જમવા નું પત્યું કે મણિયાર ને એના રૂમ માં મુકવા ના બહાને મુકીમે મણિયાર ને મીરા કોણ છે એમ પૂછ્યું.
“મીરા એ રાજા ભૂપતસિંહ ની ડાન્સર હતી. પણ તને ખજાના વિશે કે રાજા ભૂપતસિંહ વિશે કેવી રીતે ખબર પડી? અને મારો પત્ર કેવી રીતે મળ્યો?” મણિયારે જવાબ તો આપ્યો પણ ડરતા ડરતા સવાલ પણ કર્યો.
“કાલ સવારે બધા સવાલ ના જવાબ મળી જશે.” મુકિમ ફરી હસી ને જતો રહ્યો.
અભિજિત ચાર પાંચ પોલીસ ની ટીમ સાથે વિશુ ને લઇ હવેલી રાયગઢ જવા નીકળ્યો. તેને વિશુ ને નિર્દોષ સાબિત કરવા ની ઉતાવળ માં બીજું કશું વિચાર્યું નહિ અને મુકીમે કે વ્હોરા કોઈ ને જાણ પણ ના કરી.
બીજી તરફ વ્હોરા ના માણસે વ્હોરા ને જાણ કરી કે મુકીમે આફ્રિકા ભાગી જવા ની તૈયારી કરી રહ્યો છે અને અભિજિત પોલીસ ની ટીમ સાથે રાયગઢ જવા નીકળી ગયો છે. વ્હોરા ને ગુસ્સો આવ્યો કે બધા એની જાણ બહાર ખજાનો એકલા પચાવી પાડશે. પોતે પણ પોતા ની ગુંડા ની ટીમ સાથે રાયગઢ જવા નીકળ્યો.
મુકિમ રાત્રે અગિયાર વાગ્યા કે તરત પાછલાં બારણે ઘર માં ધર્મા દેવી નું પેડન્ટ ચોરવા માટે હવેલી માં ઘૂસ્યો. હજી ધર્માદેવી ના રૂમ સુધી પોહચે કે ગાડીઓ ના અવાજ અને હવેલી નો મેઈન ગેટ ખોલવા નો અવાજ આવ્યો. મુકિમ દોડી ને પાછલા બારણે થી પાછો આવી ગયો. બહાર આવી જોયું તો અભિજિત, વિશુ અને પોલીસ ની ટીમ હતી. મુકિમ ને આઘાત લાગ્યો. વોચમેન જઈ ને બધા ને બોલાવી આવ્યો. ધર્માદેવી, બાબા નરસિંહ, વિક્ટર, મણિયાર, નોકર - ચાકર બધા દોડી આવ્યા. પોલીસ ને જોઈ બધા ભડકયા. બધા ને નવાઇ લાગી કે પોલીસ અત્યારે કેમ આવી હશે? એ પણ વિશુ ને લઈ ને? એની સાથે અભિજિત ખુરાના જેવો સુપર સ્ટાર અહીંયા કેમ આવ્યો હશે? બધા ના મન માં હજારો સવાલ હતા છતાં પણ પૂછવા ની હિંમત કોઈ ની પાસે નહતી. ધર્માદેવી અને બાબા નરસિંહ અભિજિત ને જોઈ રહ્યા હતા. નાવ્યા વિશે પૂછવા નું મન થયું પણ પૂછી ના શક્યા.
ત્યાં અભિજિત ના આદેશ થી પોલીસે ટીવી માં મણિયાર ની કબૂલાત નો વિડીઓ ચલાવ્યો. બધા ને આઘાત લાગ્યો એ જાણી ને કે મણિયાર એ વિશ્વમભર નું ખૂન કર્યું અને વિશુ તદ્દન નિર્દોષ છે. પોલીસે ત્યાં ને ત્યાં મણિયાર ને ગિરફ્તાર કરી લીધો. મણિયાર ને માનવામાં ના આવ્યું કે ભીમસિંગ આવું કર્યું.
“હું તને નહિ છોડું.” મણિયારે મુકિમ ઉર્ફે ભીમસિંગ તરફ ઈશારો કરી કહ્યું.
“આ માણસ કોઈ રસોઈયો નથી. હવેલીમાં જાસૂસી કરી રહ્યો.” મણિયાર ભડકી ગયો હતો તેને પોતા ને નહતી ખબર કે તે પોતે શુ બોલી રહ્યો છે.
બધા ની નજર મુકિમ પર હતી. મુકિમ અત્યારે કશું બોલવા નહતો માંગતો. તેને અભિજિત પર ગુસ્સો આવ્યો કે તે અત્યારે શુ કામ આવી ગયો? કાલે સવારે આવ્યો હોત તો! ત્યાં સુધી પોતે ભાગી ગયો હોત! પોતા ની બધી ધારણા ખોટી પડી.
બીજી ગાડીઓનો હવેલી માં દાખલ થવાનો અવાજ આવ્યો. બધા ની નજર બારણાં તરફ હતી, ત્યાં વ્હોરા અને તેના માણસો ગન સાથે અંદર દાખલ થયા.
હવેલી ના મેઈન હોલ માં એક દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું. જે ક્યારે નહતું બન્યું તે આજે બનવાનું હતું. વ્હોરા ને એના માણસો ને જોઈ ને લાગી આવતું કે ગુંડાઓ છે. પોલીસો વ્હોરા ને જોઈ ને ચોકી ગઈ. પણ કોઈ ની હિંમત નહતી કે એને ગિરફ્તાર કરી શકે. વ્હોરા એ પોલીસો ને ત્યાં થી જતા રહેવા કહ્યું. ગન અને ગુંડાઓ ના કદ સામે ચાર પાંચ પોલીસ નું ગજજુ હતું નહિ. તે લોકો ને પણ ત્યાં થી જતું રેહવું યોગ્ય લાગ્યું. મણિયાર ને ત્યાં ને ત્યાં મૂકી ને જતા રહ્યા.
“ખજાનો ક્યાં છે?” વ્હોરા એ મુકિમ ને સવાલ કર્યો.
“હજુ મળ્યો નથી.”
“જૂઠું ના બોલીશ, નહિતર તું આફ્રિકા ના ભાગી જાય.” વ્હોરા ના શબ્દો મુકિમ અને અભિજિત બન્ને માટે આઘાતજનક હતા. હવેલી ના સદસ્યો માટે બધું અજુગતું હતું.
“હું હજુ શોધી રહ્યો છું. એટલે જ મેં મણિયાર નું પોલીસ ને જાણ નહતી કરી. પણ અભિજીતે બધી બાજી બગાડી.”
“અમને મૂર્ખ ના બનાવીશ. આજ રાત્રે ખજાનો એકલો પડાવી ને તું આફ્રિકા ભાગી જવાનો હતો.” વ્હોરા ની આંખ લાલચોળ થઈ ગઈ. ગુસ્સા થી તમતમી રહ્યો હતો. મુકિમ ડરી ગયો કારણકે તે જાણતો હતો કે વ્હોરા ની સાથે ગદ્દારી ની કિંમત શુ છે.
“શોધ ખજાનો, ગમે તેમ કર. હું જ્યાં સુધી ખજાનો નહિ મળે ત્યાં સુધી ક્યાંય જઈશ નહિ.” વહોરા એ મુકિમ નો આદેશ આપ્યો.
મુકિમ પાસે હવે કોઈ વિકલ્પ નહતો. ધર્માદેવી પાસે પેડન્ટ માગ્યું. એમનો આપવા નો જીવ ના ચાલ્યો, વ્હોરા ના માણસે ગન એમની તરફ ધરી કે ધર્માદેવી પેડન્ટ કાઢી આપી દીધું. મુકિમ કલમ, કંગન અને રિંગ લઈ આવ્યો. પેડન્ટ લઈ ને ચાવી બનાવી તરત ચાવી બની ગઈ. વિક્ટર ને માનવામાં નહતું આવતું કે એના કલમ અને કંગન ચોરાઈ ગયા હતા.
“આ તો મારા છે.” વિક્ટર ને બોલ્યા વગર ના રહેવાયું.
“તારે કલમ અને કંગન સાથે શુ સબંધ છે?” અભિજીતે પૂછ્યું.
“એ કલમ અને કંગન ને આ ખજાના નો હું એકલો વારસદાર છું.” વિક્ટર ધુઆપુઆ થઈ રહ્યો હતો.
“તું કોણ છે?” અભિજિત ને જાણવા ની ઇંતેજારી થઈ. બધા ની નજર વિક્ટર પર હતી.
“રાજા ભૂપતસિંહ નો વારસદાર.”
“એટલે?” મુકિમ પણ ચોંકી ગયો.
“જ્યારે અંગ્રેજો ની ગુલામી હતી ત્યારે રાજા ભૂપતસિંહ ને બંદી બનવવા માં આવેલા. અંગ્રેજો ને ખબર તો પડી ગઈ કે ખજાનો ક્યાંક સંતાડી દીધો છે. બહુ માર માર્યો કે પણ રાજા એ મગન નું નામ મરી ના પડ્યું. રાણી નારાયણીદેવી અને તેમના પુત્ર અવધૂતસિંહ ને અંગ્રેજ નોકરાણી મદદ થી લંડન ભગાડી દીધા. ત્યાં નોકર ની જેમ બંનેએ જિંદગી વિતાવી. અવધૂતસિંહ એ ત્યાં ની છોકરી સાથે લગ્ન કરી લીધા. જ્યારે નારાયણી દેવી સાથે ભાગ્યા ત્યારે રાજા એ ખજાના ની વાત કહી દીધી અને સાથે કલમ અને કંગન આપ્યા અને કહ્યું હતું કે એના થી ખજાનો ખુલશે. અને તેમનો દીકરો એટલે મારા પિતા.” વિક્ટર બધું બોલી ગયો.
બધા ને વિશ્વાસ નહતો આવતો કે આ રાજા ભૂપતસિંહ નો વારસદાર છે.
“તો પછી આટલા વર્ષે કેમ ખજાનો લેવા આવ્યો?” વ્હોરા એ સવાલ કર્યો.
“મારા દાદા અવધૂતસિંહ નું પાછા આવું શક્ય નહતું. કારણકે એ કાયદેસર લંડન નહતા ગયા. અને મારા પિતા એ ઘણા પ્રયત્ન કર્યા પણ એમને એ જ નહતી ખબર કે હવેલી ક્યાં છે? નારાયણી દેવી ને પણ નહતી ખબર કે હવેલી કઈ છે? રાજા ભૂપતસિંહ એ ક્યારે કહેલું નહિ. જ્યારે વ્યોમેશ લંડન ભણવા આવ્યો ત્યારે જોગાનુજોગ અમારા ત્યાં ભાડે રહેતો હતો. એક વાર મારા દાદા અવધૂતસિંહ નો જૂનો ચિત્ર આલ્બમ મળ્યો. ત્યારે વ્યોમેશ નારાયણી દેવી ને રાજા ભૂપતસિંહ ના ચિત્રો જોઈ ચોકી ગયો ને કહે કે એની હવેલી માં પણ આજ રાજા ના ચિત્રો છે. અને ખજાના ની પણ વાત નીકળી. ત્યારે ખબર પડી કે એ ખજાનચી ધર્મવીર નો વારસદાર છે ને અમે રાજા ભૂપતસિંહ ના. અને ખજાનો એની જ હવેલી માં છુપાડેલો છે. એટલે જ વ્યોમેશે મને અહિયાં લાવ્યો ને ખજાનો શોધી આપવા નું વચન આપ્યું.
***