મિશન વસુંધરા AMIN SUNIL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મિશન વસુંધરા

મિશન વસુંધરા

પ્રસ્તાવના

હેલ્લો વાચક મિત્રો,

માતૃભારતી એ નવા લેખકો માટે જે પ્લેટફોર્મ પુરુ પાડ્યુ છે તે કાબિલે તારીફ છે. આ પ્લેટફોર્મ પર ઘણા બધા લેખકો એ પોતાની કિસ્મત આજમાવિ છે અને સફળતા મેળવી છે. તો આજે હુ અમીન સુનિલ એક નવા જ મુદ્દા પર મારી પેહલી સ્ટોરી લઇને તમારી સમક્ષ રજુ થઈ રહ્યો છુ. આશા છે યુનિક મુદ્દા ( સાયન્સ ફિક્શન ) પર ની સ્ટોરી આપ સૌ ને ખુબજ પસંદ આવશે..

ઘણા સમય થી માતૃભારતી ના પ્લેટફોર્મ પર એક એવી વાર્તા ની રાહ જોવાતી હતી જે પ્યોર સાયન્સ પર હોય અને જેમાં અંતરીક્ષ ના સાહસો હોય, વિજ્ઞાન ના વિવિધ નિયમો અને અનેક અજાણ્યા અવકાશ ના રહસ્યો જાણવા ની તીવ્ર ઉત્કંઠા જગાવી શકે.જેને આમ વાચક સુધી એક વિજ્ઞાન કથા સ્વરૂપે પહોંચાડવા નો મેં એક નિખાલસ પ્રયત્ન કર્યો છે.

અને આ સાથે આપની સમક્ષ એક સાયન્સ ફિક્સન સ્ટોરી રજૂ કરતા આનંદ ની લાગણી અનુભવું છું.

***

પ્રયાણ ટાઈટન તરફ..

પોતાની મલ્ટી યુટીલિટી રિસ્ટ વોચ માં ફરી એક આંકડો ચમકી ઉઠ્યો 12500 પ્રકાશ વર્ષ હવે બાકી...

હમમમમ.. નીલ બબડયો.

વરિષ્ટ અવકાશ વીર નીલ, સ્પેશિયલ અવકાશ યાન નામે ફોટોન માં પોતાના સાથી અવકાશવીરો અનિષ, દિપક અને મિતાલી સાથે ટાઈટન તરફ ગતિમાન હતો.

ફોટોન એક એવું યાન હતું જે પ્રકાશ ની ગતિ થી ચાર ગણી વધુ સ્પીડ માં ઊડનાર અત્યાધુનિક સ્પેસ યાન હતું.

બ્રહ્માંડ ના એક અગોચર ખૂણે ફોટોન યાન આકાશ ના અંધારા ને ચીરતું ચૂપચાપ પોતાને સૂચવેલ ગંતવ્ય સ્થાન તરફ તીવ્ર ગતિ એ પ્રયાણ કરી રહ્યું હતું.

નીલ ફોટોન વિશે વિચાર કરી રહ્યો...

21 મી સદી માં પૃથ્વીવાસી વિજ્ઞાનિકો એ ફોટોન યાન વિકસાવ્યું હતું.

200 વર્ષ જૂની ટેકનોલોજી થી બનેલ ફોટોન ત્યારે ખૂબ ઉપીયોગી નિવડતું જ્યારે કોઈ લાંબો અવકાશી પ્રવાસ ખેડવા નો હોય.

"કેડીટ" તત્વ ની ક્રાંતિકારી શોધ પછી યાન ના વજન માં ઘણો ફેરફાર થવાનો ચાલુ થઈ ગયેલો હતો.

કેડીટ, આ એક એવું તત્વ હતું જે કોઈ પણ ધાતુ સાથે મિલાવવા થી જેતે ધાતુ નું વજન સો માં ભાગ જેટલું કારી નાખતું. દેખીતી રીતે હજારો ટન ના વિમાન સેંકડો કિલોગ્રામ વજન ના બની ને રહી ગયા હતા હવે .!

12490 પ્રકાશવર્ષ બાકી...

ફરી એક વાર ઓટોમોડેડ રિસ્ટ વોચે ઈશારો કર્યો અને નીલ નું ધ્યાન એ તરફ ગયું.

પાંચ દિવસ હજુ થશે ટાઈટન પર પહોંચતા, એણે મનોમન ગણતરી કરી સફર ના ડિજિટલ અવકાશ નકશા તરફ જોતા.

યાન માં પોતાની સાથે બીજા ત્રણ અવકાશવીરો પણ હતા, જે અત્યારે પોતાની ચેર કમ બેડ પર આરામ ફરમાવી રહ્યાં હતાં.

છેલ્લી બે સદીઓ માં માનવજાત સાથે ઘણું બધું ઘટી ગયું હતું.. નીલ વિચારી રહ્યો..

2022 માં પૃથ્વી પર થોડાક ભેજાગેપ શાસકો ના કારણે વિશ્વ યુદ્ધ ફાટી નીકળ્યું અને એક પછી એક દેશ એમાં હોમાતા ગયા.સમગ્ર પૃથ્વી નું નિકંદન નીકળી ગયું,

જે બચ્યા એમને લઈને છેલ્લે પૃથ્વી છોડવી પડી .સદનસીબે

2021 ની આસપાસ ચંદ્ર પર થાણા સ્થપાવાનું પુરજોશ માં હતું,

આજ અગમચેતી ના ભાગ રૂપે.

ચંદ્ર પર માનવ વસ્તી ને બાહોશ વિજ્ઞાનીઓ ના કારણે વધુ હાડમારી વેઠવી ના પડી.

બધા જ રહેઠાણ ભારતે શોધેલ ધુવ પ્રદેશ ના પાણી વાળા એરિયા Z 10 માં જ સ્થાપાયા.

નીલ ફરી મુસાફરી ના ગંતવ્ય સ્થાન ટાઈટન વિશે વિચારી રહ્યો..

શનિ ના ઉપગ્રહ ટાઈટન પર માનવજીવન ની અતિ શકયતા ને કારણે એક ચોકી ત્યાં પણ નાખવા માં આવી હતી.

લગભગ 700 વર્ષ પહેલાં એક ડચ વિજ્ઞાનિક થી શોધીત ટાઈટન ઉપગ્રહ શનિ ગ્રહ નો એક મોટો ઉપગ્રહ હતો જે ચંદ્ર કરતા લગભગ સાડા અગિયાર ગણો મોટો હતો.

યાન ના કોકપીટ માં વિવિધ કોમ્પ્યુટર સ્ક્રીન માં વિવિધ ડેટા સતત વહેતા હતા.

એક સ્ક્રીન યાન કયા કયા ગ્રહ અને ઉપગ્રહ ઉલ્કા વગેરે પાસેથી પસાર થતું હતું એનું તાદ્રશ્ય પ્રસારણ કૉમેન્ટરી સાથે ચાલુ હતું,

બીજા એક સ્ક્રીન માં ટાઈટન કેટલો દૂર છે એ અંગે ની વિવિધ વિગતો વારે વારે તાજા આંકડા સાથે બદલાતી જતી હતી.

નીલ ની ઔટોમોડેડ રિસ્ટ વોચ માં પણ વાયા એ સ્ક્રીન થી જ મેસેજ મળતો .

વળી એક ત્રીજો સ્ક્રિન હતો જે યાન ના માર્ગ ની રૂપરેખા બતાવતો હતો.હરેક પ્રકાશવર્ષ ની સફર પુરી થયે સ્ક્રીન માં બતાવેલ માર્ગ માં એક ટપકું જોડાતું રહેતું હતું.

એક સ્ક્રીન હતો જે સંપૂર્ણ કાળો કલર ધારણ કરેલ હતો.

જેમાં બ્રહ્માંડ ની વિવિધ ગેલક્ષી ઓ ના એક પછી એક ગ્રહ, ઉપગ્રહ ના વિવરણ ના ડેટા લગાતાર પ્રસારિત થતા હતા એ દર્શાવતો હતો.

અને ફોટોન યાન થી પ્રાપ્ત થયેલ બધી જ માહિતી ચંદ્ર વસાહત ના હેડ ક્વાર્ટર માં મુખ્ય ડાયરેકટર ની ઓફીસ માં પહોંચતી થતી હતી.

જે મોકલેલ બધા જ ડેટા નું એનાલિસીસ કરી ને ને યાન ને આગળ વધવા માં મદદ કરતા હતા.

નિર્ધારિત આરામ નો સમય પૂરો થયે હવે ચારેય અવકાશવીરો પોતાની જગ્યા એ આપેલ સ્ક્રીન પર ખૂબ ચકોર નજરે વિવિધ ડેટા ના આકલન માં કાર્યરત હતા અને ડાયરેકટર ની આગામી સૂચના ની રાહ જોતા હતા.

ત્યાંજ...

બીપ..બીપ.. બીપ..બીપ.. નો અવાજ ગુંજી ઉઠ્યો.

ડાયરેકટર નો મેસેજ નીલ.. એક શાંત અને ધીરગંભીર સ્ત્રી અવાજે નીલ નું ધ્યાન ભંગ કર્યું.

ડાયરેક્ટર સંપર્ક કરવા ચાહે છે નીલ.

નિલે ઈશારા થી મૂક સંમતિ આપી.

આ સ્ત્રીઅવાજ હતો મિતાલી નો .એક ઋજુ પણ સ્રદયી જીવ.

મિતાલી એક એવી સાહસી અવકાશવિરંગના હતી જે કૈક અવકાશી સાહસો માં નીલ ની સાથીદાર રહેલ.

અને કોઈપણ મિશન માં મિતાલી ની જરૂર પહેલી પડતી.

સૌથી નાની વયે અંતરિક્ષ પ્રયોગશાળા માં જોડાનાર એ પ્રથમ કન્યા હતી.

ચપળ શરીર અને કસાયેલ બાંધો.

જ્યૂસી લિપ્સ અને ભરેલા ગાલ એના ચહેરા પર ચાર ચાંદ લગાવી દેતા હતા.

એને અને સૌએ લાલા સ્પેસ શૂટ પહેર્યો હતો.

નીલ જોઈ રહ્યો..

મિતાલી એ એક સ્વિચ ઓન કરતા જ હવા માં એક 3ડી આકૃતિ પ્રગટ થઈ. હાલ એ પ્રાયોગિક ધોરણે જ ફક્ત એક વિશાળ વૈજ્ઞાનિકઅને એ આકૃતિ હતી સ્પેસ મિશન ડાયરેકટર અકિલ ની.

હેલ્લો

મિસ્ટર નીલ એન્ડ યોર કમ્પની..

કહેતા અકીલે સૌ સામે મીઠું સ્મિત વેર્યું.

સામે સૌ અવકાશવીરો એ પણ ડાયરેકટર નું અભિવાદન કર્યું.

અકીલે યાન ની ચારે કોર નજર નાખી અને એક વસ્તુ પર એમની નજર સ્થિર થઈ.

મિસ્ટર નીલ,

અકીલે એમની આદત મુજબ ખૂબ ઝડપ થી મુખ્ય મુદ્દા પર આવતા કહ્યું..

હવે આપ સૌ દોસ્તો માનસિક રીતે તૈયાર થઈ જાઓ,

ભૂતકાળ માં કદાપિ નથી હાથ ધાર્યું એ મિશન હવે આપે હાથ પર લેવા નું છે.

અને આ મિશન સાથે સમગ્ર ચંદ્રલોક વાસીઓ નું એક જૂનું સપનું પૂર્ણ થવા નું છે.

કોઈ ને કઇ સવાલ હોય તો પૂછી શકે છે ડાયરેક્ટરે મંદ મંદ સ્મિત વેરતા પોતાની લાક્ષણિક અદા માં કહ્યું.

મિશન શુ છે ડાયરેકટર?

નિલે કૈક ઉત્સાહ થી પૂછ્યું.

મિશન શુ છે એ આપ ને ટાઈટન પર જાણવા મળશે પરંતુ આ મિશન ના ભૂતો ના ભવિષ્યતિ હશે માનવ જીવન ના ઇતિહાસ માં ..

વળી અકીલે કૈક ભેદી રીતે સ્મિત ફરકાવતા કહ્યું..

અને હા,

કદાચ આ મિશન એટલું ખતરનાક પણ છે કે આપ કદી પાછા ના પણ આવી શકો અને ચંદ્રલોક ને આપ જેવા બાહોશ અવકાશવીરો ગુમાવવા પણ પડે!!

ઓહહહ !! એમ!! મિતાલી ના મ્હો થી સિસકારો નીકળી ગયો એ જોઈ નીલ સ્મિત ફરકાવી ગયો.

ડાયરેકટર આવું કહી ને અમને ગભરાવો નહીં !! અત્યાર સુધી શાંત રહેલા અને ચૂપચાપ બધી ગતિવિધિ ની અવલોકન કરતા દીપકે કહ્યું..

દિપક એક બહાદુર અને હિંમતવાન અવકાશવીર હતો, ગમે એવી કપરી પરિસ્થિતિ માં પણ એ ખૂબ ઠંડા દિમાગ થી કામ લેતો..

કોઈ પણ મિશન માં જો નીલ એક બોડી સ્વરૂપે હતો તો દિપક એ બોડી નું હદય.

અકિલ ફરી એક વાર હળવું સ્મિત વેરી ગયો.

જુઓ દિપક, આપણે હમ ઉંમર છીએ, આપણો રિસ્તો બોસ અને કર્મચારી નો પછી પણ આપણે સહુ દોસ્ત છીએ એટલે માટે જ હું આ પત્તા ખોલું છું કે આગામી મિશન ખૂબ કપરું છે.

આપ એક નીડર અને મર્દાના દિલ ના માલિક છો માટે જ હંમેશા નીલ ના મિશન સફળ રહે છે.

છતાંય એક લાઇન હું કહી શકું છું કે આપ સૌએ સમય જ્યાં સ્થિર થઈ જાય છે એવી બ્રહ્માંડ ની એક અગોચર જગ્યા એ પ્રવાસ કરવા નો છે... કહી ફરી અકિલ ભેદી હસ્યો...

એટલે?? કૈક ના સમજાતા દિપક બોલી ઉઠ્યો..

ઓહહહ!! બ્લેક હોલ !!! ફરી મિતાલી આશ્ચર્યપૂર્વક અકિલ સામે તાકી રહી અને એના મ્હો એ થી શબ્દ સરી પડ્યા...

અવકાશવીર અનિષ પણ નવાઈ પામી ગયો હતો કે આ તે કેવી મુસાફરી!!

અને આ તે કેવું સાહસ!!

બ્લેકહોલ માં ગયા એટલે પરત ફરવાની સાંભવના જ નહીં !!

જાન થી હાથ ધોઈ નાખો બસ !!

તો માનનીય ડાયરેકટર અકિલ,

આપે અમારી મૃત્યુ નોંધ લખી નાખી છે એમ ને !! અનિષે કૈક કડવાશ પૂર્વક કહ્યું .

એક સવાલ પૂછું ડાયરેકટર સાહેબ ?

અનિષે કૈક વિચારી ને અકિલ સામે જોતા કહ્યું.

જ્યાં સુધી મને ખબર છે ત્યાં સુધી હું ખાતરી પૂર્વક કહી શકું છું કે આપણું આ ફોટોન યાન બ્લેક હોલ ના ઘનત્વ આગળ ચાલી શકે નહીં!! સેકન્ડ ના સો માં ભાગ માં ફોટોન યાન ના લિરે લિરા ઉડી જાય.

તો પહેલા બોસ આપ એવું યાન વિકસિત કરો દોસ્ત :)

અકિલ હસ્યો.

દિપક આપે કઇ કહેવું હોય તો પૂછી શકો છો?

જ્યાં મારી ટિમ, મારા દોસ્તો ત્યાં હું.

પછી ભલે ને બ્લેક હોલ ના અંધારા કુવા માં ખોવાઈ કેમ ના જવું પડે.. દીપકે નિખાલસ મત જણાવી દીધો.

દિપક એક સાચો દોસ્ત અને બેફિકરો જીવ હતો.

ડાયરેકટરે મિટિંગ નું સમાપન કરતા કહ્યું કે

આપ ને જે પણ સવાલ થાય છે એ બધા જ સવાલો ના જવાબ ટાઈટન પર ની આપણી મુખ્ય પ્રયોગશાળા માં મળશે.

જ્યારે ત્યાં આપ પહોંચશો ત્યારે આપણે ફરી એક મિટિંગ કરીશું.

આવજો દોસ્તો. સાચવજો સૌ.

અને એ નીલી આકૃતિ હવા માં ઓગળી ગઈ..

અંતરિક્ષ ના કાળમીંઢ અંધકાર ને ચીરતું યાન આગળ વધી રહ્યું હતું અને યાન ની અંદર ખલબલી મચી ગઇ હતી અને સૌ ના મન માં એક જ સવાલ સતાવતો હતો કે આખરે એવું તે કયું મિશન છે જેના માટે બ્લેક હોલ માં ઉતરવું પડે!!

નિલે ગળું ખોખરતાં થોડો સ્વસ્થ થતા સૌ ને ઉદ્દેશી ને બોલ્યો,

મિત્રો,

આપણું મિશન ગમે એટલુ પડકાર જનક કેમ ના હોય,

આપણે હંમેશા ની જેમ જાન ની બાજી લગાવી દઈશું.

અને કોઈપણ ભોગે વિજયી નિવડશું જ.

આપ સૌ મારા સાથે છો અને ભૂતકાળ માં જે રીતે આપે સાથ આપ્યો એ રીતે જ આ મિશન માં પણ આપ સૌ નો સાથ માગું છું.

મિશન ક્યાં પ્રકાર નું છે એ હજુ ગુપ્ત છે.

છતાંય હું ઇચ્છીશ કે આપ સૌ મારી સાથે રહો.

અવકાશવિર દિપક ને બ્રહ્માંડ માં રખડપટ્ટી ખૂબ ગમતી. ચોત્રીસ વર્ષ નો એથલીટ બોડી નો માલિક દિપક અત્યારે બ્રહ્માંડ ના અલોકિક દ્રશ્ય રચના જોવા માં મશગૂલ હતો..હજારો તારા અને ઉલ્કા ઓ યાન ની આજુબાજુ થી ખૂબ ઝડપ થી પસાર થતી એ જોઈ રહ્યો હતો...

અવકાશ ના અસીમ અંધારા માં અતિ મનોરમ્ય દશ્યો નજરે પડતા હતા.

હજારો ધૂમ કેતુ ઓ લસરકો લગાવી દેતા હતા અને અનેક તારા ઓ થી વિવિધ રંગ ની મનોરમ્ય રચનાઓ દિલ ને તરબતર કરી નાખતી હતી..

અચાનક એની આંખ ઝીણી થઈ .

વિશાલ સ્ક્રિન સામે નજર ખોડાઈ ગઈ દિપક ની.

અનિષ આ જો, દીપકે સ્ક્રીન તરફ ઈશારો કરતા કહ્યું,

એ સાથે ચારેય અવકાશવીરો ની નજર સ્ક્રીન તરફ ખોડાઈ અને બસ જે દેખાયું એ જોતાં ફાટી આંખે જોતા જ રહી ગયા બધા..

એક વિશાળકાય ઉલ્કા ખૂબ તીવ્ર ગતિ થી યાન તરફ જ આવી રહી હતી.

નિલે દિપક સામે જોયું . દિપક એકદમ એલર્ટ થઈ ગયો.

89000 કિલોમીટર અંતર છે હવે આપણી અને ઉલ્કા વચ્ચે. દીપકે કહ્યું.

નીલ ના કપાળે સળ પડ્યા.

હમમ.. કૈક વિચારી લીધું નિલે અને અનિષ ને ઉલ્કા નો ઘેરાવો અને એનું દળ પૂછ્યું.

ઘેરાવો પાંચ કિલો મીટર અને દળ બદલાતું રહે છે.. અનિષે સ્ક્રીન માં આવતા આંકડા જોઈ ને કહ્યું.

મિતાલી અત્યારસુધી શાંત હતી,

નીલ સામે જોઈ ને એ બોલી,

આગામી થોડી મિનિટ્સ માં આ ઉલ્કા આપણા યાન સાથે ટકરાઈ શકે છે. એ વધુ બહેતર છે કે "યુરેનિયમ મિસાઈલ" થી એ ઉલ્કા ને તુરતજ નષ્ટ કરવા માં આવે.

ન રહેગા બાંસ ના બજેગી બાંસુરી...

પણ નીલ કૈક અલગ વિચાર માં હતો..

બે મિનિટ વીતી ચુકી હતી, ઉલ્કા જાણે આજે મોત બની ને આવી રહી હતી.

અચાનક દીપકે જોરદાર ચીસ પાડી..

એ નીલ, અનિષ, મિતાલી આ જુઓ ધ્યાન થી આ શું દેખાય છે વાદળો ના ગોટે ગોટા માં..!!

અને ફરીવાર બધા સ્તબ્ધ બની ને જોઈ રહ્યા અને જે દ્રશ્ય બધા જોઈ રહ્યા હતા એ દ્રશ્ય અવિશ્વસનીય હતું..

અનિષે પોતાના ગાલ પર એક ચૂંટી ખણી ને ખાતરી કરી કે એ ઉઘાડી આંખે કોઈ સ્વપ્નું જોઈ રહ્યો નહતો પણ જે નજર સામે હતું એ એક હકીકત હતી...

એ કોઈ ઉલ્કા ન હતી.

એક ભયંકર વિશાળકાય અવકાશ યાન હતું..

વિશાલ અવકાશ યાન ફોટોન યાન ના ઉપર થી ખૂબ સ્પીડ થી પસાર થઈ ગયું.

ફોટોન યાન ના ઇનબીલ્ટ કેમેરાઓ એ હઝારો તસ્વીરો ખેંચી લીધી. દિપક ની આંગળી ના એક ઈશારે...

બધા અવકાશ વીરો ક્યાંય સુધી એ પસાર થનાર અવકાશ યાન તરફ તાકતા જ રહ્યા.....

થોડી કળ વળતા નિલે સૌ સમું જોયું,

બધા ની પણ એજ હાલત હતી..

નવાઈ અને વિસ્મયથી સૌ ની આંખો છલકાતી હતી..નીલ સાથે સૌ ની આંખો પણ હર્ષ થી છલકાઈ ઉઠી હતી.સૌ એક બીજા ને ભેટી પડ્યા..

માનવ જાતે સેંકડો વર્ષો જેની શોધ માં પસાર કરી નાખ્યા એનો એક સચોટ પુરાવો હાથ લાગી ચુક્યો હતો...

એક ભેદી યાન,

એક કોયડો,

અને એક સંપૂર્ણ જવાબ.

હા, બ્રહ્માંડ માં એકલી માનવજાત જ નથી એ પુરાવો મળી ચુક્યો હતો હવે....

ચંદ્રલોક સ્પેસ એજન્સી, હેડક્વાર્ટર,

ડાયરેકટર અકિલ અનિષે અને દીપકે મોકલેલ તસવીરો ને બસ તાકી જ રહ્યો,

તાકતો જ રહ્યો...

હમમમમ....

NOVA/007x યાન નું નામ એય પાછું પૃથ્વીવાસી ઓ ની ભાષા અને આકડા માં!!

અકિલ ફરી ઊંડા વિચાર માં ડૂબી ગયો..બીજી તસ્વીર ઉઠાવી અને નિરીક્ષણ માં પાછો ડૂબી ગયો.

ઓહહહ !! અકિલ બબડી ઉઠ્યો.

યાન ના નીચે ના ભાગ ના ફોટા માં 3250 ખૂબ મોટા અક્ષરો એ અંકિત થયેલું દેખાયું.

અકિલ ખૂબ ઉત્તેજિત થઇ ગયો.

અને કંઈક વિચાર આવતા એની આંખો ચમકી ઉઠી.

અને એક સવાલ એના દિમાગ માં ફરી ગયો.

ભવિષ્ય માં થી આવેલ યાન !!

***