દોસ્ત સાથે દુશ્મની-૯ Shah Jay દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

દોસ્ત સાથે દુશ્મની-૯

દોસ્ત સાથે દુશ્મની

ભાગ-૯

મિસ્ટર કુલાડી MKC માં બ્લાસ્ટના કેસમાં કંઇક વધારે જ રસ લેતા હતા. આ કેસ સોલ્વ કરવા માટે એમણે અંશુ, હાર્દિકનો આખો ભૂતકાળ ફેંદી નાખ્યો. પરંતુ હાર્દિક અને અંશુના જીવનના દરેક પાના ઉપર એક નવી વાત બનતી હતી. મિસ્ટર કુલાડીના આટલા વર્ષના અનુભવમાં આ કેસ એકદમ વિચિત્ર રીતે પાસા બદલતો હતો. તો ચાલો વાંચીયે મિસ્ટર કુલાડી સાથે અંશુ અને હાર્દિક ની દોસ્તી-દુશ્મનીનું એક ઔર પ્રકરણ....

(ગત ભાગમાં જોયું કે મહારાજ ના એક અઠવાડિયાની રજા ઉપર જતા જ મેનેજરે અંશુ અને ટીમને હેરાન કરવાનો એક પણ મોકો ના છોડયો અને છેલ્લે મેનેજરનો માસ્ટર સ્ટ્રોક રમીને અંશુને મહારાજથી અલગ કરી દીધો, હવે આગળ ...)

શિફ્ટ ટાઇમ ટેબલ પ્રમાણે અંશુ ની ટીમ 3 શિફ્ટમાં વહેચાઈ ગઈ હતી. એ દિવસે એમની બપોર ની શિફ્ટ હતી. શિફ્ટનો સમય 3:૦૦ થી રાતે ૧૧:૦૦ વાગ્યા સુધીનો. સાંજે ૬:૦૦ વાગ્યે જનરલ શિફ્ટમાંથી મેનેજર, હાર્દિક બધાના ગયા પછી આનંદભાઈ બધા માટે ચા અને નાસ્તો લઇ આવ્યા, એમ પણ કામ વધુ હોવાને લીધે બધા હજી હમણાં જ બેઠા હતા. આખી ટીમ “ચાય પે ચર્ચા” કરતી હતી અને ચર્ચા નો મુદ્દો મેનેજરનો માસ્ટર સ્ટ્રોક હતો.

ત્રણ અલગ અલગ શિફ્ટમાં વહેચાઈ જવાને લીધે હવેથી બધા ભેગા મળીને કામ કરવાનો અવસર મળવાનો નહોતો. એટલે બધા થોડા નિરાશ હતા, ઘણા સમયથી સાથે કામ કરવાને લીધે બધાને એકબીજા સાથે ફાવી ગયું હતું. પરંતુ આ બધાની વચ્ચે અંશુ એકદમ શાંત અને વિચારમગ્ન હતો. આનંદભાઈએ એને ટકોર્યો ત્યારે અંશુ વિચારમાંથી બહાર આવ્યો. પરતુ ત્યાં સુધી એક નિર્ણય પર અંશુ પહોંચી ચુક્યો હતો કે કઈ રીતે મેનેજર સામે લડવું.

મહારાજના આવવાના આગલા દિવસની રજા લેવા અંશુ સિંઘ સાહબ પાસે ગયો. ઇન્સટ્રુમેન્ટ ડીપાર્ટમેન્ટમાં રજા લેવા માટે રજાચિઠ્ઠી (leave paper) ભરીને એના ઉપર સિંઘ સાહેબની સહી લેવાની હોય. અંશુએ એક દિવસ ઘરે તાત્કાલિક એની મમ્મીની તબિયત ખરાબ હોવાનું બહાનું કાઢીને મહારાજના આવવાના આગલા દિવસ ની રજા લેવા સિંઘ સાહબે ની કેબીન માં ગયો. સિંઘ સાહેબ હજી એમની કેબીનમાં જ હતા. સિંઘ સાહેબ એ સહી કરી દીધી પછી એમને યાદ આવ્યું કે અત્યારે મહારાજ પણ નથી અને જો અંશુ પણ એક દિવસ રજા લે તો શિફ્ટ કોણ સંભાળશે. અંશુ બસ આ જ સમય નો ઇંતેજાર કરતો હોય એમ તરત બોલ્યો કે કંઈ નહિ સર, હાર્દિક છે ને. એક દિવસ એ જનરલની જગ્યા એ શિફ્ટમાં આવશે. અને આમ પણ બીજા દિવસથી મહારાજ પણ આવી જવાના હતા અને અંશુની શિફ્ટ પણ બદલાઈ ગઈ હતી. સિંઘ સાહેબ હાર્દિક નું નામ સાંભળીને તરત બોલ્યા કે એ હજી જનરલ શિફ્ટ માં આવે છે, હવે તો એણે શિફ્ટમાં આવી જવું જોઈએ. ચલ હું જોઉં છું, તું જા.

સિંઘ સાહેબ ના તાત્કાલિક હુકમથી બીજા જ દિવસથી હાર્દિક નું પણ શિફ્ટમાં આવવાનું નક્કી થઇ ગયું, અને પહેલા જ દિવસે હાર્દિકે તો ઇન્ચાર્જ બનવાનું હતું અને એ પણ અંશુ ની શિફ્ટ સંભાળવાની હતી. હાર્દિક ને અહિયાં જ એના કર્મો નું ફળ મળવાનું હતું. અંશુએ આ માટે બધી જ તૈયારી પણ કરી દીધી હતી. હાર્દિક આ વાત માટે બિલકુલ તૈયાર નહોતો. અંશુ એ જાણે હાર્દિક અને મેનજર ને ઊંઘતા ઝડપ્યા હતા. હાર્દિકે તરત મેનેજરને કંઇક કરવા કહ્યું પણ સિંઘ સાહેબના સીધા હુકુમ સામે કોઈની એક ના ચાલતી.

એ જ દિવસે સાંજે ટ્રેન પકડીને અંશુ એક દિવસ માટે ઘરે આવવા નીકળી ગયો. આ પહેલા એણે એની આખી ટીમ ને કાલે શું કરવું એ સમજાવી દીધું હતું. હાર્દિક પેહલી વખત જનરલની જગ્યા એ શિફ્ટમાં આવ્યો હતો. પ્લાન મુજબ સાંજે ૬ વાગ્યા સુધી મેનજરના રહેવા સુધી બધું નોર્મલ ચાલ્યું. હાર્દિકનું ખરું ટેન્શન તો હવે વધવાનું હતું. થોડા સમય પછી હાર્દિક ઉપર એક ઇન્સટ્રુમેન્ટ નથી ચાલતું એવો ફોન આવ્યો. હાર્દિકે એના બે ટેકનીસિયનને ત્યાં જોવાનું કીધું અને કઈ કામ હોય તો ફોન કરીને જણાવો એમ કહીને મોકલ્યા. એક ટેકનીસિયન પ્લાન પ્રમાણે પેનલ રૂમમાં જઈને બીજા એક ઇન્સટ્રુમેન્ટનું કનેક્શન કાઢી નાખ્યું. બે જ મિનીટ પછી જે ઇન્સટ્રુમેન્ટનું કનેક્શન કાઢ્યું એ માટે ફોન આવ્યો, હવે ડીપાર્ટમેન્ટમાં માત્ર હેલ્પર આનંદભાઈ અને હાર્દિક પોતે એમ બે જ હતા અને કામ અર્જન્ટ હતું. હાર્દિક થોડો ગભરાઈ ગયો. એને સમજ ના પડી શું કરવું. એણે બે ટેકનીસીયન ને ફોન કર્યો તો બંને પોતે કામ ચાલુ કરી દીહું છે એટલે આવતા વાર લાગશે ત્યાં સુધી હાર્દિકને જાતે જોવા કીધું. હાર્દિકને સહજે પણ ખબર નહોતી પડતી કે શું કરવું, ત્યાં ફરી ફોન આવ્યો અને કામ જલ્દી કામ કરવાનું કહ્યું કારણકે પ્રોબ્લેમ ક્રિટીકલ હતો. હાર્દિકે મેનજર ને ફોન કરીને કીધું. મેનેજર પણ ટેન્શન માં આવી ગયા. અંશુ નો પ્લાન બરાબર કામ કરતો હતો. હાર્દિકના કપાળ ઉપર ટેન્શન ના લીધે પરસેવો થઇ ગયો. બીજી બાજુ ફોન પર ફોન આવતા હતા અને ઉતાવળ કરવાનું કહેતા હતા. હાર્દિક બસ માત્ર ફોન લઈને ઉભા રહેવા સિવાય કઈ કરી શકે એમ નહોતો. અંશુ હાર્દિકને આ જ બત્તાવવા માંગતો હતો કે શીદ્તમાં કમ કેવી રીતે થાય છે.

આ બાજુ બંને ટેકનીસીયનનું કામ તો બે જ મિનીટમાં પતી ગયું હતું. પણ બંને ને ખબર હતી કે હાર્દિકથી કામ નહિ થાય એટલે એ મેનેજરને ફોન કરશે અને પછી મેનેજર એમને. એટલે એ બંને મેનેજર એમને ફોન કરે એનો ઇંતેજાર કરતા બેઠા હતા. મેનેજર નો ફોન આવતા જ એક ટેકનીસીયન સીધો ઇન્સટ્રુમેન્ટ પાસે અને બીજો પેનલ રૂમ માં ગયો. બીજા ટેકનીસીયનએ હાર્દિક ને કન્ટ્રોલ રૂમમાં જઈને પ્રોબ્લેમ શું આવે છે, ક્યાંથી આવે છે, અલાર્મ આવે છે કે નહિ પૂછવા જવાનું કીધું. હાર્દિક પાસે એમની વાત માન્ય સિવાય કોઈ છુટકારો નહોતો. હાર્દિકના જતા જ બીજા ટેકનીસીયનએ પેલું છોડેલું કનેક્શન ફરી કરી દીધું. ઇન્સટ્રુમેન્ટ બરાબર કામ કરવા લાગ્યું. હાર્દિક ને શાંતિ થઇ. પરંતુ આ તો અંશુ, હાર્દિકને ડેમો આપવા માંગતો હતો કે શીફ્ટમાં કામ કઈ રીતે થાય. ટેકનીસીયનએ તરત અંશુને ફોન કરીને પ્લાન સફળ થયો એ જણાવી દીધું.

એક અઠવાડિયાની રજા લઈને ડબલ સ્ફૂર્તિથી મહારાજ આવ્યા ત્યારે એમના એક ટેકનીસીયનએ મેનેજરએ કરેલા કરતૂતોની જાણ કરી. અને એમણે કઈ રીતે ખોપચું તૈયાર કર્યું અને કાલે હાર્દિક સાથે શું પ્લાન કર્યો એ જણાવ્યું. આટલી વાત જાણ્યા પછી મહારાજ સમજી ગયા હતા કે એક અચ્છો લીડર તૈયાર થઇ રહ્યો છે. ભવિષ્યમાં મેનેજર ને એમની જ સીટ પરથી ઉઠાવી ફેંકશે. મહારાજ અંશુ ના કામ પર ખુબ ખુશ હતા અને આગળ પણ આવો કોઈ પ્રોબ્લેમ આવશે તો અંશુ કહેશે એ જ પોતે પણ કરશે એમ કહી અન્શુનો ઉત્સાહ વધાર્યો.

સિંઘ સાહેબના હાર્દિક ને શિફ્ટમાં લઇ લેવાના અચાનક નિર્ણયને લીધે મેનેજર એ શિફ્ટ ટાઇમ-ટેબલ બદલવું પડ્યું. હવે હાર્દિકને કોની સાથે શીફ્ટમાં મુકવો એ વિચારવાની વાત હતી. અંશુ અને મહારાજ પણ અલગ અલગ શીફ્ટમાં હતા અને એમની સાથે તો હાર્દિકને રખાય નહિ. એટલે બાકી બચેલી એક જ શિફ્ટમાં હાર્દિક સેટ થાય એમ હતો. આખરે હાર્દિકે પણ મેનેજર નો પાલવ છોડીને શિફ્ટમાં આવવું જ પડ્યું. એ અંશુ ની બહુ મોટી જીત હતી. જેમ મેનેજર એ મહારાજ ની આખી શિફ્ટ છુટી કરી દીધી એમ અંશુ એ મેનેજર નો જમણો હાથ એવા હાર્દિકને જ અલગ કરાવી દીધો.

હાર્દિક શિફ્ટ માં નવો નવો હતો એટલે શરૂઆતમાં એને ઘણી તકલીફ પડી. એમાં સવારની શિફ્ટમાં જવા માટે 4:૩૦ એ ઉઠવું પડતું, પહેલા જ અઠવાડિયામાં બે દિવસ તો નહિ ઉઠવાને લીધે એની રજા પડી ગઈ. પરંતુ ધીમે ધીમે હાર્દિક પણ શિફટના કામ શીખવા લાગ્યો હતો. હાર્દિક અને અંશુની શિફ્ટ પણ અલગ-અલગ હોવાથી હવે મળવાનું પણ બહુ ઓછુ થતું હતું. એથી જ બંને વચ્ચેની દુશ્મનીના તાર પણ ઓછા ઝણતા હતા. કોલેજમાં ત્રણ વર્ષ એકબીજાના પડછાયા બનીને રહતા હોવાથી બંનેના મિત્રો પણ સરખા જ હતા, આવા જ એક મિત્રનો બર્થડે આવતો હતો ત્યારે બંને એ ભેગા થઈને એ મિત્રના ઘરે એક સરસ ગીફ્ટ મોકલી.

એ દિવસ રવિવાર હતો. અંશુ રાત્રીની શિફ્ટમાં હતો, પરંતુ સવારની શિફ્ટ નો એન્જીનીયર ના આવ્યો એટલે અંશુ એ ડબલ ડ્યુટી કરવાની હતી. સવારની શિફ્ટમાં બીજા એન્જીનીયર તરીકે હાર્દિક હતો. આમ બહુ દિવસો પછી અંશુ અને હાર્દિક એક સાથે ડ્યુટીમાં આવ્યા. સવારે હાર્દિક ના આવવાના પછી અંશુ એનું રુટીન પ્રમાણે પ્લાન્ટ નો એક ચક્કર લગાવીને આવ્યો, અને જે ઇન્સટ્રુમેન્ટ ના રીડીંગ લેવાના હતા એ હાર્દિક ને લઇ લેવાનું કહ્યું. બીજા નાના-મોટા કામ પતાવીને ૮ વાગતા અંશુ કેન્ટીનમાં ચા પીવા જતો હતો. હાર્દિક પણ ત્યાં જ બેઠો હતો તો એણે હાર્દિકને પણ પૂછ્યું તો હાર્દિક પણ તૈયાર થઇ ગયો. બંને સાથે ચા પીવા જતા હતા ત્યારે એમને કોલેજના એ દિવસો યાદ આવી ગયા જયારે એ લોકો સવારે ઉઠીને એકસાથે કીટલી એ ચા પીવા જતા અને મોજ-મસ્તી કરતા.

કેન્ટીનથી ચા પી ને પરત આવતા રસ્તામાં જ અંશુ ને એક કન્ટ્રોલ વાલ્વ નો ફોન આવ્યો. પ્રોબ્લેમ ક્રિટીકલ હતો એટલે અંશુ એ તરત જ એના ટેકનીસીયનને ફોન કરીને અમુક ટૂલ્સ લઈને p2 પ્લાન્ટ ના પાછળના ભાગના પંપ હાઉસ ફટાફટ આવવા જણાવ્યું. અંશુ અને હાર્દિક સીધા પંપ હાઉસ જ પહોચ્યા. ત્યાં પહોચીને અંશુ પ્રોબ્લેમ શું છે એ જોવા લાગ્યો. ટેકનીસીયન ના આવતા જ કામ શરુ કર્યું. હાર્દિક અંશુ ની સાથે જ હતો. અંશુ એ હાર્દિકને એક નાનું કામ સોંપ્યું, કન્ટ્રોલ વાલ્વ ની “air” નો વાલ્વ બંધ કરવાનો હતો અને એ વાલ્વ છેક ઉપરના ભાગે હતો. અંશુ એ હાર્દિક ને એ વાલ્વ બંધ કરી આવવાનું કહ્યું. હાર્દિક વાલ્વનો ટેગ નંબર હાથમાં લખીને વાલ્વ બંધ કરવા ઉપર ચડવા લાગ્યો. ત્યાં ચઢવા માટેની સીડી એ આખા પ્લાન્ટ ની એકદમ ખરાબ સીડી હતી. પ્લાન્ટના એકદમ ખૂણા ની જગ્યા હોવાથી ત્યાં કોઈ ધ્યાન પણ ના આપતું, સીડી ના અડધા દાદર તૂટી ગયા હતા.અને એમાં વળી એકદમ સીધુ ચઢવાનું. અંશુને આ વાતની જાણ હોવાથી એણે હાર્દિક ને પહેલેથી જ જણાવી દીધું અને એકદમ શાંતિ થી જવા કહ્યું. આનાથી વધારે કઈ બોલે એ પહેલા જ હાર્દિક અંશુ ઉપર અકળાઈ ગયો અને કીધું “હું કઈ નાનો છોકરો નથી, બધી વાત કહે કહે ના કર. હું શાંતિ થી જ જઈશ.” અંશુ એનો આવો તીખો જવાબ સાભળીને ચુપ થઇ ગયો.

હાર્દિક એ વાલ્વ બંધ કરી દીધો, તો ટેકનીસીયન એ એને 5 મિનીટ ત્યાં જ રોકાવાનું કીધું કે જેથી પછી ફરી વાલ્વ ખોલવા ચઢવું ના પડે. ત્યાં સુધીમાં અંશુ અને ટેકનીસીયન પ્રોબ્લેમ સોલ્વ કરવામાં લાગ્યા. હાર્દિક ત્યાં ઉપર જ ઉભો રહ્યો. થોડી વારમાં પ્રોબ્લેમ સોલ્વ થઇ જતા અંશુ એ હાર્દિકને વાલ્વ ઓપન કરીને નીચે આવી જવા કહ્યું. હાર્દિક આ વાત થી ખુબ અકળાયો. પોતે એક એન્જીનીયર છે અને અંશુ એની પાસે આવા હેલ્પર જેવા વાલ્વ ઓપન-ક્લોઝ કરાવવાના કામ કરાવે છે. આવા વિચારમાં હાર્દિક ઉતરતા-ઉતરતા એક પગથીયું ચુકી ગયો અને સીધો નીચે આવીને પડ્યો. અંશુ અને ટેકનીસીયન પ્રોબ્લેમ શું હતો અને કેવી રીતે સોલ્વ થયો એના વિષે વાત કરતા હાર્દિકનો નીચે આવવાનો ઇંતેજાર કરતા હતા, ત્યાં જ હાર્દીકનો પડવાનો અવાજ સાંભળીને બંને બધા ટૂલ્સ મુકીને સીધા હાર્દિક પાસે આવ્યા.

હાર્દિકને ખાસ વાગ્યું નહોતું એટલે એ અંશુ અને ટેકનીસીયનની મદદથી ઉભો થયો પણ જેવો ઉભો થયો કે એને ખબર પડી કે એના જમણા પગમાં ભયંકર દુખાવો થાય છે અને પગ જમીન પર રહેતો જ નથી. હાર્દિક પાછો ત્યાં જ બેસી ગયો. અંશુ એ એને બિલકુલ હલવાની ના પડી. અને સૌથી પહેલા તો સેફટી ડીપાર્ટમેન્ટ માં ફોન કરીને પંપ હાઉસ પર બે વ્યક્તિને સ્ટ્રેચર લઈને જલ્દી આવવાનું કહી દીધું. અંશુ એ કંપનીમાં સેફટીની ટ્રેનીંગ લીધી હતી એટલે આ પરિસ્થિતિમાં શું કરવું એ બખૂબી જાણતો હતો. પગમાં ક્યાં તો મોચ આવી હશે નહિ તો ફ્રેકચર હશે એ વાત સીધી હતી. અંશુ તરત જ આસપાસમાંથી નાના-નાના લાકડા અને દોરી જેવું કંઇક મળે તો એ શોધવાનું ટેકનીસીયન ને કીધું. સેફટી ટ્રેનીંગમાં શીખ્યા પ્રમાણે લાકડા હાર્દિકના જમણા પગમાં જ્યાં દુખાવો થતો હતો ત્યાં મુકીને પગ બિલકુલ ના હાલે એ રીતે બાંધવાનો હતો. દોરી જેવું કઈ ના મળતા અંશુ એ બુદ્ધી વાપરીને એમની પાસે રહેલી ઇલેક્ટ્રિક ટેપ મારી દીધી. ત્યાં સુધીમાં સેફટી ડીપાર્ટમેન્ટ સ્ટ્રેચર લઈને પહોંચી ગયા હતા. બધા એ મળીને હાર્દિકને સ્ટ્રેચર પર સુવડાવીને અંશુ પાસે થોડી ફોર્માલીટી પૂરી કરાવી અને હાર્દિક ને બાકી ની ટ્રીટમેન્ટ માટે નજીક ની હોસ્પિટલ માં ભરતી કર્યો.

થોડી વાર માં જનરલ શિફ્ટ માં મેનજર આવતા અંશુ એ આ વાત કહી. મેનેજર એ પહેલા તો અંશુ ને ધમકાવ્યો અને એક એન્જીયર પાસે આવા હેલ્પરના કામ કરાવવાની રીત ખોટી છે એમ કીધું. પરંતુ જયારે અંશુ એ પૂરી પરિસ્થિતિ શું હતી એ જણાવી કે પ્રોબ્લેમ ક્રિટીકલ હતો, અને હાર્દિકને એમાં શું કરવું એ ખબર પણ નહોતી. જો ટેકનીસીયનને વાલ્વ બંધ કરવા ઉપર મોકલી આપે તો નીચે અંશુ એ પોતે જ પ્રોબ્લેમ સોલ્વ કરવો પડે અને એમાં સમય પણ જાય એટલે ટેકનીસીયનની જગ્યાએ હાર્દિક ને એ કામ સોંપ્યું. અંશુ ની પૂરી વાત સાંભળીને મેનેજર પણ અંદરખાનેથી સમજી તો ગયા હતા કે વાંક અંશુનો નહોતો. એટલે એ વધારે બોલ્યા વગર સીધો હાર્દિકને ફોન લગાવ્યો અને હાર્દિકે જમણા પગમાં ફ્રેકચર હોવાનું જણાવ્યું. એમણે હાર્દિક જ્યાં સુધી ચાલતો ના થાય ત્યાં સુધી ઘરે જતા રહેવાનું કહ્યું. હાર્દિક બીજા જ દિવસે એના ઘરે સુરત જતો રહ્યો.

(અંશુ અને હાર્દિક વચ્ચે હજી માંડ બરાબર ચાલતું હતું ત્યાં ફરી એક ટર્નિંગ પોઈન્ટ આવ્યો, હાર્દિક ફરી અંશુ ઉપર ગુસ્સે ભરાયો અને એના ખરાબ ફળ પણ સીડી પરથી પડીને પોતાનો પગ તોડાવીને ચાખ્યા. હાર્દિકચુપ રહી શકશે કે એના સ્વભાવ પ્રમાણે હજી કંઇક કરશે ?? બસ તો એના માટે વાંચવો પડશે દોસ્ત સાથે દુશ્મની નો આવતો ભાગ......)