પૃથિવીવલ્લભ - 33 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પૃથિવીવલ્લભ - 33

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૩૩. પૃથિવીવલ્લભ કેમ ખંચાયો ?

સાત દિવસ સુધી મુંજે ભિક્ષા માગી ને પોતાનો દિગ્વિજય કર્યો; આખું ગામ તેની પાછળ ઘેલું થઈ ગયું; દરેક નરનારી તૈલપને શાપ આપવા લાગ્યાં. દરેક જણ મુંજ બચે તેવી બાધા લેવા બેઠું.

પણ આ વખતે તૈલપ છેતરાય તેમ નહોતો. મૃણાલ પર, મુંજ પર, મુંજની સાથે બોલે તેના પર સખત પહેરો અને શબ્દેશબ્દ તૈલપને કાને જતા. તૈલપને ધીમે-ધીમે માલવરાજના ચમત્કારી વ્યક્તિત્વનું અને પોતાની કથળેલી બાજીનું ભાન આવતું ગયું. અને જેમ-જેમ આ ભાન આવતું ગયું તેમ-તેમ મુંજને મારી નાખવાનો સંકલ્પ તે દૃઢ કરતો ગયો.

ઢંઢેરો પિટાવી તેણે જગતને જાહેર કર્યું કે સાતમે દિવસે સવારે પાપાચારી મુંજને, મૃણાલવતી પાસે ભિક્ષા મંગાવી રહ્યા પછી, હાથીને પગે કચરવામાં આવશે. અને આ વિજયમહોત્સવમાં ભાગ લેવા તેણે આખા દેશને નિમંત્રણ આપ્યું.

આખો દેશ દિંગ થઈ ગયો. હજારો અંતરમાંથી રોષના ને તિરસ્કારના ઉદ્‌ગારો બહાર પડ્યા. હજારો નયનોમાં આંસુ આવ્યાં. હજારો નિઃશ્વાસો આ અન્યાય સામે મૂંગો પોકાર કરી રહ્યા.

પણ તૈલપનો સંકલ્પ નિશ્ચલ હતો. સાતમે દિવસે આખો દેશ રાજભુવનના આગળના ચોગાનમાં ભેગો થયો. ચારે તરફ બારીઓમાં, છાપરે લોકોની ઠઠ મચી હતી.

રાજભુવનના ઓટલા પર મૃણાલવતી મ્લાન ને ગંભીર વદને ઊભી હતી. તેના કદરૂપા મોઢા પર શોકે સૌંદર્યની છાયા નાખી હતી; તેની આંખો રડી-રડી રાતીચોળ થઈ ગઈ હતી. અવારનવાર તેના હૈયામાંથી નિઃસ્વાસ નીકળતો હતો. જેનાથી લોકો ત્રાસતા તેને આજે તેઓ દયાભીની નજરે જોઈ રહ્યા. મનમાં પણ તેનું આચરણ વખોડવાની કઠોરતા કોઈ સામાન્ય સ્ત્રીપુરુષ રાખી શક્યાં નહિ.

મૃણાલ પાસે ભિક્ષા મંગાવી મુંજને ક્ષુદ્રતાનો આકરામાં આકરો અનુભવ કરાવવો એવો તૈલપનો વિચાર હતો. મૃણાલ આ હેતુ સમજી અને પહેલાં તેમ કરવા ના પાડી. પણ તૈલપે તેને પળવાર પણ મુજંને મળવા દેવા ના પાડી હતી અને આ હૃદયભેદક શરત કબૂલ કર્યા સિવાય મુજંને મળવાની બીજી તક મળે એવી નહોતી. એટલે આખરે તેણે કબૂલ કર્યું. તેના સખત હૈયા માટે પણ આ આઘાતો અસહ્ય થઈ પડતા હતા.

મૃણાલની બાજુ પર રાણી જક્કલાદેવી ને કેટલીક સખીઓ ઊભી હતી. રાણીનું મુખ પણ ફિક્કું ને ચિંતાભર્યું હતું. સામે તૈલપ ઊભો હતો. મુખ પર ક્રૂરતા અને નિશ્ચલતા હતી. તેની આંખોમાં દ્વેષ ને વિજયનો ઉલ્લાસ હતો. તે પોટાના કટ્ટા વેરી અને મા જેવી બહેનનો છેલ્લો ચિત્તભેદક મેળાપ જોવા - એ બેની વેદના જોઈ આનંદ પામવા - આતુર બની ઊભો હતો.

વચ્ચે ખુલ્લી રાખેલી જગ્યામાં એક મદોન્મત્ત ગજરાજ ડોલતો હતો. તેને નશાથી ચકચૂર બનાવ્યો હતો. તેના પર એક અનુભવી મહાવત બેસી મહામુશ્કેલીએ તેને કાબૂમાં રાખતો હતો. હાથી લાલ આંખો વડે નગરજનોને નિહાળી રહ્યો હતો ને થોડી-થોડી વારે સૂંઢ લંબાવી, અવાજ કરી પોતાનો ગુસ્સો જાહેર કરતો હતો. મુંજ કારાગૃહમાંથી નીકળીને આવ્યો. લોકોમાં શાંતિ પ્રસરી રહી અને બધાં એકીટશે જોઈ રહ્યાં.

ખંચાયા વિના, કોઈના કહ્યા વિના, તે સીધો મૃણાલ ઊભી હતી ત્યાં આવ્યો, ને હસ્યો, તેનું હાસ્ય ાખરે પણ સદાના જેવું મોહક હતું.

‘કેમ મૃણાલવતી !’ ઘમે દિવસે પ્રિયતમાને મળ્યો હોય તેવો રણકાર તેના અવાજમાં હતો. મૃણાલ પેલા અવાજમાં હસી શકી નહિ, પણ તરત મુંજના મોહક હાસ્ય ને અવાજનો જાદુ તેના પર પ્રસર્યો. તે હસી : મીઠું, ધીમું, મ્લાનવદને, તેની આંખો સ્નેહભીની થી. બંનેની દૃષ્ટિ તેજસ્વી રીતે એકમેકને આલિંગી રહી. બધાં શ્વાસ ઘેરી જોઈ રહ્યાં.

‘હવે શાનું દાન આપશો ?’ રસિક પ્રણયી એકાંતવાસમાં જેમ સુમધુરતાથી પૂછે તેમ પૃથિવીવલ્લભે પૂછ્યું, ‘જે હતું તે તો ક્યારનું આપી દીધું !’

મૃણાલવતી આ શબ્દો સાંભળી ઘેલી બની ગઈ. તેને રોમેરોમ પ્રણયમારુતનો ભયંકર સુસવાટ વાઈ રહ્યો, તે દુઃખ, સમય ને સ્થળ વીસરી ગઈ - માત્ર મોહાંધ નેત્રે હૃદયનાથની રસિક મૂર્તિ નિહાળી રહી.

‘સુંદરી ! ગભરાવાનું કારણ નથી. દુનિયા તો ભૂંડી ને અજ્ઞાન છે ને રહેવાની. તમે તો તમારું જીવન સરસ કર્યું - ભલે દુનિયા ગમે તે કહે.’

મૃણાલ ભાન ભૂલી ગઈ - તૈલપનું, નગરજનોનું, લોકજનનું ભિક્ષા આપવાનું પાત્ર હાથમાંથી ફેંકી દીધું ને તે દોડી મુંજના બેડીવાળા પગે વળગી પડી.

‘ક્ષમા કરો, મહારાજ ! પૃથિવીવલ્લભ મેં તમને જીવતા માર્યા,’ કહી મૃણાલે મુંજના પગની રજ માથા પર મૂકી.

‘તમે ? મારું મૃત્યુ તો હું જન્મ્યો ત્યારનું નક્કી થયું હતું. તેમાં તમે શું કરી શકો ? ઊઠો.’

આ જોઈ તૈલપ ઓટલા પરથી કૂદ્યો ને મૃણાલનો હાથ પકડી તેને છૂટી પાડી. લોકોની ને સૈનિકોની આંખમાંથી આંસુ પડ્યાં.

‘તૈલપ ! મારા પરનું વેર એ બાપડી પર કાઢ્યે શો ફાયદો ?’

‘ચૂપ રહે, ચંડાલ !’

‘શા માટે હું રહું ? હસીને મુંજે કહ્યું, ‘ચૂપ રહેવાનો વખત તો તારે છે. આ પળે તારો દિગ્વિજય પૂરો થયો.’

ગુસ્સામાં શું કહેવું તે ન સૂઝતાં તૈલપ મૂંગો રહ્યો. મુંજે પોતાનું તેજસ્વી મુખ ચારે તરફ ફેરવ્યું. હસ્યો ને બધાં સાંભળે એમ કહ્યું :

‘મૂર્ખ ! કંઈ નજરે સૂઝે છે ? અવંતીના સિંહનસ પર સિંહ સમો મારો ભોજ ગર્જે છે અને સ્યૂનદેશમાં ભિલ્લમ મારું વેર વાળવા તરસે છે. તારી બહેન ને તારી પ્રજા તારી નથી રહી - મારી બની વિજય કોનો ? મારો કે તારો ?

‘હમણાં મારો હાથી તારો વિજય દેખાડશે.’ કહી તૈલપ મૃણાલને ઓટલા પર બેસાડીને આગળ આવ્યો.

મુંજ ખડખડાટ હસ્યો.

‘એમાં મારો વિજય કે તારો ? તું મને નમાવવા માગતો હતો ને હું વગર નમે જીવન પૂરું કરીશ. તું નીતિનો આડંબર ધારતો હતો ને અત્યારે તેને છોડી રાજહત્યાનું પાપ વહારે છે. વિજેતા કોણ ? હું કે તું ?’

મુંજનો અવાજ તિરસ્કારભર્યો તે મેદાનીમાં ગાજી રહ્યો.

તૈલપે અકળામણમાં હોઠ કરડ્યા. તેની આંખમાંથી વિષભર્યાં કિરણો ફૂટ્યાં.

‘સૈનિકો ! પકડો એને.’

‘શા માટે ? હું જ મારી મેળે આ ચાલ્યો.’ કહી ગજેન્દ્ર સમા, ગૌરવભર્યાં ડગ ભરતો તે ગજરાજ તરફ ચાલ્યો.

બધાં જોઈ રહ્યાં - આંખો ફાડીને. બધાનો શ્વાસ રૂંધાઈ રહ્યો.

મુંજ શાંતિથી આગળ ચાલતો - પાછળ તૈલપ ને થોડા સૈનિકો આવતા.

પેલા હાથી આગળ આવી મુંજ ઊભો રહ્યો ને તૈલપના હુકમથી સૈનિકોએ તેની બેડી કાઢી નાખી.

બેડીઓ છૂટી કે મુંજ ટટાર ઊભો રહ્યો. તેણે પોતાના કપાળ પર પડતા વાળ ઊંચા કર્યા. અને વિશાળ ભાલથી ઓપતું મુખ લોકો તરફ ને મૃણાલ તરફ ફેરવ્યું. તેની આંખમાં નીડરતા હતી; પૃથિવીની વલ્લભતાસૂતક તેજ હતું; તેના હોઠ પર મીઠું, ગૌરવભર્યું હાસ્ય હતું.

લોકોને કમકમાં આવ્યાં. કેટલાંક સ્ત્રીપુરુષો રડવા લાગ્યાં. મૃણાલ ગાંડાની માફક જોઈ રહી. સૈનિકો હોઠ પર હોઠ બીડી કર્તવ્યપરાયણ થઈ રહ્યા.

‘તૈલપ !’ નિરાંતે મુંજે કહ્યું, ‘જો, જો. મારું મૃત્યુ આખરે તો પૃથિવીવલ્લભને શોભે એવું જ રચાયું.’

તૈલપ નિશ્ચલ હોઠે ક્રૂરતાભર્યો ઊભો હતો. તેના હૃદયમાં નિરાશા પ્રસરતી હતી. તેને લાગતું હતું કે મરતાં-મરતાં પણ મુંજ પોતાનો વિજયધ્વજ ફરકાવતો હતો. મુંજ જરા ખિન્ન થાય, તેની વલ્લભતા જરા અદૃષ્ટ પામે તેની વાટ તે જોઈ રહ્યો હતો.

‘ચાલ ! નહિ તો સૈનિકોને બોલાવું.’

મુંજે એક તિરસ્કારભરી નજર તૈલપ પર નાખી ને હાથીની સૂંઢ પાસે બે ડગલાં તે આગળ ગયો.

ત્યાં જઈ તે ખેંચાઈ ઊભો.

તૈલપને જોઈતી તક મળી - ‘કેમ, ગભરાયો ?’

‘પૃથિવીવલ્લભ ગભરાય તો પૃથિવી રસાતલ જાય, ગાંડા ! એ તો માત્ર એક વિચાર આવ્યો.’

‘શો ?’

‘એટલો જ -’ ગર્વથી મુંજે માથું ઊંચું કર્યું, તેની આંખો જરા સ્નેહભીની થઈ, ‘- કે બિચારી સરસ્વતીનું શું થશે ?’

ૐદ્રૠક્રટ્ટસ્ર્ક્રઢબ્જીભ ટક્રક્રશ્વઉંઘ્શ્વ ટ્ટથ્ઊંક્રટ્ટટ્ટષ્ટથ્શ્વઽૠક્રબ્ઌ ત્ન

ટક્રભશ્વ ૠક્રળ્ધ્પશ્વ સ્ર્ઽક્રઃળ્ધ્પશ્વ બ્ઌથ્ક્રૐૠખ્ક્રક્ર ગથ્જીભટ્ટ ત્નત્ન૧ત્નત્ન

એટલું કહી અનિર્વાચ્ય તિરસ્કારથી તૈલપ તરફ પૂંઠ કરી તે હાથી તરફ ફર્યો.

‘ગજરાજ ! રાજાઓમાં ગજ એવો પૃથિવીવલ્લભ તારી પાસે આવ્યો છે.’

થોડી વાર વિચાર કરતાં, રમતો હોય તેમ હાથી સૂંઠ હલાવી રહ્યો અને મુંજે તેને પંપાળ્યા કર્યો, આખરે શાંતિથી તેની સૂંઢને તે વળગ્યો ને ઉપરથી મહાવતે અંકુશ માર્યો. હાથીએ સૂંઢ વીંટી મુંજને ઊંચકી લીધો.

હાથીએ સૂંઢનું પૂંછડું ઊંચું કર્યું - નીચે કર્યું; અનેક વાર તેની વચ્ચે હસતો, પ્રભાવભરી આંખો વડે ગર્વ દર્શાવતો પૃતિવીવલ્લભ કાલીનાગને નાથતા શ્રીકૃષ્ણ સમો લોકોની નિશ્ચલ ને સજલ આંખો અગાડી રમી રહ્યો. ગજેન્દ્રે ઘોષ કર્યો ને સૂંઢને ઝોક વધારે આપ્યો. પૃથિવીવલ્લભનો વિજયઘોષ ગાજી રહ્યો :

‘જય મહાકાલ !’

લોકોમાં હાકાકાર થયો. મૃણાલવતીની કારમી ચીસ ગગનભેદી રહી. મુંજ હાથીના પગ તળે અદૃષ્ટ થઈ ગયો હતો. હાથીએ પગ મૂક્યો ભાર દીધો, કચરાવાવાનો અવાજ થયો ને તેણે પગ ઊંચકી લીધો.

જમીન પર પૃથિવીવલ્લભનું શબ છુંદાઈને રોટલો બની પડ્યું હતું.