Mission vasundhara - 2 books and stories free download online pdf in Gujarati

મિશન વસુંધરા

બધા અચંબા માં થી બહાર આવે એ પહેલાં તો યાન ધીરે ધીરે ટાઈટન ના વાયુ મંડળ માં પ્રવેશી ચૂક્યું હતું.

દિપક ની સામે ના સ્ક્રીન ના બાજુ ના સ્પીકર થી સતત દિશા સૂચન મલી રહ્યું હતું.

કેપટન નીલ ઉત્તર ધુવ પર T100 સાઇટ પર યાન નું ઉતરાણ કરો.

ગૌરવ સ્પીકિંગ T100 લેબોરેટરી હેડ. ઓવર.

નિલે યાન ની સ્પીડ અતિ ઓછી કરી નાખી.

દિપક, અનિષ, મિતાલી સૌ તૈયાર!! નિલે આખરી વાર ઉતરાણ પહેલા પૂછી લીધું.

બધા એ ઓલ ઇસ ઓકે એન્ડ રેડી નું સિગ્નલ અંગૂઠા ઊંચા કરી ને આપ્યું.

યાન ધીરે ધીરે T100 પર ઉતરી રહ્યું અને થોડી વાર માં ટાઈટન ની રક્તિમ ભૂમિ પર લેન્ડ થઈ ગયું.

ગૌરવે એક એક ખુશહાલ સ્મિત સૌ સામે ફેંકતા બધા ને એક પછી એક આવકારતો અને હાથ મિલાવતો ગયો. દિપક, અનિષ અને મિતાલી સાથે.

મિતાલી સાથે હાથ મિલાવતી વખતે ગૌરવ ની આંખ ચમકી ઉઠી પણ જેવી નજર નીલ સાથે મળી ગૌરવે નોંધ્યું કે એની બધી જ એક્ટિવિટી નીલ નોંધતો હતો. ગૌરવ જરા ખસીયાણો પડ્યો.છેલ્લે નીલ સાથે હાથ મિલાવ્યો.

નીલ નો ભાવહીન ચહેરો દર્શાવતો હતો ગૌરવ નો મિતાલી તરફ નો એપ્રોચ ગમ્યો હતો નહિ.

દોસ્તો હવે આપણે લેબોરેટરી હેડક્વાર્ટર તરફ જઈશું. થોડાક કલાક આપ સૌ આરામ ફરમાવો ફરી પોતાના ચીરપરિચિત અંદાજ માં સ્મિત વેરતા ગૌરવે કહ્યું.

"ત્યાર બાદ મિસ ફાલ્ગુની આપ સૌ ને આગામી મિશન ની જાણકારી આપશે." ફરી ગૌરવે ઉમેર્યું.

લેબોરેટરી હેડ ક્વાર્ટર તરફ જતા નિલે અનુભવ્યું કે અહીં કૈક અજીવ તીવ્ર વાસ આવી રહી હતી. જે દિશામાંથી વાસ આવી રહી એ તરફ નજર નાખતા જ સમજાઈ ગયું કે આ એક સોલર રીએક્ટર હતું...

જે ટાઈટન ના ખડકોમાંથી નીકળેલ પાણીમાંથી ઓક્સિજન પેદા કરતું હતું.

જે સોલર ઇલેક્ટરોસીસ પ્રોસેસ પ્રમાણે પાણી માં થી ઓક્સિજન અને હાઇડ્રોજન ના અણુઓ ને વિભાજીત કરતું હતું.

દિપક અત્યારે ધ્યાન મગ્ન બની ને સોએક મીટર ની દુરી પર દેખાઈ રહેલ લેબોરેટરી હેડ ક્વાર્ટર નો નજારો નિહાળી રહ્યો હતો.

ચાર થી પાંચ વિશાલ ગોળાકાળ ક્રિસ્ટલ ગુંબજ ફિક્કા પ્રકાશ માં ચમકતા હતા.વાતાવરણ ખૂબ ઉદાસ હતું,

સુમસામ અને ભેંકાર. આખા ટાઈટન ઉપગ્રહ પર ફક્ત અને ફક્ત આ લેબોરેટરીના આવાસ માં જ જીવન ધબકતું હતું.

ઉદાસ સૂરજ નું અજવાળું પણ જાણે કહી રહ્યું હતું કે અહીં અસ્તિત્વ ટકાવી રાખવાની આશા પણ એટલી જ ફિક્કી હશે એમ.

દીપકે નોંધ્યું કે બધા જ ગુંબજ એક બીજા થી જોડાયેલા હતા.

ચંદ્રલોક ની વસાહત થી થોડુંક અલગ વાતાવરણ હતું અહીં.

શરીર પર થોડું વધુ દબાણ પણ અનુભવાઈ રહ્યું હતું.

મિથેન ના વાદળા આકાશ માં ગોરંભાઈ રહ્યા હતા..

હા, ટાઈટન આમ તો મિથેન નો ગોળો માત્ર હતો અને વાયુ મંડળ માં બાકી રહી જતું હતું તો ફક્ત નાઇટ્રોજન.

અનિષ બાકી દોસ્તો પણ આવા વાતાવરણ ના આદિ હતા નહીં અને આ એની પ્રથમ જ મુલાકાત હતી,કુતૂહલતાપૂર્વક અનિષ પણ ગોળ ગુંબજ ને જોઈ રહ્યો, ચકચકિત ક્વાર્ટસ માંથી બનેલ લેયર ગોળ ગુંબજો ને ભવ્યતા અર્પિત કરતું હતું.

અને આ લેયર જ મિથેન ના વરસાદ થી લેબોરેટરી નું રક્ષણ કરતું હતું.

ગૌરવ સૌથી આગળ ચાલતો હતો અને સૌ ને લીડ કરતો હતો.

ગૌરવ પાછળ અનિષ અને દિપક અને એમની પાછળ મિતાલી અને નીલ સાથે સાથે ચાલતા હતા.

માનવ સર્જિત કૃતિમ વાતાવરણ માં હવે ગુંબજ ની અંદર હેલ્મેટ પહેરી રાખવું જરૂરી હતું નહી,

એટલે ગૌરવે સૌને ઈશારો કરી ને હેલ્મેટ કાઢી નાખવા કહ્યું.

સૌ હેલ્મેટ કાઢી રહ્યા અને ગૌરવ ની નજર ફરી મિતાલી પર પડી.

મિતાલી એ આછું સ્મિત ગૌરવ તરફ ફેંક્યું.

નિલે આ જોયું અને એ પણ મંદ મંદ મુસ્કુરાઈ ઉઠ્યો.

"ગૌરવ ના ભાગ ખુલી ગયા".. નીલે હળવી મજાક કરી.

બધા હસી ગયા અને અતિ ગંભીર લાગતું વાતાવરણ પળવાર માં હળવું થઈ ગયું.

ચંદ્ર પર થી ટાઈટન તરફ ગંતવ્ય કરવા થી લઇ ને વચ્ચે ભેદી યાન નો સાક્ષાત્કાર અને ટાઈટન પર સફળતાપૂર્વક ઉતરાણ.ટાઈટન પર ના વાતાવરણ અને ડાયરેકટર અકિલ ના વિચારો મો નીલ ગૂંથાઈ ગયો.

અહીં શા માટે મોકલવા માં આવ્યા હતા?

ક્યાં હેતુ થી?

અને અહીં થી આગળ એવુ કયું મિશન હતું અહીં પહોંચી ને જ જણાવવું પડે એમ હતું એ પર ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યો નીલ.

ફરી ગૌરવે "થોડી વાર સૌ પોતાના રૂમ માં આરામ કરો અને સાંજે સાત વાગ્યે મિસ ફાગૂન આપ સૌ સાથે એક અગત્યની મિટિંગ લેશે ત્યાં સુધી આપ સૌ આરામ કરો દોસ્તો.

ગૌરવે એક વિશાળ રૂમ પર નિર્દેશ કરતા કહ્યું.

આ એક વિશાળ આરામ ખંડ હતો જેમાં વીસ થી પચીસ વ્યક્તિઓ એકસાથે આરામ કરી શકતી હતી.

સ્પેશિયલ રૂમ માં કૈક અજીબ જ પ્રકાર નું ફર્નિચર ગોઠવાયેલું હતું.રૂમ પૂરો એર ટાઈટ હતો.અહીં ઓક્સિઝન માસ્ક ની જરૂર હતી નહીં. વિશિષ્ટ પ્રકાર ની દીવાલમાંથી સતત ઓક્સિજન રૂમના અંદર પ્રસરતો હતો.બહાર થી ગોળ ગુંબજ લાગતો રૂમ અંદરથી અત્યાધુનિક સુવિધાઓથી ભરપુર અને રિલેક્સશન અર્પિત કરતો હતો.રૂમ ની ચારે તરફ એક દિશા માં એક એમ ચાર સાઈઝ માં થોડી મોટી એવી બારીઓ હતી. આ બારીઓ ની આરપાર બહાર શુ થાય છે અને બહાર નું વાતાવરણ કેવું છે એ સ્પષ્ટ જોઈ શકાતું થતું.

દિપક ફરી આ બધું જ માર્ક કરી રહ્યો હતો..

"એકદમ અદ્ભૂત એન્જીનીયરિંગ નો કમાલ" દિપક બબડી ઉઠ્યો.

દીપકે સામે નજર કરી તો બધા જ અવકાશવીરો આરામ ફરમાવતા હતા. સાથે સાથે કશુંક ધીમા અવાજે ચર્ચા માં મશગૂલ લાગ્યા. દીપકે પણ ટાઈટન ની લેબોરેટરી નું નિરીક્ષણ પડતું મૂક્યું ને એમની ચર્ચાઓમાં શામેલ થયો અને અત્યાર સુધી માં આવી ગયેલા ગૌરવ ની પાસે જઈ ને બેઠો.

થોડી વાર માં ડાયરેકટર અકિલ સાથે ફરી મુલાકાત થવાની હતી અને એ બાબત ની ચર્ચા ચાલી રહી હતી.

દીપકે ફરી સામે નજર દોડાવી.

સામે જ એક વિશાળ સ્ક્રીન પર ચંદ્રલોક નું મુખ્ય હેડક્વાર્ટર દેખાતું હતું.એમ માનવા માં આવતું હતું કે બસ ગમે તે ઘડીએ અકિલ એમનો સંપર્ક કરશે.

દીપકે ફરી નજર નાખી એ વિશાલ સ્ક્રીન પર.

બાજુ ના સાઈડ સ્ક્રીન માં વિશાલ રેડીઓ ટેલિસ્કોપ દેખતા હતા જે કરોડો પ્રકાશવર્ષ દૂર આકાશ ની ખૂબ જ બારીકાઈ થી નોંધ કરતા હતા.

અનિષ ના મગજ માં ઘણાબધા સવાલો ઉઠી રહયા હતા. યાન જોયું હતું ત્યારથી અનિષ ના મન માં એ યાન વિશે જાણવાની તીવ્ર ઉત્સુકતા ઉદભવી રહી હતી.

અનિષે પૂછી જ લીધું.

ગૌરવ, અહીં ટાઈટન ની મુલાકાટ દરમિયાન અમને એક આશ્ચર્ય નો ભેટો થયો.

એક વિશાળ યાન જે માનવસર્જિત લાગતું હતું અને સિમ્બોલ્સ પ્રમાણે તો આપણું જ યાન લાગતું હતું. શુ એવા યાન ની ટાઈટન ઉપર ના આપણા રેડિયો ટેલિસ્કોપ અને સંબંધિત બધા ઉપકરણ માં ક્યાંય નોંધ લેવાઈ છે કે ખાલી અમે જ જોયું છે એ??

અનિષ ના આવા અને અણધાર્યા સવાલ થી બધા ચોંકી ઉઠ્યા કારણ કે સૌ અવકાશવીરો ના મન માં આજ પ્રશ્ન ઉભો થયો હતો અને હજુ એનું સમાધાન મળ્યું હતું નહીં.

બધા ની નજર ગૌરવ પર ખોડાઈ રહી.

એ ફરી થી સ્મિત ફરકાવી રહ્યો.

"હા" એક ટૂંકાક્ષરી જવાબ ગૌરવ તરફ થી અપાયો.

બધા ના ચહેરા પર વધુ સવાલ કરવાની તાલાવેલી પારખી ગૌરવે પારખી લીધી.

"મિત્રો આ સવાલ નો જવાબ હું જાણું છું પણ વધુ માહિતી માટે આપણે ડાયરેકટર અકિલ સાથે વીડિયો કોંફરન્સ કરીશું"

"મારે થોડીવાર પહેલા જ આ બાબતે અકિલ સાથે વાત થઈ છે અને આ બધી જ બાબતો આપના આગામી મિશન માટે આપને કહેવી ખૂબ જ જરૂરી છે. આપના પ્રશ્નો તૈયાર રાખો અને અકિલ ને પૂછો.

ગૌરવ અસ્ખલિત બોલી રહ્યો..

આ દરમિયાન મિતાલી ની નજર કશુંક શોધી રહી હતી એ ગૌરવ ની નજર થી બહાર રહ્યું નહીં અને ફરી મિતાલી સામે સ્મિત વેરતા કહ્યું " મિસ ફાગૂન આપને નિયત મુલાકાત ના સમયે જ મળશે, સાંજે. મિસ ફાગૂન અત્યારે એક નવા વિકસાવેલા યાન જોવા ગયેલ છે ટોટલ ડિટેલ લઇ ને અકિલ ને પહોંચાડશે.

અત્યાર સુધી ખામોશ રહેલા નિલે પૂછી લીધું " આ લેબોરેટરીમાં કુલ કેટલા સભ્યો

આ દરમિયાન મિતાલી ની નજર કશુંક શોધી રહી હતી એ ગૌરવ ની નજર થી બહાર રહ્યું નહીં અને ફરી મિતાલી સામે સ્મિત વેરતા કહ્યું " મિસ ફાગૂન આપને નિયત મુલાકાત ના સમયે જ મળશે, સાંજે. મિસ ફાગૂન અત્યારે એક નવા વિકસાવેલા યાન જોવા ગયેલ છે ટોટલ ડિટેલ લઇ ને અકિલ ને પહોંચાડશે.

અત્યાર સુધી ખામોશ રહેલા નિલે કશુંક વિચારતા પૂછ્યું " આ લેબોરેટરીમાં કુલ કેટલા સભ્યો,ટેક્નિશિયન નો સ્ટાફ છે ગૌરવ??

"સત્યાવીસ કુલ ટોટલ માનવો" ગૌરવે સ્મિત વેરતા જણાવ્યું.

***

આ તરફ ચંદ્રલોકમાં પોતાના હેડક્વાર્ટર પર અકિલ ખૂબ ઊંડા વિચાર માં પડી ગયો હતો.

" આ ભવિષ્ય નું યાન હતું" તો એના ઘણા મતલબ નીકળી શકે એમ હતા.

સંપૂર્ણ માનવસર્જિત અને માનવો ની ભાષા અને કોડ અંકિત કરેલ હોય એવું કઈ રિતે શક્ય હતું!!

વિચારતા જ અકિલ ના કપાળ માં ઉત્તેજનાની લકીરો અંકાઈ રહી.

"જો હું વિચારું છું એમ જ હોય તો મારૂ એકમાત્ર સપનું સાચું પડી શકે છે".

અકિલ સ્વગત બબડતો રહ્યો.

"ફોટોગ્રાફ થી સ્પષ્ટ થતું હતું કે યાન કઈ દિશામાંથી આવેલ હતું.

એના પર ચોક્કસ સંશોધન કરીને જ હવે આગળ નો પ્લાન વિચારવો પડશે."

અત્યાર સુધી જે માહિતી અન્વેષણ થયું હતું એ મિશન કમાન્ડર નીલ અને નીલ ના સાથીઓ સાથે શેર કરવું જરૂરી હતું. આખરે તો એ લોકો જ હતા આગામી મિશન ના ખરા હીરો લોગ.

ટાઈટન લેબોરેટરી પર થી મિસ ફાગૂનએ મોકલેલા ડેટા અને પોતે અનવેષિત કરેલા ડેટા સાથે અકિલ વીડિયો કોંફરન્સ માટે બાજુની કેબિન ખોલી રહ્યો.

અકિલે હેડફોન કાન પર લગાવ્યું ને સામે દેખાતા વિશાલ સ્ક્રીન પર ધ્યાન કેન્દ્રિત કર્યું જેમાં ટાઈટન લેબોરેટરી ના વિવિધ ભાગ દેખાતા હતા. જેમાં એક ભાગ અવકાશવીરો પણ આરામ કરતા હતા એ રૂમ હતો.

સ્ક્રીન નમ્બર એકવીસ પર અકીલે રિમોટ થી ક્લિક કર્યું.

એ સાથે જ અવકાશવીરોની હજરીથી સમગ્ર સ્ક્રીન ભરાઈ ગયો.

અકિલ ને સૌના ચહેરા પરથી લાગ્યું કે સૌ એના વિડીઓ કોલ ની જ રાહ જોઇને બેઠા હતા.

"હેલ્લો દોસ્તો, ટાઈટન સુધી ની આપની મુસાફરી કોઈ વિઘ્ન રહિત રહી હશે એમ હું માનું છું, સૌની તબિયત કેમ છે દોસ્તો?"

અકીલે વાતચીત નો દોર આરંભ્યો.

"ઓલ ઇસ વેલ ડાયરેકટર" અનિષે પણ સામે અકિલ નું અભિવાદન કરતા કહ્યું.

" દોસ્તો આપ હવે ટાઈટન પર પહોંચી ગયા છો, સહીસલામત, એ ખુશી ની વાત છે. અને જ્યારે ફોટોન મુસાફરી કરી રહ્યું હતું ત્યારે આપ સૌ એ એક ભેદી યાન પણ જોયું એ માહિતી મને ફોટોન દ્વારા જ મળી.

એ વિષયક કોઈ પ્રશ્ન હોય તો આપ મને પૂછી શકો છો"

અકિલ મૂળ મુદ્દા પર આવી ગયો.

" સર, યાન ના ચિહ્નો આપણી ભાષા માં હતા અને અને અંકિત આંકડા પણ!!??

આ કેવી રીતે પોસીબલ છે?

અત્યાર સુધી ચૂપ રહેલી મિતાલી એ અંતર માં ઉછળતો સવાલ પૂછી ને સૌની આતુરતા નો અંત આણ્યો.

"દોસ્તો, કદાચ ક્યાંક દૂર દૂર બ્રહ્માંડ માં ક્યાંક આપણા થી પણ વધુ વિકસિત સભ્યતા નો એ પુરાવો છે"

અકિલ સસ્મિત ઉત્તર આપી રહ્યો.

" એક એવી સભ્યતા જે સમગ્ર બ્રહ્માંડ ની રેકી કરતી હોય અને જે આપણે જાણતા પણ ના હોય અથવા એવું પણ શક્ય છે કે એક એવી બ્રિલિયન્ટ એલિયન સભ્યતા જે સમગ્ર ભ્રહ્માંડ ની બધી જ બાકી સભ્યતાઓ ને ઓબસર્વ કરતી હોય!!"

અકિલ ના આ શબ્દોએ અવકાશવીરોને આશ્ચર્યચકિત કરી મુક્યા.

" તો શું આ એલિયન સભ્યતા આપણી પણ રેકી કરતી હશે ડાયરેકટર??"

દિપક સહસા સવાલ કરી બેઠો.

" વેલ, શક્ય છે, અને કદાચ એ આપણા મિત્ર પણ હોઈ શકે અને દુશ્મન પણ,

હજુ સુધી આપણા ચંદ્રલોક ની માનવ વસાહત ને કોઈ નુકશાન નથી પહોંચ્યું એ પર થી તો એમ લાગે છે કે આ એલિયન સભ્યતા આપણને બક્ષી દીધા છે, છતાંય સાવધ રહેવું સારું"

અકિલ ફરી ઉમેરી રહ્યો.

" શુ આ એલિયન સભ્યતા નો કોન્ટેકટ આપણને ફાયદાકારક નીવડી શકે,જો કોન્ટેકટ કરવાનો પ્રયત્ન કરીએ કે કોન્ટેકટ થાય તો??"

બધુ ચૂપચાપ અને ધ્યાનપૂર્વક સાંભળી રહેલ નિલે અતિ ગંભીરતાપૂર્વક પૂછ્યું.

"નીલ, લગભગ ઘણીબધી વાતો ક્લિયર થઈ ગઈ છે અને આ બધી જ બાબતો આપ ને મિસ ફાગૂન ખૂબ સ્પષ્ટતા થી આજે કહેશે.

આ યાન ના કારણે,ક્ષિતિજ પર એક એવી શક્યતા દેખાઈ રહી છે કે જો એ સાચું પડે તો સમગ્ર માનવજાત નું કલ્યાણ થઇ જશે,જે મારુ એકમાત્ર સપનું છે"

અકિલ લાગણીવશ થઈ ને વદી રહ્યો.

સૌ અવકાશવીરો એ આવી રીતે પ્રથમ વખત ડાઈરેક્ટરને લાગણીમાં તણાતાં જોયા હતા.

એવી તો કઈ શકયતા એમને દેખાઈ રહી હતી કે જેને એ પોતાના જીવન નું સૌથી મોટું સપનું કહેતા હતા!!

સૌ વિચારી રહયા.

" શુ એવું ના બને કે આપણે જ એ અજાણી એલિયન સભ્યતા ને શોધી ને સામે થી મૈત્રી નો હાથ લંબાવીએ.??"

દીપકે કૈક વિચારપૂર્વક સવાલ કર્યો.

" હા, શક્ય છે" અકીલે દ્રઢતાથી કહ્યું અને કંઈક વિચારપૂર્વક કહ્યું.

" ડાયરેકટર અકિલ, હવે આપ એ જણાવી શકશો કે આપ અમને અહીં કયા મિશન હેઠળ ટાઈટન પર મોકલ્યા છે?"

નીલે સીધો જ સવાલ ઠોકી દીધો.

અકિલ નો ચહેરો ફરી ગંભીર થઈ ગયો.

સૌની આંખો અકિલ ના ચહેરા પર તકાઈ ગઈ.

અકિલ શુ કહે છે એ જાણવા સૌ ઉસ્તુક બની ગયા.

"મિશન વસુંધરા"

અકિલે ખૂબ શાંતિપૂર્વક શબ્દો ઉચ્ચારી ઉઠ્યો.

સૌ એક સાથે બબડી ઊઠયા ઓહઃ મિશન વસુંધરા!!!

"હા, મિશન વસુંધરા"

અકિલ ફરી દોહરાવી રહ્યો...

ક્રમશ:

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED