Agyaat Sambandh - 5 books and stories free download online pdf in Gujarati

અજ્ઞાત સંબંધ - ૫

પ્રકરણ -

મતફેર ને અગોચર...

વહી ગયેલી વાત...

(હોસ્પિટલથી ઘરે આવેલી કવિતાને રિયા એના હુમલા વિશે બધું જ જણાવે છે, પણ કવિતાને એમાનું કાંઈ જ યાદ નથી હોતું. રિયા એ ઘટનાને પરલૌકિક શક્તિ સાથે સાંકળીને કવિતાને બધું ભૂલી જવા કહે છે. બીજી તરફ વળી પાછું રિયાને એ રાત્રે પહેલાં કરતાં પણ વધુ ભયંકર સ્વપ્ન આવે છે. એ કોઈક અંધારિયા કબ્રસ્તાનમાં પહોંચી જાય છે અને ત્યાં પણ એનાં લોકેટને લેવા માટે સેંકડો હાથ એની ફરતે વીંટળાઈ વળ્યા હોય એવું સપનું આવે છે. આ ઘટનાથી રિયા વધુ પડતી ડરી જાય છે અને વનરાજના ઘરે પહોંચીને એને વાત કરે છે. વનરાજ એને સારામાં સારા મનોચિકિત્સકને બતાવવાનું આશ્વાસન આપે છે. હવે આગળ...)

રોજબરોજની અગમ્ય ઘટનાથી પરેશાન થઈને વનરાજ કોઈ જરૂરી કદમ લેવાનું વિચારતો હતો. એનો મત પણ ખરો હતો કે આ સપના ને થઈ રહેલી - ન થવી જોઈતી ઘટના જો રોજ થાય તો કોઈ પણ સામાન્ય માણસ વિચલિત થઈ જાય.

ત્રણેક દિવસ પછી વનરાજ, રિયા અને કવિતા ત્રણેય કોફી શોપમાં મળ્યા ને રોજની વાતો શરૂ થઈ. જ્યારે બીજી તરફ વનરાજ - કઈ રીતે કહેવું કે આ સમસ્યાનું સમાધાન શોધીએ - ના નુસખાનો સમય ખોળતો હતો ત્યાં એણે પૂછી લીધું, “હવે કેમ છે તને રિયા ?”

રિયાએ કોફીનો મગ મોં પાસેથી નીચે મૂકતાં કહ્યું, “ઠીક છે, એમ તો તું ચિંતા ન કરીશ.”

વનરાજ થોડો પઝેસીવ થઈને બોલ્યો, “કોઈ સપના કે કોઈ અગોચર ઘટના બનેલી કાલે ?”

રિયા કોફીની એક નાની ચૂસકી લઈને બોલી, “સપના તો રોજનું થયું છે, પણ હમણાં કોઈ ઘટના નથી બની.”

કવિતાએ એટલામાં સૂર રેડ્યો ને બોલી, “પણ વનરાજ, કંઈક કરવું તો પડશેને જલ્દી, કેમ કે હું જો છું... રિયાના સપનાં અસહ્ય છે. રાત્રે જે રીતે એ બીકથી ઝબકીને હેરાન થાય છે, જે રીતે એ સહન કરે છે - હું કે તું હોત તો એટલું સહન ન કરી શકત કદાચ.

હું પણ એ જ કહેવા માગું છું કે હવે વાત હદ બહાર જઇ રહી છે. કઈ ઠોસ કદમ વિના છૂટકો નથી.” વનરાજે કહ્યું.

તો પછી તેં શું વિચાર્યું છે વનરાજ ? આગળ શું કરીશું ?” રિયાએ પૂછ્યું.

વનરાજ કંઈક વિચારીને બોલ્યો, “મિસ્ટર તાપસી કરીને એક અનુભવી ડોકટર છે. એ અહીંના જાણીતા ને સ્પેશિયલ સાઇકીયાટ્રીસ્ટ છે. આ બાબતનો ઉકેલ એની પાસે જરૂર હશે.”

કવિતાએ તરત જ પૂછ્યું, “પણ વનરાજ, આ માનસિક બિમારીની વાત હોત તો રિયાની બિમારી સાથે મારે શું લેવાદેવા ? મેં કેમ એના પર જાનલેવા હુમલો કર્યો ?”

રિયાએ કવિતાની વાતમાં સકારાત્મક સૂર પૂરાવતાં કહ્યું, “હા વનરાજ, કવિતાની વાત એકદમ ખરી છે. જો આ માનસિક બિમારીની વાત હોત તો કવિતાના રિએક્શનનું શું સમજવું ?”

થોડીવાર શાંતિ છવાઈ ગઈ. પછી ઊંડો વિચાર કરીને કાંઈક સમજમાં આવ્યું હોય એમ વનરાજ બોલી ઉઠ્યો, “હોઈ શકે કે તમને બન્નેને કોઈ બિમારી લાગુ પડી હોય. બન્ને ઘણાં સમયથી સાથે છો તો આ કો-ઇનસિડેન્સના ચાન્સ પણ છે જ.”

રિયા થોડા ગુસ્સાભર્યા સ્વરમાં બોલી, “શું વનરાજ કાંઈ પણ યાર... એવી કો-ઈનસિડેન્સ એમ કંઈ સરળતાથી ને આપણી જ સાથે શા માટે બને ? ને માનસિક રોગ કંઈ ચેપી થોડા હોય ? ને જો કોઈ સાઇકીયાટ્રીસ્ટ - કોઈ રોગ નથી - એનું જ નિદાન કરવામાં લાગી પડે ને બીજા કો માનસીક રોગમાં હું સપડાઈ જઈશ તો આગળ જીવન ઘણું મુશ્કેલીભર્યું થઈ જશે.

વનરાજ પણ થોડા રોષ સાથે બોલ્યો, “તો શું કરવું છે ? આમ ને આમ આ બધું સહન કર્યા કરવાનું તારે રિયા ? હું તને હદપાર ચાહું છું. કોઈ સીમા નથી એની. રિયા, તું સમજવાની કોશિશ કર. હું તને હેરાન થતી કે તરફડીયા મારતી કઈ રીતે જોઈ શકું ?”

પણ વનરાજ, જો સાઇકીયાટ્રીસ્ટનો ઉકેલ ઉલમાંથી ચૂલમાં પડ્યા જેવો સાબિત થયો તો શું કરીશું ?” કવિતાએ શંકા વ્યક્ત કરી.

“કંઈ ન કરવા કરતાં કંઈક કરવું વધુ બહેતર છે. ને દરેક બાબતે આપણે નેગેટિવ જ વિચાર્યા કરીશું તો અહીં ને અહીં અટકી જઈશું. બસ આમ ને આમ સહન કરતા રહીશું. મને મંજૂર નથી.” વનરાજે કહ્યું.

તો કોઈક બીજું કદમ લઈએ. હું રોજ ન્યૂઝપેપર વાંચું છું એમાં ઘણી એડ હોય છે જે આવા પ્રશ્નોના સમાધાન ચૂટકીમાં ને સહેલાઇથી કરી આપે છે.” કવિતા બોલી.

વિતા, એ ઢોંગ ધતિંગ હોય છે ને હું અંધવિશ્વાસમાં નથી માનતો. હું તમારો સાથ એ બાબા-ફાબાના ચક્કરમાં નથી આપવાનો.” વનરાજ નાખુશ અવાજે બોલ્યો.

સાથ ન આપવો હોય તો અહીંથી તું જઇ શકે છે, વનરાજ.” રિયાએ કહી દીધું.

“હૂહ... જો કોઈ એની વાતમાને તો સીધું ઈમોશનલ ડ્રામા ચાલુ થઈ જાય. એ લોકોનો મેલોડ્રામા સહન કરવાનો. સીધું ઈમોશનલ બ્લેકમેઇલ. એક શ્વાસે બબડીને વનરાજ થોડો અટક્યો ને ફરી ઊંચા અવાજે બોલ્યો, “સાવ નાના છોકરા જેવી છે. તારું ને મારું લાંબુ નહિ ચાલે. હું જા છું. ચલ બાય, મને માફ કરજે. એ કોફી શોપની બહાર નીકળી ગયો. રિયા કે કવિતાએ એને અટકાવ્યો પણ નહીં.

રિયા થોડા માયુસીભર્યા અવાજમાં બોલી, “ચાલ, હું જાઉં છું ઘરે. તું બુક્સ લઈને આવ. મારે થોડો આરામ કરવો છે.”

ભલે, પણ ધ્યાન રાખજે... ને કંઈ પણ થાય તો ફોન કરી દેજે. જો કે હું બને એટલી જલ્દી આવી જઈશ.” કવિતાએ આશ્વાસન આપતાં કહ્યું.

કોફી શોપની બહાર નીકળીને રિયાએ ટેક્સી ભી રખાવી અને ટેક્સીચાલકને ફ્લેટનું સરનામું કહીને અંદર બેસી ગઈ.

લાઈટ સ્કાય-બ્લ્યુ રંગનું, વનપીસ ફ્રોક પહેર્યું હતું રિયાએ. પહેલી નજરે જોનારના દિલમાં સ્થાન પામી જાય એવી એ લાગતી હતી. એનું કામણગારું બદન, એકદમ જળી ત્વચા અને નમણાશ તો એવાં મનમોહક હતાં કે જાણે સ્વર્ગની કોઈ અપ્સરા રિયાના બદનમાં સમાઈ ગઈ હોય !

રિયા ટેક્સીમાં પાછળની સીટ પર સવાર થઈ. ટેક્સીચાલક પોતાની ઇન્ડિકા ગાડી હંકારતો આગળ વધ્યો. ટેક્સીની મ્યુઝિક સિસ્ટમમાં કોઈ રેડિયો સ્ટેશન દ્વારા જૂના ફિલ્મી ગીતો પ્રસારિત થઈ રહ્યાં હતાં.

રિયાને હવે માથું દુઃખી રહ્યું હતું. એણે થોડા ણગમા સાથે કહ્યું, બંધ કરોને ભાઈજૂનવાણી ગાણા...” એ જ ક્ષણે જાણે પ્રત્યુત્તર વાળતો હોય એમ ટેક્સીચાલક ઘોઘરા અવાજે બોલ્યો, માદડિયો કેડા આય ?”

રિયાને એની આ ભાષા સમજાઈ નહીં. એ પ્રશ્નાર્થ નજરે ટેક્સીચાલકને પીઠ પાછળથી તાકી રહી.

માદડીયો કેડા આય ?” વારંવાર યંત્રવત રીતે એક જ સવાલની લાઇન રિપીટ કરી રહ્યો હતો. ટેક્સી પુરપાટ વેગે દોડી રહી હતી.

રિયા કંઈ સમજવાની કોશિશ કરે કે ટેક્સીચાલકે શું પૂછ્યું એ પહેલાં તો એ માણસે રેડિયોનો અવાજ ફુલ કરી નાખ્યો. બધા દરવાજાને લોક કર્યા, બારીઓના કાચ ચડાવી દીધા અને ટેક્સી ફુલ સ્પીડમાં ભગાવી મૂકી. રિયાના ફ્લેટવાળો રસ્તો ક્યાં પાછળ રહી ગયો.

અચાનક જ રેડિયોમાંથી અવાજ આવવા લાગ્યો:

માદડીયો મુકે ડે...”

ચળકતો માદડીયો મુકે ડે...”

માદડીયો મુકે ડે...”

ચળકતો માદડીયો મુકે ડે...!”

રિયા શું કરવું... ન કરવું... એ કંઈ નક્કી કરી શકતી નહોતી. અચાનક ટેક્સીચાલકનું અટ્ટહાસ્ય ચાલુ થઈ ગયું. કાનના પડદા ફાટી જાય એવા અવાજમાં એ ખખડી ઊઠ્યો:

હા...આ… હા..હા..હા..”

હહા...હા ..આ..આ..”

હા હા હા… હા.. આ..આ..આ..”

આવી અઘટિત-વિચિત્ર ઘટના લગભગ થોડા સમય સુધી ચાલુ રહી. લગભગ પંદરેક મિનિટ પછી અમદાવાદ શહેરની બહારની કોઈ સુમસામ, અવાવરુ જગ્યાએ ટેક્સીચાલકે ગાડી રોકી. વીજળીક ગતિએ એ બહાર નીકળ્યો અને રિયા હજુ કાંઈ પણ સમજે એ પહેલાં એની તરફનો દરવાજો ખોલીને ને ઢસડીને ટેક્સીની બહાર કાઢી. રિયાનું ફ્રોક એટલું ઊંચું થઈ ગયેલું હતું કે એના ગોરાચિટ્ટા નિતંબો ચોખ્ખા દેખાતાં હતાં.

ટેક્સીચાલકે રિયાના વાળ ખેંચીને ને બહાર કાઢી હતી એટલે અસહ્ય પીડાથી રિયા ચીસ પાડી ઠી. પણ એનો અવાજ આવી માનવરહિત, સુમસામ જગ્યામાં કોઈ સાંભળી શકે એમ નહોતું.

રિયાને મનોમન એવું લાગવા માંડ્યું હતું કે જે એનું આવી બનવાનું છે. કોઈ પણ રીતે આ ટેક્સીચાલકના રૂપમાં આવેલો શેતાન એને છોડશે નહિ ! એનાં અંતરમનમાં શેતાનની જ ભીતિ સેવાવા લાગી હતી.

બળજબરીથી ટેક્સીની બહાર કાઢ્યા બાદ એ ટેક્સીચાલકે રિયાને નજીકના એક ઝાડના મોટા-પહોળા થડ સાથે ભીંસી દીધી. રિયાએ આમ-તેમ વલખાં માર્યાં, પણ એ શેતાન સામે એનું કંઈ ન ચાલ્યું. પેલાએ ટેક્સીમાંથી એક જાડું દોરડું લાવી રાખ્યું હતું એનાથી સૌપ્રથમ તો રિયાના કમ્મરવાળા ભાગને થડ સાથે ચપોચપ બાંધ્યો. પછી એના બન્ને હાથ ને પગ એકદમ સજ્જડ બાંધી દીધા. દોરડાંમાં કેદ રિયા બૂમ પાડવા સિવાય કશું કરી શકે એમ નહોતી.

હવે રિયાએ ટેક્સીચાલકનો ચહેરો જોયો. એ સપનામાં આવતા પેલા ભયાનક રાક્ષસ જોડે જરાય મેચ નહોતો થતો. અલબત્ત, એ ખુન્નસયુક્ત ચહેરાની પાછળ જરૂર શેતાન છુપાયેલો હતો.

પચાસેક વર્ષની આધેડ ઉંમરનો એ ટાલિયો માણસ ગાડીમાંથી ધારદાર છૂરી લઈને ખંધુ હસતો-હસતો અને માદડીયો કેડો આય ?” નું રટણ કરતો-કરતો રિયા પાસે પહોંચી ગયો.

ગભરાયેલી અને ડરીને સહેમી ગયેલી રિયા હવે બરાબર બૂમ પણ નહોતી પાડી શકતી. એ નિર્દોષ હરણીની જેમ બસ મનમાં - શિવ શિવ શિવ શિવ શિવ - ના જાપ જપ્યે જતી હતી.

હવે એ રાક્ષસી ચહેરાવાળો માણસ એકદમ એની નજીક આવી ગયો. એ અતિશય ક્રૂર અને ઘાતકી લાગતો હતો. એ જ ક્ષણે એણે છૂરીની ધારદાર અણી રિયાના ફ્રોક પર એની નાભિવાળી જગ્યાએ ટેકવી. જગ્યા આસપાસ એ છૂરીને ગોળ-ગોળ ફેરવવા લાગ્યો. એણે બીજા હાથ વડે એના તીક્ષ્ણ-પશુછાપ નખ વડે રિયાની હડપચી પકડીને ખેંચી. રિયા રાડ પાડી ઊઠી. એની હડપચીમાં નખનાં કારમા નિશાન પડી ગયાં.

ધારદાર છૂરીની તીક્ષ્ણ અણી અડવાને કારણે રિયાની નાભિના ભાગે લોહી વહેવાનું શરૂ થયું. એ હચમચી ઊઠી. એનું સ્કાય-બ્લ્યુ વનપીસ ફ્રોક નાભિ પાસેથી ઘેરો લાલ રંગ પકડવા લાગ્યું. ટેક્સી ચાલકે ફરીથી છૂરીની અણી રિયાના ગુલાબની પાંખડી જેવા હોઠ પર મૂકીને ત્યાં ધારદાર ચેકો મારી દીધો. ત્યાંથી પણ ધીમી ધારે દળદળ કરતું લોહી વહેવા લાગ્યું. બિચારી નિસહાય રિયા એકદમ રડી પડી.

ઝપાટે ચોજો હાણે, તો જો લોહી પી વંધિયા...” પેલાએ કહ્યું, પણ રિયાને એની ભાષા સમજમાં નહોતી આવતી.

અચાનક જ પેલાએ ઝનૂનપૂર્વક રિયાનું એ વનપીસ ફ્રોક જોરથી ખેંચીને લગભગ ફાડી નાખ્યું. રિયાએ સમસમીને એના બંને હાથથી પોતાની પ્રતિષ્ઠા આબરૂ બચાવવાની વ્યર્થ કોશિશ કરી, પણ એમાં એ ન ફાવી. એના ગોરા ઉરોજોના એ ઉભારો નાના અમથા આંતરવસ્ત્ર પાછળ છુપાયેલા હતા. છૂરી વડે પેલાએ રિયાના એ વક્ષઃસ્થળ પર ઘા કરી નાખ્યો. રિયા ચીખી ઊઠી. એનું લગભગ અડધું શરીર લોહીથી ખરડાઈ ગયું હતું. ફક્ત ફાટેલાં ફ્રોક અને ઉપલાં આંતરવસ્ત્રમાં રિયા એની રહીસહી આબરૂ સામે ઝઝુમતી બંધાયેલી હાલતમાં પડી હતી.

એ માણસને પોતાના સવાલોનો જવાબ ન મળતાંણે જોરથી ચીસ પાડી... બૂમ મારી... કંઈક અલગ જ ભેદી પડઘા સાથેની એ બૂમ સાંભળી દૂરથી કેટલાય કાગડા ડતા આવ્યા અને ધીમે ધીમે રિયાના શરીરને નોંચવા લાગ્યા. રિયા બેભાન થઈ ગઈ.

***

લગભગ ૩૬ કલાક પછી રિયા આંખો ખોલી. એ એના ફ્લેટમાં હતી. સામે કવિતા ભી હતી. રિયાએ ઝાટકા સાથે પથારીમાંથી ઊઠવાની કોશિશ કરી, પણ કવિતાએ એને ઊભી થતાં અટકાવી.

રિયાએ પૂછ્યું, “હું અહી ક્યાંથી ?” એણે પોતાના શરીર પર જોયું તો એના ઘોર આશ્ચર્ય વચ્ચે એક પણ ઘા કે ઉરડો ય નથી નું એને ભાન થયું !

કવિતા ગભરાયેલા અવાજે જવાબ આપ્યો, “તું બેહોશ હાલતમાં દૂરના જંગલ વિસ્તારમાં કઢંગી હાલતમાં પડી હતી, રિયા. ઘણાં સમય પછી પણ તું ફ્લેટ પર પહોંચી નહીં એટલે તારા ફોનમાં જી.પી.એસ. સિસ્ટમ ઓન હોવાથી મેં તારું લોકેશન મેળવ્યું ને તને અહીં લઈ આવી.”

રિયાએ તરત પૂછ્યું, “વનરાજને ખબર છે આ ઘટનાની ?”

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક છે: પ્રેમ ચોપડા

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED