પૃથિવીવલ્લભ - 26 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

શ્રેણી
શેયર કરો

પૃથિવીવલ્લભ - 26

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૬. લક્ષ્મીદેવીની રજા

બીજે દિવસે સવારના રસનિધિએ લક્ષ્મીદેવીને ખોળી કાઢ્યાં. તે અસંતોષની મૂર્તિ જેવી એક તરફ રસનિધિનું કાવતરું પોષવામાં ને બીજી તરફ મહાસામંતમાં અસંતોષનું ઝેર પ્રસારવામાં મશગૂલ રહી હતી.

રસનિધિ આવ્યો એટલે લક્ષ્મીદેવી તેની પાસે આવ્યાં.

‘કેમ રસનિધિ, હજુ અહીંયાં ?’

‘આજે રાતે,’ ચારે તરફ નજર નાખી રસનિધિએ કહ્યું.

‘કાલે શું મુહૂર્ત નહોતું ?’ તિરસ્કારથી લક્ષ્મીદેવીએ પૂછ્યું.

‘એણે ના પાડી.’

‘કોણ - પૃથિવી -’

‘હા.’

‘કેમ ?’ ચકિત થઈ મહાસામંતની સ્ત્રીએ પૂછ્યું.

રસનિધિ જરા હસ્યો : ‘એમને કારાગૃહમાં બેઠાંબેઠાં કામબાણ વાગ્યાં છે.’

‘હેં !’

‘કોઈને કહેશો નહિ -’ રસનિધિએ કહ્યું, ‘તમારાં મૃણાલવતી મહારાજા પર ગાંડાં થઈ ગયાં છે.’

જેમ અંધારામાંથી નીકળી એકદમ ઉજાસમાં આવતાં માણસ આંખો પટપટાવે તેમ પહેલાં તો લક્ષ્મીદેવીએ આંખો ઉઘાડબીડ કરી ને પછી પૂરી સમજ પડતાં ખડખડાટ હસી પડી. ક્યાંય સુધી તે હસવું ખાળી શકી નહિ. ‘શું કહે છે ?’ આખરે હસવાથી આવેલાં આંસુ લૂછી તેણે પૂછ્યું.

‘ખરી વાત. આજે એ પણ સાથે આવશે.’

‘ચાલો, બહુ સારું : ને તું પણ વિલાસને સાથે લઈ જાય છે ?’ જરા હસીને લક્ષ્મીદેવીએ કહ્યું.

રસનિધિ ચમક્યો : ‘તમે જાણો છો ?’

‘હા, તું છાનું રાખે તેથી શું મારાથી વાત અજાણ રહે ?’

‘તમે રજા આપો છો ?’

‘નહિ તો હું મૂંગી બેસી રહું ? અહીંયાં સડે તેના કરતાં ત્યાં શું ખોટું ?’

‘એટલે કે તૈલંગણની ગાદી નહિ મળે - ‘

‘લુચ્ચા, મને છેતરવા માગે છે ? તૈલંગણ નહિ તો અવંતી; કંઈ હરકત નહિ.’

‘દેવી ! ક્ષમા કરો.’ રસનિધિએ - ભોજે - કહ્યું - કાકા છે એટલે પ્રભુ જાણે મારો વારો ક્યારે આવે; પણ મારા હૃદયની સમ્રાજ્ઞી તો થઈને રહેશે.’

‘મારે એટલું જ જોઈએ છે. બેટા, જા વિજય કર !’ ‘પણ વિલાસને હમણાં કહેશો નહિ, નહિ તો એના બાપને કે કોઈને કહી દેશે.’