મિશન વસુંધરા AMIN SUNIL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન વસુંધરા

મિશન વસુંધરા

( ૩ )

અને અકિલ બોલતો ગયો, બોલતો જ ગયો.. અવિરત પણે, સૌની આંખો આશ્ચર્ય થી પહોળી થતી જ ગઈ..

થોડી વાર તે રોકાયો.

એ રહસ્યમય યાનની થોડી શક્યતાઓ વિશે અકીલે જે જણાવ્યું હતું એ જાણી ને સૌને આ મિશન વસુંધરા એ કઈ બલા નું નામ છે એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ. આ માહિતી આગામી મિશન માં પણ કામ આવશે એવુ સાંભળી ને સૌ વિસ્મિત થઈ રહ્યા.

"દોસ્તો, હવે આપ સૌ આરામ કરો. આગામી બે કલાક બાદ આપણે ફરી મળીશું અને ત્યારે આપણી મિટિંગ મિસ ફાગૂન સાથે થશે. ત્યાં આ મિશન વસુંધરા શુ છે એની બધી જ માહિતી અને આગળ નું આપ સૌનું મિશન શુ હશે એ જાણકારી મેળવી શકશો". અકિલ ભેદી રીતે બોલી રહ્યો.

દીવાલ પરનો વિશાળ સ્ક્રીન હવે અકિલવિહીન હતો ત્યાં હતું તો માત્ર ટાઈટન નું એ સ્તબ્ધ અને સુનું આકાશ. !!

***

"શું લાગે છે ડાયરેક્ટર અકિલ ની થિયરી હકીકત હોઈ શકે??" અનિશ નિલને પૂછી રહ્યો.

"હા, આજ થી 200 વર્ષ પહેલાથી આ થિયરી એક મોસ્ટ પોસીબલ શક્યતા બની રહી છે. બિગ બેંગ થિયરી પછી ઘણી થિયરીઓ અસ્તિત્વ માં આવી જેમાં સ્ટ્રીગ થિયરી અને બબલ થિયરી મુખ્ય છે. " નીલે એક અભ્યાસુ ની અદા થી જવાબ આપ્યો.

"બીજી પણ એક થિયરી હતી,મલ્ટી બીગબેંગ થિયરી" કહેતા મિતાલી એ નીલ નો જવાબ પૂરો કર્યો.

"આ થિયરીઓને અને આપણા મિશન ને શુ લાગે વળગે!!" દિપક કૈક અધિરાઈ બોલ્યો.

ડાયરેકટર અકીલે કહ્યું એમ મિસ ફાગૂન મિશન ની માહિતી સાથે આ બધી જ શક્યતાઓ પર જવાબ આપશે જ. જોકે મને ય થોડો ઘણો અંદાજ હવે આવી ગયો છે જ. " નીલ કહી રહ્યો.

ચાલો ત્યારે હવે થોડો આરામ કરી લઈએ". નિલે કહ્યું.

અને આપના બધા પ્રશ્નો ના જવાબ ત્યાં મળી જશે એ પુરી શકયતા છે અને મારા ડાઉટ ના જવાબ પણ".. અને નિલે લંબાવી દીધું.

અચાનક ગૌરવની નજર દિપક પર પડી. એ ખૂબ ગૂંચવાયેલ દેખાતો હતો. ગૌરવે દિપક ની બાજુ માં જઈ ને બેઠો. બંને હળવી વાતો એ વળગ્યા. ગૌરવ અને દિપક બંને લંગોટિયા ભાઈબંધ હતા. બંને એ સાથે જ બાળપણ વિતાવ્યું હતું. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દીપકે સ્પેસ ડેટા એનલાઈઝર ની ફેકલ્ટી પસંદ કરી જ્યારે ગૌરવે સ્પેસ સાયન્સમાં આગળ વધ્યો. ઘણા વર્ષો બાદ બંને મિત્રો અહીં ભેગા મળી ગયા હતા. લગ્ન જેવા કોન્સેપ્ટ થી બંને દૂર રહ્યા હતા,કારણ માં જવાબદારી નહીં પરંતુ વધુ મુક્તતાથી પોતાના ક્ષેત્રે સમર્પિત રહી શકાય એ હતું. અને એમ રહેવા પણ માંગતા હતા. બંને વાતો માં મશગૂલ બની ગયા.

મિતાલી એકલી પડતા એ બહારી નઝારો જોવા માં વ્યસ્ત થઈ ગઈ અને આ બાજુ અનિષ સામેની વિશાલ સ્ક્રીન માં સતત અપડેટ થતી આકાશગંગાઓ ની ઇમેજ નિહાળી રહ્યો હતો. અને જે તલ્લીનતાથી એ નિહાળી રહ્યો હતો એમ લાગતું હતું કે કૈક શોધી રહ્યો હતો અંદર... !!

અચાનક નીલ ની નજર બારણાં પર પડી. કોઈ મૃદુલ હાથ ધીમે રહી ને નોબ ઘુમાવી રહ્યો. નીલ જોતો જ રહ્યો. એક યુવા સ્ત્રી શરીર અંદર પ્રવેશી ચૂક્યું હતું. ગૌરવ સહિત બધા નું ધ્યાન બારણાં ની દિશામાં વળ્યું. ગૌરવે તરત જ ઉભો થયો અને સૌ અવકાશવીરોને એ યુવતી નો પરિચય આપી રહ્યો.

"દોસ્તો, આ છે મિસ હિના,પર્સનલ આસિસ્ટન્ટ ઓફ મિસ ફાગૂન. " મિસ હિના એ સૌ સામે આછું હસી ગઈ અને સૌનું અભિવાદન કર્યું.

નીલ જોતો જ રહ્યો બસ નિહાળતો જ રહ્યો. પુરી પાંચ ફૂટ 3 ઇંચ ઊંચાઈ ની એકવડા શરીર ની માલિકણ ના ચહેરા પર અદભુત સ્મિત રેલાતું હતું. કર્લી હેર સ્ટાઇલ માં એ ખૂબ ચાર્મિંગ લાગતી હતી. ગોળ અને ભાવવાહી આંખો જાણે નીલ ને ખેંચી રહી હતી. મિસ હિના ની નજર પણ નીલ પર પડી અને નીલ ની મનોસ્થિતિ પામી જતા આછું શરમાઈ રહી.

આ બાજુ નીલ ને પ્રથમવાર એવું લાગ્યું કે આજે હૈયું કાઈ ઠેકાણે નથી. ને આ કોઈક અજીબ જ પ્રકારની લાગણીઓ અનુભવી રહયો હતો કોઈ મીઠા સ્પંદનો.. જે આ મિસ હિના ને કારણે જ ઉદભવી રહ્યા હતા. ગ્રેવીટી તો સાંભળેલી ને સમજેલી પણ આ હદય ય ગ્રેવીટી અનુભવે એવું એને પ્રથવ વખત જ્ઞાન લાધ્યું.

"દોસ્તો, થોડીક મિનિટો માં આપણે મિસ ફાગૂનની ચેમ્બર માં મળીશું. " એક સંમોહક સ્મિત આપી ને હિના વહી ગઈ. સૌ સ્વસ્થ હતા એક નીલ ના સિવાય.

મિતાલી એ આ માર્ક કર્યું અમે આછું સ્મિત એના ચહેરા પર કૈક ગેબી ભાવ રમી રહ્યા.

***

એક વિશાળ કહી શકાય એવા રૂમ માં બિલકુલ સામેની તરફ પ્રમાણ માં થોડા મોટા ટેબલ ની પાછળ એક પ્રગલ્ભ સન્નારીને એક કાગળ પર નોંધ ટપકાવતા સૌ અવકાશવીરો જોઈ રહ્યા. ઉંમર નો એક યુગ વિતાવી ચૂકેલ અને પોતાની જિંદગી ના મોટા ભાગ ના વર્ષો ટાઈટન પર વિતાવી ચુકેલી આ હસ્તી એટલે મિસ ફાગૂન. જોકે એમનું મૂળ નામ ફાલ્ગુની હતું પણ મિસ હિના એ પ્રેમથી ફાગૂન નામ રાખી દીધું હતું એના કારણ માં એટલું જ કે મિસ ફાગૂન એક જિંદાદિલ અને નિખાલસ,નીડર,સરળ વ્યક્તિત્વ ના માલિક હતા. એમની હાજરી માત્ર થી વાતાવરણ રોમાંચિત થઈ ઉઠતું. બસ આજ કારણે હિનાએ આ નામ આપેલ.

મિસ હિના બિલકુલ ફાગૂન ની પાસે જ ઉભા રહ્યા. ફાગૂન સૌ અવકાશવીરો પર એક નજર નાખી રહી. સાથે એક નજર માં જ સૌ ને ધારદાર નજરે પારખી રહી. થોડીક ક્ષણો બાદ ફાગૂન સૌ સામે હસી રહી સાથે બધાનું અભિવાદન કરી રહ્યા.

"આપ સૌનો રિપોર્ટ અને રેકોર્ડ મને ડાયરેકટર પાસે થી મળી ગયો છે, અવકાશ ક્ષેત્રે નીલ એન્ડ કમ્પની એ જે કારનામાં કર્યા છે એથી હું ખૂબ પ્રભાવિત છું, મને વિશ્વાસ છે કે ટીમ નીલ મિશન વસુંધરા ને સંપૂર્ણપણે કામિયાબી તરફ દોરશે. " ફાગૂન નો ભાવવાહી અવાજ સમગ્ર રૂમ માં પ્રસરી રહ્યો.

બધા નું ધ્યાન ફાગૂન તરફ હતું એમના એક એક શબ્દો પર હતું અને બધા થી પર નીલ નું ધ્યાન મિસ હિના પર ખોડાયું હતું. રોબોટિક માઈન્ડ ના સ્વામી એવા નીલ ને અત્યારે કવિતાઓ સુજી રહી હતી.

" તારું સ્મિત જાણે ભીનો વરસાદ,

તારી નજર જાણે મીઠો આશીર્વાદ!!

નીલ આવું કૈક અસંબદ્ધ બબડી રહ્યો. બાજુ માં બેઠેલા ગૌરવે કોણી મારી.

"મહાશય વાસ્તવિક જગત માં આવી જાવ" નીલ ના કાન માં ગૌરવ કહી રહ્યો. આ કવિ મુશયરો નથી ચાલતો. નીલ ની સ્થિતિ સમજી જતા એ મીઠો ટોન્ટ મારી રહ્યો.

નીલ ને પણ સાલું આજે શુ થયું છે એ સમજણ ના પડી. અને ફાગૂન તરફ ધ્યાન લગાવી દીધું.

અત્યાર સુધી ચૂપ રહી ને કંટાળેલ જિજ્ઞાસુ દિપક સવાલ કરી ઉઠ્યો," હવે મૂળ મુદ્દા પર આવીએ અને આ મિશન વિશે કહો અને મિશન વસુંધરા ના ય થોડા વટાણા વેરો તો સારું, તો આગળ કૈક ખબર પડે"!!

ઊંચા અને કદાવર દેખાવે એકદમ ડેશિંગ દિપક ની આ અધીરાઈ ફાગૂન જોઈ રહ્યા... ફાગૂને આંખોથી મિસ હિના ને ઈશારો કર્યો.

હિના ઉભી થઇ અને સૌ સામે જોઈ ને આછું હસી. નીલ નું હૈયું જાણે ધબકતું ચુકી ગયુ હોય એમ નીલ ને લાગ્યું. જેવી હિના ઉભી થઇ નીલ પૂરો સાવધાન ની પોઝિશન માં આવી ગયો.

" ફ્રેન્ડ્સ.. આજ થી બે સદી પહેલા આપણું રહેઠાણ પૃથ્વી રહેલ હતું. વિવિધ દેશો અને વિવિધ સંસ્કૃતિઓમાં આપણી પૃથ્વી વહેંચાયેલી હતી. ઘણી વાર કાળ ના ખપ્પર માં આપણું જૂનું ઘર હોમાતુ રહ્યું, અને હર વખતે એ અગ્નિ પરીક્ષામાંથી ઉત્તીર્ણ થતું રહ્યુ".. મિસ હિના નો મીઠો અને કોમળ સ્વર નીલ નું મન મોહી રહ્યો..

"સમગ્ર બ્રહ્માંડ માં અત્યાર સુધી જો કોઈ જીવન વિકસ્યું હોય તો એ આપણી ધરા પર રહેલ હતું. કાળક્રમે માનવે પ્રગતિ કરી, અગ્નિ અને ચક્ર ની શોધે માનવજાત ની દિશા અને દશા પલટી નાખી,માનવ જીવન વધુ ને વધુ સરળ બનતું ગયું, સદીઓ વીતી રહી હતી અને માનવ વધુ આધુનિક બની રહ્યો હતો અને કેમ નહીં, માનવ ની અદમ્ય ને આંબવાની જે અતૃપ્ત ઈચ્છાઓ અને આકાંક્ષાઓ રહી હતી!!"...

સૌ ધ્યાનપૂર્વક હિના ને સાંભળી રહયા..

"માનવ વધારે વિકાસ કરતો ગયો એમ એમ પૃથ્વી ના બંધારણમાં માનવ નો હસ્તક્ષેપ વધતો ગયો. જમીન ને કિલો મિટર માં ઠેક ઠેકાણે ખોદી નાખી, પેટ્રોલિયમ-ગેસ ની લાલચે આખી પૃથ્વી ને જ્યાં ત્યાં થી કાણી કરી નાખી"...

હિના આગળ બોલી રહી...

" વધુ તકલીફ ત્યાં થઈ જ્યારે અણુબોમ્બ, હાઇડ્રોજન બૉમ્બ ,રાસાયણિક હથિયારો,જૈવિક હથિયારો જેવા વિવિધ સામુહિક સંહાર ના શસ્ત્રોની શોધ થઈ... "

"જે યુધ્ધો ટૂંક માં અને ઓછા માનવસંહારે પુરા થઈ જતા હતા,એ યુધ્ધો વધુ સંહારક અને વધુ ઘાતક પુરવાર થયા. અમેરિકા એ જાપાન ના બે શહેરો નાગાસાકી અને હીરોશીમા પર કરેલ અણુબોમ્બ ના પ્રયોગે સમગ્ર દુનિયા ને હચમચાવી નાખેલી. સમગ્ર વિશ્વમાંથી વિરોધ ના સૂર ઊઠયા અને હવે થી અણુબોમ્બ નો પ્રયોગ કરવો નહીં અને ફક્ત શાંતિ ના પ્રસાર માટે કરવો એવો બહુમતીથી નિર્ણય લેવાયો. પણ"....

"પણ શુ!! નીલ જાણે હિના સતત બોલતી જ રહે અને એ સાંભળતો જ રહે એમ ઇચ્છતો હતો એ પૂછી રહ્યો.

" બધું સમુસૂતરું ચાલતું હતું. થોડાક અંશે પૃથ્વી ને ઔધોગિક ક્રાંતિ થી અને ઉપભોગવાદ થી નુકશાન હતું પણ એ એટલું અક્ષમ્ય ન હતું. થોડાક વર્ષો ની મહેનત જાત પણ સૌ ઠીક થઈ જાત પણ અચાનક એક સરમુખ્યતાર નો ઉત્તર કોરિયા માં ઉદય થયો ને એના અવિચારી પગલાઓને કારણે છેલ્લે પૃથ્વી ને સહન કરવાનો વારો આવ્યો અને આપણે સૌને પણ .. "

"થોડીક થોડીક તો ખબર છે અમને પણ આપ વધુ ડિટેલ માં કહો તો સારું. " અત્યાર સુધી સાઇલેન્ટ રહેલ અનિષે અરજ કરી.

" ઉત્તર કોરિયાનો સરમુખત્યાર નામે કિમ જોન્ગ એક નિર્દયી અને માથાફરેલ લીડર હતો. કોઈ પર જરાય શંકા જાય તો પાળેલા શિકારી કૂતરા સામે જે તે શંકાસ્પદ ને નગ્ન કરીને નાખી દેતો હતો. એટલું પૂરતું હતું નહીં તો સમગ્ર નોર્થ કોરિયાનું બાકીની દુનિયાથી કનેક્શન કાપી નાખ્યું. ચીન એકમાત્ર એવો દેશ હતો જે છુપી રીતે એની બધી જ રિતે મદદ કરતો હતો નોર્થ કોરિયા અને કિમ જોન્ગ ને ".

" બે વિશ્વયુદ્ધ વેઠી ચુકેલી દુનિયા ને ત્રીજું વિશ્વયુદ્ધ પાલવે એમ હતું નહીં પણ એ થઈ ને જ રહ્યું જે દુનિયા ના દેશો ઇચ્છતા હતા નહીં"... હિના થોડી થોભી.

"પણ કિમ જોન્ગ ને શું કુબુદ્ધિ સુઝી કે એણે એના જ પાડોશી દેશ સાઉથ કોરિયા પર અણુબોમ્બ ઝીંકી દીધા એય સતત ત્રણ. !!

"ઓહઃહઃહ"!! સૌ ઉદગારી રહ્યા.

"પછી તો અમેરિકા એ નોર્થ કોરિયા પર હુમલો કરી દીધો પછી દુનિયા બે ભાગ માં વહેંચાઈ ગયી. રશિયા ચીન પાકિસ્તાન અને નોર્થ કોરિયા, જ્યારે અમેરિકા જાપાન ને મિત્ર રસ્તો એક તરફ... ભારત ખાલી આ બધા થી દૂર રહ્યું. છતાંય અણુશસ્ત્રો નો બેફામ ઉપિયોગ ને જ રહ્યો. તક નો લાભ લઇને પાકિસ્તાને ભારત ના મહા નગરો પર બૉમ્બ વરસાવી દીધા.. એક જ દિવસ માં ભારત કબ્રસ્તાન બની ગયું તો પાકિસ્તાન પણ દુનિયા ના નકશા માંથી જ ભૂંસાઈ ગયું. "

"રેડિયેશનનું સ્તર ખૂબ જ ભયજનક રીતે વધી રહ્યું હતું. પણ ઈસરો અને હરિકોટા ની સમયસૂચકતાથી થોડાક હજાર માનવો ના જીવ બચાવી લેવાયા. એમને ચંદ્રલોક પર તાબડતોબ પહોંચાડયા. અને આપણી પૃથ્વીને આખરી અલવિદા કરી દીધી !!"

એકદમ ધ્યાન થી સૌ સાંભળી રહેલ બધા અવકાશવીરો ના મગજ માં આ કિંમ જોન્ગ માટે ગુસ્સો પ્રકટી રહ્યો.

પણ એતો ઇતિહાસ હતો. ગુસ્સો પણ વામણો પુરવાર થઇ રહ્યો હતો.

"ખૂબ જ કરૂણ અંત આપણી પૃથ્વી નો" નીલ કહી રહ્યો.

શુ એવું ના થઇ શકે કે આપણે પાછા પૃથ્વી પર વસવાટ કરી શકીએ?? " નીલ પૂછી રહ્યો.

મિસ ફાગૂન આ સવાલ સાંભળી ને નીલ તરફ જોઈ રહ્યા અને કહ્યું હા એ શક્ય છે. પણ જો રેડિયેશન લેવલ ખતમ થઈ જાય તો જ.

છતાંય એક આશા આપણને દેખાઈ રહી છે જેના અનુસંધાન માં આપણું "મિશન વસુંધરા" છે.

"કેવી આશા?? કઇ આશા??!!" સૌ પૂછી રહ્યા...

"દોસ્તો, એવા પૂરતા પુરાવા આપણા પાસે છે કે દૂર દૂર આ ભ્રહ્માંડ ના કોઈ અગોચર ખૂણે કોઈ એક જગ્યા એ જીવન ધબકે છે. અને બસ એ ધબકતી ધરતી સુધી પહોંચવું એ જ આપણું મિશન"

" આપ કહેવા શુ માંગો છો મેડમ"? અનિષ ને કઈ ટપ્પી પડી નથી એવું એના સવાલ પરથી ફાગૂન સમજી ગયા.

અને બાકી બધા ના ચહેરા પણ એજ રીતે મૂંઝવણ માં જોયા બાદ ફાગૂને બોલવાનું ચાલુ કર્યું.

" જો આપ જાણતા હોય તો ખબર જ હશે કે "મલ્ટી બિગ બેંગ" થિયરી અનુસાર એક કરતાં વધુ પૃથ્વીઓ ની હયાતી શક્ય છે" .. ફાગુન આટલું બોલી ને અવકાશવીરો પર નજર નાખી રહી.

"મલતબ આપણી પૃથ્વીની જ બીજી વધુ નકલો"?? મિતાલી પૂછી રહી.

"એ શક્ય છે કે હાલ આપણી પૃથ્વી નાશ પામી છે તો ક્યાંક બીજી પૃથ્વી પર હજુ યુદ્ધ પણ શરૂ થયું ના હોય તો વળી ત્રીજી નકલ પર તો હજુ માનવ જીવન વિકસવાની તૈયારી જ હોય એમ બને!!" ફાગૂન બોલી રહી.

"અને આ મિશન વસુંધરા એટલે એવી એક પૃથ્વી પર પહોંચવું એમ??" દિપકે પૂછ્યું.

"હા. અત્યાર સુધી ના પ્લાન માં તો એમ જ હતું કે અહીંથી કરોડો અવકાશ માઈલ ના અંતરે આવેલ એક પૃથ્વી પર જઈ ને ફરી વસી જવું . પણ એક ઘટના એ સમગ્ર પ્લાન અને મિશન ને તહસ નહસ કરી નાખ્યું"ફાગૂન બોલી રહી.

" એ કઈ ઘટના"??નિલ સવાલ કરી રહ્યો.

"NOVA/007x નામ નું ભેદી યાન જેના પર 3250 અંકિત હતું. જેનો સીધો મતલબ એજ થાય છે કે એ યાન આજ થી 1000 વર્ષ પછી નું છે, ભવિષ્ય નું યાન છે. કોઈ એવી પૃથ્વી પર થી આવેલ છે જે આપણા થી એક હજાર વર્ષ આગળ છે. !!"

બધી જ રીતે આગળ, યાન ની સાઈઝ માં પણ. !!

બધા ડેટા રેડિયો ટેલિસ્કોપ અને બીજા અત્યાધિનિક સંયંત્રોથી મળેલ છે એ પ્રમાણે,

ત્યાં પહોંચવું અતિ મુશ્કેલ છે,મિશન ખૂબ ખતરનાક અને જાનલેવા છે. જરા ચૂક અને મિશન ફેઈલ. !! સાથે આપ લોકો પણ.

ફાગૂન કહી રહી...

" ત્યાં પહોંચવાનો કોઈ સરળ રસ્તો?? નીલ પૂછી રહ્યો. નીલ હવે અતિગંભીરતા થી ધ્યાન આપી રહ્યો હતો..

હા, એક રસ્તો છે. ' ફાગૂન બોલી.

કયો રસ્તો?? સૌ બોલી ઉઠ્યા.

"વર્મ હોલ " . ફાગૂન કહી રહી....

અને ફાગૂન બોલતી જ ગઈ અને સૌના ચહેરા ઉત્તેજના થી ઉભરાઈ રહ્યા...

"વર્મ હોલ"?? સૌ પૂછી રહ્યા!!

***