ખોજ 20 shruti shah દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ખોજ 20

અભિજિત અને નાવ્યા સહી સલામત સિંગાપોર પોહચી ગયા. નાવ્યા પહેલી વાર ફ્લાઈટ માં મુસાફરી કરી રહી હતી. તે આની પેહલા ક્યારેય ફ્લાઈટ માં બેઠી પણ નહતી. તેને ખૂબ જ ડર લાગતો હતો પણ તે અભિજિત ને પણ કહી શકે એમ નહતી. કારણકે નક્કી કર્યા મુજબ બન્ને એ ફ્લાઈટ માં એક બીજા સાથે વાત પણ કરવા ની નહતી. નાવ્યા પાસે પાસપોર્ટ કે વિઝા કશું નહતું. પણ દિવંગત પાઠકે બધી ગોઠવણ કરી આપેલી જેથી અભિજિત અને નાવ્યા રાતોરાત સિંગાપોર જઈ શક્યા.

અભિજિત જાણતો હતો કે કમલ સાથે દુશમની કરવાનું શુ પરિણામ આવે. પણ એને એ પણ ખબર હતી હવે એ ખજાનો મળવા નો છે તો કમલ તેની ફિલ્મ માં ફાઇનાન્સ નહીં કરે તો પણ હવે એની જરૂર નથી. આવું વિચારતા એને લાગ્યું કે પોતે કેટલો સ્વાર્થી છે જે સમય જોઈ બદલાઈ જાય છે.

કમલ એક તો નાવ્યા ને શોધી ના શક્યો અને બીજી બાજુ તેના શો માટે નાવ્યા શૂટિંગ માં પણ નહતી આવતી જેથી કમલ ને વધારે અકળામણ થઈ. તેને સમજાતું નહતું કે હવે મીડિયા આગળ કેવી રીતે આવવું? નાવ્યા શો ને અધ્ધ વચ્ચે મૂકી ને જતી રહી પણ તેના તરફ થી કોઈ કાયદેસર જાહેરાત કરી નહતી. આગળ શું કરવું તે ખબર નહતી પડતી. શો મેકર ને પણ શું જવાબ આપવા, સમજાતું નહતું. પોતા ના લીધે બધા એ નાવ્યા ને શો માં લીધેલી અને એ વાત બધા જાણે છે. બધા ને શુ જવાબ આપવા? આજ સુધી કયારેય કોઈએ એને આવી રીતે મૂર્ખ નહતું બનાવ્યું. કમલ ની અકળામણ નો પાર નહતો.

મુકીમે પોતા નું કામ પતાવી ને જઈ રહ્યો હતો ત્યાં ધર્મા દેવી એ એને ચા બનાવી આપવાનું કહ્યું. મુકિમ એ ચૂપચાપ કશું બોલ્યા વગર સરસ મજા ની ચા બનાવી દીધી. ધર્માં દેવી ને ચા આપતા તેની નજર તેમના પેડન્ટ પર પડી, જે કંઈક વિચિત્ર પ્રકાર નું હતું. પેહલી નજરે એવું લાગતું કે કોઈ પેન ની નીબ હોય. આવા આકાર નું પેડન્ટ ક્યાંય પેહલા જોયું નહતું. મુકિમ એને ધારી ધારી ને જોઈ રહ્યો હતો. નજર ચૂક પણ ના થઈ કે આંખે પલકારો પણ ના માર્યો. જે ધર્મા દેવી ની નજર બહાર ન રહ્યું.

શુ જોઈ રહ્યો છે?ધર્મા દેવી એ મુકિમ ની સામે આંખ કાઢતા પૂછ્યું.

હંહહ..મુકિમ પેડન્ટ માંથી બહાર આવ્યો. તેને ચમકારો થયો કે પોતે ચા આપતા, એ પેડન્ટ જોતા નજર હટાવી નહતો શક્યો. હવે શું કેહવું એ વિચારી લીધું.

હું તને પૂછી રહી છું?ધર્મા દેવીએ કડકાઈ થી પૂછ્યું.

તમે આ પેડન્ટ ગઈ કાલે શોધી રહ્યા હતા એ છે ને?મુકીમે બાધા ને સવાલ કર્યો, જવાબ આપવા ની બદલે.

હા.ધર્મા દેવીએ પેડન્ટ જોતા જવાબ આપ્યો.

કઈક અલગ જ પ્રકાર નું છે. એટલે હું જોઈ રહ્યો હતો.મુકીમે પોતા ની વાત ઠારવા કહ્યું.

હા, ખાનદાની પેડન્ટ છે, મારા સાસુ એ મને વારસા માં આપેલું.

બરાબર, તો પછી આ પેડન્ટ ક્યાંથી મળ્યું? તમે ખૂબ મહેનત કરેલી આ પેડન્ટ શોધવા માટે એટલે મેં પૂછ્યું? મુકિમ વારેવારે સફાઈ આપી રહ્યો હતો એટલે એની પર શક ના જાય ને કે કેમ આટલા બધા સવાલ કરે છે.

વ્યોમેશે શોધી આપ્યું. આ મારું રક્ષા કવચ છે, મારા સાસુ એ આપતા વખતે કીધેલું કે ક્યારેય મારા થી અલગ ના થવું જોઈએ નહિતર અર્થ નો અનર્થ થઈ જશે. એ વાત વ્યોમેશ સારી રીતે જાણે એટલે એણે મને પેડન્ટ શોધવા માં મદદ કરી.ધર્મા દેવી ચા પીતા પીતા જવાબ આપ્યો.

વ્યોમેશ સાહેબે?મુકિમ ઉર્ફે ભીમસિંગ ને નવાઈ લાગી. વ્યોમેશ આવા ઘરેલું મામલા માં પડતો નથી એને ક્યાં થી ખોવાઈ ગયેલું પેડન્ટ મળ્યું હશે!

હા, એને ખબર પડી તો એને મેહનત કરી, અને મળી ગયું.

એમણે મેહનત કરી પેડન્ટ શોધવા માં? જે માણસ ઘર માં બોલતો પણ નથી એણે પેડન્ટ શોધી કાઢ્યું!મુકિમ ના હૈયા ના શબ્દો હોઠ પર આવી ગયા. એ એને પણ ભાન ના રહ્યું.

તું તારું કામ કર. બીજી બધી પંચાત કર્યા વગર.ધર્મા દેવી એ મુકિમ ને સખત શબ્દો માં કહી દીધું. મુકિમ ને ભરાઈ ગયા ની લાગણી સાથે ત્યાં થી જતો રહ્યો. જૉકે મુકિમ ને બહુ ફરક નહતો પડતો. તેને તો આદત હતી ઉંધુ ચતુ બોલી ને બીજી વાતો કાઢવવાની. પણ નવાઈ ની વાત હતી કે વ્યોમેશે એ પેડન્ટ શોધી આપ્યું, જે મા- દિકરો બોલતા પણ નથી એ દિકરા એ પેડન્ટ ગોતી આપ્યું!

મુકિમ ના મગજ માં આ વાત બેસતી નહતી કે વ્યોમેશે એ આ પેડન્ટ ગોતી આપ્યું હોય. તેને નવાઈ એ વાત ની લાગી કે જો આ રક્ષા કવચ હોય તો પછી બે દિવસ આ પેડન્ટ ગાયબ હતું તો ત્યાં સુધી કેમ કોઇ અર્થ નો અનર્થ ના થયો? કેમ કોઈ અણધારી ઘટના ના બની. આ બધી પોકળ વાતો અને અંધશ્રદ્ધા છે જેમાં મુકિમ માનતો નહતો. તેને આ બધી વાતો નું કોઈ મૂલ્ય લાગ્યું નહીં.

અભિજિત અને નાવ્યા બન્ને અલગ અલગ ગાડી માં અભિજિત ના પિતા ના ઘરે પોહચ્યા, જેથી મીડિયા કે બીજા તેના કોઈ ફેન ની નજરે ના પડે. અભિજિત ના પિતા અભિજિત અને નાવ્યા ને જોઈ ચોકી ગયા. તેમને માનવા માં નહતું આવતું કે ખરેખર અભિજિત એમને મળવા આવ્યો છે! ઉપર થી એમને નાવ્યા ને જોઈ, જોતા ની સાથે ઓળખી ગયા કારણકે તેમણે સમાચાર માં નાવ્યા નો ફોટો જોયો હતો. તેમને લાગ્યું કે નાવ્યા ને લઈ ને અભિજિત અહીંયા તેમના આશીર્વાદ લેવા આવ્યો હશે. તેમને નારાજગી તો હતી જ અભિજિત થી, ઉપર થી અભિજીતે તેમના કહ્યા પૂછ્યા વગર લગ્ન કરી લીધા હતા એટલે એ વાત નો વધુ ગુસ્સો હતો. નાવ્યા અને અભિજિત બન્ને બે મિનિટ થી દરવાજા પર ઉભા હતા અને સામે અભિજિત ના પિતા અલોકજી દરવાજો પકડી ને ઉભા હતા. નહતો તેમણે બન્ને ને આવકાર આપ્યો કે નહતો કઈ બોલ્યા, બસ વિચારધારા અને અનુમાન ના રસ્તા પર ચડી ગયા.

પપ્પા, અંદર આવીએ કે અહીંયા જ ઉભા રહીએ?અભિજીતે નારાજગી સાથે સવાલ કરી ને અલોકજી ની તંદ્રા તોડી.

અરે! આવ અંદર. પણ આ છોકરી ને હું અંદર આવવા નહિ દઉં.અભિજિત જેવી જ નારાજગી માં એમણે કહ્યું.

અંદર આવીશું તો સમજાવી શકીશ ને કે કેમ મેં આવું કર્યું.અભિજીતે ગુસ્સા ને કાબુ માં રાખતા કહ્યું.

સારું.અલોકજી મને કમને બન્ને ને અંદર આવવા દીધા.

નાવ્યા ઘર માં પગ તો મુક્યો પણ તેને લાગ્યું કે તેને ચક્કર આવી જશે. શુ થઈ રહ્યું છે? શું થશે? એની કલ્પના એને હેરાન પરેશાન કરી રહી હતી. અભિજિત ના પિતા એની સાથે કેવું વર્તન કરશે? એને સામે કેવી રીતે વર્તવું? શુ બોલવું, શુ ના બોલવું? આ બધી વાતો એ ના મગજ માં ચિંતા ના બીજ તરીકે રોપાઈ રહી હતી. તેના લીધે તેને લાગ્યું કે કદાચ તેને ચક્કર આવી રહ્યા છે અને તે જમીન પર પડી રહી છે. તેની આંખો બંધ થઈ ગઈ.

***