરણો જળવાયા ન હતા. તારા ફૂલગુલાબી હોઠોની એ ભીની ગુલાબી વર્ષોથી જે અનુભૂતિ મારા હોઠોની બરછટ પરતે મેળવી છે, એ લિજ્જત અમુલ્ય છે.

આ એવો સમય હતો કદાચ જ્યાં તને અને મને રોકનારું કોઈ જ ન હતું. તારી અને મારી દરેક પ્રતિક્રિયાને વખોડીને એના પર વાંધો ઉઠાવનાર ત્યાં કોઈ અન્ય વ્યક્તિત્વ પણ ન હતું. તારી અને મારી વચ્ચે વીતેલા સમયનું શૂન્યવકાશ સિવાય કોઈ સાક્ષી ન હતું, કે જેને આ દરેક શ્વાસોશ્વાસના અફળાવાથી સમસ્યા હોય, કોઈ જ સમાજનો ડર નહિ, કોઈ નજરોનો લિહાજ નહિ, કોઈ જ શબ્દોનો પ્રહાર નહિ અને કોઈ જ રોક-ટોકનો સ્વીકાર કે અસ્વીકાર નહી. માત્ર અને માત્ર એકમેકની સ્વીકૃતિનો કદાચ આ સહવાસ હતો. તારા કોમળ મુલાયમ અંગોના સ્પર્શ મારા શરીરના યુવાનત્વને ભીંજવતા રહ્યા હતા. લાગણીઓનું ભાવનાઓના વહેણ સાથેનું મૈથુન જીવનની અમુલ્ય ક્ષણોનું સાક્ષી બનતું જઈ રહ્યું હતું. માત્ર પ્રેમ... માત્ર આનંદ... માત્ર નિસ્વાર્થ લાગણીઓ જ્યાં અધિકારો, ઈચ્છાઓ, માંગણીઓ, વિકૃતતા, વાસના અને ડરનો અભાવ હતો. કદાચ તારા કોમાંર્ય અને મારા યુવાનાત્વનો સમાગમ પ્રેમને જન્મ આપવાનો યશ મેળવવાનો હતો, અથવા અંતિમ ક્ષણોનો સાક્ષી...

એ રાત્રી મારા માટે સુસ્વપ્ન હતી કે દુસ્વપ્ન એ સમજી શકવું, સતત મુશ્કેલ બનતું જઈ રહ્યું હતું. જેમ જેમ હું આપણી સમભાગી ક્ષણોને યાદ કરું છું, મને મારા પર ગુસ્સો આવે છે. તારી સાથે જે મેં કર્યું વાસ્તવમાં તો મને એનો અધિકાર જ ન હતો. કોઈ પણ સ્ત્રી સાથેની આ પ્રથમ અંગત ક્ષણોનો ઉપભોગ અને અવસર પ્રાપ્ત કરવાનો અધિકાર માત્ર એનો જ હોય છે જેને એ સ્ત્રી પોતાની સ્વૈચ્છિક સમર્પિતતા અર્પણ કરે. પણ, હું તો... ના હું જીનલનો એવો કોઈ અંગત પાત્ર ન હતો, જેને જીનલ પોતાનું સ્વ સમર્પિત કરી દેવા ઈચ્છતી હોય. મારું મન સતત મારા જ પ્રત્યે ધીક્કાર્ભાવને વધુ ને વધુ ત્રીવ્ર કરતુ જઈ રહ્યું હતું.

પણ આ શું...?

તારા ચહેરા પર તો એવું કઈ જ નથી દેખાતું.

સવારના ચારને ત્રીસનો સમય હતો. મારી ઊંઘ સહસા જ ખુલી ગઈ હતી. ત્યાર બાદ મેં તને મારી બાજુમાં જોઇને અત્યાર સુધી કેટલું બધું વિચારી લીધું. તારા ટીશર્ટના બે બટન ખુલેલા અને એક ખભો ઉતરેલો હતો. તારું શરીર સામાજિક રીતે અર્ધનગ્ન અવસ્થામાં હતું. પણ... ખરેખર આપણા વચ્ચે જે કાઈ થયું, એ એ જ હતું જે મેં વિચાર્યું... કે પછી... કઈ જ નહી...

પણ તારા વિખરાયેલા વાળ, અને અસ્તવ્યસ્ત કપડા... શું ખરેખર તારા કોમાંર્યને મેં ઉજાળ્યું હતું કે પછી ઉજાડવામાં તારી સ્વ-ઈચ્છા પણ હતી...? જે કાઈ પણ હોય ભલે, છતાય જે વીત્યું અથવા બન્યું એ ખોટું જ હતું.

સાચું કહું જીનલ, તારા આ અપમાનનો દોશી હું જ છું. મેં તને રાત્રે જ અહીંથી જતા રહેવાનું કહ્યું હતું, પછી હું સુતો પણ તું ન ગઈ તો મારે તને ઘરે મોકલવી જ જોઈતી હતી. આમ... તારા ચહેરા પરના ભાવ મારા વાણી વિચાર બંને કરતા તદ્દન અલગ કેમ હતા. તો પછી સાચું કોણ...? મારા વિચારો કે પછી તારા ચહેરાની નિર્દોષ સહજ લાગણીઓ...

તારા ચહેરાની આભા જોઇને મને એવો વિચાર કેમ આવ્યો હશે કે તું આનંદિત જ હોઈશ. તને જ્યારે ઉઠાડીને મેં ઘરે જવાનું કહ્યું, ત્યારે પણ તું નીચી નજરે વાળ અને કપડા ઠીક કરીને સીધા જ નીકળી ગઈ હતી. તે મને કાઈ કહ્યું પણ નહિ...

કોણ જાણે કેમ ત્યારથી લઈને છેક લખું છું. ત્યાં સુધી મને એક જ વિચાર વારંવાર મનસમાં ઉભરાઈને આવે છે. કે શું ખરેખર આ રાત્રીમાં કઈ થયું હતું...?

આ આકર્ષણ તારા જીવનનો ભોગ લઈ લે એનાથી પહેલા હું જ અહીંથી દુર જઈને તારા વિચારોથી મુક્ત થવાની કોશિશ કરીશ. આ મારા માટે અને કાલ રાતની તારી વાતો સાંભળ્યા પછી તારા માટે પણ બહુ અઘરું હશે, પણ એ જ અધરું હોવા છતાં બંનેના હિતમાં છે. આપણી વચ્ચેનો કોઈ પણ પ્રકારનો સબંધ સમજમાં કે લોકોના વિચારોમાં જીવતી દુનિયાના ધારાધોરણોમાં સ્વીકાર્ય કે માન્ય નથી. તારી સમજ પણ માર્યાદિત છે, એટલે તને કદાચ આ બધું યોગ્ય લાગતું હોય પણ આ પૂર્ણ યોગ્ય નથી જ... એ હું સ્વયં પણ જાણું છું.

***

આગળનો દિવસ પણ એની વાતોના નશામાં જ વીતી ગયો. વિમલ કદાચ આવી ગયો હોત તો આગળની વાત પણ જાણી શક્યો હોત. આબુના શીત અહેસાસ અને એકાંતમાં અજવાસ પથરાયેલા રૂમના વાતાવરણમાં મને વારંવાર ત્રીસેક પાનાની મારા રૂમના ખુણામાં પડેલી આગળ વધવાની આશાએ પડેલી નવલકથાનો જ વિચાર આવ્યો હતો. ખરેખર વિમલના જીવન પ્રસંગોમાં ઘણું એવું વિચિત્ર હતું. કે જે વાંચકો માટે ભવિષ્યમાં રસનો વિષય જરૂરથી બનવાનું જ હતું. કારણ કે સામાન્ય વ્યક્તિ ન હોવા છતાં એણે પોતાને સામાન્ય સ્થિતિમાં રાખવાની ભરચક કોશિશો કરી હતી. એ રહ્યો હતો અથવા એમ પણ કહી શકાય આજ પણ એનું આ જીવન સામાન્ય જ હતું.

દિલમાં ઉભરાતા ભાવાવેશો સામે લડાયેલો એ રાતનો મનોયુદ્ધ પ્રસંગ ખરેખર રસ સભર હતો. કારણ કે વાસ્તવિકતાનો અભાવ હોવા છતાં એના જ વિચારો ડાયરીના પન્ને ટંકાયા હતા, એ એના વ્યક્તિત્વમાં રહેલા અસામાન્ય વિચારધારાની સાક્ષી પૂરતા હતા. એક રાત્રીના માન-અમ્માન વિશેનું આવું વિચાર બિંદુ કદાચ જ આજના યુગમાં કોઈ સમજી શકતું હતું. વાસનાથી ભરેલા વિકૃત સમાજના અસામાજીક સમયકાળમાં એણે પોતાના એ સંસ્કારોનો વાસ્તવિક પરિચય આપ્યો હતો. પણ, નૈસર્ગિક અને પ્રાકૃતિક બદલાવો વ્યક્તિના અંકુશ બહારની શક્તિઓ ધરાવે છે.

પોતાની માનસિક અને શારીરિક આકર્ષણવૃત્તિ સામે લડવાની કોશિશો પણ એણે જ કરી હતી. અને એમાં નિષ્ફળતા મળ્યા બાદ એનો ભંગ પણ કદાચ એણે જ કર્યો હતો. શું ખરેખર આવા કોઈ પ્રસંગ કે સ્થિતિ માટે વ્યક્તિ જવાબદાર ગણાય ખરો...? હું નથી માનતો કે શારીરિક અને માનસિક આવેગો સામે લડવાની શક્તિ દરેક વ્યક્તિ પાસે હોય છે. અને સહ-સ્વીકૃતિ દ્વારા ઘટતી કોઈ જ ઘટનામાં હું મારા અનુભવ અને જ્ઞાન પ્રમાણે કોઈને દોશી ગણાવી શકતો નથી. કારણ કે ગુનાની જે વ્યાખ્યા છે, એના આધારે તો સહમતી સાથે ઘટતું કાઈ પણ કર્મ ગુનાનું પ્રતિનિધિત્વ કરતું જ નથી. છતાં કોણ જાણે કયા શાસ્ત્રો એને ગુનાહિત અથવા અસામાજિક અને વિકૃત લાગણીઓમાં ગણાવી દે છે. આ સમાજ અને દુનિયા જ ને...? પણ આ દુનિયા અને સમાજના ડરે બીજા વ્યક્તિના દિલને ઠેસ પહોચાડવી એ પણ યોગ્ય ન હતું. મારા મતે તો એણે સહર્ષ જીનલનો પ્રસ્તાવ સ્વીકારી લેવો જ જોઈતો હતો,પણ…

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED