માય અનટોલ્ડ સ્ટોરી Bhautik Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

માય અનટોલ્ડ સ્ટોરી

My Untold Story

શરુઆત ક્યાંથી કરવી તે જ સમજાતું નથી કારણકે પાછળની જિંદગી માં ડોકિયું કરુને તો સંઘર્ષ સિવાય કઈ જ દેખાતું નથી. વેલ આજે મોકો મળ્યો છે એટલે જે કઈશ તે સાચું જ કઈશ કારણકે બીજાની જેમ એક્સ્ટ્રા નાખી ને વાહ વાહ મારે જોઈતી નથી. ગપ્પાં મારવામાં મને કોઈ રસ નથી જે છે તે સાચુ જ લખીશ.

હું ભૌતિક પટેલ મારી જાતને મેકેનીકલ એન્જીનીયર કમ લેખક વધારે માનું છુ. હમેશા વાંચવાનો શોખ રહેલો. ખુબ વાચ્યું એટલે જ હવે દુનિયા બદલવા નીકળ્યો છુ. કારણકે આ વાસ મારતા સમાજ ને થોડુક પરફૂમ ના સ્મેલ ની જરૂર છે.

મારા પપ્પા ખેડૂત ના દીકરા તે પોતાનું વતન છોડીને સુરત રહેવા આવ્યા. તેમનો એકનો એક દીકરો એટલે હું. કોઈ લાડ-પ્યાર નહી જરૂર પડે એટલે લાફટ મારી દેવાની એટલે મારા પપ્પા. આમ તો મારો જન્મ મિડલ ક્લાસ ફેમેલી માં થયો એટલે સંઘર્ષ ત્યાંથી જ ચાલુ થઇ જાય એવું હું માનું છુ. હુ ભણવામાં હોશિયાર હતો નહિ, પણ લોકો ના મેણા સાંભળી સંભાળીને હોશિયાર બન્યો. મારા પપ્પા હમેશા કહેતા કે ભણવું ના હોય તો હીરા માં બેસી જ્જે ખોટા બાપ ના પૈસા નઈ બગાડતો. કોઈક ને કોઈક તે ડર થી જીવતો. સાહેબ ધોરણ ૧૦ માં ખાલી ૫ કલાક જ સુતો,આખો દિવસ ગાંડા ની જેમ મહેનત કરતો કારણકે ન કરું તો પપ્પા ના શબ્દો યાદ આવતા.

(બોસ મારી કેપેસિટી હોશિયાર બનવાની ના હતી પણ મેં ક્યારેય પ્રયત્ન છોડયો ના હતો.)

૧૧-૧૨ માં સાયન્સ લીધું એ પણ ફુલ્લ ડે સ્કૂલમાં સવારે ૭ થી ૪ ત્યાં જતો અને ૫ થી ૧૨ વાચનાલયમાં. બે પૈડા વાળી સાઈકલ હતી. ક્યારેક સાઈકલની ચેઇન નીકળી જાય તો કલાક ત્યાં જ નીકળી જાય. સાઈકલના બધા જ સ્પૈરપાર્ટ્સ તૂટેલા હતા પણ સાહેબ ચલાવનાર ના સ્પૈરપાર્ટ્સ ક્યારેય તૂટ્યા નથી. ખુબ મહેનત કરી દિવાળીમાં સાંજે લોકો ફટાકડા ફોડે અને હું રાત્રે વાચનાલયમાં માં વાંચતો હોવ, બેસતા વર્ષ ના દિવસે પણ એક્ઝામ આપવા જવાની, ત્યારે દિલ ને લાગી આવતું. ૨ વર્ષ ખુબ મહેનત કરી લોકો કહેતા ગાંડો થઇ જશે. અમુક રીલેટીવ ઓળખતા પણ નહિ કારણકે આખો દિવસ વાચનાલયમાં હોવ. રવિવાર હોય કે હોળી કે ગણેશ ચતુર્થી આપડા માટે તો બધા દિવસ સરખા. ક્યારેક કોઈ લેખ વાચી ને ઇન્સ્પાઈર થતો તો, વધારે જુસ્સા થી કામ કરતો. રાડો પાડી ને રડતો પણ આંસુની કોઈને ખબર નથી પડવા દીધી સાહેબ.પપ્પા કહેતા “મારો દીકરો ક્યારેય થાકે નહિ અને ક્યારેય હારે પણ નહિ”.

૨ વર્ષ મહનેત બાદ રીઝલ્ટ આવ્યું ખુબ જ ઓછા માર્ક્સ. મને હજુ યાદ છે તે દિવસ અમે લોકો અમારા ગામ માં હતા. એક ખૂણા માં બેસી ને હું રડતો અને બીજી બાજુ મારા પપ્પા. પહેલીવાર પપ્પાના મો પર આંસુ જોયા. પણ બીજા દિવસે ઉઢયો. તરતજ બોલ્યો “મમ્મી તારો દીકરો એન્જીનીયર બનશે.” કારણકે મારી મમ્મી નું સપનું હતું તે. મારા પેરેન્ટ્સ વધારે ભણેલા નથી પણ વિચારો બહુ મોટા હતા તેમના.

એન્જીનીયર માં કઈ બ્રાંચ લેવી તે ખબર ના હતી. પપ્પા ના એક દોસ્તે એ કહ્યું મેકેનીકલ લઇ લે સારો સ્કોપ છે. હા!!! મેં તેમનું માન્યું અને એડમિશન લીધું. એક વર્ષ ની ૬૦૦૦૦ ફી,પપ્પાને આ કમાતા ૬ મહિના નીકળી જાય. ત્યારે પણ પપ્પાએ કહ્યું તેનું ટેંશન ના લઇશ તે પણ થઇ જશે.

किसीके सलाह से रस्ते जरुर मिलते हे लेकिन

मंजिले तो खुद की महनेत से ही मिलती हे.

એનજીનીયર ના ૪ વર્ષ ખુબ સંઘર્ષ કરેલા તે લખવા બેશીસ તો બૂક બની જશે. એનજીનીયર બન્યો ત્યારે પપ્પા માથે કેટલું દેવું હતું તે ખબર પડવા દીધી નથી મને, પણ બધું તેમણે ચૂકવી દીધું હતું. બધું જ પૂરું કર્યું અને એનજીનીયર બન્યો પછી સવાલ હતો જોબ નો. ફરીથી હું જ્યાં હતો ત્યા જ આવી ને ઉભો રહ્યો. ૭ વર્ષ રાત દિવસ એક કર્યા પણ કઈ જ ના મળ્યું. સંદીપ મહેશ્વરી ના વીડિઓ જોતો

“આસાન હે!!”

ફરીથી ઉભો થયો અંદર થી અવાજ આવતો આસાન હે. પછી જોબ શોધવાનું ચાલુ કર્યું એક કડવું સત્ય સમજાણું. તમે જયારે કોઈ વ્યકિત પાસે અપેક્ષા રાખો ને તે જ વ્યક્તિ તમને નીરાશ કરશે. એટલે જીંદગીમાં કોઈ પાસે અપેક્ષા નહી રાખતા સગા ભાઈ પાસે પણ નઈ, જે પણ કરીશ તે પોતાના દમથી કરીશ.

એનજીનીયરની હાલત અત્યારે કફોડી છે, જોબ મળવી મુશ્કેલ છે. પણ મેં નક્કી કર્યું હતું કે ઘરે બેશીસ તો નહિ જ. એટલે જોબ શોધવાનું ચાલુ કર્યું. પહેલે દિવસ ખુબ રખડ્યો પણ ક્યાય મેળ પડ્યો નહિ. છેલ્લે મેક-ડોનલસ માં ગયો પિઝ્ઝા ડીલવરી બોય બનવા માટે. તે લોકો મારો બાયોડેટા જોઇને હચમચી ગયા એક એનજીનીયર આવું કામ કરશે?? હું બોલ્યો હા સાહેબ કરીશ, જો આ પણ નહિ મળે તો ભીખ માગીશ પણ ઘરમાં નહી બેશું. તે લોકો ૭૦૦૦ સેલરી આપવા તૈયાર થયા. તે સાંજે મેં ઘરે આવી ને કહ્યું કે હું આ કામ કરીશ. ઘર માં સન્નાટો છવાઈ ગયો. તે જ સાંજે કંપની માંથી કોલ આવ્યો ઈંટરવયું માટે અહી પણ વાસ મારતો સમાજ હતો ૪ હજાર રૂપિયા લીધા મારી પાસે જોબ માટે. અત્યારે જોબ કરું છુ કંપની માં એનજીનીયર તરીકે ખુશ છુ. આ બધું એટલા માટે કહું છુ કે અહિયાં આસપાસ ના યુવાનો ને જોવ છુ બધાને શેઠ બનવું છે. કોઈ ને પરિશ્રમ કરવો નથી. મારી જ કંપની માં જોવ છુ એક ૭૦ વર્ષ ના વૃદ્ધ યુવાન કામ કરે છે. હમેશા હસતા હોય છે ક્યારેક તેની પાસે બેસું છુ, ખુબ સારી વાતો કરે છે. તેમને જોઇને ૨૩ વર્ષ ના યુવાનો પર હસવું આવે છે.

“ખુબ પડ્યો, ખુબ રડ્યો પણ ક્યારેય હાર નહિ માની, અને માનીશ પણ નહિ...પોતાની જાત ને ઈન્સ્પાયર કરું છુ.”

લેખક કઈ રીતે બન્યો એ પણ કહી દવ. હું મારી અંદરની જાતને શોધતો કે મને શું ગમે છે? મળ્યું ખરા!!

સાચો ભૌતિક તમારી સામે લેખક તરીકે “માતૃભારતી” આ શબ્દ એ મને તમારી સામે લાવ્યો. ૫ વર્ષ પહેલા લગભગ ૧૭ વર્ષ નો હતો ત્યારે મેં એક ડાયરીમાં લેખ લખેલો તે ડાયરી શોધી. ધૂળ ચડેલી ડાયરી ને જોઈ ને રડું આવ્યું, પણ પુરા જોશ થી લખવાનું ચાલુ કર્યું. મેં મારી પહેલી સ્ટોરી “Facebook lov” લખી. ૬૦૦+ વંચાય.

“આસાન હે”

હા થોડીક વાર લાગશે પણ થશે ખરા. અત્યારે પણ જે કઈ પણ છુ તે આ માતૃ-ભારતી ની એપને લીધે છુ. નવો ભૌતિક આપ્યો લેખક તરીકે આ એપે, રિંડરે ખુબ વાચ્યો મને. તેમનો પણ હું ખુબ આભારી છુ. હજારો મેસેજ મળ્યા કે ભૌતિકસર ખુબ સારું લખો છો. કોઈ ને નીરાશ કરવા નથી માંગતો. જે કઈ પણ જિંદગી છે એ લેખક અને સમાજ ને સુધારવા માટે વાપરવી છે. આ વાસ મારતો સમાજ સુધરશે પણ વાર લાગશે. સુધરવાની શરુઆત મારાથી કરી ચુક્યો છુ. તમે પણ કરશો તો તમારો આભારી રહીશ.

गलत लोग सायद सभी के जीवनमा आते हे,

लेकिन शिख हमेशा सही देके जाते हे.

હજુ એક બાબત કહેવી છે જયારે હું લોકો ને કહું છુ ને કે હું લેખક છુ ત્યારે સામે ના વિચિત્ર જવાબ સાંભળી ને હસવું આવે છે.અમુક જવાબ આવા હતા...

“એનજીનીયર બની ને આર્ટસ વાળા કમ કરે છે....”

“તારું મોઢું જોયું છે લેખક બનવા નીકળ્યો છે...”

બહું સાંભળ્યું છે લોકોનું પણ સાહેબ કોઈ સામે કઈ જ બોલ્યો નથી, પણ સામે થી આભાર માન્યો છે.

કડવું સત્ય = “મરવાનો ડર હોય ને સાહેબ તો કાઢી નાખજો કારણકે મરવા માટે તો જન્મ્યા છીએ,મરીશું પણ શાનથી."

***