Vajan Ochhu karvana upaay books and stories free download online pdf in Gujarati

વજન ઓછું કરવાના ઉપાય

કમનીય કાયા એ દરેક માણસનું સ્વપ્ન હોય છે પણ તેના સ્વામી બહુજ ઓછા હોય છે. ભગવાને દરેકને કમનીય કાયા આપી જ છે, પણ તેની ઉપર લાદેલા માસ અને ચરબીના લોચાને કારણે આપણી આકૃતિ બેડોળ દેખાય છે. બાકી આપણું હાડપિંજર જુઓ તો ખબર પડશે દરેકને સરખા જ વળાંક હોય છે, કોઈ વ્યક્તિ પાસે કુદરતી જ આકર્ષક વળાંકો હોય છે અને સુંદર દેહયષ્ટિના માલિક હોય છે. જયારે મોટા ભાગની વ્યક્તિ પોતાની બેડોળતાને કારણે પીડાતી હોય છે. ઘણી વખત તો એવું પણ જોવામાં આવે છે કે બાંધો પાતળો હોય છે પરંતુ પેટ બહાર ધસી આવેલું હોય છે. આની પાછળનું મુખ્ય કારણ છે અયોગ્ય આહાર, અતિ આહાર, પેકેજ્ડ ફૂડ, જંક ફૂડ, કસરતનો અભાવ અને આજની સગવડ. આ બધા કારણોને લીધે વ્યક્તિ જાડી થતી જાય છે. યાદ રાખો વધતા વજનને કારણે ચિંતા થાય છે અને ચિંતાને કારણે એક શરીરમાં એક ચોક્કસ પ્રકારના હોર્મોન્સ ઉત્પન્ન થાય છે, જેને કારણે વજન વધુ વધે છે. ચાલો મિત્રો આજે આપણે વાત કરીયે કેવી રીતે પાતળું. થવું આશા રાખું છુ કે તમને આ લેખ ખુબ જ ઉપયોગી નીવડે.

પહેલા તો એક વાત ધ્યાનમાં રાખો પાતળા થવું એ એક ધીમી પ્રક્રિયા છે જેથી એક બે મહિનામાં જ પરિણામ દેખાય એવી આશા રાખવી નહિ.

જે લોકો પાતળા થવા માંગતા હોય તે સામાન્યપણે હસતા અને જાણે ફેશન અનુસરતા હોય તેમ ગર્વથી બોલતા હોય છે હું ડાયેટ પર છુ. મારે વજન ઓછું કરવું છે. જાણે લોકો વચ્ચે મોટું તીર માર્યું હોય એવું ય અનુભવતા હોય છે પણ સબૂર.. આમ કરવું ખોટું છે. તમારે જાડાઈ ઓછી કરવા એકદમ સામાન્ય રીતે જ કહેવું જોઈએ. એક રોગની જેમ સારવાર કરવા તમે જેટલા જાગૃત હોવ તેમ જ જાડાઈ ઓછી કરવા પ્રયત્ન કરવા જોઈએ.

એક કડવી પણ સાચી વાત એ છે કે જે પણ લોકો પાતળા થવા માંગતા હોય તેમને એક વાત સમજી લેવી જોઈએ કે એકાદ બે મહિના કે છ બાર મહિના સુધી ડાએટ કરવાથી તમે આજીવન પાતળા નહિ થઇ જાવ !!! યોગ્ય અને સમતોલ લેવાથી વજન ઓછું થશે તમને કપડાં થોડા ઘણા ઢીલા થશે પણ હરખમાં આવીને વધુ ખાવું નહિ. તમારે આ સમતોલ આહારને આજીવન માટે અપનાવવો પડશે નહિ તો પાછા જાડા થઇ જશો સિવાય કે તમારું શરીર કુદરતી રીતે જ ચરબી સંગ્રહવાનું ઓછું કરે.

ડાયેટ કરવાનો મતલબ સમતોલ આહાર લેવો. ડાયેટનો મતલબ ભૂખ્યા રહેવું એ બિલકુલ નથી. સમતોલ આહાર એટલે એવો આહાર જેમાં પ્રોટીન, વિટામિન, કાર્બોહાઇડ્રેટ, ફેટ બધાનો યોગ્ય પ્રમાણમાં સમાવેશ થાય.

જો તમે ચાહો તો આહારશાસ્ત્રીનો સંપર્ક કરીને શું ખાવું કેટલું ખાવું એ જાણી શકો છો નહિ તો આજકાલ સોશ્યિલ મીડિયા પર પણ તમારા જીવનશેલી અને ઉમર પ્રમાણે શું ખાવું તેની માહિતી ઉપલબ્ધ છે.

જો તમે આહારશાસ્ત્રી પાસે જશો તો તમારે ફી ચૂકવવી પડશે જેથી તમે પાતળા થવા વધુ ગંભીર થશો જેથી ધાર્યું પરિણામ મળી શકશે.

સામાન્યપણે પાતળા થવા માટે સાકર મેંદો મીઠું તેલ ઘી જેવી વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અને કાચા અને બાફેલા શાકભાજી, જુવાર, બાજરીનો સમાવેશ કરવો જોઈએ. મનગમતી વાનગી અઠવાડિયામાં એકવાર એક વખતના જમણમાં ચોક્કસથી લેવી.

થોડું થોડું કરીને પાંચથી છ વાર ખાવું. એક સાથે પેટ ભરીને જમવું નહિ. ભૂખ્યા તો જરાય ના રહેવું આમ કરવાથી વધુ ખવાય જશે. અગર તમે જોબ કરતા હોવ અને સાંજના વડાપાંવ સેન્ડવીચ, ભજીયા ખાવાની આદત હોય કે મન થાય તો પર્સમાં સૂકોમેવો રાખો. મન થાય તો એ ખાઈ લો. ચાટ મસાલાવાળું સલાડ પણ લઇ શકો છો જેથી ઘણી બધી કેલરી પેટમાં જતી અટકશે. ખાવાનું મન થાય તો ગીત સાંભળો, બે ઘૂંટડા પાણી પી લો, કઈ પણ ઈતર પ્રવૃત્તિ કરો.

સવારનો નાસ્તો જરૂરથી લો જેથી પૂરો દિવસ આરામથી જાય. બપોરનું ભોજન સામાન્ય હોવું જોઈએ અને રાતનું જમણ એકદમ હળવું રાખો.

જમતી વખતે નાના કોળિયા ભરો અને ચાવી ચાવીને ખાઓ.

જેમ આપણે પૈસા કમાવા માટે જીવનભર કામ કરીયે છીએ સારા દેખાવા માટે હંમેશા તૈયાર થઇ છીએ તેમ જ પાતળા થવા માટે જાડી વ્યક્તિએ જીવનભર આ સમતોલ આહાર અપનાવવો જ રહ્યો.

એક વાત કે પાતળા થવા વજન ઓછું થવા પર વધુ ધ્યાન ના આપવું, પણ તમને તમારા કપડાં કેટલા ઢીલા થાય છે તે ઘણું મહત્વનું છે.

રોજે દસ મિનિટ નાહવા માટે કાઢો છો તેમ જ દસ મિનિટ ગમતી કસરત કે યોગ કરવા માટે પણ કાઢો પછી જુઓ એ કેવું આવે છે પરિણામ. પણ મિત્રો થોડા વખત પછી કસરત છોડવી નહિ નહિ તો આકરું પડશે.

હંમેશા ખુશ. રહો લોકોને ખુશ રાખો. મદદ કરો. એક જગાએ બેસી ના રહેતા આંટા મારો ઘરકામમાં મદદ કરો તમે આપોઆપ પાતળા થવા માંડશો.

ચાલીશની કમર હોય તો દીપિકા પાદુકોણ જેવી કમરનું લક્ષ્ય રાખવું નહિ. તમે તમારા પોતાના બાંધા પ્રમાણે આગવા અને શક્ય હોય તેવા લક્ષ્ય રાખો અને જયારે એ લક્ષ્ય પ્રાપ્ત થાય ત્યારે આપ્તજનોને મીઠાઈ અને ચોકલેટ આપો અને તમે પણ એક નાનું બટકું ખાઈ શકો છો...!!

લગ્નપ્રસંનમાં કે તહેવારમાં મન મારીને ડાયેટ કરવાનું નથી યાદ રાખો તમારે ખુશ રહેવાનું છે તમે અવસર પર જે મન આવે તે ખાઈ લો પણ એ અવસર પછી વળી પાછા ડાયેટ પર ચાલ્યા જાવ.

પાતળા થવા માટે અકસીર ઉપાય છે ગરમ પાણી. આખા દિવસમાં તરસ લાગે ત્યારે ગરમ કરેલું પાણી જ પીઓ. તે તમારી ચરબી ઓછી કરવામાં કામ આવશે તેમ જ આખા દિવસમાં વધુ પાણી પીઓ. જમ્યા પેલા પાણી પીઓ જેથી ભૂખ ઓછી લાગશે અને શાસ્ત્ર પ્રમાણે જમ્યા પછી મોં સાફ થાય એટલું જ પાણી પીવું હોઈ.

આપણે ગુજરાતીઓ હંમેશા ગળ્યું અને તળેલું ખાતા જ હોઈએ છીએ, ત્યારે ઘરની એક વ્યક્તિ જે વજન ઓછું કરતી હોય તેને માટે થોડી મુશ્કેલી સર્જાઈ જાય છે કારણ કે તેને પણ મન લલચાય છે અને પછી એકલા માટે અલગ રાંધવાનો કંટાળો આવે છે. માટે અહીં ઘરના એ ખાસ સહકાર આપવો જોઈએ તેમને જેથી તેનું મનોબળ ના તૂટે અને પોતાના ધ્યેયને વળગી રહે.

લ્યો મિત્રો જયારે તમે વજન ઓછું કરવાનો નિર્ણય લઇ જ લીધો છે તો હજી એક કામ કરી લો કમિટમેન્ટ આપો. કમિટમેન્ટ એટલે કે તમારી નજીકની વ્યક્તિ કે પછી પ્રિય વ્યક્તિને કહો કે હું વજન ઓછું કરીને જ રહીશ. જુઓ પછી તે માટે તમે પાછા તો નહિ જ પડો. બીજો ઉપાય છે કે મંદિર જાઓ. હા મંદિરમાં જાઓ અને ભગવાન સામે સંકલ્પ કરો કે આજથી હું બહારનું કે ઘરનું તળેલું ગળ્યું ખાવાનું છાશવારે નહિ ખાવ. ઘરમાં ઉંમરમાં નાની વ્યક્તિ હોય તેને પ્રોમિસ આપો કે હું વજન ઓછું કરીને બતાવીશ. અને જયારે પણ તમારું મનોબળ ડગમગે આ લેખ ફરી વાંચી લો પછી જુઓ તમે કેમે કરીને પાછા નહિ પડો તમારા ધ્યેયથી.

તો મિત્રો હું રાહ જોવ છુ કે આ લેખ વાંચ્યા પછી ચાર છ મહિને જયારે તમારું વજન ઓછું થાય તો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો કે શું તમને તમારું લક્ષ્ય પ્રાપ્ત થયું કે ?

***

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED