ઓહ ! નયનતારા - 30 Naresh k Dodiya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઓહ ! નયનતારા - 30

30 - સુંદર સપનાં પછીની સવાર

બધી પ્રેમભરી વાતોમાં ડિસેમ્બર મહિનો બેસી ગયો છે. મારા અને નયનતારાના લગ્ની આડે દસ દિવસ બચ્યા છે. બધી ખરીદી પૂરી થઈ છે. જોરદાર રિસેપ્શન ગોઠવવામાં આવ્યું છે. લગભગ ત્રણ હજાર માણસો પધારવાન ગણતરી છે. બે હોટલ મહેમાનો માટે એડવાન્સમાં બુક કરાવેલી છે. કેટરર્સ અમદાવાદથી આવવાના છે. નવ તારીખે લંડન અને નાઈરોબીના મહેમાનોનું આગમન થવાનું છે. ફેક્ટરીનું બાંધકામ શરૂ થઈ ગયું છે. શહેરના બંગલાને નવેસરથી રંગરોગાન કરાવ્યો છે. મારા બેડરૂમનું રિનોવેશન થયું છે. છ વોર્ડરોબ બનાવ્યા છે. પુસ્તકો માટે નવું ફર્નિચર બનાવ્યું છે. નયનતારાની કરિયાવરની સામગ્રીઓ તેની પસંદગી મુજબ ખરીદી કરવામાં આવી છે. પ્રિયાની દોડાદોડી, અમારા સ્ટાફની દોડાદોડી વચ્ચે લંડનથી મધુ ફઈબા અને કાંતિનું ફેમિલી પહોંચી ગયું છે.

દાદાને ખબર પડે છે એટલે મમ્મીને પૂછે છે - મધુડી અને કાંતિયો ક્યારે આઈવા ? છે ને કાઠિયાવાડી ભાષાની કમાલ, મારા લંડન રહેતા ફઈબા મધુબહેન પંચાલ ઉં.વ. 52 તેના પિતા માટે ફક્ત મધુડી છે. એટલે તો દીકરી વહાલનો દરિયો કહેવાય છે.

ઘરની બહાર મોટરોનો કાફલો ઊભો છે. મહેમાનોને તેડવા જવાના અને હોટલોમાં જ્યાં બુકીંગ હોય ત્યાં ઉતારો આપવાનો છે, દિલ્હી, કોલકત્તા, લુધિયાણા, અમૃતસર, મુંબઈ, અમદાવાદ, વડોદરાથી અમારા વેપારીમિત્રો પધારવાના છે. એકના એક પુત્રના લગ્ન હોય તો ફરજિયાત આગ્રહ કરી વિનંતી કરવા માટે ફોનનો સતત ઉપયોગ થાય છે.

અગિયાર ડિસેમ્બર 1992નો દિવસ છે. સવારના સાડા દસનો હસ્તમેળાપનો સમય છે. બરાબર એક વર્ષ પહેલાં નાગરાણી નયનતારા સાથે આંખો મળી હતી. પછી આંખો અફીણી બની હતી. આંખોમાં નયનતારા કસુંબલ રંગ ઘોળાયા હતા. દિલની ભાષા અમારા બન્નેની આંખો બોલતી હતી. આંખોનો રોમાન્સ આખા શરીરમાં છવાઈ ગયો હતો. આજે રાત્રે નયનતારાની અને મારી ચાર આંખોમાંથી બે આંખો બની જવાની છે.

હંમેશા નવીનક્કોર ચીજોનો આગ્રહ રાખનાર જીદ્દી વેપારીપુત્રની જીદની આજે જીત થઈ છે. એક વર્ષ સુધી ધગધગતી જવાનીની લપેટોને હિન્દુસ્તાનના કાઠિયાવાડની ધરતી પર બુઝાવવા દીધી નથી.

લુહારપુત્ર અને નાગરપુત્રીનો રોમાન્સ એટલે લોખંડની સાથે ફૂલોનો રોમાન્સ ! છે ને કાંઈ અચરજની વાત.

હું તો.. કેમ કરી... ઓઢું રે સાંઈબા... ચૂંદડી,

મારા નખનાં... તે પરવાળા જેવી... ચૂંદડી.

લગ્નગીતોની રમઝટ ચાલુ છે. અવનવા અત્તરોની ખુશ્બો, યુવાન-યુવતીઓની નજરોની કાપાકાપી, મસ્તી મજાક, ગમ્મતનો ગુલાલ, ગઝલોનો રોમાન્સ, મોંઘાદાટ કપડાં પહેરેલા અમીરજાદાઓની ચડસાચડસી, પૂર્વ અને પશ્ચિમનો સંગમની વચ્ચે લગ્નવિધિ સંપન્ન થાય છે. દુનિયાના ખૂબસૂરત રોમાન્સનું રહસ્ય લગ્ન સંબંધમાં પરિવર્તન થાય છે.

મેં જાણ્યું કે નવલા વેવાઈ લાખના રે બોલ,

ઈ તો નીકળ્યા સવા લાખના રે લોલ.

સાંજના પાંચ વાગ્યાની આસપાસ નવપરિણીત યુગલ ઘરના ઉંબરે ઊભેલું છે. નયનતારા અને મારી નજરો સામસામે ટકરાય છે. એક વરણાગીની નજર અને એક ચંચળ નજરના રોમાન્સનાં રહસ્યો ખતમ થાય છે અને એક પતિ અને પત્ની વચ્ચેની નજરોનું સત્ય બહાર આવે છે.

એક મા માટેનું તેના ઘર પ્રત્યેની લાગણીનું બંધન બીજી વખત પુનર્જીવિત થાય છે, જે ઘરમાં પરણીને પ્રથમ પગ મૂક્યો હતો આજે તે જ ઘરમાં તેના પુત્રની અર્ધાંગિની પ્રથમ પગ મૂકે છે. જ્યારે આ આદ્યશક્તિ સમી બી નારીઓના જીવનના નયા અધ્યાયો શરૂ થાય છે. એક વહુમાંથી સાસુ બને છે અને એક અલ્લડ મુગ્ધા વહુ બને છે. ગીતાસાર સ્પષ્ટ છે. પરિવર્તન એ સંસારનો નિયમ છે. ઘણી વખત આ પરિવર્તન બન્ને આદ્યશક્તિ માટે દુઃખદાયક હોય છે. પણ આ દુઃખદાયક પીડાના ભોગવવી હોય તો બન્ને આદ્યશક્તિઓએ પોતાના જૂના અધ્યાય યાદ રાખે તો આ દુઃખદાયક પળ આવવાની કોઈ શક્યતા રહેતી નથી. એક વહુ છે. નવી આવનારી સ્ત્રી તેની પુત્રી છે. આ સંબંધ જાળવી શકે તો, મા-દીકરી અને સાસુ-વહુના આ બન્ને પાત્ર વચ્ચેનું રહસ્ય રહે જ નહીં.

જે પુત્રને જન્મ આપતી વખતે માતાની આંખોમાં જે ખુશી હોય છે તેનાથી બમણી ખુશી આજે એ જ માતાની આંખોમાં જોવા મળે છે. જ્યારે તેનો પુત્ર અર્ધાંગિની સાથે ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે આ માતાની બન્ને આંખોમાં અલગ અલગ ભાવના હોય છે. એક તેના લગ્નજીવન પછીની સફળતાનું પરિણામ, જે એક પુત્ર તેની નજર સામે છે અને બીજી કે એ જ પુત્ર પર માતાનો જે મમતાનો અધિકાર હતો, ત્યાં આજે ભાગીદારી કરવી પડે છે. એક આંખની ખુશી છે અને એક આંખની રહસ્યમય ખામોશી છે. સાસુની એક આંખની રહસ્યમય ખામોશીમાં ખુશીનો રંગ ભરવો કે વેદનાનો ગમ ભરવો તે જવાબદારી આ પુત્ર તરીકે આ સાસુને માની જેમ પ્રમે કરવો ? શું વિચાર કરો છો નયનતારા નાગરાણી...?

નયનતારાની ચમકતી આંખોમાં મારે જે જવાબ જોઈતો હતો તે મળી ગયો છે. ઘરમાં પ્રવેશવિધિ સંપન્ન થતા નયનતારા સીધી મમ્મીને ભેટી પડે છે. કહે છે કે આજ સુધી મારી મમ્મીને મેં મોમ કહીને બોલાવી છે, પણ હું તમને કદી પણ મમ્મીજી તરીકે સંબોધન નહીં કરું અને આજથી હું તમને મા કહીને સંબોધન કરીશ અને મારા તરફથી એક પમ એવું પગલું નહીં હોય કે જેથી તમને કદી પણ એવું લાગશે નહીં કે તમારા પુત્ર ઉપર મેં હક્ક જમાવ્યો છે. જેની મને કલ્પના નહોતી કરી એવા ફેમિલીમાં વહુ બનીને આવી છું જે કુટુંબે મને લગ્ન પછી બધી સ્વતંત્રતા આપેલી છે અને કદી પણ મારા અભ્યાસ અને લગ્નજીવનને કારણે તમને કોઈ તકલીફ ના પડે તેનું હું બરોબર ધ્યાન રાખીશ, અને ઘરમાં તમારી પુત્રવધૂ તરીકે તમારા બધાની સેવા કરીશ.

જરા આગળ વધ્યા એટલે નયનતારાને ધીરેથી કોણી મારીને કહું છું કે તારા વેવલાવેડાં સારા લાગતાં નથી...!

રાત્રે આઠ વાગ્યે રિસેપ્શન ગોઠવ્યું છે એટલે ફટાફટ તૈયાર થવાનું છે. નયનતારા અને પ્રિયાને સજાવવા બ્યુટીપાર્લરવાળી અમુક છોકરીઓ આવી છે. આ બંગલામાં ચહલપહલ છે. વરરાજાના રૂમમાં પણ વરરાજા માટે પ્રવેશ નિષેધ છે. કારણ કે મારા રૂમમાં અમૂક સ્ત્રીઓ શણગાર સજે છે. બધા રૂમમાં મારા માટે પ્રવેશબંધી અનાયાસે લાગુ પડે છે. એટલે નાછૂટકે દાદાના રૂમમાં જવું પડે છે. તે રૂમમાં દાદા અને દાદી સિવાય કોઈપણ વ્યક્તિ પ્રવેશ કરવાની હિંમત કરે નહીં, સિવાય કે પ્રિયા અને હું...!

અચાનક ખુરશી પર બેઠેલા ધ્યાનમગ્ન દાદાનો અવાજ સંભળાય છે. ગગા આંઈ મારી પાહે આવ. એક વાત કેવી છે.

જી...! બોલો દાદા, શું હુકમ છે ?

દાદા હેતથી મારા વાળમાં હાથ ફેરવે છે અને કહે છે. ગગા તેં મોટા ઉપાડે નાગરની છોડી હારે લગ્ન તો કરી લીધા પણ આ નાગરની છોડીને દુઃખી કરીને પાપમાં પડતો નહીં, એની આંતરડી કોઈ દી દુભાવતો નંઈ, આપણે લૂંખુસૂખુ હલાવી લેવાનું પણ આપણાં ઘરની બાઈયુને કોઈ દી ભૂખે નઈ મારવાની, પેલા બાઈમાણાનું પેટ ભરવાની આપણાં કાઠિયાવાડી ભાઈડાની ફરજ છે. હમજી ગયોને તારો દાદા શું કે છે ?

દાદા...! તમે બેફિકર રહો. હું તમારું લોહી છું. એટલે એમાં કાંઈ પણ કહેવા જેવું નથી.

મારી આંખોમાં નમી બાજી ગઈ છે. જે યુવાનો પોતાના મા-બાપનું હાલતાચાલતા અપમાન કરે છે તેને કદી પણ માફી ન આપી શકાય. આજે પણ હું રોજ સવારે મારી ઓફિસે જતો હોઉ ત્યારે ઘણા યુવાન છોકરાઓ તેના દાદાજીને સાથે લઈને પોતપોતાની દુકાને જતા હોય છે ત્યાર એ દ્રશ્ય ચોતા દિલ ખુશ થઈ જાય છે. કારણ કે આ ઉંમરે પણ કાર્યશીલ રહેવું એ શીખવે છે કે જ્યાં સુધી શરીર હાલતું ચાલતું હોય ત્યાં સુધી આપણા પિતા કે દાદાને કદી પણ ઘરે બેસી રહેવાનું કહેવું નહીં અથવા જવાબદારી સમજીને આપણને એમ લાગે કે આખી જિંદગીભર આપણા વડીલોએ કામ કર્યું છે એટલે આ ઉંમરે તેને ઘરે આરામ મળે તેવી ભાવના હોય છે. ઊલટાનું આખો દિવસ ઘરે રહીને આવા લોકોનું મગજ ચીડિયું બની જાય છે, કારણ કે આ વડીલો પણ એક સમયે આપણી જેમ યુવાન હતા.

મારા દાદાએ પંચોતેર વર્ષની ઉંમરે પણ પોતાની જાતને તંદુરસ્ત રાખી છે. કદાચ તેનું રહસ્ય આ ઉંમરે પણ તેનું કાર્યશીલ રહેવું છે. પ્રભુભક્તિમાં જીવન વિતાવવાની વ્યાખ્યા આંતરસ્ફૂરણાની છે. આ ઈચ્છા તો કોઈપણ ઉંમરે થઈ શકે છે. એટલે મહેરબાની કરીને આપણે વડીલોની એવી સલાહ ન આપવી કે હવે તમે પ્રભુભક્તિમાં વધુ ધ્યાન આપો તે સારું છે.

મ્યુઝીકલ પાર્ટીનું ધીમું ધીમું સંગીત, રંગબેરંગી વસ્ત્રોથી પરિધાન થયેલી સ્ત્રીઓ, નવી નવી ફેશનની વસ્ત્રોની હરીફાઈ જામી હોઈ તેમ મૃદુકુસુમો જેવી છોકરીના સમૂહોની ગપસપ, મિત્રો મોટાભાગના આજે સુટમાં સજીને આવ્યા છે. આજે નયનતારાની ખૂબસૂરતીને ચાર ચાંદ લાગી ગયા છે. તેની આંખોની ચમક સામે તેની પાંપણ પર કરેલી ચમક કૃત્રિમ લાગતી હતી. મમ્મીના આગ્રહથી આ નગારાણીને સોનાના દાગીનાથી મઢી દીધી છે અને શા માટે આગ્રહ ના હોય ? એકના એક દીકરાની વહુ છે અને એક આબરૂદાર કુટુંબની વહુ બનીને આવી છે.

પપ્પાનો હુકમ છે કે કોઈની ભેટ તથા ચાંદલો ગમે તેટલો આગ્રહ કરે તો પણ પ્રેમથી અસ્વીકાર કરવો અને કહેવું કે આમંત્રણ પત્રિકામાં પણ અમોએ છલાવ્યું છે કે આપના શુભઆશિષ એ જ આપનો ચાંદલો તથા ભેટ છે. અને આ બાબત નયનતારાને પણ ભારપૂર્વક જણાવી હતી.

એક પછી એક વ્યક્તિએ સ્ટેજ પર નવદંપતીને આશીર્વાદ આપવા આવે છે. શહેરની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, બિલ્ડર્સ, શેઠિયાઓ, વેપારીઓ, ટ્રાન્સપોર્ટરો, રાજકારણીઓ, મોટા ઉદ્યોગપતિઓ આજે અમારી ફેક્ટરીઓના સ્ટાફ અને મારી ઓફિસનો સ્ટાફ, એક એક વ્યક્તિને યાદ કરી આમંત્રણ આપવામાં આવ્યું હતું. એક ખાસ બાબત ધ્યાનમાં આવી કે પપ્પાના શરૂઆતી સમયના નાનામાં નાના માણસોને આ પ્રસંગમાં યાદ કરીને બોલાવ્યા હતા ત્યારે અચાનક મને યાદ આવે છે કે આજે મારા નાગપરાનો બચપણનો મિત્ર અરવિંદગિરિના પણ આજે લગ્ન છે અને તે રિક્ષા ચલાવે છે.

નયનતારા અને હું મુલાકાતીઓ સામે હાથ જોડીને, હાથ મિલાવીને સ્મિત આપીને થાકી ગયા છીએ. એટલે અમારી ખુરશીઓ પર બેસી ગયાં. નયનતારા મારા કાન પાસે આસ્તેથી બોલે છે. તમને પૈસાદાર લોકોને દેખાડો કરવો બહુ ગમે છે, આટલી મોટી સંખ્યામાં આમંત્રણ આપીને અને આટલા મોંઘા ભાવના કેટરર્સ, લાઈટ અને મંડપ ડેકોરેશન પાછળ ખર્ચો કરવો આ બધું વ્યાજબી છે...?

તારી વાત બરોબર છે પણ એકના એક દીકરાના લગ્ન છે. પણ લગ્ન બાદ અમારા ઘરમાં પહેલો આ પ્રસંગ હોવાથી આ બધું જરૂરી છે પણ આટલા બધા લોકો ફક્ત આમંત્રણના કારણે આ પ્રસંગમાં પધાર્યા છે એવું નથી, પણ એક આંખની શરમ છે અને સંબંધોની લાગણી હોવાને કારણે આ લોકો જે નાના પાયેથી આટલી મોટી જગ્યાએ પહોંચ્યા છીએ તે માટે આ બધા લોકો પણ થોડેઘણે અંશે કોઈ ને કોઈ સમયે અમોને મદદ કરી છે અને આ વસ્તુને જ આંખની શરમ અને સંબંધની લાગણી કહેવાય છે જે અમારા કાઠિયાવાડી લોકો માટે આબરૂ કહેવાય છે. સમજી ગયા નયનતારા રાણી કે સમજાવવું પડશે...?

વાહ... વાહ... મારા રામ...! તને સમજાવતા બહુ સારું આવડે છે...! નયનતારાની આંખોના ભાવમાં આજે એક અલગ રંગ દેખાય છે.

આ રંગ શું કહે છે...?

તું રંગાય જાને રંગમાં, નયનતારા સંગમાં.

નયનતારાની સંગે હું અમારા ઘર તરફ કાફલા સહિત રવાના થયો.

પ્રિયા ચિલ્લાઈ ઊઠે છે. છેલ્લો ચાન્સ છે, આ વખતે તો તારે વીંટી શોધવાની છે. હસીમજાક અને આનંદ ઉલ્લાસનું વાતાવરણ છે. દૂધમિશ્રિત પાણીમાંથી નવદંપતીને વીંટી શોધવાની પ્રથા છે.

ત્રણ વખત નયનતારાના હાથમાં વીંટી આવે છે અને છેલ્લી વખત મારા હાથમાં વીંટી આવી ત્યારે બધા એકી સાથે બોલે છે. આખી જિંદગી તારે નયનતારની ગુલામી કરવી પડશે.

બધી વિધિ પૂરી થતાં મને અને નયનતારાને અમારા બેડરૂમ તરફ રવાના થવાનો હુકમ પ્રિયા ધીરેથી મારા કાનમાં કહે છે. મારી નજર નયનતારા સાથે મળે છે. નયનતારા મારી સામે જોયા વિના નીચું જોઈ જાય છે, ફરીથી તેના કાનમાં ધીરેથી બોલું છું. કેમ શરમાય છે ?

હજુ પણ નીચે જોઈને ઊભી છે, એટલે તેને ધીરેથી કોણી મારું છું પણ પ્રિયાની નજમાં આ બધું આવી જાય છે.

ધીરે ધીરે બધા પોતપોતાના રૂમમાં રવાના થયા, ઘરના સભ્યો અને અમુક અંગત માણસો જ હાજર હતા એટલે પ્રિયા મમ્મીને પૂછે છે કે ભાઈ અને નયનતારા તેના રૂમમાં જાય છે. હવે તેનું કાંઈ કામ છે ?

મમ્મી ફક્ત હકારમાં ડોક નીચે કરીને પ્રિયાને સંમતિ આપે છે. પ્રિયા ઉપર મારા રૂમના દરવાજા સુધી તો વળાવવા આવી પણ જેવો હું દરવાજો ખોલવાનો પ્રયાસ કરું છું તો પ્રિયા બે હાથ પહોળા કરીને દરવાજા આડે ઊભી રહીનો મારો રસ્તો રોકે છે અને મમ્મીને બૂમ પાડે છે.

મમ્મી તમે બધા જલદી ઉપર આવો.

દીકરા...! એમ થોડી તારી બહેન જેવા દેશે, જલદી ખિસ્સામાંથી રૂપિયા ઢીલા કરો, તો જ રૂમમાં જવા મળશે. મધુ ફઈબા મારી સામે જોઈને કહે છે.

ઓહ...! એમ વાત છે. પ્રિયા જેટલા કહે તેટલા રૂપિયા આપવા તૈયાર છું. એટલામાં ફઈબાના પુત્ર કાન્તિએ મારા ખિસ્સામાં જેટલા રૂપિયા હતા બહાર કાઢીને બધા રૂપિયા પ્રિયાના હાથમાં મૂકી દીધા.

હવે તો ખૂશ. કાન્તિ પ્રાયને કહે છે.

તમે પણ કાન્તિભાઈ ઉતાવળ કરી નાખી. અમોએ ભાઈને આજે પરેશાન કરવાનો પ્લાન નક્કી કરી રાખ્યો હતો.

હવે તો જવા દે માતાજી. મધુફઈબા પ્રિયાને કહે છે.

સાંભળી લે ભાઈ... તારા ખાતર નહીં પણ આ નયનતારા થાકી ગઈ છે એટલે તમને બન્નેને રૂમમાં જવાની મંજૂરી આપું છું.

કાન્તિ મારો હાથ દબાવીને મને કહે છે. હે મેન ! ગુડલક કહીને અંગૂઠો ઊંચો કરે છે.

હાશ... હવે શાંતિ થઈ છે, આજે તો થાકીને લોથપોથ થઈ ગયો છું.

બસ...! હજુ તો લગ્ન થયાને દિવસ પણ પૂરો થયો નથી ! તું થાકી જાય તો કેમ ચાલશે મારે રામા..!

તું તો ડોક્ટર છે એટલે થાક દૂર કરવાનો તારે જ કંઈક ઈલાજ કરવો પડશે.

હવે તો બધું જ મારે કરવાનું છે. બસ હું કહું તેમ કર્યે રાખવાનું છે અને આજે આપણી પહેલી રાત છે એટલે પત્ની કહે તેમ પતિને વર્તવાનું છે. નવી પેઢીની સુહાગરાત છે એટલે હું જેમ જેમ સૂચના આપું તે પ્રમાણે તારે કામ કરવાનું છે.

બૂટ-મોજાં ઉતારીને બેડ પર લંબાવું છું. નયનતારા બાજુમાં બેસે છે. મારી છાતી ઉપર માથું મૂકી છે, ત્યારે તેના ગરમ શ્વાસનો અહેસાસ થાય છે.

તું પણ થાકી ગઈ છે ?

શું કરું રામ ! આ વજનદાર કપડાં અને દાગીના પહેલીને શરીર જકડાઈ ગયું છે.

તો શા માટે પહેરી રાખે છે ? કહેતી હોય તો હું તને મદદ કરું. નયનતારાને જરા ચીડવવા માટે કહ્યું.

તો શા માટે રાહ જુવે છે ?

નયનતારાના એક પછી એક આભૂષણો ઉતરતાં જાય છે. ચમકતા તારવાળી ભારેખમ સાડી મારી કોણીને સ્પર્શે છે એટલે નયનતારા પૂછે છે. વજનદાર છે ?

શું ?

આવી ગયો ને સીધી લાઈન ઉપર ?

હવે તો ક્યાં સીધી કે આડીલાઈન આપણાં બન્ને વચ્ચે રહી છે ?

રામ..! તને કલ્ના પણ હતી કે તારા લગ્ન એક ડોક્ટર સાથે થશે ?

પહેલાં નહોતી પણ જ્યારે તારા પર નજર પડી એટલે કલ્પનાને સાકાર કરવાની હિંમત જાગી હતી.

જિંદગી પણ કેવા કેવા ખેલ ખેલે છે ! આજે દુનિયાની સૌથી સુખી સ્ત્રી હોવાનું મારું સપનું પુરું થાય છે. નયનતારાના ચહેરા પર આજે દેદીપ્યમાન પ્રેમ છલકે છે.

મારું પહેલું આકર્ષણ તારી ખૂબસૂરતી જોઈને થયું હતું અને તારો પરિચય વધતા આ આકર્ષણ ધીરે ધીરે વધતું જ ગયું હતું. નયનતારાની પીઠ ઉપર મારો હાથ ફરે છે.

રામ...! જ્યાં સુધી હું તને રજા ન આપું ત્યાં સુધી આંખો બંધ કરવી પડશે.

ઓકે. રાણીનો હુકમ, ગુલામને તો માનવો પડે છે. નયનતારાનો હુકમ થાય છે. હવે આંખો ખોલીને લાઈટ ઓન કર.

લાઈટ ઓન કરી બેડ પર નજર પડી તો નયનતારાએ પોતાના શરીર પર લાલ સાડી નાખી અને આખું શરીર ઢાંકી દીધું છે. ફક્ત એનું મુખ દેખાય છે.

રામ...! જલદી કરો. તેં મને એક વર્ષથી તડપાવી-તડપાવી અડધી કરી નાખી છે. તારા કરતાં મને ઉતાવળ છે. મારા અંતરના અરમાનો પર હવે કાબૂ રાખવો વર્થ છે. નયનતારા અવાજમાં આવતો તલસાટ સ્પષ્ટ વર્તાય છે.

જેના માટે એક વર્ષ સુધી તારા પતિને રાહ જોવી પડી. હવે તો લગ્ન થઈ ગયાં છે એટલે મારું વચન પણ પૂરું કરું છું.

જે રીતે એક પ્રતિમાનું અનાવરણ થતું હોય તેમ નયનતારાએ ઓઢેલા લાલ કપડાનું અનાવરણ થાય છે.

ચકાચોંધ થઈ જવાય તેવું સૌંદર્યધામ આજે મારી સમક્ષ જીવંત છે, જે ખૂબસૂરત દેહની કલ્પના એક વર્ષથી મગજમાં ઘુમતી હતી તે કલ્પના આજે પૂર્ણ થતા દિલોદિમાગમાં ખુમારી છવાય છે. શરીરના રૂંવાટા ઊભાં થાય છે.

હાથ અને પગ સંકોચીને બેઠેલી નયનતારા તેના પૃષ્ઠ અંગોને છુપાવવાની ક્ષણજીવી કોશિષ કરે છે. તેના લાંબા કાળા વાળ મને મંત્રમુગ્ધ કરે છે.

અસબાબ અને અલંકારરહિત દેહસૌંદર્યની નયનરમ્ય સૃષ્ટિ નજર સમક્ષ રચાણી છે. ગર્વીલી ચાલે તેની તરફ ડગ માંડું છું. મારાથી નજર છુપાવતાં તેનું માથું થોડું નીચું કરીને તેની આંખો ગોઠણને અડે છે.

આ સૌંદર્યની જીવંત વીજળી જેવી નયનતારાને જોતાં જ મેં લાઈટ ઓફ કરી નાખી. અસબાબરહિત બન્નેના શરીરોમાંથી વીજળીનો જીવંત પ્રવાહ વહે છે. અંતે વિજાતીય પ્રવાહ ધરાવતા શરીરો એકબીજામાં ખોવાઈ જાય છે. વિજળી ચમકે તેવો ચમકારો થાય છે. રૂમનું અંધારું પણ આંતરમનમાં ઉજાસ પેદા કરતું હતું. હોઠોની વટેમાર્ગુ પ્રવૃત્તિ નયનતારાની પગની પેનીએથી શરૂ થાય છે. વાફાની સલાહનો અનુભવ કાને લગાડું છું. સ્ત્રીઓને ખુશ કરવાની કલાની માસ્ટર ડિગ્રી હાંસલ કરી છે. નયનતારાની બંધ આંખો કુદરતના સૌથી રોમાંચક નજારાની સ્વપ્નસૃષ્ટિ દુનિયાનો અનુભવ કરે છે.

હોઠોની વટેમાર્ગુ પ્રવૃત્તિ અડધે રસ્તે પહોંચે છે પણ આજે અરબી સમુદ્ર નથી પણ એક મીઠી વીરડી છે. જ્યાં ખારા પાણીની જગ્યાએ મીઠા પાણીના જળ છે. વિજળીનો કરંટ પસાર થતો હોય તે રીતે નયનતારાનું શરીર કંપન અનુભવે છે. મારા હોઠોના એક સ્પર્શની એવી અસર થાઈ કે નયનતારા સટાક દેતી કમરના ઉપરના ભાગથી બેઠી થઈ ગઈ. માંડ માંડ મોમાંથી શબ્દો બહાર નીકળે છે. આજે કાઠિયાવાડી કેચી ચૂપ છે કે જબાન પર તાળુ લાગી ગયું છે...?

આવા કાર્યોમાં પત્નીની વાતો પર ધ્યાન આપવું જરૂરી નથી. મારું કાર્ય હોઠોને વટેમાર્ગુ પ્રવૃત્તિ કરવાનું છે. ધીરે ધીરે કટિબદ્ધ પસાર કરી ઉન્નત વક્ષસ્થળો સુધી હોઠોના સ્પર્શ થાય છે અને હોઠોની છેલ્લી મંજીલ નયનતારાના હોઠો છે. અમારા બન્નેના હોઠો વચ્ચે અંતર નથી અને અમારા બન્નેનાં શરીર વચ્ચેનાં અંતરો પણ ઓગળી ગયાં છે. સૃષ્ટિના સૌથી સુંદર કાર્ય જે ગણાય છે. સ્ત્રી અને પુરુષના શરીરનું મિલન થાય છે. જિંદગીની એક પવિત્ર અને મધુર સફરની શરૂઆત થાય છે. સૃષ્ટિના સર્જનની આ અનુપમ ભેટ જે ઈશ્વરે આપણને આપેલી છે તે ભેટનો પ્રસાદરૂપે અમો નવદંપતી સ્વીકાર કરીએ છીએ.

હું હંમેશા નવીનક્કોર ચીજોનો આગ્રહ રાખું છું અને આ આગ્રહ પણ નયનતારાને એટલો જ લાગુ પડે છે અને લગ્નની પહેલી રાત્રે પણ હું નયનતારાને નવીનક્કોર પામવા માગું છું. એક વર્ષ પહેલા નયનતારાને કહેલા આ શબ્દોનાં રહસ્યો પરથી પડદો ઊઠી ગયો છે.

નવીનક્કોર નયનતારા અક્ષત કૌમાર્ય આજે એક વેપારી પવત્રની જીદ સામે ભેટ ચડી ગયું છે.

રામ...! તું તો કલાકાર છે. એક પુરુષમાં આવી કલા હોય છે. તારી કાયામાં ભીંસાવા માટે એક વર્ષથી તડપતી હતી તે કાયાને આજે તે ક્ષણભરમાં ઓગાળી નાખી છે રામ...! તેં મને આજે દુનિયાના સર્વોત્તમ સુખની ભેટ આપી છે રામ...! આજે તારી આ દાસી તારા ચરણોમાં ઝૂકવા માગે છે. આનાકાની કરતો નહીં. મારા સુંદર લગ્ન જીવનની શરૂઆત તારા ચરણોથી કરવાની ઈચ્છા છે. એક પત્નીની ઈચ્છા તારે ફરજિયાત પૂરી કરવી પડશે. નયનતારા એક એક શબ્દ મારા પ્રત્યેની આસક્તિની તરબોળ બનીને નીકળે છે.

નયનતારા નાગરાણીની જે કલ્પના હોય છે તેના કરતા પણ તારા દેહનું સૌંદર્ય ચડિયાતું છે. એક પુરુષને જીવંત કરી નાખે તેવું અંદરુની સૌંદર્ય પર મારા એકલાનો હક્ક છે. આ હક્ક આપવા બદલ જીવનભર તારો આભારી રહીશ અને આપણા બન્નેનું લગ્નજીવન આપણા બન્નેના અંત સુધી સુખરૂપ રહે તેવી ભાવનાથી મારું જીવન તને સમર્પિત કરું છું.

બસ બસ...રામ ! હવે આગળ બોલતો નહીં, તને મારા સમ છે. નયનતારાનો કાંપતો અવાજ સંભળાય છે અને તેના હાથથી મારું મોં બંધ કરે છે.

અચાનક વાફાએ આપેલી એ ગિફ્ટ યાદ આવે છે જે લગન પછી નયનતારાને આપવાની હતી. એટલે મારા ડ્રોઅરના છેડે સાચવીને રાખેલી એ ગિફ્ટ બહાર કાઢી અને નયનતારાને આપું છું.

આ ગિફ્ટ ખોલો, નયનતારા રાણી.

શરમ વગરના માણસ ! ગિફ્ટ હાથમાં આપતી વખતે પણ સખણો રહેતો નથી રામ...!

જરા ખોલીને જોઈએ અંદર શું છે ? નયનતારાને ઉત્સુકતાથી કહું છું.

ઓહ...રામ ! આ તો હિરાજડિત પ્લેટીનમ સેટ છે. નયનતારાની આંખો પહોળી થઈ જાય છે.

જરા બતાવ તો...!

રામ...! આ બહુ કિંતી હશે...?

એ બાબતે મને ખબર નહીં પડે. મમ્મીને બતાવીએ તો જ સાચી કિંમતની જાણકારી મળી શકશે એટલે સવારે મમ્મીને દેખાડી દેજે...!

આ લેટર પણ સાથે નીકળ્યો છે.

શું લખ્યું છે ?

વેઈટ...! તને વાંચીને સંભળાવું છું. લખ્યું છે કે મારી અને તારા પતિની સ્વીટહાર્ટ નયનતારા, તમારા બન્નેનું લગ્નજીવન ખૂબ ખુશ રહે તેવી મારી શુભેચ્છા...!

બસ આટલું જ લખ્યું છે ?

ના...! તું બહુ ઉતાવળીયો છે. હજુ તો આગળ પણ લખ્યું છે.

ઓકે...!

નયનતારા, તને એક એવા પુરુષની ભેટ આપું છું જે અહીંયા ઈંગ્લેન્ડમાં આવ્યો હતો. ત્યારે એક બાળક જેવો હતો, તેને આ નવી નવી સૃષ્ટિ અચંબિત કરતી હતી. મારું એવું માનવું છે કે કદાચ તે મારા સંસર્ગમાં આવ્યો ન હોત તો આજે એ નઠારું બાળક બળવાખોર અને વાસનામય યુવાન બની ગયો હોત અને કદાચ તારો પતિ પણ બની ગયો હોત ? કારણ કે આ લંડન શહેર જ એવું છે ! કદાચ તારો પતિ લંડનની ગુમનામ ગલીઓમાં, રેડલાઈટ એરિયામાં, કેશિનોના રૂલેટ ચક્કરમાં, વ્હીસ્કીના નશામાં અને પચરંગી છોકરીઓના કામણમાં એવો ફસાઈને તારી પાસે આવ્યો હોત જેમાં પ્રેમ ઓછો પણ વિકૃતિઓ વધારે હોય છે પણ મને એવું લાગે છે કે આજે આ બાળક જેવો યુવાન પૂર્ણ પુરુષ બનીને તારી તમામ ઈચ્છાઓ પૂરી શકશે અને જિંદગીભર તને ખુશ રાખી શકશે.

પછી શું લખ્યું છે...?

લાંબો શ્વાસ લઈને નયનતારા આગળ વાંચીને સંભળાવે છે. તારા પતિમાં ખૂબ ખૂબીઓ ભરેલી છે અને તું હોંશિયાર છે એટલે એક પછી એક ખૂબીઓ શોધી અને દિવસે ને દિવસે તારા લગ્નજીવનમાં નવી નવી આશાઓ લાવશે. ફક્ત તારે એટલું જ કરવાનું છે. દિવસ દરમિયાન તારે તેને એક બાળકની જેમ ટ્રીટ કરવો પડશે જે રાત્રે તારી સાથે આ બાળક જેવો માણસ પૂર્ણ પુરુષ બનીને તને રોમાંચ અને તાજગીથી છલોછલ બનાવી દેશે. એવો મારો અનુભવ છે અને આ જ અનુભવ થકી આજે હું મારી જાતને એકદમ ઉત્સાહી અને આત્મવિશ્વાસથી છલોછલ મહેસૂર કરું છું અને મને ખાતરી છે કે તારા લગ્નજીવનમાં તારા પછી બીજી કોઈ સ્ત્રીની શક્યતા રહેશે નહિં અને તને ખાતરી આપું છું કે કદાચ તારો પતિ ફરીવાર લંડન આવશે અને તેની ઈચ્છા હશે તો પણ આ વાફા તેને મળશે નહીં.

આલિંગન અને આશ્લેષોની દિનિયામાં સદાય તાજાં ફૂલોની જેમ તમારી બન્નેની તાજગી સલામત રહે તેવી શુભેચ્છા... ગુડબાય નયનતારા એન્ડ માય સ્વીટ બેબી.

- વાફા બદર ખલિલ

ઓહ...! એક લાંબો નિસાસો મારા ઉદ્દગારમાંથી સરી પડે છે.

રામ... એવું તે શું હશે આ પુરુષોમાં જે સ્ત્રીઓને આટલી હદે પાગલ બનાવી શકે છે ? તને યાદ હશે...! આપણી પહેલી મુલાકાતના જ છ કલાકના સમયગાળામાં મારી જાતને તારી હવાલે કરી દીધી છતાં પણ તે તારી મર્યાદા તોડી નહીં, જે મારા માટે આજે પણ રહસ્ય છે. જ્યારે હું છોકરી થઈને મારા આવેગ પર કાબૂ રાખી શકી નહીં અને તું પુરુષ ઊઠીને તારા આવેગો કઈ રીતે કાબૂમાં રાખ્યા જે મને આજ સુધી સમજાયું નહીં ! નયનતારા એકીશ્વાસે બધું બોલી જાય છે.

આ માટે એક જ કારણ છે કે તું મારી પત્ની બનવાની હતી અને વાફાને કોઈની પત્ની બનવામાં રસ નહોતો અને આ જ સચ્ચાઈ છે, આખરે તો હું પણ એક માણસ છું. નયનતારાને હવે આ કહેવું મને જરૂરી લાગ્યું.

માણસ ! પુરુષ...! આ શબ્દ બહુ આકરો છે. એક પતિ માણસ બનીને પત્નીને પ્રેમ કરે છે અને એક પુરુષ પોતાના પુરુષાતનથી પત્નીના શરીરે ભોગવે છે. આ લાચાર દેખાતું માણસ નામનું જાનવર કેવું હિંસક વૃત્તિ ધરાવતું પ્રાણી છે, જેણે સૃષ્ટિના સૌથી સુંદર ગણાતા યોગને કેવું વિકૃત કરીને એક ગાળમાં પરિવર્તિત કરી નાખ્યું છે !

તું પણ આજે ક્યાં આવી વાતો કરે છે ? કમસે કમ આજની રાતે આ બધું ભૂલી જા. નયનતારાને જરા કંટાળાભર્યા સ્વરે કહું છું.

રામ...! આ સંયોગ શબ્દ શા માટે રચાણો છે તને ખબર છે ?

ના...!

કોઈપણ એક વ્યક્તિ દ્વારા જે યોગાસનો થઈ શકે છે તેને યોગ કહેવાય છે અને બે વ્યક્તિ સંયુક્ત રીતે જે આસનો કરે છે તેને સંયોગ કહેવાય છે. જે સંપૂર્ણ યોગનું છેલ્લું આસન છે. દુનિયામાં બધી જગ્યાએ સ્વીકૃત થયું છે કે યોગ દ્વારા અસંખ્ય ફાયદાઓ થાય છે અને શરીરમાંથી એક એવી ઉત્સાહી ઊર્જા પેદા થાય છે. સંપૂર્ણ યોગ સમજીને આ આસન નિયમિત કરે તો લાંબા આયુષ્ય સુધી બન્નેના શરીરોમાંથી ઉત્સાહી ઊર્જા પેદા થતી રહે છે.

બસ હવે તારા બધા વ્યાખ્યાન બંધ કર તો સારું છે, નહીંતર ફરી પાછા સંયોગમાં એકાકાર થવું પડશે.

હજુ તો રાત્રીના બે વાગ્યા છે. તારા શરીરની છેલ્લી તાકાત સુધી લડી લેજે. આજે આ નયનતારા સાથે જેટલા સંયોગ થાય તેટલા કરવાની છૂટ છે. જોઈએ જીત કોની થાય છે ? નયનતારાના બદલાયેલા રૂપ જોઈને હું હતપ્રભ બની જાઉં છું.

અચાનક લંડનથી લીધેલા પેલા રેડ કલરના ટુ પીસ યાદ આવી ગયા એટલે નયનતારાને કહું છું. તારા માટે એક ખાસ ગિફ્ટ લંડનથી લઈ આવ્યો છું, તે અત્યારે જ તારે પહેરીને મને બતાવવી પડશે.

આજે તું કહે તેમ તારી નયનતારા કરવા તૈયાર છે. જે આપવું હોય તે જલદી આપી દે એટલે ફટાફટ પહેરીને તારી ઈચ્છા પૂર્ણ કરવાનું સૌભાગ્ય મને મળે.

પેલું ગિફ્ટ પેક ડ્રોઅરમાંથી બહાર કાઢી નયનતારાના હાથમાં પકડાવી દીધું. નાઈટલેમ્પના આછા અજવાળામાંથી નયનતારાનો અવાજ સંભળાય છે...! રામ...! જલદી લાઈટ ઓન કરીને તારી રાણીની ખૂબસૂરતીના દર્શન કરી લે.

લાઈટ ઓન કરીને નયનતારા પાસે જઈને તેને ડ્રેસીંગ ટેબલની સામે ખડી કરીને તેની પાછલ ઊભો રહીને એક પ્રેમિકાનું પત્ની સ્વરૂપના પૂર્ણ રૂપ જોવા મશગુલ થઈ જાઉં છું !

હે રામ...! તું મારી પાછળ પાગલ તો બન્યો નથી ને ?

કેમ આવું પૂછે છે...?

એક સ્ત્રીને ઓગાળી નાખવાનું રહસ્ય કોની પાસેથી શીખીને આવ્યો છે ? નયનતારા આંખો પટપટાવતા બોલે છે.

દાદા કહેતા તેમ આજે હું વહુઘેલો બની ગયો છું.

રામ...! પણ અહીંયા તો ઊલટું થયું છે. ઊલટાની આ નવી વહુ વરઘેલી બની ગઈ છે.

આ પણ એક સંયોગ છે.

તો ચાલને આપણે બન્ને પણ સંયોગમાં ઓગળી જઈએ. નાહકનો વાતોમાં આપણો સમય બગડે છે.

મારે તારો વજન ચેક કરવો છે.

તો મને તારા બન્ને હાથમાં ઉપાડીને વજન ચેક કરી લે...! તારા જેવી કસરતી માણસ માટે તો મારી કાયા એક રમકડા જેવી લાગશે. નયનતારાને ઉપાડી બેડ તરફ રવાના થયો અને મારા ખભેથી તેના હાથ છોડાવીને એક રમકડાને સાચવીને નચે ઉતારું છું.

રમકડા જેવી ખરી પણ...! બાળકોને રમવા માટે નહીં પરંતુ મારા માટેનું રમકડું છે.

તો આ રમકડા સાથે રમવા લાગો રામ...! નયનતારા મારો હાથ ખેંચીને રમકડા સાથે રમવા મજબૂર બનાવે છે.

કેમ આજે બહુ ઉતાવળી થઈ છે ?

મોં પર આંગળી મૂકીને મને ચૂપ થવાનો સંકેત આપે છે અને કહે છે કે તને મેં પહેલાં જ કહ્યું હતું ને કે હું જેમ કહું છું તેમ તારે કરવાનું છે.

ઓકે બેબી...!

વ્હોટ...! નયનતારા ઉવાચ.

જિંદગીનાં સુંદર સપનાંઓ સમજાવીને નવી દુનિયાની સફરે નીકળેલા આ નવદંપતીની પ્રથમ રાત્રી મુકામના ચાર વખતના સંયોગના કારણે થાકીહારીને પોઢી ગયેલાં બન્ને શરીર પૂર્ણરૂપે ખીલેલા પુષ્પોની તાજગી ભરીને જ્યારે આંખો ખોલે છે ત્યારે ઘડિયાળમાં સવારના સાડા અગિયારનો સમય દેખાડે છે.