અધિનાયક Scene :- 13 vanraj bokhiriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધિનાયક Scene :- 13

SCENE: - 13

- રાધિકા બહાર આવી ત્યારે નિચોવાઈ ગયેલી. ખુબ થાકેલ અવસ્થામાં નીચે hall પર આવી. Sofa આગળ આવી ત્યારે સુતેલી લાવણ્યાને જોઈ રહી. થોડીવાર તો જોઈ જ રહી. લાવણ્યાની આંખ ખુલી તો સામે રાધિકાને પામી. આજુબાજુ જોઈને પોતે હજુ CM house જ છે તે સમજી ગઇ. ઊભી થઈ. રાધિકાની bag તો તૈયાર જ હતી. “ચાલ!” લાવણ્યા બોલી. રાધિકા ચુપચાપ સાથે ચાલવા લાગી. થોડીવાર તો બન્નેમાંથી કોઇ ન બોલી.

“ક્યાં જન્મનાં પુરા કરવા આ રાક્ષસોના ઘરે નોકરી કરવાનું વિચાર્યું?” CM house ની બહાર નીકળ્યા બાદ રાધિકાએ સણસણતો સવાલ કર્યો. લાવણ્યા ઊભી રહી ગઈ. રાધિકા સામે જોઈ રહી.

“આ જ સવાલ તને pass કરુ તો?” લાવણ્યાએ પ્રતિપ્રશ્ન કર્યો. રાધિકા ચુપ રહી. “કેમ શું થયું? જવાબ નથી? કે પછી જવાબ ગોઠવી રહી છે?”

“જવાબ તો લાંબો છે. અહિં તો ઊભા-ઊભા નહિં જ અપાય!” બન્ને અભિનવ દ્વારા લાવણ્યાને office કામ માટે અપાયેલી car માં ગોઠવાઈ. લાવણ્યાનું ઘર આવ્યું. લાવણ્યાએ રાધિકાને ચાવી આપીને car park કરવા ગઈ. રાધિકા 3rd floor આવેલ લાવણ્યાના flat એ ગઈ,ત્યાસુધીમાં લાવણ્યા આવી ગઈ. રાધિકાએ જ lock ખોલ્યો, Drawing room આવ્યા. “લાવા! મારે ન્હાવું છે”

“Sure!” લાવાએ રાધિકાને bathroom દેખાડ્યું. રાધિકા ન્હાવા ગઈ.

- “લજ્જા ભોજાણી! મારી સાચી ઓળખ! દુનિયા સામે મારુ ગમે તે નામ હોય પણ, આ નામથી હું અલગ ન થઇ શકું! મારી કહાની કોઈ film થી ઓછી નથી,” fresh થઈ રાધિકા ઉર્ફે લજ્જા ભોજાણી લાવણ્યા સામે ગોઠવાઈ,બે જ sofa સામ-સામે ગોઠવાયા હતાં. 1 BHK વાળા ઘરમાં સામાન ના ને બરાબર હતો. થોડાઘણાં paintings. TV. Sofa-table. Cabinet અને ખુલ્લો hall!! “મારા પપ્પા સુરતમાં મોટા વેપારી! મમ્મી તો મારા જન્મ્યા પછી ગુજરી ગઈ. જેના કારણે પપ્પા મને નફરત કરવા લાગ્યા. મારૂ બાળપણ મારી નાની ત્યાં વિત્યું. પપ્પાએ તો બીજા marriage પણ કરી લીધાં. નવી મમ્મી, તેના બાળકો માટે હું અજનબી જ રહી. અલબત. પૈસેટકે કોઈ કમી ન હતી. પણ. પપ્પાનો પ્રેમ ન મળ્યો. 15 વર્ષની ઉંમર સુધી નાનીને ત્યાં રહી. નાની ગુજરી ગયાં પછી પપ્પાની family સાથે રહેવા લાગી. પણ. હું ક્યારેય તેમની વચ્ચે ન ભળી શકી. હમેશાં કોઈની કમી ખટક્યાં કરતી. જેની સાથે મનની-દિલની વાત કરી શકું. હંસી શકું, રડતી તો હમેંશા, પણ. એકલી! મને હમેંશા બહાર રહેવું ગમતું. કારણ કે બહાર હોઈએ ત્યારે જ પપ્પા મારી સાથે હસતાં-વાતો કરતાં. સમાજને સામે દેખાડો કરતાં. તે મને શાંતિ આપતું. જ્યારે તમને પોતાના પ્રેમ ન આપે ત્યારે તમે બીજે નજર દોડાવો. મે પણ એ જ કર્યું. જેમાં પણ મને માત્ર દુખ જ મળ્યું. શોષણ થયું એ અલગ! નાની ઉંમરમાં પ્રેમ કોને કહેવાય એ તો ક્યારેય ખબર ન પડી. પણ. Sex...” બોલતાં-બોલતાં અટકી ગઈ રાધિકા! “ક્યારેક ઘરથી. તો ક્યારેક બહારથી! આ જ્ઞાન તો ખુબ મળ્યું ને કામ પણ આવ્યું. પણ. સાથે-સાથે નવી માઁ થી નફરત અને માર પણ એટલી મળી. નાનીના ઘરથી આવ્યાનાં 2 વર્ષમાં તો મેં 2 વાર suicide ની fail try કરી. ઘરે ન જવું પડે એટલે friend ના ઘરે વાચવાના બ્હાને પડી રહેતી. Life થી રીતસર કંટાળી ગઈ હતી.” થોડી અટકીને પાણી પીધું.

“પણ કહે છેને જેવું વિચારો એવું પામો! એક રાતની વાત છે. Friend ના ઘરેથી મોડી આવી. Friend સાથે ઝગડો થઈ ગયો હતો એ કારણે મન ખુબ upset હતું. હું કાંઈ ઝગડાખોર નહોતી. મગજ ચિડીયો હતો. બીકણં પણ હતી. તે રાતે એક ચોર આવ્યો. મારો room last floor પર હતો. સૌથી નીચે બાપ અને તેની family નો room હતો. બનાવટ એટલી ખરાબ હતી એ મકાનની કે મારે પાણી પીવા જવું હોય તો પણ બાપના room થી જવું પડતું. રાત્રે તો એ room ફરજિયાત બંધ રહેતો. એ પણ only for me! એ કારણે મારે ફરજિયાત bottle ભરી રાખવી પડતી. ન રાખું તો તરસ્યું મરવાનું! એવી જ રીતે બપોરે ભુખ્યું મરવાનું, જો ઘરે નવી માઁના સુવાના time એ ગઈ તો! તે રાત્રે હું ભુખી-તરસી આવી મોડી! પણ મારે એ રાક્ષસોના મોઢા પણ નહોતાં જોવાં! એટલે ભુખી સુતી! રાતનાં 2-2:30 વાગ્યા હશે! મને ઊંઘ ન આવતાં facebook માં લાગી. નીચે અવાજ આવ્યો. પણ મેં ધ્યાન ન આપ્યું. ફરીથી અવાજ આવ્યો. આ વખતે ધ્યાન આપ્યું તો લાગ્યું કે કંઈક તોડવાનો અવાજ આવ્યો. Mobile બંધ કરીને કાન દિધાં. તો ખરેખર ખ્યાલ આવ્યો કે કોઈ તોડી રહ્યું હતું. પણ. શું? ઊભી થઈને નીચે ગઈ તો પપ્પાનો room ખુલ્લો હતો. મને થયું કે ચાલો કમસેકમ પાણી તો પી શકીશ. અંદર ગઈ તો ખ્યાલ આવ્યો કે ઘરમાં ચોરી થઈ છે. તિજોરી-કબાટ તોડ્યો હતો. મેં પહેલીવાર એ તિજોરી જોઈ. પહેલીવાર હાથ મારવાની ઈચ્છા થઈ. પણ આ રાક્ષસો જાગ્યા કેમ નહિં. નહિંતર તો જરાક આવાજ આવે એટલે આંખુ ઘર માંથે લે એવા હતાં. પણ. આજે તો ઉંહકારો પણ નહિં? જોકે મને એની પરવાં ન થઈ. મેં તો તિજોરીમાં હાથ ફેરવ્યો. લુખ્ખાંઓ પાસે લાખ રોકડાં પણ ન હતો. દાગીનાં સેરવ્યાં. ઉપર ગઈ. ત્યાં જોયું કે ચોરે મારા room માં કળા કરી. બારી તોડીને ભાગી ગયો હતો. મારા room માં તો ખાસ કઈ હતું જ નહિં. છતાં એ મારો mobile ચોરી ગયો. એ જ સમયે મને ઝંબકારો થયો. Bag pack કરી. ચોરની પાછળ-પાછળ ગઈ. T-shirt—trouser માં bag લઈને!”

“What? U r really mad! T-shirt-trouser માં તે ઘર છોડ્યું? ખરેખર તું કંટાળી ગઈ હતી!” લાવણ્યા હસવાં લાગી.

“હું તો એ ચોર પાછળ-પાછળ ચાલી નીકળી. થોડા અંતરે તેને ખબર પડતાં મારી પાસે વળ્યો. મને બધી ચોરેલ માલ આપીને police ને ન કહેવા વિનવી. મેં કહ્યું હું પણ ભાગી રહી છું. કોની સાથે? તેણે પૂછ્યુ. તો મેં જવાબ આપ્યો તારી સાથે! તે ચકરાઈ ગયો. તે ભાગ્યો. તે આગળ-આગળને હું પાછળ-પાછળ! મેં ધમકાવ્યો. મને સાથે કર નહિંતર police station એ જઈને rape ની ફરીયાદ ઠોંકી દઈશ! તેણે ના છુટકે મને સાથે કરી. બિચારો ભોળો લાગ્યો. પણ તે હતો નહિં. નવી માઁના દિકરાંનો friend બનીને ઘરે રોકાયો હતો. બધાને ઘેનમાં સુવડાવીને ચોરી કરી. તે દિવસે મેં તો એ ઘરનું પાણી પણ પીધુ નહોતું. એટલે મને ભાગવાની તક મળી ગઈ. તે મને કોઈ 3 star hotel લઈ ગયો, room મેં ભાગ પડાવ્યાં. તેણે કહ્યું કે એ અમદાવાદની ચોરબજારે એ બધું વેચી મારવાનો છે. મેં કહ્યું કે તો મને ત્યારે ભાગ આપીને છુટી કરજે! બિચારો ખુશ થઈ ગયો,બીજે દિવસે અમદાવાદની ચોરબજારે આવ્યા. મારા લાખોપતિ બાપની કિમ્મત 99 હજારે અટકી. મને તો હસવું આવી ગયું. તે ચોરે મને 40 હજાર આપ્યા. Mobile પાછો આપ્યો. એ મારાથી છુટ્ટો પડ્યો. પણ આ 40 હજારનું કરવું શું? ભાગી તો ખરી પણ જાવ ક્યાં? આ દુનિયા મને મારૂ કહેવાવાળું કોઈ ન હતું. પાછું આ તો સાવ અજાણ્યું અમદાવાદ! નક્કી કર્યું કે સુરત પાછી જાવ. જો પકડાઈશ તો ઘર વિરૂદ્ધ domestic violence case ઊભો કરી દઈશ. કોઈ old friend એ આ સલાહ પહેલાં મને આપી હતી. આવા તો અનેક ગાંડા કાઢ્યાં. જેમ-તેમ કાલુપુર railway station એ આવી. હવે મારા નસીબ કહે કે ગમે તે! Ticket કઢાવી બેસી પણ ગઇ. હવે railway station માં પણ કળાકાર હોય જ! કોઈ યુવતિએ ચોરી કરી હશે ને police તેણીને શોધતી હશે. ત્યાં police એ મને જોઈ. મને પેલ્લી ચોરની સમજી બેઠાં. મારી સામે જોઈ પકડો-પકડોની બુમ પાડી. મને લાગ્યું કે ઘરે ચોરી કરનાર ચોર પકડાઈ ગયો ને એણે સાથીદાર તરીકે મને સંડોવી. હું તો ભાગી. પુરાં station એ ફરી વળી. ત્યાં મુબંઈ જતી train જોઈ, police થી બચવા હું તેમાં ચડી ગઇ. ત્યાં આ ચોર જડી ગયો, ‘તું પાછી આવી ગઈ..’ મને ઝગડવા લાગે એ પહેલાં મેં police નો ડર બતાવીને સાથે લઈ જવા મનાવ્યો. આવું 2-3 વાર થયું. તે ચોરીનો કેટલોક ભાગ આપીને મને છુટી કરે ને પાછા ભેગા થઇ જ જઇએ. જોકે. ધીમે-ધીમે તેણે મારામાં રસ પડ્યો. આવી ફટાકડી-બેફિકરી-બિન્ધાસ્ત છોકરીથી કોણ ન આકર્ષાય? બે-ત્રણવાર ચેનચાળાં કરવા ગયો ત્યારે એવો ધિબેડ્યો કે ખો ભુલી ગયો. જોકે તેણે છુટ્ટી ન કરી. કારણકે મારી ઈમાનદારી પણ એવી હતી.”

“ઈમાનદારી? એ પણ ચોરીમાં?” લાવણ્યા હસી પડી.

“હાઁ! યાર! શરૂઆતમાં તે ચોરી કરતો ને હું બહાર ચોકી કરવાં ઊભી રહેતી. જેવી શંકા થાય કે signal આપી દેવાનું! ઘણીવાર મારા કારણે થોડો જ માલ મળતો. ધીરે-ધીરે સમજતી ગઈ. પછી શરૂઆત કરી બંટી-બબલીની બની મોટો-મોટો માલ હડપવાની! નૌટંકીમાં હું અવ્વલ હતી. તે ચોર શાતિર મગજનો! સાંરા-સાંરાને બાટલીમાં ઊતારી દેવા એ તો તેના ડાબા હાથનો ખેલ! તેમાં સાંરા એવા સફળ થયાં. અમારો simple funda હતો, Target achieve થાય એટલે ફરવા ઊપડી જવાનું. મોજ-મજા કરવાની! રખડવાનું-shopping-movie જોઈ કાઢવાની જે કરવું એ કરવાનું! Police નો તો ડર હતો જ નહિં! આ દરમ્યાન હું ચોર સાથે close થઈ. પૈસાની-મોજ-મજા કરવાની લાલચમાં હું આંધળી થઈ ગઈ હતી. વધારે કમાવવા માટે મને વિચાર આવ્યો કે આવું મસ્ત figure છે તો one night stand દ્વારા કેમ ન કમાવું? 2-3 માલેતુજાર કમ વાસનાભુખ્યા વરૂઓને લુટ્યાં. ત્યાં સુધીમાં એ ચોરનો ભેટો uncle broad સાથે થયો. એક politician ને પતાવવાનો contract આપ્યો. ચોરે મારા દ્વારા એ politician ને ફસાવી પતાવી દિધો. પછી અમે uncle broad ની under કામ કરવા લાગ્યા. પણ. એક કામમાં ખોટી માહિતી મળતાં એ police ના હાથે પકડાઈ ગયો. થોડા સમય માટે હું under ground થઈ ગઈ. પણ. અભિનવના ગુંડાઓએ પકડી પાડી. અભિનવે મને આ કામ કરવા લાલચ આપી. હવે જોઈએ. ક્યારે એ છુટે એ જોવાનું રહ્યું!” રાધિકાએ વાત પુરી કરતાં- કરતાં રડી પડી. લાવણ્યાએ શાંત કરી.

“મેં તો મારી વાત કરી નાખી, પણ, તું તો કહે, તું સીધી-સાદી છોકરી આવા લોકો વચ્ચે કેમ આવી ગઈ?” રાધિકાને હવે લાવણ્યા વિશે જાણવાની ઉત્કંઠા જાગી, જોકે, જવાબ આપવાને બદલે લાવણ્યા સ્મિત કરતી રહી, તેણીનું સ્મિત ઘણું રહસ્યમય હતું.

***

- “તમારા નાક નીચેથી તે ગુંડાઓ ધૃતિને લઈ ગયાં અને તમે મને સમજાવવા બેઠાં છો?” વરાછા police station PI ધનરાજ વાનાણીના ગુસ્સાથી ગુંજી ઉઠ્યું, પોતાની ગેરહાજરીમાં ધૃતિનું ધનરાજ mansion થી kidnapping થઈ જતાં PI વાનાણી છળી મર્યો, Staff ની આકરી class લીધી.

“Sir! ધૃતિ ગજેરા ખુદ surrender થવાં હુમલાખોરો તરફ ચાલ્યા ગયાં હતાં. અમે તેને ખુબ સમજાવી. Sir! પણ તેણી અમારી વાત ન માની. જો અમે firing કરીએ તો સૌથી પહેલાં તો ધૃતિને જ લાગે! Sir! તેઓ professional killers છે, અમારી જવાબી firing માં જે મરાયા છે તેની details મેળવી રહ્યાં છીએ.”

“Don’t give me an excuse! Commissioner સાહેબનો order આવ્યો છે કે જો 24 કલાકમાં kidnappers arrest ના થયાં તો ગજેરા family case માં involve તમામ officers નાછુટકે suspend કરવા પડશે. તેમણે કડક order આપવો છે. એટલે..” PI વાનાણી નરમ અને નિરાશ થતાં બોલ્યો જતો હતો. અચાનક તેનો mobile રણકી ઉઠ્યો. Call receive કરતાં સામેથી જે વાત થઈ એ PI ની સમજની બહાર હતું.

“ચાલો! Civil hospital!” અસમંજશનો ભાવ હોવાં છતાં જાણે નવી હિમ્મત આવી હોય તેવી ત્વરાથી PI વાનાણી Stick & hat લઈ staff ની આગેવાની કરતાં ચાલવા લાગ્યા, staff તેમની follow કરવાં લાગી.

***

“Miss તમન્ના વકીલના! તો તમે call કર્યો હતો. PI વાનાણી compound માં ઊભેલ યુવતિ સાથે વાતની શરૂઆત કરતાં બોલી ઉઠ્યાં.

“Yes! I’m advocate તમન્ના વકીલના! 2 કલાક પહેલાં અમદાવાદથી આવી રહી હતી ત્યારે કામરેજ circle પાસે મને miss ધૃતિ ગજેરા બેભાન થયેલી મળી આવી.” Lawyer તમન્ના વકીલનાએ પોતાનો પરીચય આપ્યાં સાથે PI વાનાણીને જવાબ આપ્યો. સપ્રમાણ બાંધા પર tube top with brazier-skirt પહેરેલું. વાકડિયા ખભા સુધીના વાળ. આત્મવિશ્વાસથી ભરપુર ગૌરો ચહેરાની જાડી frame ના specs થી મંઢાયેલી આંખો PI ને માંથાથી પગ સુધી scan કરી ગઈ. “ખુબ મારેલી લાગતી હતી. સરખી રીતે ઊભી પણ નહોતી થઈ શક્તી હતી. Ambulance બોલાવીને તમને call કર્યો.”

“કોઈ બદકામ?” ધબકતાં હ્રદયે PI એ પૂછ્યું.

“No! No! She is safe!”

“Thank u! Miss વકીલના! આટલી મોડી રાત્રે...”

“તેમાં આભાર માનવાની જરૂર નથી. આમપણ. મારે તમને-ધૃતિને મળવા આવવાનું જ હતું,”

“મતલબ?”

“મતલબ એ કે Mr ગજેરાનાં friend-lawyer સમીર સવાણીએ મને વિરાગ murder case માં યશનિલનાં બચાવ માટે appoint કરી છે & બીજીવાત એ કે યશનિલને ભાન આવી ગઈ છે. Doctors એ તો મને મળવા કહ્યું હતું. પણ. નિયમ પ્રમાણે મારા કરતાં તમારે યશનિલને મળવાની ઉતાવળ વધારે હોવી જોઈએ. M I Right?” lawyer વકીલનાએ ઉતાવળમાં પણ PI ને છક્ક કરી જાય તેવી છટાંથી સમજાવ્યું. “M I right. Sir?”

“Oh! Yes! Yes! Come let’s go!” તમન્ના બીજીવાર પુછતાં જ PI વાનાણીએ પગ ઉપાડ્યાં. પાછળ-પાછળ તમન્ના તેમજ Staff ગયો. ધનાધિપતિ ધનરાજ ગજેરાના દિકરાં યશનિલને special ward ફાળવાયો હતો. Doctors-nurse 24 કલાક ખડે પગે હતાં.

- “રવિવારની સાંજે મારી sister ધૃતિને સુરત આવતો હતો ત્યાં બારડોલી road આગળ વિરાગ મળ્યો. મારે lift નહોતી આપવી છતાં એ car માં બેઠો. બેસતાં સાથે જ એક જુનીવાતને ઊખેળીને મને ઉશ્કેરવા લાગ્યો,” special ward માં રખાયેલ યશનિલે નિવેદન આપવાનું શરૂ કર્યું. Doctor તેમનો staff તેમજ PI વાનાણીની હાજરીમાં યશનિલનું નિવેદન નોંધાઈ રહ્યું હતું.

“કઈ વાત હતી?” PI વાનાણીએ પુછ્યું. યશે તેની સામે જોયું.

“એનો જવાબ આપવાનું હું જરૂરી સમજતો નથી?”

“જવાબ તો તમારે આપવો જ પડશે. યશનિલ ગજેરા! તમને સાંભળ્યા વગર અમે જવાના નથી,”

“Mr યશ! હું તમારી lawyer તમન્ના વકીલના..” તમન્ના પાસે આવીને યશનિલને ઓળખાણ આપવા ગઈ તો યશે તેણી નો હાથ પકડી લીધો.

“Wow..! What a beauty!” યશનિલ તો flirt કરવા લાગ્યો. તેને જરાય કોઈ ફિકર ન હતી. તમન્ના ક્ષોભ પામી. તેણી હાથ છોડાવવા ગઈ તો યશ વધારે પકડ મજબુત કરવા લાગ્યો..

“યશ...” PI બન્ને વચ્ચે આવીને તમન્નાનો હાથ છોડાવ્યો, “પોતાની હદમાં રહો.” તમન્ના સહેજ દુર ખસી ગઈ, “હવે જરાય અટક્યા વગર જે કંઈપણ થયું એ ચોખ્ખે-ચોખ્ખું બધું કહી નાખ.” આ વખતે PI કડક અને મોટા અવાજે બોલ્યા, સાથે યશનિલ સામે stick રમાડવા લાગ્યા.

“એ ઉશ્કેરવા લાગ્યો મને. મારો મગજ ગયો. મેં એક મુક્કો તેનાં મોઢે માર્યો. અમારા વચ્ચે ઝપાઝપી થવા લાગી અને સામે આવતાં truck પર મારૂં ધ્યાન ન ગયું અને અમારૂં accident થયું ગયું...” યશનિલે કણસતાં-કણસતાં નિવેદન આપ્યું.

“અચ્છા? Car માં તમે બે જ હતાં છતાં...સામે આવતાં truck ને જોઈ ન શક્યા. તમને બચવાનો સમય ન મળ્યો? ઝગડતાં હતાં તો car રોકી નહિં? બોલો. કઈ વાત પર ઝગડતાં હતાં એવું ક્યું કારણ હતું કે તમે ઘરે આવી વાત સુલઝાવવાનું જરૂરી ન સમજ્યું?” PI વળતાં સવાલો કર્યા.

“...મને યાદ નથી. યાદ કરૂં તો માથું ભારી-ભારી લાગવા લાગે છે..”

“એ તો ભુલી જ જવાયને. Mister! દારૂ ઢિચ્યો હતો તે અને વિરાગે! તું Car 100 km/h ની ઝડપે હંકારી રહ્યો હતો. એટલે જ તને કંઈ યાદ નથી. યશનિલ! દારૂ પીને 100 km/h ઝડપે હંકારવાને કારણે truck સાથે accident થવાનાં કારણે truck driver અને તેનો માણસ તો injured થયો. અને તારા બેફામ driving ને કારણે વિરાગ ગંભિર રીતે injured થયો, Hospital આવતાં-આવતાં વિરાગ પારડીવાળા મરણને શરણ પામ્યો.”

“What? What Nonsense??” યશનિલથી રાડ પડાઈ ગઈ. ગળાંમાં દુખવા લાગ્યું. થોડી અટકી ગયો. “એ __! ક્યારેય ન મરે! Where is my mom? એ હજું દેખાયા કેમ નથી? એમને આવવા દ્યો! એ બધું સંભાળી લેશે. તમારી પાસે કોઈ proof નથી! છે કોઈ proof? હોય તો પણ તમે મારૂ કશું નહિં બગાડી શકો! Jail માં નાખશો તો પણ mom કલાકમાં મને છોડાવી લેશે. તમે મારૂ કાંઈ નહિં બગાડી શકો. એકવાર મારી momને આવવા તો દો,”

“યશ! ધર્મિષ્ઠા aunty નું Kidnapping થઈ ગયું છે,ધનરાજ uncle પર તમારા જ ઘરમાં attack થતાં તેઓને Hospitalise કરાયાં. છેલ્લે તો ધૃતિ...”

“શું થયું ધૃતિને? કોણે કર્યુ mom નું kidnapping ને dad પર attack? Inspector! તમે અહિં ઊભા શું છો? બોલો શું કર્યું તમે અત્યાર સુધી?” દુખાવાં વચ્ચે પણ યશનિલ છળી મર્યો. ઊભા થવાનો જ હતો કે doctor-staff એ મહામહેનતે તેને સંભાળ્યો.

“એમણે અત્યાર સુધી____” અચાનક પાછળથી ગાળોનો વરસાદ વરસ્યો. “ઘર લુટાઈ જાય. પરીવાર બરબાદ થઈ જાય કે કોઈની આબરુ લુટાંઈ જાય... આ લોકો બસ __! __! _!” બધાની નજર door તરફ ગઈ. Fore-arm crutch (કાખઘોડી) ના ટેકે બધા વચ્ચે આવી.

“Miss ધૃતિ mind your...” PI વાનાણી ધૃતિ તરફ આવતો બબડ્યો.

“Mind yours! તને કોઈ હક્ક નથી મને રોકવાનો! તારી ઓકાંત શું છે? બે કોડીનો inspector મને રોકવા આવ્યો. તારા બે કોડીના આ ___ ની સામે એ લોકો મને લઈ ગયાં અને તારા આ ___ માં stick ભરાવીને ઊભા રહી ગયાં. ___!” ધૃતિ મનફાવે તે બોલી ગઈ. PI ધનજંય વાનાણી સમસમી ગયો. ધૃતિ આ હદે જશે એ સ્વપ્નેય કલ્પના ન હતી. જેમ-જેમ ધૃતિ બોલ્યે જતી હતી તેમ-તેમ PI ના મગજના પારો આસમાને પહોચતો હતો. હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. ધારત તો ધૃતિ પર ઊગામીને બોલતી બંધ કરી શક્ત. પણ. ભીડ વધ્યે જતાં તે ચુપ રહ્યો અને મામલો વધે નહિં તે માટે staff ને ઈશારો કરી staff સાથે ચાલ્યો ગયો. ધૃતિ તે જોઈ રહી. બધા સામે જોઈને બોલી ઊઠી. “મારા બાપના લગ્ન છે કે ઊભા છો. જાવ ચાલતી પકડો..”

- Doctor & તેના staff સૌ ચાલતા થયાં. આ બધા વચ્ચે તમન્નાની તો બોલતી જ બંધ થઈ રહી. ધૃતિ તેણીને જોતાં જ તેણી તરફ ગઈ. તમન્ના તો ધ્રૂજવાં લાગી. ધૃતિ નજીક આવી.

“તું? તું અમારી lawyer?” ધૃતિએ તુછ્કારાથી પૂછ્યું.

“હ...હા....હું...! સમીર uncle એ મને..” તમન્નાને શું બોલવૂં એ જ ગતાગમ નહોતી પડતી.

“સમીર સવાણીએ પણ કેવી lawyer appoint કરી છે જે પોતાના અસીલ સાથે ચર્ચા કર્યા વગર જ police ને statement અપાવવામાં મદદ કરવા દોડી ગઈ. તને ખબર પણ છે કે મારી રજા વગર police ને hospital માં પગ સુધ્ધા રાખવા ન દેવાય? ચાલ એ માટે તને માફ કરી!” ધૃતિ છટાં સાથે તમન્નાનો ઉંધડો લીધો. તમન્ના અવાક્ રહી. “કોઈ તૈયારી કરી છે ખરી? Basics ખબર પણ છે કે..? કોઈ plan છે કે નહિં..? આ ____ યશને arrest કરી ગયાં હોત તો તારી પાસે bail કરવવાના document તૈયાર હતાં?” ધૃતિએ સવાલોની ઝંડી વરસાવી. PI સામે જે smartness હતી એ ધૃતિ સામે ઓગળી ગઈ. “You haven’t any answer! તૈયારી તો એકડાની નથીને મારા તરફથી case લડવા આવી છો,”

“ધૃતિ...” તમન્નાથી બોલાય ગયું. ધૃતિએ આંખો દેખાડી. “I mean ધૃતિ madam! કાલ સુધીમાં case તૈયાર થઈ જશે,”

“...No! No! કાલ નહિં. આજ સાંજ! આજ સાંજ સુધીમાં document તૈયાર થઈ જવા જોઈએ. નહિંતર મને તારુ આ make-up થી લથબથ થોબડું ન બતાવતી, It’s clear?” ધૃતિએ ultimatum આપ્યું.

“Yes! Madam!”

“તો હવે મારુ થોબડું શું જુએ છે? ચાલ ભાગ!” ધૃતિના બોલતા જ તમન્ના તો ભાગી. ધૃતિ યશનિલ પાસે ગઈ. માથે હાથ ફેરવ્યો. કપાળ ચુમ્યું. આંખોમાં આસું આવી ગયાં. કપાળ પરનો પટ્ટો ભિજાંય ગયો. યશે જમણો હાથ ધૃતિના માથે મુક્યો. તેની આંખો ભિજાઈ. ભાઈ-બહેન વચ્ચે એક શબ્દ બોલાયા વગર ઘણું બોલાય ગયું.

***

- સાંજે new civil hospital માં અફળા-તફળી મચી ગઈ. આખરે એકાએક hospital નો power supply ખોરવાયો કઈ રીતે? દર્દી-તેના સગાંવ્હાલા-doctors-staff હાફળો-ફાફળો થઈ ગયો. બધા પોત-પોતાના contact દોડાવવા લાગ્યાં. Police ધંધે લાગી ગઈ. ચારેતરફ અંધકાર ફેલાય ગયો. કોઈ-કોઈના ચહેરા ન ઓળખાય! તેમાં પણ emergency case નો તો મરો થાય.

- અલબત! લગભગ 10 minute ની અફળા-તફળી મચ્યા બાદ power supply regular થઈ ગયો. પણ, આ 10 minute માં તો ગમે તે થઈ શકેને?

- “doctor..! Doctor..!” hospital management ની head doctors સાથે meeting ચાલતી હતી કે ત્યાં એક nurse આવી પહોચીં. Doctors ને ન ગમ્યું, Nurse પર તુટી પડ્યાં, “પહેલાં મને સાંભળો તો ખરી. Special ward માં observation માં રખાયેલ Mr ધનરાજ ગજેરા તેમના room માં નથી.”

“What...” management માં સોંપો પડી ગયો, બધાને miss ધૃતિ ગજેરાનો ભય વધારે હતો. એ તો...!

- ...અને management નો ભય સાચો પડ્યો. ધૃતિએ તો home minister નવિન પટેલ (..એ સમયે નવિન પટેલ જીવીત હતા.) Call કરી hospital management-doctors- staff- police officers પર આકરી કાર્યવાહી કરવા દબાણ ઊભું કર્યું. જો પપ્પા ના મળ્યા તો આ બધાને suspend કરવાની ભલામણ કરી. નવિન પટેલનો call આવતા collector સાહેબે police દોડતી કરી. અજાણ્યા લોકો વિરૂદ્ધ અપહરણનો case નોંધાયો. શહેરમાં blockade (નાંકાબધી) કરાઈ. લાગતા-વળગતાને jail પુરી આકરી સરભરા કરી. પણ. બધાં પરીણામ zero!

“Sir! Electricity ઠપ્પ થાય તે અગાઉની 10-15 minute પહેલાં હું મારા 3 staff સાથે Mr ગજેરાનું check-up કરવા ગયો હતો, તેમને ભાન આવે તેમ હતું, બધાં reports normal આવે તેમ હતાં..” PI વાનાણીને Dr પ્રજાપતિએ પોતાના staff ને સાથે રાખીને નિવેદન આપ્યું.

“તમારા staff ના બધાં હાજર છે? કોઈ નથી આવ્યું તેવું તો નથીને...”

“Sir! પ્રશાંત ભાગદોડ પછી દેખાયો નથી, તે તો Mr ગજેરાનું ધ્યાન રાખતો હતો,” એક nurs એ જણાવ્યું.

“રજા લઈને ગયો હતો?”

“No! Sir! આટલી emergency વચ્ચે રજા આપવાનો સવાલ જ નથી. પ્રશાંત તો સારો છોકરો છે તે આમાં સંડોવાયેલ હોય તે મને લાગતું..”

“Contact કરો જોઈએ. હમણાં ખબર પડી જશે..” PI ના કહેવાથી એ Nurse એ mobile લગાડ્યો. પણ. Not reachable! “તેનો કોઈ photo-address તો હશે.”

“હાં! છેને!” એક nurse એ photo સાથે address પણ આપ્યું.

“ભાગી ગયો. સાલો!” PI દરવાજા પર હાથ પછાડતા રહ્યાં.

***

- “Sir! આ છે તમારા officer!” સુરત police commissioner office માં dr. પારડીવાળાએ commissioner સાહેબ સામે જ PI ધનજંય વાનાણી પર આક્ષેપ કર્યો, “પુરી civil hospital police થી secure હોવા છતાં મારા દિકરાની હત્યાનો mastermind Mr ધનરાજ ગજેરાને તેમની દિકરી ધૃતિ ગજેરા civil થી ઉઠાવી ગઈ. ધનજંય વાનાણીને ધૃતિ ગજેરા સાથે પ્રેમ-સંબંધ છે એટલે જ પોતાની ફરજ જાણીજોઈને ચુકી ગયા. Sir! PI વાનાણી ધૃતિ સાથે ભરેલા છે એ ધૃતિને મદદ કરી રહ્યા છે. મને તો લાગે છે મારા દિકરાંની હત્યામાં..”

“Just shut up! Doctor!” PI વાનાણીનો પિત્તો ગયો. “ક્યારનાં બોલ્યે જાવ છો. મારા પર ખોટાં આક્ષેપ કર્યે જાવ છો. 3 વર્ષથી Police Department માં જોડાયેલ છું. Duty નાં સમયે મારા કોઈપણ પ્રકારના relation ને વચ્ચે નથી લાવતો. Miss ધૃતિ સાથે relation હોય તો પણ હું ગુનેગારોને મદદ ન કરું.”

“ ..વાનાણી!..” Commissioner સાહેબને PI ને રોકવા પડ્યાં. “Come down my son!” PI ચુપ રહ્યો. “જુઓ! Dr પારડીવાળા! વિરાગની મૌતનો મને પણ અફસોસ છે. સુરતમાં આવો એટલે Mr ગજેરાથી.. ખાસ કરીને વિરાગથી અવગત થવું જ રહ્યું. અમે ઘણીવાર મળી ચુક્યાં છીએ. એટલે તમારુ દુખ સમજી શકું છું. અને PI વાનાણીને પણ સુરત આવ્યો ત્યારથી ઓળખું છું. તેમની વિરૂદ્ધ કોઈ ફરીયાદ નથી. He is most reliable in staff! In this case! હું comity રચીશ. તે તપાસ કરશે. ત્યાં સુધી PI વાનાણી આ case થી દુર રહેશે. આ માટે એ રજા પર ઊતરી જાય તો ઉત્તમ! એવા મારા નિર્દેશ છે,” commissioner સાહેબ બન્ને તરફથી ન્યાયી હલ કાઢ્યો. બન્ને સહમત થયા.

***