Agyaat Sambandh - 11 books and stories free download online pdf in Gujarati

અજ્ઞાત સંબંધ - ૧૧

પ્રકરણ-૧૧

કહેર

(રાત્રે હોસ્પિટલમાં ઘાયલ વનરાજને એ શેતાન આવીને રિયાથી દૂર થઈ જવાની ધમકી આપીને ચાલ્યો જાય છે. પરંતુ એ ધમકીમાં ‘દિવાનગઢ’ ગામનું નામ સાંભળીને વનરાજ ચમકી જાય છે. બીજી તરફ રિયાને ફરી પાછું ભયાનક સપનું આવે છે. એને વનરાજની મમ્મી પાસેથી ખબર પડે છે કે વનરાજ હોસ્પિટલમાં છે. આ તરફ ઈશાન દિવાનગઢ પહોચે છે. હવે આગળ...)

શાન તેના નાના સુરેશભાના પગે પડ્યો.

“અરે બેટા, તને કેટલી વાર કહ્યું છે ? મને પગે નહિ લાગવાનું, ગળે મળવાનું. કહીને સુરેશભાઈએ તેને ગળે લગાવ્યો. બંનેએ થોડીવાર સારી એવી વાતો કરી અને પછી સુરેશભાઈ મુખ્ય મુદ્દા પર આવ્યા:

બેટા, આપણી યોજના યોગ્ય દિશામાં તો જ રહી છે ને ?” સુરેશભા આગળ બોલવા જાય તે પહેલાં શાને તેનો હાથ સુરેશભાની હથેળી પર મૂકીને સહેજ દબાવ્યો:

નાના, સહેજ પણ ચિંતા ના કરો. બધું બરાબર છે. વર્ષો સુધી રાહ જો છે, તો બસ થોડી જ વધારે. હું તમને આપેલું વચન નિભાવીશ. શાને કહ્યું. ત્યાંર બાદ બંને પોતાના રૂમમાં જઈને સુઈ ગયા.

***

બીજા દિવસે...

કચ્છી ભોજનનો સ્વાદ જ કંઈક અલગ હોય છે, જે આજે શાને કેટલાય મહિનાઓ પછી માણ્યો હતો. ચુલા પર બનાવેલા બાજરાના રોટલા, ભડથાનું શાક, સેવ ટામેટાનું મીઠુ ચટપટું શાક, વઘારેલી ખિચડી અને તાજી ઠંડી છાશ. આજે ની ભોજન જમવાની ક્ષમતા કરતાં પણ વધારે જમ્યો હતો. જમ્યા બાદ બંને હીંચકા પર બેઠા હતા. ઈશાન જે કામ માટે અહીં આવ્યો હતો એ વિશે થોડી વધારે ચર્ચા કરી.

તો બેટા, અમદાવાદ ક્યારે પાછો જવાનો વિચાર છે ?” સુરેશભાઈએ પૂછ્યું.

બસ આજે રાતે દસેક વાગ્યે નિકળી જશ. શાને કહ્યું.

નહિ...” સુરેશભાઈએ લગભગ ચીસ જ પાડી. ઈશાન તેમને હેરાનીથી જોવા લાગ્યો, કેમ નાના ? અચાનક શુંયું ?”

અત્યાંરે બે વાગ્યા છે. થોડી વાર આરામ કરીને ચારેક વાગ્યા સુધી નિકળી જજે. સુરેશભાઈએ હુકમ કર્યો.

પણ કેમ ? હું આજનો દિવસ તમારી સાથે રહેવા માગું છું. રાતે નિકળી જ ને. શાને કહ્યું.

બેટા, આ ગામમાં છેલ્લા કેટલાય સમયથી વિચિત્ર ઘટનાઓ બની રહી છે. અહીંથી નિકળ્યા બાદ તારે એ જંગલ પાસેથી પસાર થવું જ પડશે અને તું ત્યાંથી રાતના સમયે નિકળે એ હું નથી ઇચ્છતો. કહેતાં કહેતાં સુરેશભાઈની આંખોમાં ભય વ્યાપી ગયો.

“શુંયું નાના ?” શાને પૂછ્યું.

એ જાગી ગયો છે, કો નહિ બચે...” સુરેશભાઈએ એકદમ ગભરાને ધીમા અવાજે કહ્યું.

ટુંકમાં થયેલી વાત ઈશાન સમજી ગયો અને થોડી વાર આરામ કરીને ચારેક વાગ્યે ફરી અમદાવાદ જવા નિકળી પડ્યો.

***

દિવાનગઢમાં છેલ્લા થોડા સમયથી પરિસ્થિતિ જાણે ભયંકર બની ગ હતી. જાણે કે કુદરતનો કહેર આ ગામ પર તૂટી પડ્યો હતો. થોડા સમય પહેલાં ચાર માણસો અને બે કૂતરાઓનાં હાડપિંજર મળી આવ્યાં હતાં જેનાથી માલુમ પડતું હતું કે કોખૂબ વિકૃત રીતે આ કતલ કરી હશે. આ સિલસિલો અહીં જ રોકાયો નહોતો. દર સપ્તાહે લગભગ બે કે ત્રણ માણસોનાં ખૂનો થતાં હતા જેમાં મહિલા અને બાળકોનો પણ સમાવેશ થતો હતો.

એકવાર ફરી આજે કો મહિલાનું ખૂનયું હતું. અત્યાંર સુધીનું આ બારમું ખૂનતું. ગામના છેવાડે - જ્યાં ખૂનયુંતું - વાત વાયુવેગે પ્રસરતાં સવારના સમયે લોકોનું ટોળું ત્યાં આવી પહોચ્યુંતું. બધા જ લોકો અચંબામાં હતા. એ મહિલાના પરિવારજનો આક્રંદ કરી રહ્યાં હતાં.

ઇન્સપેક્ટર રણજિત બારોટ અને તેમની ટીમ ઘટનાસ્થળે આવી પહોંચી હતી. રણજિત કાંઇ એલફેલ ઇન્સપેક્ટર નહોતો. બાહોશ, નીડર અને તાકાતવાન હતો. એ તેની ચતુરાથી મુશ્કેલીભર્યા કેસ પણ સરળતાથી સુલજાવી દેતો. એના નામનો ખૌફ હવે ગુનેગારોની રગેરગમાં દોડવા લાગ્યો હતો. એની બહાદુરીની ચર્ચા તો પોલીસ વિભાગમાં વખાણની સાથે થતી. દિવાનગઢની પહેલાં તે અમદાવાદના શાહિબાગ વિસ્તારમાં ફરજ બજાવી ચુક્યો હતો. રાજકારણી વિકાસ પટેલના પુત્ર અનિકેતે દારૂના નશામાં કાર ચલાવી હતી અને સ્કૂટર પર જતા પતિ-પત્નીને અડફેટે લીધા હતા, જેમાં બંનેના મોત થયાં હતાં. કાર્યવાહીમાં યોગ્ય પુરાવાઓ મળતાં રણજિતે અનિકેતને ગિરફ્તાર કર્યો હતો. બધા જ પુરાવાઓનો નાશ કરીને અનિકેતને છોડવા માટે ઉપરથી સખત દબાણ આવી રહ્યુંતું. રણજિત એ બધાને અવગણીને ખુદના નિર્ણય પર અડગ હતો. પરિણામ એ આવ્યુ કે તેની બદલી કચ્છ પાસેના નાનકડા ગામ દિવાનગઢમાં કરવામા આવી. અહીં આવતા પહેલા તેણે બધા સબુત મિડિયામાં વાયરલ કરી નાખ્યા. મિડિયાની શક્તિ અને લોકોના આક્રોશ આગળ વિકાસ પટેલનો પન્નો ટુંકો પડ્યો. અનિકેતે અંતે જેલવાસ ભોગવવો જ પડ્યો.

મહિલાના શબને જોતાં એકવાર ફરી પોલીસની ટીમ ચોંકી ગ. કારણ કે આવી જ ઘટના છેલ્લા ઘણા સમયથી બની રહી હતી અને ગુનેગારને શોધવામાં પોલીસ નિષ્ફળ નીવડી હતી. ગામવાસીઓને ઘટનાસ્થળેથી થોડા દૂર ધકેલવામાં આવ્યા અને લાશનું પ્રારંભિક ધોરણે નિરિક્ષણ કરવામાંવ્યું.

માથાના ભાગને ગહેરી જા પહોંચી છે, પણ કાતિલે આનું પણ હ્યદય કાઢી લીધું છે યાર.” રણજિતે પી.એસ. આહિરને કહ્યું.

હા સાહેબ, પણ નવાની વાત છે. આનાથી પહેલા થયેલા સાતેય ખૂનમાં પણ હ્યદય એક ખાસ વસ્તુ રહી છે. કોઇ હ્યદય કાઢીને શું હાંસલ કરી શકે ?” આહિરે પૂછ્યું.

માનવઅંગોની તસ્કરીનું કારણ હો શકે. રણજિતે ટુંકમાં કહ્યું.

સર, કોઇક જંગલી પશુ પણ હોઇ શકે ને ?” આહિરે પૂછ્યું.

આહિર, આના શરીરને ધ્યાનથી જો. શું કો પશુ આવી જા કરી શકે ?” રણજિતે પૂછ્યું. આહિરે ફરી વાર લાશને ધ્યાનથી જોઈ. એને રણજિતની વાત યોગ્ય લાગી. લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી. રણજિતે એના પરિવાર સાથે પુછતાછ શરૂ કરી.

સાહેબ, કમલા એના પિયરે ગ હતી. ત્યાંથી રાતે અગિયાર વાગ્યાની આસપાસ પાછી આવાની હતી. મને જો ખબર હોત તો હું પણ સાથે જ ગયો હોત. હવે એ પાછી ક્યારેય નહીં આવે...” રડતાં રડતાં રાજેશે કહ્યું.

“શું તમને કો પર શંકા છે ?” રણજિતે પૂછ્યું.

ના સાહેબ. અમારી તો કોઇની સાથે દુશ્મની નથી. રાજેશ આગળ બોલવા જાય એ પહેલાં બાબુકાકાએ કહ્યું, સાહેબ, બધું એ નવા આવેલા ભુવાનું જ તરકટ છે. હું સાચુંહું છું.”

સર, કો ભુવાનું આ બધા ખૂન સાથે જોડાણ હો શકે ?” આહિરે પૂછ્યું.

એ ભુવો જ્યાંરથી આ ગામમાં આવ્યો છે ત્યાંરથી જ આ બધું શરૂ થયું છે સાહેબ.જીવાએ કહ્યું.

તમે કઈ શંકાના આધારે કહો છો ?” રણજિતે પૂછ્યું.

સાહેબ, આ બધા જ ખૂનો જંગલની આસપાસ થયાં છે અને એ ભુવો પણ જંગલમા જ રહે છે. બાબુકાકાએ કહ્યું.

તો એનાથી એ ભુવો ગુનેગાર છે એમ માની લેવાનું ?” રણજિત ખિજાયો.

સાહેબ, ભુવા લોકોને માણસના હ્યદયની જરૂર હોય છે અમુક ખાસ તંત્ર-મંત્રની વિધિઓ કરવા માટે. જીવાએ કહ્યું.

વીસેક માણસો એકસાથે બાબુકાકા અને જીવાની વાતને સમર્થન આપવા લાગ્યા. છેલ્લે બોલેલા વાક્યથી અચાનક રણજિતના મનમાં ઝબકારો થયો. અત્યાંર સુધીના સાતેય ખૂનોમાં આ એક વાત સામાન્ય હતી - જંગલની નજીક થયેલા ખૂનો અને હ્યદય. રણજિતને પણ હવે લાગ્યું કે આ ભુવાને તો એકવાર મળવું જ જોએ. તેણે આહિર અને બીજા બે કોન્સ્ટેબલ મકવાણા અને કિશોર સાથે જંગલ જવાનું નક્કી કર્યુ. કારણ,કે જંગલમા હિંસક પ્રાણીઓ પણ હતા.

***

દિવાનગઢની સીમા જ્યાં પૂર્ણ થતી હતી, ત્યાંથી જ જંગલ શરૂ થતુંતું. ઘટાદાર વૃક્ષો અને હરિયાળીથી વન સુંદર લાગતું હતું, તો હિંસક પશુઓને કારણે ભયાનક પણ. જંગલની અંદર અમુક વિસ્તાર સુધી કાચો માર્ગ હતો, ત્યાં સુધી તો પોલીસ જીપ ગઈ, પરંતુ આગળ વધારે પડતા ખાડા ટેકરાઓને કારણે મકવાણાએ જીપને ત્યાં થોભાવી. હવે આગળ ફરજિયાત ચાલીને જવું પડે એમ હતું. કલાક સુધી વનમાં ભટક્યા બાદ એક ગુફા દેખાઇ. રણજિતને બાદ કરતાં બધાને ગભરાહટ થતી હતી. તેમનું નસીબ સારું હતું કે કો હિંસક પ્રાણી સાથે તેમનો પનારો નહોતો પડ્યો. કોઇની આવવાની ઇચ્છા તો નહોતી, પણ પોલીસની ડ્યુટી જ એવી હોય છે અને ઉપરથી રણજિતનો હુકમ એટલે હુકમ. કોનામાં ના પાડવાની હિંમત નહોતી.

ધીમા પગલે બધા ગુફાની અંદર પ્રવેશ્યા. અંદરનું દ્રશ્ય તો વધુ બિહામણુ હતું. કો સામાન્ય કમજોર મનના માણસનું હ્યદય તો છાતી ચીરીને તેના હાથમાં આવી પડે. બપોરનો સમય હોવા છતાં અંદર અંધારુ હતું. થોડા અંદર ગયા બાદ મસાલો સળગતી હતી. રોશનીને જો એટલે બધાને હાશકારો થયો, પણ એ વધારે વાર સુધી ટકી શકે એમ નહોતું.

એક મોટી કાળ ભૈરવની મૂર્તિ ત્યાં હતી. એક મોટા માટીથી બનેલા પાત્રમાં દીવો પ્રગટાવેલો હતો. ત્યાં એક લાલ રંગનું મોટું કુંડાળુ કરેલું હતું જેમાં એક માણસનું શબ પડેલું હતું તેને કંકાલના ડોકાની માળા પહેરાવવામાં આવી હતી. સફેદ રંગની ભભુત આખા શરીરે લગાડેલી હતી. બધા જ ચોંકી ઉઠ્યા. આસપાસ પણ ઘણા કંકાલ અને દીવાલો પર અમુક વિચિત્ર લખાણો લખેલાં હતાં. એક અજીબ પ્રકારની ગંધ એ ગુફામાંથી આવી રહી હતી. તે એક એવી સુગંધ હતી જેને વારંવાર માણવી ગમે. પરંતુ આ કો અત્તરની કે અગરબત્તીના ધુમાડાની સુગંધ નહોતી એ તો નક્કી હતું.

રણજિતે માણસના નાક આગળ આંગળી મુકીને જોયું. તે મરી ચુક્યો હતો. હવે તેને આ ભુવા પર વધારે શંકા જતી હતી. કો માણસ પર આવી તંત્રમંત્રની વિધિ કેવી રીતે કરી શકે ? આસપાસ બધાએ વધારે તપાસ કરી.

રણજિતે એક દિવાલ પર અજીબ પ્રકારનું લખાણ વાંચ્યુ જે સમજી શકાય એમ નહોતું અસીતો કોપાણ લાતુકે. બીજી દિવાલ પર લખ્યુ હતું ભયેગ્યો કોલારા દિવાન.’ ખૂબ નવા સાથે રણજિત બસ તેને જ જો રહ્યો હતો.

એક ખુણામાં કબાટ પડ્યોતો. આહિર એ તરફ આગળ વધ્યો અને કબાટ ખોલ્યો. સામે ગણતરીની સાત કાચની બોટલ પડી હતી. અંદર સફેદ રંગનો ધુમાડો દેખાતો હતો. આહિરે એક બોટલ હાથમાં લીધી, પરંતુ ત્યારે જ કોઈનું આગમન થયું.

એયય...” જાણે કો ભૂત બોલતું હોય એવા કર્કશ અવાજથી કો બોલ્યું.

આહિરે પાછળ ફરીને જોયું અને બે ક્ષણ માટે જાણે તે હ્યદયના ધબકારા ચૂકી ગયો. તેની આંખો પહોળી થઇ ગ અને પરસેવાનાં બુંદો તેના ચહેરે પ્રસરવા લાગ્યા. સામે ઉભેલો માણસ કદરૂપો અને બિહામણો હતો. સાડા ત્રણ ફુટનું કદ, આગળના ભાગમાં પડેલી ટાલ અને પાછળના ભાગે લાલ રંગના વાળ હતા. ઝીણી પણ લાલ આંખો, નાનું નાક, મોટા હોઠ અને ભીનો વાન. તેનો એક હાથ ટૂંકો હતો, ઉપરથી મોટી ત્રણ જ આંગળી હતી અને કાંડાની નીચેનો ભાગ પાછળ બાજુ વળેલો હતો. તે અદ્દલ ભૂત જેવો જ લાગતો હતો.

જીવનમાં પહેલી વાર આહિરે વો અજીબ માણસ જોયો હતો. બીકના માર્યે તેના હાથમાંથી કાચની બોટલ છટકી ગ. ઘડીના છઠ્ઠા ભાગમાં જ એના ટુકડાઓ થ ગયા. હવે સામે ભેલો માણસ વધુ ખિજાયો, અરે...સત્યાનાશ ! તેશું કરી દીધું ? હવે તે આઝાદ થ જશે. બધા જ મરશો. બાપા રે...” એક હાથ માથા પર મૂકી તે લાલ રંગના કુંડાળા તરફ ભાગ્યો. રણજિત અને બીજા લોકોનું ધ્યાન હવે આ બાજુ ગયું હતું, જેઓ બીજી બાજુ તપાસ કરી રહ્યા હતા. આવા અજીબ માણસને જોને કોન્સટેબલ પણ ફફડી ગયા. રણજિત એ દિશામાં આગળ વધે, તે પહેલાં જ બીજી મહાભયંકર ઘટના બની ગઈ જેનાથી આગળ જને આહિરને ખૂબ પસ્તાવો થવાનો હતો. કાશ ! એ કાચની બોટલને ન અડ્યો હોત. તૂટેલી કાચની બોટલમાંથી ધુમાડો ખૂવધી રહ્યો હતો. ત્યાં હાજર બધા જ લોકો અચંબામાં હતા કે આ શુંહ્યું છે એમની સાથે.

ધુમાડો મકવાણાની તરફ આગળ વધ્યો અને નાક મારફતે તેના શરીરમાં પ્રવેશી ગયો. ત્યાં હાજર રહેલા બધા જ લોકો ફાટી આંખે આ નજારો જો રહ્યા હતા. મકવાણાની આંખો લાલ થ અને તેનુંખું શરીર ધ્રૂજવા લાગ્યું. એક પ્રચંડ અવાજના ધડાકા સાથે તેની ખોપરી ફાટી. તેનું ધડ ધડામ દને જમીન પર ઢળી પડ્યું. અવાજ એટલો મોટો હતો કે બધાએ પોતાના કાન બંધ કરી દીધા હતા.

પેલા અજીબ દેખાતા સાડા ત્રણ ફુટ ઉંચા ધરાવતા ઠિંગણાએ જોરથી કહ્યું, લાલ કુંડાળાની અંદર આવી જાઓ બેવકુફો...જલ્દી...

બધાના કાનોમાં હજી એ વિસ્ફોટનો અવાજ ગુંજતોતો. કોન્સ્ટેબલ કિશોર ગુફાની બહાર ભાગવા જતો હતો ત્યાં જ એ ધુમાડાએ તેના પર ફુંક મારી અને તેનું શરીર અગ્નિની જવાળામાં હોમાઈયું. ક્ષણભરમાં તો કિશોર રાખ થ ગયો. જાણે કે તે અહીં હતો જ નહીં. હવે માત્ર રણજિત અને આહિર જ બચ્યા હતા. બંનેની અંદર ભય વ્યાપી ગયો હતો.

મારી પાસે આવી જાઓ જલ્દી. નહિ તો મરી જશો... પેલા ઠિંગણાએ ફરી સાદ પાડ્યો.

જીવનમાં પહેલી વાર રણજિત ડર્યો હતો. તેણે બંદુક કાઢીને ધુમાડા પર આડેધડ ગોળીબાર કર્યો. તે એ વાતથી અજાણ હતો કે આ કો સામાન્ય ધુમાડો નહોતો. આ એક અગોચર શક્તિ હતી. એક એવી શેતાની શક્તિ કે જેને હરાવવી અશક્ય તું.

એય બેવકુફ, ગોળી ના ચલાવીશ. એ વધારે ખિજાશે. પેલો ઠિંગણો માણસ જોરથી ચિલ્લાયો. ગુસ્સાનો માર્યો હવે એ ધુમાડો રણજિતની પાસે આવી રહ્યો હતો. રણજિત કો મૂર્તિની જેમ સ્તબ્ધ થને એ ધુમાડાને જ નિરખી રહ્યો હતો. અચાનક જ તેને ઠિંગણા માણસની વાત યાદ આવી અને ખુદને બચાવવા તેણે લાલ કુંડાળાની અંદર છલાંગ લગાવી. પાછળ આહિર પણ દોડી આવ્યો. કદાચ નસીબે સાથ આપ્યો હશે એટલે બંને બચી ગયા. એ ધુમાડો વધુ ગુસ્સે ભરાયો અને લાલ કુંડાળાની અંદર પ્રવેશવા જતો હતો ત્યાં લાલ રંગની રેખાને સ્પર્શતાં જ એક જોરદાર અગ્નિનો વિસ્ફોટ થયો અને એ શેતાની શક્તિ લગભગ પરાસ્ત થ ગઈ અને ત્યાંથી ધુઆંપુઆંને જતી રહી. ત્યાં હાજર રણજિત, આહિર અને ઠિંગણો માણસ તે ધુમાડાને ગાયબ થતો જો રહ્યા. આહિર આવી ઘટના જીવનમાં પહેલી વાર જો રહ્યો હતો. તે બેહોશ થ ઢળી પડ્યો.

તો તું જ એ ભુવો છે જેની ચર્ચા આખા ગામમા છે.” બધી વાત અવગણીને રણજિત મુખ્ય મુદ્દા પર આવ્યો.

પેલો ઠિંગણો માણસ ખંધું હસ્યો, ના રે ના. જો મારા માલિક અહીં હોત તો એ શેતાની શક્તિની ઔકા જ નહોતી કે કોનો વાળ પણ વાંકો કરી શકે.

ઓહ. તો તારા માલિક અહીં કેમ નથી ?” રણજિતે પૂછ્યું.

એ કો કામથી બહાર ગયા છે. એણે કહ્યું.

“ઠીક છે. એ આવે ત્યારે કહેજે પોલિસ સ્ટેશન મળવા આવે.” રણજિતે કહ્યું.

મારા માલિક કોને મળતા નથી. નહિ આવે. હાથ હલાવતાં તે બોલ્યો.

હમમ...તારું નામ શું છે ?” રણજિતે પૂછ્યું.

મંકોડી. તેણે કહ્યું.

મંકોડી, તેને આવવું જ પડશે. ખૂનનો કેસ છે. રણજિતે કહ્યું.

“ઠીક છે, આવશે ત્યારે એમને કહીશ. મંકોડી લાપરવાહીથી બોલ્યો. આહિર હવે હોશમાં આવી ગયો હતો. ખાખી વર્દી પર લાગેલી ધુળને ખંખેરતા તે ભો થયો.

આહિર, આ માણસની લાશને સાથે લએ. રણજિતે કહ્યું. લાશને ઉપાડીને તેઓ ગામ જવા રવાના થયા.

***

એ ધુમાડો, જે થોડી વાર પહેલાં ગુફાની અંદર પોતાનો કહેર વરસાવી રહ્યો હતો, તે હવે દિવાનગઢ ગામમાં પ્રવેશી ચૂક્યો હતો. ખુદના કામને અંજામ આપવા માટે તેને માણસના શરીરની જરૂર વર્તા રહી હતી જે ગામના પહેલવાન શ્યામાને જોને પૂરી થ. સાત ફુટની ઊંચાઈ, કસરતી બદન, એક સાથે દસેક માણસને મસળી શકે એટલી તાકાત શ્યામામાં હતી. ઉપરથી હવે તેનામાં અગોચર શક્તિ પ્રવેશવાની હતી જે આખા ગામ પર તબાહી મચાવવા સક્ષમ હતી. શ્યામા તેના અખાડામાં કસરત કરી રહ્યો હતો ત્યારે તેના સાથીદારોએ પણ અનુભવ્યું કે કો ધુમાડો માત્ર બે ઘડીમાંશ્યામાના શરીરમાં પ્રવેશ્યો હતો.

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક છે: રોહિત સુથાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED