14. પીછો...
એ દિવસે મી.આદિત્ય પોતાના બાઇક ઉપર જ નીકળ્યા હતા. વહેલી સવારે એ રુદ્રસિંહના ઘરે પહોંચી ગયા હતા. બન્ને મિત્રો વાતોમા મશગુલ હતા ત્યારે લક્ષ્મી ચાના મગ મૂકી ને પોતાના કામે લાગી ગયા. બીજા પુરુષોની હાજરીમાં રાજપુતાની હમેશા ઓછું જ બોલે એટલે એ દિવસે લક્ષ્મી અને રુદ્રસિંહ વચ્ચે કોઈ સંવાદ થયો જ નહીં.
"દોસ્ત તારા લીધે જ મને આ કેસનું સોલ્યુશન મળ્યું છે" રુદ્રસિંહ બોલ્યો.
"તારી મનોભાવના હતી એટલે સોલ્યુશન કરી શક્યો તું રુદ્ર" મી. આદિત્યએ કહ્યું.
"હવે તું સમય મળે અહીં આવતો જતો રહેજે દોસ્ત અને મને શીખવતો રહેજે." રુદ્રસિંહ હસ્યો.
"આજ કાલ હું મનું ને તૈયાર કરું છું. તું માનીશ નહિ પણ એનું દિમાગ એટલું ચાલે છે કે એ મારા કરતાં પણ કબીલ અફસર બનશે."
"હા મેં એ છોકરાને જોયો એના મનમાં કાંઈક ને કાંઈક ચાલતું જ હોય છે યાર."
"વેલ ફરી મળીશું" ચા પુરી કરી મી. આદિત્ય નીકળી ગયા. સ્ટેશન પહોંચી બાઇક પાર્કે કર્યું ત્યાંજ મનુ દોડતો આવ્યો.
"ક્યારનો તમારી રાહ જોવું છુ સર. લો ગરમ ગરમ ચા " મનુંએ કપમાં ચા રેડી કપ મી. આદિત્યને ધર્યો.
થડ કરતા મી. આદિત્યએ મનુંને એક થપ્પડ લગાવી દીધી. મનું ડઘાઇને જોતો રહી ગયો. મી. આદિત્ય ઝડપથી તેમની ચેમ્બરમાં જઈને ગોઠવાઈ ગયા.
મનુંની જેમ સબ ઇન્સ્પેક્ટર વત્સલ પણ ડઘાઈ ગયો હતો. એને મનું ઉપર દયા આવી. પંદર વર્ષના નિર્દોષ બાળકને એમાં પણ મનુ જેવા છોકરાને કોઈ એવી રીતે મારે !
મી.આદિત્ય એ દિવસે કૈક અલગ જ પ્રકૃતિના લાગ્યા હતા. એમની લાલ આંખો, મોડર્ન હેર સ્ટાઇલ અને મુંછો વાળા ચહેરા ઉપર આજે લલાટમાં કરેલું ભસ્મનું તિલક શિવના ત્રીજા નેત્ર જેવું લાગતું હતું.....
મનુએ ચારે તરફ નજર કરી અને ઉદાસ ચહેરે ત્યાંજ ઉભો રહ્યો પછી એ હોટેલ તરફ નીકળી પડ્યો.
"આ તમે શું કર્યું સર?" મી. આદિત્યની ચેમ્બરમાં ધસી જતો સબ ઇન્સ્પેક્ટર વત્સલ બરાડયો " આવી રીતે તમે એ છોકરાને ...."
"રિલેક્સ મી. વત્સલ. મનું નાદાન નથી" મી. આદિત્યએ હાથનો ઇશારો કરી એને બેસવાનું કહ્યું.
"મતલબ?"
"મતલબ એ કે મનું આજ કાલ કઈક વધારે જ મગજ ચલાવે છે . એને જાસૂસીનું ભૂત વળગ્યું છે આજ કાલ."
"હું કઈ સમજ્યો નહિ સર" ઇન્સ્પેક્ટર વત્સલ ને અજુગતું લાગ્યું.
"મનુએ અન્ડરવલડ માફિયાના માણસોની ડિટેઇલ્સ એકઠી કરી છે. એ મૂર્ખ અર્જુન રેડ્ડીના માણસોની રિસર્ચ કરે છે." મી. આદિત્યએ કહ્યું.
"માય ગોડ તો હવે એ નહિ બચે" વતસલ નિરાશ થઈને ખુરશી માં બેઠો.
"નઈ આ થપ્પડ એનો જીવ બચાવશે. એ હવે સ્ટેશન નઈ આવે એન્ડ આફ્ટર ઓલ એ હજુ બચ્ચું જ છે ને એ રિસર્ચ છોડી દેશે." મી. આદિત્ય હસીને બોલ્યા.
વત્સલ બધું સમજી ગયો એટલે ઠંડો થઇ ને પોતાની બેઠકે જઇ કામે લાગી ગયો.
***
મી.આદિત્ય પણ પોતાના કામ મા વ્યસ્ત થઈ ગયા. થોડી વાર થઈ એટલે એમનો ફોન રણક્યો.
"હલો મી. આદિત્ય હિઅર "
"ખબર છે હું તમારો અવાજ સારી રીતે ઓળખું છુ"
"હમમ બોલ" મી. આદિત્ય પણ સામેનો અવાજ ઓળખી ગયા હતા " વધારે વાગ્યું તો નથી ને?"
"ના રે મી. ઇન્સ્પેક્ટર તમારો હાથ ભારી છે તો હું પણ તમારો ચેલો છું ખાધો ના જાઉં."
"ચેલો?" મી. આદિત્ય ફરી ગુસ્સા માં બોલ્યા.
"ઓહ સોરી સ્ટુડન્ટ સ્ટુડન્ટ"
"હમમ ગુડ" મી. આદિત્ય હસ્યાં.
સામેના છેડેથી ખડખડાટ હસવાનો અવાજ આવ્યો.
"બોલ શુ કામ હતું?"
"આજે મારે કામ નથી પણ તમારા માટે એક હેલ્પ છે ગુરુ." મનું ગર્વથી બોલ્યો.
"શુ?" મી.આદિત્યને પણ નવાઈ થઈ હોય એમ પૂછ્યું.
"ગાડીનો નમ્બર mh-02-7786"
"ઓહ તો તું બધું સમજી ગયો એમને. હવે તું વધારે ભેજું લગાવે છે. ગો અહેડ..." મી. આદિત્યના ચહેરા ઉપર એક સ્મિત આવી ગયું.
"Mh 02 મુંબઈ વેસ્ટર્ન આહે કા ?"
"હા અંધેરી.....તું મરાઠી ક્યાંથી શીખ્યો?
"છાપા અને ટીવીમાંથી સર. અને મેં નમ્બર પ્લેટ જોઈ એટલે ખબર પડી કે ગાડી ગુજરાતની તો નથી જ દાળમાં કૈક કાળું છે અને બે માણસો હતા."
"છાન તુલા કસ માઇત પડલા ?
"મને ખબર ન પડે ? હું ભવિષ્યનો મી. આદિત્ય છું. તમે મને થપ્પડ તો મારી પણ તમારી આંખમાં કઈક અલગ જ ભાવ હતા . ગુસ્સો તો બધો કૃત્રિમ જ હતો. હવે કો મને ચહેરો વાંચતા આવડ્યું કે નહીં?"
"યસ ઓફ કોર્સ જે ખ્યાલ વત્સલને ન આવ્યો, જે કૃત્રિમ ગુસ્સો અનુભવી ઇન્સ્પેક્ટર વત્સલને ન આવ્યો એ તને આવી ગયો વેરી ગુડ."
"તો હવે ?"
"હવે તું મને અહીં સ્ટેશન મળતો જ નહીં. તું મને ઓળખતો જ નથી. ઓકે?"
"ઓહો તો મામલો ડેન્જર છે. તમે એમ સમજો છો કે મને તમારી સાથે દેખસે તો મારું કિડનેપિંગ કરી લેશે એમ જ ને?"
"વેલ ડન માય લિટલ ચેમ્પ. દેખ મારો પીછો થાય છે. એ માણસો અર્જુન રેડ્ડીના માણસો છે. એ પૈસાથી કિડનેપિંગ અને મર્ડર કરવાવાળા માફિયા છે. એ લોકોને..."
"એ લોકોને ભનક ન લાગવી જોઈએ કે હું તમારો અજીજ છું. " મનુએ જ મી. અદિત્યનું વાક્ય પૂરું કરી દીધું.
"બીજું તો બધું સમજાઈ ગયું પણ એ લોકો તમારો પીછો કેમ કરે છે?"
"એ લોકો નજર રાખે છે મારા ઉપર. પ્રત્યક્ષ રીતે એ લોકો મને કંઈ કરી શકે એમ નથી એટલે એ મને ફોલો કરે છે પણ મારે ફેમિલી તો છે જ નહીં એટલે એ લોકોનું ટાર્ગેટ મારા કોઈ અજીજ ને શોધી ને કિડનેપિંગ કરવાનું છે."
"એટલે પછી તમને મજબુર કરી શકાય. અને એ લોકો તમારો પીછો એટલા માટે કરે છે કેમ કે તમે એન્કાઉન્ટર માં અર્જુન રેડ્ડીના માણસોને ...."
"ઇકજેટલી નાઉ ડિસ્કનેક્ટ ધ ફોન. અને હા એસ.ટી.ડી. કોલ ના રૂલ્સ ખબર છે ને ?"
"જી બિલકુલ." કહી મનુએ ફોન મૂકી દીધો. ફરી ફોન ઉપાડી નમ્બર ડાયલ કર્યો એક જ રિંગ વાગવા દીધી અને ફોન મૂકી દીધો. પછી મનું એસ.ટી.ડી. બુથમાંથી નીકળી હોટેલ તરફ ચાલવા લાગ્યો.
***
"પ્રદીપ તું આરામ કર હું અને મનુ જઈએ તારે આવવાની જરૂર નથી" નાનુભાઈએ કહ્યું.
"અરે પપ્પા હું કાઈ બીમાર નથી આઈ એમ વેલ ફિટ નાઉ" પ્રદીપે મનુ સામે જોઈ કહ્યું.
"ના હજુ થોડા દિવસ તું આરામ કર બેટા" નાનુભાઈના અવાજમાં લાગણી ગળાઈને આવી હતી એ પ્રદીપ થી છાની નહોતી રહી.
" ઓકે તમે જેમ કહો તેમ" પ્રદીપે કહ્યું.
"ગુડ બોય " દરવાજે પહોંચી મનુ હસ્યો.
નાનુભાઈ અને મનું બંને ગયા પછી પ્રદીપ એકલો પડ્યો એટલે એ કિલર વિશે વિચારવા લાગ્યો પણ એના દિમાગમાં કઇ બેસતુ નહોતું આ બધા મા મને તો ભલે ગમે તે થાય એનો વાંધો નથી પણ પૃથ્વી ને કાઈ થઈ ગયું તો ? એ હજુ વિચારતો હતો કે અચાનક એના ફોનમાં પૃથ્વીને મેસેજ આવ્યો.
"સેમ પ્લેસ બટ નોટ એટ સેમ ટાઈમ. 9 pm. મારુ પોલિશ બાઇક લોકોને ધ્યાનમાં આવી શકે સો તું તારું બાઇક લેતો આવજે."
મેસેજ ડીલીટ કરી પ્રદીપ મનોમન હસ્યો 'સો વર્ષ જીવશે તું દોસ્ત.....' પ્રદીપે આરામ કરવા સોફામા લંબાવ્યું 'આજની રાત તો આમ પણ ઉજાગરો જ છે'.
***
રચિત અગ્નિહોત્રીને હજુ તારીખ મળી ગઈ હતીએ વાત થી વિઠ્ઠલદાસ મુંજાયેલો હતો. એને એ ડર હજુ હતો જ. કેટલો ક્રૂર ચહેરો હતો કોર્ટમાં ખડા રાચીતનો જો એને સજા નઈ થાય તો એ મને પણ.... ના ના હું શું કામ ગભરાઉ ? મારી પાસે ગન છે, વિશાળ ઘર છે અને બે ત્રણ દિવસમાં ડ્રાઇવર આવી જશે પછી એને અહીં મારા રૂમમાં જ રાખીશ.
ભય ખંખેરવા એણે બેડરૂમમાં જઇ વોર્ડરોબ ખોલ્યું અંદરથી મલીબુ કોકોનટ રમની બોટલ ઉઠાવીને સોફા ઉપર ગોઠવાયો. ટીપોઈ ટેબલ ઉપર બરફના ટુકડા નાખેલા ગ્લાસમાં રમ રેડી પેગ બનાવ્યો. બરફ ઓગળવા ગ્લાસ જરા હલાવ્યો. બરાબર 8 નો ટકોરો પડ્યો. ટકોરાનો અવાજ શાંત થયો કે તરત એણે ફોન ઉઠાવ્યો નમ્બર ડાયલ કર્યો.
"હલ્લો વિઠ્ઠલદાસ સ્પીકિંગ"
"બોલ ડાર્લિંગ" સામેના છેડેથી કોઈ સ્ત્રીનો અવાજ આવ્યો.
"આજે મળી શકીશ? હાલ તરત ?" વિઠ્ઠલદાસે તરત પૂછ્યું.
"વ્હાય નોટ ? સ્યોર ડાર્લિંગ. બટ યુ નોટી આજે ફરી મારી યાદ આવી? એની વે આજે તારો બર્થ ડે છે મારે ભેટ તો આપવી જ પડશે ને" ડંખીલા હાસ્યનો અવાજ આવ્યો અને ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો.
વિઠ્ઠલદાસ ફરી જઈને સોફામાં ગોઠવાયો. ગ્લાસમાં શરાબ હજુ પણ હિલોળા લેતી હતી. બરફના ટુકડા કાચ સાથે અથડાઈ વિચિત્ર રીતે એક રણકાર ઉતપન્ન કરતા હતા. એરકન્ડિશન્ડ શાંત રૂમમાં એ રણકાર ફેલાઈ રહ્યો હતો. કલબમાં કે પાર્ટીમાં એ અવાજ બેલાશક મધુર લાગે પણ એટલા વિશાળ નિર્જન ઘરમાં એકલા વિઠ્ઠલદાસને એ અવાજ ભયાનક લાગ્યો. એ.સી.ની ઠંડક વધી હતી કે ભય ને લીધે પણ વિઠ્ઠલદાસના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું. એણે ભય ખંખેરવા ગ્લાસ ઉઠાવી એક જ ઘૂંટમાં ગ્લાસ ખાલી કરી દીધો.
***
પૃથ્વી ટી - સ્ટોલ ઉપર પ્રદીપની રાહ જોતો બેઠો હતો.
"આજથી જ ?" બાઇક પાર્ક કરીને પ્રદીપે પૂછ્યું.
"હા આજથી જ કેમ કે આજે વિઠ્ઠલદાસનો જન્મદિવસ છે"
"તને કઈ રીતે ખબર? અને જન્મદિવસથી શુ મતલબ ?"
"મેં એની કુંડળી કાઢી છે દોસ્ત. આખો કાચો ચિઢ્ઢો કાઢ્યો છે એનો. અને જો મારો અંદાજ સાચો હોય તો કાતિલ એના બર્થ ડે ને જ ડેથ ડે બનાવશે."
"હા એ બરાબર " ચેરમાં ગોઠવાતા પ્રદીપે વેઇટરને બમ પાડી "કડક ચા અને સિગારેટનું પેકેટ" વેઈટર માથું ધુણાવી ગયો.
"દેખ પ્રદીપ વિઠ્ઠલદાસ થર્ડ કલાસ માણસ છે. "
"એ મને ખબર જ છે "
"હા પણ તને એ નઇ ખબર હોય કે એની પત્ની બાળકોને લઈને ઘર છોડી ગઈ હતી કેમકે એને એક રખાત હતી. એ કોણ હતી એ ખબર નથી પણ રખાત તો હજું પણ છે જ"
"આ એની વાહિયાતપણા ની વાતો મને શું કામ કહે છે તું ?" પ્રદીપ ગુસ્સે થયો હતો.
"મારી વાત તો સાંભળ યાર. દેખ એવા વાહિયાત માણસ પાસે ગન હોવી જ જોઈએ અને જ્યારે કાતિલ અને વિઠ્ઠલદાસ આમને સામને આવશે ત્યારે જ આપણે એન્ટ્રી કરવાની છે."
વેઇટરને આવતો જોઈ પૃથ્વી અટક્યો, માથું ખંજવાળતો આમતેમ જોવા લાગ્યો . વેઈટર ચા ના મગ અને સિગારેટનું પેકેટ મૂકી ગયો એટલે ફરી એણે શરૂ કર્યું
"કાતિલ તો સાતીર અને નીડર છે જ પણ વિઠ્ઠલદાસ ગભરાઈ જશે. કાતિલ કદાચ હથિયાર નીચા નઈ મૂકે ફ્રીજ ન પણ થાય તો હું એને શૂટ કરી દઈશ મારી પાસે ઇલીગલ ગન છે "
"વોટ? તું ઇલીગલ....."
"મારી વાત ધ્યાનથી સાંભળ આમ ઊકળી ન જા તું. હું એને પગમાં શૂટ કરીશ એટલે એ થોડી વાર માટે આપણા તાબામાં થઈ જશે એ ઘડીએ આપણે એના હથિયાર જપ્ત કરી લેવાના રહેશે. પણ સમસ્યા એ છે કે એ સમયે ગભરાયેલો વિઠ્ઠલદાસ કટિલને શૂટ કરીદે તો "
"તો સબૂત ન મળે અને અંકલ ક્યારેય નિર્દોષ સાબિત ન થાય."
"હા એટલે કાતિલને કોઈ પણ ભોગે જીવતો પકડી લેવાનો છે. અને એમાં આપણે પણ જીવતા રહેવાનું છે. અને તું ખાસ ધ્યાન રાખજે તારી પાસે ગન નથી અને તને ગન ચલાવતા પણ નથી આવડતું. તું એનો શિકાર ન બની જાય"
"જો આપણે કાતિલ ઘરમાં ઘૂસે એ પહેલાં જ પકડી પાડીએ તો ?" પ્રદીપે એક સૂચન કર્યું " તો વિઠ્ઠલદાસ એને શૂટ કરે એ રિસ્ક જ ન રહે ને."
"હા પણ તો આપણી પાસે પ્રુફ શુ રહે?"
"મતલબ ?" પ્રદીપે ખાલી મગ ટેબલ ઉપર મુક્યો.
"ધારોકે આપણે કિલરને ઘરની બહારથી જ ઍરેસ્ટ કરી લઈએ પણ જો એની પાસે કોઈ હથિયાર ન નીકળે તો? આપણે એને કોઈ પણ કાળે કિલર સાબિત ન કરી શકીએ. અને કદાચ કોઈ હથિયાર મળે તો શુ વિઠ્ઠલદાસ માનશે કે એ કિલર છે ? એને તો એમ જ હશે ને કે ખૂન મી. રચીતે જ કર્યા છે." પૃથ્વીએ કહ્યું.
"રાઈટ." પ્રદીપે હકારમાં માથું ધુણાવ્યું.
"અને એમ પણ એ બધું હોમવર્ક કરીને જ ખૂન કરે છે પ્રદીપ પોલિશ ગાડીનો પણ ખુલ્લે આમ પીછો કરે છે તો એની પાસે પોલિશ ના બધા સવાલોના જવાબ તો હશે જ ને!"
"હમમમમમ કાતિલ જીગજો ગેમ નો ખેલાડી છે. ચિત્રના બધા ભાગ એણે જાતે જ છુટા કરીને મુક્યા છે જો એને ખબર પડી જાય કે આપણે ચિત્ર પૂરું કરી લેવાના છીએ તો એ આપણી પહેલા જ ગેમ જીતી જાય કેમ કે ગોઠવણ એની છે"
"યશ. પણ પ્રદીપ આપણી પાસે એક પલ્સ પોઇન્ટ છે. એ જ્યારે અમારો પીછો કરતો હતો ત્યારે એને એમ હતું કે એ કોઈના ધ્યાનમાં નથી આવ્યો."
"આર યુ સ્યોર?"
"હા પ્રદીપ. મેં જ્યારે પાર્લર નજીક ગાડી રોકી ત્યારે એની તરફ ધ્યાન નહોતું આપ્યું મેં પાર્લર ઉપર લગાવેલ આઇના મા જ બધુ જોયું હતું. જો એને મારા ઉપર શક ગયો હોત તો એ અમારી ગાડી ફરી ઉપડે એટલી વાર ત્યાં રોકાઓત જ નહીં. સો આઈ કેન બેટ એ આ બધાથી અજાણ છે." પૃથ્વીએ ઘડિયાળ ઉપર નજર ફેંકી 9:30 થઈ હતી.
વેઇટરને બિલ ચૂકવી બન્ને મિત્રોએ સિગારેટ સળગાવીને તૃપ્તિ ના કસ લીધા. બન્ને ના ચહેરા ઉપર એક અનોખી ચમક હતી. એકને કૈક કરી બતાવવાની અને એકને મી.રચીતને બચાવી લેવાની.ટી સ્ટોલની બહાર નીકળી પ્રદીપે બાઇક સ્ટાર્ટ કરી અને વરુમ બંને નીકળી પડ્યા. ઘોર કાળા વાદળો આકાશમાં છવાયેલા હતા. એક પણ તારો દેખાતો નહોતો. વીજળીના કડાકા અને મેઘગર્જના થતી હતી. આખું ગગન જાણે કોઈ ભયાનક વિશાળ કાળા પ્રાણીએ ખોલેલા જડબા જેવું બિહામણું લાગતું હતુ. બેઉ જણ ધરનીધર રેસિડેન્સી પહોંચ્યા અને બાઇક કોઈની નજરે જલ્દી ન ચડે એવી રીતે પાર્ક કરીને વિઠ્ઠલદાસના ઘર સામે બંધ ઘરમાં જઈને છુપાઈ ગયા.
***
નાનુભાઈ અને મનું હોટેલથી ઘેર પહોંચ્યા ત્યારે દરવાજો બંધ હતો.
"ક્યાં ગયો હશે આ છોકરો ? અડધી અડધી રાત સુધી રખડયા કરે છે. એને કોણ સમજાવે.....!" નાનું ભાઈએ નિશાશો નાખ્યો.
"અરે દાદા તમે નાહકની ચિંતા કરો છો પ્રદીપ ભાઈ કાઈ મારી જેમ બચ્ચું નથી " મનુએ વાતાવરણ હળવું કરવાની કોશિશ કરી.
"પણ કોઈ જવાબદારી તો હોય ને ક્યાં છે કોની સાથે છે એ તો જાણ કરાય ને ? એક ફોન સુદ્ધાં નઇ " લેચ કી થી બારણું ખોલી બંને અંદર આવ્યા.
"દાદા.." ફ્રીજ ઉપર લટકતા કાગળને ખેંચી કાઢતા મનુ બોલ્યો.
"શુ છે બેટા ?"
"આ દેખો અહીં પ્રદીપ ભાઈનો પત્ર છે "
"પત્ર? એને પત્ર લખવાની શુ જરૂર છે એની પાસે ફોન નથી શુ ?" નાનું ભાઈ સહેજ નવાઈ થી બોલ્યા.
"પણ દાદુ વાંચી લઈએ તો જ ખ્યાલ આવે ને કે પત્ર કેમ લખ્યો પહેલેથી શુ ખબર પડે !" મનુનું દિમાગ ફરી દોડવા લાગ્યું.
"તમે બેસો " કહી મનુએ પત્ર વાંચન કર્યું.
"મને ખબર છે તમે વિચારશો કે આ પત્ર લખવાની શી જરૂર છે. પણ ફોન ઉપર કહી શકાય એવું નહોતું. " મનું અટક્યો એક નજર નાનુભાઈ તરફ જોયું અને ફરી અનુસંધાન જોડયું
"પપ્પા હું પૃથ્વી દેસાઈ સાથે છુ. પૃથ્વીને તમે ઓળખો જ છો. એની પાસે એવી કડીઓ છે જેનાથી રચિત અંકલ ને નિર્દોષ સાબિત કરી શકાય. મારી પાસે એક મોકો છે પણ મને એમા કદાચ સમય લાગશે. તમે ફોન ઉપર કૉંટેક્ટ ન કરતા એમાં અમારું બધું પ્લાનિંગ ખરાબ થઈ શકે છે.
લી. પ્રદીપ"
પત્ર પૂરો કરી બંને એકમેક સામે જોઈ રહ્યા. નાનુભાઈ કાઈ પણ બોલ્યા વગર માતાજીના મંદિર આગળ જઈને ઉભા રહ્યા. "આ કેવી કસોટી છે માં ? સાવિત્રી પ્રદીપની જવાબદારી આપીને ચાલી ગઈ પછી કુટુંબી સ્વજનો બધાએ મોઢું ફેરવી લીધું. પ્રદીપ તામસી મગજનો થયો. પછી તો રાચીતના પરિવાર સાથે થયેલી ઘટનાઓ અને હવે આ બધું ? હે માં પ્રદીપ અને પૃથ્વી હેમખેમ પાછા આવે અને મારો મિત્ર રચિત નિર્દોષ સાબિત થઈ જાય તો હું તારા ધામે અંબાજી પગપાળા આવીશ. મારી ભાંગેલી નાવ ને હવે તું જ આશરો છે માં"
નાનુભાઈએ મનોમન પ્રાથના કરી પછી પથારીમાં લંબાવ્યું. ઊંઘ આવતી નહોતી રોજની જેમ આજે મનુને શુભ રાત્રી કહેવાનું પણ યાદ નહોતું આવ્યું .
મનું ને પણ ચેન તો નહોતો . એના ચેપી મનમાં વિચારો જ હતા. એ કડીઓ મેળવવા મથામણ કરતો હતો.
જો મી.રચિતને નિર્દોષ સાબિત કરી શકાય એવી કોઈ કડી હોય તો એ કઈ હશે? શુ એમને કિલર મળી ગયો હશે? જો કિલર કોઈ બીજો જ છે તો મી. આદિત્યને ખબર કેમ ન પડી ? ક્યાંક એમણે કોઈ ભૂલ કરી હોય એવું બન્યું હશે પણ મી. આદિત્ય તો ઘડાયેલા છે સ્પેશિયાલિસ્ટ છે એ ભૂલ તો જ ન કરે . તો ક્યાંક મી. આદિત્ય જ રચિત અંકલ ને ફસાવવા તો નથી માંગતા ને.....! ના ના આ હું શું વિચારું છું મી. અદિત્યતો ભલા માણસ છે અને એતો મી. રાચીતના ફેન છે એ એવું વિચારી પણ ન શકે. મી. આદિત્ય તો ડ્યુટી માટે જીવને પણ જોખમમાં મૂકે છે. એમના હાથ ઉપર એ ગોળીનો ઊંડો ઘા અર્જુન રેડીના ભાઈના એન્કાઉન્ટર વખતે જ થયો હશે. એ ક્યાંય ખોટા ન હોઈ શકે. હું કાલે જ જઈને એમને પૂછીશ આ બધું કહીશ પણ ના એમણે તો હમણાં મળવાની ના કહી છે ને.....
મનું અને નાનુભાઈ બંને વિચારોમાં અવઢવમાં આખી રાત ક્યાંય સુધી વિચારોમાં ખોવાયેલા હતા.......
***
એ ઘોર અંધારી રાતના અંધારામાં એ બંધ ઘરમાં પ્રદીપ અને પૃથ્વીની આંખો હવે ટેવાઈ ગઈ હતી. પૃથ્વીએ ડી. એન્ડ સી. ની ઘડિયાળમાં નજર કરી કલાક કાંટો દસ ઉપર અને મિનિટ કાંટો નવ ઉપર હતો.
બન્ને મિત્રો બાજ નજરે ચારેબાજુ નજર રાખતા હતા. સમય ઝડપથી પસાર થતો હતો.
"તને શું લાગે છે પૃથ્વી ખૂની આજે જ આવશે ?"
"આઇ એમ સ્યોર હન્ડ્રેડ પર્સન્ટ આવશે જ" પૃથ્વી મક્કમ હતો.
"પણ....."
પૃથ્વીએ પ્રદીપના મોઢા ઉપર હાથ મૂકી એને આગળ બોલતો અટકાવી દીધો અને બીજા હાથથી વિઠ્ઠલદાસના ઘરના ગેટ તરફ જોવા કહ્યું...
પ્રદીપે ગેટ તરફ નજર કરી. એક ત્રીસેક વર્ષની યુવતી આવીને તયાં ઉભી હતી. એણીએ પર્સ માંથી મોબાઈલ ફોન નીકાળ્યો, નમ્બર ડાયલ કરી ફોન કાને ધરી કોઈ સાથે વાત કરી અને ફોન ફરી પર્સ માં મૂકી એ ત્યાં જ ઉભી રહી. એ બન્નેમાંથી કોઈનેય એનો અવાજ સંભળાયો નહોતો પણ બન્ને ધ્યાનથી હિલચાલ જોઈ રહ્યા હતા. યુવતી આવી ત્યારે પૃથ્વી એનો ચહેરો જોઈ શક્યો હતો પણ પ્રદીપની નજર એના ઉપર પડી એ પહેલાં જ યુવતી ગેટ તરફ ફરી ગઈ હતી.
થોડી જ પળોમાં ઘરમાંથી એક ચાલીસી વતાવેલો માણસ બહાર આવ્યો, ગેટ ખોલીને એ યુવતીને અંદર લઈ ગયો. પૃથ્વી વિઠ્ઠલદાસને બરાબર ઓળખતો નહોતો એ દિવસે પૃથ્વીએ એને છેક ગેટ બહારથી જ જોયો હતો એટલે ચહેરો બરાબર ઓળખાયો નહોતો. પણ પ્રદીપ એ ચહેરાને બરાબર ઓળખતો હતો.
"આ જ છે હરામી વિઠ્ઠલદાસ" પૃથ્વીએ દાંત ભીંસયા.
"અને આ છે વકીલ લીલા દેસાઈ " પૃથ્વીએ યુવતીની ઓળખાણ આપતા કહ્યું.
"લીલા દેસાઈ ?" પ્રદીપ ને એક ઝટકો લાગ્યો. એને કોઈ જુના પ્રશ્નનો ઉકેલ મળતો હતો. જ્યારે મી. રચીતે કોર્ટમાં દાવો કર્યો ત્યારે એમણે એ કેસ લીલા દેસાઈને જ આપ્યો હતો લીલા દેસાઈએ પોતના જ ક્લાયન્ટ વિરુદ્ધ બયાન કેમ આપ્યું એ હવે પ્રદીપને સમજાઈ ગયું હતું.
પ્રદીપ વિચારોમાં હતો પણ પૃથ્વીની ગીધ નજર આસપાસ થતી હિલચાલ ઉપર જ હતી. સમય વીતતા હતો અને અંધારું ધીમે ધીમે ગાઢ થતું હતુ.
થોડી જ વારમાં એક યેલ્લો ટેક્સી ગળીમાં પ્રવેશી. ટેક્સી વિઠ્ઠલદાસના ઘર આગળ આવી એટલે બ્રેક લાગી. ટેક્સી ગળીની એ તરફ ઉભી રહી જે તરફ પ્રદીપ અને પૃથ્વી ચુપયેલા હતા પણ અંધારું એટલું ગાઢ હતું કે એમને બહારથી કોઈ જોઈ શકે એમ નહોતું. અંદરથી એક વ્યક્તિ બહાર આવી. એણે ચારેતરફ નજર કરી અને પછી પોતાના લેધર જેકેટમાંથી મોબાઈલ ફોન નીકાળી નમ્બર ડાયલ કર્યો.
"હલો એજન્ટ એ એવરીથિંગ ઇઝ ક્લિયર" બસ એટલું કહીને એણે ફોન મૂકી દીધો.
બન્ને મિત્રો સતેજ થઈ ગયા. પૃથ્વીએ જીન્સની ગરડલ માંથી રિવોલ્વર નીકાળી અને સેફટી કેચ હટાવી દીધી. પણ પણ પેલી વ્યક્તિ ફરી ટેક્સીમાં બેસી ગઈ અને ટેક્સી ફરી ચાલવા લાગી.
"પ્રદીપ મૂવ નાઉ....." કહેતો પૃથ્વી સરકયો. પ્રદીપ પણ એની વાત સમજી ગયો હતો એ છલાંગ લગાવી સીધો જ બાઈક તરફ ભાગ્યો.
ટેક્સી ગળીની બહાર પહોંચી ગઈ હતી પણ પૃથ્વી પુરી તૈયારીમા હતો એણે દોટ મૂકી અને ટેક્સી પાછળ ભાગવા લાગ્યો. પૃથ્વી ગળીના છેડે પહોંચે એ પહેલાં જ પ્રદીપ બાઇક લઈને આવી ગયો. પ્રદીપે બાઇક ધીમું કર્યું કે પૃથ્વી છલાંગ લગાવી પાછળ ની સીટ ઉપર ગોઠવાઈ ગયો. જોત જોતામાં તો બાઇક પણ ગળીની બહાર નીકળી ગયું.
ટેક્સી હજુ ધીમી ગતિએ જ જતી હતી. પ્રદીપ ટેક્સીથી થોડું અંતર રાખીને ફોલો કરવા લાગ્યો. આ રમત થોડી વાર ચાલી પછી ટેક્સી હોટેલ 'એસેન્ટ' આગળ ધીમી પડી અને પેલા વ્યક્તિએ ટેક્સી પાર્ક કરી એ હોટેલમાં જતો રહ્યો.
ખૂની એ હોટેલમાં રહે છે એ ખબર પડી જતા પ્રદીપ અને પૃથ્વી પણ હોટેલમાં ગયા. કાઉન્ટ ઉપર ઉભેલી લેડી રિસેપ્સનિસ્ટે એમને જોતા જ પૂછ્યું.....
"હાઉ કેન આઇ હેલ્પ યુ સર ?"
"અમારે એક રૂમ જોઈએ છે" પ્રદીપે ગ્રાહકના ટોન માં કહ્યું.
"ઓકે સર લેટ મી ચેક " કહી એ લિસ્ટ જોવા લાગી.
"સર બીજા બધા રૂમ બુક છે ફર્સ્ટ ફ્લોર પર માત્ર એક જ રુમ નમ્બર 24 ખાલી છે પણ સર એ સિંગલ બેડ છે "
"નો પ્રોબ્લેમ અમને કોઈ વાંધો નથી " હસતા હસતા પ્રદીપે આઇડેન્ટિટી બતાવ્યું.
"ઓકે સર યોર સિંગનેચર પ્લીઝ" કહી લેડીએ રજીસ્ટર ધર્યું.
"સ્યોર" પ્રદીપે રજીસ્ટરમાં દસ્તખત કરી પછી ચાવી લઈને રુમ નમ્બર 24 માં ગોઠવાઇ ગયા."
"એ ક્યાં રુમમાં હશે ?" બેડમાં લંબાવતા પ્રદીપે પૂછ્યું.
"આપણી નજીક જ છે " હળવું હસીને પૃથ્વીએ કહ્યું.
"તને કેમ ખબર ?"
"તે રજીસ્ટરમાં સિગનેચર કરી ત્યારે સામેના પન્નામાં એટનડન્સ રિપોર્ટ હતો એમાં લાસ્ટ એટનડન્સ અરુણ બબરીયાની રુમ નમ્બર 22 માં હતી. અને ટેક્સીમાંથી એ વ્યક્તિ ઉતરી એના પછી આપણા સિવાય તો કોઈ હોટેલમાં આવ્યું જ નહોતું."
"તો એનું નામ અરુણ બબરીયા છે " પ્રદીપે રાજી થઈને પૃથ્વીને તાળી આપી પણ એને હકીકત ક્યાં ખબર જ હતી?
***
To be continue.....
વિકી ત્રિવેદી 'ઉપેક્ષિત'