Chaal zindagi jivi laiye books and stories free download online pdf in Gujarati

ચાલ જિંદગી જીવી લઈએ

ચાલ જિંદગી જીવી લઈએ

આ લેખ લખતી વખતે ખરેખર હાથ ધ્રુજે છે. આજે વાત કરવી છે એક વીર પુરુષ ની. આમ તો સૌરાષ્ટ્ર ની ધરતી એ ઘણા મહાનુભાવો આપ્યા છે તેમના માના એક એટલે પરેશભાઈ એસ. ડાખરા. નિયતિએ પરેશભાઈ અને મને મળાવ્યા એવું કહી શકાઈ. મારી તેમની સાથે ની ૩ કલાક ની મુલાકાતએ મને જિંદગી જીવવાની પ્રેરણા આપી છે, જિંદગીના કેટલાય પાઠ ભણાવ્યા છે તે પાકું છે સાહેબ.

સાહેબ ઇન્સ્પાઈર થવું હોય ને તો રસ્તામાં જતા ભિખારી પાસે થી પણ કઈને કઈ મળી જાય. બધા પાસે સંઘર્ષ નો એક માળો છે જેમાં બધા લડી રહયા છે. બસ લડી લેવાની હિંમત હોવી જોઈએ. કારણકે Each One is Teach Every One. આજે દીલ ફાડી ને લખવું છે. તમને ખબર છે ઈશ્વરે આપણને શા માટે જન્મ આપ્યો. કારણકે તે જાણે છે પોતાના બનાવેલા માનવી નામના રમકડા પર શ્રદ્ધા છે કે તેને તેમાંથી કઈક ને કઈંક નવું મળી રહશે. આપડે યેવું કરી બતાવવાનું છે જે ઈશ્વરે પણ કલ્પના ના કરી હોય. એવા અદભુત કિસ્સાઓં છે જે આપણને ઇન્સ્પાઈર કરે છે. લોકોએ કલ્પના પણ ના કરી હોય કે આ વ્યક્તિ આવું કરી શકશે. IMPOSSIBLE ખુદ કહે છે કે I M POSSIBLE. ચાલો એ અદભુત દુનિયા જે પરેશભાઈ જીવે છે.

મૂળ સૌરાષ્ટ્રના ભાવનગર જીલ્લા ના બેલા ગામ માંથી વ્યવસાય કરવા માટે તેઓ સુરત આવેલા. પોતાના પોકેટ માં માત્ર ૧૦૦ રૂપિયા લઇ ને પરેશભાઈ સુરત આવેલા. સુરત માં માત્ર તેમની પાસે ૧૦૦ રૂપિયા, એક મજબુત ઇરાદો અને મન માં હોશ કઈંક કરી બતાવાનો હતો. હીરાના ધંધા સાથે સંકળાયેલા પરેશભાઈ શરુઆતી દિવસો ખુબ જ કપરા રહ્યા હતા. તેઓ કહતા કે મને એક ટકનું જમવાનું પણ નસીબ ના થતું. ક્યારેક હું ભૂખ્યો જ સુઈ જતો. જેમ જેમ તેઓ હીરા માં આગળ વધતા ગયા તેમ તેમ પરેશભાઈના નસીબ ખુલતા ગયા. લગભગ ૩ વર્ષ પછી તેઓ હીરા દલાલી માં ચડ્યા. સુરતની ધરતીએ પરેશભાઈ ને ખુબ પૈસા આપ્યા. તેઓ પૈસા કમાવવા માં પારંગત થઇ ગયા. આજ થી 25 વર્ષ પહેલા તેમની પાસે લગભગ ૪૦ લાખ જેટલી સંપતિ ધરાવનાર, મર્સિડીઝ, રોલ્સરોયલ જેવી કાર, રહેવા માટે સારું એવુ મકાન ધરાવનાર પરેશભાઈને પૈસા જ સર્વોચ્ચ નહિ માની ને આત્માને સંતોષ થાઇ તેવું કાર્ય કરવું હતું. એકદિવસ આજ પૈસો તેમના માટે કોઈ મુલ્ય ના રહ્યું. તેણે નક્કી કર્યું કે પૈસા ખુબ જ કમાયા પણ હવે હર્દય ને ગમતું કામ કરવું છે. પોતાના દિલ ની અંદર ડોકિયું કરીને પરેશભાઈ જાણ્યું કે ખરેખર તેમને કઈ વાત માં મઝા આવે છે. કયું કામ કરવાથી અંદર રહેલો આત્માને પરમ શાંતિ મળે છે. આ ખુબ જ કઢીન કામ હતું તેમના માટે પણ પરેશભાઈને મળ્યું તેને શોધી કાઢ્યું, કે દિલ ને શું ગમે છે. પછી થી તેમને ભગીરથ કાર્ય ઉપાડ્યું.

પરેશભાઈ જણાવે છે કે બાળપણ માં હું જયારે ધોરણ ૩ માં ભણતો હતો ત્યારે ગાંધીજીનું “વૈષ્ણવજન તો તેને કહીએ જે પીળ પરાઈ જાણે રે”આ શબ્દ મારા મન માં અસર કરી ગયા હતા. હું વૈષ્ણવ બન્યો અને મારા ગામના એક દલિત અને એક ભંગી પરિવારની એક વ્યક્તિ પાગલ હતી, તેમના પરનો ત્રાસ મારા થી જોવાતો નહિ. તે જણાવે છે કે આ ઉપરાંત તે સુરત માં આવેલા ત્યાં તે માનસિક રીતે સ્વસ્થ ના હતી તેવી વ્યક્તિ ને દરરોજ જોતા. તેમના ઘર સામે જ તે રહતી. ઘરના વ્યક્તિ શ્રીમત હતા પરુંતુ આ આ વ્યક્તિ સાથે ખુબ જ ગંદો વ્યવહાર કરતા. તે વ્યક્તિ ને તેઓ પાગલ કહી ને બોલાવે, તેમની સાથે ગાળો બોલે આ જોઈ ને પરેશભાઈનું દિલ કંપી જતું. જયારે આ વ્યક્તિ બહાર નીકળે ત્યારે સમાજ પણ તેને પાગલ કહીને બોલાવે. સમાજના લોકો તેમના શરીરના કોઈ પણ અંગને અડતા, ત્યારે પરેશભાઈ તેમની સાથે લડી ને તેમને પોતાના ઘરે લઇ આવતા. તેમને સમજાવતા, ખવડાવતા અને પોતાની સાથે રાખતા. પણ અહિયાં પણ વાસ મારતો સમાજ હતો પરેશભાઈ સારું કામ કરતા અને સમાજ તેમને જુદી જુદી વાતો કરતો. સમાજ પરેશભાઈ ની ખીલાફ થઈને પરેશભાઈ પોતાનાજ મકાન માંથી બહાર કાઢ્યા હતા. પરેશભાઈ મન માં જ નિરાશ થઇ જતા, પરંતુ તેમનું દિમાગ આ બધા માંથી કઈ રીતે બહાર નીકળે તેમાટે વિચારતો. છેલ્લે આ બધા માંથી છુટીને તેમને એક નવો વિચાર અમલમાં લાવ્યા. આ લોકોને કઈ રીતે મદદ કરી શકું તે વિચારો મારા મગજમાં ઘૂમ્યા કરતા. તેના માટે તેને એક સંકલ્પ કર્યો. જે ખુબ જ કઢીન કાર્ય હતું. પણ મન માં જો સંકલ્પ હોય તો શું ના કરી શકાય.

ધંધા ની સાથે તેમને ૨૨ વર્ષ પહેલા પતિત-પાવન આશ્રમ નામનું એક ટ્રસ્ટ બનાવીને રસ્તા પર ભટકતા અસ્થિર મગજ (લોકો ગાંડા કહીને બોલાવે) લોકો ને આશ્રય આપવાનું ભગીરથ કાર્ય ઉપાડ્યું. પરેશભાઈ રોડ પર એકલા ચાલતા જેટલી અસ્થિર મગજની મહિલા-પુરુષો તેમના સંપર્કમાં આવે તેના ઘરે જઈ ને તેમના માતા-પિતા સાથે વાત કરતા, તેમને પોતાના કાર્ય વિષે સમજાવતા અને અસ્થિર મગજની મહિલા-પુરુષો ને તેમના ઘરે લઇ ને આવતા. આજે ૩૫ જેટલી અસ્થિર મગજની મહિલા-પુરુષો ને સાચવવાનું કામ કરે છે. આજે ઘર માં કોઈ એક વ્યક્તિ માનસિક રીતે સ્વસ્થ ના હોય તો તેને સાચવવાનું ઘરના લોકો માટે મુશ્કિલ બની જાય છે ત્યારે રસ્તા પર રહેતા આ લોકો ની સ્થિતિ કેવી હોય તે કલ્પના માત્ર થી જ દિલ-દિમાગ હચમચી જાય છે. જયારે પરેશ ભાઈ પાસે થી આ ભગીરથ કાર્ય વિશે જાણ્યું ત્યારે તેની હકીકતો જાણતા જ રુવાડા ઉભા થઇ ગયા.

તેમના મત મુજબ જયારે તેમણે સંકલ્પ કર્યો ત્યારે હઝારો મુશ્કેલીઓ અને કઢીનાઈઓ નો સામનો કરવો પડે છે. પરેશભાઈ પોતે ભણેલા હતા. હવે તેમને તેના વિચારો સાથે ચાલનારા જીવન-સાથીની પસંદગી કરવાની હતી. તે સમય માં પરેશભાઈને સારી ભણેલી છોકરી મળી શકે તેમ હતી. પણ તેણે ખુબ વધારે ભણેલી ના હોઈ તેવી છોકરી શોધવી હતી. તેથીજ જાઝૂ ના ભણેલા એવા પત્ની હંસાબેન સાથે મેરેજ કર્યા. હંસાબેન પણ પતિના આ માનોરથ કાર્ય સાથે માંડી પડયા. તેણે જયારે આ સંકલ્પ કર્યો ત્યારે બધી જ સંપતિ તેમના ભાઈઓ ના નામેં કરી દીધી હતી. બીજી બાજુ તેના જ સબંધીઓ પરેશ ગાંડો થઇ ગયો છે એવું માનવા લાગ્યા હતા. તો પરિવારના કેટલાક લોકો એવું માનતા કે પરેશને કોઈએ કઈ કરી દીધું છે, અથવા તો વળગાળ છે તેવું માની તેમના સભ્યોએ ભગત-ભુવા પાસે જઈ દોરા-ધાગા પણ કરાવ્યા હતા. પરેશભાઈ તે દરમિયાન શાંત રહી ને આ બધું જોઈ રહ્યા હતા. તેમના કહવા મુજબ શરુઆતમાં તેમના માતા-પિતાએ પણ સાથ આપ્યો ના હતો. તેમના પિતા એ તેમને આ બધું બંધ કરવા માટે કહ્યું હતું. જયારે માતા આ બધું જોઈ ને રડી રહી હતી. તેમના માતાપિતા એ તેમની સાથે વાત કરવાનું પણ છોડી દીધું હતું. પરેશભાઈ એ તેમને મનાવવા માટે ખુબ જ પ્રયાસ કારયા. પણ બધુજ નિષ્ફળ ગયું. છેલ્લે પરેશ ભાઈએ કોઈનું ના માની ને પોતાના દિલ ના આવાજ નું માની ને આ સેવા ચાલુ કરી.

શરુઆત પરેશભઇએ એક સુરત શહેર માં બરોડા પ્રિસ્ટેજ માં ભીડભાડ એરિયા માં નાનકડી સાઈઝ ની રૂમ ભાડે લીધી ત્યાર બાદ તેઓ રસ્તે રખડતા અસ્થિર મગજ ના લોકો ને તેમના પરિવાર ની સંમતિ થી પોતાની ત્યાં રહેવા માટે લાવ્યા. એક પછી એક એમ એવા 35 બહેન -ભાઈ ને રાખવાનું ચાલુ કર્યું. શરૂઆત માં મજાક નો ભોગ બનાનારા પરેશભાઈ કોઈની પરવા કર્યા વિના માનસિક વિકલાંગો ની સેવા કરવાનો યક્ષ ચાલુ કર્યો. પરેશભાઈ અને તેમના ધર્મ પત્ની હંસાબેન માનસિક વિકલાંગ ને નવડાવે છે. ત્યાર બાદ કપડા પહરાવે, વાળ અને નખ કાપી ને દરરોજ ના રૂટીન કાર્ય કરે છે. તેઓ આ બધુ કામ પતાવીને સવારમાં કોઈ સારી જગ્યા એ જઈ ને આ લોકો સાથે રામાયણ કે મહાભારત નું ગાન કરે. તેઓ કહે કે હું નથી જાણતો કે તે લોકો સમજતા હશે કે નહિ, પણ મારી ફરજ હું બજાવું છુ. પણ આ સેવાની વાત કરીએ એટલી સરળ નથી કારણકે આ પાગલ લોકો નો કોઈ નિયમ હોતો નથી. એ ગમે ત્યારે જાગે અને ગમે ત્યારે ખાવાનું માંગે, પોતાના જ સાથી સાથે લડાઈ જગડા કરે. ક્યારેક રડવા પણ માંડેએ કોઈનું પણ સંભાળે નહિ, ક્યારેક પરેશભાઈ સાથે માર-પિટ પણ કરે. પરંતુ પરેશભાઈ આ લોકો નું હસતા મોઢે બધું સહન કરી લે. તેમની પત્ની હંસાબેન હસતા મોઢે તેનો સાથ આપ્યો. માત્ર સુવિધા ની જ માણસ ને જરૂરી નથી. સાહેબ પ્રેમ અને કરુણા હોય ને તો જીવન સરળતાથી પસાર થઇ જાય છે તેવું પરેશભાઈનું માનવું છે.

પરેશભાઈ વધુ માં જણાવે છે કે આ સિવાય વ્યારા માં પણ અમારા આશ્રમ છે. ત્યાં તેમના કેટલાક સ્વયં-સેવકો દ્વારા આ કાર્ય ચાલે છે. ત્યાં અહિયાં જેટલી સુવિધા પણ ના હતી તો પણ અમે ચલાવીએ છે. પરેશભાઈ જણાવે છે કે ભલે આ લોકો સમજતા હોય કે ના સમજતા હોય તે તો પ્રભુ જાણે. પરંતુ પ્રેમ લાગણી અને વહાલ જરૂર સમજે છે.

(સાહેબ આવી ખુમારી કોઈ મહાપુરુષ પાસે જ હોવી જોઈયે યેવું હું માનું છુ. એક વાર કલ્પના તો કરી જુવો પરેશભાઈની જગ્યા લઈને. . )

આ દરમિયાન તેઓ કેટલાય મહાનુભાવોની સાથે સંકળાયેલા રહયા. તેઓનું પાંડુરંગદાદા સાથે કેટલીયવાર મળવાનું થયું. તેની સાથે કરેલી ચર્ચા કે સવાંદો તેમના માટે પ્રેરણા બની રહી. પાંડુરંગદાદા તેમના પ્રેણના સ્ત્રોત છે. તેઓ મોરારીબાપુ સાથે પણ રહયા છે. જયારે મોરારીબાપુને પરેશભાઈની ખબર પડી તો તેઓ એ તેમના આશ્રમ માં બોલાવ્યા. પરેશભાઈ ને મોરારી બાપુ એ કહેલું કે તે તેમના જ આશ્રમ માં રહી ને સેવા કરી શકે છે. પરંતુ પરેશભાઈએ તેમનો આભાર વ્યક્ત કર્યો અને વધુ માં જણાવ્યું કે “જેમ ભગવાન રામ ૧૪ વર્ષ નો વનવાસ કર્યો તેમ મારે પણ આ કાર્ય એકલા હાથે કરવું છે. ભગવાને મને આ એકલા હાથે સેવા કરવાનું ભગીરથ કાર્ય શોપ્યું છે. ”તેમના વિચારો અને સંકલ્પ ને બાપુ એ માન આપી શક્ય એટલું દાન આપ્યું. વર્ષ 2014 પુ. ભાઈ શ્રી. રમેશભાઈ ઓઝાએ પરેશભાઈ ને “હીરો ઓફ સુરત” નું બિરુદ આપયુ હતું. સવજીભાઈ ધોળકિયાએ રૂપિયા ૧ લાખ નો ચેક આ પતિત પાવન આશ્રમ ને આપ્યો હતો.

પરેશભાઈ પ્રમુખસ્વામી સાથે પણ સંવાદ કર્યા હતા. પ્રમુખસ્વામી જયારે પણ પરેશભાઈને મળતા ત્યારે તેમની સાથેની મુલાકાત તેમના માટે મહત્વ ની રહતી. એક દિવસ પરેશભાઈ જણાવે છે કે તે પ્રમુખસ્વામી ને મળવા સાળંગપુર ગયેલા, પ્રમુખ સ્વામી તેમના કાર્યક્રમ માં વ્યસ્ત હતા. તેથી પરેશભાઈ તેમની રાહ જોવા માટે ત્યાં ૪ કલાક ત્યાં જ બેસી રહ્યા. પછી છેલ્લે તે જતા રહ્યા. બીજા દિવસે જયારે પ્રમુખ સ્વામી ને ખબર પડી ત્યારે તે તેમને ખુદ મળવા તેમની પાસે જતા રહ્યા. ત્યારે પ્રમુખસ્વામી તેમની સાથે કરેલા સવાંદો પરેશભાઈ ના માટે એક આદર્શ તરીકે બની આવ્યા. પ્રમુખસ્વામીનું નિધન થયું ત્યારે પણ પરેશભાઈ શોક માં રહ્યા હતા પણ કોઈ ને તે વાત જણાવી નહિ હતી. આટલી બધી કરુણા અને નીષ્ટા જોઈ પરેશભાઈ નું હૈયું ભરાઈ આવ્યું હતું.

આ બધાજ મહાનુભાવો પરેશભાઈને આશીર્વાદ આપતા રહ્યા. પરેશભાઈ કહે છે કે તેમના માટે આ બધા નો સાથ જ મારા માટે પ્રેરના બની રહી છે.

પરેશભાઈ વધુમાં જણાવે છે કે તેમને આ દરમિયાન કેટલાય રાજકારણીઓ તેમની સાથે રહેવા આમત્રણ આપ્યું. તેમને કેટલીય પાટી પોતાના પક્ષ સાથે લડવા માટે કહવામાં આવ્યું અને કેટલીય મોટી રકમ આપવા તૈયાર થયા પણ પરેશભાઈ કોઈ પણ રાજકારણી કે પક્ષ નો સાથ લીધા વગર પોતાનું કાર્ય ચાલુ રાખ્યું.

પરેશભાઈ ની સાથે વાતો કરતો હતો ત્યારે તેમના મુખ થી સાંભળેલા શબ્દ ની ઝલક તેઓ કહે છે કે “એક વાત સત્ય છે કે ઇતિહાસ ક્યારેય નષ્ટ થતો નથી, નવા-નવા રૂપે ફરી થી રજૂઆત થઇ છે માત્ર જરૂર છે આજના ભૌતિક કાળ અને ભોગવાદની અસર માંથી જરા બહાર ડોકિયું કરવાની. નીતિના દરવાજે થી આવે તે લક્ષ્મી અને અનીતિના દરવાજે થી આવે તે દોલત. પુરુષાર્થી થી મેળવેલી લક્ષ્મી વ્યક્તિને મન થી મહાન બનાવે છે. જયારે પાપ્કાર્યા થી મેળવેલી લક્ષ્મી પોતાનું સ્વરૂપ બદલી નાખે છે.

કોઈપણ સારી કે ખરાબ ભાવનામાં જયારે ભરતી આવે છે. ત્યારે સંયમની જરૂર પડે છે જયારે તમેં વધુ ખુશ હોવ ત્યારે કોઈ ને વચન આપવું નઈ. અને જયારે તમે બોવ જ ગુસ્સામાં હોવ ત્યારે કોઈ વિચાર કરવા નહિ. કારણકે જ્યાં અતિ હોય છે ત્યાં હંમેશા પડતી હોય છે. હઝારો વિચારોનું સર્જન એકબીજ થી થાઇ છે. આ બીજમાંથી આપડે તેને પાલન પોષણ કરી ને ઘટાદાર વ્રુક્ષ બનાવાવું જ રહ્યું.

નજરિયા બદલાવો, નજરે બદલ જાયેંગે.

કોઈ ને હસાવી ના શકીએ તો કઈ નહિ કોઈ ને રડાવીયે તો નહિ. એ જ સાચો ધર્મ છે. અને રડનારાના આંસુ લુચીયે એ તો પરમ ધર્મ છે. માનવીનું સૌથી મોટું ઘરેણું સંતોષ છે. સંપતિ સંગ્રહ માટે નથી, સદુપયોગ માટે છે. સંપતિ ને સાચવી રાખવું પણ તેનો ક્યારે ઉપયોગ કરવો તે જાની જઈ તે મહા-પુરુષ.

હું જયારે પરેશભાઈ અને માનસિક વિકલાંગો સાથે ઉભો હતો ત્યારે પરેશભાઈયે પણ વિકલાંગો પહરે તેવો પહેરવેશ પહેર્યો હતો. તેની સાથે ઉભો હતો ત્યારે આ દુનિયાના લોકો જે પૈસા જ સર્વોચ્ચ માની તેમની પાસળ આંધળી દોટ મૂકી છે. તે બધું તેમની સામે તુચ્છ લાગતું હતું. કેટલો દયાભાવ, પ્રેમ, કરુણા, થી તરબરતો આ માનવી. આપણને પ્રેરણા આપી જાય છે. પરેશભાઈએ જણાવ્યું કે આજ ના હઝારો યુવાનો આ કાર્ય થી મારી સાથે સંકળાયેલો છેતેમને પણ આવું કઈ કરવું છે અને હું તેમનો શક્ય તેટલો સાથ આપવા માગું છુ., તે પણ આ કામ માં મારો સાથ આપે છે. તેમની સાથે ઉભો હતો ત્યારે તે દાન લે છે. હઝારો ની સખ્યામાં લોકો તેમની પાસે આવીને તેમને દાન આપે છે. પરેશભાઈ તે લોકો ને એક જ શબ્દ કહે છે “બાપા-સીતારામ”.

પરેશભાઈ એ આજના યુવાન નો સંદેશો આપવા માંગતા કહે છે. “એક વિચાર અપનાવો. એ એક વિચારને જ તમારું જીવન બનાવો. તેના વિષે વિચારો, સ્વપ્ન જોવો, ધ્યેય નક્કી કરો. પછી લાગ્યા રહો જ્યાં સુધી ના મળે ત્યાં સુધી. ”

પરેશભાઈને આ કામ કરવા માટે ભગવાન શક્તિ આપે તેવી પ્રાથના-સહ, અમને પ્રેરણા આપવા બદલ આ મહાપુરુષ ને કોટી-કોટી વંદન.

પરેશભાઈનો સંદેશ આ દુનિયા માટે:

  • માનવ સેવાથી મોટો કોઈ ધર્મ નથી. સૌના હિત માટે કરેલું કાર્ય એ જ સૌથી મોટો ધર્મ છે.
  • માત્ર કિનારા પર ઉભા રહીને જળ ને નીરખ્યા કરવાથી દરિયો પર ન કરી શકાય.
  • કઈક કરી બતાવવા માટે ફક્ત પૈસાની જરૂર નથી.
  • જિંદગી જીવવા માટે હોય છે, વિતાવવા માટે નહિ.
  • કોઈક એક એવો ક્ષણ આવશે જયારે તમારું દિલ કહશે કે વાહ મજા આવી ગઈ સાહેબ. તે ક્ષણ એટલે તમારી જિંદગી નું ફળ.
  • માણસે પોતાનું ધેય્ય બનાવવું જોઈએ.
  • તમે વિશીસ્ટ છો જ, તમારી જેવું દુનિયામાં બીજું કોઈ નથી.
  • દિવસો ગણો ની તે દિવસ ની ગણના થાઈ તેવું કામ કરો.
  • પરેશભાઈને આ કામ કરવા માટે ભગવાન શક્તિ આપે તેવી પ્રાથના-સહ, અમને પ્રેરણા આપવા બદલ આ મહાપુરુષ ને કોટી-કોટી વંદન.

    Bhautik patel

    8866514238

    બીજા રસપ્રદ વિકલ્પો

    શેયર કરો

    NEW REALESED