Panchdashi books and stories free download online pdf in Gujarati

પંચદશી

મિત્રો હમણાં એક જુનું પુરાણું અને જર્જરિત પુસ્તક ઈ. સ ૧૯૫૫ ની સાલમાં પ્રકાશિત થયેલું વાંચવા મળ્યું તેનું નામ છે શ્રી પંચદશી. આ પુસ્તકમાં પંદર (પંચદશ) પ્રકરણો હોવાથી આ ગ્રંથનું પંચદશી એવું નામ આપવામાં આવ્યું છે. આ ગ્રંથમાં પહેલાં છ પ્રકરણ શ્રીમદ્ વિદ્યારણ્યસ્વામી નાં રચેલા છે, અને બાકીનાં નવ તેઓશ્રીના પરમગુરુ શ્રીમદ ભારતીતીર્થ સ્વામીનાં રચેલાં છે. જિજ્ઞાસુ વાચકોને અદ્વૈત બ્રહ્મનો બોધ પ્રાપ્ત કરવા માટે આ ગ્રંથ ઉપયોગી છે. ઉપનિષદો, ભગવતગીતા અને વેદાંતદર્શન નો અગત્યનો સાર આ ગ્રંથમાં આવી જાય છે.

પ્રકરણ ( ૧ ) પ્રત્યક્તત્વવિવેક

ટીકાકારકૃત મંગલ

દોહરો

પ્રત્યક્તત્વવિવેકનો, પ્રીતે કરી વિચાર ;

તે સચ્ચિત્સુખતત્વને, પ્રીતે ઉરમાં ધાર. ૧

આરંભેલા ગ્રંથની નિર્વિધ્ને સમાપ્તિ થવા માટે અને તેનો અવિચિછન્ન સંપ્રદાય ચાલુ રહેવા માટે ગ્રંથના આરંભમાં મંગલાચરણ કરવું એવો શિષ્ટ પુરુષોનો આચાર છે તેને અનુસરીને શ્રીમદ્ વિદ્યારણ્યસ્વામી મંગલાચરણ કરે છે.

|| મંગલાચરણમ્ ||

નમઃ શ્રીશંકરાનંદગુરુપાદાંબુજન્મને |

સવિલાસમહામોહગ્રાહગ્રાસૈકકર્મણે || ૧ ||

ભૌતિકો, ભૂતો, અસ્મિતા, રાગ, દ્વેષ, ને અભિનિવેશાદિસહિત, મૂલાવિદ્યારૂપ મગરનું ભક્ષણ કરવું (બાધ કરવો) એજ જેમનું પ્રધાનકર્મ છે એવા શ્રીશંકરાનંદ ગુરુના ચરણકમલને મારા પ્રણામ હો. ૧

પ્રકરણ ( ૧ ) પ્રત્યક્તત્વવિવેક

|| ગ્રંથારંભપ્રતિજ્ઞા ||

તત્પાદામ્બુરુહધ્વંધ્વસેવાનિર્મલચેતસામ્ |

સુખબોધાય તત્વસ્ય વિવિકોડયં વિધીયતે || ૨ ||

તે સદગુરુનાં ચરણકમલની સેવા કરવા વડે જેમનાં અંત:કરણો રાગદ્વેષાદિ દોષથી રહિત થયેલાં છે તેમને અંતરાત્માથી અભિન્ન બ્રહ્મતત્વનો સુખપૂર્વક બોધ થવા માટે આ પ્રત્યક્તત્વનો વિવેક એટલે જડસ્વભાવવાળા અન્નમયાદિ પાંચ કોશાદિથી આત્માનું પૃથકરણ એ નામનું પ્રકરણ રચવામાં આવે છે. ૨

શબ્દસ્પર્શાદયો વેધા વૈચિત્રયાજ્જાગરે પૃથક્ |

તતો વિભક્તા તત્સંવિંદૈકરુપ્પાન્ન ભિધ્તે || ૩ ||

જાગ્રદવસ્થામાં અનુભવતા શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એ વિષયો ભિન્ન ભિન્ન સ્વરૂપવાળા હોવાથી તેઓ એકબીજાથી ભિન્ન છે, પણ તેમનાથી ભિન્ન તેમનું જ્ઞાન એકરૂપપણાવાળું હોવાથી ભેદ પામતું નથી.

તથા સ્વપ્નેડત્ર વેધ્મ તુ ન સ્થિરં જાગરે સ્થિરમ્ |

તમ્દેદોડતસ્તયો: સંવિદેકરુપા ન ભિધતે || ૪ ||

એજ પ્રમાણે સ્વપ્ન્નાવસ્થામાં પણ વિષયો પરસ્પર ભિન્ન છે, પણ તેમનું જ્ઞાન એકજ છે. જાગ્રદવસ્થામાં વિષયો સ્થિર જેવા જણાય છે, પણ સ્વપ્ન્નાવસ્થામાં પ્રતીત થતા વિષયો સ્થિર જણાતા નથી. આ કારણથી સ્વપ્નાવસ્થાને ને જાગ્રદવસ્થાનો ભેદ છે, તોપણ તે બંને અવસ્થામાં એકરૂપે રહેલું જ્ઞાન ભિન્ન નથી, અર્થાત બંને અવસ્થામાં રહેલો જ્ઞાનસ્વભાવ એક છે. ૪

સુપ્તોતિથતસ્ય સૌષુપ્તતમોબોધો ભવેત્સ્મૃતિ: |

સા ચાવબુદ્ધ વિષયાડવબુદ્ધમ્ તત્તદા તમઃ || ૫ ||

સુષુપ્તિમાંથી જાગ્રત થયેલા મનુષ્યને સુષુપ્તિના અજ્ઞાનનું જે જ્ઞાન થાય છે તે જ્ઞાન સ્મૃતિરૂપ છે, અને તે સ્મૃતિ પૂર્વે અનુભવ કરેલા વિષયના સંબંધવાળા હોય છે તે કારણથી સુષુપ્તિ અવસ્થામાં તે અજ્ઞાન તે અવસ્થાના અભિમાની જીવના અનુભવમાં આવેલું હતું એમ જણાય છે.

સ બોધો વિષયાભિન્નો ન બોધાત્સ્વપ્નબોધવત્ |

એવં સ્થાનત્રયેડપ્યેકા સંવિત્તદ્રદીનાંતરે || ૬ ||

સુષુપ્તિ અવસ્થામાંના અજ્ઞાનના અનુભવરૂપ જ્ઞાન અજ્ઞાનરૂપ વિષયથી પૃથક છે, પણ સ્વપ્નનું જ્ઞાન જેમ જાગ્રતના જ્ઞાનથી ભિન્ન નથીં તેમ સુષુપ્તિનું જ્ઞાન તે બંને અવસ્થાના જ્ઞાનથી ભિન્ન નથી, કિન્તુ એક જ છે. જેવી રીતે એક જ દિવસમાં થનારી જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ ત્રણે અવસ્થાનું જ્ઞાન એક જ છે, ભિન્ન નથી, તેવી રીતે બીજા દિવસમાં પણ જાગ્ર્દી ત્રણે અવસ્થાના વિષયો જુદા જુદા છતાં પણ તે તે વિષયોનું જ્ઞાન એક જ છે, ભિન્ન ભિન્ન નથી.

માસાબ્દયુગકલ્પેષુ ગતાગામિષ્વનેકધા|

નોદેતિ નાસ્તમેત્યેકા સંવિદેષા સ્વયંપ્રભા || ૭ ||

જેવી રીતે દિવસોના ફેરફારથી તે તે દિવસોના જ્ઞાનમાં ફેરફાર થતો નથી, પણ તેનો અભેદ જ રહે છે, તેવી રીતે અનેક રીતે ગયેલા અને હવે પછી આવવાના ચૈત્રાદિ માસ, પ્રભવાદિ વર્ષ, કૃતાદિ યુગ અને પદ્માદિ કલ્પમાં જે જ્ઞાન થયું હતું, ને થશે તેનો પણ અભેદ જ છે. જેથી જ્ઞાન એક જ છે તેથી તે ઉદય પામતું નથી, અને નાશ પણ પામતું નથી. આ જ્ઞાન સ્વયંપ્રકાશ છે.

ઈયમાત્મા પરાનંદ: પરપ્રેમાસ્પદં યત:|

મા ન ભૂવં હિ ભૂયાસમિતિ પ્રેમાત્મનીક્ષ્યતે || ૮ ||

આ નિત્યજ્ઞાન આત્મસ્વરૂપ છે. જેથી આ જ્ઞાન સ્વરૂપ આત્મા પરમપ્રેમનું સ્થાન છે તેથી તે પરમાનંદરૂપ છે, કેમકે આત્મામાં હું ન હોઉં એમ નહિ,પરંતુ હું સર્વદા હોઉજ એમ સર્વનો પ્રેમ જોવામાં આવે છે.

તત્પ્રેમાત્માર્થમન્યત્ર નૈવમન્યાર્થમાત્મનિ |

અતસ્તત્પરમં તેન પરમાનંદતાત્મનઃ || ૯ ||

પુત્ર, સ્ત્રી અને દ્રવ્યાદિ અન્ય પ્રાણીપદાર્થો પર મનુષ્યોનો જે પ્રેમ પ્રતીત થાય છે તે પ્રેમ આત્માને માટેજ છે, પણ તે તે પ્રાણીપદાર્થને માટે નથી, અને આત્મામાં જે પ્રેમ પ્રતીત થાય છે તે બીજા કોઈ પ્રાણી પદાર્થને માટે નથી થતો, પણ આત્માને માટેજ થાય છે. આ કારણથી તે પ્રેમ શ્રેષ્ઠ છે. તે વડે આત્માનું પરમાનંદપણું સિદ્ધ થાય છે.

ઇત્થ્મ સચ્ચિત્પરાનંદ આત્મા યુક્ત્યા તથાવિધમ્ |

પરં બહ્રમ તયોશ્વેક્યં શ્રુત્યંતેષુપદિશ્યતે || ૧૦ ||

એવી રીતે આત્મા સધ્રુપ, ચિધ્રુપ અને પરમાનંદરૂપ છે એમ યુક્તિવડે સિદ્ધ કર્યું.તેવું જ ( સચ્ચિદાનંદસ્વભાવવાળું જ ) પરબહ્ર્મ છે, અને તે બંનેનું ( આત્માનું અને પરબ્રહ્મનું ) એકપણું ઉપનિષદોમાં રહેલું છે.

અમાને ન પરં પ્રેમ માને ન વિષયે સ્પૃહા |

અતો માનેડપ્યમાતાડસૌ પરમાનંદતાત્મન: || ૧૧ ||

આત્માનું પરમાનંદસ્વરૂપપણું પ્રતીત થાય છે કે નહિ ? જો તેના પરમાનંદપણાનું ભાન થતું નથી એમ તેમ કહો તો આત્મા ઉપર તમે કહેલો પરમપ્રેમ સંભવતો નથી, અને જો આત્માના પરમાનંદપણાનું ભાન થાય છે એમ તમે કહો તો સ્ત્રીપુત્રાદિ બહારના સુખનાં કેવાં વિષયસુખમાં મનુષ્યને ઈચ્છા ન થવી જોઈએ. તેના ઉત્તરમાં કહેવાનું કે તમારી એ શંકા યોગ્ય નથી, કેમ કે આત્માના આ પરમાનંદપણાનું સામાન્યભાન થાય છે, પણ વિશેષરૂપે તેનું ભાન નથી, તેથી આત્માના પરમાનંદપણાનું ભાન અને અભાન એ બંને સંભવે છે.

અધ્યેમૃવર્ગમધ્યસ્થપુત્રાધ્યયનશબ્દવત્ |

માનેડપ્યમાનં માન્સ્ય પ્રતિબંધેન યુજ્યતે || ૧૨ ||

જેમ વેદનો પાઠ કરનારા સમુહમાં પાઠ કરનારા પોતાના પુત્રના અધ્યયનનો શબ્દ વેદશાલાની બહાર રહેલા તેના પિતાને સામાન્યરૂપે સંભાળતા છતાં પણ તે વિશેષરૂપે પ્રતીત થતો નથી, તેમ આત્માના પરમાનંદપણાનું સામાન્યરૂપે ભાન થયા છતાં પણ તેનું વિશેષરૂપે અભાન સંભવી શકે છે, અર્થાત આત્માના અસ્પષ્ટ પરમાનંદપણાના ભાનમાં પણ પ્રતિબંધ લઈને તેના સ્પષ્ટ પરમાનંદપણાનું અભાન સંભવી શકે છે.

પ્રતિબંધોડસિતમાતીતિવ્યવહારાર્હવસ્તુનિ |

તનિનરસ્ય વિરુદ્ધસ્ય તસ્યોત્પાદનમુચ્યતે || ૧૩ ||

છે અને પ્રતીત થાય છે એવા વ્યવહારને યોગ્ય વસ્તુમાં તે વસ્તુ છે અને પ્રતીત થાય છે એવા વ્યવહારનું નિરાકરણ કરીને તેનાથી વિરુદ્ધ તે વસ્તુ નથી અને પ્રતીત થતી નથી આવો વ્યવહાર ઉત્પન્ન કરનાર તે પ્રતિબંધ કહેવાય છે.

તસ્ય હેતુ: સમાનાભિહાર: પુત્રધ્વનિશ્રુતૌ |

ઇહાનાદિરવિધૈવ્ વ્યામોહૈકનિબંધનમ્ || ૧૪ ||

પુત્રના વેદપાઠના શબ્દના શ્રવણરૂપ દ્રષ્ટાંતમાં પ્રતિબંધનું ( પોતાના પુત્રના શબ્દનું પૃથક ભાન ન થવાનું ) કારણ ઘણા વિદ્યાર્થીઓનું એકસાથે ઉચ્ચારણ એ છે. અહીં વિપરીતજ્ઞાનનું મુખ્યકારણ અનાદિ અવિધાજ છે.

ચિદાનંદમયબ્રહ્મપ્રતિબિંબસમનિવ્તા |

તમોરજ:સત્વગુણા પ્રકૃતિધ્રીવિદ્યા ચ સા || ૧૫ ||

જે ચેતનમય અને આનંદમય બ્રહમના આભાસથી યુક્ત છે, અને તમોગુણ, રજોગુણ તથા સત્વગુણ આ ત્રણ ગુણોની જે સામ્યાવસ્થા છે તે પ્રકૃતિ છે. તે પ્રકૃતિ બે પ્રકારની છે.

સત્તવશુદ્ધયવિશુદ્ધિભ્યાં માયાવિધે ચ તે મતે |

માયાબિંબો વશીકૃત્ય તાં સ્યાત્સર્વજ્ઞ ઈશ્વર: || ૧૬ ||

સત્વગુણની શુદ્ધિ વડે અને સત્વગુણની મલિનતા વડે માયા અને અવિદ્યા એવા પ્રકૃતિના બે પ્રકાર માનેલા છે. તેમાં માયામાં પ્રતિબિંબિત થયેલ બ્રહ્મ તે માયાને પોતાને વશ કરીને સર્વજ્ઞ ઈશ્વર થાય છે.

અવિદ્યાવશગસ્ત્વન્યસ્તદ્વૈચિત્રયાદનેકધા |

સા કારણશરીરં સ્યાત્પ્રાજ્ઞસ્તત્રાભિમાનવાન્ || ૧૭ ||

પરંતુ અવિદ્યામાં પ્રતિબિંબિત થયેલો બીજો આત્મા અવિદ્યાને વશ થઈને જીવ નામને ધારણ કરે છે. તે જીવ અવિદ્યાના વિચિત્રપણાને લઈને અનેક પ્રકારનો પ્રતીત થાય છે. અવિદ્યા એ જીવનું કારણ શરીર છે. તે કારણ શરીરમાં અભિમાન રાખનારો જીવ પ્રાજ્ઞ એવા નામ વડે કહેવાય છે.

તમઃપ્રધાનપ્રકૃતેસ્તમ્દોગાયેશ્વરાજ્ઞયા |

વિયત્પવનતેજોંડબુભુવો ભૂતાનિ જગ્નીરે || ૧૮ ||

કારણશરીર વડે જીવ પોતાના શુભાશુભકર્મના ફલરૂપ સુખદુઃખનો અનુભવકરવારૂપ ભોગને પ્રાપ્ત કરી શકે નહી, માટે તે પ્રાજ્ઞના સુખદુઃખના અનુભવરૂપ ભોગની સિદ્ધિને માટે જેમાં તમોગુણનું પ્રધાનપણું થયેલું છે એવી પ્રકૃતિમાંથી આકાશાદિ પાંચ સુક્ષ્મભૂતો પૂર્ણકામ પરમાત્માની ઈચ્છાથી ઉત્પન્ન થાય છે. ૧૮

સ્તવાંશૈ: પંચભિસ્તેશાં ક્રમાદ્વિનિદ્રપંચકર્મ |

શ્રોત્રત્વગક્ષીરસનધ્રાણાખયમુપજાયતે || ૧૯ ||

તે આકાશાદિ પાંચ શુક્ષ્મભૂતોમાંના અકેકા સુક્ષ્મભૂતના સત્વાંશમાંથી ક્રમપૂર્વક શ્રોત્ર, ત્વચા, નેત્ર, રસના અને નાસિકા એ નામની પાંચ જ્ઞાનેંદ્રીયો ઉત્પન્ન થાય છે. ૧૯

તૈરંતઃકરણમ્ સવૈવૃત્તિમેદેન તદદ્ધ્રીધા |

મનો વિમર્શેરૂપં સ્યાદ્ બુદ્ધિ: સ્યાન્નીશ્ચયાત્મિકા || ૨૦ ||

૨૦ – તે સર્વેના મળેલા સત્વાંશોમાંથી અંતઃકરણ થાય છે. તે અંતઃકરણ વૃત્તિના ભેદ વડે બે પ્રકારનું છે. તેમાં સંશયરૂપ જે વૃત્તિ તે મન કહેવાય છે, અને નિશ્ચયરૂપ જે વૃત્તિ તે બુદ્ધિ કહેવાય છે.

રજોંડશૈ: પંચભિસ્તેષામ્ ક્રમાત્કમેંદ્ધ્રીયાણી તુ |

વાક્પાણીપાદપાયુપસ્થાભિધાનાનિ જજ્ઞઇરે || ૨૧ ||

૨૧ – તે પાંચ સુક્ષ્મભૂતોના રજોગુણના અંશોમાંથી ક્રમપૂર્વક વાણી, હાથ, પગ, ગુદા અને ઉપસ્થ એ નામની પાંચ કર્મેન્દ્રિયો ઉત્પન્ન થઇ.

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED