A Story... 7 books and stories free download online pdf in Gujarati

A Story... [ Chapter -7 ]

દિવસ રાત અને વાત દરેક પળે પળ સતત ગતિ કરતા રહેતા પરિબળો છે. દિવસ ઊગવામાં, ઉગીને આથમવામાં, રાત આથમીને વિતવામાં અને વાત ઉલજાવાથી સુલજાવા તરફ સૃષ્ટિના નિરંતર ચક્રની જેમ ગતિ કરતી જ રહે છે. મારા તરફની વાત ઉલજનમાં નાખનારી હતી જ્યારે એના માટે આ જ વાત સુલાહ સ્વરૂપની હતી. સવારના દસ વાગ્યે મારી આંખો ઉઘડી ત્યારે હવે એનું મારા માસીના ઘરમાં મારી બેન સાથે સ્કુલમાં ભણતા હોવાથી આવતા જતા રહેવું સાવ સહજ હતું. પણ કાલની વાત યાદ આવતા મારી ઊંઘ એ દિવસે અચાનક જ ઉઘડી ગઈ ઉપરના રૂમમાં હું ઊંઘ્યો હતો અને જેવી મારી આંખ ખુલી ત્યારે એ મારી સામે જ બેઠી હતી. મેં ત્રણેક વખત આંખો ચોળીને એ ચકાસવા કોશિશ કરી કે હજુ સુધી મારા ખ્યાલોના પ્રવાહ જીવંત નથી બની જતાં મેં... પણ આ વાસ્તવિકતા હતી, મારી સામે એ જ હતી. મેં તરત જ ઉઠીને નીચેના રૂમ તરફ ચાલવા માંડ્યું એ કદાચ કઈક બોલે એ પહેલા મેં ફરી પાછળ એક નજર કરી. એ હજુય ત્યાં બેઠા રહીને મારી સામે જોઈ રહી હતી. મને થયું કે કેમ ન પહેલા એને કાલની વાત કોઈને ના કરવા અથવા માફી માંગી સમજાવી લઉં. હું પાછો વળ્યો ત્યારે એણે મારા જાગતા પહેલા પણ કોઈ સાથે વાત કરી હશે તો...? એવો વિચાર તો છેક મને એની પાસે જઈને બેસતી વખતે જ આવ્યો. હું છેક પગની પાની સુધી થરથરી ગયો. મારા મનમાં અત્યારે પ્રથમ વિચાર મારા પરિવારને કાલની વાતની જાણ ન થાય એ અંગે જ હતો. હું ત્યાજ બેસી રહ્યો, મારા મુખે તાળા લટકાવી દીધા હોય એમ મારી જીભ ચોટી ગઈ. મારે જે વાત કરવી હતી એ વિચાર માત્રથી મનસપટલ પરથી આખી ઝાંખી ઓચિંતા જ ભુસાઈ ગઈ.

‘તું કાઈ વિચારોમાં છે...?’ એણે મારા હાથ પર હળવા સ્પર્શભર્યો હાથ મુક્યો.

‘મારી વાત સાંભળ જીનલ... જે કાઈ પણ અત્યાર સુધીમાં થયું છે. તું એ બધું જ મહેરબાની કરીને ભૂલી જા. અને હા બીજી વાત કે આ અંગે શક્ય હોય તો કોઈ સાથે વાત પણ ન જ કરતી. અને રહી વાત કાલની તો... ઓહ આઈ મીન કે મેં જે કર્યું એના માટે પણ બની શકે તો મને માફ કરી દેજે.’ હું ગોખેલી વ્યખ્યાઓ બોલી જતા વિદ્યાર્થીની જેમ એની સામે વિચારેલું બધું જ સડસડાટ બોલી ચુક્યો હતો.

‘તું શેના વિષે વાત કરે છે...?’ એણે પણ કાઈ જ ન જાણતી હોય એટલી જ નિખાલસતા દર્શાવતા પૂછ્યું.

‘કાલના દિવસ અંગે...’ મારી નજર જમીન પર પડેલી સોય શોધવામાં વ્યસ્ત હોય એમ ભોયસરસી પથરાયેલી હતી.

‘હા મને કાલ વિશેની ખબર છે.’ એ મારી સામે હતી છતાં એવી રીતે વાત કરી રહી હતી જાણે એ ત્યાં હાજર હોય જ નહિ.

‘તે કોઈને આ વિષે કહ્યું તો નથી ને...?’ મારાથી સહજ જ પુછાઈ ગયું.

‘ના... ના... હું તો પુછવા આવી હતી.’ એણે મારી આંખોમાં આંખ પરોવીને જવાબ આપ્યો.

‘શું...? તારે શું પૂછવાનું છે...?’

‘તું કાલે આમ અચાનક કેમ નીચે આવી ગયો હતો. તને ખબર છે મને લાગ્યું કે તું જરૂર પાછો આવીશ એવી આશમાં લગભગ એક કલાક મેં તારી રાહ જોઈ હતી.

‘આપણે આ વિષે સાંજે વાત કરીએ તો...?’ નીચેથી કોઈ ફ્રેન્ડનો અવાજ આવ્યો એટલે મને સમયનું ભાન થયું. મેં એને પૂછી લીધું ‘તું અહી એકલા...?’

‘હા મિત્રાને મળવાના બહાને.’ એણે ધાબા પર આંગળી કરતા કહ્યું અને ત્યાંથી ઉઠીને છત પર ચાલી ગઈ.

***

‘પાછળના બે દિવસથી ક્યાં ગુમનામ છે...?’ એણે મારી સામે આવીને પૂછ્યું. અત્યારે પણ સમય બરાબર સાત અને આઠના વચ્ચે ઝૂલતી સાંજ અને રાત્રીના મધ્યમાં હતો. ઠંડી હવાની લહેરકીઓના ચહેરા પર પછડાતા પવન સાથે એનો અવાઝ મને આજે વધારે મધુરો લાગ્યો.

‘બસ એમ જ...’ મેં એ દિવસે એને જવાબ આપ્યો. પણ મારા મનમાં હજુય એ જ દિવસના ચિત્રો જ આમતેમ ફરતા હતા.

‘એક વાત પૂછું...?’

‘બોલ... કાઈ કામ હતું એટલે આવી હતી કે પછી બસ એમને એમ જ...?’

‘તું કેમ આટલો વિચારમગ્ન ફર્યા કરે છે. ન ઠીકથી વાત કરે છે કે ન ઘરમાં ક્યાય જોવા મળે છે આજ કાલ. એવું શું થયું છે...?’ એના ચહેરાના ભાવો સમજી શકાય એવા પણ ન હતા.

‘એ દિવસે મારાથી જે કાઈ પણ થયું એના પછી મને તારી સામે આવતા પણ ડર લાગે છે...’ છેવટે મેં એને સ્પષ્ટ પણે વાત કરી જ નાખી.

‘એક મિનીટ... મતલબ તને મિત્રાએ હજુ સુધી કઈ જ નથી કહ્યું...?’

‘મને...? હું કાઈ સમજ્યો નહી જરા ફરી વાર કહીશ.’

‘એક કામ કરીશ... મારું ?’

‘હા બોલ.’ હું હજુ એ દિવસની એ પળ કે જ્યારે એના હોઠ અને મારા હોઠ ભીડાયા એ જ વિચારતો હતો. એ અદભૂત ઘડી અને એ પળ હવે કદાચ ક્યારેય પાછી આવવાની નથી એ જ મૂંઝવણમાં હું ખોવાયેલો રહ્યો હતો. પણ હું ખુશ હતો કારણ કે જીનલના સ્વરૂપે પણ મને મારી સ્વરાં પાછી મળી ગઈ હતી.

‘આજે મિત્રા પાસે જઈને પૂછજે કે એને મારી સાથે કઈ વાત કરી છે. ઓહ આઈ મીન પેલા દિવસે એણે તને શું કહેવાનું હતું અથવા કહ્યું હતું.’ જીનલના ચહેરા પર એ દિવસે થોડીક ઓછી શરમ હતી પણ ચહેરાનો પ્રભાવ એટલો જ પ્રગાઢ હતો.

‘તું જ કહી દે ને...?’

‘પણ, તું એને તો પૂછ એક વાર. પછી જો એ તને કાઈ નહિ કહે તો હું કહીશ બસ...’

‘ઓકે...’

‘મળીયે...’ એના એ શબ્દોના પડઘા લાંબા સમય સુધી પડતા રહ્યા હતા. પણ એને હું કઈક કહું એ પહેલા જ એ સીડીઓ દ્વારા ઉપર ચઢી ગઈ હતી.

***

‘હેય ભાઈ, કાલે મને બોલાવી હતી ને તે...? મમ્મીએ આજે કહ્યું ત્યારે મને ખબર પડી.’ મિત્રા આગળના દિવસે મારા ઘરે આવી હતી. ‘મમ્મીએ કહ્યું કે વિનીતા ભાભી પણ આવ્યા છે, ભાભી ક્યાં છે...?’

‘અંદર હશે કામ છે. કાઈ તારે એમનું અત્યારે...?’

‘ના તું બોલ પહેલા માસીને પછી મળી લઈશ.’

‘એક વાત કે તો મને પેલા કે તારા અને જીનલ વચ્ચે કોઈ વાત થઈ છે...? અને હા હોય તો કઈ વાત છે જરા મને કહીશ...?’

‘પણ ભાઈ, શેના વિષે...?’ મિત્રા સામેના સોફા પર બેસીને મને પૂછી રહી હતી. ત્યારે એના ચહેરા પર તોફાની સ્મિત તળવળી રહ્યું હતું.

‘એ દિવસે તે મને રાત્રે ૭ વાગે ધાબા પર પહોચવાનું કહ્યું. એ દિવસે...?’

‘કેમ એણે તને કઈ નથી કહ્યું...’

‘પણ મને બસ એમ કે એને તને શું કહેવાનું કહ્યું હતું.’

‘જો તારી વાત પરથી એક વાત સ્પષ્ટ છે કે એ ડરપોકે હજુ સુધી તને કઇજ નથી કહ્યું. મને તો લાગતું હતું કે એ જેમ શેરની બનીને ફર્યા કરે છે તને પણ બધું કહી જ દીધું હશે.’

‘અરે પણ એ શું કહેવાની હતી તું મને પહેલા એ વાત કરીશ કે નહિ...?’

‘બસ એટલુ જ કે એ તને પસંદ કરે છે, પણ તને કહી જ નથી શકતી અને એણે મને આજે કોઈ પણ હાલમાં હું એને પૂછી જ લઈશ એવું કહ્યું હતું. જે દિવસે તને મેં કોલ કરેલો.’

‘પણ...’

‘આગળનું એ જાણે અને તું. ચલ હવે હું ભાભી પાસે કામથી જ આવી હતી. એ પણ વર્ષમાં એકાદ વાર જ તો આવે છે ને...? મારે એમનું થોડુક કામ હતું.’ મિત્રા ઉઠીને અંદરના રૂમમાં ચાલી ગઈ પણ મારું મન કોઈ બીજા જ ઘર તરફ દોટ મૂકી ચુક્યું હતું. વિચારોના વમળ અને યાદોની અસર વાસ્તવિકતા સાથે ઝડપી તાલમેલ સાધી લેતા હોય છે.

***

‘આજકાલ કઈ દુનિયામાં છે ભાઈ.’ હું મહોલ્લાના મેદાનમાં બેઠો હતો ત્યારે મિતેશે મારા ખભા પર ધબ્બો મારીને કહ્યું.

‘બસ ક્યાય નઈ...’ મેં જવાબ આપ્યો. ખરેખર મારે એમ કહેવું જોઈતું હતું કે હું એવી ખાઈમાં પડ્યો છું જ્યાંથી પાછા બહાર નીકળી શકવું પણ શક્ય નથી.

‘ગોઠવીશું થોડાક જ દિવસોમાં કયાંક ફરવા જવાનું...?’

‘મને મૂડ નથી.’

‘કેમ...’ પાટલીના કિનારા પરથી અચાનક ઉભા થઈને મિતેશે કહ્યું એટલે મને લાગ્યું એણે કોઈકે પાછળથી કઈક માર્યું હશે પણ એવું કાઈ બન્યું ન હતું.

‘અરે યાર મન નથી લાગતું...’

‘ઓહો... રાત્રે ઊંઘતો બરાબર આવે છે ને...?’

‘કાઈ ખાસ નહિ યાર.’

‘તું પ્રેમમાં તો નથી ને...?’

‘પ્રેમ...’ મારા ચહેરા પર અચાનક ચોરી કરતા ઝડપાઈ ગયા જેવો પ્રતિભાવ આવ્યો અને હું ફરી બોલ્યો. ‘તારું મગજ તો ઠેકાણે છે ને...?’

‘કોણ છે એ..?’ એણે તરત જ પૂછ્યું.

‘મારે ઘરે જવું છે હવે...’ હું ત્યાંથી ઘર તરફ નીકળી ગયો. સમજાતું નથી કઈક કામ સુજવાનું ના કહો એટલે લોકો એને પ્રેમનું નામ કેમ આપી દેતા હશે. કેમ વ્યક્તિનું મગજ ખરાબ થવા પાછળ એના બીજા અન્ય કોઈ કારણો હોઈ જ ન શકે...? ખરેખર તો વાત સાચી છે જ્યારે તમે કોઈના વિષે વારંવાર વિચાર કર્યા કરતા હો ત્યારે એના આસપાસ રહેવા સિવાય કાઈ જ સુજતુ નથી. મારી હાલત એ દિવસોમાં કઈક એવી જ હતી.

***

‘મને મિત્રા નથી કહેતી.’ લગભગ એના બીજા દિવસે જીનલ જ્યારે રાત્રે ૮ વાગે મારી સામે આવીને બેસી હતી ત્યારે મેં સીધી જ વાતની શરૂઆત કરી.

‘તારે જાણવું શું છે...?’ એણે અંધારામાં ઝળહળતા પ્રકાશ વચ્ચે સોનેરી પ્રકાશને સહેજ ગાલના ગોળાવ પર ઢોળાય એમ સહેજ મારી તરફ નમીને પછ્યું.

‘તે જ તો પેલા દિવસે મને કહ્યું હતું કે તું આ બધું મિત્રાને જ જઈને પુછી લેજે...’

‘હા, એ વાત છોડ... પણ શું તું ખરેખર મારા ચહેરાના ભાવોમાં કાઈ પણ બદલાવ નથી સમજી શકતો...?’ એનું તમે તું થઇ ગયું ત્યારથી મને એવું તો લાગવા જ લાગ્યું હતું કે એના મનમાં મારા પ્રત્યેના ભાવ કેટલી હદે બદલાયા હશે.

‘દેખાય છે. તું ખુશ લાગે છે અત્યારના દિવસોમાં.’ લગભગ બધું જ સમજવા છતાય મેં કહ્યું અને હું ચુપચાપ એને જોઈ રહ્યો. એનો ચહેરો સોનેરી આછા પ્રકાશમાં હતો એના કરતા વધુ સુંદર લાગી રહ્યો હતો. ખરેખર મારે ત્યારે એમ કહેવાની જરૂર હતી કે આજે પણ તારામાં મારી સ્વરાને જોઈને તારા આ ચહેરાને ચૂમી લેવાનું મન થાય છે. પણ એના બદલાતા હાવભાવો સમજી શકવા મને મુશ્કેલ લાગતા હતા. હજુ સુધી મને કોઈ અજાણ્યો ડર સતાવતો હતો.

‘હું ખુશ તો છું. અને એનું કારણ વીતેલી રાતો છે. અને તું પણ છે. હું કહું છું એ પ્રમાણે એના સિવાય બીજું પણ કઈક છે...?’ એણે એની આંખો આભ તરફ માંડી આંગળી હોઠ પર મૂકી દીધી.

‘બીજું...?’ હું કહેવા માંગતો હતો કે મને તારા આ હોઠોને ચૂમી લેવું ગમશે પણ મારા માટે એ કહેવું મુશ્કેલ હતું. હું એનો માત્ર ફ્રેન્ડ હતો એ પણ ફ્રેન્ડના બહેનનો ભાઈ એટલે કે સાવ દુરનો મિત્ર. અને બીજા કારણો મારી પાસે નાં હતા. હું જેને ચાહતો હતો એ સ્વરા હતી એ દિવસે જેને સમજીને મેં એને ચૂમી લીધી હતી એ અહેસાસમાં પણ જીનલ તો ક્યાંય હતી જ નહિ બસ કોઈ હતું તો એ માત્ર અને માત્ર સ્વરા હતી.

‘આપણી વચ્ચે કઈક હોવું જોઈએ...’

‘શું...?’

‘આ જો...’ એણે હાથની કોણી પાસે કઈક દેખાડવા એના પિંક ટી-શર્ટનું વયનો ભાગ સહેજ ઉંચો સરકાવ્યો. ત્યાં કદાચ કળા રંગના અક્ષરો વડે કઈક નામ જેવું કોતરાયેલું હોય એવું મને લાગ્યું.

‘સરસ...’ એણે શું લખ્યું એ મને દેખાયું ન હોવા છતાં મેં કહી દીધું. સારું જ થયું ત્યારે મેં ન હતું જોયું. કારણ એણે કાળા અક્ષરોમાં કોતરાવેલા શબ્દો હોશ ઉડાવી દે એવા હતા.

‘મારે જવું પડશે...’ એણે કાઈ પણ કહ્યા વગર આટલું કહીને નીચેથી આવેલી બુમના પાછળ છુટ્ટી દોટ મૂકી દીધી.

*****

[ ક્રમશઃ]

લેખક – સુલતાન સિંહ ‘જીવન’

+૯૧-૯૯૦૪૧૮૫૦૦૭

આપના પ્રતિભાવો નીચેના બોક્ષમાં જરૂર આપશો...

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED