આર્યસેના અને બહાદુર ભોલી Hardik G Raval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

આર્યસેના અને બહાદુર ભોલી

"આર્યાસેના અને બહાદુર ભોલી"

પપ્પા હું બહાર રમવા જાઉં છુ" આર્યા ઘર ની બહાર નીકળતા બોલી.

"આનું રોજ નું થઇ ગયું છે, સ્કૂલમાં થી આવી ને સીધી રોજ રમવા નીકળી જાય છે" આર્યા ના મમ્મી તેની મીઠી ફરિયાદ કરતા હોય તેમ તેના પપ્પા ને વાત કરી.

આર્યા ચોથા ધોરણ માં મારુતિ વિદ્યાલય સ્કૂલ માં ભણતી હતી, ભણવા માં સાધારણ પણ બીજી બાબતો માં હોંશિયાર. તેમની શેરી માં આર્યા અને તેની બીજી ચાર બહેનપણી ઓ ની ટોળકી હતી અને તે આર્યા સેના ( હા ટપુ સેના ની જેમ જ) તરીકે ઓળખાતી, પાંચેય બહેનપણી ઓ હમેશા સ્કૂલ માં થી આવી ને આખી પોળ માથે લેતી, એટલી ધીંગા મસ્તી કરતા કે આખી પોળ કંટાળી જાય, પણ હા પાંચેય બહેનપણીઓ ના હોય તો શેરી ખાલીખાલી લાગે અને પોળ માં કોઈ નું પણ કામ હોય દરેક છોકરી દોડી ને કરતી.

અરે મિત્રો, હું બીજી બહેનપણી ઓ ની ઓળખાણ કરવાની તો ભુલી જ ગયો. આર્યા, પીંકુ, બિન્ની, છુટકી અને કુંજ એમ પાંચ બહેનપણીઓ. તેમાં આર્યા અને છુટકી બન્ને બહેન. પીંકુ એક દરજી ની છોકરી અને અને બિન્ની અને કુંજ એક રિક્ષા ચાલક ની છોકરીઓ.

જેમ અગાઉ કહ્યું તેમ પાંચેય જણીઓ દરેક વસ્તુમાં સાથે અને સાથે, રમવા થી લઇ ને સ્કૂલ માં જવામાં અને પ્રવાસ માં જવા માં પણ. શાળા માં બીજા છોકરાઓ ને આ લોકો ની ઈર્ષ્યા થતી એટલી આ છોકરીઓ એકબીજા ની પાક્કી બહેનપણીઓ.

એક દિવસ આર્યા અને છુટકી તેના મમ્મી પપ્પા સાથે કાંકરિયા ફરવા ગયા હતા, ત્યાં તેમણે જાતજાત ના પ્રાણીઓ અને પક્ષીઓ જોયા અને અલગ અલગ ચકડોળ માં પણ બેઠા, પછી સાંજે જયારે આ લોકો ફરી ને પાછા આવી રહ્યા હતા ત્યારે તેમણે એક કુતરા સાથે ઉભેલી તેમની જ ઉમર ની છોકરી જોઈ, દેખાવ માં લઘર વઘર, જાણે કેટલાય દિવસ થી નાહી પણ ના હોય, કપડાં ફાટેલા અને માથું પણ વિખાયેલું અને પાછી રડતી હતી, આર્યા થી રહેવાયું નહી અને તેણે તેની પાસે જઈ ને તેનું રડવાનું કારણ પુછયું, પેલી છોકરી એ રડતા રડતા કહ્યું કે તે છૂટી પડી ગઈ છે તેના ઘર ના લોકો થી અને બે ત્રણ દિવસ થી આમજ ભટકતી રહી છે, તેણે વધુમાં જણાવ્યું કે તે અને તેનો પરિવાર ગામેગામ ફરી ને રોડ પર નિતનવા ખેલ દેખાડે છે અને તેના માટેજ તે લોકો અહીં આવ્યા હતા, પણ તેના ઘર ના નીકળી ગયા અને કદાચ તેને અહીંયા જ ભૂલી ગયા અથવા તો મુકી ને જતા રહ્યા અને તે પોતે ત્રણ દિવસ થી પોતાના કુતરા ને લઇ ને આમ થી આમ ભટક્યા કરે છે. તેણે તેનું નામ ભોલી છે તેવું કહ્યું.

આર્યા ને દયા આવી ને તેણે ભોલી ને પણ તેમની સાથે પોળ માં લાવવા જીદ કરી, આર્યા ના પપ્પા એ શરુ માં આનાકાની કરી પણ પછી આર્યા ની જીદ સામે તેમણે નમતું જોખવું પડ્યું અને ભોલી ને સાથે ઘરે લઇ આવ્યા.

ઘરે આવતા જ આર્યા એ ભોલી અને લાલુ (કુતરો) ની મુલાકાત બધા સાથે કરાવી. આર્યા ની બહેનપણી ઓ તો ખુશ થઇ પણ બીજા લોકો પોળ ના ને યોગ્ય ના લાગ્યું. તે ભોલી ને શક ની નજરે જોતા અને ધુત્કારતા. તેઓ તેમના સંતાનો ને ભોલી સાથે રમતા અટકાવતા. સમય જતા તે લોકો લાલુ ની પણ ફરિયાદો કરવા માંડ્યા, જેમ કે લાલુ રાતે બઉ ભસે છે, ઘર ના ફળિયા બગાડે છે, વાહનો બગાડે છે. અને રોજ રોજ તેમના છોકરા ઓ પણ અડધું ખાવા નું ભોલી અને લાલુ સાથે વેચતા એટલે તેમને આ ગમતું ન હતું.

હવે લાલુ અને ભોલી આખી પોળ માટે માથા નો દુખાવા સમાન બની રહ્યા હતા. એક રાત્રે લાલુ અતિશય વધારે ભસી રહ્યો હતો, પછી થી ખ્યાલ આવ્યો પોળ ના લોકો ને કે લાલુ સતત ભસી ને ચોર લોકો નો પ્લાન પર પાણી ફેરવી રહ્યો હતો, એક દિવસ તો ચોર લોકો એ તેના પર હુમલો પણ કર્યો હતો. લાલુ ને બઉ વાગ્યું હતું પણ પોળ ના લોકો ને આ હકીકત ખબર ના હોય તેમણે તેની સારવાર કરાવવાનું ટાળ્યું. પણ જયારે આર્યા સેના ને ખબર પડી ત્યારે તેમણે લાલુ ની ખૂબ જ સેવા ચાકરી કરી તેને બચાવ્યો. આવી રીતે આર્યા સેનાએ એક મુંગા પ્રાણી પ્રત્યે નો પ્રેમ પ્રગટ કર્યો.

આર્યા સેનાનો સંબંધ દિવસે ને દિવસે લાલુ અને ભોલી પ્રત્યે ગાઢ બનતો જતો હતો. આવીજ રીતે ગણેશ વિશર્જન વખતે તેમણે તેમની દોસ્તી નો વધુ એક પુરાવો આપ્યો. તેમાં બન્યું એવું હતું કે આર્યા અને તેની બહેનપણી ઓ પોળ ના એક વ્યક્તિ ને ત્યાં ગણેશ જી લાવ્યા હતા અને તેમની દશ દિવસ સેવા કર્યા પછી વીશર્જન કરવા સાથે ગયેલા અને કુંજ નો પગ નદી માં લપસી પડતા ભોલી એ હાથ પકડી રાખતા તે નદી માં ડૂબતા ડૂબતા બચી હતી. આ વાત ની તે લોકો એ ઘરે આવતા જ લોકો ને વાત કરી તો પુરી પોળ ના લોકો પણ ભોલી ના વખાણ કરવા લાગ્યા અને તેની બહાદુરી માટે અને કુંજ નો જીવ બચાવવા માટે આભાર માન્યો.

આમ હવે આર્યા સેના માં વધુ એક સભ્ય નો સમાંવેશ થયો, હવે આર્યા એ તેના મમ્મી પપ્પા પાસે ભોલી ને પણ સ્કૂલ માં દાખલ કરવાની જીદ કરી અને આખરે પોળ ના લોકો ની સહમતિ થી ભોલી નું પણ એડમિશન એ જ શાળા માં કરવામાં આવ્યું જ્યાં આર્યા સેના ભણતી હતી. ભોલી ભણવા માં પણ હોંશિયાર હતી.

એક દિવસ શાળા માંથી પ્રવાસ માં જવાનું નક્કી કરવામાં આવ્યું, તેના માટે 400 રૂપિયા પ્રવાસ ફી પણ નક્કી થઇ, પ્રવાસ નું સ્થળ પાવાગઢ નક્કી કરવામાં આવ્યુ. આર્યા સેના સવારે વહેલા ઉઠી ને શાળા એ પહોંચી ગયી.

સવારે વહેલી નીકળેલી પ્રવાસ ની બસ દશ વાગતા સુધી તો પાવાગઢ પહોંચી ગયી. બધા લોકો આખો દિવસ ખુબજ ફર્યા, દર્શન કર્યા અને ખુબજ આનંદ કર્યો. અને રાત્રે ત્યાં ધરમશાળા માં રોકાવા નું જ નક્કી કર્યું હતું. હવે રાત્રે બધા સુતા હતા ત્યારે ભોલી એ કઈ અવાજ સાંભળ્યો, એક સ્ત્રી અને એક પુરૂષ વાત કરી રહ્યા હતા કે આમાંથી કોઈ નું તે અપહરણ કરી ને તેના બદલા માં બઉ બધા પૈસા મેળવશે, વાતો પર થી લાગ્યું કે આ લોકો સવાર માં જ કોઈ ને ઉપાડી જવાનો પ્લાન કરી રહ્યા હતા, હવે અંધારા માં ભોલી ને ચહેરો તો દેખાણો નઈ, પણ અવાજ જાણીતો લાગ્યો.

ભોલી વિચારવા લાગી કે જો હું આ વાત સવાર માં બધા સામે કરીશ તો અપહરણ કર્તા પણ કદાચ હાજર હોઈ સકે અને તેમને પણ આ વાત ખબર પડે તો તે તેમનો પ્લાન કેન્સલ કરે જેના કારણે તેની શાળા નું તો કોઈ બચી જશે પણ કદાચ બીજા કોઈ નું બાળક નું અપહરણ આ લોકો કરી શકે, તો પછી તેમને રંગે હાથે પકડવા શું કરવું તે વિચારતા વિચારતા ભોલી સુઈ ગઈ.

ભોલી એ સવાર માં ઉઠતા જ આર્યા સેનાને વાત કરી અને તેમની સાથે મળી ને અપહરણ કર્તા ઓ ને પકડવા નો પ્લાન ઘડ્યો. પ્લાન એ પ્રમાણે નક્કી થયો કે બધા વિદ્યાર્થીઓ એ શિક્ષકો ની સાથે રહેવું અને ખાલી ભોલી એ એકલું પડવું જેથી અપહરણકર્તા ભોલી ને પકડે અને ત્યાર બાદ પ્લાન મુજબ આર્યા સેના પોલીશ અને શિક્ષકો ની મદદ થી અપહરણકર્તા ને પકડી પાડે.

ભોલી પેશાબ કરવા ના બહાને એકલી પડી અને તરત જ અપહરણ કર્તા એ તેને પકડી અને એવી જગ્યા એ લઇ ગયા જ્યાં પહેલા થી જ સાત બાળકો કેદ હતા, ભોલી એ અપહરકર્તા ઓ નો ચહેરો જોયો તે બીજા કોઈ નઈ પણ ધરમશાળા માં કામ કરતા રસોઈયા દંપતી હતા.

ભોલી ને પકડ્યા અને તે સ્થળે લાવ્યા હજી ૧૫ જ મિનિટ થઇ હશે ત્યાં પોલીસ ત્યાં પહોંચી ગઈ આર્યા સેના અને શિક્ષકો સાથે અને અપહરણકર્તા ને પકડી પાડ્યા.

પોલીસ ને જોતા જ તો અપહરણકર્તા વિચાર માં પડી ગયા પણ પછી થી પોલીસે તેમને જણાવ્યું કે ભોલી રાત્રે જ તેમનો પ્લાન સાંભળી ગઈ હતી અને તે રસ્તા વાદળી સહી અમુક અમુક અંતરે ઢોળતા ઢોળતા આવી હતી કે જેથી અગાઉ નક્કી થયેલા પ્લાન મુજબ આર્યા સેના ત્યાં પોલીસ ને લઇ ને પહોંચી શકે. અપહરણકર્તા ભોલી નો આ પ્લાન સાંભળતા જ અચંબિત થઇ ગયા.

પોલીસે પણ ભોલી અને આર્યા સેના ના ખુબજ વખાણ કર્યા જેમના કારણે ૭ છોકરા ઓ અપહરણકર્તા ની કેદ માંથી મુક્ત થયા અને તે પોત પોતાના ઘરે જઇ શકયા, પોલીસે આર્યાસેના નું સન્માન કર્યું. બીજે દિવસે ન્યૂઝ પેપર માં પણ આર્યા સેના ની બહાદુરી ના સમાચાર આવ્યા. અને તેમના શહેર માં પણ ઘર ઘર માં તેમની બહાદુરી ના કિસ્સા સંભળાવવા લાગ્યા.

તો બાળ વાંચક મિત્રો આપણ ને વાર્તા પર થી પશુ પ્રેમ, એક બીજા ને મદદ કરવાની ભાવના, નિઃશ્વાર્થપણું અને સંકટ સમયે સમય સુચકતા વાપરી ને યોગ્ય નિર્ણય લેવાની શીખ મળે છે.

***