Agyaat Sambandh - 3 books and stories free download online pdf in Gujarati

અજ્ઞાત સંબંધ - ૩

અસીતો કોપાણ લાતુકે....

પ્રકરણ-૩

વહી ગયેલી વાત...

(રિયાને પેલા કૂતરાથી બચાવનાર યુવાન વનરાજ અને રિયા વચ્ચે ગાઢ દોસ્તી થઈ જાય છે જે પ્રેમમાં પરિણમે છે. બીજી તરફ રિયાની બહેનપણી કવિતાના શરીરમાં અચાનક જ કોઈક આસુરી શક્તિ પ્રવેશ કરી જાય છે જેને કારણે કવિતા રિયા સાથે અજુગતું વર્તન કરે છે. આથી રિયા એનાં સગાવહાલાંને કહીને કવિતાને તેમની પાસે મોકલી આપે છે. રાત્રે રિયા સાથે ડરામણી ઘટના બને છે. એ વનરાજને જણાવે છે કે એને છેલ્લા થોડાં સમયથી રાત્રે ભયાનક સપનાં આવે છે, પણ વનરાજ એની વાતને હસવામાં લઈ લે છે. પછી વનરાજ રિયાને પ્રેમની નિશાની રૂપે વીંટી પહેરાવે છે. હવે આગળ...)

રિયા રાત્રે દસેક વાગ્યે ઘરે આવી. આખો દિવસ તેણે વનરાજ સાથે વિતાવ્યો હતો. બંને સાંજે હોટલમાં જમ્યા હતા. પ્રેમભરી ક્ષણો સાથે વિતાવી હતી. આજનો દિવસ જીવનભર યાદ રાખશે એમ તે મનોમન વિચારતી હતી. બસ એક વાત અચરજ પમાડે તેવી હતી કે હનુમાન મંદિરમાં હાથ પર બંધાવેલ દોરો રસ્તામાં ક્યાંક પડી ગયો હતો, જ્યારે કે પૂજારીએ વ્યવસ્થિત રીતે જ બાંધ્યો હતો. પણ આ બધું ભુલાવીને સોફા પર આડી પડીને વાળની લટો સાથે તે રમી રહી હતી અને વનરાજના સોહામણા ચહેરાને યાદ કરી રહી હતી.

***

અચાનક જ રિયાનું ધ્યાન પેલા અરીસા બાજુ ગયું. યંત્રવ રીતે તે ભી થઈને અરીસા પાસે ગઈ. તેણે અરીસા પર હાથ અડકાડ્યો અને...અરીસાની અંદરથી સીધો જ એક હાથ તેને ખેંચી રહ્યો હતો, તે કંઈ કરે તે પહેલા જ જોરદાર પવન ફૂંકાતા બંધ બારી ધડામ દઈને ખુલી ગઈ અને રિયાનું ધ્યાન બારી તરફ ગયું. તે બે પગલાં પાછળ ખસી ગઈ. પવનને કારણે તેના વાળ વેરવિખેર થઈ ગયા હતા. અંદરથી ગભરાઈ ગઈ હતી. દિલમાં થતા ધબકારાઓનો અવાજ તે સ્પષ્ટ સાંભળી શકતી હતી. એક હાથ તેણે ગળા પર મૂક્યો હતો. થુંક પણ ગળી શકે એવી પરિસ્થિતિમાં તે નહોતી.

રિયાનું ધ્યાન ફરીવાર અરીસા તરફ ગયું, તેણે જોરથી ચીસ પાડી અને જમીન પર ઢળી પડી. તેણે અરીસામાં કંકાલ જોયું હતું, જેણે કાળા કલરનો ઓવરકોટ પહેર્યો હતો. તેની આખોમાં અગ્નિની જ્વાળાઓ વરસી રહી હતી. તે હવે અરીસામાંથી બહાર નીકળ્યો. રિયા ઘુંટણના સહારે પાછળ બાજુ સરકી રહી હતી. આંખોમાંથી આંસુ વહી રહ્યાં હતાં.

અસીતો કોપાણ લાતુકે....!” કહીને કંકાલે રિયાના ગળામાંથી લોકેટ ખેંચી લીધું. તે ભયાનક હસી રહ્યો હતો. તેણે રિયાનું ગળું દબાવવાનું શરૂ કર્યું. પકડ એટલી મજબૂત હતી કે રિયા ખુદને છોડાવી ન શકી. તેનું શરીર હવે ઢીલું પડી રહ્યું હતું.

***

રિયાએ જોરથી ચીસ પાડી અને પથારીમાંથી સફાળી બેઠી થઈ ગઈ. તે પરસેવે રેબઝેબ થઈ ચૂકી હતી, જાણે કે સ્નાન કરીને આવી હોય. હવે તેને ધ્યાન આવ્યું કે તે માત્ર એક ભયાનક સપનું હતું, બાકી તો વનરાજના વિચારો કરતા કરતા જ તે ઊંઘી ગઈ હતી. તેણે મોબાઈલ હાથમાં લીધો અને ટાઈમ જોયો. રાતના બે વાગ્યા હતા. પહેલા તો ટોવેલ લઈને તેણે ખુદનો પરસેવો લૂછ્યો અને ફ્રીજમાંથી પાણીની બોટલ કાઢીને ગટગટાવી ગઈ.

રિયાને અત્યારે કવિતાની ખૂબ યાદ આવી રહી હતી. જ્યારે તે સાથે હતી ત્યારે જ્યારે પણ પોતે ડરતી ત્યારે કવિતા તેને પાણી પીવડાવતી અને ગળે લગાવીને હૂંફ આપતી. તેને યાદ કરીને રિયાની આંખો ભીની થઇ ગ. બિહામણા સપનાને કારણે તેને ઊંઘ નહોતી આવતી. પહેલા વિચાર્યું કે તે વનરાજને ફોન કરે, પણ પછી આટલી મોડી રાતે ફોન કરવાનું ઉચિત ન લાગ્યું. લાઈટ ચાલુ રાખવા છતાંય પરાણે ચારેક વાગ્યે તે ઊંઘી હશે.

***

રિયા લગભગ સવારે અગિયાર વાગ્યે ઠી. તેને માથામાં અસહ્ય દુખાવો થઈ રહ્યો હતો. તે સ્નાન કરવા જતી જ હતી ત્યાં જ ડોરબેલ વાગી. રિયાએ બારણું ખોલ્યું. સામે વનરાજ ભો હતો. તેણે પ્રેમાળ સ્મિત વેર્યું, પણ રિયાએ કોઈ પ્રતિભાવ ન આપ્યો અને પાછી વળી. તેણે એક હાથ માથા પર જ રાખેલો હતો.

અરે ! શું થયું રિયા ?” વનરાજે પૂછ્યું.

માથું ખૂબ દુખે છે યાર. રિયાએ કહ્યું.

ઓફફો... મારી રિયાને માથું દુખે છે, લાવ હું દબાવી આપું. વનરાજે કહ્યું.

ના. રહેવા દે, ગોળી લઈશ એટલે મટી જશે. રિયાએ કહ્યું.

અરે, છાનીમાની અહીં બેસ તો. કહીને વનરાજે એને સોફા પર બેસાડી અને કબાટમાંથી તેલ લઈ આવ્યો અને માલિશ કરવા લાગ્યો.

આહાહા...! તારા હાથમાં તો જાદુ છે યાર, માથું હળવું લાગી રહ્યું છે. પાંચેક મિનિટ બાદ રિયા બોલી.

છે જ ને યાર, આપણે એટલે કોણ ?” વનરાજે બડાસ મારતા કહ્યું.

રિયા હવે તેની બાજુ વળી અને કંઈક બોલવા ગઈ, પણ તે પહેલા વનરાજ બોલ્યો, અરે રિયા, આ તારા ગળામાં શું થયું છે ? એકદમ લાલ થઈ ગયું છે અને સોજો પણ છે...”

રિયાને નવાઈ લાગી. તે અરીસા પાસે ગઈ. અરીસામાં ખુદને જોઈને તે દંગ થઈ ગઈ. તેણે ગળા પર સ્પર્શ કર્યો અને હળવી ચીસ નીકળી ગઈ. હજુ રાત સુધી તો બધું બરાબર હતું, તો પછી અત્યારે કેવી રીતે આમ થઈ શકે ? - તે મનોમન વિચારી રહી હતી અને અચાનક તેને રાત્રે જોયેલા સપનાની વાત યાદ આવી અને ફરી તે ડરી ગઈ.

વનરાજે તેને ગળે લગાવી અને એના પૂછવા પર રિયાએ રાતે જોયેલા સપનાની વાત કરી. વાત કરતા કરતા પણ તે ધ્રૂજી રહી હતી. આખી વાત જાણ્યા બાદ વનરાજ ખડખડાટ હસવા લાગ્યો. રિયાને ન ગમ્યું.

સોરી...સોરી... પણ ૨૧મી સદીમાં રહીને પણ તું આવી વાતો પર વિશ્વાસ કરે છે યાર.... વનરાજ હસ્યો.

એ તો જેના પર વીતે એને ખબર પડે. મને થોડાક સમયથી આવા બિહામણા સપનાઓ આવે છે, પણ પહેલી વાર મેં ભૂતના કંકાને જોયું. રિયા મુશ્કેલીથી થુંકને ગળાની નીચે ઉતારતા બોલી.

સીરિયલો જોઈ જોઈને તારું દિમાગ ચકરાવે ચડી ગયું છે એટલે આવા ભૂત દેખાય છે. અને રહી વાત ગળાની, તો સાંજે આપણે હોટલમાં જમ્યા તો એનું ઇન્ફેક્શન હોઈ શકે. એટલે એક કામ કર. સ્નાન કરી લે. ગળાની ગોળી લઈ લે અને આપણે બન્ને ક્યાંક બહાર જઈએ. તું ફ્રેશ થઈ જઈશ. અને ભૂત પણ ભાગી જશે, ઓકે. ?” વનરાજે કહ્યું.

અરે, તારા હાથમાંનો દોરો ક્યાં ગયો ?” વનરાજે રિયાના હાથ તરફ જોતા નવાઈથી પૂછ્યું.

ખબર નહિ યાર. કાલે આપણે ફરવા ગયા ત્યારે ક્યાંક પડી ગયો હશે.” રિયાએ કહ્યું અને તે સ્નાન કરવા જતી રહી, પણ ગળું લાલ થયું અને ઉપરથી સોજો પણ આવી ગયો એ વાત તે સમજી નહોતી શકતી.

રિયાએ આખો દિવસ વનરાજ સાથે વિતાવ્યો. સાંજે વનરાજે રિયાને તેના ફ્લેટની નીચે તારી અને નીકળી ગયો. જ્યારે તે ઘરે પરત ફરી રહી હતી ત્યારે એક નવી મુસીબત તેની રાહ જોઈ રહી હતી એ વાતથી અજાણ રિયા ઘરમાં પ્રવેશી.

***

કવિતા ! તું ક્યારે આવી અને હવે કેમ છે તને ?” રિયાએ આનંદાશ્ચર્ય સાથે પૂછ્યું.

કવિતા જાણે કે કોઈ પૂતળું હોય એમ સોફા પર બેસી રહી. કોઈ જવાબ ન મળતાં રિયા તેની પાસે આવીને બેઠી અને તેના માથે હળવી ટાપલી મારી, “કંઈક બોલ તો ખરી.” કહીને તેણે કવિતાને ગળે લગાવી. પણ, કવિતાએ રિયાના હાથ ઝટકા સાથે હડસેલ્યા અને રિયાને જોરથી ધક્કો માર્યો. રિયા જમીન પર પડી. તે ખૂબ જ નવાઈથી કવિતાને જોઈ રહી હતી. આંખોથી આંખો મળતા રિયા વધુ ડરી ગઈ. કવિતાની આંખો લાલ હતી.

અસીતો કોપાણ લાતુકે....!” કોઈ ભૂત બોલતું હોય એવા અવાજ સાથે કવિતા બોલી. તેણે રિયાના ગળા પર હાથ મુક્યો અને લોકેટ ખેંચવા જતી જ હતી ત્યાં જ રિયા તરત ભી થ અને બહારની તરફ ભાગી. પણ તે બારણાં પાસે પહોંચી ત્યાં જ બારણું આપમેળે ધડામ દઈને બંધ થઈ ગયું.

બચાવો... બચાવો....ની ચીસો રિયા પાડી રહી હતી, પણ ફ્લેટમાં તેનો અવાજ કોઈ સાંભળી શકે એમ નહોતું. કારણ,કે નવરાત્રી હતી. સાંજના સાત વાગ્યાથી જ માતાજીના ભજન-ગરબા વગાડવામાં આવી રહયા હતા. સ્પીકરના અવાજની આગળ રિયાનો અવાજ ખૂબ ધીમો હતો. પરથી એ બ્લોકમાંના બીજા ત્રણ ફ્લેટમાં કોઈ રહેતું નહોતું.

કવિતા તેની નજીક આવી અને એક જ હાથેથી તેણે રિયાને ઊંચી કરીને જમીન પર થોડે દુર ફેંકી. રિયાને વાગ્યું છતાંય ખુદને બચાવવા તે ભી થ અને બેડરૂમ તરફ ભાગી. અંદર જઈને તરત તેણે બારણું બંધ કરી દીધું. બારણાના સહારે ભી રહેલી રિયાની છાતી તેજ શ્વાસના કારણે ફૂલી રહી હતી.

રિયાએ એના જિન્સ-પેન્ટમાંથી મોબાઈલ કાઢ્યો અને વનરાજને ફોન કર્યો. બીજી બાજુ કવિતા બારણાંને તોડી પાડવા તમામ આસુરી શક્તિ વાપરી રહી હતી. હજુ અધૂરી વાત જ થઈ હતી ત્યાં જ કવિતાએ બારણું તોડી પાડ્યું. રિયા બારણાની પાછળ જ ઊભી હતી એટલે તેને ફરી ઇજા થ.

કવિતા રિયાને ઢસડીને મેઈન રૂમમાં લાવી અને તેની છાતી પર બેસી ગઈ. તેણે રિયાને ત્રણ ચાર તમાચા માર્યા. રિયાના હોઠ પાસેથી લોહી નીકળવા લાગ્યું.

કવિતાની નજર ટીપોઈ પર પડેલા બાસ્કેટ પર ગઈ જેમાં ફ્રુટ્સની વચ્ચે એક ચપ્પુ પણ હતું. કવિતાએ ચપ્પુની સામે ધારીને જોયું અને ચપ્પુ ઊડીને તેના હાથમાં આવી ગયું. રિયાને તેનું મોત સામે જ દેખાતુંતું.

એકસાથે ચાર પાંચ વાર ડોરબેલ વાગી અને વનરાજે બૂમ પાડી, રિયા....રિયા....

વનરાજ....બચા....પ્લીઝ.... રિયાએ જોરથી કહ્યું.

વનરાજને કંઈક અજુગતું લાગ્યું અને તેણે મેઈન ડોર તોડી પાડવાનો નિર્ણય કર્યો. તેણે પાંચમા પ્રયાસે જ બારણું તોડી નાખ્યું અને અંદર પ્રવેશ્યો. સામેનું દ્રશ્ય જોઈને તેનું દિલ કંપી ઉઠ્યું.

કવિતાએ ચપ્પુની મદદથી રિયાએ પહેરેલું ટોપ ચીરી નાખ્યું હતું અને તેના ભરાવદાર સ્તનયુગ્મને મસળીને એક વિકૃત આનંદ તે માણી રહી હતી. વનરાજ તુરંત રિયાની નજીક ગયો અને કવિતાને ધક્કો મારીને દૂર કરી. તેણે તરત જ પોતાનો શર્ટ કાઢીને રિયાને આપ્યો. રિયા શર્ટ પહેરતી હતી ત્યાં કવિતા ફરી એની તરફ વળી. પણ આ વખતે તેનો રક્ષક વનરાજ તેની સાથે હતો.

કવિતા વનરાજની તરફ ચપ્પુ લઈને ધસી આવી, પણ વનરાજે તેને કસીને પકડી લીધી. પણ સહેજ તાકાત લગાવીને કવિતાએ વનરાજને જમીન પર પછાડી દીધો. કમરના હાડકાંઓ ભાંગી ગયા હોય એવો અહેસાસ વનરાજને થયો. કવિતાએ હવે રિયા સામે જોયું.

વનરાજે સમયસૂચકતા વાપરી ફૂલના ગમલાને કવિતાના કપાળે મારી દીધું. તે બેહોશ થઈ ગઈ. તેના કપાળેથી સામાન્ય લોહી નિકળવા લાગ્યું. રિયા બીકની મારી વનરાજની બાહોમાં સમાઈ ગઈ.

આપણે આને હોસ્પિટલ લઈ જવી પડશે. જલ્દી. રિયાએ કહ્યું.

વનરાજે હકારમાં માથું હલાવ્યું અને કવિતાને હાથોમાં ઊંચકી લીધી. લિફ્ટથી તેઓ નીચે આવ્યા. થોડેક જ આગળ મા અંબાનું એક મંદિર હતું, જ્યાં અત્યારે આરતી થઈ રહી હતી. આરતીનો અવાજ સંભળાતાં જ કવિતાની આંખો ખુલી ગઈ અને તે ધુણવા લાગી.

અચાનક જ રિયાના દિમાગમાં કંઈક આવ્યું અને તેણે વનરાજને મંદિરની અંદર આવવા કહ્યું. ત્યાં ગયા બાદ કવિતાની હાલત વધુ કફોડી બની ગઈ. વનરાજના હાથમાંથી છટકીને તે જમીન જઈ પડી. તેનું શરીર તરફડવા લાગ્યું. તેના ચહેરા પર લાલ લાલ નિશાનો બનવા લાગ્યા. તે ખૂબ જોરથી ચીસો પાડી રહી હતી અને સાથે કોઈક અલગ ભાષામાં વાત કરી રહી હતી. ત્યાં હાજર બધા લોકો જોવા લાગ્યા.

તમે લોકો આરતી ચાલુ રાખજો, પ્લીઝ. રિયાએ કહ્યું.

આરતી ચાલુ જ રહી. બે મિનિટથી વધારે કવિતાની અંદર રહેલી આસુરી શક્તિ ટકી ન શકી. તેના શરીરમાંથી કાળા રંગનો ધુમાડો નીકળવા લાગ્યો અને પળવારમાં હવામાં ગાયબ થઈ ગયો.

આરતી પૂર્ણ થયા બાદ પુજારીએ લાલ રંગનો દોરો કવિતાના જમણા હાથે બાંધ્યો અને પવિત્ર પાણીનો છંટકાવ તેના શરીર પર કર્યો. કવિતા હવે સામાન્ય જણાતી હતી. તેના ચહેરા પર રહેલા લાલ રંગના નિશાનો ગાયબ થઈ ગયા હતા. ત્યારબાદ રિયા તેને હોસ્પિટલ લઈ ગઈ અને ડોક્ટરે તેના કપાળે ડ્રેસિંગ કરી આપ્યું.

૨૧મી સદીમાં રહીને અંધશ્રદ્ધામા ન માનનારો વનરાજ અત્યારે બનેલી ઘટનાથી દુવિધામાં હતો - શું ખરેખર આ સંસારમાં ભૂત-પ્રેત જેવી શક્તિ હશે ? - ત્યાં જ રિયા કવિતાના રૂમમાંથી બહાર આવી.

થેન્ક્સ અ લોટ, વનરાજ ! જો તું આજે ન હોત તો.... રિયા ગળગળી થઈ ગઈ.

એમા શું ! હું તો તારા માટે જીવ પણ આપી શકું છું. વનરાજે કહ્યું. અલબત્ત, એ વ્યંગમાં બોલ્યો હતો.

આઇ રિયલી લવ યુ, યુ નો. અત્યાર સુધી મને તું હેન્ડસમલાગતો હતો, પણ આજે મને તારા બીજા પાસાની પણ ખબર પડી કે તું જીવનમાં ક્યારેય મને મુસીબતના સમયે એકલી નહિ છોડે.” કહીને રિયા વનરાજને વળગી પડી.

(ક્રમશઃ)

આ પ્રકરણના લેખક છે: રોહિત સુથાર

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED