દોસ્ત સાથે દુશ્મની
ભાગ-3
(ભાગ 2 માં આપણે જોયું કે MKC માં થયેલા બ્લાસ્ટની ઇન્સ્પેકટર કુલાડી અને એમની ટીમ જોરશોરમાં ઇન્વેસ્ટીગેશન કરે છે, ત્યાના પ્રોજેક્ટ વર્કરો થી લઈને નવા જ જોઈન થયેલા દક્ષને પણ નથી છોડતા. દક્ષ સાથે વાત કરતા કરતા ઇન્સ્પેકટર કુલાડી મિસ્ટર અંશુ શાહ સુધી પહોચે છે. તો હવે જોઈએ કોણ છે દક્ષ અને મિસ્ટર અંશુ અને એમણે બ્લાસ્ટ કેસ સાથે કોઈ સંબંધ છે કે નહિ અને છે તો કેવો?.....)
સાહેબ, આ દક્ષ નું નામ તો આપણી ફાઈલમાં છે. એની ઉપર તો હમણાં જ ઇન્વેસ્ટીગેશન થયું છે. વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ચેરમેનના નજીકમાંથી કોઈ એ એની વિરુદ્ધમાં કમ્પ્લેઈન લખાવી હતી.
“લાવ એની ફાઈલ, ડીટેઈલ્સ જોઈ લવ.” ઇન્સ્પેકટર કુલાડીએ દક્ષ પર થયેલા ઇન્વેસ્ટીગેશનની ડીટેઈલ્સ જોવાનું શરુ કર્યું.
નામ- દક્ષ , ઉંમર – ૨૧ વર્ષ. ઇન્સટ્રુમેન્ટ લાઈનમાં ગ્રેજ્યુએશન પૂર્ણ કરીને સીધો આ કંપનીમાં ટ્રેઈની તરીકે જોડાયો. હજી જોઈન કર્યાને માત્ર ૧૫ જ દિવસ થયા હતા. ક્રિકેટ, વોલીબોલ અને બુક વાંચવાનો બહુ શોખ. વાપીમાં એના દુરના સગાંના ઘરે રૂમ ભાડે રાખીને કંપનીની બસમાં દરરોજ અપ-ડાઉન કરતો. પોતાનું કોઈ વ્હીકલ ના હોવાને કારણે બસ અને રૂમ વચ્ચે એક-સવા કિલોમીટર જેટલું અંતર દક્ષે ચાલીને જ કાપવું પડતું. રસ્તામાં વાપીના એક ઉદ્યોગસાહસિકના નામનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ આવતું અને આમ પણ દક્ષને વોલીબોલનો શોખ અને એણે એક દિવસ અમુક છોકરાઓને ત્યાં રમતા જોયા એટલે એને પણ ઈચ્છા થઇ પણ એ લોકો મને શું કામ રમવા દે એ વિચારે જોતો જોતો ત્યાંથી જતો રહ્યો. આવું બીજા બે ત્રણ દિવસ ચાલ્યું પછી દક્ષે વિચાર્યું કે એક વાર પૂછી જોવા માં શું જાય છે એટલે દક્ષ રસ્તો ક્રોસ કરીને ત્યાં બેઠેલા સિક્યુરિટીને પૂછ્યું: “મારે અહિયાં વોલીબોલ રમવું છે, તો શું હું રમી શકું?”
“અગર આપ મેમ્બર હો તો ખેલ હિ સકતે હો.” સિક્યુરિટીએ તરત કીધું પરંતુ દક્ષ પાસે એની મેમ્બરશીપ ક્યાં હતી જ કે એને રમવા મળે.
આ વાતચીત દરમિયાન વોલીબોલ સિક્યુરિટી પાસે આવ્યો અને રમતા છોકરામાંથી એક છોકરા-દીપુએ સિક્યુરિટીને બોલ આપવા કહ્યું ત્યારે એણે જોયું કે સિક્યુરિટી કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરે છે એટલે દીપુ દોડીને એમની પાસે આવ્યો અને પૂછ્યું:
“અરે ચચા, ક્યા હુઆ? કોન હૈ યે લડકા? આપને ફિર સે કોઈ ધમાલ તો નહિ કિયા ના?”
“હાય, માય નેમ ઈઝ દક્ષ, આઈ વોન્ટ ટુ પ્લે વોલીબોલ વિથ યુ.” (હાય, મારું નામ દક્ષ છે, મારે તમારી સાથે વોલીબોલ રમવું છે.)
“ઓકે, ઓકે, પર આપ હૈ કોન ઔર અગર આપ મેમ્બર હો તો આપ ચચા કો કાર્ડ દિખા કે અંદર આ જાઓ. સાથ મેં ખેલેંગે.” દીપુએ દક્ષને કીધું.
“નહિ, મેમ્બરશીપ તો નહિ હૈ. લેકિન મેં વાપી મેં હી રેહતા હું, યહાં જોબ કરતા હું ઔર વોલીબોલ ખેલના અચ્છા લાગતા હૈ તો આપકો દેખકર ખેલને કી ઈચ્છા હો ગઈ ઈસલીયે યહાં પે આયા.” દક્ષે દીપુને સમજાવતા કહ્યું.
“પર યહાં પે ખેલને કે લિયે પરમિશન ચાહિયે, ઔર કોન દેગા તુજ્હે?” દીપુ અને દક્ષની વાત અત્યાર સુધી શાંતિથી સાંભળતા સિક્યુરિટી અચાનક બોલ્યો.
“હા પર અગર કુછ હો સકતા હો તો. મુજ્હે સિર્ફ ખેલના હિ હૈ ઔર વૈસે ભી અભી શરદી કે મૌસમ મેં જલ્દી અંધેરા હો જતા હૈ તો મુજ્હે ખેલને કે લિયે ટાઇમ ભી કમ હિ મિલેગા.” દક્ષે મનાવવાનો પ્રયત્ન ચાલુ રાખતા કહ્યું.
“નહિ, ઐસે હમ કિસી કો ખેલને નહિ દે સકતે.” જેમ ‘ચા કરતા કીટલી ગરમ’ એમ દીપુ કરતા વધારે દ્રઢતાથી સિકયુરિટીએ ના પાડતા કહ્યું.
“ઔર અગર ચાહિયે તો મેં આપકો મેરા આઈ-ડી કાર્ડ સબમીટ કરવા કે જાઉંગા. ખેલને કે બાદ આપ મુજ્હે વાપિસ કર દેના.” દક્ષ સિક્યુરિટીની વાત ને બીજા કાનેથી કાઢી દીપુને મનાવવાનો પ્રયત્ન કરતો હતો કારણકે એને ખબર હતી કે જો દીપુ માની જાય તો એનો આદેશ સિક્યુરિટીએ માનવો જ પડે.
“નહિ, હમ ઐસા નહિ કર સકતે, ઈટ ઈઝ અગેઈન્સ્ટ રુલ્સ. વી આર સોરી. પ્લીઝ આપ યહાં સે જાઈએ” દીપુ પણ દક્ષની કોઈ નવી વાત સાંભળવા તૈયાર નહોતો.
“ઓકે, આઈ કેન અન્ડરસ્ટેન્ડ. નો પ્રોબ્લેમ, થેંક્યું.” દક્ષ આટલું બોલીને એમની સામે જોયા વગર નીચી મુંડી કરીને એના રૂમ તરફ જવા લાગ્યો.
પણ, આ વાત પછી પણ દીપુને શાંતિ ના થઇ. ખબર નહિ કેમ પણ દીપુને દક્ષ ઉપર પૂરો શક ગયો હતો. દીપુએ સિક્યુરિટીગાર્ડને દક્ષ વિષે પૂછ્યું કે ક્યાંક એણે દક્ષને પહેલા કશેક જોયો છે અને જોયો હોય તો ક્યાં અને ક્યારે. વાપી એમ પણ પચરંગી પ્રજાઓથી ભરેલું સીટી એટલે કોણ કેવું હોય એ ખબર જ ના પડે. બે ગુજરાતીઓ એકબીજા સાથે હિન્દીમાં વાત કરે અને યુપી, બિહારીઓ સાથે ગુજરાતીમાં બોલાવડાવે. એટલે દીપુ પણ ક્ન્ફ્યુસ થઇ ગયો પરંતુ એણે દક્ષની થોડી તપાસ કરવાનું નક્કી કરીને ફરી વોલીબોલ લઈને રમવા ચાલ્યો ગયો.
આ બાજુ, દક્ષ ને પણ આ વાત નું ખૂબ ખોટું લાગ્યું હતું એના મત મુજબ આઈ-કાર્ડ આપ્યા પછી તો એને રમવા દેવો જોઈતો હતો. પરંતુ ના પાડી પછી દક્ષે આ રોડ પરથી જવાનું જ બંધ કરી દેવાનો નિર્ણય લીધો અને બીજા દિવસથી થોડા લાંબા માર્ગે રૂમ પર જવાનું નક્કી કર્યું.
દીપુએ દક્ષ સાથે થયેલી વાત તેના વોલીબોલ રમતા મિત્રો ને કીધી અને એને ઉપજેલી શંકા પણ એટલે એના બધા મિત્રો પણ દક્ષની તપાસ કરવાની વાતમાં સહમત થઇ ગયા. બીજા જ દિવસથી દીપુના પ્લાન પ્રમાણે તેના બે મિત્રો દક્ષની પાછળ ફરીને દક્ષ ક્યાં રહે છે ત્યાંથી લઈને એનો કંપની આવવા જવાનો સમય એમ બધી ડીટેઈલ્સ ભેગી કરવામાં લાગ્યા.
બે-ત્રણ દિવસમાં દીપુ અને તેના મિત્રોએ દક્ષનો કંપનીથી આવાનો સમય જાણી લીધો અને એનો રૂમ સુધીનો રસ્તો પણ. આ બધી વાત થી અજાણ દક્ષ એના રુટીન પ્રમાણે કાનમાં ઈયરફોન્સ નાખીને એની મસ્તીમાં ચાલતો જતો અને રસ્તામાં આવતી દુકાનેથી જરૂરીયાત મુજબની વસ્તુઓ જેમ કે દુધ, ફળ, નાસ્તો કે શાકભાજી લઈને રૂમ પર પહોચતો.
દક્ષ “My Towers” નામની ૪ વીંગની બહુમાળી ઈમારતમાં “C” બ્લોકમાં સૌથી ઉપરના માળે ભાડે રહેતો હતો. દીપુના મિત્રો દરરોજ “My Towers” ના ગેટ સુધી એનો પીછો કરતા અને ત્યાંથી પાછા વળી જતા.
આમ, દરરોજ ની રેકીથી લગભગ એક અઠવાડિયામાં દીપુ અને એના મિત્રોએ દક્ષની ઘણી માહિતી એકઠી કરી દીધી હતી. દક્ષ દરરોજ સવારે ૮ વાગ્યાના ટકોરે કંપની જવા ઈયરફોન્સ નાખીને નીકળતો. રસ્તામાં થી ‘ગુજરાત સમાચાર’ સમાચારપત્ર લઈને ૮:૨૦ ની આસપાસ એની કંપનીની ગાડીમાં બેસે. સાંજે લગભગ ૬ વાગ્યે ‘ગુંજન’ ઉતરી ત્યાંથી ફોન પર વાત કરતા અને રસ્તામાંથી સામાન લેતો ઘરે પહોચે ત્યારે લગભગ ૬:૩૦ જેવું થયું હોય. અને રાત્રે કોઈ દિવસ બહાર નીકળતો નહોતો. આટલી માહિતી પછી દીપુને લાગ્યું કે હવે વધારે માહિતી માટે “My Towers” ના સિક્યુરિટીને જ પૂછવું રહ્યું.
એટલે બીજા દિવસે દક્ષ જેવો દક્ષ “My Towers” ના ગેટમાં પ્રવેશ્યો એની પાછળ દીપુ બાઈક લઇને એની પાછળ આવ્યો અને સીધો સિક્યુરિટી કેબીનમાં બેઠેલા ગાર્ડ સાથે વાત કરવાની શરુ કરી.
“આપ, ઇસકો પેહચાનતે હો ક્યાં? કોન હૈ યે? કહાં સે આયા હૈ?” દીપુએ દક્ષ તરફ આંગળી ચીંધીને સિક્યુરિટીને પૂછ્યું.
“તું કોન હૈ બે? ઔર તુજ્હે ઉસકે બારે મેં જાન કે ક્યા કરના હૈ?” દીપુના આવા પ્રશ્નથી સિક્યુરિટીએ ગુસ્સામાં દીપુને સામો સવાલ કર્યો.
દીપુને પણ લાગ્યું કે એનાથી ખોટા સમયે ખોટો સવાલ પુછાઈ ગયો એટલે તરત જ બાજી સંભાળતા
કીધું, “અરે સોરી અંકલ, મેરા નામ દીપુ હૈ ઔર (પર્સમાંથી એનો આઈ-કાર્ડ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું મેમ્બેરશીપ કાર્ડ બતાવ્યું ) મેં વાપી ઇન્ડસ્ટ્રઝ એસોસિએશન કે ચેરમેનકા બેટા હું.”
સિક્યુરિટી ગાર્ડ થોડો નરમ પડ્યો પરંતુ દીપુના આવવાનું કારણ હજી એને સમજાયું નહોતું એ એના મોઢા પરથી જ ખબર પડતી હતી. દીપુ પણ આ વાત સમજી જતા વાત વણસે એ પેહલા જ સિક્યુરિટીને એની વાત સમજાવતા કીધું: “વો અભી લડકા જો અંદર ગયા, વો યહીં પર રેહતા હૈ ના?”
સિક્યુરિટીએ લીધું: “ હાં, “C” વીંગ મેં ૪૦૪ નંબર મેં. અભી અભી આયા હૈ ભાડે પે રેહને કે લિયે.”
દીપુએ તરત પૂછ્યું :” તો ફિર આપકે પાસ ઇસકા કોઈ પેહ્ચાનપત્ર તો હોગા હિ”.
સિક્યુરિટીએ વાત સાંભળીને હિચકીચાતા બોલ્યો: “ નહિ, હમમમ કો સિર્ફ ઇતના માલુમ હૈ કી વો સુબહા આઠ બજે બેગ લે કે જાતા હૈ ઔર શામ કો સાડે છે કે કરીબ વાપિસ આતા હૈ, ઇસકે અલાવા હંમે કુછ નહિ માલૂમ.”
“યે તો ગલત બાત હૈ અગર યે કોઈ ગલત આદમી નિકલા ઔર કોઈ ગરબડ હો ગયી તો?” હવે દીપુએ સિક્યુરિટીને સીધી વાત પર લાવતા કીધું.
દીપુએ સિક્યુરિટીને એના અને દક્ષ વચ્ચે થયેલી બધી વાત અને એને ઉપજેલી શંકા અને એના મિત્રો સાથે કરેલી રેકી વિષે જણાવ્યું. વાત સાંભળીને સિક્યુરિટીને પણ લાગ્યું કે જો કોઈ ગરબડ થાય તો એની તો નોકરી જાય અને એના બાળ-બચ્ચા ભૂખે મરે એટલે દીપુ જે કહે એ કરવા એ તૈયાર થઇ ગયો. પણ શું કરવું એ કઈ સમજણ ના પડતા એણે દીપુને જ પૂછ્યું “ તો ભાઈ અબ તુમ્હી બતાઓ ઉસમેં મેં ક્યાં કર સકતા હું.”
દીપુએ તરત જ સિક્યુરિટીને સમજાવતા લીધું: “ આપ એક કામ કીજીયે, કલ શામ કો વો જબ જોબ પે સે વાપસ આયે તો વ્હીસલ મારકે આપ ઉસકો બુલાના ઔર બોલના કી હંમે આપકા વેરિફિકેશન કરના હૈ, તુમ કોન હો, કહાં સે આયે હો ઔર યહાં પે ક્યાં કર રહે હોં. ઔર ઉસકે આઈ-કાર્ડ કી એક ઝેરોક્ષ, એક ફોટો ઔર ઉસકા મોબાઈલ નંબર લે લેના”.
“અગર યે સબ ચીજ આપકે પાસ રહેગી ઔર કોઈ ગરબડ ભી હોગી તો ઉસમેં આપકી કોઈ ગલતી નહિ રહેગી ઔર આપકે પાસ ઉસકા પ્રુફ ભી રહેગા જો મદદ ભી આ સકતા હૈ.”
બીજે દિવસે સિક્યુરિટીએ ઠીક દીપુએ કીધું એમ કર્યું. જેવો દક્ષ એનું બેગ અને હાથમાં દુધ ની થેલી લઈને “My Towers” ના ગેટમાં એન્ટર થયો કે તરત સિકયુરિટીએ એને બોલાવ્યો અને એની પાસેથી બધી ડીટેઈલ્સ લઇ એક ચોપડામાં નોંધી લીધી. દક્ષે ને આ વાત બહુ અજીબ લાગી કે કોઈ દિવસ નહિ ને આજે જ કેમ. છતાં આ તો સિકયુરિટીની ફરજ છે એમ વિચારીને બધી ડીટેઈલ્સ આપી દીધી.
બીજા દિવસે દીપુ પાસે દક્ષની ઘણી બધી માહિતી હતી. દીપુએ તરત જ દક્ષના લાઇસન્સની ઝેરોક્ષનો એના મોબાઈલમાં ફોટો પાડીને ઓરીજીનલ ડોક્યુમેન્ટ સિકયુરિટીને પાછુ આપ્યું. સિકયુરિટીનો આભાર માનીને અને થોડા જ સમય માં બધું જણાવું એમ કહી ત્યાંથી નિકળ્યો.ઘરે જઈને એણે તરત જ ફેસબુક પર દક્ષનું પૂરું નામ અને એની સીટી પરથી સર્ચ કર્યું અને દક્ષના ફોટા પરથી દક્ષને ઓળખી લીધો. દક્ષના ફેસબુક પ્રોફાઈલમાં કોઈ પ્રાઈવસી સેટ કરી નહોતી એટલે દીપુ દક્ષની બધી જ ફેસબુક એક્ટીવીટી જોઈ સકતો હતો. આટલું જોઇને દીપુને ખ્યાલ આવ્યો કે દક્ષ ફેસબુક ઉપર ખુબ જ એક્ટીવ છે અને યુટ્યુબ ના વીડિઓ બહુ શેર કરે છે. દીપુએ તરત જ દક્ષનું ફ્રેન્ડ લીસ્ટ ચેક કર્યું એમાં અમુક નામ ખુબ વિચિત્ર હતા, એક હતું A.J.JACKSON અને આ નામમાં કોઈ એક્ટીવીટી ના હોવા છતાં તેના ૧૦૦૦ કરતા વધારે ફેસબુક ફ્રેન્ડ હતા. બીજું નામ SouLinE_Me અને આ એકાઉન્ટમાં ઢગલાબંધ હિરોઈનના ફોટા મુક્યા હતા. અન્ય એક એકાઉન્ટ અમેરિકાના કોઈ રાજ્યનું અડ્રેસ બતાવતું હતું અને એમાં વીડિઓ અને ફોટાને બધું શેર કર્યું હતું પરંતુ આ બધા વચ્ચે એક એવું નામ દીપુના ધ્યાનમાં આવ્યું જેનાથી દીપુનો શક ઔર મજબુત બન્યો. એ એકાઉન્ટમાં ભારતમાં બનતી નાની મોટી હિંસક ઘટનાઓના વીડિઓ, અમુક ઇલેકટ્રોનિકસ આઇટમ બનાવવાના વીડિઓ, ખુબ જ મોટી માત્રામાં શેર થયા હતા. અને સૌથી અગત્યની વાત કે આ બધા ફોટા અને વીડિઓ ઉપર દક્ષની લાઇક હતી મતલબ દક્ષ બધાને સારી રીતે ઓળખતો હતો.
દીપુએ દક્ષનો મોબાઈલ નંબર પણ લઇ લીધો હતો. તરત જ દીપુએ પોતાના ફોનમાં “ટ્રુકોલર” એપ્લીકેશનના ઉપયોગથી જોયું તો ખબર પડી કે નંબર મધ્યપ્રદેશની કોઈ જગ્યાનો બતાવતો હતો અને નામ પણ દક્ષનું નહિ કોઈ બીજા નું જ હતું. દીપુ તરત જ આ બધી ડીટેઈલ્સ લઈને સિકયુરિટી ગાર્ડ પાસે ગયો અને એમને બતાવ્યું. આ બધું જોઇને સિકયુરિટી તો મનમાં જ દીપુ નો આભાર માનવા લાગ્યો.
સિકયુરિટીએ દીપુને પૂછ્યું કે હવે આપણે શું કરીએ. આ સવાલનો જવાબ દીપુ પાસે પણ નહોતો. કેસ આટલો ગંભીર થઇ જશે એવું દીપુએ પણ નહોતું વિચાર્યું. પરંતુ તરત જ એણે બોલીવુડ ફિલ્મોમાંથી પ્રેરણા લઈને દક્ષના રૂમમાં તપાસ કરવા જવાની શક્યતા વિષે સિકયુરિટીને પૂછ્યું. સિકયુરિટીને આ આઈડિયા પસંદ ના આવ્યો એટલે એણે બીજો આઈડિયા દીપુ ને આપ્યો કે જો એની આસપાસ રહેતા પરિવાર જ જો એના ઉપર નજર રાખે તો!!!
પછી તો બીજા કામ તરીકે દીપુ અને સિકયુરિટીએ દક્ષના જ માળ ઉપર રેહતા બાકીના ત્રણ પરિવારોને આ વાત વિષે માહિતગાર કરી તેમની મદદ માંગવાની હતી જે એમણે બીજા બે દિવસમાં પૂરું કર્યું.
દક્ષની એકદમ બાજુમાં એક ગુજરાતી પરિવાર રહેતું હતું, જેમણે કોઈ દિવસ દક્ષ સાથે વાત નહોતી કરી. માત્ર દક્ષ ને બેગ લઈને આવતા જતા અવારનવાર જોયો હતો. એટલે આ ઘર પાસેથી તો કોઈ ડીટેઈલ્સ ના મળી.
દક્ષની એકદમ સામે નું ઘર એક સાઉથ ઇન્ડિયન પરિવારનું હતું, એમાં રહેતા ભાભીએ એક દિવસ દક્ષને બધું પૂછ્યું હતું, ક્યાંથી આવે છે, અને અહિયાં શું કામ કરે છે, પરંતુ ત્યાર પછી દક્ષના રૂમનું બારણું હમેશા બંધ જ રહેતા ફરી કોઈ વાર વાત નહોતી થઇ. અહિયાથી મળેલી બધી માહિતી દીપુએ એક ચોપડામાં લખી લીધી.
દક્ષની ઘરના ક્રોસમાં મરાઠી પરિવાર હતું. આ પરિવાર સાથે દક્ષને બાકીના બે પરિવાર કરતા વધારે બનતું હતું. એમની નાની છોકરી-નિષ્ઠા, ઘણી વાર દક્ષના રૂમમાં રમવા જતી અને અવારનવાર દક્ષ નિષ્ઠા માટે ચોકલેટ, પેસ્ટ્રી લઇ આવતો. ભાભીએ પણ દક્ષને બે-ત્રણ વાર રસોડામાં કામ કરતા જોયો હતો અને જયારે ભાભી એ જમવાનું પૂછ્યું તો દક્ષે કીધું કે એ પોતાનું જાતે જ બનાવી લે છે.
આમ, દક્ષ વિષે વધારે માહિતી તો કોઈ પાસેથી ના મળી એટલે દીપુએ છેલ્લા વિકલ્પ તરીકે વિચારી રાખેલા પોલીસ સ્ટેશન તરફ એની બાઈક મારી મૂકી.
તે સમયે વાપી GIDC ના ઇન્ચાર્જ ઇન્સ્પેકટર K. C. Vyas હતા, જે આ કેસના પંદર દિવસ માં રીટાયર્ડ થવાના હતા. જયારે દીપુએ ત્યાં પહોચીને બધી વાત કરી તો ઇન્સ્પેકટર વ્યાસ ને પણ થયું કે, ચાલો રીટાયરમેન્ટના આખરી દિવસોમાં કોઈ મોટો કેસ મળી ગયો અને જો આ કેસ સોલ્વ કરી નાખું તો સારી એવી વાહ-વાહ પણ આખરી દિવસોમાં મળી જાય એટલે એમાં એમણે આ કેસ માં પર્સનલ રસ લીધો.
દીપુ પાસેથી બધી ડીટેઈલ્સ લઈને ઇન્સ્પેકટર વ્યાસે એને રવાના કર્યો અને પોતાના તરફથી બધી માહિતી એકઠી કરી દીપુ સાથેની માહિતી સાથે ક્રોસ ચેક કર્યું. દીપુએ કીધેલી બધી વાત સાચી જ હતી. બધું સામે હોવા છતાં કંઈક ખૂટતું હોય એમ ઇન્સ્પેકટર વ્યાસ ને લાગતું હતું એટલે એમણે દક્ષ ની આજબાજુ તપાસની જાળ વધારે મજબુત કરી.
વળી,આ બાજુ દક્ષ તો આ બધી વાતો થી અનજાન એની લાઈફ માં મસ્ત હતો, એની આસપાસ ચારેતરફ પોલીસ છે આ વાતની એને ગંધ સુદ્ધાં નહોતી. દરરોજ સવારે ૮ વાગ્યે નીકળતો ત્યાંથી સાંજે ૬ વાગ્યા સુધીની બધી માહિતી ઇન્સ્પેકટર વ્યાસ પાસે પહોચતી. દક્ષ ની ફોન ડીટેઈલ્સ પણ ચેક થઇ. વચ્ચે કોઈ સાદા વેશમાં પોલીસવાળો દક્ષને સરનામું પૂછી જતો તો કોઈ લારીવાળો બનીને દક્ષની આસપાસ ઘૂમતો.
આવું એક અઠવાડિયા સુધી ચાલ્યું પરંતુ ત્યાર પછી પણ દક્ષ ના વિરુદ્ધમાં કોઈ ઠોસ સબુત ના મળતા ઇન્સ્પેકટરએ મરાઠી પરિવારની મદદ લઈને દક્ષના ઘરની તપાસ કરવાની તરકીબ વિચારી અને આ વિષે મરાઠી પરિવાર સાથે મીટીંગ કરી એક પ્લાન બનાવ્યો.
દક્ષ ના રૂમ માં પ્રવેશ કરવાની તરકીબમાં સરળ તરકીબ તરીકે, નજીકમાં જ નવરાત્રી આવતી હતી એટલે મરાઠી ભાભી નવરાત્રીના વ્રતનો પ્રસાદ લઈને દક્ષને આપવા જાય અને એમણે પેહરેલા કપડા પર ઇન્સ્પેકટર વ્યાસ ની ટીમ કેમેરા લગાવી લે જેથી ભાભી ઘર માં જાય ત્યારે ઘર માં શું છે અને શું નથી એ ઇન્સ્પેકટર અને એમની ટીમ લાઇવ જોઈ શકે. પરંતુ એમાં પણ કઈ વાંધાજનક ના મળતા અને બે દિવસ પછી ઇન્સ્પેકટર વ્યાસના રીટાયરમેન્ટની તારીખ હોવાથી દક્ષના કેસ ની ફાઈલ એમ જ બંધ થઇ ગઈ.
આખી ફાઈલ વાંચતા વાંચતા ઇન્સ્પેકટર કુલાડી ગટરની જેમ ચા ના કપ થુસતા ગયા હતા એટલે મગજ પણ તેજ ચાલતું હતું, તરત એમની સાથેદાર કમ એમની ઓળખ એવી પોલીસની ટોપી પેહરી પોલીસ સ્ટેસનની બહાર નીકળ્યા.
(શું ચાલતું હશે ઇન્સ્પેકટર કુલાડીના મગજમાં? શું ઇન્સ્પેકટર કુલાડી દક્ષનો કેસ રીઓપન કરાવશે? પ્લાન્ટ માં એક જ વખત બ્લાસ્ટ થાય છે કે આ હજી ટ્રેઈલર હતું? ઘણા બધા સવાલો છે અને આ બધા સવાલોના જવાબ આવતા અંકમાં.)
આ ભાગમાં આવતા પાત્રોના નામ અને એમનો ટૂંકો પરિચય:
દીપુ- વાપી ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશનના ચેરમેનનો છોકરો અને દક્ષનું ઇન્વેસ્ટીગેશન કરીને એની વિરુદ્ધમાં પોલીસ માં ફરિયાદ નોંધાવનાર
ચચા- સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનો સિકયુરિટી ગાર્ડ
નિષ્ઠા- મરાઠી પરિવારની છોકરી
ઇન્સ્પેકટર વ્યાસ- દક્ષ ઉપર ઇન્વેસ્ટીગેશન કરનાર પોલીસ ઇન્સ્પેકટર
***