પૃથિવીવલ્લભ - 21 Kanaiyalal Munshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભીતરમન - 58

    અમારો આખો પરિવાર પોતપોતાના રૂમમાં ઊંઘવા માટે જતો રહ્યો હતો....

  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

શ્રેણી
શેયર કરો

પૃથિવીવલ્લભ - 21

પૃથિવીવલ્લભ

કનૈયાલાલ માણેકલાલ મુનશી


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as NicheTech / MatruBharti.

MatruBharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

NicheTech / MatruBharti can challenge such illegal distribution / copies / usage in court.


૨૧. ભાઈ ને બહેન

‘બહેન ! આ શું કર્યું ?’ અંદર જઈ તૈલપે પૂછ્યું.

‘તારી કીર્તિ સાચવી,’ મૃણાલે કહ્યું, ‘રાજાઓનાં શરીર યુદ્ધ સિવાય અસ્પર્શ્ય છે.’

તૈલપ મૂંગો રહ્યો.

‘એ પાદપ્રક્ષાલન નહિ કરે તો એને બીજી શિક્ષા કરવી આપણા હાથમાં છે.’

‘આ દુનિયા મારી હાંસી કરશે.’

‘ના ! તારી નિષ્કલંક, રાજનીતિની કીર્તિ ગાશે. આટલા અપમાન છતાં તું સત્યને વળગી રહ્યો એથી વધારે કયા યશની આશા રાખે છે ?’

તૈલપે ડોકું ધુણાવ્યું.

થોડી વાર કોઈ બોલ્યું નહિ. તૈલપે કહ્યું : ‘ત્યારે એનું શું કરવું છે !’

‘બીજું તું કહે તે.’

‘કાષ્ઠપિંજરમાં એને રખાતો નથી, એને મરાતો નથી; એનું કરવું શું ?’

‘હમણાં તો કારાગૃહમાં છે, પછી જોઈ લઈશું. ઉતાવળ ક્યાં છે ?’

‘મને કંઈ સમજ પડતી નથી.’ કહી ફરીથી ડોકું ધુણાવી તૈલપે ચાલવા માંડ્યું.

‘પડશે-પડશે.’ કહી મૃણાલે આશ્વાસન આપ્યું.

રાજા ત્યાંથી ચાલ્યો ગયો, એકલી મૃણાલ વિચારમાં ઊભી રહી. તેનું હૈયું હરખાતું હતું. તેણે મુંજને મરતો બચાવ્યો હતો. તેની કલ્પનાશક્તિના બંધ ફરીથી તૂટ્યા - અને પળે-પળે મુંજના સ્વરૂપે જે મોહકતા ધારણ કરી હતી તે ફરીથી આંખ આગળ લાવવા તે મથી રહી. આંખો મીંચી આ રસિક પ્રયત્ન તેણે આદર્યો અને પ્રયત્ન સફળ થતાં જરા તે હસી અને છાતી દાબી ત્યાંથી ચાલી ગઈ.

માનભંગ થયેલા તૈલપે ક્યાં સુધી એકાંતમાં આમતેમ ફર્યા કર્યું. તેના ગર્વને મોટો ફટકો પડ્યો હતો. તેની સ્થિતિ ઘણી જ તિરસ્કારને પાત્ર થઈ રહી હતી એ પણ નિર્વિવાદ વાત હતી. આખો તૈલંગણ તો શું પણ આખી દુનિયા આ પાદપ્રક્ષાલન વીસરવાની નથી; અને તેમાં વિદૂષક પોતે ઠરશે એમાં પણ તેને કંઈ સંશય લાગ્યો નહિ. તેને મૃણાલવતી આમ કેમ કરતી હતી તે સમજાયું નહિ. મુંજ તેનું આવું અપમાન કરે અને મૃણાલ તેને બચાવે ! તેની બહેનમાં તેને શ્રદ્ધા હતી : તેને પણ મુંજ માટે સંપૂર્ણ તિરસ્કાર હતો. ક્યાંય સુધી તેણે વિચાર કર્યો પણ કંઈ સમજાયું નહિ.