અધિનાયક SCENE :- 12 (NOVEL) (political thrililer) vanraj bokhiriya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અધિનાયક SCENE :- 12 (NOVEL) (political thrililer)

SCENE: - 12

-”બેટા! નવિનભાઈ મારા મોટાભાઈ હતાં, તું તો સાગરીકા-રેવાની માફક જ છે. તે સારૂ કર્યુ કે તું આવી ગઈ,” નવિનભાઈના murder ની સાક્ષી દિકરી નિત્યા ખુશાલભાઈના સાગરવિલાએ આવી ગઈ. ધ્રુસકે-ધુસ્કે રડતી રહી. સાગરીકા - ગગાં - સૌમ્યાબહેન તેણીને સંભાળવા લાગ્યા. મોડી રાત્રે ખુશાલભાઈ દિવ્યલોક ભવનથી આવીને નિત્યા પાસે બેઠા. નિત્યાને સાંત્વના આપી. “પણ, બેટા! તને ખરખેર લાગે છે કે યુવરાજ આવું કરી શકે? શું તું નથી ઓળખતી યુવરાજને?”

“નાનપણથી ઓળખું છું, યુવરાજભાઈ-દેવિકાકાકી-દાદાજી-અધિયાને! સૌમ્યાકાકીને જેમ દેવિકાકાકી પણ દિકરીની જેમ જ રાખી છે, અધિયો ને યુવરાજભાઈ તો મારા ભાઈથી વિશેષ! અધિયા સાથે તો આખો દિવસ ગાળા-ગાળીને ધિગાં-મસ્તી ચાલતી હોય. યુવરાજભાઈ તો મને માટે બારમીમાં ઉજાગરી કરીને શિખાડતાં. કોઈની આંખ ઉઠાવીને મારા પર નઝર કરવાની હિમ્મત નહોતી. આજે ખબર નથી પડતી કે એ જ યુવરાજભાઈને મેં પપ્પા પર ચાકુંના ઘા મારતાં જોયા? હજુ પણ એ દ્રશ્ય મારા મનમાંથી હટતું નથી, પપ્પાનો જીવ કેમ ગયો હશે?” નિત્યા રડવા લાગી. ખુશાલભાઈની પણ આંખો ભીની થઈ ગઈ. “એમણે તો તરંત જ સ્વીકારી લીધું કે તેમણે પપ્પાને મારી નાખ્યા, પછી શકાં કરવાની વાત જ ક્યાં આવી, કાકા?”

“બેટા! તું જરાય પોતાને એકલી ન સમજતી. હિમ્મત ન હારતી. આ ઘર તારૂ જ છે. તને કોઈ રોકટોક નથી. એક રડવા સિવાય!” સૌમ્યાબહેને નૈતિક હિમ્મત આપીને નિત્યાને જમાડી. નિત્યાનું મન તો ન હતું પણ. સૌનું માન રાખવા ખાતર થોડુંક જમી. ગંગા તેણીને આરામ કરવા લઈ ગઈ. સાગર-સૌમ્યાબહેન ઊંઘવા ગયાં.

- “પપ્પા! બીજુ બધું બરાબર! પણ Lawyer તરીકે કોને hire કરીશું? તમારા ધ્યાનમાં કોઈ હોય તો કહોને?” સાગરીકાએ મનની મુંજવણ ખુશાલભાઈને કરી. ખુશાલભાઈ એ જ વિચારે હતાં.

“નફિસાબાનુ અંગે વિચારી રહ્યો છું,”

“પણ, પપ્પા! યુવરાજ તરફથી prosecutor અનિલ શહેરા લડે એ 100% guaranty છે, નફિસાબાનુએ તો કોમીરમખાણોનો case prosecutor અનિલ શહેરાનાં કારણે છોડી દિધો. તે અનિલ શહેરાનો સામનો ન કરી શકે! તેમના સ્થાને સમીર સવાણી કોમીરમખાણોનો case લડશે. તેમને બીજો case હાથમાં લેવો એટલે બન્ને case થી હાથ ધોવા બરાબર!” સાગરીકા જે રીતે સલાહ આપતી હતી તે જોઈ ખુશાલભાઈ દંગ રહી ગ્યાં. “શું જુઓ છો? પપ્પા?”

“એ જ કે એક journalist તરીકે જેટલાં પણ ગુણ વિકસવા જોઈએ એ બધા તારામાં વિકસી રહ્યાં છે, તારી આ ચકોર નઝરથી કોઈ વાત છુપાતી રહેતી નથી, દરેક ઘટનાનું સટીક વિશ્લેષણ છે તારી પાસે! I am really proud for you! My son!”

“Son?”

“હાસ્તો! સાગરની જેમ તું પણ મારો દિકરો જ છે. જે બાપનો વારસો ગૌરવભેર આગળ વધારશે, બાપ માટે તો તેના સંતાનો એકસમાન જ હોય છે ખબર નહિં રેવાને આ વાત ક્યારે સમજાશે?” નામ ન લેવા છતાં રેવાનું નામ ખુશાલભાઈના મોઢે આવી જ ગયું. સાગરીકા પણ ચુપ થઈ ગઈ. થોડીવાર hall માં શાંતિ છવાઈ ગઈ. “એક વ્યક્તિ છે, પણ. નિત્યાને નામ આપું એ પહેલાં મને ડર લાગે છે કે એકવાર યુવરાજને આરોપી સમજી બેઠા તો... યુવરાજને તો ફાંસી આપ્યા બાદ જ શાંત થશે...”

“Oh my god! Dad! બચ્ચો કી જાન લોગે ક્યાં?” સાગાએ પ્રતિભાવ આપતાં જ ખુશાલભાઈ હંસી-હંસીને બેવડ વળી ગયાં. “Dad! તમે હસો છો? તેમનું નામ મગજમાં flesh મારા તો હાથ ધ્રુજી જાય...! જીજ્ઞાસા ગઢવી! Advocate ગુજરાત High court from જુનાગઢ! કાન ફાડી નાખે એવો મોટો અવાજ! એ પણ 2-2-3-3 કલાક Nonstop બોલ્યે જાય. યાદ છેને તમને? તમારા Lawyer હતાં. ત્યારે ઘરની કેવી હાલત હતી. તમે નશામાં Driving કરતાં રોકતાં એક police constable ને લાફો માર્યો હતોને જીજ્ઞાસા આપણઆં lawyer હતાં. તમે Case તો જીતી ગયાં હતાં. પણ એ દિવસો ખુબ ભારે ગયાં. એકબાજુ મારે st. 12 અને બીજીબાજુ જીજ્ઞાસા madam સવારથી ધામા નાખે. સાંજે જાય ત્યારે મને વાંચવા મળે. એકબાજુ જીજ્ઞાસા madam ને બીજીબાજૂ રૂક્મીન!” સાગા એ દિવસો યાદ કરવા લાગી. “મને હજુ વિશ્વાસ નથી આવતો કે હું st. 12 પાસ થઈ હતી,”

“અરે! સાગા! વકિલો એવા જ હોય. પણ,ત્યારથી મેં દારૂને હાથ પણ નથી લગાડ્યો. આજે પણ અફસોસ થાય છે કે પેલ્લાં officer ની life મારા કારણે બગડી ગઈ. ખોટો case જીતી ગયો. પણ,બેટા! જીજ્ઞાસાબહેન ભલે ઝઘડાખોર હોય, ખણખોદિયા હોય, ત્રાસદાયક હોય, પણ, એ સાચાબોલા, તેજતર્રાટ છે. એમણે મોટા-મોટા rape case. Murder case માં સત્યની જીત કરાવી છે. બીજુ કે અનીલ શહેરા. ગુજરાતના કહેવાતા મોટામાં મોટા lawyer આજદિન સુધી જીજ્ઞાસાબહેન સામે લડ્યા નથી. જો યુવરાજ તરફથી એ case લડે તો lawyer અનીલ શહેરાનું પાણી મપાય જાય! તેમા ન પડીએ તો પણ આપણા માટે તો નવિનભાઈનાં હત્યારાને સજા અને સત્યની જીત થાય એ જ મહત્યની છે...” નવિનભાઈએ જીજ્ઞાસાબહેનની તરફેણ કરી. સાગરીકા પણ હસતી-હસતી સહમત થઈ. બન્ને પોતાના room માં ગયા. સાંજથી જ સાગરીકાને દોડધામ વધી ગઈ હતી. Room માં આવીને સૌથી પહેલાં તો હળવું સ્નાન કર્યું. કપડાં બદલીને હજુ તો message જોઈ રહી જ હતી કે call આવવા લાગ્યો.

- “સાગા! તારી શકાં સાચી પડી,” પિન્ટુએ inform કરી. “આશ્રમમાંથી બે સગીરાઓ લાપતા છે. બન્ને છેલ્લાં બે મહિનાથી આશ્રમમાં દેખાય નથી. સેવકો તો કાંઈ બોલવા તૈયાર જ હોય...!”

“Okay! Okay! પિન્ટુ મને શંકા તો હતી જ!”

“જાડી! તને પહેલેથી જ બધી ખબર હોય તો મને શામાટે કુચે મારતી હોય છે હમેંશા?” પિન્ટુ ખોટો ગુસ્સે કરતો બોલ્યો. “આજેય બે-બે સેવકોને ખવડાવવા પડ્યા. 1500 ₹ ની જય!”

“કેમ? સેવકોને તો 1000 માં જ પટાવવાના હોયને?”

“કાં મારે નાસ્તો ન કરવાના હોય?” પિન્ટુએ જવાબ આપ્યો ને સાગા હસી-હસીને લોટપોટ થઈ ગઈ. “બોલ! બીજુ કોઈ કામ?”

“હવે કાલે office એ વહેલો આવી જા. એટલે બસ!” સાગાએ call cut કર્યો. અચાનક કઈક યાદ આવ્યું. Laptop ખોલ્યું. Video folder ખોલી video play કર્યો. Video play થતાં જ એ ક્ષણ rewind થવા લાગી.

***

- “ચાલો! પ્રાગટ્ય મહોત્સવની આજે પુર્ણાહુતિ થઈ ગઈ.” આશ્રમના પ્રાગટ્ય મહોત્સવનું reporting કરવા માટે ખબર ગુજરાત news ની team ને જે અલગ tent ની વ્યવસ્થા કરવામાં આવી હતી ત્યાં team સાથે સાગર media equipment packing કરી રહ્યો હતો. સાગરીકા-પીન્ટુ team માં ન હોવા છતાં સતત સાથે જ હતાં. તેઓ પણ મદદ કરતાં હતાં. “Thank you! Gays! તમારા સાથ-સહકારથી જ આ 4 દિવસના મહોત્સવનું સારૂ એવું telecast થયું. Viewers ને સમયસર news આપવામાં આપણે સફળ થયા છીએ,” બધઈ સાગર સાથે તાળીઓ પાડવા લાગ્યા. ત્યાં ગૌરાંગીજી સેવકો સાથે આવી.

“કેમ સાગરમહોદય!” ગૌરાંગી સૌનું ધ્યાન ખેચવા બોલી. સાગર સહિત સૌ ગૌરાંગી તરફ વળ્યાં. “લાગે છે બધું સંકેલી રહ્યાં છો. પાછા જવાની તૈયારી કરી રહ્યા છો?”

“હાં! ગૌરાંગીજી! અમારૂ તો કામ પુરૂ થયું. આ 4 દિવસ અમારા માટે યાદગાર રહ્યાં. દેશ-વિદેશથી લાખોની સંખ્યામાં સંતો-મહંતો-ભક્તોને એક જ છત્ર નીચે જોવાનો લ્હાવો ક્યાંથી મળે? ખરેખર ઉત્સવ ભવ્ય હતો. તમારૂ આયોજન જડબેસલાક ને great હતું. it” s really amazing experience!” સાગર જોશમાંને જોશમાં ગૌરાંગી સામે English માં બોલી ઉઠ્યો. બધા ગૌરાંગી સામે જોઈ રહ્યાં. કારણકે આશ્રમમાં કોઈને વિદેશી ભાષા ઉપયોગ કરવાની પરવાનગી ન હતી.

“Thank you! સાગરમહોદય!”

“ગૌરાંગીજી! તમે?”

“કેમ અમે વિદેશી ભાષા ન બોલી શકીએ? આ તો સ્વામીજી આપણી સંસ્કૃતીને પ્રોત્સાહન આપવા વિદેશી ભાષાના પ્રયોજનનો વિરોધ કરે છે. બાકી મને પણ તમારા જેવા આધુનિક વિચારધારા સાથે ભળવું ખુબ ગમ છે. ચાલો! તમારા માટે ભોજનની વ્યવસ્થા કરી આપું છું. આજે પુનમ હોવાથી સ્વામીજી હવન કરવાના છે. એટલે મારે તો આજે સુવાનું પણ નથી. તમે સૌ આરામ કરો. કાલ સવારે આરતી સમયે મળશું. જય સ્વામી સત્યાનંદ!” ગૌરાંગી સૌને સ્વામીજીનો જય-જયકાર કરાવીને ગઈ. થોડીવારમાં સૌને માટે ભોજન આવી ગયું. સૌ જમ્યા.

- “સાગા! સાગરભાઈને સાંજવાળી બિના કહી દઈએ. તને શું લાગે છે?” જમ્યા પછી કોઈ કામ ન હોવાથી સાગા-પિન્ટુ આશ્રમમાં જ ટહેલવા નીકળ્યાં.

“પણ. આપણી પાસે સાબિતી પણ હોવી જોઈએને! એ વાતમાં કેટલી સત્યતા છે એ આપણને ક્યાં ખબર છે? કરોડો રૂપીયાનો કારોબાર છુપાવનાર આ આશ્રમવાળા આ વાત તો આરામથી છુપાવી શકે. આપણી વાત કોઈ નહિં માને! સાબિતી વગર દોડી ગ્યાં તો બિચારી નિર્દોષ જીવ ગુમાવી દેશે,” સાગરીકા સભાનતાથી બોલી. “બસ! એ છોકરી બીજીવાર મળી જાય...” સાગરીકા માટે એ છોકરી મળવી જરૂરી હતી. રાત વધારે પસાર થઈ ગઈ. સાગા-પિન્ટુ આશ્રમ ફરીને પોત-પોતાના અતિથીગૃહમાં સુવા ગયાં. મુખ્ય મંદિર બંધ હોવાથી ભક્તોની અવર-જવર ઓછી હતી અને સેવકો હવે આરામના મોડ પર હતું.

- “મમ્મીનો call આવ્યો ને કપાઈ ગયો. ખબર નહિં. આ call-drop ની માથાકૂટ ક્યારે પતશે. Wifi આશ્રમમાં mobile network નથી આવતું. બોલો! પોતાની સાથે જ બબડતી સાગરીકા અતિથીગૃહથી બહાર આવી સૌમ્યાબહેનને call કરવા મથતી હતી. ઘરની બહાર હોય ત્યારે સાગરીકાને આખા દિવસમાં એકવાર તો મમ્મીને સાથે વાત કરવી જ જોઈએ. “હવે call કરુ છું તો ઊપાડતી જ નથી. આ મમ્મી પણ સાવ પપ્પા પર ગઈ છે,” સાગા બબડતી સ્વામી સત્યાનંદના ધ્યાનગૃહ સુધી પહોચી ગઈ. પોતાની જ ધુનમાં રહેલી સાગાને ધ્યાનગૃહ આગળ ઉભેલા સેવકોનો ખ્યાલ ન રહ્યો. ધ્યાનગૃહની નજીક આવી ત્યારે સેવકોએ તેણીને રોકી લીધી. સાગાને ખ્યાલ આવ્યો કે પોતે અતિથીગૃહથી ઘણી આગળ નીકળી ગઈ. સેવકોની માફી માંગીને પાછી વળી. તેણી ખ્યાલ આવ્યો કે સ્વામીજી હવન કરી રહ્યા છે એટલે કોઈને પણ અંદર જવાની મનાઈ હોય. અંદરથી મંત્રોચ્ચાર થઈ રહ્યાનો અવાજ આવી રહ્યો હતો.

મમ્મીને call લાગ્યો ખરો. લાંબી એવી વાત કરી. ધરાઈને વાત કરી. લગભગ 30 minute વાત કર્યા બાદ સુવા માટે જઈ રહી હતી. તેણીને લાગ્યું કે હવે મંત્રોચ્ચારોનો અવાજ નહોતો આવી રહ્યો. આશ્રમમાં નિરવ શાંતિ પ્રસરી ગઈ હતી. અતિથીગૃહમાં પ્રવેશી જ હતી ત્યાં તેણીને રાડ સંભળાઈ. થોડીવાર તો સાગા ગભરાઈ ગઈ. પાછળ વળીને જોયું તો કોઈ ન હતું. હિમ્મત રાખીને ઊભી રહી. થોડીવારમાં તેણીએ જે જોયું તે જોઈને સ્તબ્ધ રહી ગઈ.

સ્વામી સત્યાનંદ ગૌરાંગી સહિતની માત્ર સેવિકાઓ સાથે પોતાના ધ્યાનગૃહથી gate તરફ જઈ રહ્યા હતાં. સ્વામી સત્યાનંદના હાથમાં એક સગીરા ઝલાયેલી હતી. આશ્ચર્યની વાત એ હતી કે સ્વામી. પેલ્લી સગીરા તેમજ સેવિકાઓ તદ્દન નગ્ન હતાં. બધા કંકુ-ભભૂતથી રંગાયેલા હતાં. શરીર પરસેવાથી ભિજાંયેલ હતું. સાગરીકા તો પહેલ્લા તો સ્તબ્ધ રહી ગઈ. તેણીએ તો તરંત જ mobile camera on કરી નાખ્યો. તેમજ તે લોકોની નજરમાં પોતે ન આવે એ માટે થોડીવાર તેણી અતિથીગૃહનાં દરવાજા પાછળ સંતાઈ રહી. જેવું લાગ્યું કે તેઓ અતિથીગૃહથી આગળ નીકળી ગયાં છે. તેણી અતિથીગૃહથી બહાર આવી અને મક્કમ થઈને તે ટોળકી પાછળ ગઈ. ટોળકી આશ્રમની બહાર આશ્રમની જમણી બાજુ જ્યાં 10-15 minute ના રસ્તા બાદ આવતી સાબરમતી નદી તરફ ગયાં. સાગા માટે તે ટોળકીની નજર ચુકવીને તેમનો પીછો કરવો જરૂરી હતો. વારંવાર તેણી સેવિકાઓની નજર ચુકવવામાં સફળ રહેતી અને પાછળ-પાછળ જઈ શક્તી હતી.આશ્રમ અથવા તો કહો કે આશ્રમની હદમાં આવેલ residence ની હદ પુરી થઈ નદી કાંઠો આવતો હતો. સ્વામીની ટોળકી નદીકાંઠે આવીને ઊભી રહી. સેવીકાઓ સ્વામીની ફરતે વર્તુળાકારે ગોઠવાઈ ગઈ. જોર-જોરથી મંત્રોચ્ચાર કરવા લાગી. આ દરમ્યાન સ્વામી સત્યાનંદે શું કર્યું એ 100-200 metre દુર ઊભેલ સાગાને ન દેખાયું. થોડીવારમાં સેવિકાઓ ડાબી-જમણી એમ બે ભાગમાં વહેચાંય ગઈ. નગ્ન સ્વામી સત્યાનંદ નદીએ જઈને નદીમા ડુબી રહ્યો. પેલ્લી સગીરા જે જમમીન પર સુતેલી હતી તેનાં પર ગૌરાંગી સહિતની સેવિકાઓએ ફરીથી મંત્રોચ્ચાર શરૂ કર્યુ. ત્યારબાદ 4 સેવિકાઓ સગીરાના હાથ-પગ પકડીને સ્વામી તરફ ગઈ. સ્વામી પાસે જઈ સ્વામીના હાથમાં સગીરાને ગોઠવી. સ્વામીએ સગીરા સાથે ફરી જળસમાધિ લીધી. આ વખતે પહેલાં કરતાં વધારે સમય લીધો. થોડીવાર પછી સ્વામી જ્યારે બહાર આવ્યો ત્યારે તેના હાથમાં સગીરા ન હતી,દુરથી સાગા આ જોઈ ગભરાઈ ગઈ. પોતાનું કામ કરી આ સ્વામીની ટોળકી આશ્રમ તરફ ગઈ. સાગાને તેઓએ જોઈ હશે કે નહિં એ સાગા કળી ન શકી.

-થોડીવારમાં શાંત નદીમાં પરપોટા ફુટવા લાગ્યા. સાગાને લાગ્યું કે સગીરા કદાંચ જીવતી હોય ને પાણીમાંથી બહાર આવવા મથતી હોય એટલે સાગા કાંઠા નદીકાંઠા તરફ દોડી. કાંઠા નજીક આવે તે પહેલાં જ સગીરાની લાશ સપાટી પર આવી. સાથે-સાથે લાશભુખ્યા મગરો સપાટીએ આવ્યા અને લાશને ચુથી નાખી. સાગા તો ગભરાઈ ગઈ. કાંઠા પર પડતાં રહી ગઈ. મગરો તેણીને જોઈ ન જાય માટે તેણઈ તો આશ્રમ તરફ દોડતી ભાગી. આશ્રમ આવી. આશ્રમ શાંત ભાંસતું હતું. અતિથીગૃહમાં ગઈ. મનમાં વિચારોનું વાવાઝોડું ફૂકાંયું. આખરે આ કેવી વિધી હતી? કોણ હતી એ સગીરા? શું કર્યું આ નરાધમે તેણી સાથે? પોતાના સવાલોના જવાબ માટે એ video વારંવાર જોવા લાગી. પણ. આ video પર્યાપ્ત ન હતો. સાંજવાળી ઘટના પણ તાજી થઈ. શું બન્ને ઘટના વચ્ચે કોઈ સંબંધ હતો?.

એ ઘટના યાદ આવી જતાં સાગરીકાને ધૃજારી આવી ગઈ. બીજા દિવસની ઘટના ઔર shocking હતી.

***

- પ્રાત:કાળે જે ઘટનાની સાક્ષી બની ગઈ હતી તે ઘટના ક્યારે ભુલાય નહિં તેવા ઘા મારી ગઈ હતી. સવારે મંગળા-આરતીમાં પણ ન ગઈ. ઊઘ તો આવી જ ન હતી. વારંવાર એ દ્રશ્ય આંખો સામે આવી જતું હતું. એક સાથે 15-16 નગ્ન સેવિકાઓ વચ્ચે નગ્ન સત્યાનંદે પેલ્લી બિચારી સગીરા સાથે શું કર્યું હશે? સત્યાનંદનું સગીરા સાથે જળસમાધી કરવી. મગરોનુ સગીરાની લાશને ચુથવું...,

- “સાગા!” અચાનક અવાજ કાને પડતાં સાગા વિચારોથી ઝબકી ગઈ. દરવાજા તરફ જોયું તો સાગર ઊભો હતો. “હું તો પુરા આશ્રમમાં શોધું છું ને તું હજુ પથારીમાંથી ઊભી પણ નથી થઈ. રાત્રે ઊંઘ નહોતી આવી કે શું?”

“બસ! એમજ સમજી લો. ભાઈ!” સાગા પથારીમાંથી ઊભી થઈ. ત્યાસુધીમાં સાગર પણ. પથારી પાસે આવી ગયો. જેવો સાગરીકા નજીક આવ્યો કે સાગા ભાઈને ભેટી પડી. સાગરે પોતાની આ નાની બહેનના માથે વ્હાલથી હાથ ફેરવ્યો. ત્યારે સાગાને મનમાં શાંતિ મળી. સાથે secure હોવાની feeling પણ!

“સાગા! Any problem?” સાગાના ચહેરાને પોતાની તરફ કરતાં સાગરે પૂછ્યું.

“Not at all!” સાગા છુટ્ટી પડી.

“તો રાત્રે ઊંઘ નહોતી આવી?”

“ન જ આવેને! Movie જોવા બેસી ગઈ હતી. Solid adult! આવી adult movie મેં અગાઉ ક્યારેય નહોતી જોઈ,” સાગા સામે સ્વામીની ટોળકી દેખાય રહી હતી.

“સાગા! આ આશ્રમ છે. બેટા! આવી પવિત્ર જગ્યાએ adult movie ન જોવાય!” સાગર નારાજ થયો.

“Sorry! ભાઈ! મારે એ નહોતું જોવું. પણ. મારાથી જોવાઈ ગયું,” સાગરે જોયું કે સાગા કંઈક જૂદુ જ કહી રહી છે. સાગર સાગા પાસે આવ્યો. ચહેરા પર હાથ મુકીને સાગાની આંખો સાથે આંખો પરોવી. સાગા આંખોથી આંખ ન મેળવી શકી,

“સાગા! તારી આંખોમાં કંઈક તો છે. નહિંતર તું આટલી નજર ચોરતી ન હોત. શું વાત છે બેટા!” સાગર એકઝાટકે સાગાને સમજી ગયો. સાગાના હોઠ થોથવાતાં હતાં.

“તમને સ્વામીજી બોલાવી રહ્યાં છે,” અચાનક એક સેવક દરવાજે આવીને સ્વામીજીનું સંદેશ બોલ્યો. સાગા-સાગર અળગા થઈ ગયાં.

“અમે હમણાં આવ્યાં,” સાગરે જવાબ વાળ્યો. સેવક જતો રહ્યો. સાગાએ સાગરનો હાથ પકડ્યો.

“ભાઈ! હવે મારે ઘરે જવું છે. ઝરણાંને રમાડવી છે. આ સ્વામીના નાટક આપણને ન ગમે!” સાગાનો ton બદલાયો. “તમે સાધુડાને મળી આવો. ત્યાં સુધીમાં હું તૈયાર થઈને દર્શન કરી તમારી રાહ જોઈશ. I think બાકી બધા પણ નીકળી ગયાં હશે?”

“Sure? આ જ વાત છેને?”

“હાં! ભાઈ! તમને શું લાગે છે હું ખોટું બોલી રહી છું?”

“મને તારા પર વિશ્વાસ જ છે પણ આ તો કોઈએ ડરાવી હોય તો હું એને...”

“કોઈએ કાંઈ નથી કર્યું મારા બાપ!” સાગા હવે કંટાળી. “ખરેખર ગંગાભાભીને salute! એ એક સાથે બે-બે બાળકોને સંભાળે છે.” સાગર હસવાં લાગ્યો. “હસો છો શું? જાવ હવે સાધુડા પાસે! એટલે આપણે છુટીએ!” સાગરીકાએ ધક્કા મારીને સાગરને કાઢ્યો,સાગરને વિશ્વાસ આવી ગયો કે સાગાને કોઈ problem નથી.

“ભાઈ મને તો ગર્વ છે કે તમે મારા ભાઈ છો આવી વાત તો સૌથી પહેલ્લાં તમને જ કરવી જોઈએ. તમે આ લંપટ સાધુડાની ઔકાંત ખાટી કરી નાખત. પણ. આ proof પુરતાં નથી. અત્યારં ગમે તે કરીએ. આપણે જ ફસાંઈ જાત!” ભાઈને હવનવાળી વાત ન કર્યાંનો અફસોસ તો હતો. પણ. સાથે એક નિશ્ચય પણ કર્યો કે ભોળા શ્રદ્ધાળુઓને-બહેન-દિકરીની આબરૂ લુટવા બેઠેલા સત્યાનંદ! તને, તારા ગોરખધંધાને, તારી સાંચી ઓળખને દુનિયા સામે નગ્ન ન કર્યાં તો મારૂ નામ સાગરીકા પટેલ નહિં!”

***

- “ohm નમ; શિવાય!” ઘંટારવ કરીને સાગરીકાએ ત્રીલોચનેશ્વર મહાદેવ નમન કર્યાં. તૈયાર થઈ સૌપ્રથમ મંદિરે આવી. શ્રદ્ધાળુઓની ભીડ હતી. ગર્ભગૃહથી આવતી પંચાક્ષર મંત્રની ધ્વની મનને શાંતિ આપતી હતી. ત્યા જ સેવકવૃદ સાથે દમામભેર ગૌરાંગી આવી. આવતાં સાથે જ સેવિકાઓને આદેશ આપવા લાગી. સેવિકાઓ ઝપાટાભેર કામ કરવા લાગી. સાગા તો હાથ જોડીને આંખો બંધ કરીને મનમાં પ્રાર્થના કરી રહી. તેણીનું આમાં ધ્યાન પણ ન હતું. જોકે. અન્ય ભક્તો ગૌરાંગીને જોતાં પાસે જઈને પગે લાગવા લાગ્યાં. ગૌરાંગી પગે લાગવા ન આવેલી આ યુવતીને જોઈ રહી. લાંબી તો નહી પણ સમાન ઊંચાઈ. સપ્રમાણ બાંધો. કોઈને પણ પહેલી નજરે ગમી જાય તેવો સુંદર તો ખરો સાથે-સાથે આત્મવિશ્વાસથી છલકાતો ચહેરો! ગૌરાંગીને તો ઈર્ષા થઈ આવી. સાગા તો પ્રાર્થના કરી ગૌરાંગી તરફ જોયાં વગર જતી રહી. ગૌરાંગી તેણીની પાછળ-પાછળ ગઇ.

“તો તું videography પણ કરે છે?” પાછળથી ગૌરાંગી બોલી ઉઠી. સાગા પાછળ વળી.

“શું તું મને બોલી?”

“કાલે રાત્રે તે video તો ઉતાર્યો, પણ, મને નથી લાગતું કે કોઈ તારો વિશ્વાસ કરે! અમારા કૂડાંળામાં નાખેલો પગ તારા માટે મૌતનો ગાળીયો બની જશે..” ગૌરાંગીએ સ્પષ્ટ ઘમકી જ આપી. સાગા સમજી ગઈ. સાગા ગૌરાંગી સામે હંસી.

“શું છેને કે મારામાં એક ગજબની ખરાબ આદત છે, જે મને રોકવાની કૌશિષ કરે ત્યારે હું બમણાંજોરથી મારા મનનું ધાર્યું કરૂ છું,”

“વધુ પડતો આત્મવિશ્વાસ ઘોર ખોદી નાખે. છોકરી! શાણમાં સમજી જાજે. નહિંતર એ યુવતિના સ્થાને તું હોઈશ. આ સેવકો પેલ્લાં મગર કરતાં બેગણાં જોર વાળા છે. લોહી જોયું નથી. માલ જોયો નથી ને શિકાર કર્યો નથી. તું તો એ લોકો માટે કોહિનુર જ હોઈશ. આવું sexy figure મેં ક્યારેય નથી જોયું. તને ___ મજા કંઈક ઔર જ હશે,”

“આ તારી સાચી ઓળખ છે. ગૌરાંગી! સંત-સેવિકા હોવાં છતાં ઈર્ષા - કામ - લોભ - અભિમાન - વાસનાથી તું પગથી લઈને માથા સુધી ભરેલ છો. આજે મને તને પગે ન લાગવાનો જવાબ મળી ગયો, ધમકી નથી આપતી. પણ. એટલું ચોક્કસ કહિશ કે આ તારો- તારા કહેવાતા સત્યાનંદના પતનનો આરંભ છે. ભલે હું નહિં તો કોઈ ઔર સહિં...” ગૌરાંગીની ધમકીનો મ્હોં તોડ જવાબ આપીને સાગરીકા જતી રહી. ગૌરાંગી સમસમી રહી.

- સાગરીકા એ દિવસ નહોતી ભુલી. અત્યારે પણ એ યાદ આવતાં ધૃજારી આવી ગઈ. પણ. મન નહોતું ડગ્યું. બસ! એક મજબુત proof મળી જાય.

***

- “તો આ વાત છે, આ વાત તો ખરેખર game-changer બની રહે તેમ છે, ખરેખર! અભિ! તે ખુબ મોટી & dangerous game રમી છે,હવે,ધ્યાનથી step by step ભરજે..” CM રાવળ અભિનવે કરેલા ખુલાસા પર ઓવારી ગયાં.

“હવે તો અભિ! તું તો ગુજરાતનો Chief minister બની જવાનો છે, યાર! અમારૂ ધ્યાન રાખજે, આ જામ ખાલી ન થવા જોઈએ, અમારૂ ધ્યાન રાખજો, છોટે CM!” રૂક્મીને અભિનવને પોરસ ચડાવ્યો.

“છોટે CM સાહેબ! આ party તો ફિક્કી ને અધુરી રહી, હવે grand party ક્યારે? એ party ફિક્કી ન પડે તે ધ્યાન રાખજો,” નકુળે grand party માંગી.

“નકુળ-રૂક્મીન! એકવાર મને CM તો બનવા તો દ્યો, આખા ગુજરાતમાં world call beverage industry ખોલાવી દઈશ, પછી દરરોજ grand party ને દરરોજ જશ્ન! તમે પી-પીને મરી જશો,” અભિ લાવણ્યા-રાધિકાને પોતાની તરફ ખેંચતૉં બોલ્યો. બધા હસવાં લાગ્યા.

“પરષોતમ સાહેબ! હેવ તમારો નવો સાથી ગરુહમત્રી તરીકે આવી ગ્યો સું. જે રીતે સતર વરહ પેલાં સાથ આપ્યોતો એવો જ પણ વધારે પાવર સાથે તમારો સાથ આપવા! ફરક ઈટલો સે કે હેવ તમે મારી પાહે પોતાની મનમાની વધારે નહિં કરી શકો,” નરૂભા CM રાવળ પાસે આવીને જે રાતે સાથ આપવાની બાહેધારી આપી એ જોઈને CM રાવળનો ચહેરો ફિક્કો પડી ગયો. એ જોઈ નરૂભા વધારે પોરસાયા. ત્યારબાદ તો જે મહેમાન હતાં તે જવા માટે નીકળ્યા.

“uncle! મુઝેં ઈન દોનો સે કુછ કામ હૈં તો..” અભિનવે ઈશારામાં uncle ને પૂછ્યું. Uncle સમજી ગયાં.

“હાં! હાં! Prince જાવ અપના કામ કરો.” uncle એ રજા આપી અને અભિનવ બન્ને યુવતીઓને લઈ પોતાના room second floor તરફ ગયો. એ જોઈને uncle broad એ CM રાવળ તરફ નજર કરી. CM સાહેબ તેને જ જોઈ રહ્યા હતાં. જાણે કે હમણાં Kevin પર આગ ઓકવાના હોય. પરીસ્થિતી પામી જઈ Kevin broad CM તરફ ઝડપી ગયો અને CM ના પગે પડી ગયો.

“Kevin! યહ તુને અચ્છા નહિં કિયાં. નવિન કો મરાવા ડાલા? હમારે સબસે પુરાને સાથી કો મરવા ડાલા? યહ થાં તુમ્હારા plan? દો ટકે કે ગામડીયન નરૂભા સે ડર ગયાં? ઔર તો ઔર નવિનભાઈ કે murder મેં યુવરાજ કો ફસાં દિયા? અરે! બેવકુફ કી ઔલાદ! નરૂભા સે જ્યાદા dangerous તો યહ બુઢા હૈં! ઉસે જરા-સી ભી ભનક લગી કી ઈસ સબ મે તેરા હાથ હૈં તો તું તો મરેગા. મે ભી મરુગાં. સાથ મે મેરી 7 પેઢી તક કોઈ CM તો ક્યાં. ચપરાસી ભી નહિં બન પાયેગા. પતા હૈં તુઝેં?” Kevin ને CM રાવળે આડેહાથ લીધો.

“બોલીએ. my dear! જો બોલના હૈં. જીતના બોલના હૈ. આપ બોલીએ! But! First of all! Listen to me!” Kevin એ પોતાના બચાવની પુરી તૈયારી કરી હતી. બોલ્યા પછી અટક્યો એ જોવા કે CM સાહેબનો કેવો response છે. CM સાહેબે તેને અટકાવ્યો નહિં. પોતાની golden chair પર બેસી ગયાં. Kevin તેમના પગ આગળ બેઠો, જાણે કે માતેલો સાંઢ બેસી ગયો.

“My dear brother in law! મેરી નવિનભાઈ સે કોઈ દુશ્મની નહિં થી. મેં નરુભા કો ચુટકી મેં ચુપ કરા શક્તાં હું. પર My dear! મેં યુવરાજ કો અભિ સે આગે બઢતા નહિં દેખ શક્તાં! યુવરાજ તેજી સે public મેં popular હો રહા હૈં. ઔર બિચારા મેરા અભિ તો દિવ્યરાજ uncle કે betrayal કે કારણ debate મેં ભી defeat હો ગયાં થાં. દિવ્યરાજ સે ઈસકા બદલાં લેને કે લીયે યુવરાજ પેં વાર કરના જરૂરી થાં,”

“તો દુસરા રાસ્તા અપનાતા, નવિનભાઈ કો મારને...”

“બતાતા હું, dear!” CM ની વાત અધવચ્ચે કાપતાં uncle બોલ્યો, “આપકો પત્તા નહિં હૈં, લૈકિન, નવિન વહ DVD નહિં દે રહાં,”

“ક્યાં? વહ DVD?..” CM બોલી ઊઠ્યાં. પણ. Kevin સાભળ્યું ન સાભળ્યું કરી બોલતો ગયો.

“ઔર તો ઔર કાપડીયા comity પીછલે 10 year મેં હુએ encounter કી inquiry કર રહી થી ઉસે જ્યાદા power દેને કી ફિતરત મેં થા. જો હમને સિર્ફ officers તક જાંચ કરને તક limited રખા થા, નવિન ઉસ પર minister add કરકે આપ તક inquiry કરવાના ચાહતાં થા. પટેલ community કા leader બનના ચાહતાં થા.” Kevin પાસે નવિન પટેલ વિરૂદ્ધ અનેક કારણો હતાં.

“તુઝેં ઉસ DVD કા ક્યાં કામ થા? નવિન ક્યું નહિં દે રહાં થાં. તુને મુઝેં બતાને સહી નહિં સમજાં. મેં નવિન કો સમજા દેતાં. અભિ DVD કહાં હૈં? Safe તો હૈંના?”

“My dear! યહિં તો problem થી. નવિન આપકો ભી કોઈ important નહિં દે રહાં થાં, યુવરાજ કે party precedent પર સબસે ઝ્યાદા ખુશ સિર્ફ નવિન પટેલ થા! I’m sorry dear! But I have not anther choice!” Uncle Kevin broad પોતે CM રાવળ સમજાવવામાં સફળ થયાં, “DVD તો ઉસકે house મે secure હૈં. મેરી નઝર 24/7 ઉસ house પર ટીકી હૈં,”

“ઠીક હૈં. ધ્યાન રખ. અબ યુવરાજ jail સે બહાર નહિં આના ચાહિયે. ચાહે ઉસકો મરના હિ ક્યું ન પડે” CM રાવળ હવે કોઈપણ હદે જવા તૈયાર હતાં. તેમના ગયાં પછી uncle ના જીવને શાંતિ મળી.

- “come on baby!” Room માં ઘુસતાં જ અભિએ રાધિકાનો હાથ પકડીને પથારી પર ખેંચી ગયો, લાવણ્યા તો હજુ gallery એ જ પહોચીં, તેણી અભિના room ના door પર આવી ત્યાં તો કાર્યક્રમ શરૂ થઈ ગયો, door પણ ખુલ્લો! લાવણ્યા તો લજવાઈ, ધ્યાન દોરવા માટે ખુલ્લાં door knock કરવું પડ્યું, રાધિકા-અભિનવને ખ્યાલ થતાં જ ચાદર ઓઢી લીધી.

“શું ડાટ્યું છે?” અભેએ તોછડાઈ વાપરી.

“તમે જ મને લઈ આવ્યાં, મને ખબર હોત કે તમે રાધિકા સાથે...” લાવણ્યા અટકી ગઈ, “તો હું ઘરે જાવ?”

“તારે અત્યારે ઘરે નથી જવાનું. રાધિકા સગેવગે તો કરવી પડશેને? તો અહિંથી તારા ઘરે જશે. કાલ સવારે તારા ઘરેથી દુબંઈની flight માં રવાના કરવાની છે. બધી તૈયારી થઈ ગઈ છે. તારે બસ આજની રાત સાચવવાની છે. સમજી?” અભિનવે લાવણ્યાને તેણીનું કામ સમજાવ્યું. લાવણ્યાએ મુંડી હલાવી. “જા નીચે, નાના-મોટા કામ કર” અભિનવે order આપી રાધિકા સાથે લાગી ગયો. લાવણ્યા આંખ આગળ હાથ દઇ દરવાજો બંધ કરીને hall નાં gray carpet વાળા part પર જઈ sofa પર બેસી ગઈ. જોત-જોતાંમાં આંખ લાગી ગઈ.

***