અધિનાયક Scene :- 14 vanraj bokhiriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધિનાયક Scene :- 14

SCENE: - 14

- “એ દિવસે મેં ધૃતિને કહ્યું હતું તે જ રીત અનુસરીને Mr ગજેરા ભાનમાં આવે તે પહેલાં જ Mr ગજેરાને hospital થી કોઈ ઊઠાવી ગયું, ક્યાંક ધૃતિ તો નથી..” ઘરે જતાં સમયે PI વાનાણી વિચારોમાં અટવાઈ ગયાં, “આખો ઘટનાક્રમ કંઈક તો દર્શાવે છે, પણ મારા ધ્યાનમાં નથી આવતું! યશનિલ-વિરાગનું accident-Mrs ધર્મિષ્ઠા ગજેરાનું Kidnapping-ધનરાજ mansion માં માત્ર documents ની જ ચોરી-Mr ગજેરા પર જીવલેણ attack-ધૃતિનું પણ kidnapping અને સડક પર ઘાયલ અવસ્થામાં મળવું. ધૃતિનો વર્તાવમાં બદલાવ..” PI વાનાણી મગજ દોડાવી રહ્યાં હતાં, “એક minute!” ચાલતાં-ચાલતાં PI પોતે જ અટકી ગયાં, “Dr પારડીવાળાને કેમ ખબર કે ધૃતિને મારી સાથે relationship છે?.. આ વાતની જાણ મારા family સિવાય કોઈને ખબર નથી. એ લોકોને કોઈપણ directly કે indirectly જાણી જાય તેવા તો નથી. ધૃતિની serial સફળ થાય એ પછી અમે જાહેર થવાનાં હતાં. તો પછી કોણ?..” PI ને આ વાત ખટકવા લાગી, “તે દિવસે ધૃતિને મળવા ગયો હતો એ સાંજે જ આ બધી ઘટના ઘટી. ત્યારે નઝર રાખવાની શંકાના કારણે એક યુવક સાથે ઝઘડો તો થયો હતો. ત્યારે યશનિલ પણ ધૃતિને મળવા આવ્યો હતો. એ તો સારું કે યશને શંકા ન ગઈ. ખરેખર એ છોકરો મારી કે ધૃતિ પર નઝર રાખી રહ્યો હતો કે પછી?.. તે સાંજે જ આ બધી ઘટનાઓ ઘટવા લાગી..” PI એક પછી એક clues ચકાસી રહ્યો હતો. ત્યાં mobile રણકી ઉઠ્યો. “5 minute માં office આવ્યો.” office થી call આવ્યો. Call cut કર્યો. “Oh my god! ધૃતિના બતાવ્યા પ્રમાણેના જેટલાં શકદારો પર watch રાખી હતી એ બધા office આવી પહોંચ્યાં. ભારે કરી.”

***

- “અમો સમાજના જવાબદાર નાગરીકો છીએ, તમે અમારા call trap કરો, call trace કરો, અમારા ઘર-અમારી office પર નઝર રાખો, આ ક્યાં કાયદામાં આવે છે. અમારો ગુનો શો? શું તમને અમો ગુનેગાર દેખાઈએ છીએ?” વરાછા police station માં શહેરનાં નામી-પ્રબુદ્ધ આગળ પડતાં આશરે 20-25 નાગરીકોના જુથે હલ્લો બોલાવ્યો, Staff માટે પરીસ્થિતી સંભાળવી મુશ્કેલ થઈ ગઈ, “અમે શું ધનરાજભાઈ પ્રત્યે બદલાની ભાવના રાખીને આવા ગુના કરવાના? અમે વેપારીઓ છીએ. Business માં loss જાય તો business ની રીતે જ ભરપાઈ કરી લઈએ! કોઈની બૈરી ઊઠાવીને બદલો શાને પુરો થઈ જવાનો? બીજા field ની તો વાત ક્યા કરવાની? શૈક્ષણિક રીતે શું હરીફાઈ કરવાની હોય? ધનરાજભાઈ આગળ આવે તો સૌથી વધારે ખુશી અમને જ થવાની ને? ગુનાની વાત કરો છો!!!” Businessmen, educationalist, lawyers, doctors, leaders સહિતના લોકોએ police કાર્યવાહીનો ભારે વિરોધ નોંધાવ્યો.

“તમારા બધાની વાતો શિરોમાન્ય છે, પણ...” આ બધા વચ્ચે અંતે PI વાનાણી આવી પહોંચ્યો.

“..પણ. શું?” નાગરીકોનું જુથ PI આગળ ઊભું રહ્યું.

“જો અમે તમારી directly inquiry કરવા જાત તો શું તમે કાયદામાં આવીને અમને inquiry કરવામાં મદદ કરત? તમારા ઘરમા 10 gram ની gold chain ચોરાઈ ગઈ હોય તો તમે ઘરના તમામ સભ્યોની તપાસ કરો કે નહિં? ચોર તો એક જ નીકળવાનો ને? છતાં શંકા તો બધા પર કરવી પડે કે નહિં? બસ! આ જ અમે કરીએ તો તમે બધા હોહા કરી દ્યો છો. શંકા તો બધા પર કરવી પડેને? અમે જો બધાને એકેએક કરીને inquiry કરીએ તો તમે સૌ એકબીજાને ખો આપી દ્યો. એવું ન થાય અને તમારો એકબીજા પર વિશ્વાસ ન ટુટે એ માટે અમારે તમારા call trap કરવા પડ્યાં, we r sorry for your troubles!” PI વાનાણીએ તમામને સંતોષ થાય તેવો જવાબ વાળ્યો.

“તમારી Inquiry 100% સાચી! વાનાણીસાહેબ! પણ અમારી secrecy નો ખ્યાલ રાખજો.” આગેવાનો શાંત થયાં, Police બધાની પુછપરછ કરીને જવા દિધાં, ઘણાં આગેવાનોનો Mr ગજેરા સાથેનો અણબનાવ સામે આવ્યો, પણ, તેઓ આ હદે જાય એવા ન હતાં.

“Sir! કુલ 25 લોકોને બોલાવાયા હતાં. જેમાંથી 23 આવ્યા છે. 2 વ્યક્તિ નથી આવ્યાં.”

“કોણ 2 લોકો નથી આવ્યા?” constable એ બધાં આગેવાને તપાસાયા બાદ 2 નામ સામે આવ્યા જે police station નહોતાં આવ્યા. PI વાનાણીને જણાવાતા PI એ પૂછ્યું.

“Sir! First is underworld don! અફરોઝ સટ્ટા! હવાલાકાંડ-સટ્ટો-દારુની હેરાફેરી-ખડણી ઊઘરાવવી એ તેનું મુંખ્ય ધંધો! South ગુજરાતમાં મુંબઈ સુધીનો પટ્ટા પર દાદાગીરી કરે તે અફરોઝ સટ્ટાનો સાગરીત તૌકિર બાટલીવાળા નથી આવ્યો.”

“તેની કોઈ શંકાષ્પદ હિલચાલ? અને અફરોઝ સટ્ટા તો મરી ગયો છે police Encounter માં!..”

“તો તમારી ભુલ થાય છે. Sir! અફરોઝ સટ્ટા મરી જ ગયો છે તેની કોઈ સાબિતી આપણી પાસે નથી. દુનિયા સામે તે મર્યો હશે. પણ. બાતમી છે કે તે જીવતો હોવો જોઈએ!” PI કરતાં constable ને વધારે વિશ્વાસ હતો.

“..& second one?”

“ઋષિકેશ મણિયાર! ગૌવર્ધનલાલ મણિયારના દિકરાં અને Mrs. ધર્મિષ્ઠાબહેન ગજેરાના નાનાભાઈ! હાલ તે london રહે છે. પણ. અહિં તેમનો business છે. Mr ગજેરાના કટ્ટર વિરોધી છે, 5 વર્ષ પહેલાં ગૌવર્ધનલાલ મણિયાર property case માં Mrs ગજેરા જીતી ગયાં હતાં. આ ઉપરાંત Mr ગજેરાની property પર ઋષિકેશ મણિયારે દાવો કર્યો હતો. પણ તેઓ સફળ થતાં નથી. આ અંગે case થાય એવા વારંવાર પ્રયત્નો કરે છે પણ Mr ગજેરા પાસે ગેરકાયદે સંપતિ ન હોવાથી સફળ થતાં નથી..”

“Ok! તો મામલો આ છે. Property! ધૃતિના કહેવા પ્રમાણે ચોરાયેલ documents Mr ગજેરાના sign વગર નકામા છે કદાંચ એટલે ત્રણેયનું kidnapping થઈ રહ્યું છે. કદાંચ કોઈ એકની sign થી કામ થઈ જાય..”

“પણ, sir! એમજ હોત તો એ લોકો સૌથી પહેલાં જ Mr ગજેરાનું kidnapping કરેને? તો પછી Mrs. ગજેરાનું kidnapping કરવાનું કોઈ કારણ જ નથી રહેતું!”

“બની શકે કે Mrs. ગજેરાનું kidnapping Mr ગજેરા પર pressure create કરવા કર્યું હોય.”

“તો sir! એકાદ call તો આવ્યો હોત. 4 દિવસ થયા પણ કોઈ call આવ્યો હોય તેવું જાણ્વા મળ્યું નથી..” વર્ષોનો અનુભવી constable PI ની દરેક clue reject કર્યે જતાં હતાં.

“ધનજંય!” અચાનક અન્ય 2 stared officer ની entry થઈ. ધનજંય એને ઓળખી ગયો. ધનજંય પાસે ગયો ને shake hand કર્યું.

“ધનજંય તારી રજાઓ હવે શરૂ થઈ ગઈ, commissioner સાહેબે મને appoint કર્યો છે,” in charge inspector એ કટાક્ષ કર્યો. જોકે PI વાનાણીને જરાય ખુચ્યુ ન હોય તેમ હંસતો-હંસતો office ચાલ્યો ગયો.

***

- “..નહિં..વિરાગ!” સવારનાં સમયમાં હવેલી જેવું મકાન ભાનમાં આવેલ ધનરાજભાઇની ચીસોથી ગુંજી ઊઠ્યું. લંબગોળ ચહેરા પર દાઢી વધી ગઈ હતી, Hospital apron હજુ શરીરે હતું, ભાનમાં આવતાં જ ઊભા થઈ ગયેલ ધનરાજભાઈ ચારેબાજુ નજર કરવા લાગ્યા.

“પપ્પા! પપ્પા!” ધનરાજભાઇને ભાનમાં આવતાં જોઈ ખુશ થતી ધૃતિ બહારથી દોડતી આવી, “thank god! પપ્પા તમે ભાનમાં આવી ગયાં.”

“ધૃતિ! મારી દિકરી તું આવી ગઈ,” ધૃતિને જોઈને ઉત્સાહમાં આવી ગયાં ધનરાજભાઈ! ઉત્સાહમાંને ઉત્સાહમાં ધૃતિ પાસે જવાં ઉભા થવા ગયાં પણ પગ તો..! ધૃતિ સામેથી પપ્પાને ભેટવા ગઈ ને ભેટી પડી. “ધૃતિ! મારી દિકરી! કેમ છે તને? ધર્મિષ્ઠા ક્યાં છે? મારો વિરાગ ક્યાં? એ દેખાતો નથી? એને ખબર તો છેને કે હું ક્યાં છું? આપણે ક્યાં છે? આ તો..”

“બસ! પપ્પા! વધારે બોલો નઈ! આપણે ઉભરેટ farm house માં છીએ..”

“કેમ?” ધનરાજભાઈએ સતાવાહી સ્વરે બોલી ઉઠ્યાં, ધૃતિએ 5 દિવસ દરમ્યાન બનેલ ઘટના વર્ણવી નાખી, Mr ગજેરા આઘાત પામ્યા.

“વિરાગ...” વિરાગના મૌતની ખબર સાંભળતાં જ જાણે સ્વજન ગુમાવ્યો હોય તેમ પોક મૂકીને રડવા લાગ્યા Mr ગજેરા! ધ્રૃસકે-ધ્રૃસકે રડવા લાગ્યા.ધૃતિ તો જોઈ જ રહી.

“Dad! તમારામાં લાગણી કે પ્રેમ જેવું કાંઈ છે કે નહિં? યશ મૌતના મુખમાંથી માંડ બહાર આવ્યો, mummy kidnapped છે. તેમનો કોઈ પત્તો નથી. હું kidnappers થી માંડ-માંડ છુટ્ટી છું. આબરૂ જતાં-જતાં ને મરતાં-મરતાં બચી છું ને તમને માત્ર વિરાગ માટે જ રડો છો. એક 2 કોડીના અડિયલ ટટ્ટું ____ જેવા વિરાગને માટે તમે..”

“ધૃતિ!...” Mr ગજેરાને ધૃતિને રોકવી પડી, “એક શબ્દ પણ વિરાગ વિરુધ બોલી છે તો હું...”

“તો શું? Dad!” ધૃતિ પણ આ જ તકની રાહ જોઈ રહી હતી, “2 વર્ષ પહેલાં આવેલ એક ____ તમને મારા કે યશનિલ કરતાં વધારે વ્હાલો લાગે છે, વધારે પોતાનો લાગે છે? ઘરનાં તમામ વાતોમાં તેનું જ ચાલે. દરેક વાતમાં માથું મારવું. અમારી કોઈ વાત ન ચાલે. મમ્મીને દરેક વાતે ઉતારી પાડતો એ વિરાગ તમને વધારે પોતાનો લાગે છે. ક્યારેક તો લાગે છે કે વિરાગ તમારો સાંચો દિકરો હતો ને અમે તમારા અનૌરસ..”

“બસ! ધૃતિ! બસ! એ વાત જ નથી,”

“..તો પછી શું વાત છે? Dad!” ધૃતિ બોલી ઉઠી ને Mrs ગજેરા ચુપ થઈ ગયાં.

***

- પુરી રાત News channels માં top trend માં રહ્યાં યુવરાજના હાથે નવિનભાઈ પટેલની હત્યાને લગતાં news! દેશ-વિદેશમાં આકરાં પ્રત્યાઘાતો મળ્યાં.

- “અમે છેલ્લાં 17 વર્ષથી કહિએ છીએ કે આ સરકાર પરીવારવાદ –આપખુદશાહી-સરમુખત્યારશાહીથી ચાલતી સરકાર છે, તેમને ગૃહમંત્રી અને પોતાના પરીવારમાંથી આવેલ યુવા પ્રમુખ નડતાં હતાં એટલે જ એક કાંકરે અનેક પક્ષી મારવામાં માહિર આ મૌતનાં સૌદાગરે નવિનભાઈની હત્યા કરાવીને સાથે-સાથે યુવા પ્રમુખનો કાંટો કાઢી નાખ્યો. અમે આ મુદ્દાને ગુજરાતભરમાં ઊછાળીશું. ગૃહમંત્રી વગરની આ સરકાર રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા કેવીરીતે જાળવી શકશે? અને જો ન જાળવી શક્તી હોય તો પ્રજાનાં હિતમાં બોલું તો અમારુ માનવું છે કે આ સરકારે નૈતિક્તાના આધારે સામુંહિક રાજીનામું આપી દેવું જોઈએ..” પાલડી. અમદાવાદ ખાતે “ અખીલ ગુજરાત સેવા પક્ષ” ના પ્રમુખ હરીસિંહ ઠાકોર office એ media બોલાવી પોતાના અને પક્ષના રજુ કરી રહ્યાં હતાં. નારીયેળ જેવું બરછટ ટાલવાળું માથું. શ્યામવર્ણ ચહેરો. ઊચાં મજબુત બાંધા પર નેતાછાપ ખાદીનો ઝભ્ભો-પાયજામા પહેર્યા હતાં. આક્રમક રીતે સરકારની નીતિ પર પ્રહાર કરી રહ્યાં હતાં. પક્ષના વરીષ્ઠ આગેવાનો હાજર હતાં, Media સાથે સવાલ-જવાબ થઈ રહ્યાં હતાં.

“Sir! ધારો કે એ રાજીનામું ન આપે તો? આગળ કેવા પ્રકારના પગલાં લેશો તમે સરકાર વિરૂદ્ધ? ધરણાં કરશો? કે પછી ચક્કાજામ-રસ્તારોકો આંદોલન કરશો?” એક reporter નો સવાલ! હરીસિંહ ઠાકોર હંસવા લાગ્યા.

“ભાઈ! એ બધા યુવાનોને-બાળકોને રમવાના હથકડાં છે. અમે તો મહાત્મા ગાંધીના સ્થપિ આદર્શો પર ચાલવા વાળા છીએ. અમારા બળદેવસિંહ સોલંકી કે જેઓ 80 ના દાયકામાં મુખ્યમંત્રી રહીને ગુજરાતનો સર્વદિશાએથી સર્વાગીં વિકાસ યજ્ઞ આરભ્યો હતો તેવા ગુજરાતની પરીકલ્પના સાથે ‘પુર્ણસર્જન ગુજરાત’ અભિયાન આરંભીશું. જે ગામે-ગામ ફરીને ગુજરાતનું પુર્ણસર્જન કરવાં કેવા-કેવા પગલાં લેવા જોઈએ તેની નાના-માં-નાના માણસ સાથે સલાહ-વિચાર-વિમર્શ કરીશું. આ સરકાર 6 કરોડપતિઓની સરકાર છે. જેને સત્તામાં રહેવાનો હક્ક નથી, જેને ગુજરાતની 6 કરોડની પ્રજા આકરો જવાબ આપશે! આભાર!” પોતાનો જવાબ પુર્ણ કરતાં જ કાર્યાલય તરફ ચાલવા લાગ્યા. Reporter કંઈ પુછે કે કાર્યાલયમાં ઘુસે તે પહેલાં security guards એ તેમને દુર કર્યા.

“બાપુ! તમે પુરૂષોત્તમ રાવળની નસ-નસના જાણતલ છો. છડેચોક મોઢે-મોઢ કહી દ્યો એવા છો. દિવ્યરાજકાકા-યુવરાજ વિશે ઝીણી-ઝીણી વાતો જાણો છો. ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રમાં તમારી પકડ છે. છતાં. સત્તા મેળવવાનો પન્નો હમેંશા ટુકો કેમ પડે છે?” ખાદીધારી સાથી નેતા AC office માં બાપુ સાથે બેસતાં જ બોલી ઊઠ્યો, AC corporate office માં ઘુડખર પક્ષી સાથે ત્રીરંગી ઝંડા દિવાલ પર મઢેલ હતો. સાથે-સાથે પક્ષના ભુતકાળ-વર્તમાનના મજબુત નેતાઓના photo ટાંગેલ હતાં.

“અરે મારા વ્હાલા! રાજકારણનું બીજું નામ જ શતરંજ છે. રાજા બધી રીતે ઘેરાયેલો હોવાં છતાં બહાર કેમ નીકળવું એ કળા જ એને વિજેતા બનાવે છે, આપણી એ કળા હવે ભુલાય ગઈ, એક સમયે અમદાવાદમાં કામ માટે આવ્યો હતો. અનંતસાહેબને સાથે 10-15 કામ કર્યું. સાથે મળીને company રચી. Company ને કારણે બન્ને માલામાલ થયાં, Kevin broad ની સાથેની મિત્રતાને કારણે અને short cut થી ઔર માલામાલ થવાની લ્હાયમાં company સાથે દગો કર્યો અને અનંતે દુર ફંગોળ્યો, કમનસીબ કોમીરમખાણોમાં સંડોવાયો ને પુરૂષોત્તમ રાવળે આદત પ્રમાણે મારો કાંટો કાઢી નાખ્યો. આપણે તો ક્યાંયનાં ન રહ્યાં. એ તો સારૂ કે છોટુભાઈ સાથે ઘરોબો હતો એટલે આ પક્ષે સાચવી લીધો. 17 વર્ષથી એમ લાગે કેભાંગ્યું-ભાંગ્યું તોય રજવાડું તો સચવાયું એટલે ભયોભયો! બસ! એક વસવસો રહેશે કે તસ્લીમાબાનુની મદદ ન કરી શક્યો. તે મારો ગુનો! નહિંતર આજે સત્તા આપણાં હાથમાં હોત! મને તક ઝડપતાં ન આવડી.” બાપુના ચહેરા પર અફસોસ સ્પષ્ટ દેખાય આવતો હતો, “આ તો રાજકારણમાં ટકવા માટે પુર્ણસર્જનના છમકલાં કરવા પડે! બાકી આપણને યુવાનોને આકર્ષવા પુરૂષોત્તમની માફક સાયકલ પર બેસીને photo show કરતાં ન આવડે. Social sites પર હોવા છતાં લોકો સાથે connect રહેતાં નથી આવડતું.” બાપુ વાતો કરતાં હતા ત્યાં તેમનો call રણક્યો.

“બોલ! પરાક્રમ! શું પરાક્રમ કર્યું સ?(જવાબ આવ્યા બાદ) ઓવે! તું નરોડા જઈ આવ કે. ઘોરે મલીયે કે! ઓવે! ઓવે! પેલ્લો વકીલ આયો સ ને એને રહેવાની સુવિધા કરી આલજે. નવો સે શહેરમાં તો handle ન કરી શકે ને!( સામે જવાબ મળતાં ) ઓવે! ઓવે!” બાપુએ call cut કર્યો, “મારો દિકરો પરાક્રમસિંહ! સાબરમતિ-ઘાટલોડિયા ખાતે catering-લગ્ન માટે મંડપ service ચલાવે છે. તેના નસીબ તો જુઓ! આખી દુનિયાના જોડાંને મળાવતો મારો પરાક્રમ 35 વર્ષે પણ વાંઢો જ રહ્યો. તેની બેય નાની બહેનો પરણી ગઈ. પણ. ખબર નહિં પરાક્રમને ક્યાં ગ્રહનાં પરાક્રમ નડે સ કે તેના લગ્ન નથ થતાં કે ભઈ!” પુત્ર વિશેની વાતોમાં વધારે ખોવાઈ ગયાં. જેવું લાગ્યું કે વધારે થાય છે કે! “ચાલો! ચાલો! કામની વાત કર્યે કે...” Office માં હાસ્યનું મોજુ ફરી વળ્યું.

***

“આખરે અભિનવે પોતાનું વચન પાળી બતાવ્યું, યુવરાજનો કાંટો આખરે કાઢી નાખ્યો, આખરે ધર્મનો જય થઈને જ રહ્યો, મારી વર્ષોની તપશ્ચર્યાનું ફળ મળવાનું શરૂ થઈ ગયું, મારી શક્તિઓ જાગ્રત થઈ રહી..” યુવરાજની ધરપકડથી સૌથી વધુ ખુશ તો સ્વામી સત્યાનંદ હતાં. સવારનાં છાપાં હાથમાં લઈને ગૌરાંગી વાંચી સંભળાવતી હતી. સ્વામી પોતે ઉચાં આસન આડાં પડ્યાં હતાં સેવિકાઓ તેમની ચંપી કરી રહી હતી. શરીર પર માત્ર લંગોટ જ પહેરી હતી.

“સ્વામીજી! હવે આપણે વચન પાળવાનું છે. અભિનવને અધિનાયક જાહેર કરવો પડશે..” ગૌરાંગીએ યાદ અપાવી. સ્વામીએ સેવિકાઓને અટકાવી. ઊભા થઈ ગયાં. ગૌરાંગી સ્વામીની આ ચેષ્ટા સમજી ન શકી, “સ્વામીજી! તમને કોઈ શંકા હોય એવું લાગી રહ્યું છે. શું તમને અભિનવની યોગ્યતા પર સંદેહ છે? કે કોઈ અન્ય મનમાં છે?” ગૌરાંગી સ્વામી સત્યાનંદના મનને વાચવાનો નિરર્થક પ્રયાસ કરી રહી હતી. સ્વામીએ હાથના ઇશારે ગૌરાંગીને વિચાર-બોલતાં અટકાવી.

“એક નહિં, અનેક શંકાઓ-વિચારોએ મારા મન પર કબ્જો કરી રાખ્યો છે, અભિનવની મને ચિતાં નથી, તે હમેંશા Kevin broad ની કઠપુતળી બનીને જ રહેવાનો! આપણે અભિનવ પર નહિં આ Kevin પર ધ્યાન રાખવાનું છે. તેને જ સાચવવાનો છે. પણ મને નરૂભાનો વિચાર આવે છે. એ માણસનો કોઈ ભરોસો નથી. ક્યારે- કોની પાટલીએ બેસી જાય એ નક્કી નહિં! એથી પણ સૌથી મોટી ચિતાં તો આ બધાના ભવિષ્યની છે,” સ્વામીને આટલાં ચિંતિત ગૌરાંગીએ ક્યારેય નહોતાં જોયાં.

“ભવિષ્યની? એ તો હમેંશા અનિશ્ચિત જ રહેવાનું ને? સ્વામીજી! તમેજ તમારા ભક્તજનોને ભવિષ્યની ચિતાં ન કરવાની સલાહ આપતાં રહેતાં હો છો. તો પછી આજે તમેજ?..”

“ગૌરાંગી! જાણે-અજાણે યુવરાજને ઠેકાણે કરવાની લ્હાયમાં Kevin એ નવિન પટેલ પાસે રહેલી સૌના ભવિષ્યની ચાવીનું ભવિષ્ય જ અનિશ્ચિત કરી નાખ્યું,”

“સ્વામીજી! હું તમારી વાતો સમજી નથી શકતી. તમારા કહેવાનો આશય હું સમજી નથી શકતી”

“એ તારે સમજવાની જરુર પણ નથી” સ્વામી સત્યાનંદ સહેજ આદેશત્મક સ્વરે બોલ્યા, ગૌરાંગી ચુપ રહી ગઈ, “એ ઘર પર નજર રાખો, કોઈ શંકાષ્પદ જણાય તો મને સૌથી પહેલાં જાણ થવી જોઈએ!” બીજો આદેશ વછુટ્યો, “બોલ! બીજુ કોઈ સમસ્યા?”

“સાગરીકા પટેલ!” ગૌરાંગી બોલી ઊઠી, “તેણીએ પુનમે થતી વિધી જોઈ લીધી હતી. Videography પણ કરી હતી, એ તો મેં ડર બતાવ્યો એટલે ચુપ રહી!”

“..તો? તેમાં ચિંતાં જેવું શું છે? છોકરી જ છેને! તેણીને શાંત કરતાં-ચુપ કરતાં કેટલી વાર લાગે?” સ્વામી સત્યાનંદને સાગરીકાની કોઈ ફિકર ન હતી, “તું તારું કામ કર! સાગરીકાને હું સંભાળી લઈશ. જો વચ્ચે આવી તો..! અને અભિનવને અધિનાયક જાહેર કરવા 2-3 અઠવાડિયા બાદ કોઈ ધર્મસભા આયોજીત કરી લઈશું. જા! તું તારૂં કામ કર!” સ્વામીએ ગૌરાંગીને નિશ્ચિત કરી. ગૌરાંગી ધ્યાનગૃહથી બહાર ગઈ અને પોતાના કામે વળગી.

***

“કાકા! તમને જે ઠીક લાગે તે કરો. મને તો આ court case માં કંઈ ગતાગમ ન પડે, તમે જે કહેશો એ હું કરીશ, આપણે ગમે તે કરીએ, પણ, પપ્પા તો નહિં આવે જ ને?” સવારે જ્યારે ખુશાલભાઈએ જીજ્ઞાસાબહેનને નવિન પટેલ murder case લડવાની ભલામણ કરી છે એ જાણ નિત્યાને કરી ત્યારે નિત્યાએ સહમતિ દર્શવી. પણ. તેણીના આંખોમાંથી હજુ આંસુ સુકાતાં ન હતાં. પાસે બેઠેલ ગંગા- સાગરીકા નિત્યાને સંભાળવા લાગી.

“બેટા! નવિનભાઈ તો..! પણ આપણે તેમના આત્માને શાંતિ વળે એ માટે તેમના હત્યારાને સજા તો આપવી જ જોઈએને!” ખુશાલભાઈએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, “તે માટે તારે હિમ્મત તો રાખવી જ પડશે. નવિનભાઈના આત્માને પણ શાંતિ મળશે એ જોઈએને કે તેમની દિકરી કેટલી મજબુત થઈને પરીસ્થિતીનો સામનો કરે છે. અમે તારી સાથે દરેક પરીસ્થિતીમાં ઊભા જ છીએ. હવે જ સ્તો! તારે આગળ વધવાનું છે, Fashion designer બનીને નવિનભાઈનું નામ રોશન કરવાનું છે..” ખુશાલભાઈએ હિમ્મતા આપી.

-”ખુશાલ પટેલ!” hall માં વાતો થઈ રહી હતી ત્યાં જ main door થી પડકારા સંભળાયાં, ભારે-ભરખમ- મોટો અવાજ! સાંરા-સાંરા યોગીનું ધ્યાનભમગ થઈ જાય. જ્યારે આ તો સામાન્ય માણસો! વાતચીતનો લય ટુટ્યો અને સૌનું ધ્યાન દરવાજા પર ઊભેલ કાળાં overcoat વાળી madam પર ગયું. જમણાં હાથ પર files. ખભે મોટુ purse, ભરાવદાર મજબુત બાંધા પર સાડી પહેરેલી. મોટી આંખો ચારેતરફ ફરી વળી. ચહેરા રુઆબ છલકાતો હતો. નિત્યા સિવાય સૌ એ lady પાસે ઊભા રહી ગયાં.

“જીજ્ઞાસા બહેન!” ખુશાલભાઈ બોલી ઊઠ્યાં, જોકે ખુશાલીભાઈ આગળ બોલે તે પહેલાં જીજ્ઞાસાબહેને હાથ ઉંચો કરીને અટકાવ્યાં, Hall માં બેઠેલ સફેદ ડ્રેસ વાળી નિત્યા પાસે ગયાં, નિત્યા તેમને જોતાં જ ઊભી થઈ ગઈ.

“ખુશાલભાઈ! હું સૌથી પહેલાં નિત્યા સાથે એકાંતમાં મળીશ. પછી crime scene એ જઈશું. Magistrate સાહેબ out of city છે. કાલે આવવાના છે. કદાંચ કાલે યુવરાજ રાવળની પેશી થશે. સોમવાર સુધીમાં આપણને document મળી જશે એટલે આપણે court માં case file કરી શકીશું. તે પહેલાં હું નિત્યા સાથે બધું clear કરી લેવા માંગુ છું.”

“Madam! આ બધા મારા સ્વજન જ છે. તમે..”

“છોકરી! આ મારી style છે, જ્યાં સુધી અસિલ પોતે conform ન થઈ જાય, ત્યાં સુધી હું ત્રીજી વ્યક્તિને વચ્ચે નથી લાવતી. લાગણીઓનાં પ્રવાહમાં તણાઈને લેવાતાં નિર્ણયો જો દોષીને મુક્ત કરાવી દે તો. વાક કોનો કાઢવો? સામાન્ય માણસોના માનસમાં court-Lawyer વિશે જે માન્યતા ઘર કરી ગઈ છે. તેમાં આવા લાગણીસંભર અને અવિચારી નિર્ણયોએ મોટો ભાગ ભજવ્યો છે. હું નથી ઈચ્છતી કે તું આવી ભુલ કર!” Lawyer જીજ્ઞાસાબહેન ગઢવી સ્પષ્ટ કર્યું અને નિત્યાને લઈ ગઈ.

- અડધી-પોણી કલાક ચાલી. પટેલ family અજંપા સાથે બન્ને lady ની રાહ જોઈ રહી.

“પપ્પા! આટલી જલ્દી મેમને બોલાવવાની શી જરૂર હતી? કમસેકમ નિત્યાનો તો વિચાર કરાય!”

“મને શી ખબર કે આ મહામાયા આટલી જલ્દી આવી જશે? ખરેખર! પોતાના કામ પ્રત્યે જબરો લગાવ છે. મેં તો 2-4 દિવસની પછી જ આવવાની વાત કરી હતી,” ખુશાલભાઈ hall માં જ એક છેડેથી બીજા છેડે ચાલી રહ્યાં હતાં. એક તો જાડાં માણસ અને પાછા ઝડપી ચાલવાના કારણે હાંફી રહ્યાં હતાં, પરસેવે રેબઝેબ થઈ રહ્યાં હતાં. છેલ્લે તો હાફતાં-હાફતાં sofa પર બેસી ગયાં. જેવા ખુશાલભાઈ sofa પર બેઠાં કે room નો દરવાજો ખોલાયો. જીજ્ઞાસાબહેન-નિત્યા બહાર આવી. ખુશાલભાઈ તરંત જ ઊભા થઈ ગયાં. બન્ને sofa પાસે આવી, “જીજ્ઞાસાબહેન?” ખુશાલભાઈને પૂછવું તો હતું પણ અટકી ગયાં. જીજ્ઞાસાબહેન ચારેયની આંખોમાં એક જ સવાલ વાંચી રહ્યાં હતાં, પણ બોલવાની કોઈને હિમ્મત નહોતી.

“આમ જોઈ શું રહ્યાં છો? નિત્યાએ મને નવિનભાઈ પટેલ murder case તેની lawyer તરીકે hire કરી છે.” હસતાં-હસતાં જીજ્ઞાસાબહેને જાહેર કર્યું. સાગરીકા-ગંગા નિત્યા પાસે આવી.

“હાશ!” ખુશાલભાઈએ હવામાં નમસ્કાર કરતાં બોલ્યાં, “મને વિશ્વાસ છે કે આ case માં સત્યનો જય થશે!”

“નિત્યા! R u happy?” સાગાએ નિત્યાનો હાથ પકડીને પૂછ્યું, “તું તૈયાર તો છેને?”

“જીજ્ઞાસાબહેને મને હિમ્મત આપી અને ખાતરી આપી છે કે તેઓ પપ્પાને ન્યાય અપાવેને રહેશે.” નિત્યાના ચહેરા પર મક્કમતા દેખાઈ રહી હતી.

***

- “શું? તમે યુવરાજને સાબરમતિ jail transfer કરી દિધો? અમને જાણ તો કરાયને! ક્યાં કાયદામાં લખ્યું છે કે એક નિર્દોષને તમે વગર કોઈ સાબિત થયેલ ગુનાએ central jail transfer કરી નાખો? તમને કાયદાની ભાન છે કે નહિં?” Police station માં હોબાળો મચી ગયો યુવરાજને મળવા આવેલ દિવ્યરાજદાદા સહિતના પરીવારજનોને ખબર મળી કે યુવરાજને રાત્રે જ સાબરમતિ jail transfer કરાયો. દિવ્યરાજદાદાએ તો inspector સહિતના staff નો ઉધંડો લીધો, Lawyer શહેરા પણ હજુ આવ્યા ન હતાં, તેમની સાથે દેવીકાબહેન-અધિવેશ-Dr યુવિકા અને અભિનવને CM રાવળે મોકલ્યો હતો.

“અરે! દાદાજી! મારી વાત તો સાંભળો! રાત્રે બે ચોર પકડ્યા. બન્ને રીઢા ચોર હોવા છતાં અમારે તેમને યુવરાજભાઈ સાથે રાખવા પડ્યાં. લગભગ! રાત્રે 2 વાગ્યે બોલાચાલીમાં ત્રણેય વચ્ચે હલકી એવી ઝપાઝપી થઈ, એટલે અમે યુવરાજભાઈ સાથે આગળ જતાં આવું ન થાય એ માટે અમે તેમને central jail sift કર્યાં અને જરૂરી નથી કે ગુનો સાબિત થયો તો જ આરોપીને.. I mean શંકમંદને central jail sift કરાય! મોટા-મોટા લોકોને તેમની security માટે trial પહેલાં central jail shift કરી શકાય છે, રહી વાત તમને જાણ કરવાની! તો યુવરાજભાઈને shift કરવાના papers તૈયાર કર્યા. સાબરમતિ central jail officials ને બોલાવ્યા, તમે આવ્યા તેની 30 minute પહેલાં જ યુવરાજભાઈને સાબરમતિ jail માટે રવાના કર્યાં.” PI એ ખુબ ચાલાકીથી મામલો સંભાળી લીધો.

“What a planning!! Inspector! અમે આવીએ એ પહેલાં તો તમે ભાઈને સાબરમતિએ પણ મોકલી દીધો. અને જ્યાં મોકલવાનો છે તેની કોઈ તૈયારી તમે કરી નથી! હજુ સુધી તમે magistrate સમક્ષ તો હાજર કર્યા નથી તેના તો papers પણ તૈયાર નહિં થયાં હોય. નહિં?” અધિવેશ તો આક્રમક રીતે PI ની પૉલ જ ખોલી નાખી. અભિનવ સિવાય ત્રણેય અધિવેશ સાથે સહમત હોય તેમ PI ને જોઈ રહ્યાં.

“અરે! અધિવેશભાઈ! કેવી વાત કરો છો તમે? અમે planning શાં-માટે કરીએ? અમારે યુવરાજભાઈ સાથે શું દુશ્મની છે કે અમે planning કરીએ! રહી વાત નામદાર જજસાહેબની સમક્ષ હાજર કરવાની. તો! નામદાર જજસાહેબ શહેરની બહાર ગયાં છે એટલે અમે યુવરાજભાઈને તેમની સમક્ષ હાજર ન કરી શક્યાં નથી. કાલ સાંજ સુધીમાં નામદાર આવી જશે એટલે અમે યુવરાજભાઈને નામદાર જજ સમક્ષ હાજર કરી દઈશું. પછી તમે trial ની શરુઆત કરાવીને યુવરાજભાઈને નિર્દોષ સાબિત કરી શકશો! બરાબરને અભિનવભાઈ!” PI તો ઢીલો પડી ગયો.

“શું બરાબર? તેમાં મને શું સંડોવે છે? આ રીતે કામ કરો તો શંકા જ જવાનીને!” અભિનવને રીતસર ફસાઈ ગયાની feeling થવા લાગી, “ચાલો,દાદાજી! આપણે યુવરાજને મળી આવીએ,”

“હું અને દેવિકા યુવરાજને મળી આવીએ, તમે અનિલ શહેરાને બોલાવીને case તૈયારી કરાવી લો, અધિવેશ-યુવિકા બપોરે મળી આવશે.” દાદાજીએ નિર્દેશ આપ્યાં, “Inspector સાહેબ! જેટલી ઝડપ યુવરાજને shift કરવામાં કરી એટલી ઝડપ case તૈયાર કરવામાં કરજો. જલ્દી કરજો! તમારા કારણે એક નિર્દોષ jail માં સબડી રહ્યો છે,” દેવિકાબહેન દિવ્યરાજકાકા સાથે ગઈ, Dr યુવિકા અધિવેશ સાથે દિવ્યલોક ભવન રવાના થઈ. અભિનવ CM house રવાના થઈ.

***